Book Title: Samaj Dharma ane Sanskruti
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/001198/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ प्र म श्रीमतिक वर्ष विजय रोमानमः ॥२ कांना कुशि Hear दम समय ain Education International बि बनाएपेनि विक्रमो होलिका द દર્શન અને ચિંતન ગ્રંથમાળા BRA व्याक ૧ સમાજ, ધર્મ અને સંસ્કૃતિ C शयाम निमुदि मालतिक પંડિત સુખલાલજી 71 राष प्रमुखल दलि फाइन शाया जल संवन२३१६ श्री विजय HIGL राधिका sal १२९.७-४१ या प्रदे Page #2 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ગ્રંથમાળા: ૧ સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ૫. સુખલાલજી ગૂર્જર ગ્રંથરા કાર્યાલય - રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ SAMAJ, DHARM ANE SANSUKRUTI : by Pandit Sukhalalji Published by Gurjar Grantha Ratna Karyalaya, Opp. Aatanpolnaka, Ganchi Road, Ahmedabad 380 001 Price Rs. 130.00 ©પરિચય ટ્રસ્ટ પહેલી આવૃત્તિ ઃ ડિસેમ્બર, ૨૦૦૩ [દર્શન અને ચિંતન' ભા. ૧ (૧૯૫૭ના સમાજ અને ધર્મ વિભાગનું પુનર્મુદ્રણ]. પ્રત: ૭૫૦ પૃષ્ઠસંખ્યા: ૨૪+ ૨૦૪ કિંમત રૂ. ૧૩૦૦૦ પ્રકાશક અમરભાઈ મકોરલાલ શાહ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ • ૩૮૦ ૦૦૧ થઇપસેટિંગ વિકમ કોમ્યુટર - એ - ૧, વિક્રમ એપાર્ટમેન્ટ, શ્રેયસ ક્રોસિંગની પાસે, આંબાવાડી, અમદાવાદ ૩૮૦ ૦૧૫ મુદ્રક ભગવતી ઓટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી જન્મ તા. ૮-૧૨-૧૮૮૦] [અવસાન તા. ૨-૩-૧૯૭૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ૫. સુખલાલજી એટલે ગુજરાતનું ગૌરવ અને ભારતીય દર્શનની આગવી પ્રતિભા. I તેમના નામનું સ્મરણ થતાં જ સાહિત્ય, ભાષા, ધર્મ અને દર્શનની જીવતા જાગતા વિશ્વવિદ્યાલયનું સ્મરણ થઈ આવે. તેમના લખાણમાં સાગર જેવું ગાંભીર્ય અને સ્ફટિકરત્ન જેવી પારદર્શકતા, વિચારોમાં સચ્ચાઈની સાધનાનો રણકાર અને પ્રસ્તુતિમાં સરળતા સહેજે જણાઈ આવે. તેમના વિચારો, ચિંતન અને મનને સાગર જેવું અગાધ હોવા છતાં ક્યાંય જ્ઞાનનું અભિમાન, વિદ્યાનો ગૌરવ કે જાણકારીનો અહં જોવા ન મળે. અને જેટલું કહે તે બધું જ જામે અતળ ઊંડાણમાંથી નીકળી રહ્યું હોય તેમ જણાય છતાંય હંમેશા સત્ય સ્વીકારવા અને નવાં તથ્યો પ્રાપ્ત થતાં પોતાના વિચારોને કે મતને પરિવર્તિત કરવો પડે તો તે પણ સહર્ષ કરવાની તત્પરતા. મનની ઉન્મુક્ત દશા આવા અનેક ગુણોથી યુક્ત તેમનું જીવન હતું. તેમની સાધના માત્ર જ્ઞાન સુધી જ સીમિત ન હતી. આચાર અને વિચારનાં તમામ ક્ષેત્રો સુધી વિસ્તરેલી હતી. તેમના લેખો વર્ષો પૂર્વે લખાયેલા હતા છતાં આજેય પ્રસ્તુત છે. કોઈ ઋષિનાં ઉપનિષદ્વાક્યો વાંચતા હોઈએ તેવો આ લખાણ વાંચતાં અનુભવ થાય. આ લખાણો પૂર્વે ‘દર્શન અને ચિંતનમાં પ્રગટ થયાં હતાં પણ છેલ્લાં કેટલાંય વર્ષોથી તે અપ્રાપ્ય થયાં હતાં તેને પુનઃ પ્રકાશિત કરતાં અમે અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. . સુખલાલજીનો ગૂર્જર સાથેનો આત્મીય સંબંધ રહ્યો છે. ગૂર્જરની યાત્રાના આરંભનાં વર્ષોમાં તેમની પ્રેરણા અને માર્ગદર્શનરૂપી સંબલ (ભાથું) સતત મળતું રહ્યું છે. તેમનો અમારી સંસ્થા ઉપરનો ઉપકાર અનન્ય છે. તે ઉપકારના ભારથી મુક્ત થવું તો અસંભવિત છે પણ તેમના ભારને કંઈક હળવો કરવા તેમના વિચારોને જીવંત રાખવા અને તેમની ચિંતનની ગંગાને વહેતી રાખવાના આ પ્રયાસ દ્વારા ત્રણ સ્વીકાર સ્વરૂપે પ્રસ્તુત ગ્રંથમાળાનું અમે પુનઃ મુદ્રણ કરી રહ્યા છીએ. આ કાર્યમાં અમને પરિચય ટ્રસ્ટે પૂરો સહયોગ આપ્યો છે. તેમના સહયોગ વિના અમારી ભાવનાને મૂર્ત સ્વરૂપ ન જ મળી શકત. આ ક્ષણે અમે પરિચય ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળનો તથા ચંદ્રકાન્તભાઈ શાહનો આભાર માનીએ છીએ. આ ગ્રંથમાળાનું સંપાદનકાર્ય લા: દ. ભારતીય વિદ્યામંદિરના નિયામક પંડિત જિતેન્દ્ર બી. શાહે તેમનું પોતાનું જ કામ સમજીને ખંતથી કરી આપેલ છે તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ. - ગૂર્જર પરિવાર Page #7 -------------------------------------------------------------------------- ________________ જીવનઘડતરના શિલ્પી સમાજ, ધર્મ અને સંસ્કૃતિ માનવજીવન સાથે સંકળાયેલાં અભિન્ન અંગો છે. માનવવિકાસમાં, જીવનઘડતરમાં આ ત્રણેયનો ઘણો મોટો ફાળો હોય છે. માણસ સમાજમાં રહીને ઊછરે છે, સંસ્કૃતિથી પોષાય છે અને ધર્મથી વિકસે છે. આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. દેશ, કાળના પ્રભાવથી સમાજમાં અને તેના બંધારણમાં પરિવર્તન તો આવતાં જ હોય છે. વખત જતાં તેમાં કેટલીક કુરૂઢિઓ પણ ભળે છે અને તે કુરૂઢિઓ વિધિવિધાન, જડતા અને અજ્ઞાનતાનો આંચળો ઓઢી લે છે. તેના કારણે માનવવિકાસ રૂંધાય છે. આખો સમાજ અવળે માર્ગે ચઢી જાય છે. પરિણામે સંસ્કૃતિ અને ધર્મ ઝંખવાય છે. સમાજમાં પ્રવેશેલી બદીઓ ઓળખી તેને દૂર કરવી એ તો અત્યંત કપરું કામ છે. અહીં પં. શ્રી સુખલાલજીએ સમાજ, સંસ્કૃતિ અને ધર્મની ખામીઓ અને ખૂબીઓને ખૂબ જ તાર્કિક રીતે સરળ ભાષામાં રજૂ કરી છે. તેમની શૈલી એટલી બધી પ્રાસાદિક છે કે કોઈ પણ લેખ વાંચવો શરૂ કર્યા પછી તમે અંત સુધી તેમાં વહ્યા કરતા હોવ તેવો અનુભવ સહજ થાય. આ ગ્રંથના આદિ પ્રક૨ણ મંગલ પ્રવચનમાં જ વિદ્યાર્થીઓને આપેલો સંદેશો આજે પચાસ વર્ષ વીત્યા પછી પણ પ્રસ્તુત અને પ્રાસંગિક છે. તેઓ જણાવે છે કે વિદ્યાર્થીઓએ જીવનકળા શીખવી જોઈએ. કળા એટલે ઓછામાં ઓછી અને નજીવી ગણાતી સાધનસામગ્રીમાં પણ સંતુષ્ટ મને આગળ વધવામાં તેનો ઉપયોગ કરી લેવો અને સ્વપુરુષાર્થથી જ પોતાને જોઈતી સૃષ્ટિ ઊભી કરવી તે. આજે વિદ્યાર્થીઓ મિથ્યા અભિમાન અને સાધનસામગ્રીની અપેક્ષાઓમાં અટવાયો છે. તેના કારણે મૂલ્યોનું સતત ધોવાણ થઈ રહ્યું છે. વિદ્યાર્થી માત્ર માહિતીજ્ઞાન મેળવવામાં જ પોતાની ઇતિશ્રી માને છે, માહિતીજ્ઞાન તેના મન અને આત્માને સંસ્કારિત કરવાને બદલે જ્ઞાનના ભારના બોજથી થકવી નાખે છે. આ સમસ્યાનો ઉકેલ આપતાં પંડિતજી જણાવે છે કે વિદ્યાર્થીઓએ મનને ખુલ્લું રાખવું અને સત્ય-જિજ્ઞાસાની સિદ્ધિમાં કોઈ પણ પૂર્વગ્રહોને કે રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા નહીં. આવી વૃત્તિ કેળવવી તે એક પ્રકારનું તપ છે. વિદ્યાર્થીઅવસ્થામાં આવા તપને નિષ્ઠાપૂર્વક આચરવું જોઈએ અને તે માટે પૂરતો ઉત્સાહ અને વિઘ્નો સામે અડગ ઊભા રહેવાની ક્ષમતા કેળવવી તે સાચી નિષ્ઠા છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ નિષ્ઠા સહિતના વિદ્યાકાર્યને તપ જણાવ્યું છે. અહીં તેમનાં વાક્યો આપ્તજન અને ઋષિપુરુષના ઉપદેશવાક્ય જેવાં હિતકારી અને છતાંય મિષ્ટ જેવા જણાય છે. માત્ર વિદ્યાર્થીઓને નહીં પણ શિક્ષકોને પણ જણાવે છે કે અધ્યાપકોનું ધર્મક્ષેત્ર એટલે વિદ્યાક્ષેત્ર, પોતાના ક્ષેત્રમાં જરાય ઢીલા થયા વગર સંદેહનો નાશ કરીને નિષ્ઠાવાન બનવાની તેમ જ વિવેક કેળવવાની શીખ આપે છે ત્યારે તેમણે વિદ્યાગતનો ઉત્કર્ષ થાય તેવી મધુર વાણી દ્વારા અનેકગણું કહી જાય છે. ધર્મના ક્ષેત્ર તરફ દૃષ્ટિપાત કરતાં કહે છે કે આજે તત્ત્વજ્ઞાન નકામી કલ્પનાઓમાં ખપવા લાગ્યું છે એનું કારણ શું? પંડિતજીએ નિષ્પક્ષ થઈ જરા પણ ભય કે સંકોચ રાખ્યા વગર જ સ્પષ્ટ જણાવ્યું છે કે ધર્મગુર, ધર્મશિક્ષણ અને ધર્મસંસ્થાઓની જડતા અને નિષ્ક્રિયતા જ આ બધાના મૂળમાં છે. આજે પાંચ દાયકા પછી આપણે ધર્મક્ષેત્રની તરફ નજર નાખીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાય છે કે ધર્મક્ષેત્રનાં વિભિન્ન અંગોની જડતાને કારણે ઘણુંબધું નુકસાન થયું છે. ધર્મક્ષેત્રની નિષ્ક્રિયતા જ સમાજને વધુ ને વધુ ધર્મવિમુખ થવામાં કારણભૂત બની રહી છે. આચાર અને વિચાર અંગેનું તેમનું ચિંતન અત્યંત મૌલિક છે. તે માટે જીવનશિલ્પનું મુખ્ય સાધન, જીવનપથ જેવા લેખોનું વાચન, ચિંતન, મનન જરૂરી છે. ધર્મનું ચિંતન આજના અનેક પ્રશ્નનું નિરાકરણ દર્શાવતો લેખ છે. તેમણે ધર્મના બે ભેદ કર્યા છે – દેહ અને આત્મા. બાહ્ય ક્રિયાકાંડ અને વિધિ-વિધાનો દેહ છે અને સત્ય, પ્રેમ, નિસ્વાર્થપણું, ઉદારતા, વિવેક, વિનય આદિ સદ્દગુણો આત્મા છે. ધર્મ આત્મારહિત બનતાં જ પંથોમાં અટવાઈ જાય છે. ગમે તેટલો મહાન ધર્મ હોય પણ તે જ્યારે બાહ્યક્રિયામાં અટવાઈ જાય છે ત્યારે તેનો આત્મા વિલીન થવા લાગે છે અને શનૈઃ શને અસ્તિત્વ ગુમાવવા લાગે છે. - ભારતીય દર્શનના આરૂઢ વિદ્વાન પ્રો. રાધેકૃષ્ણનના પુસ્તક ધર્મોનું મિલન ગ્રંથની પ્રસ્તાવના અહીં ધર્મપ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓમાં પ્રગટ થઈ છે. ધર્મ વિશેનું સમકાલીન ચિંતન અને તેની વિશેષતાઓનું વર્ણ આ લેખમાં સુપેરે થયું છે. અહીં પણ તેમણે ધર્મની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ અને આ બે તત્ત્વોની દોરવણી વચ્ચે ઘડાતો જીવનવ્યવહાર. પણ જ્યારે આવી દૃષ્ટિ બિડાઈ જાય છે ત્યારે સંકુચિતતા અને જડતા ઉદ્દભવે છે. આવી જડતા ધરાવનારના ભાવિ વિશે જણાવતાં કહે છે કે જો ધર્મ આવી સંકીર્ણતા નહીં છોડે તો તે માનવને અવશ્યમેવ તેજહીન બનાવશે. આમ તેમનું સૂક્ષ્મ તત્ત્વચિંતન આ લેખોમાં સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. ધર્મ ઉપરના અન્ય લેખો, શાસ્ત્રમર્યાદા, શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચેનો શો ફેર ? સત્તાબળ અને સત્યબળ, સ્વરાજ્ય અને સુરાજ્ય, હરિજનો અને જૈનો, રાષ્ટ્રીય સદાચાર Page #9 -------------------------------------------------------------------------- ________________ V અને જૈનો આદિ તુલનાત્મક લેખો પણ સમાજ અને સંસ્કૃતિના ઊંડા અવલોકનથી અને શાસ્ત્રપૂત ચિંતનથી ઉદ્દભવ્યા છે. આ લેખોમાં ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સમાજની તાત્ત્વિક અને વ્યાવહારિક મીમાંસા કરવામાં આવી છે. સર્વધર્મ વિષયક અને તટસ્થ તુલનાત્મક અધ્યયન રજૂ થયું છે. તેઓશ્રીની બુદ્ધિ, સ્મૃતિ, વિશાળ વાચન, સંકલનશક્તિ, ભાષા ઉપરનું અસાધારણ પ્રભુત્વ આદિ અનેક અનેક વિશેષતાઓ છતી થાય છે. ધર્મ અને સંસ્કૃતિનું વિશદ, સૂક્ષ્મ અને સમભાવી જ્ઞાન, તટસ્થ ચિંતન, સૂક્ષ્મ વિવેચન આદિ બધું આ લેખોમાંથી સ્પષ્ટરૂપે પ્રગટ થાય છે. આ ગ્રંથ ભારતીય સંસ્કૃતિ અને ધર્મના અભ્યાસુ તથા જિજ્ઞાસુઓએ અવશ્ય વાંચવા લાયક છે. - જિતેન્દ્ર બી. શાહ દર્શન અને ચિંતનની મૂળ આવૃત્તિનું સંપાદકીય નિવેદન પ્રાસંગિક હોવાથી અહીં તેનો સમાવેશ કર્યો નથી. Page #10 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી ટૂિંક પરિચય) सच्चस्स आणाए उवट्ठिय से मेहावी मारं तरइ સત્યની આજ્ઞા ઉપર ઊભેલો બુદ્ધિમાન મૃત્યુને તરી જાય છે. - શ્રીઆચારંગ સૂત્ર એશિયાખંડ એટલે ધર્મપ્રવર્તકો, તત્ત્વચિંતકો અને સાધકોની જન્મભૂમિ; એશિયાખંડનું આવું ગૌરવ સ્થાપવામાં ભારતવર્ષે મોટો ફાળો આપ્યો છે. પુરાણ કાળે ભગવાન રામચંદ્ર અને કર્મયોગી શ્રીકૃષ્ણ, ઇતિહાસકાળે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ અને આધુનિક યુગે મહાત્મા ગાંધી, યોગી શ્રી અરવિંદ અને સંત વિનોબા જેવા પુરુષોત્તમોને જન્મ આપીને યુગે યુગે ભારતવર્ષે, ધર્મચિંતનના ક્ષેત્રે, ગતનું ગુરુપદ સાચવ્યું છે. સમયના આ વિશાળ ફલક ઉપર ભારતવર્ષે કંઈ કેટલા તત્ત્વચિંતકો, શાપ્રણેતાઓ, સાધકો, યોગીઓ અને શાસ્ત્રવેત્તાઓની જગતને ભેટ આપી છે. પંડિત સુખલાલજી ભારતવર્ષની આવી જ એક ધર્મ-દર્શન-શાસ્ત્રવેત્તા, જીવનસાધક વિદ્યાવિભૂતિ હતી. સતત પુરુષાર્થપરાયણ, સત્યશોધક અને સદા અણનમ એવા આ પંડિતપુરુષે જ્ઞાનમાર્ગે પોતાના અંતરને અજવાળીને સચ્ચરિત્ર દ્વારા જીવનને નિર્મળ અને ઊર્ધ્વગામી બનાવવાનો હંમેશાં પ્રયત્ન કર્યો છે. સમતાભર્યું એમનું શીલ છે. સત્યમૂલક સમન્વયગામી એમની પ્રજ્ઞા છે; ત્યાગ, તિતિક્ષા અને સંયમને વરેલું એમનું જીવન છે. જન્મ, કુટુંબ અને બાલ્યકાળ સંતો, સતીઓ, શૂરાઓ અને સાહસિકોની ખાણસમી સૌરાષ્ટ્રની ભૂમિ તે જ પંડિતજીની જન્મભૂમિ. ઝાલાવાડ જિલ્લામાં સુરેન્દ્રનગરથી છ માઈલ પર આવેલું નાનું સરખું લીમલી ગામ એ પંડિતજીનું વતન. પંડિતજીનો જન્મ વિ. સં. ૧૯૩૭ના માગશર સુદિ ૫, તા. ૮-૧૨-૧૮૮૦ ના રોજ થયેલો. એમના પિતાનું નામ સંઘજીભાઈ; જ્ઞાતિ WWW.jainelibrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ VIII વિસાશ્રીમાળી જૈન વણિક અટક સંઘવીની અને ગોત્ર ધાકડ (ધર્કટ). દસમી સદીના કવિ ધનપાલનું પણ આ જ ગોત્ર હતું. ચાર વર્ષની ઉંમરે માતાનો સ્વર્ગવાસ થયો, અને ઘરમાં નવી માતાનાં પગલાં થયાં. એમનું નામ જડીબાઈ. એ જેટલાં રૂપાળાં એટલાં જ હસમુખા, અને જેટલાં હેતાળ એટલાં જ કામગરાં; આદર્શ માતૃત્વની મૂર્તિ. પંડિતજી કહે છે, “અમે ઘણાં વર્ષે જાણ્યું કે આ અમારી નવી મા છે !” કુટુંબનો વ્યવહાર અને બાળકોને સાચવવાનું કામ મૂળજીકાકાનું. એ હતા તો નોકર પણ ભારે ખાનદાન. સુખલાલ ઉપર તો એમને સગા દીકરા જેટલું હેત. પંડિતજી એમને પુરુષમાતાના લાગણીભર્યા નામે આજે પણ સંભારે છે. નાનપણથી જ સુખલાલને રમતગમત તરફ ખૂબ પ્રેમ. અને સાહસિક તો એવો કે એક વાર તરતાં શીખવાનું મન થયું તો કોઈની પણ મદદ લીધા વગર સીધું કૂવામાં જ ઝંપલાવ્યું અને તરતાં શીખ્યા. ઘોડેસવારીનો પણ એટલો જ શોખ. સરકસના સવારની જેમ ઘોડાની પીઠ ઉપર ઊભા રહીને ઘોડાને દોડાવવામાં એમને મોજ આવતી. એમ કરતાં પછાડો પણ ખાધેલી. એક વાર બે મિત્રો સાથે સુખલાલ તળાવમાં નાહવા ગયેલા. વાતવાતમાં ત્રણે મિત્રો હોડે ચડ્યા કે અહીંથી પાછલે પગે ચાલીને કોણ પહેલું પાળ વટાવી જાય છે ? બસ, સુખલાલે તો માંડ્યું ચાલવા, અને જઈ પડ્યા હાથલા થોરની વાડમાં. ઝેરી કાંટા ભોંકાવાથી એ વાડમાં જ બેભાન થઈ ગયા. ત્યાં એમના ઓઘડકાકા આવીને ઘેર લઈ ગયા. ચાર કલાકે ભાનમાં આવીને સુખલાલે જોયું તો આખા શરીરે તેલના ગાડા ચાલ્યા જાય છે અને હજામ એક એક કરીને શરીરમાંથી કાંટા કાઢી રહ્યો છે! પણ ઉંહકારો કરે એ બીજા. પણ નવાઈની વાત તો એ હતી કે આવા રમતિયાળ અને સાહસપ્રિય સુખલાલ કામગરા, કહ્યાગરા અને જાતમહેનતુ પણ એટલા જ હતા. ઠાવકાઈ અને સુઘડતા એમના દરેક કામમાં દેખાઈ આવે. કોઈને કંઈ પણ કામ હોય તો સુખલાલ તૈયાર. ભણવાની ચીવટ એટલી કે એમાં જરીકે આળસ ન કરે. બુદ્ધિ એવી ઝીણી કે આકરામાં આકરા વિષય પણ સહેજે સમજી જાય; અને સ્મરણશક્તિ પણ એટલી તીવ્ર કે જે કંઈ વાંચે. તે જાણે હૈયામાં કોતરાઈ જાય. ચોપડીઓની સાચવણી પણ એવી કે આખું વર્ષ વાપરી હોય તો જુઓ તો જાણે નવીનકોર. ગુજરાતી સાત ચોપડી પૂરી કરી, અને એમનું મન, મોટાભાઈની જેમ, અંગ્રેજી ભણવા તરફ દોડવા લાગ્યું. પણ વડીલોને એમ કે આવા હોશિયાર છોકરાને ભણતર કરતાં વેપારની ધૂંસરીએ જોડીએ તો થોડા વખતમાં જ આપણો ભાર ઉપાડવામાં ભાગીદાર બને. સુખલાલ દુકાને બેસવા લાગ્યા. Page #12 -------------------------------------------------------------------------- ________________ X સુખલાલ ધીરે ધીરે વેપારી બનવા લાગ્યા. વેપાર ધમધોકાર ચાલતો હતો, તેમ કુટુંબનો વ્યવહાર પણ ધમધોકાર ચાલતો હતો. સગપણ, લગ્ન, કારજ કે એવો કોઈ પણ અવસર આવે એટલે પૈસો પાણીની જેમ વપરાય. પરોણાગતમાં પણ પાછું વાળીને ન જુએ. પંડિતજી કહે છે, આ બધું હું જોતો, એ બધું ગમતું પણ ખરું, છતાં મનમાં ઊંડે ઊંડે લાગ્યા કરતું કે, આ કંઈ બરાબર નથી થતું. ભણતરને ખીંટીએ મૂકવું ને આવા ખર્ચાળ રિવાજોમાં મહાલ્યા કરવું એથી કંઈ ભલીવાર ન થાય ! જાણે એ કો અગમ્ય ભાવીના ભણકારા હતા. ચૌદ વર્ષની ઉંમરે નવી મા ગુજરી ગયાં. સુખલાલનું સગપણ નાનપણમાં જ થયેલું, એટલે વિ. સં. ૧૯૫૨માં, પંદર વર્ષની ઉંમરે, લગ્નની તૈયારીઓ થવા લાગી. પણ સાસરિયા પક્ષના કોઈ કારણસર એ વખતે લગ્ન મુલતવી રહ્યાં. ત્યારે તો કોણ જાણતું હતું કે એ લગ્ન સદાને માટે મુલતવી રહેવાનાં હતાં? બળિયાનો ઉપદ્રવ વેપારમાં ભાગ લેતા સુખલાલ આખા કુટુંબની આશા બની ગયા. પણ મધુરી લાગતી આશા ઘણી વાર ઠગારી બનીને આદર્યા અધૂરાં રાખી દે છે. આ કુટુંબને પણ એમ જ થયુંવિ. સં. ૧૯૫૩માં, યૌવનમાં ડગ ભરતી ૧૬ વર્ષની વયે, સુખલાલ બળિયાના ભયંકર રોગમાં ઝડપાઈ ગયા. કાયાના રોમેરોમે આ વ્યાધિનો પંજો ફરી વળ્યો. મરણ પળે પળે ડોકિયાં કરવા લાગ્યું. છેવટે જીવન અને મરણ વચ્ચે અનેક ઝેલાં ખાઈને સુખલાલ બીમારીને તો જીતી ગયા, પણ એમણે જોયું કે આંખોનાં તેજ ઓઝલ થઈ ગયાં હતાં ! આ જીત હાર કરતાંય વસમી થઈ પડી અને જીવન મરણ કરતાંય અકારું થઈ પડ્યું! નેત્રોના અંધકારે અંતરમાં નિરાશાનો સૂનકાર ફેલાવી દીધો. પણ દુઃખના સાચા ઓસડ સમા કેટલાક દિવસો ગયા અને સુખલાલને પોતાના અપાર દુઃખની કળ વળવા લાગી. આંખોમાંથી ચાલ્યા ગયેલાં તેજ અંતરમાં પ્રસરવા માંડ્યાં; અને એ નિરાશા, એ સૂનકાર, એ બેચેની, કમળપત્ર ઉપરથી જળબિંદુ સરી પડે એમ, અંતરમાંથી સરી પડ્યાં. પછી તો ગમે તે થાય તોય ન સૈન્ય ન પાય નો મંત્ર અજમાવીને, મહારથી કર્ણની જેમ માતં તુ પૌરુષે ના શસ્ત્રથી ભાગ્યની સામે ઝૂઝવાનો એમણે સંકલ્પ કરી લીધો અને વિપત્તિને ઉન્નતિનું વાહર બનાવી દીધી. વિપ: સન્તુ નઃ શઋતુ – મહાભારતકારે કુન્તી માતાના મુખમાં મૂકેલું એ વાક્ય આજે પણ એમને એટલું જ પ્રિય છે. બળિયાના આ ઉપદ્રવમાંથી બચીને સુખલાલ સાચે જ નવો અવતાર પામ્યા: બાહોશ વેપારી થવા સર્જાયેલ સુખલાલ વિદ્યા-ઉપાસનાને માર્ગે વળ્યા, અને જન્મ વૈશ્ય હતા તે કર્મે બ્રાહ્મણ (સરસ્વતી પુત્ર) બનવા લાગ્યા. પણ, ૧૬ વર્ષની પલટાર્સ વયે, દ્વિજત્વનો આ સંસ્કાર કેવી ભયંકર રીતે થયો હતો ! Page #13 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા-ઉપાસનાને માર્ગે અંતર્મુખ થયેલું મન આત્મા તરફ વળ્યું અને સુખલાલ વિદ્યા-ઉપાસનાને માર્ગે વળ્યા. પોતાની જિજ્ઞાસાને સંતોષવા તેઓ સાધુ-સાધ્વીઓ અને સંતો-ફકીરોનો સત્સંગ કરવા લાગ્યા. આ સત્સંગનું પરિણામ બે રીતે લાભકારક આવ્યુંઃ એક બાજુ ધર્મશાસ્ત્રોના અભ્યાસથી પ્રજ્ઞામાં વૃદ્ધિ થતી જતી હતી; બીજી બાજુ વ્રતો, નિયમો અને તપને માર્ગે જીવન શીલસંપન્ન બનતું જતું હતું. વિ. સ. ૧૯૫૩થી ૧૯૬૦ સુધીનો છ-સાત વર્ષનો આ સમય સુખલાલના જીવનમાં સક્રાંતિનો સમય બની ગયો. એ સમય દરમિયાન એક વાર એક મુનિરાજના સંગથી મન અવધાનના પ્રયોગો શીખવા તરફ વળ્યું. એકીસાથે પચીસ, પચાસ કે સો વાતો યાદ રાખીને બધાના કડીબદ્ધ જવાબો આપવા એ કેવું અદ્ભુત ગણાય ! પણ થોડા વખતમાં જ સુખલાલને લાગ્યું કે આ પ્રયોગ ન કેવળ વિદ્યોપાર્જનમાં બાધક છે, પણ એથી તો બુદ્ધિમાં વંધ્યત્વ અને જિજ્ઞાસામાં શિથિલતા આવે છે; અને તરત જ એમણે મનને શાસ્ત્રઅભ્યાસમાં પરોવી દીધું. આજે પણ કોઈ અવધાન શીખવાની વાત કરે છે તો પંડિતજી સ્પષ્ટ કહે છે કે બુદ્ધિને વંધ્ય અને જિજ્ઞાસાને કુંઠિત બનાવી દેવી હોય તો એ માર્ગે જજો. આ જ રીતે એક વાર સુખલાલનું મન મંત્રતંત્ર તરફ ગયું. નવરાશ તો ઘણી જ હતી, અને નવા નવા બૌદ્ધિક પ્રયોગો કરવાની હિંમત પણ હવે આવી ગઈ હતી. એમને થયું : જેથી સર્પનું ઝેર ઊતરી જાય કે ઈષ્ટની સિદ્ધિ થાય એવા પ્રયોગો સિદ્ધ કિરીએ તો શું ખોટું ? પણ થોડા અનુભવે જ એમને સમજાઈ ગયું કે એમાં સત્યાંશ જે કાંઈ હો તે હો, પણ મોટે ભાગે તો એ બધું હંબગ જ છે; અને એથી કેવળ અજ્ઞાન, અંધશ્રદ્ધા અને વહેમનું જ પોષણ થાય છે. ખરો મંત્ર તો અખંડ બ્રહ્મચર્ય છે. અને તરત જ તેઓ જ્ઞાનના માર્ગે લાગી ગયા. વિ. સં. ૧૯૬૦ સુધીમાં લીમડી જેવા ગામમાં જે કંઈ જ્ઞાનોપાર્જન થઈ શકે એટલું થઈ ગયું. અર્ધમાગધી ભાષાના આગમ તેમ જ બીજા ગ્રંથો વાંચી-વિચારીને મુખપાઠ કરી લીધા. અનેક સંસ્કૃત રચનાઓ અને રાસાઓ, સ્તવનો, સક્ઝાયો જેવી સંખ્યાબંધ ગુજરાતી કૃતિઓ કંઠસ્થ થઈ ગઈ. હવે નવું કશું ત્યાં મળી શકે એમ ન લાગ્યું. બીજી બાજુ શાસ્ત્રજ્ઞાનને વ્યવસ્થિત કરવું હોય તો સંસ્કૃત ભાષાનું પૂરું જ્ઞાન મેળવ્યા વગર ન ચાલે એ પણ સમજાયું. સારસ્વત વ્યાકરણ તો પૂજ્ય લાધાજી સ્વામી અને તેમના વિદ્વાન શિષ્ય પૂજ્ય ઉત્તમચંદજી સ્વામી પાસે ભણી લીધું જ હતું, પણ એથી સંતોષ કેમ થાય ? અને સંસ્કૃતના વિશિષ્ટ અધ્યયનને માટે લીમડી જેવા ગામમાં બીજી સગવડ પણ શી મળે? – સુખલાલનો આત્મા તલસાટ અનુભવી રહ્યો. પણ હવે કરવું શું? Page #14 -------------------------------------------------------------------------- ________________ XI કાશીમાં વિદ્યાધ્યયન એટલામાં એમણે જાણ્યું કે પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધર્મવિજયજીએ પછીના શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીએ) જૈન વિદ્યાર્થીઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પંડિતો બને એ માટે કાશીમાં શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી છે. સુખલાલને તો ભાવતું ભોજન મળી ગયું. એમણે કુટુંબીજનોથી છૂપી રીતે પત્રવ્યવહાર કરીને બનારસથી મહારાજશ્રીની અનુમતિ પણ મેળવી લીધી. પણ આવા આંખો વિનાના યુવાનને બનારસ જેટલે દૂર મોકલવા માટે કોણ સગાં-વહાલાં તૈયાર થાય? પણ સુખલાલનું મન મક્કમ હતું. જિજ્ઞાસાનો વેગ એટલો પ્રબળ હતો કે એ કશા પણ અવરોધને માનવા તૈયાર ન હતો. સાહસિક વૃત્તિ તો જન્મથી જ મળી હતી. એ વૃત્તિએ જિજ્ઞાસાને સંતોષવા પુરુષાર્થનું રૂપ લીધું. અને એક દિવસે એમણે વડીલોને કહ્યું: “તમે હવે કોઈ મને રોકી શકશો નહીં, જવું એ નક્કી જ છે. નકારશો તો અમંગળ થશે; હું તો જવાનો જ છું.” પંડિતજી એમના સાથી નાનાલાલ સાથે બનારસ માટે રવાના થયા. સાવ અજાણ્યો પ્રદેશ, બહુ લાંબી મુસાફરી અને સાથી સાવ ભલી-ભોળા એટલે રસ્તામાં મુશ્કેલી ઠીક ઠીક પડી. એક વાર તો કુદરતી હાક્ત માટે એક સ્ટેશને ઊતર્યા તો ગાડી જ ઊપડી ગઈ. પણ છેવટે કાશી પહોંચ્યા ખરા. પંડિતજીના જીવનનું પ્રેરક બળ જાગ્રત જિજ્ઞાસા અને એ માટેના અવિરત પુરુષાર્થમાં જ સમાયેલું છે. એ બેથી એમનું જીવન સદા તાજગીભર્યું બની રહે છે. જિજ્ઞાસાને સંતોષવા તેઓ ગમે તેવો પુરુષાર્થ ખેડવા તૈયાર થઈ જાય છે. કાશીમાં પહોંચીને, ભૂખ્યો ભોજનમાં લાગી જાય એમ, સુખલાલ અભ્યાસમાં નિમગ્ન બની ગયા. વિ. સં. ૧૯૬૩ની સાલ સુધીમાં, માત્ર ત્રણ જ વર્ષમાં, અઢાર હજાર શ્લોક પ્રમાણ સિદ્ધહેમ' વ્યાકરણ એમણે કંઠસ્થ કરી લીધું. આજે પણ એ વ્યાકરણનાં સૂત્રો જાણે પંડિતજીની આંગળીઓનાં ટેરવે બેઠાં હોય એ રીતે તેઓ એને યાદ કરી શકે છે.) વ્યાકરણની સાથે સાથે ન્યાય અને સાહિત્યના અભ્યાસનો પણ પ્રારંભ કરી દીધો હતો. અભ્યાસ વધતો ગયો તેમ જિજ્ઞાસા પણ વધતી જ ગઈ, અને નવો નવો પુરુષાર્થ કરવાની પ્રેરણા કરતી જ રહી. સુખલાલને લાગ્યું કે હવે અભ્યાસમાં ધારી રીતે આગળ વધી શકાય એવું પાઠશાળાનું વાતાવરણ નથી, એટલે તેઓ સંસ્થાથી જુદા થઈને બનારસમાં જ ગંગાતીરે, ભદૈનીઘાટ ઉપર રહેવા લાગ્યા. સાથે એમના મિત્ર વ્રજલાલજી પણ. ગયા. Page #15 -------------------------------------------------------------------------- ________________ બનારસ જેટલો દૂર દેશ, કોઈ સગુંવહાલું નહીં, પાસે પૈસાની પૂરતી સગવડ પણ નહીં – પણ જિજ્ઞાસા સંતોષવા માટેના પુરુષાર્થની આડે આવો કોઈ વિચાર સુખલાલને આવ્યો નહીં. છતાં દિવસો તો કઠણાઈના હતા જઃ ઓછામાં ઓછી જરૂરિયાતને પૂરી કરવા માટે ખપપૂરતા પૈસા તો જોઈએ જ ને ! પણ બંને યુવાનો સ્વપ્નદર્શી બન્યા હતા. એમણે વિચાર્યું ઃ અહીંયાં આર્થિક સગવડ મળી જાય તો ઠીક, નહીં તો અમેરિકાના મિ.