________________
પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ સૂત્ર વગેરે શાસ્ત્ર ઉપરાંત કાવ્ય, નાટક, કેષ, વ્યાકરણ, ન્યાય ઇત્યાદિ વિષયોમાં પણ તેઓ પારંગત થયા. સમય જતાં તેમને કમેક્રમે પ્રવર્તક, ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય વગેરે પદવીઓ અપાઈ અને વિ. સં. ૨૦૦૭ માં મુંબઈમાં આચાર્યની પદવી આપવામાં આવી.
શ્રી વિજયધર્મસૂરિજી પ્રકાંડ પંડિત હતા. તેમણે સંખ્યાબંધ ગ્રંથ લખ્યા છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે નવતત્વ પ્રકરણ ઉપર સંસ્કૃતમાં છ હજાર કપ્રમાણ સુમંગલા નામની ટીકા લખી છે. તદુપરાંત “ભગવતીસૂત્રનાં પ્રવચને’, ‘લઘુક્ષેત્રસમાસ', “પ્રશ્નોત્તર મોહનમાળા”, “શ્રવણ ભગવાન મહાવીર (પૂર્વભવ) વગેરે સંખ્યાબંધ ગ્રંથ લખ્યા છે.
આચાર્ય થયા પછી શ્રી વિજ્યધર્મસૂરિજીની જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ વધુ વેગથી ચાલવા લાગી. નૂતન જિના લયનું નિર્માણ, જિનાલયને જીર્ણોદ્ધાર, અંજનશલાકા કે પ્રતિષ્ઠા, ઉપધાન અને માળારોપણ, મંદિરની સાલગિરિ અને ઉજમણુ ઉપરાંત ધાર્મિક શિક્ષણ અને જૈન સાહિત્ય તથા કલાના પ્રચાર માટે તેમણે ઘણું મેટામેટાં કાર્યો કર્યા છે. તેમના હસ્તે શતાધિક મંદિરોને જીર્ણોદ્ધાર થયું છે. તેમની નિશ્રામાં પચીસેક વાર ઉપધાન તપની આરાધના થઈ છે. મુંબઈમાં ચેંબુરમાં અષભદેવ ભગવાનના અને ઘાટકેપરમાં મુનિ સુવ્રતસ્વામીના દેરાસરનું નિર્માણ એમની પ્રેરણાથી થયું હતું. તદુપરાંત ધર્મશાળા, ભોજનશાળા, હોસ્પિટલ, ઉપાશ્રય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org