________________
પૂ. શ્રી અભયસાગરજી મહારાજ કંઈ પૂછવા આવી હોય તે પરસ્પર તેઓ એકબીજાની નજરે ન પડે. કેટલીક વાર તે બહારથી પહેલી વાર એમને મળવા આવનાર અજાણી વ્યક્તિને પૂછવું પડે કે તેઓ બધા સાધુભગવંતેમાં પૂ. અભયસાગરજી મહારાજ કેણ છે? પિતાના સમુદાયમાં તેઓ મુખ્ય હતા છતાં પોતાના શિષ્ય સમુદાયમાં તેઓ એવી રીતે ભળી જતા કે અજાણ્યાને તેમની મુખ્યતાને અણસાર ન આવે.
સવારના બ્રાહ્મમુહૂતે ઊઠી જવું અને ધ્યાન વગેરેમાં લાગી જવું એ ૫. અભયસાગરજીને રેજને કાર્યક્રમ હતો. એમની સાધના ઘણું ઊડી હતી. કેટલીક વાર તે આખી રાતની શત પિતાની સાધનામાં તેઓ એકલા બેઠા હોય અને સવાર પછી આખો દિવસ એટલા જ સ્વરથ દેખાતા હોય. તેઓ નવકારમંત્રની નિયમિત આરાધના પૂર્ણ આસ્થા સાથે કરતા. તેઓ કેટલીક ગુપ્ત વિદ્યાઓ જાણતા હતા, પરંતુ અધિકાર વગર તેઓ કોઈને તે આપવા ઇચ્છતા નહતા.
અભયસાગરજી મહારાજને જન્મ વિ.સં. ૧૯૮૧માં મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાં થયેલું. એમના પિતાનું નામ મૂળચંદભાઈ (ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી) અને એમની માતાનું નામ મણિબહેન (સાધ્વી શ્રી સદ્દગુણાશ્રીજી) હતું. અભયસાગરજનું જન્મનામ અમૃતલાલ હતું. માતાપિતાએ દીક્ષા લીધા પછી અને ભાઈ–બહેને પણ દીક્ષા લીધા પછી અમૃતલાલને પણ બાલવયે દીક્ષા લેવાની ભાવના થઈ. વિ.સં. ૧૯૮૮માં શંખેશ્વર તીર્થમાં આગદ્ધારક પૂ. સાગરાનંદસૂરિના હસ્તે એમને સાડા છ વર્ષની વયે દીક્ષા આપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org