________________
પૂ. શ્રી મૃગાવતી શ્રીજી મહારાજ વિજયવલલભ હાઈસ્કૂલ માટે અનેક બહેનેએ પિતાનાં ઘરેણું ઉતારી આપ્યાં હતાં. આશરે ૩૭૦૦ વિદ્યાર્થીઓ ધરાવતી લુધિયાણાની આ હાઈસ્કૂલ એ મૃગાવતીજીની પ્રેરણાનું પરિણામ છે. એમની પ્રેરણાથી સંવત ૨૦૧૦માં અંબાલામાં “વલભવિહાર નામના સમાધિ મંદિરનું નિર્માણ થયું હતું. એમના ઉપદેશથી પંજાબમાં જરિયા, લહેરા વગેરે સ્થળોએ જિનાલય ઉપાશ્રય, ગુરુમંદિર, કીર્તિસ્તંભ, હોસ્પિટલ, હાઈસ્કૂલ વગેરે. થયાં છે. એમની પ્રેરણાથી દિલ્હીમાં વલ્લભ સ્મારકનું નિર્માણ થયું. વળી એ સ્મારકમાં “ભેગીલાલ લહેરચંદ જૈન એકેડમી ઓફ ઇન્ડોલોજિકલ સ્ટડીઝની સ્થાપના કરવામાં આવી.
મૃગાવતીજી પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂજ્ય વિજયવલ્લભસૂરિ મહારાજના સમુદાયનાં હતાં, પરંતુ તેમનામાં સાંપ્રદાયિક સંકુચિતતા નહોતી. ઉદાર દષ્ટિથી જીવનમાં અને કાન્તને ચરિતાર્થ કરનારાં તેઓ હતાં. દક્ષિણ ભારતના વિહાર દરમ્યાન દિગમ્બર તીર્થ મૂળબિદ્રીની યાત્રાએ તેઓ ગયાં હતાં. એ તીર્થના જીર્ણોદ્ધાર માટે તેમણે અનેક લેકેને ઉપદેશ આપે હતે. મૂર્તિપૂજક ફિરકાના હોવા છતાં, સ્થાનક વાસી કે તેરાપંથી સ્થાનકમાં તેઓના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેતાં અને તે તે સમુદાયનાં સાધુ-સાધ્વીઓને ઉદારતાથી સામેથી મળવા જતાં. ચંદીગઢમાં હતાં ત્યારે તેમણે દિગમ્બર ઉપાશ્રયમાં રહી ચાતુર્માસ કર્યું હતું. ત્યાં દિગમ્બરને પણ એમની વિધિ અનુસાર એમના પર્યુષણ. પર્વની (દશલક્ષણી પર્વની આરાધના કરાવી હતી. પિતે તપગચ્છનાં હેવા છતાં ખરતરગચ્છ, અંચલગચ્છના ધાર્મિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org