ોકફેલર ઘણી સ્કૉલરશિપો આપે છે, તો એ મેળવીને જઈ પહોંચીશું અમેરિકા ! પણ ભાવિ યોગે જરૂરી આર્થિક સગવડ મળી ગઈ અને અમેરિકાનો વિચાર વિસારે પડ્યો. હવે તો વિદ્યા-ઉપાર્જનનો ખરેખરો સમય શરૂ થયો. તે કાળે વણિક વિદ્યાર્થીને બ્રાહ્મણ પંડિતો પાસેથી સંસ્કૃત વિદ્યા શીખવી ભારે કઠણ કામ હતું. પણ, બળબળતા તાપમાં કે કડકડતી ટાઢમાં, રોજ આઠ-દસ માઈલ ચાલીને અને પંડિતોને ઘેર ઘેર ફરીને પણ તેઓ થાકચા નહીં. છેવટે ગુરુઓને પ્રસન્ન કરીને તેઓએ પોતાનો હેતુ પાર પાડ્યો. ધીરે ધીરે સુખલાલ, પંડિત સુખલાલજી બનવા લાગ્યા અને એમનું જ્ઞાન તલસ્પર્શી બનવા લાગ્યું. આ ગંગાતીરના વસવાટ દરમિયાન, કોઈ કોઈ વાર પંડિતજી હાથને કાંડે દોરડું બાંધી, એનો છેડો કોઈને સોંપી, ગંગાસ્નાનનો આનંદ માણી લેતા. એક વાર, ઓસરતા પૂરે, કારતક માસમાં, એમ ને એમ નદીમાં ઝંપલાવ્યું અને લાગ્યા તણાવા; પણ એમના મિત્ર વ્રજલાલજી વખતસર મદદે જઈ ચડ્યા. વિ. સં. ૧૯૬૬માં સુખલાલજીને ન્યાયાચાર્યની પરીક્ષા આપવાનો વિચાર થયો. પરીક્ષા આપવા ગયા તો લહીઓ માથાનો મળ્યો ઃ સુખલાલજી લખાવે કંઈ અને લહીઓ લખે કંઈ ! એમણે પોતાની મુશ્કેલી કૉલેજના પ્રિન્સિપાલ શ્રી વેનિસ સાહેબને કહી. એ અંગ્રેજ વિદ્વાને, વિદ્યાર્થીનું દિલ પારખીને, તરત મૌખિક પરીક્ષાની ગોઠવણ કરી દીધી અને પોતે પણ પરીક્ષકોની સાથે બેઠા. પંડિતજીના ઉત્તરો સાંભળી શ્રી. વેનિસ ખૂબ રાજી થયા. અને પરીક્ષકોમાંના એક શ્રી. નામાચરણ ભટ્ટાચાર્ય તો એટલા પ્રસન્ન થયા કે એમણે સુખલાલજીને પોતાની પાસે ભણવા આવવાનું કહ્યું. પંડિતજીનું વિદ્યાર્થીજીવન ધન્ય બન્યું. આ પછી ન્યાયના આચાર્યના ત્રણ ખંડની પરીક્ષા પણ આપી દીધી. પણ છેલ્લી પરીક્ષા વખતે, વિ. સં. ૧૯૬૯માં, પરીક્ષકોનો એવો કડવો અનુભવ થયો કે પરીક્ષા માટે એ કૉલેજ–ભવનમાં ફરી નહીં પ્રવેશવાનો સંકલ્પ કરીને પંડિતજી ચાલતા થયા ! આ પછી છેક ૨૨-૨૩ વર્ષે, વિ. સં. ૧૯૯૨માં, પાઠ્યક્રમસંશોધન સમિતિના સભ્ય તરીકે જ તેઓ એ ભવનમાં માનપૂર્વક ગયા ! Page #16 -------------------------------------------------------------------------- ________________ XII મિથિલાનો પ્રવાસ વિ. સં. ૧૯૬૬-૬૭ સુધીમાં બનારસમાંથી પોતે જે કંઈ મેળવી શકે એમ હતું તે મેળવી લીધું હતું અને છતાંય જિજ્ઞાસા તો વધતી જ જતી હતી. એટલે મન હવે બિહારના વિદ્યાધામ મિથિલા પ્રદેશ તરફ દોડવા લાગ્યું. મિથિલા પ્રદેશ એટલે દરિદ્રતાની જ ભૂમિ. પણ ત્યાંના વિદ્યાધન જ્ઞાનતપસ્વી પંડિતો વિદ્યાના એવા વ્યાસંગી કે દરિદ્રતાનું દુખ જ વિસરી જાય. પંડિતજીએ મુખ્ય મથક તો બનારસમાં જ રાખ્યું, પણ અવારનવાર ત્યાં જઈને વિદ્યાઅધ્યયન કરી આવે. ત્યાંના એમના અધ્યયનનો ખાસ વિષય હતો નવ્ય ન્યાયનો. મિથિલામાં ખાવાનું તો મુખ્ય ભાત-દાળ-શાક જ; પણ કયારેક દહીં મળી જાય તો જમણવાર જેવું લાગતું. ત્યાંનાં ટાઢ અને વરસાદ પણ તોબા પોકરાવે એવાં; એમાં રહેવાનું ઘાસફૂસના છાપરામાં અને સૂવાનું ઘાસની પથારીમાં. પંડિતજી પાસે એક ગરમ સ્વેટર – જિંદગીમાં પહેલી જ વાર ખરીદેલું. સખત શિયાળો ચાલે. ગુરુજીએ એનાં બહુ વખાણ કર્યા. પંડિતજી સમજી ગયાઃ પોતાનું શું થશે એની ચિંતા કર્યા વગર એ ગુરુજીને અર્પણ કરી દીધું અને પોતે ઘાસની પથારી અને ફ્રીત કાંબળાના આધારે શિયાળો વિતાવી દીધો. - મિથિલા પ્રદેશમાં પંડિતજી ત્રણ ગામોમાં ફર્યા. પણ દરભંગામાં જે ગુરુ મળ્યા તેથી એમણે પોતાનો પરિશ્રમ સફળ થયો લાગ્યો. મહામહોપાધ્યાય શ્રી. બાલકૃષણ મિશ્ર હતા તો પંડિતજી કરતાં નાની ઉંમરના, પણ ન્યાયશાસ્ત્ર અને ખાસ કરીને સર્વ દર્શનના પૂરા પારંગત વિદ્વાન સાથે કવિ પણ ખરા; અને સૌથી વિશેષ તો એ ભારે સહૃદય અને સજ્જન પુરુષ. પંડિતજીનું મન એમની પાસે ઠર્યું. અને ગુરુ પણ આ નવા શિષ્ય ઉપર ખૂબ પ્રસન્ન થયા. - શ્રી. બાલકૃષ્ણ મિશ્ર પાછળથી બનારસની ઓરિયેન્ટલ કૉલેજના પ્રિન્સિપાલ બન્યા; અને એમની ભલામણથી મહામના પંડિત માલવીયજી અને સાક્ષરવર્ય શ્રી આનંદશંકર ધ્રુવે, સને ૧૯૩૩ની સાલમાં, પંડિતજીની જૈનદર્શનના અધ્યાપક તરીકે નિમણૂક કરી. બનારસમાં અધ્યાપક બનીને ગયા છતાં પંડિતજી લગભગ હંમેશાં શ્રી બાલકૃષ્ણ મિશ્રના વર્ગમાં હાજરી આપતા – એવો તો પંડિતજીનો જીવંત વિદ્યાર્થીભાવ ! પંડિતજીના મન ઉપર આ ગુરુના પાંડિત્ય અને સૌજન્યની ભારે અસર છે. આજે પણ એમનું નામ આવતાં પંડિતજી ભક્તિ, આદર અને આભારની લાગણીથી ગગદિત બની જાય છે. આ રીતે વિ. સં. ૧૯૬૦થી ૧૯૬૯ સુધીનાં નવ વર્ષ અધ્યયનમાં ગયાં; અને પંડિતજીનો અભ્યાસકાળ એક રીતે પૂરો થયો. હવે મેળવેલ જ્ઞાનધનનું વિતરણ કરવાનો સમય પાકી ગયો. ત્યારે પંડિતજીની ઉંમર ૩૨ વર્ષની હતી. Page #17 -------------------------------------------------------------------------- ________________ XIV એક વાત અહીં નોંધવી જોઈએ કે અભ્યાસકાળના આ બધા સમય દરમ્યાન પંડિતજી કેવળ વિદ્યાધ્યયન જ કરતા રહ્યા એમ નથી; બંગભંગથી શરૂ થઈને જુદા જુદા રૂપે વિકસી રહેલ રાષ્ટ્રીય આંદોલનથી પણ એ માહિતગાર રહેતા, તેમ જ ધાર્મિક અને સામાજિક સમસ્યાઓનો પણ વિચાર કરતા રહેતા. આમ પંડિતજીની દૃષ્ટિ આરંભથી જ વ્યાપક બનવા લાગી હતી. એમ કહી શકાય કે, આ પણ સદા જાગતી રહેતી જિજ્ઞાસાનું જ એક અંગ હતું. અધ્યાપન, ગ્રંથરચના અને બીજી પ્રવૃત્તિ શ્રી. બાબુ દયાલચંદજી જૌહરી વગેરે તરવરતા યુવાનોથી આકર્ષાઈ પંડિતજીએ બનારસના બદલે હવે આગ્રાને કેન્દ્ર બનાવ્યું. ત્યાંથી જુદા જુદા સ્થળે મુનિવરોને ભણાવવા ચાર-છ માસ જાય અને વળી પાછા આગ્રા આવી જાય. આમ ત્રણ-ચાર વર્ષ વીત્યાં ત્યાં તો ગાંધીયુગનાં ત્રંબાળાં દેશના ખૂણે ખૂણે ગાજવા માંડ્યાં. પછી તો પંડિતજીથી કેમ રહી શકાય ? તેઓ ગાંધીજીના કર્મયોગથી આકર્ષાઈને અમદાવાદમાં શરૂઆતમાં કોચરબ આશ્રમમાં અને પછીથી સાબરમતી આશ્રમમાં અવારનવાર જવા લાગ્યા. ગાંધીજીની સાથે બેસીને ઘંટી તાણવાનો લહાવો લેતાં લેતાં હાથમાં ફરફોલી ઊઠ્યાની પંડિતજીની વાત આજે પણ સાંભળનારને ઈર્ષ્યા ઉપજાવે છે. પણ થોડા વખતમાં એમણે જોઈ લીધું કે પોતાના જેવી પરાધીન સ્થિતિવાળાને માટે આ કર્મયોગનું પૂર્ણપણે અનુસરણ શક્ય નથી એટલે એ પાછા બનારસ અને આગ્રા રહેવા ચાલ્યા ગયા. ગાંધીજીના આ સહવાસની કાયમી અસર થઈ: સાદાઈ અને જાતમહેનત તરફ મન વધારે ઢળ્યું. દળવું, વાસણ માંજવાં વગેરે કામો કરવામાં એ આનંદ માનવા લાગ્યા. આ સમય હતો વિ. સં. ૧૯૭૩નો. જીવનનો વધારે સંયમશીલ બનાવવા પાંચ વર્ષ સુધી તો ઘી-દૂધનો પણ ત્યાગ કર્યો અને ખાવા-પીવાની ઝાઝી માથાકૂટ ન કરવી પડે તેમ જ ઝાઝો ખર્ચ વેઠવો ન પડે એ માટે સાવ સાદા ખોરાકને ભરોસે દિવસો કાઢવા લાગ્યા. પણ છેવટે સને ૧૯૨૦માં પંડિતજી ભયંકર હરસના રોગમાં સપડાયા અને મરતા મરતા માંડ બચ્યા. આ બોધપાઠે પંડિતજીને શરીરની દરકાર લેતા કર્યા. અત્યાર સુધી તો પંડિતજીનું મુખ્ય કાર્ય અધ્યાપનનું જ હતું. પણ વિ. સં. ૧૯૭૪ની સાલમાં પૂ. શાંતિમૂર્તિ, સન્મિત્ર મુનિશ્રી કર્પરવિજયજીએ પંડિતજીના મિત્ર વ્રજલાલજીને એક વેળા કહ્યું કે તમે લખી શકો એમ છો. એટલે ગ્રંથો રચો, અને સુખલાલજીથી લખી શકાય એમ નથી એટલે એ વિદ્વાનો તૈયાર કરે. પંડિતજીને આ વાતથી ચાનક ચડી, અને પોતાની લાચારી ખટકવા લાગી. એમને થયું, ભલે હું જાતે લખી ન શકું, પણ લખાવી શકું તો ખરો ને? અને તરત જ એમણે કર્મતત્ત્વજ્ઞાનનો પ્રાકૃતભાષાનો કર્મગ્રંથ' હાથ ધર્યો હિન્દી ભાષામાં અનુવાદ, વિવેચન અને અભ્યાસપૂર્ણ Page #18 -------------------------------------------------------------------------- ________________ XV પ્રસ્તાવના સાથે એ કઠિન ગ્રંથ પ્રગટ થયો ત્યારે પંડિતજીના ગંભીર પાંડિત્યનો વિદ્વાનોને પહેલવહેલો પરિચય થયો. પછી તો ગ્રંથરચનાની પરંપરા જ શરૂ થઈ, જે અત્યારે પણ આજીવન ચાલુ રહી. - આમ ત્રણેક વર્ષ ગયાં, અને પંડિતજીએ આગ્રામાં સન્મતિતર્ક જેવા મહાન દાર્શનિક ગ્રંથના સંપાદનનો આરંભ કર્યો. પણ ત્યાં તો અમદાવાદમાં મહાત્મા ગાંધીજીએ સ્થાપેલ ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં ભારતીય દર્શનશાસ્ત્રોના અધ્યાપક તરીકે જોડાવાનો મિત્રોએ આગ્રહ કર્યો. ગાંધીજી પ્રત્યેનું આકર્ષણ તો હતું જ એમાં જ્ઞાનયોગ સાથે એમના સહવાસનો આ સુયોગ મળ્યો. પંડિતજી વિ. સં. ૧૯૭૮માં ત્યાં જોડાઈ ગયા. ગૂજરાત વિદ્યાપીઠ અને સાબરમતીનો સત્યાગ્રહ આશ્રમ તો તે કાળે દેશનાં તીર્થધામો બની ગયાં હતાં. વિદ્યાપીઠમાં ઉચ્ચ કોટીના અનેક વિદ્વાનોનું જૂથ જામ્યું હતું : કાકા કાલેલકર, આચાર્ય નાનાભાઈ ભટ્ટ, આચાર્ય ગિડવાણી, પંડિત બેચરદાસજી, આચાર્ય જિનવિજયજી, અધ્યાપક ધર્માનન્દ કોસખી, નરહરિભાઈ પરીખ, કિશોરલાલ મશરૂવાળા, શ્રી રામનારાયણ પાઠક, શ્રી રસિકલાલ પરીખ વગેરે કંઈ કંઈ વિદ્વાનો મૂઠી લઈને ખોબો આપવાની સમર્પણવૃત્તિથી ત્યાં આવ્યા હતા. પંડિતજીને આ સુયોગ બની ગમી ગયો. વિદ્યાપીઠમાં રહ્યા તે દરમ્યાન પંડિતજીએ અધ્યાપન સાથે અધ્યાપક કોસબીજી પાસેથી પાલીભાષાનું અધ્યયન કર્યું. ઉપરાંત, ૮-૯ વર્ષના સતત પરિશ્રમને અંતે, પંડિતશ્રી બેચરદાસજીના સહકારમાં, સન્મતિતર્કના સંપાદનનું મહાભારત કામ પણ પૂરે કર્યું. વિદ્વાનોએ એ ગ્રંથ ભૂળ પાંચ ભાગમાં અને અનુવાદ-વિવેચનનો છઠ્ઠો ભાગ)નાં મુક્તકંઠે વખાણ કર્યા. ડૉ. હર્મન યાકોબી, પ્રો. લોયમન અને પ્રો. લ્યુડર્સ જેવા પશ્ચિમના વિદ્વાનોએ પણ એની ખૂબ પ્રશંસા કરી. ગાંધીજીને પણ એથી ખૂબ સંતોષ થયો; અને એમણે તો કહ્યું કે – આટલો શ્રમ લીધા પછી ભલે સુખલાલજી એકાદ વર્ષ આરામ ત્યાં તો સને ૧૯૩૦ની ઐતિહાસિક સાલ આવી પહોંચી. દેશમાં સર્વત્ર સ્વાતંત્ર્યસંગ્રામનાં નગારાં ગગડી રહ્યાં. સત્યાગ્રહના સંગ્રામની હાકલ થઈ ગાંધીજીએ ઐતિહાસિક દાંડીકૂચ કરી અને પંડિતજીના બધા સાથીઓ લડતમાં જોડાઈ ગયા. પંડિતજીનું મન પણ સૈનિક બનવા તલપાપડ બની રહ્યું, પણ એમને માટે એ શક્ય ન હતું. છેવટે મનને સંયમમાં લઈને, એ સમયનો ઉપયોગ એક વધુ સિદ્ધિ મેળવવામાં એમણે કરી લીધો. અંગ્રેજી ભાષામાં દરેક વિષયના નવાનવા ગ્રંથો પ્રગટ થતા જોઈને પંડિતજીને અંગ્રેજી ભાષાની બિનજાણકારી ભારે ખટકતી હતી. એમણે ૧૯૩૩૧નાં વર્ષો Page #19 -------------------------------------------------------------------------- ________________ XVI દરમ્યાન અંગ્રેજી ભાષાનું પ્રાથમિક જ્ઞાન મેળવી લીધું. આ માટે તેઓ સને ૧૯૩૧માં, ત્રણ માસ માટે, શાંતિનિકેતનમાં પણ રહી આવ્યા. પછી સને ૧૯૩૩માં પંડિતજી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાયા. આ સ્થાને દશ વર્ષ સુધી કામ કરીને પંડિતજી સને ૧૯૪૪માં નિવૃત્ત થયા તે દરમ્યાન એમણે અનેક વિદ્વાનો જેને પંડિતજી “ચેતનગ્રંથો’ કહે છે) તૈયાર કર્યા અને અનેક ગ્રંથોનું સંપાદન પણ કર્યું. પંડિતજી બનારસમાંથી નિવૃત્ત થયા ત્યારે તે વખતના હિન્દુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને અત્યારના ઉપરાષ્ટ્રપતિ સર રાધાકૃષ્ણને યુનિવર્સિટીમાં પોતાને યથેષ્ટ સંપાદનનું કામ કરવાનું અને એ માટેના જરૂરી ખર્ચની જોગવાઈ કરી આપવાનું પંડિતજીને કહેવડાવ્યું હતું; પણ પંડિતજીનું મન હવે ગુજરાત તરફ વળ્યું હતું એટલે એમણે એ માગણીનો સ્વીકાર ન કર્યો. વળી આ પહેલાં, કલકત્તા યુનિવર્સિટીના તે વખતના વાઈસ ચાન્સેલર શ્રી. શ્યામાપ્રસાદ મુખરજીએ પણ સર આશુતોષ, ચેઅરના જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાવા કહેવરાવેલું, પણ એનો પણ પંડિતજીએ સ્વીકાર કર્યો નહીં. સમવયસાધક પાંડિત્ય પંડિતજીના અધ્યાપન કે સાહિત્યસર્જનની ત્રણ મુખ્ય વિશેષતાઓ છે: પહેલું તો એ કે નાકૂ નિદ્યતે વિશ્ચિત જે કંઈ ભણાવવું કે લખવું તે આધારભૂત જ હોવું જોઈએ; અને એમાં અલ્પોક્તિ, અતિશયોક્તિ કે કલ્પિત વાતને મુદ્દલ સ્થાન હોવું ન જોઈએ. બીજું, ઐતિહાસિક દૃષ્ટિ એટલે કે સત્યશોધક દષ્ટિ. કોઈ પણ મુદ્દાનો ઉપયોગ પોતે માની લીધેલી વાતને સાચી ઠરાવવા માટે નહીં, પણ એ વાતનું સત્ય રૂ૫ પામવા માટે જ કરવો જોઈએ. ત્રીજું, તુલનાત્મક દૃષ્ટિ. કોઈ પણ ગ્રંથની રચનાની પાછળ અનેક પ્રેરક બળોએ કામ કર્યું હોય છે; ઉપરાંત, એ ગ્રંથમાં પૂર્વકાલીન કે સમકાલીન ગ્રંથોની અસર કે એનાં અવતરણો સુધ્ધાં હોવાનો સંભવ છે. વળી સમાન વિષયના ગ્રંથોમાં, ભાષાભેદ છતાં, વિષયનિરૂપણની અમુક સમાનતા હોવી સ્વાભાવિક છે. એટલે જેણે સત્યની શોધ કરવી હોય તેણે તુલનાત્મક દૃષ્ટિનો સ્વીકાર કરવો જ રહ્યો. આમ કરીને પંડિતજીએ અનેક સાંપ્રદાયિક રૂઢ માન્યતાઓને ફટકો લગાવવા સાથે કેટલાય નવાં વિધાનો કે સત્યો રજૂ કર્યા છે. અને તેથી તેઓ જેમ વિદ્વાનોના પ્રતિભાજન બન્યા હતા તેમ રૂઢિચુસ્તોના ભારે અપ્રીતિભોજન પણ બન્યા હતા. પંડિતજી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, પાલી, મરાઠી અને અંગ્રેજી એટલી ભાષાઓ જાણતા હતા અને પહેલી ત્રણ ભાષાઓમાં તો એમણે લખ્યું છે પણ ખરું. શરૂઆતમાં એમનું વલણ પ્રસ્તાવના વગેરે સંસ્કૃતમાં લખવાનું હતું, પણ પછી એમણે Page #20 -------------------------------------------------------------------------- ________________ XVII ગુજરાતી કે હિન્દી જેવી લોકસુગમ ભાષાનો જ આગ્રહ રાખ્યો. કંઈ પણ લખવું હોય ત્યારે પંડિતજી અનેક ગ્રંથો સાંભળી જઈને એમાંથી કેટલીક નોંધો કરાવી લે, અને કેટલુંક યાદ રાખી લે; પછી સ્વસ્થતાપૂર્વક એકધારું લખાવે જાય. એમની સ્મૃતિ, અને જુદાજુદા મુદ્દાઓને શૃંખલાબદ્ધ કરીને રજૂ કરવાની રીત આશ્ચર્ય ઉપજાવે એવી હતી. પંડિતજીનો મુખ્ય વિષય ભારતીય દર્શનશાસ્ત્રો અને તેમાંય જૈન દર્શન હતો. છતાં દરેક દર્શનનાં મૂળ તત્ત્વોનો અભ્યાસ, તે તે દર્શનના એક સાચા અભ્યાસી તરીકે, પંડિતજીએ કર્યો હતો, એટલે તે તે દર્શનની તાત્વિક માન્યતાને પંડિતજી મૂળભૂત રીતે સ્પર્શી શક્યા હતા. અને આને પરિણામે, આપણા બીજા પંડિતોને જ્યાં એકબીજાં દર્શનોની માન્યતાઓ વચ્ચે પરસ્પર વિરોધ દેખાય છે ત્યાં, પંડિતજીને એમાં સુમેળ સ્થાપી શકે એવાં સમન્વયસાધક તત્ત્વો દેખાય છે. આ રીતે સર્વ ભારતીય દર્શનોની વચ્ચે સમન્વયદષ્ટિની સ્થાપના એ પંડિતજીનું આ ક્ષેત્રમાં મૌલિક અર્પણ લેખાવું જોઈએ. અને હવે તો કેવળ ભારતીય દર્શનો જ શા માટે, દુનિયાનાં બીજાં દર્શનોના થોડા પણ અવલોકને પંડિતજીને એમાં પણ સમન્વયસાધક તત્ત્વનું દર્શન કરાવ્યું હતું, એટલે પંડિતજી સાચા અર્થમાં સર્વદર્શનસમન્વયના સમર્થ પંડિત' બની ગયા હતા. જીવનપદ્ધતિ પંડિતજીની જીવનપદ્ધતિમાં સૌથી પહેલી વાત તો એ હતી કે વધારેમાં વધારે સ્વતંત્રતા ભોગવવા મળે – એટલે કે ઓછામાં ઓછી પરાધીનતા વેઠવી પડે અને બીજાની સેવા ઓછામાં ઓછી લેવાનો વખત આવે – એ રીતે એમણે પોતાનું જીવન સાદું અને ઓછામાં જરૂરિયાતવાળું કેળવ્યું હતું. ખાનપાન, વાચન-લેખન કે મેળ-મુલાકાતનો પંડિતજીનો આખા દિવસનો કાર્યક્રમ નિયત જ હોય : દરેક કાર્ય નિયત સમયે કરવાનો તેઓ આગ્રહ રાખતા હતા અને નિરર્થક કાળક્ષેપ તો એમને નાણાંના દુર્લય જેવો અસહ્ય લાગતો હતો. ખોરાકની પરિમિતતા અને ફરવાની નિયમિતતા એ પંડિતજીની તનની તંદુરસ્તી અને મનની તાળીની ચાવી. ખાધા પછી આળસ આવે તો એ ખાધું ન કહેવાય, એમ પંડિતજી કહેતા અને શરીરને જેટલું પોષણ આપે તેથી વધારે એની પાસેથી કામ લે તો જ એમને નિરાંત થાય. ધનસંચયની જેમ શરીરશક્તિનો સંચય પણ માનવીના પતનનું કારણ બનતો હોવાથી તેઓ શરીરને પુષ્ટ બનાવે એવાં દવા કે ખોરાક કદી લેતા ન હતા. અને તબિયત અસ્વસ્થ થાય ત્યારે પણ નછૂટકે જ દવાનો આશ્રય લેતા. સને ૧૯૩૮માં પંડિતજીને મુંબઈમાં એપેન્ડિસાઈટીસનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. પોતાને આવું દર્દ થયું તેને પંડિતજી પોતાની શરીર તરફની બેદરકારીનું ફળ માનતા હતા અને ત્યારથી ખાન-પાનમાં વિશેષ સાવધ થઈ ગયા હતા. Page #21 -------------------------------------------------------------------------- ________________ XVII કરકસરને પંડિતજી મિત્ર સમાન લેખતા હતા. પણ પોતાના સાથીને સાચવવામાં પૂરેપૂરા ઉદાર રહેતા. પોતાના નિમિત્તે કોઈનું શોષણ તો નથી થતું ને, એની એ પૂરેપૂરી જાગૃતિ રાખતા હતા. કોઈ સાચો જિજ્ઞાસુ કે કોઈ નવી વાતની જાણકાર મળી જાય તો પંડિતજી રાજીરાજી થઈ જાય. પોતાની કે બીજાની જિજ્ઞાસા સંતોષવી એ પંડિતજીને પ્રિયમાં પ્રિય વાત હતી. પંડિતજી કહેતા, બીજા ગમે તે કરે કે કહે, પણ આપણા મનને સ્વસ્થ રાખવું એ આપણા હાથની વાત છે. આ માટે એક વાર એમણે કહેલું કે: આપણા મન ઉપર આપણે કાબૂ રાખી શકીએ છીએ એ વાતનું આપણને ભાન થયેલું હોવું જોઈએ. દાખલા તરીકે, મેં કોઈની પાસે રસનો પ્યાલો માગ્યો. રસ ભરેલો પ્યાલો લાવતાં લાવતાં, ગમે તે કારણે, પડી ગયો, ફૂટી ગયો અને એમાંનો રસ ઢોળાઈ ગયો. આ રીતે દેખીતી રીતે આપણને ગુસ્સો કરવાનું નિમિત્ત મળી જાય છે. પણ આવો ગુસ્સો આવતો હોય ત્યારે આપણે – જેને આધ્યાત્મિક સાધના પસંદ હોય એણે – આટલું જ વિચારવું જોઈએ કે પ્યાલાને પડતો કે તૂટતો બચાવવો કે રસ ઢોળાઈ જતો અટકાવવો એ ભલે મારા હાથની વાત ન હોય; પણ મારા ચિત્તને ક્રોધ કરીને પડતું બચાવી લેવું, એને કાબૂમાં રાખવું એ તો મારા હાથની વાત છે ને !” વ્યાપક દષ્ટિ પંડિતજી મુખ્યત્વે તો જ્ઞાનોપાસનાને જ વરેલા હતાં, છતાં જ્ઞાનને જ સર્વસ્વ માની બેસે એવી સંકુચિત દૃષ્ટિ એમની ન હતી. પોતે દર્શનશાસ્ત્રના નિષ્ણાત કે સંસ્કૃત-પ્રાકૃત-પાલી સાહિત્યના જાણકાર હોવા છતાં જેમ વિદ્યાની જ્ઞાન અને વિજ્ઞાનરૂપે વિકસતી વિવિધ શાખાઓ, જેવી કે માનસશાસ્ત્ર, માનવવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરેનું મૂલ્યાંકન કરી શકતા હતા, તેમ જીવનઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓનું મહત્ત્વ પણ બરાબર સ્વીકારતા હતા. અને તેથી તેઓ શાસ્ત્રીય ચિંતન જેટલો જ રસ લોકસેવાની રચનાત્મક પ્રવૃત્તિ, ઢોરઉછેર, ખેતીવાડી, સ્વચ્છતા, અંબર ચરખો, જાહેર સુખાકારી, હરિજનઉદ્ધારનો પ્રશ્ન, સ્ત્રીઓના પ્રશ્નો, કેળવણી, બોધભાષા જેવા રાષ્ટ્રનિર્માણનાં વિવિધ કાર્યોમાં પણ લેતા હતા, અને પોતાના જીવનનું સમગ્ર માનવજીવન સાથે તાદાત્મય સાધ્યું હતું. અજ્ઞાન, અંધશ્રદ્ધા, વહેમ અને રૂઢિચુસ્તતાની સામે પંડિતજીને ભારે અણગમો હતો. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે કે માનવ માનવ વચ્ચે ઊંચ-નીચપણાની ભાવનાનું પોષણ કરતી સામાજિક વિષમતા જોઈને એમનો આત્મા કકળી ઉઠતો હતો. જે ધર્મે જનતાને અજ્ઞાન, અંધશ્રદ્ધા અને વહેમમાંથી મુક્તિ અપાવવા માટે ઝુંબેશ ચલાવી હતી તે જ ધર્મ કે એનાં શાસ્ત્રોને નામે એ બધા પ્રગતિરોધક દુર્ગુણોનું પોષણ Page #22 -------------------------------------------------------------------------- ________________ XIX . થતું જોઈને પંડિતજીનો પુણ્યપ્રકોપ જાગી ઉઠતો હતો. અને તેઓ બોલી ઉઠતા કે આ તો દ્રાક્ષક્ષેત્રે ગારન્તિ – જેવું થઈ રહ્યું છે ! જ્ઞાનનો હેતુ સત્યનું શોધન અને ક્રિયાનો હેતુ જીવનશોધન એટલે કે અહિંસાનું પાલન છે. એટલે શાસ્ત્રને નામે અંધશ્રદ્ધા કે અજ્ઞાનનું અને ક્રિયાને નામે જડતાનું પોષણ થતું જોઈ પંડિતજી એનો ઉગ્ર વિરોધ કર્યા વગર રહી શકતા ન હતા. પરિણામે તેઓ જુનવાણી કે રૂઢિચુસ્ત વર્ગમાં આકરી ટીકાને પાત્ર થતા છે. જ્ઞાન-સાધનાને સફળ કરવા તેઓ સત્યને સંપ્રદાયથી મહાન માનતા હતા; અને સાંપ્રદાયિક કદાગ્રહ કે મોહને કદી વશ થતા નહી. બુદ્ધિના વિકાસ કે હૃદયની વિશાળતાને રૂંધે એવી કોઈ પણ વાતનું એમને મન કશું જ મૂલ્ય ન હતું. આ રીતે પંડિતજી ક્રાન્તિપ્રિય હોઈ પ્રગતિશીલતા તરફ જ એમનું મન ઢળતું હતું. અને જ્યાં ક્યાંય પણ અન્યાય કે દમન જુએ ત્યાં એ ઊકળી ઊઠે સામાજિક અન્યાયનો ભોગ બનેલી બહેને કે બીજી વ્યક્તિઓને જોઈને એમનું હૃદય દ્રવી જતું. અને એ માટે કંઈક કરે ત્યારે જ એમને સંતોષ થતો હતો. ધાર્મિક અને સામાજિક રોગોના પંડિતજી સાચા પારખુ અને ચિકિત્સક હતા. નિવૃત્તિને નામે સમાજમાં કેળવાતી પ્રવૃત્તિ પ્રત્યેની ઉદાસીનતા એમને બહુ ખરતું હતું. ધાર્મિક પ્રવૃત્તિનો આદર્શ મિત્તિ કે સંવ મૂકું – સમગ્ર વિશ્વ સાથેનો અદ્વૈત ભાવ – એટલે કે અહિંસાનો પૂર્ણ સાક્ષાત્કાર – હોઈ એમાં સંપ્રદાયવાદ કે વાડાબંધીને મુદ્દલ અવકાશ ન હોઈ શકે એમ તેઓ માનતા હતા. અને સામાજિક પ્રવૃત્તિનો એમનો આદર્શ સ્ત્રી-પુરુષની અને મનુષ્યમાત્રની સમાનતા હતી. પંડિતજી પ્રેમના સદા ભૂખ્યા છતાં ખુશામતથી સદા અળગા રહેતા અને જેટલા વિનમ્ર હતા એટલા જ મક્કમ હતા. સાચી વાત શાંતિથી મીઠાશપૂર્વક તેઓ કહી શકતા. હતા અને જરૂર પડ્યે કડવું કહેતાં પણ તેઓ ખમચાતા ન હતા. પંડિતજીની વ્યવહારકુશળતા જાણીતી હતી. કુટુંબના કે ઘરના અટપટા પ્રશ્નોમાં તેઓ સાચો વ્યવહારુ ઉકેલ સૂચવી શકતા હતા અને ચકોર તો એવા કે એક વખત વ્યક્તિ કે સ્થળની મુલાકાત લીધી હોય તો એને કદી ભૂલે નહીં, અને ક્યારેક એનું વર્ણન કરવા બેસે તો સાંભળનાર ન માની શકે કે આ કહેનાર વ્યક્તિ ચક્ષુહીન છે. એમના હૃદયનાં દ્વાર સદા ખુલ્લાં હોય એટલે તેઓ અનેક ભાઈ-બહેનોના મિત્ર, મુરબ્બી કે પિતા તરીકેનું સ્થાન ભોગવતા હતા. ગાંધીજી પ્રત્યે પંડિતજીને ખૂબ ભક્તિ હતી, અને એમની રાષ્ટ્રનિર્માણની બધી પ્રવૃત્તિઓ તેમ જ પૂ. વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિમાં તેઓ ખૂબ આદર અને શ્રદ્ધા ધરાવતા હતા. પોતાની લાચાર સ્થિતિના કારણે પોતે એવી રચનાત્મક પ્રવૃત્તિમાં સીધેસીધો ભાગ લઈ નથી શકતા એનું એમને દુઃખ લાગ્યા કરતું હતું. Page #23 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ભૂદાનકાર્યકરોએ તો પંડિતજીને પોતાના જ બનાવી દીધા હતા. પૂજ્ય રવિશંકર મહારાજ પ્રત્યે તો આદર હોય જ; પણ “TTI: પૂનાનાપુ ના જ નિ વવ:' એ વચન મુજબ શ્રી. નારાયણ દેસાઈ જેવા નવયુવકોની સેવા પ્રવૃત્તિ પ્રત્યે પણ આદર અને ભક્તિ વ્યક્ત કરતાં પંડિતજીને સંકોચ થતો ન હતો. પ્રવૃત્તિપરાયણ નિવૃત્તિ બનારસથી નિવૃત્ત થઈને પંડિતજી મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં માનદ અધ્યાપક તરીકે જોડાયા. પણ મુંબઈનો વસવાટ પંડિતજીને બહુ ફાવ્યો નહીં, એટલે ત્યાંથી થોડો વખત બનારસ જઈ આવી, સને ૧૯૪થ્થી તેઓ અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના શ્રી. ભો. જે. વિદ્યાભવનના માનદ અધ્યાપક તરીકે કામ કર્યું હતું. અને અમદાવાદમાં કાયમી વસવાટ કરીને રહ્યા હતા. એમનો આ નિવૃત્તિકાળ એમના પ્રવૃત્તિકાળ કરતાં જરાય ઓછો ઊતરે એવો ન હતો. વિદ્યાની પ્રવૃત્તિ તો આજીવન અખંડ ધારાએ ચાલ્યા જ કરી હતી. અને જાણે કોઈ પ્રાચીન ઋષિઆશ્રમના કુલપતિ હોય એમ અનેક વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વિદ્વાનોને એમનું માર્ગદર્શન મળ્યા જ કરતું. પોતાની પાસે જે કોઈ આવે એને કંઈક ને કંઈક આપી છૂટીને માનવતા પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરવા પંડિતજી સતત પ્રયત્નશીલ રહેતા હતા. તા. ૧૬-૨-૫૭ના રોજ ગુજરાતના યુવાન ભૂદાનકાર્યકર શ્રી. સૂર્યકાંત પરીખ ઉપર પત્ર લખતાં પૂ. વિનોબાજીએ પંડિતજી માટે સાચું જ કહ્યું છે કે: – ____ पं. सुखलालजीकी आपको विचारशोधनमें मदद मिलती है यह जानकर मुझे खुशी हुई। मदद देनेको तो वे बैठे ही है । मदद लेनेवाला कोई मिल जाता है उसीका अभिनन्दन करना चाहिये ।' વિદ્વત્તાનું બહુમાન સને ૧૯૪૭માં, જૈન સાહિત્યની નોંધપાત્ર સેવા બજાવવા બદલ, ભાવનગરની શ્રી. યશોવિજય જૈન ગ્રંથમાલા તરફથી શ્રીવિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક પ્રથમ) અર્પણ થયો. સને ૧૯૫૧માં તેઓ ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના લખનૌ મુકામે મળેલ ૧૬મા અધિવેશનમાં જૈન અને પ્રાકૃત વિભાગના અધ્યક્ષ થયા. સને ૧૯૫૫માં અમદાવાદની ગુજરાત વિદ્યાસભાની શ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ-વ્યાખ્યાનમાળામાં “અધ્યાત્મવિચારણા' સંબંધી ત્રણ વ્યાખ્યાનો આપ્યાં. સને ૧૯૫૬માં વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ તરફથી, દર્શન અને આધ્યાત્મિક ગ્રંથો રચીને હિન્દી ભાષાની સેવા કરવાના બદલામાં, રૂ. ૧૫૦૧નો મહાત્મા ગાંધી પુરસ્કાર પાંચમો) મળ્યો. (ચોથો પુરસ્કાર પૂ. વિનોબાજીને મળ્યો હતો.) Page #24 -------------------------------------------------------------------------- ________________ XXI સને ૧૯૫૭માં મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા તરફથી મહારાજા સયાજીરાવ ઓનરેરિયમ લેકચર્સમાં ભારતીય તત્ત્વવિદ્યા' ઉપર પાંચ વ્યાખ્યાનો આપ્યાં. સને ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ લેટર્સ (D. Litt.)