________________
પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ
પ. પૂ. શ્રીમદ્ વિજ્યકુંદકુંદસૂરીશ્વરજી મહારાજ વિ.સં. ૨૦૩૯ના ફાગણ સુદ ૪ ને ગુરુવાર, તા, ૧૭મી ફેબ્રુઆરી ૧૯૮૩ના દિને સવારે ૧૦-૦૩ કલાકે જામ-ખંભાળિયામાં ૬૪ વર્ષની વયે કાળધર્મ પામ્યા. એમના કાળધર્મના સમાચાર છાપામાં વાંચતાં મેં એમના પરમ ભક્ત શ્રી શશીકાન્તભાઈ મહેતાને રાજકોટ ફેનથી સંપર્ક કર્યો હતે. એમણે કહ્યું કે પિતે અંતિમ સમયે ત્યાં હાજર હતા અને એક જૈન, સાધુભગવંતનું સમાધિમરણ કેવું અપૂર્વ હોઈ શકે તે તેમને પ્રત્યક્ષ જોવા મળ્યું હતું.
વર્તમાન જૈન શ્રમણ સમુદાયમાં જેમના પ્રત્યે આપણને અત્યંત પૂજ્યભાવ થાય એવા કેટલાક આચાર્યોમાં પૂ. શ્રી. કુંદકુંદસૂરીશ્વરજીને ગણાવી શકાય. તેઓ ગચ્છાધિપતિ પરમ શાસન પ્રભાવક પૂ. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય અને પૂ. પં. વ. ભદ્રકવિજયજી ગણિવર્યના શિષ્ય. હતા. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્નમાં પંન્યાસજી મહારાજ તરીકે સુપ્રસિદ્ધ, નમસ્કાર મહામંત્રના. પરમ આરાધક અને વિવિધ શાસ્ત્રીય વિષયે ઉપર સ્વાનુભૂતિને આધારે મૌલિક પ્રકાશ પાડનાર એવા શ્રી ભદ્રંકરવિજયજી. મહારાજના નામથી ભાગ્યે જ કોઈ ધર્માનુરાગી નવકાર મહામંત્રને આરાધક જેને અપરિચિત હશે. પૂ. પંન્યાસજી મહારાજના કાળધર્મ પછી પટ્ટધર શિષ્ય શ્રી કુંદકુંદસૂરિજી મહારાજના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org