________________
પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ ઓળી તથા બીજી તપશ્ચર્યા કરતા હતા.
કેશવજીભાઈના મોટા ભાઈ માણેકલાલે ચાલીસ વર્ષની. વયે પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી પાસે દીક્ષા લીધી હતી.. તેમને વંદન કરવા જતાં તેઓ ભદ્રંકરવિજયજીના સંપર્કમાં આવ્યા હતા. પૂ. ભદ્રકવિજયજીનું એક જ વ્યાખ્યાન સાંભળીને કેશવજીભાઈને દીક્ષા લેવાનું મન થયું. પરંતુ તે માટે માતાપિતાની સંમતિ ન મળી. આથી દીક્ષા ન લેવાય ત્યાં સુધી રોટલે અને છાશ જેવી બેત્રણ વાનગી જ વાપરવાને અને આહાર ઉપર સંયમ ધારણ કરવાને એમણે નિર્ણય કર્યો. દરમિયાન મુંબઈમાં પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિએ ઉપધાન તપની આરાધના કરાવેલી. તેમાં જોડાવાની. કેશવજીભાઈને તક મળી. આથી એમની ત્યાગ–રાવ્યની. ભાવનાને પિષણ મળ્યું અને પૂ. શ્રી વિજ્યરામચંદ્રસૂરિની વાણુને લાભ મળે. એથી દીક્ષા લેવાને એમને સંકલ્પ વધુ દઢ થયે.
ત્યારપછી કેશવજીભાઈને વેપાર અથે મહારાષ્ટ્રમાં થવતમલ નામના નગરમાં બે વરસ રહેવાનું થયું. એ વખતે પંન્યાસ શ્રી ભદ્રકવિજયજી પણ મહારાષ્ટ્રમાં વિચરતા. હતા. આથી તેમની વાણને લાભ કેશવજીભાઈને મળે. એમની પાસે દીક્ષા લેવાને એમણે નિર્ણય કર્યો. પરિવાર તરફથી સંમતિ મળતાં તેવીસ વર્ષની યુવાન વયે એમણે મહારાષ્ટ્રમાં નાસિક પાસે વણ નામના ગામમાં વિ. સં. ૧૯૯૮માં પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ કુંદકુંદવિજયજી રાખવામાં આવ્યું, એ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org