________________
પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ
સાધુઓને તેઓ પોતાની પ્રેરક વાણીથી અને વાત્સલ્યભાવથી એવા તે આત્માભિમુખ બનાવી દેતા કે જેથી એમના સાધુએ સાંસારિક પ્રલેાલના કે લેાકેષણાથી ચલિત થતા નહિ. એક’દરે ફોટા પાડવા–પડાવવાનું પણ એમના સમુદાયમાં નિષિદ્ધ રહ્યું છે. (અજાણતાં કોઈ પાડી લે તે જુદી વાત છે.) વિવિધ ચેાજના માટે ટ્રસ્ટો કરાવી, ધન એકત્રિત કરાવવાનું લક્ષ્ય પણુ એમના સમુદાયમાં રખાયુ' નથી.
પૂ. આચાર્ય ભગવંત શાસનનાં કાર્યો માટે કે અનુકપા જેવા વિષય માટે પેાતાની પ્રેરક વાણી વહાવતા, પરંતુ દાન આપવા માટે સીધી અપીલ કે વ્યક્તિગત દબાણ તે કયારેય કરતા કે કરાવતા નહિ. પરંતુ એમના વક્તવ્યની અસર જ એવી થતી કે લોકો સામેથી દાન આપવા માટે હુંમેશાં તત્પર રહેતા. એને પરિણામે એમની કોઈ પણ વાત ઉપર ધનની રેલમછેલ થઈ જતી. એમની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. એમના કાળધમ પ્રસગે એક કરોડ કરતાં અધિક રકમ ઉછામણીમાં એલાઈ તે એમના પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે.
સંસાર ભૂંડા, દુ:ખમય અને છેડવા જેવા છે, લેવા જેવા સંયમ છે અને મેળવવા જેવા મેક્ષ છે એ વાતનું નિરંતર લક્ષ રાખનાર અને રખાવનાર પરમ ગીતા પૂજ્ય પાદ સ્વ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજીને કેટિ કોટિ ભાવભરી વંદ્મના !
Jain Educationa International
૩૧.
For Personal and Private Use Only
www.jainelibrary.org