________________
પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ તેઓ એવા જ સ્વસ્થ અને પ્રસન્ન હોય અને દિવસે આરામ લેવાની એમને જરૂર પણ ન હોય. આવી રીતે એકાદ દિવસ નહિ, દિવસના દિવસ સુધી, મહિનાઓ સુધી કાર્ય કરવાની અસાધારણ શક્તિ તેઓ ધરાવતા હતા.
જેન કે શું બૌદ્ધ, શું હિન્દુ કે શું ખ્રિસ્તી, દરેક ધર્મ કે સંપ્રદાયના ત્યાગી સાધુઓમાં પણ જોવા મળે છે. લેકેષણાની અભીસા. ત્યાગી મહાત્માઓની લેકપ્રશંસા આપોઆપ જ થવા લાગે છે, તેમ છતાં સમય જતાં ક્યારેક કેટલાકમાં વધુ લેકેષણાની વાસના જાગે છે, પરંતુ પૂજ્ય મહારાજ સાહેબે એના ઉપર વિજય મેળવ્યું હતું. પિતાને આગ્રહપૂર્વક સહજ રીતે મળતી આચાર્યની પદવીની પણ એમણે ખેવના કરી હતી, તે બીજી લેકેષણની તે વાત જ શી કરવી?
મહારાજશ્રીની વિનમ્રતાને એક પ્રસંગ મારા ચિત્તપટમાં હંમેશાં અંકિત રહેલે છે. ઈ.સ. ૧૯૬૩ના અરસામાં પૂ. શ્રી હેમસાગરસૂરિએ “કુવલયમાળા” નામના ગ્રંથના અનુ. વાદ તથા સંશોધન-સંપાદનનું કાર્ય મને સોંપ્યું હતું. તે વખતે કેટલાક સમાસયુક્ત પ્રાકૃત શબ્દોના અર્થ બરાબર બેસતા નહિ, એટલે પૂ. હેમસાગર મહારાજે સૂચન કર્યું કે એ માટે મારે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું માર્ગદર્શન મેળવવું. એ પ્રમાણે એક દિવસ હું જ્યારે અમદાવાદ ગયેલે. ત્યારે પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે તે કામ માટે લુણસા વાડાના ઉપાશ્રયે રાત્રે આઠેક વાગે પહેર્યો હતે. મહારાજ શ્રી પાસે શબ્દોના અર્થની ચર્ચા કરતાં કરતાં રાતના લગભગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org