________________
૫૪
તિવિહેણ વંદમ રથ હતો અને ત્યાં પ્રતિષ્ઠાને પ્રસંગ ભવ્ય રીતે એમની નિશ્રામાં જાય હતે. એ પ્રસંગે એમના ઉમળકાભર્યા આગ્રહને વશ થઈ અમે સહકુટુંબ ત્યાં ગયાં હતાં એથી એમણે બહુ જ પ્રસન્નતા અનુભવી હતી અને અમને પણ એ મહત્સવમાં ઉપસ્થિત રહેવાને ઘણે આનંદ થયે હતે.
ઈ. સ. ૧૯૭૪માં ભગવાન મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણ મહત્સવ પ્રસંગે પૂર્વ આફ્રિકામાં વ્યાખ્યાન આપવા માટે મને અને મારાં પત્નીને જ્યારે નિમંત્રણ મળ્યું ત્યારે એમની પાસે આશીર્વાદ લેવા ગયેલાં. એ વખતે કેવા કેવા વિષયે પર વ્યાખ્યાને આપવાં વગેરે ઘણી બાબતે વિશે એમણે સરસ માર્ગદર્શન આપ્યું હતું. એ વખતે આ મહેત્સવ નિમિત્તે મેં ભગવાન મહાવીર અને જૈન ધર્મ વિશે લખેલી અંગ્રેજી પુસ્તિકા માટે એમણે આશીર્વચન લખી આપ્યાં હતાં. એમના જ હસ્તાક્ષરને બ્લેક બનાવી પુસ્તિકામાં મેં એક લેક એક સંભારણારૂપે છાપ્ય હતે.
મહારાજશ્રીની નિશ્રામાં મુંબઈથી શત્રુંજય મહાતીર્થને - છ'રી પાલિત સંઘ નીકળે ત્યારે અમે એક દિવસ માટે મુંબઈના હાઈવે પર શિરસાડથી મનેર ગામ સુધી પગે - ચાલીને જોડાયા હતા. તદુપરાંત સંઘ અમારા વતન પાદરામાં પહોંચે ત્યારે પણ એક દિવસ માટે અમે ફરીથી જોડાયા હતાં. પાદરામાં મારાં દાદીમા અમથીબહેન અમૃતલાલના નામથી બંધાયેલા ઉપાશ્રયમાં મુખ્ય પ્રેરણુ મહારાજશ્રીની જ હતી એટલે ઉપાશ્રયના ઉદ્ઘટનને કાર્ય કમ મહારાજશ્રીની નિશ્રામાં આ સંઘપ્રવેશ વખતે યાજાયે હશે. આ યાત્રા સંઘ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org