________________
તિવિહેણ દામિ
ઇન્ડિયા એરિએન્ટલ કૅાન્ફરન્સના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક થઇ હતી. પોતે તે ત્યાં જઈ ન શકે પણ પોતાના અધ્યક્ષ તરીકેના તે વિશેના લેખ એમણે મોકલી આપ્યા હતા. એમના માદન માટે નોર્મન બ્રાઉન, અરનેસ્ટ એન્ડર વગેરે વિદેશના વિદ્વાને આવતા. અમેરિકાની આરિએન્ટલ સોસાયટીએ મહા રાજશ્રીની માનદ સભ્ય તરીકે નિમણૂક કરી હતી, એ જેવુંતેવું બહુમાન ન ગણાય.
10
.
ખળબ્રહ્મચારી, લાંબા દીક્ષાપર્યાયવાળા, સંમયની આરા ધનામાં મગ્નચિત્ત, જ્ઞાનવૃદ્ધ અને તાવૃદ્ધ સ્થવિર પૂજ્ય મહુારાજસાહેબે પોતાની તબિયતની પણ દરકાર કર્યાં વગર પાટણ, જેસલમેર, અમદાવાદ વગેરે સ્થળે જૈન ભડારાની હસ્તપ્રતને વ્યવસ્થિત કરવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે. અસહ્ય ગરમીમાં, માથે ભીનું `તું મૂકીને ધીખતા પતરા નીચે એસીને ભરબપોરે જ્યારે એમને મૈ અમદાવાદમાં દેવસાના પાડાના ઉપાશ્રયમાં પ્રસન્ન ચિત્તે કાર્યો કરતા જોયા ત્યારે ત મારું મસ્તક એમના ચરણામાં નમી પડ્યું હતું. એમના અથાગ પરિશ્રમયુક્ત અવિરત કાને કારણે તેમજ ચારિત્ર્યની શ્રેષ્ઠતાને કારણે કોઈ સંઘે કે સમાજે તે વર્ષોથી ઉપાશ્રયમાં પેાતાના વાધ્યાય-સંશાધનના કામને માટે લાઈટના ઉપયોગ કરતા હોવા છતાં તેના વિરોધ કે ઊહાપાત કર્યાં નથી, પૂજ્ય મહારાજસાહેબની આત્મિક શક્તિ એટલી પ્રબળ હતી કે અડધી રાત સુધી કાર્ય કર્યુ હોય અને રાતના એક-બે કલાકની ઊંઘ મળી હાય તો પણ બીજે દિવસે સવારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org