________________
પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ તાણામાં લકવાનો ગંભીર હમલે થયું હતું અને તેઓ બેશુદ્ધ બની ગયા હતા, પરંતુ એ ગંભીર હાલતમાંથી તેઓ બેઠા થયા અને પિતાના આત્મબળ વડે તેમણે કેટલાંક અધૂરાં રહેલાં પિતાનાં મહત્વનાં કાર્યો પાર પાડ્યાં.
પૂજ્ય આચાર્ય મહારાજને અમારા કુટુંબ ઉપર અનહદ ઉપકાર હતે. હું છેલ્લાં પંદરેક વર્ષથી તેમના ગાઢ સંપર્કમાં આવ્યું હતું. તેમના વિશેષ નિકટના સંપર્કમાં આવવાની તક મને અપાવી મારા મિત્ર શ્રી બાબુભાઈ (વ્રજલાલ) કપુરચંદ મહેતાએ. તેઓ દર અઠવાડિયે એક કે બે દિવસ રાનને વખતે પૂ. મહારાજસાહેબ જ્યાં હોય ત્યાં તેમની પાસે જતા. આઠદસ મિત્રે એકઠા થતા. પૂ. મહારાજજી કેઈ એક શાસ્ત્રગ્રંથનું અધ્યયન કરાવતા. આ રાત્રિવર્ગમાં બાબુભાઈ પિતાની ગાડીમાં મને નિયમિત લઈ જતા. અમારા આ
ત્રિવર્ગમાં અડધે–પણે કલાક મહારાજસાહેબ સમજાવે અને પછી પ્રશ્નોત્તરી થાય, આવી રીતે ચારેક વર્ષ, ખાસ કરીને ચાતુર્માસ દરમિયાન, પૂજ્ય આચાર્ય મહારાજ પાસે નિયમિત જવાનું બન્યું. આ રાત્રિવર્ગને કારણે પૂજ્ય મહારાજસાહેબ સાથે મારે આત્મીયતા થઈ. ચિત્ત ઉપર એક છાપ દઢપણે અંકિત થઈ કે પૂજ્ય આચાર્ય મહારાજે આપણા શાસ્ત્રગ્રંથનું ઘણું ઊંડું અધ્યયન કર્યું છે. પ્રત્યેક વિષયને તેમની પાસે તરત શાસ્ત્રીય ઉત્તર હાજર હેય. શાની સેંકડે પંક્તિઓ તેમને કંઠસ્થ હતી. અમારા બધા પ્રશ્નોની તેઓ વિવિધ દષ્ટિકોણથી સવિગત છણાવટ કરતા, જેથી અમને પૂર સંતેષ થાય. વળી તેમની દષ્ટિ હંમેશાં વ્યવહારનાથ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org