________________
પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ તરફ તેમનું લક્ષ પણ રહેતું. એક પ્રસંગ યાદ છે. દહાણું પાસે બેરડી અને ગોલવડ નામનાં બે ગામ છે. ત્યાં જૈનેના ઠીકઠીક વસ્તી છે. બેરડીમાં પ્રતિષ્ઠા મહોત્સવ હતું. હું અને મારી પત્ની ત્યાં ગયાં હતાં. પ્રતિષ્ઠાના મહત્સવ દર મિયાન પૂજ્ય મહારાજ સાહેબને એ વહેમ પડતું હતું કે આ મહત્સવમાં ગેલવડના આગેવાને ઉત્સાહભેર ભાગ લેતા નથી અને કંઈક નારાજ રહ્યા કરે છે. આચાર્ય મહારાજે તેમાંના કેટલાકને બેલાવીને તેમની વાત જાણી. બંને ગામના લેકે વચ્ચે સુમેળ કરાવવા માટે એમણે જાહેર કર્યું કે પ્રતિષ્ઠાને બીજે દિવસે સવારે દેરાસરના દ્વારનું ઉદ્ઘાટન કરવાને લાભ ગેલવડના સંધને જ મળવું જોઈએ. એ માટે ગોલવડના સંઘે વહેલી સવારમાં ગોલવડથી વાજતેગાજતે બેરડી આવવું પડે. સાથે આચાર્ય મહારાજ હોય તે જ એ શેભે. પરંતુ આચાર્ય મહારાજને હૃદયરોગની બીમારી હતી. એ શ્રમ લેવાનું કેમ કહી શકાય? પરંતુ આચાર્ય મહારાજે સામેથી પિતાની તત્પરતા બતાવી. વહેલી સવારમાં પિતે બેરડીથી વિહાર કરી ગેલવડ ગયા અને ગોલવડના સંઘ સાથે પાછા તરત જ વિહાર કરીને બેરડી પધાર્યા. પિતાની નાદુરસ્ત તબિયત છતાં બંને ગામના સંઘે વચ્ચે સુમેળ કરાવવાને માટે તેમણે વિહારનું આટલું બધું કષ્ટ ઉઠાવ્યું.
મહારાજશ્રી મુંબઈથી વિહાર કરી ગુજરાત તરફ વિચર્યા હતા ત્યારે ભરુચ પાસે દહેજ બંદરમાં એમની પ્રેરણાથી અને સહાયથી ત્યાંના જિનમંદિરને જીર્ણોદ્ધાર;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org