________________
તિવિહેણ દામિ
એવા દૃઢ ભક્તિભાવ રહેતા કે પોતાને વ્યાખ્યાનમાં કશું સ્પષ્ટ સાંભળવા ન મળે તે પણ એમના પવિત્ર મુખારવિંદનાં દર્શન કરીને પણ તેઓ અનેરા ઉત્સાહ અને સ'તેાષ અનુભવતા.
પ
પૂ. આચાર્ય ભગવ"ત જયાં જયાં વિચર્યોં ત્યાં ત્યાં એમના પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, વડી દીક્ષા, પદવીપ્રશ્નાન, ઉપધાન, જિનમદિરની વ`ગાંઠ, રથયાત્રા, તીર્થકર પરમાત્માના કલ્યાણકોની તથા અન્ય પર્વોની ઊજવણી, ઇત્યાદિ પ્રકારના ઉત્સવા સતત યજાતા રહ્યા હતા. એમને પગલે પગલે ઉત્સવ થતા હતા. એમની પ્રેરણાથી સ'ધ અને શાસનનાં ઘણાં મહત્ત્વનાં કાર્યાં સ્થળે સ્થળે થયાં છે. પોતાના સુદીર્ઘ જીવનકાળ દરમિયાન એમના હાથે અંજનશલાકા, પ્રતિષ્ઠા કે દ્વીક્ષાના પ્રસંગે વતમાન સમયમાં જેટલા થયા છે એટલા અન્ય કાઇથી થયાનું જાણ્યું નથી, ખંભાતમાં એક સાથે ૨૪ અને અમલનેરમાં એક સાથે ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી હતી. એમના પેાતાના ૧૧૭ જેટલા શિષ્યા હતા. પ્રશિષ્યા મળીને એમને હાથે ૨૫૦ થી વધુ મુનિઓને અને ૫૦૦ થી વધુ સાધ્વીને દીક્ષા અપાઈ છે. એ ઘટના જૈન શાસનના ઇતિહાસમાં ઘણી માટી ગણાશે. શતાધિક શિષ્ય-શિષ્યાઓ સાથે વિચરતા આચાય ભગવત તરીકે એમનું પુણ્ય લેાક નામ સુદી કાળ સુધી ગુંજતું રહેશે.
પૂ. આચાર્ય ભગવ ́ત પેાતાના સાધુસમુદાયમાં આચારપાલન માટે બહુ જ ચુસ્ત રહ્યા હતા. જરા સરખી શિથિલ તાને પણ તેએ ચલાવી લેતા નહિ. પરંતુ પેાતાના દીક્ષિત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org