________________
તિવિહેણ વંદામિ નીકળે. પોંચવા આવ્યું ત્યાં એ આખા વિસ્તારની લાઈટ ગઈ. હોસ્પિટલના મકાનમાં અંધારું વ્યાપી ગયું. લિફટ બંધ થઈ ગઈ. વીસેક મિનિટ રાહ જેવા છતાં લાઈટ આવી નહિ, એટલે નિરાશ થઈ, બીજે દિવસે જવાને વિચાર કરી ત્યાંથી ઘરે આવવા મેં બસ પકડી. ડી વાર થઈ ત્યાં લાઈટ ચાલુ થઈ, પણ હવે બસમાંથી ઊતરી પાછા ફરવાનું મન ન થયું. હું ઘરે આવ્યો ત્યાં કલાકમાં જ સમાચાર આવ્યા કે મહારાજશ્રી કાળધર્મ પામ્યા છે. એ સમાચાર સાંભળતાં જ મેં જાણે વજાઘાત અનુભવ્યું. જીવનને એક આધારસ્તંભ ગુમાવ્યા જેવું લાગ્યું. અંતિમ મિલનને અવસર ચૂક્યાને વસવસે મનમાં રહી ગયે.
વિદ્વત્તા, ઉદારતા, સમતા અને વત્સલતાના અવતાર સમ પૂજ્ય શ્રી પુણ્યવિજયજીના કાળધર્મથી મારું તે એક આશ્રયસ્થાન ચાલ્યું ગયું એવું મને લાગ્યું. એમની વાત્સલ્યસભર વાણી અને મધુર સ્વરે થતા વાર્તાલાપનું શ્રવણગુંજન તે હજુ પણ થયા કરે છે.
આવી એ વંદનીય પ્રેરણામૂતિને આપણી કેટિશ વંદના હો!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org