________________
પૂ. શ્રી તવાદવિજયજી મહારાજ વિજયજી મહારાજે ખાસ કહ્યું હતું. એ દિવસે એમને ખૂબ ‘ઉલ્લાસ હતું, કે નમસ્કાર સ્વાધ્યાય વિશે તેમણે ઉપાડેલું સંશોધનકાર્ય વર્ષોની જહેમત પછી પૂરું થયું હતું. - પૂ. તવાનંદવિજયજીના સંશોધનને તેમજ આરાધનાને મહવને એક વિષય તે નવકારમંત્ર હતે. સંસ્કૃત, અર્ધમાગધી અને જૂની ગુજરાતી ભાષામાં એ વિશે લખાયેલા એવા -તમામ ઉપલબ્ધ સાહિત્યને ઊંડો અભ્યાસ તેમણે કર્યો હતા. એમનું રાત-દિવસ ચિંતનમનન પણ નવકારમંત્ર વિશે રહેતું. એક સ્થળે ચાતુર્માસમાં દૈનિક વ્યાખ્યાન માટે પણ એમણે નવકારમંત્રને વિષય રાખ્યું હતું. ચાર મહિના આ એક જ વિષય ઉપર વ્યાખ્યાન આપવાનું તેમના જેવા વિદ્વાન મુનિ મહારાજથી જ બની શકે, કારણ કે એમણે એ વિષયનું તલસ્પર્શી અવગાહન કર્યું હતું.
નવકારમંત્રમાં પ્રથમ પદ અરિહંત ભગવંતનું. અરિહંત ભગવંતના સ્વરૂપ વિશે પણ પૂતત્વાનંદવિજ્યજીએ ઘણે જ ઊંડો અભ્યાસ કર્યો હતે. એમણે દેવાધિદેવ “ભગ -વાન મહાવીરના જીવનચરિત્ર ઉપરાંત અરિહંત ભગવંતના
સ્વરૂપનાં વિવિધ પાસાંઓને શાસ્ત્રીય દષ્ટિથી અને શાસ્ત્રગ્રંથોમાંથી અનેક અવતરણો આપીને પરિચય કરાવે છે. પૂ. મહારાજશ્રીએ નમસ્કાર સ્વાધ્યાયનાં ત્રણ ગ્રંથ અને દેવાધિદેવ ભગવાન મહાવીરના ગ્રંથમાં એટલું શાસ્ત્રીય વિદ્વત્તાપૂર્ણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધનકાર્ય કર્યું છે કે કોઈ પણ યુનિવર્સિટી એમને ડિ. લિની પદવી જરૂર આપી શકે. વિદેશના કેટલાયે વિદ્વાને એ એમના આ ગ્રંથની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org