________________
તિવિહેણ વંદમ
એકને એક દીકરે પણ આગમાં બળી ગયે. એમણે તે રોકકળ કરી મૂકી. બાળકને લઈ જનાર વહોરાએ આખે દિવસ એને દૂધ તથા ખાવાનું આપીને એને સાચવ્યું, પણ શત સુધી કે લેવા ન આવ્યું એટલે બાળકને લઈને તેઓ ઘરે ઘરે તપાસ કરવા નીકળ્યા. તે વખતે મણિલાલ જીવતા છે એ જાણીને અને જોઈને માણેકબહેનના આશ્ચર્યાનંદને પાર ન રહ્યો. બાળકને છાતીસરસ ચાંપતાં એમની આંખમાંથી હર્ષાશ્રુ વહ્યાં.
સત્તાવીસ વર્ષની ઉંમરે માણેકબહેનના જીવનમાં એક ભારે મોટો આઘાત આવી પડ્યો. એમના પતિ ડાહ્યાભાઈનું અકાળ અવસાન થયું. વૈધવ્યનું ભારે દુઃખ માણેકબહેનને માથે આવી પડયું. આવી વિષમ સ્થિતિમાં ધર્મનું શરણું આશ્વાસનરૂપ બની જાય. માણેકબહેન ધર્મ તરફ વળી ગયાં. દીકરાને શાળામાં ભણવા મોકલ્યા. દીકરો મેટો થાય પછી પિતે દીક્ષા લઈ સંયમજીવન ગાળવું એવી ભાવના તેઓ સેવવા લાગ્યાં. એમ કરતાં મણિલાલ ચૌદેક વરસની ઉંમરના થયા. માણેકબહેનને દ્વિધા હતી કે મણિલાલને કેના હાથમાં સંપીને દીક્ષા લેવી? બીજી બાજુ મણિલાલની રુચિ અને પ્રકૃતિ જોતાં એમને લાગ્યું કે મણિલાલને જાણે ઘરસંસાર કરતાં સંયમને માર્ગે વાળવામાં આવે તે તેઓ જીવનને વધુ સાર્થક અને ઉજજવળ કરી શકશે. કિશેર મણિલાલે પણ એ માટે હર્ષ પૂર્વક સંમતિ દર્શાવી. આથી વિ સં. ૧૯૬૫ના મહા વદ પાંચમના રોજ છાણ(વડોદરા પાસે)માં મુનિવર્ય શ્રી ચતુરવિજયજી પાસે મણિલાલને દીક્ષા આપવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org