________________
તિવિહેણ વંદામિ દુભાષિયા તરીકે જવાનું મેં ચાલુ કર્યું. ઠે. બેન્ડરે કષિવર્ધનકૃત “નલરાય દવદંતી ચરિત'નું સંપાદન કર્યું હતું. એટલે મારા શેધનિબંધ માટે એ સંપાદન પણ ઉપગી થઈ પડયું અને ડો. બેન્ડર સાથે પછીથી તે એવી મૈત્રી. બંધાઈ કે ભારતમાં જ્યારે જ્યારે આવે ત્યારે મારો સંપર્ક કર્યા વગર રહે નહિ. મુંબઈ યુનિવર્સિટીમાં મેં એમનાં વ્યાખ્યાને પણ ગોઠવેલાં.
નળ દમયંતીની કથા વિશેના શોધનિબંધની પૂર્વતૈયારીમાં મેં જે કેટલીક કૃતિઓ નાંધી હતી તેમાં સમયસુંદરકૃત “નલ– દવદતી રાસ પણ હતો. પરંતુ એ કૃતિ અપ્રગટ હતી એટલે હસ્તપ્રતને આધારે એને અભ્યાસ કરવાનું હતું. હસ્તપ્રતની લિપિ બરાબર વાંચતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજસાહેબ પાસેથી એ મને શીખવા મળ્યું, એટલું જ નહિ, એમની પ્રેરણાથી સમયસુંદરની એ કૃતિનું સંપાદન કરવાનું કાર્ય પણ મેં હાથ ધર્યું, જેમાં પૂજ્ય મહારાજસાહેબના શિષ્ય પૂજ્ય દર્શનવિજયજી મહારાજે પણ ઘણી સહાય કરી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના હાથ નીચેની તાલીમને પરિણામે એ સંપાદન સારી રીતે તૈયાર થઈ શકયું. એથી જ એ જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થયું ત્યારે મેં એ પુસ્તક એમને અર્પણ કર્યું હતું. આમ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલી જૈન રાસાદિ કૃતિઓના સંશોધન-સંપાદનના ક્ષેત્રમાં પૂજ્ય મહારાજ સાહેબે જ મને પ્રવેશ કરાવ્યું અને એમની જ પ્રેરણાથી ત્યારપછી મેં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીકૃત જબૂસ્વામી રાસ'નું સંપાદન પણ તૈયાર કરી પ્રકાશિત કર્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org