________________
પૂ. શ્રી તવાદવિજયજી મહારાજ પણ તેઓ ઊંડા જાણકાર અને અભ્યાસી હતા. તેમને કેટલીક સ્વયંસકુરણ થતી. તેમની કુંડલિની જાગ્રત રહેતી. એથી જ પૂ. તરવાનંદવિજયજીને વિશાળ સાધુ-સમુદાયમાં વિચરવું ગમતું નહિ. વ્યવહારના નિયમને ખાતર પિતાની સાથે એકાદ સાધુને રાખવા પડતા, પણ મનથી તેમને તે પણ બહુ ગમતું નહિ. વળી દર વખતે ગુરુમહારાજ નવા નવા દીક્ષિત એવા પ્રૌઢ સાધુઓ આપતા કે જેમની સાથે પ્રકૃતિમેળ થે અઘરે રહે,
તેઓ જ્યારે મુંબઈ ખાતે મુલુન્ડમાં બિરાજમાન હતા ત્યારે અમે કોઈ કોઈ વાર એમને વંદન કરવા જતાં. મારાં સાસુ પણ અમારી સાથે આવતાં, કારણ કે એમને પણ પૂજ્ય મહારાજશ્રી પ્રત્યે ખૂબ ભક્તિભાવ હતા. એક વખત અમે વંદન કરવા ગયાં ત્યારે મારાં સાસુ અમેરિકાના પ્રવાસે જવાનાં છે એ વાત નીકળી. એ વખતે એમણે થોડી વાર ધ્યાનમગ્ન થયા પછી મારાં સાસુને કહ્યું, “તમે અમેરિકા ભલે જાવ, પણ છ અઠવાડિયાંથી એક દિવસ પણ વધુ ન રોકાતાં.” એમણે આપેલી તારીખ પ્રમાણે મારાં સાસુ અમેરિકાથી પાછાં આવી ગયાં. વધુ રોકાય તે ત્યાં એમને કે અશુભ ગ નડે એમ હતું એમ એમણે પાછળથી સૂચન કર્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી તેઓ કોઈ કઈ વખત એકલા વિચરતા અને ઘણુંખરું પરાઓમાં રહેતા. ધ્યાન માટે એકલતા અને એકાંત એમને વધુ પ્રિય અને અનુકૂળ રહેતાં. મુંબઈ બાજુ પધારવા માટે મેં તેમને વિનંતી કરેલી, પરંતુ એમણે કહેલું કે ધ્યાનમાં અને જાપ માટે પરાંઓમાં જેવું એકાંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org