________________
તિવિહેણ વંદામિ પ્રસંગે, શિબિરમાં હાજરી આપતાં. આવા તે અનેક પ્રસંગે એમના જીવનમાં જોવા મળે છે. એમના અનુયાયીઓમાં પંજાબના કેટલાય હિન્દુઓ પણ હતા. એમની પ્રેરણાથી એવા કેટલાય પંજાબી હિન્દુઓએ રહેણીકરણીમાં માંસમદિરા છોડી જૈન ધર્મના આચાર અપનાવ્યા હતા. પંજાબમાં દહેજ વગેરેના કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એમણે અનેક લેકેને - ઉપદેશ આપ્યું હતું.
પૂજ્ય મૃગાવતીજી પોતે ગુજરાત-સૌરાષ્ટ્રનાં વતની હતાં, પરંતુ ભારતીય પરંપરામાં સાધુ-સાધ્વીઓના હૃદયમાં પ્રદેશભેદ હેતું નથી. પ્રદેશ, ભાષા, જાતિ ઈત્યાદિના ભેદને તેઓ સહજ રીતે અતિક્રમી જાય છે. પૂજ્ય આત્મારામજી મહારાજ પંજાબના વતની હતા. છતાં જ્યારે તેઓ ગુજરાતમાં વિચર્યા ત્યારે ગુજરાતના થઈ ગયા. પૂજ્ય વલભસૂરિ મહારાજ વડેદરાના વતની, પરંતુ તેઓ વિશેષપણે પંજાબમાં વિચર્યા. પંજાબીઓ સાથે એમની આત્મીયતા સધાઈ ગઈ હતી. પિતાના ગુરુવર્યને અનુસરીને મૃગાવતીજીએ પણ પંજાબ અને દિલ્હીને પિતાનાં કાર્યક્ષેત્ર બનાવી દીધાં હતાં. એમનાં એક શિષ્યા સુજયેષ્ઠાશ્રીજી ગુજરાતી હતાં, જે થોડા સમય પહેલાં કાળધર્મ પામ્યાં, એમનાં બીજાં શિષ્યા સુત્રતાશ્રીજી પંજાબનાં, ત્રીજા શિષ્યા સુયશાશ્રીજી કચ્છનાં અને ચેથા શિષ્યા સુપ્રજ્ઞાશ્રીજી પંજાબનાં. આ ચારેય શિષ્યાઓ સાથે મૃગાવતીજીને નિહાળીએ ત્યારે ભાષા કે પ્રદેશના બધા જ ભેદ વિચલિત થઈ ગયા હોય એવી સરસ આદર્શરૂપ એકતા, એકરૂપતા એ બધાંમાં જોવા મળે. જૈન ધર્મની હજારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org