________________
તિવિહેણ વંદામિ એમને વિશેષ ફાવતું. એમનાં બા–મહારાજ, સાધ્વી શ્રી રશ્રો પણ અમદાવાદમાં હતાં એટલે એમની ખબરઅંતર પૂછવાની દૃષ્ટિએ પણ અમદાવાદ અનુકૂળ હતું. મહારાજશ્રીને નાની ઉંમરથી સંગ્રહણીને રેગ થઈ ગયું હતું અને ઘણું ઉપચાર કરવા છતાં સંપૂર્ણ પણે આરામ થતું નહિ. મહારાજશ્રી પાસે શરૂઆતમાં એક દિવસ હું બેઠે હતું ત્યારે મેં જોયું કે તેઓ લઘુશંકા માટે જાય, પણ ઘણું વાર લાગે. એક દિવસ સહજ જિજ્ઞાસાથી મેં પૂછયું ત્યારે એમણે કહ્યું કે સંગ્રહણના રોગને કારણે હવે શરીર એટલું નબળું પડી ગયું છે કે શૌચની બંને કિયા-લઘુશંકા અને વડીશંકાએક સાથે જ થાય છે. પોતાની આવી શારીરિક અવસ્થા હેવા છતાં જીવનભર તેમણે પૂર્ણ સ્વસ્થતાપૂર્વક ઘણું ભગીરથ સંશોધનકાર્ય કર્યું. મહારાજશ્રીના મુખ્ય શિષ્ય અને એમના અંગત મંત્રી જેવા પૂ. શ્રી રમણીકવિજયજી મહારાજ હૃદય રોગની તકલીફને કારણે વહેલા કાળધર્મ પામ્યા. પૂજ્ય બામહારાજ પણ સુદીર્ઘ દીક્ષા પર્યાય પછી વિ. સં. ૨૦૨૨માં અમદાવાદમાં કાળધર્મ પામ્યાં હતાં. •
મહારાજશ્રીના હાથ નીચે પ્રાકૃત ભાષા, લિપિ, જેના ધર્મ વગેરે વિષયમાં પાટણ અને અમદાવાદમાં કેટલીક વ્યક્તિઓને સારી તાલીમ મળી હતી. ડે. ભોગીલાલ સાંડેસરા, ડે. ઉમાકાન્ત શાહ, પંડિત અમૃતલાલ ભેજક, પંડિત લક્ષમણભાઈ વગેરે એમની પાસે સારી રીતે તૈયાર થયા હતા. મહારાજશ્રી પાસે તાલીમ લેવાને મને પણ સારો લાભ મળે. ઈ. સ. ૧૯૫૫થી ૧૯૭૦-૭૧ સુધી ક્યારેય એવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org