________________
પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ
૧૯૭૧નાં ચાતુર્માસ ગુરુમહારાજ સાથે ભાવનગરમાં કર્યા. તે દરમિયાન કમ્મપયડીને અભ્યાસ ગુરુભગવંત પાસે એમણે કર્યો હતો. ત્યારપછી પોતાના ગુરુભગવંતે સાથે જ તેઓ વિહાર કરતા રહ્યા હતા. એમના વિદ્યાભ્યાસ માટે પ્રત્યેક ચાતુર્માસમાં પંડિતેની વ્યવસ્થા કરવામાં આવતી. એને પરિણામે એમને શાસ્ત્રીય અભ્યાસ ઘણે ઊંડે થે હતે. એમની બુદ્ધિશક્તિ ઘણુ બધી ખીલી હતી. દિક્ષાના સાતમા વર્ષથી તેઓ સરસ વ્યાખ્યાન આપતા થઈ ગયા હતા. એટલી યુવાનવયે પણ એમના વ્યાખ્યાનને પ્રભાવ શ્રોતાઓ ઉપર જબરદસ્ત પડતે, જે એમના જીવનના અંત પર્યન્ત રહ્યો હતે.
પૂજ્ય શ્રી રામવિજયજી મહારાજની વાણીને પ્રભાવ. શ્રેતાઓ ઉપર એટલે બધે પડતે કે તે સાંભળીને કેટલાકના હૃદયમાં ત્યાગ-વૈરાગ્યને ભાવ ઊભરાઈ આવતા. કેટલાકને દીક્ષા લેવાનું મન થતું. પૂ. શ્રી રામવિજયજીના અંગત સંપર્કમાં આવતી વ્યક્તિ ઉપર જાણે કે કોઈ પવિત્ર જાદુઈ અસર થતી અને એમની પાસે દીક્ષા લેવાનું મન થતું. પૂ. રામવિજયજી મહારાજનું પિતાનું ચારિત્ર એટલું ઊંચી કેટિનું હતું. એમને શાસ્ત્રાભ્યાસ ઘણે ઊંડે હતે. એમની તર્કશક્તિ અને બીજાને સમજાવવાની શૈલી એવી અદ્ભુત હતી અને એમને વાત્સલ્યભાવ એટલે છલકાઈ રહે કે એમની પાસે દીક્ષા લેવાને ઉમંગ એમના ગાઢ પરિચયમાં આવનારને થઈ આવતે. યુવાન વયે જ અમદાવાદના કેટયાધિપતિ શેઠ શ્રી જેસિંગલાલે તેમની પાસે દીક્ષા લીધી હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org