ની માનદ ડિગ્રી આપવાનો નિર્ણય કર્યો. સને ૧૯૫૭માં, અખિલ ભારતીય ધોરણે રચાયેલ પંડિત સુખલાલજી સન્માન સમિતિ દ્વારા, મુંબઈમાં પંડિતજીનું જાહેર સન્માન કરીને એમને સન્માન થેલી અર્પણ કરવામાં આવી, અને એમના લેખસંગ્રહો (બે ગુજરાતી અને એક હિન્દી એમ ત્રણ ગ્રંથો)નું પ્રકાશન જાહેર કરવામાં આવ્યું. સાહિત્ય સર્જન પંડિતજીએ સંપાદિત, સંશોધિત, અનૂદિત અને વિવેચિત કરેલા ગ્રંથોની યાદી નીચે મુજબ છે : ૧) આત્માનુશાસ્તિકુલકઃ પૂર્વાચાર્યકૃત) મૂળ પ્રાકૃતઃ ગુજરાતી અનુવાદ (ઈ. સ. ૧૯૧૪-૧૫). (૨-૫) કર્મગ્રંથઃ પ્રથમ ચાર : દેવેન્દ્રસૂરિકૃત; મૂળ પ્રાકૃતઃ હિન્દી અનુવાદ, વિવેચન, પ્રસ્તાવના, પરિશિષ્ટ યુક્ત; ઈ. સ. ૧૯૧૭થી ૧૯૨૦ સુધીમાં. (૬) દડક : પૂર્વાચાર્યત પ્રાકૃત જન પ્રકરણ ગ્રંથ; હિન્દીસાર; . સ. ૧૯૨૧. ૭) પંચ પ્રતિક્રમણઃ જૈન આચાર વિષયક ગ્રંથ; મૂળ પ્રાકૃત, હિન્દી અનુવાદ, વિવેચન, પ્રસ્તાવના યુક્ત; ઈ. સ. ૧૯૨૧ (૮) યોગદર્શનઃ મૂળ પાતંજલ યોગસૂત્ર; વૃત્તિ ઉપાધ્યાય યશોવિજયજીકૃત; તથા શ્રીહરિભદ્રસૂરિકૃત પ્રાકૃત યોગવિંશિકા મૂળ, ટીકા સંસ્કૃત, ઉપાધ્યાય યશોવિજયજીકૃત; હિન્દી સાર-વિવેચન તથા પ્રસ્તાવના યુક્ત; ઈ. સ. ૧૯૨૨. છે. સન્મતિતર્ક: મૂળ પ્રાકૃત સિદ્ધસેન દિવાકરકૃત; કા સંસ્કૃત શ્રી અભયદેવસૂરિકત; પાંચ ભાગ; છઠ્ઠો ભાગ મૂળ અને ગુજરાતી સાર-વિવેચન તથા પ્રસ્તાવના યુક્ત; પંડિત શ્રી બેચરદાસજીના સહકારમાં; ઈ. સ. ૧૯૨૫થી ૧૯૩૨ સુધીમાં. (૧૦) જૈનદષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર ગુજરાતી; પંડિત બેચરદાસજીના સહકારમાં. (૧૧) તત્ત્વાર્થસૂત્ર: ઉમાસ્વાતિ વાચકકૃત સંસ્કૃત; સાર-વિવેચન, વિસ્તૃત પ્રસ્તાવના યુક્ત; ગુજરાતી તથા હિન્દીમાં; ઈ. સ. ૧૯૩૦. (૧) ન્યાયવતાર: સિદ્ધસેનાદિવાકરકૃત મૂલ સંસ્કૃત, અનુવાદ-વિવેચન પ્રસ્તાવના યુક્ત; ઈ. સ. ૧૯૨૭. (૧૩) પ્રમાણમીમાંસાઃ હેમચંદ્રાચાર્યકૃત મૂળ સંસ્કૃત, હિન્દી પ્રસ્તાવના તથા ટિપ્પણયુક્ત; ઈ. સ. ૧૯૩૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ XXII (૧) જૈનતર્કભાષા ઉપાધ્યાય યશોવિજયજીકૃત મૂળ સંસ્કૃત, હિન્દી પ્રસ્તાવના તથા સંસ્કૃત ટિપ્પણયુક્ત સંપાદન; સાલ ઈ. સ. ૧૯૩૯. (૧૫) જ્ઞાનબિન્દુ ઉપાધ્યાય યશોવિજયજીકૃત મૂળ સંસ્કૃત, હિન્દી પ્રસ્તાવના તથા સંસ્કૃત ટિપ્પણયુક્ત સંપાદન; ઈ. સ. ૧૯૪૦. (૧૬) તત્ત્વોપદ્ધવસિંહ: જયરાશિફત ચાર્વાક પરંપરાનો સંસ્કૃત ગ્રંથ; અંગ્રેજી પ્રસ્તાવના યુક્ત સંપાદન; ઈ. સ. ૧૯૪૦. (૧૭) હેતુબિંદુ બૌદ્ધ ન્યાયનો સંસ્કૃત ગ્રંથ; મૂળકર્તા ધર્મકીર્તિ, ટીકાકાર અર્સટ; અનુટીકાકાર દુર્વેક મિશ્ર; અંગ્રેજી પ્રસ્તાવનાયુક્ત સંપાદન; ઈ. સ. ૧૯૪૯, (૧૮) વેદવાદદાત્રિશિકાઃ સિદ્ધસેન દિવાકરકૃત સંસ્કૃત, ગુજરાતીમાં સારવિવેચન, પ્રસ્તાવના; ઈ. સ. ૧૯૪૬. (૧૯) આધ્યાત્મિક વિકાસક્રમ: ગુણસ્થાનના તુલનાત્મક અધ્યયનને લગતા ત્રણ લેખો; ઈ. સ. ૧૯૨૭. (૨) નિર્ગથ સંપ્રદાયઃ અગત્યના પ્રાચીન મુદ્દાઓનું ઐતિહાસિક નિરૂપણ; હિન્દીમાં; ઈ. સ. ૧૯૪૭. (ર૧) ચાર તીર્થકર : ભગવાન ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ તથા મહાવીર વિષયક લેખોનો સંગ્રહ; હિન્દીમાં; ઈ. સ. ૧૯૫૪. (૨૨) ધર્મ ઔર સમાજ: લેખોનો સંગ્રહ; હિન્દીમાં ઈ. સ. ૧૯૫૧. (ર) અધ્યાત્મવિચારણા: ગુજરાત વિદ્યાસભાની શ્રી. પોપટલાલ હેમચંદ અધ્યાત્મવ્યાખ્યાનમાળામાં આપેલ આત્મા, પરમાત્મા અને સાધનાને લગતાં ત્રણ વ્યાખ્યાનો; ગુજરાતીમાં; ઈ. સ. ૧૫૬. (રજી ભારતીય તત્ત્વવિદ્યા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તરફથી મહારાજા સયાજીરાવ ઓનરેરિયમ લેક્ટર્સમાં આપેલ જગત, જીવ અને ઈશ્વરને લગતાં પાંચ વ્યાખ્યાનો. આ ઉપરાંત દાર્શનિક, ધાર્મિક, સાહિત્યિક, સામાજિક અને રાષ્ટ્રીય વિષયોને લગતા ઘણા લેખો પંડિતજીએ ગુજરાતી કે હિન્દી ભાષામાં લખેલ છે, જેમાંના મોટા ભાગના લેખો પંડિત સુખલાલજી સન્માન સમિતિ’ તરફથી પ્રગટ થયેલ ‘દર્શન અને ચિંતન' નામના ગુજરાતી ભાષાના બે ગ્રંથોમાં અને “દર્શન ઔર ચિંતન' નામક હિન્દીના એક ગ્રંથમાં સંગ્રહીત થઈ ગયા છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રવચન. . . . • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • . . ૪૫ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • . . . . ૬૦ • • • • ૧. મંગળ પ્રવચન. . . . . . . . . . . ૨. મંગળ પ્રવચન . ૩. જીવનશિલ્પનું મુખ્ય સાધન ........ • • • ૪. જીવનપથ . ...................... ૫. ધર્મ ક્યાં છે? . . ૬. ધર્મપ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓ .. ૭. ધર્મ અને પંથ .. ૮. નીતિ, ધર્મ અને સમાજ . ૯. ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા..... ૧૦. ધાર્મિક શિક્ષણ. . ૧૧. ધર્મદષ્ટિનું ઊર્તીકરણ . ૧૨. પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ..... ૧૩. યુવકોને ... ૧૪. પાંચ પ્રશ્નો.... ૧૫. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ. . . . . ૧૬, જૈન સમાજ: હિંદુ સમાજ. ............... ૧૭. જૈન ધર્મ - જૈન સમાજ: હિંદુ ધર્મ - હિંદુ સમાજ ૧૮. પુણ્ય અને પાપ : એક સમીક્ષા............... ૧૯. શાસ્ત્રમર્યાદા..................... ૨૦. શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ? . . . ૨૧. સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા . ..... ૨૨. સ્વતંત્રતાનો અર્થ .. ૨૩. લોકતંત્રનો મુખ્ય પાયો......... ૨૪. સત્તાબળ અને સત્યબળ.... ૨૫. સ્વરાજ્યને છઠે વર્ષે ........ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • - , , , , , , , જ . . . . . . • • • • • • • • . ૧૦૬ . . . . . ૧૦૮ • • • ૧૨૧ . ૧૨૬ ૧૩૭ ૧૪૨ ૧૪૫ • • • • • • • • • • • . . . . . . . . . . . . . . . . ૧૪૮ ૧૪૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ XXIV ૧૫૫ ..... - ૨૬. સ્વરાજ્ય અને સુરાજ્ય.......... ૨૭. હરિજનો અને જૈનો.... ૨૮. રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ....... ૨૯. મોન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારો .. ૧૭૫ ૩). વિચારકણિકા.... ૩૧. યુગ સમાનતાનો છે.............. પરિશિષ્ટઃ “દર્શન અને ચિંતન' ગ્રંથમાળાના ભાગ ૧થી ૬ની અનુક્રમણિકા .................... ૧૯૩ સૂ િ .... • • • • • • ••• . . . . . . . . . . ૧૮૧ • • • • • - - - , , 1 0 Page #28 -------------------------------------------------------------------------- ________________ સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પં. સુખલાલજી જે બંધન કે જે કર્તવ્ય ભય કે સ્વાર્થમૂલક હોય છે તે નીતિ; અને જે કર્તવ્ય ભય કે સ્વાર્થમૂલક નહિ પણ શુદ્ધ કર્તવ્ય ખાતર જ હોય છે અને જે કર્તવ્ય માત્ર યોગ્યતા ઉપર જ અવલંબિત હોય છે તે ધર્મ. નીતિ અને ધર્મ વચ્ચેનો આ તાવત કાંઈ નાનોસૂનો નથી. જો આપણે જરીક ઊંડા ઊતરીને તપાસીશું તો સ્પષ્ટ દેખાશે કે નીતિ એ સમાજના ધા૨ણ અને પોષણ માટે આવશ્યક છતાં પણ તેનાથી સમાજનું સંશોધન થતું નથી. સંશોધન એટલે શુદ્ધિ અને શુદ્ધિ એટલે જ ખરો વિકાસ એ સમજ જો વાસ્તવિક હોય તો એમ કહેવું જોઈએ કે એવો વિકાસ ધર્મને જ આભારી છે. જે સમાજમાં ઉપર કહેલ ધર્મ જેટલે અંશે વધારે અનુસરતો હોય તે સમાજ તેટલે અંશે ચડિયાતો. - Page #29 -------------------------------------------------------------------------- ________________ જે ધર્મ સૌને એકસરખો પ્રકાશ આપવાની અને સૌને સમાનભાવે જોવાની દૃષ્ટિ અર્પવાની શક્તિ ધરાવે છે તે જ ધર્મ પંથોમાં અટવાઈ અસ્તિત્વ ગુમાવી દે છે. પંથપોષક વર્ગ જ્યારે ધર્મનાં પ્રવચનો કરે ત્યારે આખા જગતને સમભાવે જોવાની અને સૌની નિર્ભેળ સેવા કરવાની વાત કરે છે અને એ વાત પોતાનાં શાસ્ત્રોમાંથી તારવી બતાવે છે, પણ જ્યારે એમના વર્તન તરફ નજર કરીએ ત્યારે જે અસંગતિ તેમની રહેણી-કહેણી વચ્ચે હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. સેવા, સંપૂર્ણ ત્યાગ અને અહિંસાનો મહિમા ગાનાર તેમજ તેના પ્રચાર માટે ભેખ લેનાર વર્ગ લોકોએ પરસેવો ઉતારી પેદા કરેલ પૈસા જ્યારે માત્ર પોતાની સેવા ખાતર વપરાવે છે અને તદ્દન નકામા તેમજ બોજારૂપ થઈ પડે એવા ક્રિયાકાંડો, ઉત્સવો, આડંબરો અને પધરામણીઓમાં તે પૈસો ખર્ચાવી ઊલટું ધર્મકૃત્ય કર્યાનો સંતોષ પોષે છે, ત્યારે સમજદાર માણસનું મન કકળીપોકારી ઊઠે છે કે આવા આડંબરો અને ધર્મને શી લેવા-દેવા ? ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ, તેમજ એ બે તત્ત્વોની દોરવણી નીચે ઘડાતો જીવનવ્યવહાર. આ જ ધર્મ પારમાર્થિક છે. બીજા જે વિધિનિષેધો, ક્રિયાકાંડો, ઉપાસનાના પ્રકારો વગેરે ધર્મની કોટિમાં ગણાય છે, તે બધા જ વ્યાવહારિક ધર્મો છે અને તે ત્યાં લગી અને તેટલે જ અંશે યથાર્થ ધર્મના નામને પાત્ર છે, જ્યાં લગી અને જેટલે અંશે તે ઉક્ત પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય છે. પારમાર્થિક ધર્મ એ જીવનની મૂલગત તેમજ અદશ્ય વસ્તુ છે. તેનો અનુભવ કે સાક્ષાત્કાર તે ધાર્મિક વ્યક્તિને જ હોય છે, જ્યારે વ્યાવહારિક ધર્મ દશ્ય હોઈ પપ્રત્યેય છે. પારમાર્થિક ધર્મનો સંબંધ ન હોય તો ગમે તેટલા જૂના અને બહુસંમત બધા જ પની વસ્તુતઃ ધમભાસ જ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧. મંગળપ્રવચન મારો પરિચય કરાવતાં શ્રીયુત મોતીચંદભાઈએ કહ્યું છે કે હું વીસમી સદીના વિચાઅવાહો અને દૃષ્ટિબિંદુઓથી પરિચિત છું. તેમના આ કથનમાં સત્ય હોય તો હું મારી દષ્ટિએ તેનું સ્પષ્ટીકરણ કરવા ઇચ્છું . ભાગ્યે જ આઠસો માણસની વસ્તીવાળા એવા એક ગંદા ગામડામાં મારો જન્મ અને ઉછેર છે. આધુનિક સંસ્કાર, શિક્ષણ અને સાધનનો સાવ અભાવ હોય તેવા જ વાતાવરણમાં હું ઓગણીસમી સદીમાં ઊછર્યો અને ભણ્યો છું. ગુજરાતી ગામડિયા નિશાળથી આગળ મારે માટે કોઈ શિક્ષણનું વાતાવરણ હતું જ નહિ. મને યાદ છે ત્યાં સુધી મેં વીસેક વર્ષની ઉંમરે એકાદ સાંપ્રદાયિક માસિકનું નામ સાંભળ્યું હતું. ઓગણીસમી કે વીસમી સદીના કૉલેજ અને યુનિવર્સિટીના શિક્ષણવિષયક લાભો મેં મેળવ્યા નથી. આ દૃષ્ટિએ હું એક રીતે ઓગણીસમી સદીનોયે નહિ, પણ ચૌદમી સદીનો ગણાવા યોગ્ય છું. આ બધું સત્ય હોવા છતાં, તેઓ કહે છે તેમ, જો હું વીસમી સદીનો હોઉં તો એક અર્થમાં તે સાચું છે. તે અર્થ એટલે ગમે તે કાળના, ગમે તે દેશના કે ગમે તે વિષયના જૂના કે નવા વિચારો મારી સન્મુખ આવે છે ત્યારે હું તે ઉપર કશા જ બંધન સિવાય સંપૂર્ણ મુક્તમને વિચાર કરું છું, અને તેમાંથી સત્યાસત્ય તારવવા હું યથાશક્તિ પ્રયત્ન કરું છું. મારા આ પ્રયત્નમાં મને જાતિ, ધર્મ, સંપ્રદાય, શાસ્ત્ર કે ભાષાના પૂર્વગ્રહો ભાગ્યે જ જકડી રાખતા હશે. હું આચરી શકું કે નહિ તે પ્રશ્ન પુરુષાર્થનો છે, પણ હું જિજ્ઞાસા અને વિચારની દૃષ્ટિએ મારા મનનાં બધાં દ્વારો એટલે સુધી ખુલ્લાં રાખવા કાળજી લેવું છું કે રખે કોઈ જ્ઞાતવ્ય એવો સત્ય અંશ માત્ર પૂર્વગ્રહ અને ઉપેક્ષાને કારણે ધ્યાન બહાર રહી ન જાય. મનને પૂર્વગ્રહો અને સંકુચિતતાનાં બંધનોથી પર રાખી તથ્ય જાણવા, વિચારવા અને તેને સ્વીકારવાની તત્પરતા સેવવી એ જો વીસમી સદીનું લક્ષણ હોય તો, હું તે અર્થમાં વીસમી સદીનો ગણાઉં ખરો; ભલે બીજા અર્થમાં હું ઓગણીસમી કે ચૌદમી સદીનો હોઉં. હું એમ માનું છું કે સત્યની જિજ્ઞાસા અને શોધ કોઈ પણ એક સદીને વરેલી નથી. દરેક સદી અને યુગમાં, ઇચ્છે તેને માટે, એનો સંભવ છે અને બીજાને માટે ગમે તે સદીમાં અને ગમે તે યુગમાં પણ એનાં દ્વાર બંધ જ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ આ અંગત ચર્ચાથી હું આપ બધાનું ધ્યાન બે મુદ્દા તરફ ખેંચું છું: એક તો જીવનમાં હંમેશાં વિદ્યાર્થીપણું ચાલુ રાખવું અને કેળવવું, અને બીજો મુદ્દો એ કે વિદ્યાર્થીપણું પણ મુક્તમને એટલે કે નિર્બન્ધન અને નિર્ભયપણે કેળવવું. વિદ્યાર્થીત્વ માનસતત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો વિદ્યાર્થીપણાનાં એટલે સંસ્કાર ગ્રહણ કરવાની યોગ્યતાનાં બીજો બાળકનાં માતા-પિતા દાંપત્યજીવનમાં પ્રવેશ કરે ત્યારથી જ તેમની મનોભૂમિકા રૂપે સંચિત થવા લાગે છે, અને તે બીજો ગર્ભાધાનના સમયથી વ્યક્ત રૂપ ધારણ કરતાં જાય છે. પણ આપણું ગુલામી માનસ આ સત્ય વસ્તુનું આકલન કરી શકતું નથી. શિશુ, કિશોર અને કુમાર અવસ્થાના વિદ્યાર્થીજીવનને કાળજીભરેલી સુવિચારિત દોરવણી મળતી હોય એવા દાખલા આપણે ત્યાં બહુ પ્રયત્ન પણ ભાગ્યે જ જોવા મળશે. આપણા સામાન્ય વિદ્યાર્થીઓનું જીવન નદી-પટમાંના પાષાણની પેઠે આકસ્મિક રીતે જ ઘડાય છે, અને આગળ વધે છે. નદીના પટમાંનો પથ્થર જેમ અવારનવાર પાણીના પૂરના ધસારાથી ઘસાતો ક્યારેક આપમેળે ગોળમટોળ સુંદર આકાર ધારણ કરે