________________
તિવિહેણ વંદાધિ મળે છે તેવું મુંબઈ બાજુ મળતું નથી. માટે મુંબઈ બાજુ આવવાને ભાવ ખાસ થતું નથી. છેલ્લા કેટલાક સમયથી તેઓ દાદરમાં જ્ઞાનમંદિરના ઉપાશ્રયમાં હતા. અમે એક વખત એમને વંદન કરવા ગયાં ત્યારે પાટીનું અમારું નાનું ઘર બદલીને વાલકેશ્વરમાં મેટું ઘર લેવાની વાટાઘાટ ચાલતી હતી એની વાત કરી, પણ એ માટે જરૂરી એટલાં નાણાંની અમારી પાસે સગવડ થાય એમ નથી એમ જણાવ્યું. એમણે કહ્યું, “રમણભાઈ, હું કહું છું કે તમારે એ ઘર લઈ લેવાનું છે. રોજ ભક્તામર સ્તોત્ર બેલજે. એક વર્ષમાં તમારે નાણાંને પ્રશ્ન અચૂક ઘણી સારી રીતે પાર પડી જશે. જાણે એમની વાણી ફળી હોય તેમ એમણે કહેલી સમયમર્યાદામાં આ પ્રશ્ન સાનંદાશ્ચર્ય ઊકલી ગયે. જાણે તેઓ આશીર્વાદ વરસાવતા રહ્યા હોય એવો અનુભવ થયું. તેમનું ચાતુર્માસ ગોરેગામમાં જવાહરનગરમાં નકી થયું હતું. થોડા દિવસ પછી તેઓ એ તરફ વિહાર કરવાના હતા, પરંતુ એ પહેલાં તે તેઓ કાળધર્મ પામ્યા.
પૂ. તત્વાનંદવિજયજી મહારાજના સ્વર્ગવાસથી અંગત રીતે અમારા કુટુંબને ઘણું મટી એટ પડી છે. એમના કેટલાયે શબ્દોનું સ્મરણ અનેક વાર થયા કર્યું છે. એમના જવાથી જૈન સમાજને પણ એક વિદ્વાન સંશોધક અને આરાધક સાધુ ભગવંતની મેટી ખોટ પડી છે.
એમના આત્માને કોટિ કોટિ વંદન છે!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org