________________
પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ
પરમ પૂજ્ય જૈન ભારતી, મહત્તરા સાથ્વીરત્ન શ્રી મૃગાવતીજી શુકવાર તા. ૧૮મી જુલાઈ, ૧૯૮૬ના રોજ દિલ્હીમાં વલ્લભ સ્મારકના સ્થાનમાં સવારે આઠ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આગલા દિવસથી જ એમને પિતાની અંતિમ ઘડીને અણસાર આવી ગયું હતું. એ સમયે ત્યાં ઉપસ્થિત રહેલા લેકેની, અને કેટલાકને વ્યક્તિગત નામ દઈને, એમણે ક્ષમાપના કરી લીધી અને પછી આત્મસમાધિમાં લીન થઈ ગયાં. બીજે દિવસે, ૨૧ વર્ષની ઉંમરે તેઓ કાળધર્મ પામ્યાં. તેર વર્ષની ઉંમરે દિક્ષા લઈ અડતાલીસ વર્ષના દીક્ષાપર્યાય દરમ્યાન એમણે શાસનેતિનાં ઘણું કાર્યો કર્યા. એમના કાળધર્મથી એક તેજસ્વી સાથ્વીરત્નની આપણને ખાટ પડી છે.
તેમના કાળધર્મના સમાચાર દિલ્હીમાં અને ભારત ભરમાં રેડિયો, ટી.વી. અને તાર દ્વારા પ્રસરી ગયા. એમની અંતિમ યાત્રા માટે ગામેગામથી અનેક લેકે આવી પહોંચ્યાં. એમના પાર્થિવ દેહને દિલ્હીમાં વલ્લભ સ્મારક ખાતે જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું.
એક મહાન તિ સ્થૂળ રૂપે ભૂતકાળમાં વિલીન થઈ ગઈ; સૂક્ષમ રૂપે એ તિ અનેકનાં હૈયાંમાં ચિરકાળ પર્યંત પ્રકાશતી રહેશે !
પૂજ્ય શ્રી મૃગાવતી શ્રીજી એટલે વર્તમાન સમયના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org