________________
પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ વનની સાથે ૧૯ માઈલને વિહાર કરી ગંધાર પહેંચ્યા. ગંધારમાં દીક્ષાના મુહૂર્તને સમય થઈ ગયું હતું અને મુંડન માટે ગામમાંથી હજામને આવતાં વાર લાગી તે ત્યાં મુનિ મંગળવિજયજીએ પિતે કેશલેચ શરૂ કરી દીધું હતું. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણની વચ્ચે ત્રિભુવનને દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયે. એમનું નામ મુનિ રામવિજય રાખવામાં આવ્યું.
દીક્ષા પછી મુનિ મંગળવિજયજી નવદીક્ષિત સાધુ સાથે વિહાર કરીને ભરૂચ પહોંચી ગયા. આ બાજુ એમની દીક્ષા ના સમાચાર પાદરામાં પહોંચતાં ત્યાં બહુ ખળભળાટ મચી ગયે. સગાંસંબંધીઓમાં આ અંગે તુરત કાયદેસર પગલાં લેવાની વાતે થઈ. બીજી બાજુ દીક્ષિત ત્રિભુવનને બળજબરીથી ઉઠાવીને ઘરે લઈ આવવાની વાતે પણ વિચારાઈ. અલબત્ત દીક્ષાના સમાચાર સાંભળ્યા પછી દાદીમા રતનબાનું હૈયું કંઈક ઢીલું પડયું. ત્રિભુવનને પાછો લઈ આવવા માટે જનારાં સગાંઓને આ બાબતમાં કંઈક ઉગ્ર બોલાચાલી કે ઝપાઝપી ન થાય એ રીતે વર્તવા તેમણે વિનંતી કરી. સગાંઓ ભરૂચ પહોંચ્યાં, પણ નવદીક્ષિત રામવિજયજી મહારાજ તે પિતાના નિર્ણયમાં મક્કમ હતા. એટલે સગાંઓનું બહુ ચાલ્યું નહિ. તેઓ નિરાશ થઈને પાદરા પાછાં ફર્યા અને દાદીમા રતનબાને બધી વાત કરી. બનેલી પરિસ્થિતિ સાથે હવે મનથી સમાધાન કરવા સિવાય તેમને માટે બીજો કોઈ રસ્તે રહ્યો ન હતે.
દીક્ષા પછી રામવિજયજી મહારાજે સં. ૧૯૬૯નું પ્રથમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org