છે, તેમ આપણો સામાન્ય વિદ્યાર્થીવર્ગ નિશાળ અને સ્કૂલનાં, સમાજ, રાજ્ય તેમજ ધર્મશિરતાજનાં વિવિધ નિયંત્રણોવાળી શિક્ષણપ્રણાલિકાના જંતરડામાંથી પસાર થઈ એક યા બીજી રીતે ઘડાય છે. સોળ વર્ષ સુધીનું વિદ્યાર્થીજીવન બીજાના ગળણે વિદ્યાપાન કરવામાં વીતે છે. એટલે આપણે ત્યાં ખરા વિદ્યાર્થીજીવનનો પ્રારંભ સ્કૂલ છોડી કૉલેજમાં પ્રવેશ કરતી વખતે જ થાય છે. એ વખતે વિદ્યાર્થીનું માનસ એટલું તો પક્વ થઈ જાય છે કે હવે તે આપમેળે શું શીખવું, શું ન શીખવું? સત્ય અને શું અનુપયોગી ? – એ બધું વિચારી શકે છે. તેથી વિદ્યાર્થીજીવનમાં કૉલેજકાળ ભારે અગત્યનો ભાગ ભજવે છે. પહેલાંની અપક્વ અવસ્થામાં રહી ગયેલી ત્રુટિઓ કે થયેલી ભૂલો સુધારવી એ કામ કરવા ઉપરાંત કોલેજજીવનમાં આખા જીવનને સ્પર્શે અને ઉપયોગી થાય એવી સમર્થ તૈયારી કરવાની હોય છે, અને તે વખતે એટલી જવાબદારી વિચારવા અને નિભાવવા પૂરતી બુદ્ધિ અને શરીરની તૈયારી પણ હોય છે. તેથી આ સમય દરમ્યાન વિદ્યાર્થીએ લેશ પણ ગાફેલ રહેવું એ જીવનના મધ્યબિંદુ ઉપર જ કુઠારાઘાત કરવા જેવું છે. હું થોડુંઘણું કૉલેજના વિદ્યાર્થીઓ વચ્ચે રહ્યો છું અને મેં જોયું છે કે તેમાંના બહુ જ ઓછા વિદ્યાર્થીઓ મળેલ તક અને શક્તિનો સંપૂર્ણ જાગૃતિપૂર્વક ઉપયોગ કરે છે. પરીક્ષામાં યેન કેન પ્રકારેણ પસાર થઈ જવું એ ધોરણ સામાન્ય હોવાથી વિદ્યાર્થીનો પુષ્કળ કીમતી સમય અને તેની શક્તિસંપત્તિ કાર્યસાધક રીતે વપરાતાં નથી. મારા એક મિત્ર, જેઓ કુશળ વકીલ અને પ્રજાસેવક છે, તેમણે મને કહેલું કે અમે વિદ્યાર્થીઓ – ખાસ કરીને બુદ્ધિમાન ગણાતા વિદ્યાર્થીઓ – દિવસ અને રાતનો મોટો ભાગ ગપગોળા. Page #32 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન - ૫ અને અનાવશ્યક વાગ્યુદ્ધમાં વેડફી નાંખતા અને એમ માની લેતા કે પરીક્ષા પાસ કરવી એમાં તે શું ? જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે તૈયારી કરી લઈશું અને એ પ્રમાણે કરી પણ લેતા, પરંતુ જ્યારે બી. એ. પાસ થયા અને આગળ ઊંડા અધ્યયનનો વિચાર આવ્યો ત્યારે એમ જણાયું કે અમે શરૂઆતનાં ચાર વર્ષોનો ઘણો સમય ખોટી રીતે બરબાદ કર્યો છે. એ વખતે બધા જ સામર્થ્ય અને સમયનો યોગ્ય રીતે કરકસરપૂર્વક નિયમિત સદુપયોગ કર્યો હોત તો અમે ખાતરીથી કૉલેજજીવનમાં મેળવ્યું છે તે કરતાં બહુ વધારે મેળવી શક્યા હોત. હું ધારું છું કે મારા એ મિત્રની વાત તદ્દન સાચી છે અને દરેક કોલેજિયનને ઓછેવત્તે અંશે લાગુ પડે છે. તેથી હું દરેક વિદ્યાર્થી, જે અત્યારે કોલેજમાં નવો દાખલ થયો હોય કે આગળ વધેલો હોય, તેનું ધ્યાન આ મુદ્દા તરફ ખેંચું છું. કૉલેજના જીવનમાં એટલી બધી સારી તકો છે કે માણસ પોતે ધારે તો પોતાનું સંપૂર્ણ નવસર્જન કરી શકે છે. તેમાં જુદા જુદા વિષયના સમર્થ અધ્યાપકો, જોઈએ તેવું પુસ્તકાલય, અને નવીન શોણિતના ઉત્સાહથી થનગનતા વિદ્યાર્થીઓનો સહચાર, એ જીવન તૈયાર કરવા વાસ્તુની મૂલ્યવતી સંપત્તિ છે. માત્ર તેનો ઉપયોગ કરવાની જીવનકળા હસ્તગત હોવી જોઈએ. જીવનકળા વિદ્યાર્થીજીવનમાં જો કંઈ સિદ્ધ કરવા જેવું તત્ત્વ મને લાગ્યું હોય તો તે જીવનકળા છે. જે જીવવાની કળા હસ્તગત કરે છે તેને સાધનો તથા સગવડની ઊણપ વિષે ફરિયાદ કરવાપણું હોતું નથી. તે તો પોતાની સામે જેટલાં અને જેવાં સાધનો હોય, જેટલી અને જેવી સગવડ હોય તેનો એવી સજીવ કળાથી ઉપયોગ કરે છે કે તેમાંથી જ તેની સામે આપોઆપ નવાં સાધનોની સૃષ્ટિ ઊભી થાય છે, તે વણમાગી આવી ઊભી રહે છે. જે આવી જીવનકળા જાણતો ન હોય તે હંમેશાં આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી એવી ફરિયાદ કર્યા જ કરે છે, અને તેની સન્મુખ ગમે તેટલાં અને ગમે તેવાં સાધનો ઉપસ્થિત હોય તો પણ તેને તેનું મૂલ્ય સમજાતું નથી, કારણ કે તે જંગલમાંથી મંગલ કરવાની કળા જ ધરાવતો નથી. પરિણામે એવા વિદ્યાર્થી મળેલ સગવડના લાભથી તો વંચિત રહી જ જાય છે, અને ભાવી સગવડના લાભો તો માત્ર તેમના મનોરાજ્યમાં જ રહી ઊલટી વ્યાકુળતા ઊભી કરે છે. તેથી આપણે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કરતા હોઈએ, છતાં એમાં જીવનકળાની જ પ્રથમ જરૂર છે અને એ કળા એટલે ઓછામાં ઓછી અને નજીવી ગણાતી સાધનસામગ્રીમાં પણ સંતુષ્ટ મને આગળ વધવામાં તેનો ઉપયોગ કરી લેવો અને સ્વપુરુષાર્થથી જ પોતાને જોઈતી સૃષ્ટિ ઊભી કરવી તે. અગવડોનો અતિભાર જો જીવનને કચડી નાંખતો હોય તો એ દોષ સગવડોના ઢગલામાં પણ રહેલો જ છે. જેને બહુ સગવડ તે હંમેશાં પ્રગતિ કરી જ શકે અથવા Page #33 -------------------------------------------------------------------------- ________________ ૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કરે છે, એવો ધ્રુવ નિયમ નથી. તેથી ઊલટું, જે વધારે અગવડ કે મુશ્કેલીમાં હોય તે પાછળ રહી જાય છે કે કચડાઈ જાય છે, એવો પણ ધ્રુવ નિયમ નથી. પણ ધ્રુવ નિયમ તો એ છે કે બુદ્ધિ અને પુરુષાર્થ હોય તો જ ગમે તે સ્થિતિમાંથી આગળ વધી શકાય. જેનામાં એ તત્ત્વ વિકસાવવાની ભૂખ હોય છે તે સગવડ-અગવડની તથામાં બહુ પડતો નથી. ઘણી વાર તો તે વિકસતુ નઃ શિશ્વએ કુન્તીના વાકયથી અગવડોને નોતરે છે. મેં એવા એક મહારાષ્ટ્રીય વિદ્યાર્થીને જોયેલો કે જે માતા-પિતા તરફથી મળતી બધી સગવડ છોડી દઈને આપપુરુષાર્થે જ કૉલેજમાં ભણતો હતો અને બી.એસસી.નો અભ્યાસ કરવા સાથે ખર્ચલાયક કમાવા ઉપરાંત સ્વયંપાક કરી થોડા ખર્ચમાં રહેવાની કલા સિદ્ધ કરતો હતો. મેં તેને પૂછ્યું કે વાંચવા વિચારવાનું બહુ ઓછું બનતું હશે?” તે કહે કે મેં ગોઠવણ જ એવી કરી છે કે આરોગ્ય અને અભ્યાસ સચવાય તેમ જ સ્વાશ્રયવૃત્તિમાં આત્મવિશ્વાસ વધે. છેવટે તેણે ઉચ્ચ વર્ગમાં બી.એસસી.ની પરીક્ષા પસાર કરી. આપણે એ જાણીએ છીએ કે માત્ર વ્યાપારીવૃત્તિવાળાં માતા-પિતા પોતાની સંતતિને વધારે સંપત્તિનો વારસો આપી જવાની જ ખેવના રાખતા હોય છે. તેઓ કેટલીયે પેઢી સુધીની સ્વસંતતિના સુખની ચિંતા સેવતાં હોય છે, પણ આનું પરિણામ ઊલટું જ આવે છે અને સંતતિની કાયમી સલામતીની તેમની ધારણા જ ધૂળમાં મળી જાય છે. તેથી મારી દૃષ્ટિએ જીવનની ખરી ખૂબી એ જ છે કે ગમે ત્યાં ને ગમે તે સ્થિતિમાં હોઈએ, છતાં વિદ્યાર્થીપણું ચાલુ જ રાખવું જોઈએ અને તેને ઉત્તરોત્તર વિકસાવવું જોઈએ. ખુલ્લું અને નિર્ભય મન જ્ઞાન અને વિદ્યા એ માત્ર બહુ વાચનથી જ મળી જાય છે એમ નથી. ઓછું કે વધુ વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડતાનો સવાલ છે. પણ, ગમે તેટલું ઓછું વાંચવા છતાં જો વધારે સિદ્ધિ અને લાભ મેળવવો હોય તો, તેની અનિવાર્ય શરત એ છે કે, મનને ખુલ્લું રાખવું અને સત્ય-જિજ્ઞાસાની સિદ્ધિમાં કોઈ પણ પૂર્વગ્રહોને કે રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા નહિ. મારો અનુભવ એમ કહે છે કે આ માટે સૌથી પહેલાં નિર્ભયતાની જરૂર છે. ધર્મનો કાંઈ પણ ખરો અને ઉપયોગી અર્થ થતો હોય તો તે નિર્ભયતા સાથેની સત્યની શોધ છે. તત્ત્વજ્ઞાન એ સત્યશોધનો એક માર્ગ છે, અને ગમે તે વિષયનું અધ્યયન કરતા હોઈએ છતાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સંબંધ રહેલો જ છે. એ બંને વસ્તુઓ કોઈ ચોકામાં બંધાતી નથી. મનનાં બધાં દ્વારા સત્ય માટે ખુલ્લાં હોય અને નિર્ભયતા એની પૃષ્ઠભૂમિમાં હોય તો જે કાંઈ વિચારીએ કે કરીએ તે બધું જ તત્ત્વજ્ઞાન કે ધર્મમાં સમાઈ જાય છે. જીવનસંસ્કૃતિ જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેને સ્થાને સર્વાગીણ સ્વચ્છતા તેમ જ સામંજસ્યપૂર્ણ બળ આણવું – એ જ જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ વસ્તુ Page #34 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન. ૭ પ્રાચીન કાળથી દરેક દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે. આપણા દેશમાં સંસ્કૃતિની સાધના હજારો વર્ષ પહેલાંથી શરૂ થયેલી અને આજે પણ ચાલે છે. આ સાધના માટે ભારતનું નામ સુવિખ્યાત છે. તેમ છતાં ધર્મનું નામ સૂગ ઉપજાવનારું થઈ પડ્યું છે અને તત્ત્વજ્ઞાન એ નકામી કલ્પનાઓમાં ખપવા લાગ્યું છે. એનું શું કારણ ? એ આજનો પ્રશ્ન છે. એનો ઉત્તર ધર્મગુરુ, ધર્મશિક્ષણ અને ધર્મસંસ્થાઓની જડતા તેમ જ નિષ્ક્રિયતામાંથી મળી જાય છે. ધર્મ કે તત્ત્વજ્ઞાન પોતે તો જીવનનું સર્વવ્યાપી સૌરભ છે. એમાંથી આવતી દુર્ગંધ એ તેના દાંભિક ઠેકેદારોને લીધે છે. જેમ કાચું અન્ન અજીર્ણ કરે અને વાસી કે સડેલું અન્ન દુર્ગંધ ફેંકે તેથી ભોજનમાત્ર ત્યાજ્ય બનતું નથી અને જેમ તાજા અને પોષક અન્ન વિના જીવન ચાલતું જ નથી, તેમ જડતાપોષક ધર્મનું કલેવર ત્યાજ્ય છતાં સાચી સંસ્કૃતિ વિના માનવતા કે રાષ્ટ્રીયતા નથી સરજાતી કે નથી ટકતી. વ્યક્તિની બધી શક્તિઓ, સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓ એકમાત્ર સામાજિક કલ્યાણની દિશામાં યોજાય ત્યારે જ ધર્મ યા સંસ્કૃતિ ચરિતાર્થ થાય છે. ધર્મ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની વિકૃત સમજ દૂર કરવા અને સૈકાઓ-જૂના વહેમોનું મૂલ ઉચ્છેદવા વાસ્તે પણ સંસ્કૃતિની સાચી અને ઊંડી સમજ આવશ્યક છે. આ દૃષ્ટિએ ગાંધીજી - આપણે જાણીએ છીએ કે ગાંધીજી એક મહાન રાજપુરુષ છે. તેમની રાજકીય પ્રવૃત્તિ અને હિલચાલના મૂળમાં સતત વહેતો અમૃત ઝરો પૂરો પાડનાર કોઈ અખૂટ ઊગમસ્થાન હોય તો તે તેમની સંસ્કૃતિ વિષયક સાચી સમજ છે. તેમની નિર્ણાયક શક્તિ, સુનિર્ણયને વળગી રહેવાની મક્કમતા અને ગમે તેના ગમે તેવાં જુદાં પડતાં દૃષ્ટિબિંદુઓને સહાનુભૂતિથી સમજવાની મહાનુભાવતા – એ બધું તેમની સંસ્કૃતિની સાચી સમજને જ આભારી છે. એ સિવાય તેમની પાસે બીજું કશું ધર્મબળ નથી. આવી સંસ્કૃતિપ્રધાન વિદ્યાનું વાતાવરણ રચવું એ જેમ સંસ્થાના સંચાલકો અને શિક્ષકો પ૨ અવલંબિત રહે છે તેમ વિદ્યાર્થીઓ ઉપર પણ તેનો ઘણો આધાર છે. ધંધાદારી અને કુટુંબપતિને આપણે એમ માનીએ છીએ કે જે કાંઈ શીખવાનું છે તે તો માત્ર વિદ્યાર્થીઓને જ શીખવાનું છે અને આપણે ધંધાદારી કે કુટુંબમાં પડેલા શું શીખીએ ? અને કેવી રીતે શીખી શકીએ ? પણ, આ માન્યતા સાવ ભૂલભરેલી છે. મૉન્ટેસૉરીની શિક્ષણપદ્ધતિમાં માત્ર શિશુ અને બાળકના જ શિક્ષણ ઉપર ભાર નથી અપાતો, પણ તેના વડીલો સુધ્ધાંમાં સુસંસ્કારનું વાતાવરણ જમાવવાની હિમાયત કરાય છે; કેમ કે, એમ થાય તો જ શિશુઓ અને બાળકોનું જીવન ઘર અને શાળાના સંસ્કારભેદની અથડામણી વચ્ચે વેડફાતું અટકે. તે જ રીતે મોટી ઉંમરના વિદ્યાર્થીઓની બાબતમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ ૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પણ છે. ગમે તે ધંધાર્થી અને કુટુંબી હોય તોપણ તે બચત સમય અને શક્તિનો ઉપયોગ સુસંસ્કારિતા મેળવવા અને વિકસાવવામાં કરી શકે. એટલું જ નહિ પણ તેણે તેમ કરવું પણ જોઈએ. નહિ તો તેની અને તેનાં સંતાનોની વચ્ચે એવી એક દીવાલ ઊભી થવાની કે સંતાન તેને ઉવેખશે અને તે સંતાનને ઉવેખશે. એવી સ્થિતિ કદી પણ ઈષ્ટ નથી કે જ્યારે સંતાનો કહે કે વડીલો વહેમી, જડ અને રૂઢિચુસ્ત છે; અને વડીલો કહે કે ભણેલા ગણાતા વિદ્યાર્થીઓ માત્ર હવામાં ઊડે છે. વડીલો અને વિદ્યાર્થીઓ વચ્ચેની ખાઈ વધારે ઊંડી ન બને તેનો રામબાણ ઈલાજ મુખ્યપણે વડીલોના હાથમાં જ છે, પછી ભલે ને તે ગમે તેવા ધંધાદારી અને કુટુંબી હોય. એ ઈલાજ એટલે તેમણે પોતે પોતાની સમજને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો તે. – પ્રબુદ્ધ જૈન ૮. ૪૫. તા. ૧૪-૭-૪પના રોજ સત્રારંભ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈના વિદ્યાર્થીઓ સમક્ષ કરેલું પ્રવચન. