________________
તિવિહેણ વંદામિ ઉત્સવ થતે અને દશેરાના દિવસે ભદ્રકાળી માતાના મંદિરમાં બલિ તરીકે એક બકરાને વધ કરવાને રિવાજ ચાલે આવતું હતું. અમદાવાદ જેવી ધર્મનગરીમાં ધર્મના નામે એક મોટા પંચેન્દ્રિય જીવને વધ કરવામાં આવે એ રિવાજ અસહ્ય થઈ પડ્યો હતે. એ બંધ કરાવવા માટે પૂ. રામવિજયજી મહારાજે અમદાવાદમાં ઉગ્ર આંદોલન ચાલુ કર્યું. પળે પળે જઈને એમણે પિતાના પ્રવચનમાં આ જ વિષય પર ભાર મૂક્યો અને આ હિંસક પ્રવૃત્તિ બંધ કરવા માટેના બધા જ ઉપાય અજમાવી દેવા ઉબેધન કર્યું હતું. આ આંદોલનને પરિણામે અમદાવાદમાં ઠેર ઠેર આજ ચર્ચાને વિષય બની ગયે. એમાં અહિંસાપ્રેમી હિન્દુઓ પણ જોડાયા. અમદાવાદમાં માણેકચેકમાં પચાસ હજારની મેદની સમક્ષ પૂ. રામવિજયજી મહારાજે જોરદાર ઉધન કર્યું. એથી અમદાવાદમાં એક મોટું આંદોલન સર્જાયું. બીજી બાજુ સંઘે તરફથી કોઈને આશ્રય લેવામાં આવ્યું અને કાનૂની કાર્ય વાહી પણ કરાવાઈ. પરિણામે ભદ્રકાળી માતાના મંદિરના પૂજારીઓ ગભરાઈ ગયા. વિજયાદશમીને દિવસે ભદ્રકાળી માતાના મંદિર આગળ આ હિંસક પ્રથા અટકાવવા હજારે માણસ એકત્ર થઈ ગયા. આવા પ્રચંડ વિરોધની સામે પૂજારીએને નમતું જોખવું પડયું અને બકરાને વધ થઈ શક્યો નહિ. લેકેએ હર્ષના પિકારે કર્યા. ત્યારથી ભદ્રકાળીના મંદિરમાં બકરાના વધની પ્રથા કાયમ માટે કાયદેસર બંધ થઈ ગઈ.
એ દિવસમાં જૈન શાસનમાં એક વિચિત્ર ઘટના બનવા પામી હતી. લાલન નામના એક પંડિત ઘણુ વિદ્વાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org