________________
પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ
- પરમ પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ વિ. સં. ૨૦૨૭ના જેઠ વદ ૬ ને ૧૪મી જૂન, ૧૯૭૧ના રોજ મુંબઈમાં કાળધર્મ પામ્યા. “આગમપ્રભાકર” અને “શ્રુતશીલ”વારિધિનું બિરૂદ ધરાવનાર શ્રી પુણ્યવિજયજી મહારાજે જીવનભર આગમ-સંશાધનસંપાદનનું ભગીરથ કાર્ય કર્યું હતું. તેઓ મૃતસાહિત્યના મર્મજ્ઞ હતા. જૈન સાહિત્ય અને તેની હસ્તપ્રતે વિશેની તેમની જાણકારી એટલી બધી કે જૈન સાહિત્યના ક્ષેત્રે સંશોધનનું કાર્ય કરનારને તેમની પાસેથી જોઈતી માહિતી સરળતાથી તરત ઉપલબ્ધ થતી. એમના કાળધર્મ પછી મુંબઈમાં બીજે દિવસે સવારે તેમની પાલખી નીકળી હતી. એમાં હજારો માણસ જોડાયા હતા. જુદા જુદા વિસ્તારમાં ફરીને પાલખી વાલકેશ્વર બાણગંગાના સ્મશાનગૃહમાં આવી પહોંચી હતી. ત્યાં એમના પાર્થિવ દેહને જ્યારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા ત્યારે કેટલીયે વ્યક્તિઓની આંખમાંથી આંસુઓની ધારા વહી હતી.
જે કેટલીક વડીલ અને પૂજનીય વ્યક્તિઓ મારા જીવનઘડતરમાં પ્રેરણારૂપ બની ગઈ છે તેમાં પરમ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજ અગ્રસ્થાન ધરાવે છે. એમની પ્રેરણ એ જ મને પ્રાચીન જૈન સાહિત્ય પ્રત્યે અને એથી પણ વિશેષ જૈનધર્મ અને તત્વજ્ઞાન પ્રત્યે અનુરાગી બનાળે છે. એમના આશીર્વાદથી જ જીવનમાં કેટલાંક કાર્યો હું સફળતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org