________________
પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ લંબાવી હતી. ત્યારપછી એ રેલવેને માસરોડ સુધી લંબાવનવામાં આવી અને એનું નામ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે રાખવામાં આવ્યું, પરંતુ માસરરોડથી આગળ બ્રિટિશ રાજ્ય ચાલુ થતું હતું. ગાયકવાડ સરકારની ઈચ્છા એ લાઈનને જંબુસર સુધી લઈ જવાની હતી. પરંતુ સિમલા બોડે ઘણું વર્ષ સુધી એ પરવાનગી આપી નહોતી. એટલે એ વિસ્તારમાં ગાડામાં કે પગપાળા સફર કરવી પડતી.
શાળામાં અભ્યાસ કર્યા પછી ત્રિભુવનને નેકરીએ બેસાડવામાં આવ્યો હતે. એ વખતે પાદરામાં ચુનીલાલ શિવલાલની અનાજની મેટી પેઢી ચાલતી હતી અને રાજસ્થાન તથા ઉત્તર ભારતમાંથી અનાજ ટ્રેન દ્વારા પાદરામાં આવતું. કિશોર ત્રિભુવનની હેશિયારી જોઈને શેઠ ચુનીલાલે એને રાજસ્થાનમાં બાતરા ગામે અનાજની પરીદી માટે મોકલેલે. આ દૂરને પ્રવાસ જાતે એકલા કરવાને લીધે ત્રિભુવનની હોશિયારીની વાત પાદરામાં જાણીતી થઈ ગઈ હતી. - ત્રિભુવનને વ્યાવહારિક કેળવણુમાં બહુ રસ ન હતે. પરંતુ નવઘરી નામની શેરીમાં આવેલા ઉપાશ્રયમાં સાંજે પાઠશાળા ચાલતી તેને અભ્યાસમાં વધુ રસ હતે. પાદરાની નવઘરી એ જમાનામાં ધર્મપ્રવૃત્તિઓથી સતત ધબકતી રહેતી. મોટા મોટા આચાર્ય ભગવંત પાદરા જેવા નાના ગામને ચાતુર્માસને લાભ આપતા. પ. પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ પણ કેટલાંક ચાતુર્માસ પાદરામાં કર્યા હતાં. એ જમાનામાં પાદરામાં વખતેવખત દીક્ષાના પ્રસંગે ઊભા થતા. જૈન સાધુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org