________________
પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ વર્ષથી ચાલતી આવેલી આ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. અન્ય આચાર્ય ભગવંતના સમુદાયમાં અને અન્ય ધર્મોમાં પણ આવી લાક્ષણિકતા જોવા મળશે. આધ્યાત્મિક માર્ગે ગયેલે માણસ નિગ્ન કક્ષાના ભેદ-પ્રભેદથી કેટલે અલિપ્ત અને ઉચ્ચ રહી શકે છે અને થઈ શકે છે તેનું આ એક અનુપમ ઉદાત્ત નિદર્શન છે.
પૂ. મૃગાવતી શ્રીજીના કાળધમ પછી એક વાર પૂ. સાધ્વીશ્રી સુવ્રતાશ્રીજી સાથે વાત થઈ ત્યારે ગળગળાં થઈ એમણે મને પિતાને અનુભવ કહ્યો હતો. એમણે કહ્યું કે પિતે જ્યારે મૃગાવતીશ્રીજી પાસે દીક્ષા લેવાની વાત કુટુંબમાં કરી ત્યારે સગાંસંબંધીઓએ તેને વિરોધ કરતાં કહ્યું કે તું ગુજરાતી સાધ્વી પાસે શા માટે દીક્ષા લે છે? તેઓ ગુજરાતી–પંજાબીને ભેદભાવ કરશે અને ગુજરાત બાજુ વિહાર કરી જશે તે તેને ફરી પંજાબ જેવા નહિ મળે. પરંતુ હું મારા નિર્ણયમાં મક્કમ હતી. કારણ કે મને મૃગાવતીશ્રી મહારાજના પરિચયમાં એવું ક્યારેય લાગ્યું નહોતું. મેં એમની પાસે દીક્ષા લીધી ત્યારથી તેઓ કાળધર્મ પામ્યાં ત્યાં સુધી એક દિવસ તે શું, એક ક્ષણ પણ મને એ અનુભવ થવા દીધું નથી કે પિતે ગુજરાતી છે અને હું પંજાબી છું, એમને આત્મા એ મહાન ઊંચી દશાને હતે. એમની પાસે દીક્ષા લઈને હું તે ધન્ય થઈ ગઈ છું અને જે સગાંસંબંધીઓએ ત્યારે વિરોધ કર્યો હતો તેઓ પણ પછીથી તે પૂ. મૃગાવતીશ્રીજી પાસે મેં દીક્ષા લીધી એથી બહુ રાજી થઈ ગયાં હતાં.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org