________________
- ૬
તિવિહેણ વદામિ ઘણે બધે હતે. ગમે તેટલા તેઓ કાયેલા હોય તે પણ અમે જઈએ કે તરત અમને સમય આપતા અને શુભાશિષ દર્શાવતા. વિ. સં. ૨૦૩૫માં પૂજ્ય આચાર્ય મહારાજ વઢ-વાણમાં ચાતુર્માસ કરતા હતા ત્યારે હું અને મારાં પત્ની તેમને વંદન કરવા ગયાં હતાં. અમે ઉપાશ્રયે પહોંચ્યાં કે તરત ચંદ્રસેનવિજય મહારાજે કહ્યું, “મહારાજજી તમને બહુ યાદ કરતા હતા. મહારાજજીને છ ઇંચની ધાતુની બે પ્રતિમાજી કઈક આપી ગયું છે. એક મહાવીર સ્વામીની અને બીજી ગૌતમ સ્વામીની છે. મહારાજજી કહે આ બંને પ્રતિમાજી રમણભાઈ અને તારાબહેન આવે ત્યારે એમને મારે ભેટ આપવી છે. ચંદ્રસેન મહારાજની વાત સાંભળી અમને ઘણે - હર્ષ થયે. અમે મહારાજજી પાસે ગયાં. તે દિવસે ખાસ કંઈ ભીડ નહોતી. મહારાજજી હવે ધીમે ધીમે પણ સ્પષ્ટ બેલી શકતા હતા. વાતચીત કરવામાં બહુ શ્રમ પડતો નહોતે. એ દિવસે અમારી સાથે એમણે નિરાંતે ધર્મની ઘણું વાત કરી. અમને ખૂબ આનંદ થયે. તેઓ એ દિવસે બહુ જ પ્રસન્ન હતા. મહારાજ સાહેબે બંને પ્રતિમા મંગાવી મંત્ર ભાણીને તેના ઉપર વાસક્ષેપ નાખે અને એ બે પ્રતિમાજી અમને આપી. અમારા જીવનને આ એક અત્યંત પવિત્ર, મંગલમય, અવિસ્મરણીય પ્રસંગ હતે. પૂજ્ય આચાર્ય ભગ વંત પાસે કેટલાંક વર્ષ પૂર્વે અમે આજીવન ચતુર્થવ્રતની - બ્રહ્મચર્યની બાધા લીધી હતી ત્યારથી એમને અમારા પ્રત્યે અપાર વાત્સલ્યભાવ રહ્યો હતો.
પૂજ્ય મહારાજશ્રી પાસે કેટલીક લબ્ધિસિદ્ધિ હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org