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨. મંગળપ્રવચન મંગળપ્રવચનનો ખ્યાલ એવો છે કે સત્રને આરંભે મંગળરૂપે કાંઈક કહેવું. દરેક કામની શરૂઆતમાં મંગળ-અનુષ્ઠાન કરવાનો રિવાજ છે. લગ્ન વગેરે શુભ કાર્યોમાં ગણેશ માંડવા, એની પૂજા કરવી વગેરે માંગલિક અનુષ્ઠાનો જાણીતાં છે. આપણું ક્ષેત્ર વિદ્યાનું હોઈ તેના સત્ર-પ્રારંભે વિદ્યા વિશે વિચાર કરવો એ જ માંગલિક ગણાય. એક ઉપનિષદમાં સ્વાધ્યાય અને પ્રવચન એ જ તપ છે એમ કહ્યું છે. આપણું વિદ્યાક્ષેત્ર એટલે સ્વાધ્યાય અને પ્રવચનનું જ ક્ષેત્ર. તેથી ફલિત એમ થયું કે આપણું વિદ્યાક્ષેત્ર એ તપનું ક્ષેત્ર છે. અહીં જ વિચારવું પ્રાપ્ત થાય છે કે ઋષિએ સ્વાધ્યાય અને પ્રવચનને તપ કર્યું તે કઈ દષ્ટિએ અને કયા અર્થમાં? તપનો અર્થ એવો સસ્તો નથી કે આપણે થોડુંઘણું વાંચીએ, વિચારીએ કે ઊંચે મને બોલીએ, લખીએ એટલે તે તપ થઈ જાય. તપનો અર્થ એથી બહુ વધારે ઊંડો અને અઘરો પણ છે. તપ એ નિષ્ઠામાં – બુદ્ધિપૂર્વકની નિષ્ઠામાં જ સમાય છે. વિદ્યાવિષયક પરિશીલન નિષ્ઠા વિનાનું હોય તો તે તપની કોટિમાં ન આવે અને એવું પરિશીલન માંગળિક પણ ન નીવડે, એટલે કે જીવનમાં પ્રાણ ન પૂરે. નિષ્ઠાનો અર્થ સમજવો ઘટે. જે કામ સ્વીકાર્યું હોય તેમાં એકરસ થવું, પોતાની બધી શક્તિઓ તેમાં જ કેન્દ્રિત કરવી અને ગમે તેવાં વિઘ્નોનો સામનો કરવામાં આનંદ અનુભવવો તેમ જ ઉત્સાહને કદી ઓસરવા દેવો નહિ એ નિષ્ઠાનો અર્થ છે. આવી નિષ્ઠા સાથેનું વિદ્યાકાર્ય એ જ તપ છે, અને એ પોતે સ્વયં મંગળરૂ૫ છે; એને ઇતર મંગળની જરૂર નથી. દીપકને પ્રકાશિત કરવા કોઈ બીજો દીવો પ્રકટાવતું નથી, કેમકે તે સ્વતપ્રકાશમાન છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકો ઉપવાસ અને એવાં બીજાં કઠણ વ્રતોને તપ કહે છે. એવાં વ્રતો આચરનાર તપસ્વી ગણાય છે. સખત શરદી કે ગરમી ઈચ્છાપૂર્વક સહનાર પણ તપસ્વી ગણાય છે. પરંતુ જરા બારીકીથી વિચારીએ તો જણાશે કે વિદ્યાપ અને ઉપવાસતપ વચ્ચે કેટલું અંતર છે ? કોઈ પણ નાની કે મોટી ઉંમરનો સહિષ્ણુ. હોય તો તે એક જ નહિ પણ અનેક ઉપવાસ સહેલાઈથી કરી શકે. વિદ્યાની સાધના એવી સહેલી નથી, પચીસ પચીસ વર્ષ લગી સતત અને ખંતપૂર્વક એવી સાધના કરી હોય તો તે આજકાલના ધોરણની દૃષ્ટિએ અધૂરી પડે છે. વ્રતો વિશે એમ નથી. આજે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જ બેચાર ઉપવાસ ખેંચી કાઢો. લાગણીવાળા સ્નેહીઓ તમને તપ કર્યું એમ કહેશે અને વધારામાં તે તપ ઊજવશે પણ. પરંતુ તે જ લોકો વિદ્યાનું એવું મૂલ્યાંકન કરી નહિ શકે અને છતાંય એ તપ છે જ, કેમકે વિદ્યા વિના અંદર અંધારું રહે છે અને ગ્રંથિઓ ભેદાતી નથી.. ઘણા લોકો એમ સમજે છે કે ભણવું અને વિદ્યાભ્યાસ કરવો એટલે કાંઈ પ્રવૃત્તિ ન કરવી, પુરુષાર્થ ન કરવો; પણ ખરી વાત બીજી છે. જો ખરા અર્થમાં વિદ્યા સાધવી હોય તો તેમાં જબ્બર પુરુષાર્થની જરૂર છે. એ કામ માત્ર નિવૃત્તિરૂપ કે આરામદેહ નથી. એમાં તો ભારે પરસેવો ઉતારવો પડે છે, અને તેથી જ તે તપ કહેવાય છે. જે મન, વચન અને શરીરને તપાવે, થકવી નાખે અને પરિણામે તેમાંથી ઉચ્ચ ધ્યેય સિદ્ધ થાય તે તપ. આ અર્થમાં વિદ્યાની સાધના – ખરી સાધના – ઉપવાસ આદિ કહેવાતાં તપો કરતાં પણ દુષ્કર તપ છે. ઉપનિષદના ઋષિએ એ જ અર્થમાં સ્વાધ્યાય અને પ્રવચનને તપ કહી તેમાં પ્રમાદ ન સેવવાની ભલામણ કરી છે. હવે આપણે આપણી વિદ્યપ્રવૃત્તિ વિશે થોડો વિચાર કરી, એ જોઈએ કે આપણી પ્રવૃત્તિ તપ કહેવા લાયક છે? સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે મોટો ભાગ ન છૂટકે ભણે છે. ભણ્યા વિના કયાંય ગજ નથી વાગતો તો લાવો ભણીએ, એમ ધારી ઘણા ભણે છે. માબાપ કે વડીલો પણ એમ ધારીને ભણાવે છે કે છોકરાં નહિ ભણે તો ઠેકાણે નહિ પડે. આવી લાચાર વૃત્તિથી શરૂ કરેલ ભણતર ફળદાયી નથી નીવડતું. એ કદાચ ડિગ્રી મેળવાવી આપે, પણ આત્મામાં પ્રકાશ ન અર્પી શકે. આવી લાચાર વૃત્તિથી ભણનારા પરીક્ષા પૂરતું વાંચે છે, ને પરીક્ષાના દિવસોમાં જ થોડી ઘણી મહેનત કરે છે. બાકીનો ઘણો સમય તેઓ વેડફે છે. વડીલો માને છે કે છોકરાંઓ ભણે છે, જ્યારે છોકરાંઓ ઘણી વાર તો શક્તિ, સમય અને ધનનો દુરુપયોગ કરે છે. ઉચ્ચ વિદ્યાના ક્ષેત્રમાં પણ આવું ચાલતું જોવાય છે. અનેક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એવાં મળી આવશે કે જેઓ પરીક્ષાના દિવસો સિવાય ભાગ્યે જ વાંચે-વિચારે. જો તેમને એમ ને એમ પ્રમાણપત્ર મળી જતું હોય તો તેઓ એટલું પણ ન વાંચે. આ દષ્ટિએ જોતાં એમ કહેવું પડે છે કે ઉંમરે પહોંચ્યા પછી પણ આપણા વિદ્યાર્થીવર્ગનો મોટો ભાગ જીવનદ્રોહ જ કરે છે. ખાસ કરી અભ્યાસની ખરી રીત એ છે કે વર્ગમાં ગયા પહેલાં શીખવાનું પહેલેથી જ વાંચી રાખવું, જેથી અધ્યાપક કહે તે પૂરું સમજાય અને અધ્યાપકને અનેક પ્રશ્નો કરી તેની પાસેથી અનેકગણું નવું મેળવી શકાય. જો આમ નથી થતું તો વર્ગમાં અધ્યાપક કહે તે બહુ ઓછું સમજાય છે ને મહત્ત્વના પ્રશ્નો કરવાનું તો બાજુએ જ રહી જાય છે. પરિણામે અધ્યાપક પણ વધારે મહેનત કરવાનું બાજુએ મૂકે છે અને સમજે છે કે ગાડું એમ જ ચાલવાનું. એને લીધે સમગ્ર ઉચ્ચ અભ્યાસનું ક્ષેત્ર છીછરું બની જાય Page #38 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન • ૧૧ છે. આજે મોટે ભાગે આપણે ત્યાં આ જ વસ્તુ દેખાય છે. વિદ્યાર્થીઓએ માત્ર પ્રથમથી વાંચીને જ વર્ગમાં જવું એટલું બસ નથી, પણ તેમણે વર્ગમાંથી આવ્યા બાદ અધીત અને ચાલતા વિષયોનું મનન પણ કરવું જોઈએ. એમ કરે તો જ વિદ્યાતા ફળે અને અધ્યાપકોને પોતાના વિષયમાં વધારે તૈયારી કરવી પડે. જો વિદ્યાર્થીવર્ગ ખરેખર જાગરૂક હોય તો અધ્યાપકોને પણ વધારે સચેત રહેવું પડે અને તેમને એવા વિદ્યાર્થીઓ પ્રત્યે વધારે માન પણ થાય, તેમ જ મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો પાછળનો રાષ્ટ્રિય હેતુ બર આવે. - અમદાવાદ એ ઉદ્યોગપ્રધાન શહેર છે. ઉદ્યોગમાં પડેલાઓની નિષ્ઠાથી આપણે પરિચિત છીએ. જ્યારે દેખો ત્યારે અને જ્યાં ઉદ્યોગનાં ક્ષેત્રમાં જુઓ ત્યાં, એમાં પડેલા ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગ સિવાય બીજા વિચારો ભાગ્યે જ કરે છે. આ એમની ધંધા પ્રત્યેની નિષ્ઠા છે. આવા નિષ્ઠાવાળા વાતાવરણમાં રહી અભ્યાસ કરનારને પોતાના વિષય પરત્વે નિષ્ઠા કેળવવાનું કામ એક રીતે સહેલું છે. પણ મોટે ભાગે એવું દેખાય છે કે ભણનાર ધંધો કરી શકતો નથી અને ભણવામાં ચિત્ત પૂરું પરોવી શકતો નથી. તેથી ભણનાર ઘરનો કે ઘાટનો નથી રહેતો. આ જ કારણે હું નિષ્ઠા કેળવવાનું કહું છું. શાસ્ત્રોમાં આદિ, મધ્ય અને અન્ત મંગળની વાત કહેવામાં આવી છે, પણ વિદ્યાભ્યાસ એ તો અખંડ અને સતત મંગળમય છે, જો એમાં પૂરી નિષ્ઠા સાધીએ તો જ. આજકાલ અભ્યાસમાં – ખાસ કરી ઉચ્ચ અભ્યાસમાં – માધ્યમનો પ્રશ્ન ઉગ્રતાથી ચર્ચાઈ રહ્યો છે. માતૃભાષા જ શિક્ષણ-સામાન્યનું ખરું વાહન હોઈ શકે, એ વસ્તુ આખી દુનિયાને દીવા જેવી હોવા છતાં આપણા જ દેશના ઘણાય ઉચ્ચ કેળવણી પામેલા અને સમર્થ મનાતા પુરુષોનાં મનમાં એ વિશે સંદેહ છે. પણ તેઓ જોઈ નથી શકતા કે માતૃભાષા માધ્યમ ન હોવાથી દેશની મસ્તિષ્કશક્તિ અને આવિષ્કારશક્તિ કેટલી કુંઠિત થઈ ગઈ છે? માતૃભાષામાં શીખવાનું અને તેમાં જ પ્રશ્નો લખવાનું હોય તો થોડી મહેનતે કેટલો લાભ થાય! કેટલું સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય ! અને બચત સમયનો બીજાં જરૂરી કામોમાં કેટલો સાર્થક ઉપયોગ થાય ! એ વસ્તુ કેળવણીના ક્ષેત્રમાં પડેલાઓએ વિચારવા જેવી છે. અત્યારે તો વિદ્યાર્થીવર્ગ દુવિધામાં પડ્યો છે. માતૃભાષાની સરળતા એ જતી કરી શકતો નથી અને અંગ્રેજીનો એકાંગી પક્ષપાત છોડી શકતો નથી. તેથી એ નથી અંગ્રેજી પૂરું જાણતો કે નથી માતૃભાષા ઠીક જાણતો. વિચાર અને સૂક્ષ્મ દર્શનથી તો તે વેગળો જ રહે છે. આપણે યુરોપના અનેક વિષયના અનેક ધુરંધર વિદ્વાનોની અને સંશોધકોની વાત કરીએ છીએ, તેમની યશોગાથા ગાઈએ છીએ, પણ એ નથી વિચારતા કે એમની સિદ્ધિનું એક અગત્યનું સાધન તેમની માતૃભાષામાં લેવાયેલું શિક્ષણ એ છે. હિંદુસ્તાનની મસ્તિષ્કશક્તિ કાંઈ બીજાં રાષ્ટ્રો કરતાં ઊતરતી નથી, પણ આપણા આગેવાન નિષ્ણાતો Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જ એ શક્તિને દિવસાનુદિવસ ઊતરતા પ્રકારની બનવામાં નિમિત્ત થતા રહ્યા છે. વિદ્યાર્થીઓ આ બાબત પોતાનો સ્પષ્ટ મત કેળવી આગેવાનો ઉપર દબાણ લાવે તો એમાં એમનું અને બીજાનું પણ ભલું છે, શ્રેય છે. અભ્યાસને માંગળિક અને તપોરૂપ બનાવવો હોય તો એની એક રીત એ પણ છે કે પોતાના વિષયમાં જેઓ આગળ વધેલા હોય તેમની સાથે ચર્ચા કરવી, તેમના સંપર્કમાં રહેવું અને કાંઈક નવું શીખવું, તેમજ જેઓ પોતાનાથી નીચલી કક્ષાના હોય તેમને શીખવતા પણ રહેવું અને વર્ગના સમય ઉપરાંત પોતાના અધ્યાપકોને પણ પૂરા કસવા. અમુક સમયને અંતરે સહપાઠી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ મળી પોતપોતાના વિષય પરત્વે ખૂબ છૂટથી પણ અધ્યયનપૂર્વક મૌખિક અને લેખિત ચર્ચા કરવી. આ એક સંભૂયસંવાદ છે જેને આજે Debate' તરીકે ઓળખાવવામાં આવે છે. આ પ્રથા હજારો વર્ષની જૂની છે. એને જ લીધે અનેક વિષયનાં અનેક શાસ્ત્રો રચાયાં છે, ને તે સર્વત્ર આદરપાત્ર બનતાં આવ્યાં છે. પૂરા સત્રકાળ દરમિયાન તેમજ આખા વર્ષ દરમિયાન આપણું અધ્યયન માંગળિક નીવડે તે માટે છેલ્લો એક જ મુદ્દો હવે મારે કહેવાનો છે, અને તે એ કે ગીતાના સંદેશ તરફ આપ સૌનું ધ્યાન ખેંચવું. ગીતા એ ગમે તે ક્ષેત્રમાં અને ગમે તે કાળમાં ગમે તે સમ્પ્રવૃત્તિ કરનારને પુરુષાર્થમાં પ્રેરનારું એક અનુપમ પ્રતીક છે. આપણું એટલે અધ્યેતા અને અધ્યાપકોનું ધર્મક્ષેત્ર તે તો વિદ્યાક્ષેત્ર જ છે. એ ક્ષેત્રમાં પ્રવૃત્ત પણ ઢીલુંપોચું થયેલું, સંદેહશીલ તેમજ મુખ્ય ધ્યેયથી સહેજ પણ ફંટાતું મન એ જ અર્જુન છે અને અંદરનો જાગતો, વિવેકી અંતરાત્મા એ કૃષ્ણ છે. તે અર્જુનને નિષ્ઠાવાન થવા, વિવેક કેળવવા, તેમજ અપ્રમત્ત બની ધ્યેય ભણી આગળ વધવા સંકેત કરે છે. આપણે સૌ એ સંકેતનો અર્થ જેટલા પ્રમાણમાં વધારે સમજીએ તેટલા પ્રમાણમાં સૌનું મંગળ છે. તા. ૧૧-૯-૪રને રોજ ભો. જે. વિદ્યાભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આગળ કરેલું પ્રવચન. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવનશિલ્પનું મુખ્ય સાધન જીવન એ માત્ર શારીરિક નથી. તેથી ઊંડું અને સૂક્ષ્મ જીવન માનસિક છે અને તેથી પણ વધારે સૂક્ષ્મ અને સ્થાયી જીવન આધ્યાત્મિક છે. એવા જીવનમાં શિલ્પ રચવું એટલે એની વિવિધ કારીગીરી હસ્તગત કરવી. સામાન્ય રીતે આપણે બધા જ જીવનના કોઈ ભાગને સ્પર્શી તેના ઘડતર ઉ૫૨ લક્ષ આપીએ છીએ. પરિણામે જીવન ઘડાતું નથી અને ઘડાય છે તે એકાંગી હોઈ વિકૃત જેવું બની જાય છે. તત્ત્વજ્ઞાન એ જીવનના બધા અંશોને સ્પર્શી વિચાર કરે તો જ એ વસ્તુનું યથાર્થજ્ઞાન છે એમ કહી શકાય. તત્ત્વજ્ઞાનની અનેક વિચારસરણીઓ છે. પરિભાષાઓ પણ જુદી જુદી છે. આ ભેદને લીધે સામાન્ય જનને તત્ત્વો કે તત્ત્વ જુદાં જુદાં ભાસે છે. શબ્દનિરૂપણ અને તજ્જન્ય બોધની જે ભિન્ન ભિન્ન છાપ મન ઉપર પડે છે તે માણસને મૂળ વસ્તુના અભેદ ભણી વિચાર કરતા મોટે ભાગે રોકે છે. આનો વ્યાવહારિક ઉપાય શો એ પ્રશ્ન પણ જીવનશિલ્પી કે જીવનઘડવૈયાને થાય છે. એનો ઉત્તર ઋષિઓએ આપ્યો છે અને તે એ કે જે તત્ત્વજ્ઞાન અંતરમાં વસ્યું કે સમજાયું હોય તે પ્રમાણે જીવન જીવવાનો પ્રામાણિક પ્રયત્ન એ જ તત્ત્વજ્ઞાનની ભિન્ન ભિન્ન સમજણમાં રહેલા અભેદને સ્પષ્ટપણે સમજાવી આપે છે. જેઓ એવો પ્રામાણિક પ્રયત્ન કરે છે તે ગમે તે વિચા૨સરણી અને ગમે તે પરિભાષા સ્વીકારતા હોય, છતાં જીવનશુદ્ધિની એક જ સમાનભૂમિકા ઉપર આવી ઊભા રહે છે. પછી તેમને પરંપરા અને શાસ્ત્રોના શાબ્દિક ભેદો આડે નથી આવતા. તેમને બાહ્ય આચાર અને જીવન પ્રણાલીઓના ભેદ પણ નથી નડતા. એ ભેદનું ખોખું તેમને માટે ઉપરછલ્લું રહી જાય છે અને શુદ્ધિની અભેદ ભૂમિકા જ વાસ્તવિક બની રહે છે. આથી જ કહેવાયું છે કે વિચારની શુદ્ધિ આચારથી થાય છે. અહીં સમજવું ઘટે કે આચાર એટલે બીજાઓ દેખી શકે એવો માત્ર સ્થૂળ આચાર નહિ, પણ શ્વાસોચ્છ્વાસની પેઠે જીવનમાં વણાયેલો અને આત્મસાક્ષીએ પ્રતીત થાય એવી સવૃત્તિઓના સંસ્કારનો આચાર. બીજી રીતે એમ કહી શકાય કે આચારની શુદ્ધિ વિચારથી થાય છે. જેમ જેમ સૂક્ષ્મ અને સમભાવી વિચા૨ ક૨વામાં આવે તેમ તેમ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ આચારનાં કલ્પિત જાળાં ધ્યાનમાં આવે છે, અને તેનાં બંધનમાંથી છૂટા થવાને ઉત્સાહ પણ પ્રગટે છે. આ જ અર્થમાં દરેક સંપ્રદાયે જ્ઞાન અને ક્રિયા બંનેને સરખું મહત્ત્વ આપ્યું છે. પણ એ જ્ઞાન