________________
પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ
પાસાંઓનું વધુ ને વધુ સુભગ દર્શન આપણને થતું જાય છે. પરમ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ સાહેબના જેમ જેમ. નિકટના પરિચયમાં મારે આવવાનું થતું ગયું તેમ તેમ એમના
જીવનનાં અત્યંત ઉજજવળ પાસાંઓનું વધુ ને વધુ સરસ દર્શન મને હમેશાં થતું ગયું હતું.
મુંબઈ શહેરમાં એમના વિહાર દરમિયાન મહારાજશ્રી. મારા પાટીના ઘરે પગલાં કરી ગયા હતા, પરંતુ વાલકેશ્વરના ચાતુર્માસ દરમિયાન મારે એમને જેટલે લાભ લે જોઈને હતે તેટલે, કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓને. કારણે, લઈ શક્યો નહોતે. હું ઘણી વાર રાત્રે દસ વાગે એમની પાસે જતે, અને બાર–એક વાગ્યા સુધી બેસતે. તેઓ અડધી રાત સુધી ઘણુંખરું જાગતા જ હોય અને કંઈક લેખન-વાંચન કરતા જ હેય. એ અરસામાં નાનાં ટેપરેકર્ડર નિકળ્યાં હતાં. મેં એમની વાતે, ઉપદેશવચને, અનુભવે, કેટલાંક તેત્રે વગેરે રેકર્ડ કરી લીધાં હતાં. એમની શ્રદ્ધાંજલિ. સભામાં મેં જ્યારે આરંભમાં અને અંતે મહારાજશ્રીની વાણી સંભળાવી ત્યારે સૌ શ્રોતાઓ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા હતા.
મુંબઈમાં બીજા ચાતુર્માસ પછી મહારાજશ્રીની બીમારી વધી જતાં એમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી સાંજે છૂટીને હું એમની ખબર જોવા જ. જે દિવસે રાત્રે તેઓ કાળધર્મ પામ્યા તે દિવસે મારે એમને મળવાને વેગ નહિ હોય. કોલેજથી છૂટીને લગભગ સાડા સાત વાગે હું એમની પાસે જવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org