________________
તિવિહેણુ વંદામિ
ગામના લેકેને પ્રતિક્રમણ કરાવવા જતા. વધુ અભ્યાસને માટે ભાઈચંદને અમદાવાદની સુપ્રસિદ્ધ શાળા ચીમનલાલ નગીનદાસ છાત્રાલય(સી. એન. વિદ્યાવિહાર)માં દાખલ કરવામાં આવ્યા હતા. એમને વિદ્યાભ્યાસ અમદાવાદમાં ઘણે સરસ ચાલતું હતું. બીજી બાજુ છબલબહેને પાઠશાળામાં શિક્ષિકા તરીકે કામ ચાલુ કર્યું હતું. ધર્મ પ્રત્યે તેમની રૂચિ ઉત્તરોત્તર વધતી જતી હતી. પિતાના ત્રણ પુત્રમાંથી વચલા પુત્ર ભાઈચંદને પણ તેઓ એ જ માર્ગે વાળવા ઈચ્છતાં હતાં. નાની ઉંમરમાં જ માતા પિતાના આ પુત્રને દીક્ષા લેવા માટે પ્રેરણું કરી હતી. ભાઈચંદને જોઈને પૂ. વિજયમેહનસૂરિએ પણ છબલબહેનને એ જ ભલામણ કરી હતી. ૧૬ વર્ષની ઉંમરે ભાઈચંદ શાળાને અભ્યાસ છોડી દઈને વઢવાણ પાછા આવ્યા. વિ. સં. ૧૯૭૬ માં મહેસાણા પાસે સાંગણ પુરમાં પૂ. વિજયમહનસૂરિ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ ધર્મવિજય રાખવામાં આવ્યું. મુનિ પ્રતાપવિજયના શિષ્ય તરીકે તેઓને જાહેર કરવામાં આવ્યા. ચારેક વર્ષ પછી એમનાં માતુશ્રી છબલબહેને પણ દીક્ષા લીધી અને તેમનું નામ સાધ્વી શ્રી કુશળશ્રીજી રાખવામાં આવ્યું.
દીક્ષા લીધા પછી મુનિ ધર્મવિજયે પૂ. મેહનસૂરિ પાસે ઉમંગભેર શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. તદુપરાંત વખત મળતાં તેમણે તે સમયના મહાન જૈન આચાર્ય પૂ. વિજયનેમિસૂરિ, પૂ. આનંદસાગરસૂરિ, પૂ. ઉદયસૂરિ વગેરે પાસે પણ વખતેવખત શાસ્ત્રાભ્યાસ કર્યો. ભગવતીસૂત્ર, કર્મગ્રંથ, કર્મ પ્રકૃતિ, પચસંગ્રહ, બૃહત્કલ્પભાગ્ય, વિશેષાવશ્યક મહાભાષ્ય, તત્વાર્થ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org