________________
પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ જે જે ગામે મુકામ કર્યો ત્યાં ત્યાં જીવદયા, સાધર્મિક ભક્તિ વગેરે પ્રકારનાં ઘણું સરસ કાર્યો થયાં. વળી એક મહત્વની યાદગાર ઘટના તે એવી બની હતી કે મુંબઈ છોડતાં એક કૂતર સંઘ સાથે જોડાઈ ગયે હતે. પિતે પણ યાત્રિક હોય તેમ સંઘ સાથે તે વિહાર કરતે, વ્યાખ્યાનમાં બેસતે, નવકારશી અને વિહાર કરતે. સંઘ સાથે શત્રુંજય પર્વત પર ચડી આદીશ્વર દાદાનાં એણે દર્શન કર્યા. પાછાં ફરતાં આ પવિત્ર કુતરાને કેણ પિતાને ઘરે રાખે એ માટે મહારાજશ્રીની નિશ્રામાં ઉછામણું લાવવામાં આવી હતી.
પૂજ્ય આચાર્ય મહારાજનું મનોબળ અને આત્મબળ કેવું હતું તેને એક પ્રસંગ યાદ આવે છે. લકવાને લીધે તેમનાં જમણું અંગે બરાબર કામ નહતાં કરતાં. લાંબે સમય બેસી શકાતું નહિ, પરંતુ પૂજ્ય યશોવિજયજી મહારાજ અને જયાનંદવિજયજી મહારાજને આચાર્યની પદવી આપવાને પ્રસંગ પાલીતાણામાં હતું. તે વખતના વડા પ્રધાન માનનીય મોરારજીભાઈ દેસાઈ આ પ્રસંગે આવવાના હતા. બપોર પછી સમય હતે. જે મંચ તૈયાર કરવામાં આવ્યું હતે ત્યાં આચાર્ય મહારાજને બેસવાનું હતું. તેમની તબિથત ઘણી નાદુરસ્ત હતી. તડકો પણ સખત હતું. તે પણ એ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ પૂરી સ્વસ્થતા સાથે આખા કાર્યક્રમ દરમિયાન મંચ ઉપર બેઠા હતા. અપૂર્વ આત્મબળ સિવાય આવું કષ્ટ ઉઠાવી શકાય નહિ.
પૂજ્ય આચાર્ય મહારાજને અમારા પ્રત્યે સદૂભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org