________________
પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ એમનું વચન મિથ્યા થતું નહિ એમના વાસક્ષેપથી પિતાને લાભ થયો હોય એવી વાત ઘણા પાસેથી સાંભળી છે. એમના વાસક્ષેપથી એક ભાઈ પરદેશમાં અકસ્માતથી બચી ગયાની વાત પણ હું જાણું છું. આ શ્રદ્ધાને વિષય છે. અનેક લેકેને આવા નિઃસ્વાર્થ કરુણાસભર મહાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય એ સ્વાભાવિક છે.
શ્રી વિજયધર્મસૂરિ મહારાજને શિષ્યસમુદાય વિશાળ છે, જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સાહિત્ય-કલારતનશ્રી વિજ્યયદેવસૂરિ, શતાવધાની શ્રી વિજયજયાનંદસૂરિ, પ્રખર વ્યાખ્યાતા વિજયકનકરત્નસૂરિ વગેરેથી જૈન સમાજ સુપરિચિત છે. તેમના શિષ્યોએ ગુરુભક્તિનું અપ્રતિમ કાર્ય કર્યું છે. લકવા થયા પછી પૂ. આચાર્ય મહારાજને બીજાની સહાયની આ દિવસ જરૂર પડતી. એમના બધા જ શિષ્યએ વૈયાવચ્ચનું ઉત્તમ કાર્ય કર્યું છે, પરંતુ તેમાં સવિશેષ ઉલ્લેખનીય છે પૂ. ચંદ્રસેનવિજયજી મહારાજ. એમણે સતત પાંચ વર્ષ સુધી રાત અને દિવસ તેમની પૂરી સંભાળ લીધી. ઊઠવા-બેસવામાં ટેકે આપ, શૌચાદિ ક્રિયા કરાવવી, મુખમાંથી ઝરતી લાળ સાફ કરવી, સમયે સમયે દવાઓ આપવી, આહારપાણીની સંભાળ રાખવી ઈત્યાદિ કાર્યો ઉપરાંત સતત જામતી ભક્તોની ભીડની મહારાજશ્રીને શ્રમ ન પડે એ રીતે વ્યવસ્થિત રાખવી – એ બધું અત્યંત પરિશ્રમભરેલું કાર્ય પૂરી નિષ્ઠાપૂર્વકની ગુરુભક્તિથી પ્રસન્નતાપૂર્વક કર્યું છે જે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org