________________
પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ
ચર્મોમીટર, ઇન્જેકશનની સીરીજ, બ્લડપ્રેશર માપવાનું યંત્ર વગેરે ન વાપરતાં પેાતાનાં અલગ રખાવ્યાં હતાં. પેાતાની પાટ જુદી રખાવી હતી. ઓપરેશન વખતે પેાતાને કોઈનું પણ લેાહી ચડાવવામાં ન આવે તે માટે ખાસ સૂચના આપી હતી આપરેશન પછી ડોકટરે કહ્યું હતું કે શરીરે પરસેવા ન થવા જોઈએ અને તે માટે પ'ખે વાપરવા પડશે. પરંતુ મૃગાવતીજીએ તેની પશુ ના પાડી હતી. હૅસ્પિટલમાં પેાતાની જગ્યા એવી પસંદ કરાવી હતી કે જ્યાંથી રાજ સવારના જિનમંદિરના શિખરનાં દશન થઈ શકે, હૅોસ્પિટલ ના કેટલાયે દાક્તરો, નર્યું, અન્ય દર્દીઓ વગેરે રાજ તેમની પાસે વાસક્ષેપ નખાવવા આવતાં. એપરેશન પછી હૅોસ્પિટલમાંથી જ્યારે તેમને રજા આપવામાં આવી ત્યારે પણ લિફ્ટ, સ્ટ્રેચર કે વાહનના ઉપયાગ તેમણે નહેાતા કર્યાં. રસ્તામાં ચાલતાં ચાલતાં તેઓ થાકી જાય તે શિષ્યાસાધ્વીજીના ટકા લઇ ઊભાં રહેતાં. એમ ધીમે ધીમે વિહાર કરી દિલ્હીમાં દરિયાગંજથી રૂપનગર પાંચ દિવસે તે પહોંચ્યાં હતાં.
૯૫
રવિવાર, તા. ૧૫મી જૂન ૧૯૮૬ના રાજ દિલ્હીમાં સંક્રાં(તના દિવસ નિમિત્તે તેમજ સ્વર્ગસ્થ પૂજ્ય આત્મારામજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ યેાજવામાં આવ્યા ન્હતા. તે પ્રસંગે મારા મિત્ર શ્રી શૈલેશભાઈ કાઠારી સાથે ત્યાં મારે ઉપસ્થિત રહેવાનું થયું હતું એ પ્રસંગે બે દિવસ પૂજ્ય મૃગાવતીજી પાસે બેસવાનું સદ્ભાગ્ય સાંપડ્યુ. પેતાને કૅન્સરના વ્યાધિ થયા છે અને દિવસે દિવસે આયુષ્ય ક્ષીણુ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International