________________
૧ થી પુણ્યવિજયજી મહારાજ એમાં મહારાજશ્રીએ આશીર્વચન લખી આપ્યાં હતાં.
ઈ. સ. ૧૯૫૫-૫૬માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક વર્ષ કામ કરી મારે મુંબઈ પાછા ફરવાનું થયું. પૂજ્ય મહારાજસાહેબને વંદન કરવા ગયે ત્યારે મારો ધર્મ પ્રત્યે અનુરાગ વધતે જોઈને એમણે મને સંભારણા તરીકે એક પ્રાચીન કલાત્મક સિદ્ધચક્રજીની ભેટ આપી, જેના નિત્ય દર્શન-વંદનને પરિણામે, મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ કે, મને જીવનમાં અસાધારણ લાભ થયા છે.
મુંબઈ આવીને પૂજ્ય મહારાજસાહેબ સાથે પત્રવ્યવહાર દ્વારા સંપર્ક રાખવાને પ્રયત્ન કર્યો, પરંતુ સૌને હશે એ જ અનુભવ મને થયું હતું. પૂજય મહારાજસાહેબની આ એક જાણીતી ખાસિયત હતી, કે તેઓ કેઈની સાથે સામાન્ય રીતે પત્રવ્યવહાર રાખતા નહિ. ટપાલટિકિટને બને તેટલે ઓછામાં ઓછે પરિગ્રહ અને સંઘને ઓછામાં ઓછું ખર્ચ કરાવવાની ભાવનામાંથી આ વૃતિ જન્મેલી મનાય છે. પરંતુ અનિવાર્ય હોય ત્યારે પૂજ્ય મહારાજસાહેબ અવશ્ય પત્રને જવાબ આપે છે, એ પણ મને અનુભવ થયો હતે. મેં
જ્યારે ધાર્મિક કે સાહિત્યિક વિષયની કેઈ અગત્યની બાબત વિશે એમનું માર્ગદર્શન મંગાવ્યું હોય ત્યારે ત્યારે અચૂક તેમના તરફથી સ્વચ્છ અને મરોડદાર અક્ષરે મુદ્દાસર અને ચીવટપૂર્વક લખેલે પત્ર મળ્યું હોય
મહારાજશ્રીએ અમદાવાદમાં ઘણું ચાતુર્માસ કર્યા. પિતાની તબિયતને કારણે તથા આગમસંશોધન માટે જરૂરી ગ્રંથ, હસ્તપ્રત વગેરેની અનુકૂળતાને કારણે અમદાવાદમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org