________________
૦૪
તિવિહેણ વંદામિ સાધ્વીગણમાં એક પરમ તેજસ્વી પ્રતિભા સૈકાઓમાં ક્યારેક જોવા મળે એવી એમની અનેખી વિરલ પ્રતિભા હતી. અંગત સંપર્કમાં આવ્યા હોઈએ તે એની સવિશેષ પ્રતીતિ થાય.
એક સાધ્વીજી મહારાજ પિતાના એકસઠ વર્ષ જેટલા જીવનકાળ દરમ્યાન, આટલાં બધાં મોટાં મોટાં કાર્યો કરી – કરાવી શકે એ જેવીતેવી સિદ્ધિ નથી. પરિશુદ્ધ ચારિત્રપાલન, અનન્ય પ્રભુભક્તિ, દઢ આત્મવિશ્વાસ, વિશદ વિચારશક્તિ, અડગ શ્રદ્ધા, પરમ ગુરુભક્તિ, બીજાના હૃદયને જીતવાની સહજસાધ્ય ધર્મકળા, અપાર વાત્સલ્ય, નિરંતર પ્રસન્નતા, ઊંડી સમજશક્તિ, અનેખી દીર્ધદષ્ટિ, તાજગીભરી સ્મૃતિશક્તિ, આવશ્યક વ્યવહારદક્ષતા, પાત્રાનુસાર સદુપદેશ વગેરે જોતાં એમનામાં વ્યાવહારિક અને આધ્યાત્મિક એવા અનેક ઉચ્ચ. સગુણને સુભગ સમન્વય થયે હતા. એને લીધે જ એમના કાળધર્મથી અનેક લોકેએ એક માતાતુલ્ય સ્વજન ગુમાવ્યા જેવી લાગણી અનુભવી છે.
માતા ગુરુ પૂજ્ય શીલવતીજી વિનમ્રતા અને વાત્સત્યનાં મૂર્તિસમાં હતાં. પિતાની પુત્રી સાધ્વી-શિષ્યા મૃગાવતીશ્રીજીને જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં સુસજજ કરીને આત્મસાધનાના ઉજજવળ પંથ તરફ દોરી જવાની એમની ભાવના હતી. એ માટે એમણે સતત લક્ષ આપ્યું હતું. પિતાની માતા પૂજ્ય શીલવતીશ્રીજીના સાંસ્કારિક અને આધ્યાત્મિક વારસાને પૂજ્ય મૃગાવતીશ્રીજીએ સવા સમૃદ્ધ કરીને દીપાવ્યું.
પૂજ્ય મૃગાવતીશ્રીજી જ્યારે યુવાન વયનાં હતાં ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org