________________
પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ નહિ બન્યું હોય કે વરસમાં બે-ચાર વખત અમદાવાદ જઈને મહારાજશ્રીની સાથે કલાકે ગાળ્યા ન હોય,
પ. પુણ્યવિજયજી મહારાજ કપડવંજના વતની હતા. એમનું જન્મ-નામ મણિલાલ હતું. એમના પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી અને માતાનું નામ માણેકબહેન હતું. મહારાજશ્રીને જન્મ વિ. સં. ૧૯પરના કારતક સુદ પાંચમને દિવસે, એટલે કે જ્ઞાનપંચમી અથવા લાભપંચમીને દિવસે થયે હતે. એ પણ કે સુંદર ગાનુયોગ હ ! ડાહ્યાભાઈ દોશીની આર્થિક સ્થિતિ સાધારણ હતી. એટલે તેઓ નોકરી માટે મુંબઈ રહેતા અને કપડવંજ આવ-જા કરતા. પરંતુ એ દિવસે માં મુંબઈનાં હવા-પાણી સારાં ગણતાં નહિ. એટલે ડાહ્યાભાઈની તબિયત નરમગરમ રહેતી. માણેકબહેનને એક પછી એક એમ પાંચ સંતાને થયેલાં, પણ તેમાંથી ચાર તે બાળવયમાં જ ગુજરી ગયેલાં. સદ્ભાગ્યે મણિલાલ બચી ગયેલા. વળી મણિલાલ એક ઘાતમાંથી પણ ઊગરી ગયેલા. એક દિવસ કપડવંજમાં એ આખી શેરીમાં મોટી આગ લાગેલી અને તેમાં માણકબહેનનું ઘર પણ ઝડપાયું. તેઓ તે વખતે બાળકને ઘરમાં એકલે રાખી નદીએ કપડાં છેવા ગયેલાં. આગ લાગી તે વખતે બાળક મણિલાલના રડવાનો અવાજ સાંભળી પસાર થતા કોઈ એક વહેરા સદુગૃહસ્થ આગવાળા ઘરમાં પહોંચી ગયા અને મણિલાલને બચાવીને પિતાને ઘરે લઈ ગયા. માણેકબહેન જ્યારે નદીએથી પાછાં આવ્યાં ત્યારે પિતાના ઘરને આગ લાગેલી જોઈને ડઘાઈ ગયાં અને રડવા લાગ્યાં. એમણે ત્યારે માન્યું કે પિતાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org