________________
તિવિહેણ 'દામિ
કદર કરી છે. વર્તમાન સમયના જૈન વિદ્વાન સાધુએમાં પૂ. તત્ત્વાનંદવિજયજીની આપણે જરૂર ગૌરવપૂર્વક ગણુના કરી શકીએ.
७०
પૂ. તત્ત્વાન'વિજયજી કચ્છના વતની હતા, પરંતુ તેમના પિતાશ્રી વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં આવીને વસ્યા હતા. એટલે તવાન વિજયજીના ઉછેર મહારાષ્ટ્રમાં થયા હતા. એને લીધે તેએ મરાઠી ભાષા પણ સારી રીતે જાણતા હતા. એમણે આરભમાં કેટલાય ગ્રંથા મરાઠી ભાષામાં વાંચ્યા હતા. પૂ. તત્ત્વાન વિજયજીના પ્રત્યક્ષ પરિચય મને ઈ. સ. ૧૯૭૪માં થયા. ત્યારે તે મુબઇમાં ચોપાટીના ઉપાશ્રયે ચાતુર્માસ માટે બિરાજમાન હતા. અમારા મકાનમાં પહેલે માળે આ ઉપાશ્રય હતા. એટલે પૂ. મહારાજ પાસે રાજ સવારસાંજ જવાનું હતું તથા વ્યાખ્યાન પણ સાંભળવા મળતું. જૈન વિષયમાં મારી કેટલીયે શ'કાએનું સમાધાન એમની પાસે થતું અને સરસ માર્ગદર્શન મળતું. મહારાજશ્રી અમારે ઘરે ઘણી વાર વહેારવા પધારતા. તેઓ દૂધ વહેારતા. એક વખત એમની સાથે વાત નીકળી ત્યારે જાણવા મળ્યું કે એમને પિત્તની તકલીફ છે એટલે દૂધ વધારે માફક આવે છે. એક વખત એમણે કહેલું કે અમને સાધુઓને વૃદ્ધાવસ્થામાં પ્રકૃતિને અનુકૂળ ગોચરી ન મળે તે આખા દિવસ બગડી જાય અને તબિયત પણ બગડે, એમની પિત્તની તકલીફને કારણે મરચાં વગરની ગોચરી અનુકૂળ રહેતી, છતાં કાઇક વાર કોઇક ઘરેથી અજાણુતાં મરચાંવાળી વાનગી આવી જતી, એની અસર એમની તખિયત ઉપર થતી. યાવિદ્યાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org