એટલે માત્ર શાબ્દિક જ્ઞાન નહિ, અને એ ક્રિયા એટલે માત્ર સમાજગત કે સંપ્રદાયસંગત પ્રણાલી નહિ. એટલે જ્ઞાન એટલે તત્ત્વનું જ્ઞાન, મૂળ વસ્તુનું જ્ઞાન અને એ ક્રિયા એટલે એ જ જ્ઞાનને જીવનમાં એક૨સ કરવાની સાધના. આ જ જીવનનું શિલ્પ છે, એમ મને લાગે છે. જીવનશિલ્પ એટલે કે વિકાસ જીવનશિલ્પનો અર્થ વિકાસ થઈ શકે. વિકાસ બે પ્રકારનો છે ઃ શારીરિક અને માનસિક, શારીરિક વિકાસ માત્ર મનુષ્યમાં નહિ, પરંતુ પશુપક્ષીમાં પણ દેખાય છે. ખાનપાન ને સ્થાન સુંદર મળે અને કોઈ ભય ન રહે તો પશુ પણ ખૂબ બળવાન ને પુષ્ટ થાય. મનુષ્ય જ માત્ર ખાનપાન ને સ્થાનની યોગ્યતાથી શારીરિક વિકાસ નથી કરી શકતો. તે સઘળાં પાછળ તે યોગ્ય મનોવ્યાપાર અર્થાત્ બુદ્ધિયોગ ને સંયમ રાખે તો જ તે શારીરિક વિકાસ કરી શકે. માનસિક વિકાસ માનવમાં જ સંભવિત છે. દેહયોગ વિના તે સંભવિત નથી. છતાં ગમે તેટલું શરીરબળ કેમ ન હોય, પણ સમુચિત રીતથી યોગ્ય દિશામાં મનની ગતિ નથી થતી ત્યાં સુધી પૂરો માનસિક વિકાસ થતો નથી. એટલે કે, મનુષ્યનો પૂર્ણ શારીરિક ને માનસિક વિકાસ કેવળ વ્યવસ્થિત અને જાગ્રત બુદ્ધિયોગની અપેક્ષા રાખે છે. આપણે શોધવું જોઈએ કે વિકાસની અસલી જડ શેમાં છે ? મુખ્ય ઉપાય કયો છે કે જે ન હોવાથી બીજું બધું હોય છે તે, ન હોવા બરાબર થાય છે. આનો જવાબ બહુ સરળ છે અને આપણી આસપાસના જીવનમાંથી જ તે જવાબ મળી શકશે. તમે જોશો કે જવાબદારી એ જ વિકાસનું પ્રધાન બીજ છે. મનનો વિકાસ તેના સત્ત્વઅંશની યોગ્યતા ને પૂર્ણ જાગૃતિ પર છે. આ સત્ત્વ અંશને રસ્ ને તમસ્ અંશરૂપ પ્રમાદ દબાવી દે છે. જ્યાં સુધી જવાબદારી નથી રહેતી ત્યાં સુધી મનની ગતિ કુંઠિત થાય છે અને પ્રમાદનું તત્ત્વ વધી પડે છે, જેને યોગશાસ્ત્રમાં મનની ક્ષિપ્ત ને મૂઢ અવસ્થા કહે છે. જેવી રીતે શરી૨ ૫૨ શક્તિથી અધિક બોજો નાખવાથી સ્નાયુબળ કાર્યસાધક નથી બનતું તે રીતે ક્ષિપ્ત ને મૂઢ અવસ્થાનો બોજો પડવાથી મનની સ્વાભાવિક વિચારશક્તિ નિષ્ક્રિય બને છે. જવાબદારી ન હોવાને લીધે આવતી નિષ્ક્રિયતાથી રજસ્ ને તમસ્ ગુણનો ઉદ્રેક થાય છે. આથી જ સૌથી વધુ જરૂ૨ જવાબદારીની છે. જવાબદારી અનેક પ્રકારની છે. ક્યારેક ક્યારેક તે મોહમાંથી આવે છે : એક યુવક મોહવશાત્ તેની પ્રેમિકા પ્રત્યે પોતાની જાતને જવાબદાર સમજે છે. ક્યારેક ક્યારેક Page #42 -------------------------------------------------------------------------- ________________ જીવનશિલ્પનું મુખ્ય સાધન • ૧૫ સ્નેહમાંથી આ જવાબદારી આવે છે. માતા સ્નેહવશાત્ જ બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરે છે. કયારેક જવાબદારી ભયમાંથી આવે છે : રાતના જંગલમાં વાઘ આવવાનો હોય ત્યારે જાગ્રત રહી બચાવ કરવાની જવાબદારી સૌ પર આવે છે. આ રીતે લોભવૃત્તિ, પરિગ્રહકાંક્ષા, ક્રોધભાવના, માનમત્સર વગેરે રાજ-તામસુ, અંશોમાંથી જવાબદારી આવે છે. વિકાસના પ્રધાન સાધનરૂપ જે જવાબદારી કહી તે આ બધી જવાબદારીઓ નથી. આ બધી મર્યાદિત ને સંકુચિત જવાબદારીઓ છે, ક્ષણિક ભાવવાળી છે. પણ હું જે જવાબદારી કહું છું તે એક એવા ભાવમાંથી જન્મે છે, જે ન તો ક્ષણિક છે, ન તો સંકુચિત અને ન મલિન. એ ભાવ છે પોતાની જીવનશક્તિનો યથાર્થ અનુભવ કરવાનો. જ્યારે આ ભાવમાંથી જવાબદારી પ્રગટ થાય છે ત્યારે તે સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ રોકી શકાતી નથી. પોતાના પંથ પર કાર્ય કરતી તે જાય છે, ત્યારે નિષ્ક્રિયતા કે કુટિલતા રહેતી જ નથી. મોહ, સ્નેહ, ભય, લોભ આદિ અસ્થિર, સંકુચિત ને ક્ષુદ્ર ભાવોમાંથી પ્રગટતી જવાબદારી એક વસ્તુ છે અને જીવનશક્તિના યથાર્થ અનુભવ પછી પ્રગટતી જવાબદારી એક બીજી વસ્તુ છે. ઉપરના બે ભાવોમાં શું અંતર છે ને બેમાંથી કયો ભાવ શ્રેષ્ઠ છે તે જોવું જરૂરી મોહમાં રસાનુભૂતિ ને સુખસંવેદન પણ છે, પણ તે એટલા તો પરિમિત અને અસ્થિર છે કે તેના આદિ, મધ્ય ને અંતમાં શંકા, દુઃખ અને ચિંતાનો ભાવ ભર્યો છે. કોઈ યુવક તેના પ્રેમપાત્ર તરફ સ્થૂલ મોહવશ દત્તચિત્ત રહે છે, પણ પછી પહેલાના પ્રેમપાત્રની અપેક્ષાએ બીજું પાત્ર અધિક સુંદર, અધિક સમૃદ્ધ અને અધિક બળવાન મળે તો તેનું ચિત્ત પહેલી જગ્યાએથી છૂટી બીજી જગ્યાએ ઝૂકી પડશે અને તેની જવાબદારી કે કર્તવ્યપાલનની ગતિની દિશા બદલાશે. માતા નેહવશ અંગજાત બાળક પ્રત્યે પોતાનું સઘળું આપીને રસાનુભવ કરે છે, પણ તે રસાનુભવ બિલકુલ સંકુચિત ને અસ્થિર છે; કારણ, તેની પાછળ મોહનો ભાવ છે. માનો કે તેનું બાળક મરી ગયું ને તેથી વધુ સુંદર એક માતૃહીન બાળક તેના આશ્રયે આવ્યું. પણ આ નિરાધાર બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં એ માતાને એટલો રસાનુભવ નહિ થાય. આનો અર્થ એ કે માતાની અર્પણવૃત્તિનો પ્રેરક ભાવ કેવળ મોહ હતો, શુદ્ધ ને વ્યાપક સ્નેહ નહોતો. એ અપરિણત સ્નેહ હતો. જેવી રીતે રાંધેલું પણ ન પચેલું સુંદર અન્ન ન તો લોહી બનીને શરીરને સુખ પહોંચાડે કે ન તો બહાર નીકળી શરીરને હલકું કરે; માત્ર અંદર અંદર સડીને શરીર અને ચિત્તને અસ્વસ્થ બનાવે. આ જ સ્થિતિ માતાના કર્તવ્યપાલનમાં અપરિણત સ્નેહની હતી. હવે ભય લઈએ. રક્ષણ માટે ઝૂંપડું બંધાવ્યું. બચવા માટે અખાડામાં બળ મેળવ્યું. કવાયત Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ને નિશાનબાજી શીખ્યા. પણ પોતાના પર તે ભય ન રહ્યો કે જેને પોતાના સમજ્યા છે તેઓ પર પણ ભય ન રહ્યો, તો કર્તવ્યપાલનમાં પ્રેરણા થતી નથી, પછી ભલે ને રક્ષણ કરવાની કેટલીયે શક્તિ કેમ ન હોય. આ બધી જવાબદારીઓ સંકુચિત ભાવમાંથી ઉત્પન્ન થઈ છે. મોહ જેવા સઘળા ભાવો બિલકુલ અધૂરા, અસ્થિર ને મલિન છે. જીવનશક્તિનો યથાર્થ અનુભવ તે બીજો ભાવ છે, જે ન તો ઉદય થયા પછી નાશ પામે છે, ન મર્યાદિત કે સંકુચિત છે કે ન તો મલિન છે. પ્રશ્ન: જીવનશક્તિના યથાર્થ અનુભવમાં એવું તે કેવું તત્ત્વ છે જેનાથી જન્મતું કર્તવ્યપાલન હંમેશાં સ્થિર, વ્યાપક ને શુદ્ધ જ હોય છે? જવાબઃ આનો જવાબ મેળવવા માટે જીવનશક્તિના સ્વરૂપ પર વિચાર કરવો જોઈએ. તમે પોતે જ વિચારો કે જીવનશક્તિ એ શું વસ્તુ છે. કોઈ પણ સમજદાર વ્યક્તિ માત્ર શ્વાસોચ્છુવાસ કે પ્રાણને જીવનની મૂળ આધારશક્તિ નહિ માને; કારણ કે, જ્યારે જ્યારે ધ્યાનની વિશિષ્ટ અવસ્થામાં પ્રાણનો સંચાર ચાલુ નથી હોતો, ત્યારે પણ જીવન ચાલુ જ હોય છે. આથી માનવું પડે છે કે પ્રાણસંચારરૂપ જીવનની પ્રેરક ને આધારભૂત શક્તિ કોઈક બીજી જ વસ્તુ છે. અત્યાર સુધીના આધ્યાત્મિક સૂક્ષ્મ અનુભવીઓએ એ શક્તિને ચેતના કહી છે. ચેતના એ એક એવી સ્થિર ને પ્રકાશમાન શક્તિ છે કે જે દૈહિક, માનસિક, ને એંદ્રિય આદિ સર્વ કાર્યોનું થોડું ઘણું ભાન રાખે જ છે. આપણે પ્રત્યેક અવસ્થામાં આપણી ઐહિક, માનસિક કે ઐકિય ક્રિયાનો થોડો ઘણો પરિચય રાખી શકીએ છીએ, તે શાથી? આપણી ક્રિયાઓનું આવું સંવેદન આપણને ચેતનાશક્તિ દ્વારા થાય છે. ગમે તે થાય, પણ આપણે ક્યારેય ચેતનાશૂન્ય થઈ શકવાના નથી. ચેતનાની સાથે એક બીજી શક્તિ પણ ઓતપ્રોત થઈ છે, જેને આપણે સંકલ્પશક્તિ કહીએ છીએ. ચેતના જે કાંઈ સમજે તે સઘળાને ક્રિયાકારી બનાવવા અથવા તો તેને મૂર્ત સ્વરૂપ આપવા તેની પાસે જો બીજું કોઈ બળ ન હોય તો તેની સમજણ બેકાર બને અને આપણે જ્યાં છીએ ત્યાં જ પડ્યા રહીએ. આપણે અનુભવીએ છીએ કે સમાજને અનુસરી એક વાર સંકલ્પ થતાં ચેતના કાર્યાભિમુખ થાય છે. જેવી રીતે કૂદવાવાળો સંકલ્પ કરે ત્યારે પોતાનું બધું બળ એકઠું કરીને કૂદકો મારે છે. બળને વીખરાઈ જતું રોકવું તે સંકલ્પશક્તિનું કાર્ય છે. સંકલ્પની મદદ મળી એટલે ચેતના ગતિશીલ થઈને પોતાનું સાધ્ય સિદ્ધ કરીને જ સંતુષ્ટ બને છે. આ ગતિશીલતાને ચેતનાનું વીર્ય સમજવું જોઈએ. આ રીતે જીવનશક્તિના પ્રધાન ત્રણ અંશ છે : ચેતના, સંકલ્પ ને વીર્ય. દરેક જણ સર્જનકાર્યથી આ ત્રણ શક્તિનો અનુભવ કરી શકે છે. અત્યારે આપણે સૌ તેનું અનુમાન જ કરીએ છીએ. તેનો યથાર્થ અનુભવ એક જુદી જ વસ્તુ છે. સામે રહેલી દીવાલનો ઇન્કાર કરી તેને ન માનનાર જેમ દીવાલને લાત મારીને Page #44 -------------------------------------------------------------------------- ________________ જીવનશિલ્પનું મુખ્ય સાધન ૦ ૧૭ તેના અસ્તિત્વનો અનુભવ કરી શકે છે, તેમ આપણે સર્વમાં રહેલ ત્રિઅંશી જીવનશક્તિનો અનુભવ કરી શકીએ તેમ છીએ. આવા અનુભવ પછી જીવનદષ્ટિ બદલાઈ જાય છે. પછી એક નવી જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ વિશ્વ પ્રત્યે પ્રાપ્ત થાય છે. મોહની કોટિમાં આવનાર ભાવોથી પ્રેરિત કર્તવ્યદૃષ્ટિ અખંડ ને નિરાવણ નથી હોતી. જીવનશક્તિના યથાર્થ અનુભવથી પ્રેરિત કર્તવ્યદૃષ્ટિ સાહજિક છે, સાત્વિક છે, અખંડ અને નિરાવરણ છે. તે રજસ્ ને તમ અંશોથી પરાજિત થતી નથી. બુદ્ધ ને મહાવીરે માનવતાના ઉદ્ધારની આવી જવાબદારી શિર પર લીધી. શિષ્યોના પ્રલોભનથી સોક્રેટિસ મૃત્યુના મુખમાં જતાં બચી શકત, પણ જવાબદારી છોડવી તેણે ઉચિત ધારી નહિ. નવો પ્રેમસંદેશ આપવાની જવાબદારી માટે જિસસે શૂળીને પણ સિંહાસન ગયું. ગાંધીજી બ્રાહ્મણોની સેંકડો કુરૂઢિ રૂપી પિશાચિનીઓથી કે મુસ્લિમોની દડાબાજીથી ડરીને કર્તવ્યચલિત ન થયા. આ સર્વે આપણા જેવા જ મનુષ્ય હતા, છતાં તેઓની જવાબદારી સ્થિર, વ્યાપક ને શુદ્ધ હતી; કારણ કે, તે જવાબદારી જીવનશક્તિના યથાર્થ અનુભવમાંથી આવી હતી. મારી દૃષ્ટિએ આવી જવાબદારી જ વિકાસનું મુખ્ય સાધન છે, જીવનશિલ્પનું મુખ્ય સાધન છે. – જીવનશિલ્પ ૮. પ૩. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪. જીવનપથ. જીવન સમુદ્ર જેવું અગાધ છે અને આકાશ જેવું અનંત છે. સમુદ્ર સપાટી છે, જીવનને પણ સપાટી છે. સપાટી ઉપર નાનાં મોટાં રંગબેરંગી હારબંધ અને હાર વિનાનાં આડાંઅવળાં અનેકવિધ મોજાંઓ ઊઠે છે, આગળ વધે છે, પાછાં વળે છે, અંદરોઅંદર અથડાય છે. એ અથડામણોમાંથી વળી નવાં તોફાની મોજ ઊઠે છે અને છેવટે તે કિનારે પહોંચ્યા પહેલાં વચ્ચે અથવા તો કિનારે પહોંચીને પણ વિલીન થઈ જાય છે. સપાટી ઉપરનું આ તરંગનૃત્ય એક પણ પળ થંભ્યા વિના રાત અને દિવસ સતત ચાલ્યા કરે છે. જ્યાં દેખો ત્યાં સૂક્ષ્મ-સ્થૂલ કીટપતંગોની, વિવિધ પશુપક્ષીઓની અને માનવજાતની સર્જન-સંહાર લીલા જોવા મળે છે. સપાટી ઉપરના ખેલ કરતાં ઊંડાણમાંનો ખેલ જેમ સમુદ્રમાં કાંઈક જુદા જ પ્રકારનો હોય છે, જેમ જેમ તળ તરફ ઊંડા જઈએ તેમ તેમ પાણી એકવિધ જ હોવા છતાં એનાં વહન-પ્રતિવહનનાં પરિવર્તામાં ફેર પડતો જ જાય છે, તેમ સપાટી ઉપરના જીવનને સ્પર્શતા જીવનસૃષ્ટિમાંના દેહગત વૈવિધ્ય કરતાં એ જીવનના ઊંડાણમાં રહેલ મનોગત અને વાસનાગત વહેણોનું વૈવિધ્ય બહુ જ જુદા પ્રકારનું અને જટિલ હોય છે. એમ તો સમુદ્ર અગાધ – તલસ્પર્શ વિનાનો – કહેવાયો છે, પણ માનવબુદ્ધિની છેલ્લી શોધોએ એનું તળિયું માપ્યું છે, તેમ છતાં હજી સુધીની કોઈ માનવશોધે જીવનના તળનો લેશ પણ સ્પર્શ કર્યો નથી. તેથી જીવન ખરા અર્થમાં જ અગાધ છે. એના તળનો – ઊંડાણનો સ્પર્શ જેમ કલ્પનાતીત રહ્યો છે તેમ એના કાલિક કે દૈશિક આદિ અને અવસાન બંને અંતોને કોઈ માનવબુદ્ધિ સ્પર્શી શકી નથી. આકાશપ્રદેશમાં ગમે ત્યાં જઈને ઊભા રહો, ગમે તેટલે દૂર જાઓ, છતાં ત્યાંનું ક્ષિતિજ નવું નવું વિસ્તર્યે જ જવાનું. જીવનની બાબતમાં પણ એમ જ છે. કોઈ પણ કક્ષાએ જઈને જીવનનો વિચાર કરો, એને વિશે કલ્પનાઓ સર્જી, પણ એ વિચારો અને એ કલ્પનાઓ સાવ અધૂરાં જ લાગવાનાં જીવનના પૂર્ણ અને યથાવત્ સ્વરૂપને તે વિચારો કે કલ્પનાઓ ૫ ૬ ડી શકવાનાં જ નહિ. એ એની પૂરી પકડથી પહેલાંના જેટલું જ વેગળું કે અલિપ્ત રહેવાનું. તેથી જ ખરા અર્થમાં જીવન અનંત છે, અમાપ છે, અગ્રાહ્ય છે, અશેય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ જીવનપથ : ૧૯ જીવન અગાધ પણ છે, અનંત પણ છે એમ અનુભવીઓ હજારો વર્ષ થયાં કહેતા આવ્યા છે. તેમ જાણવા છતાં માણસની બુદ્ધિ અને જિજ્ઞાસા તેનું તળ માપવા અને અંત જાણવા મથ્યા જ કરે છે. મનુષ્યમાં એવું કયું તત્ત્વ છે કે જેને લીધે તેની બીજી બધી સુધાઓ, જિજ્ઞાસાઓ અને વાસનાઓ શમે, છતાં જીવનનું સ્વરૂપ જાણવાની તેની વૃત્તિ (આજ લગી કોઈની એવી વૃત્તિ પૂર્ણપણે શમી નથી એમ જાણવા છતાં કોઈ પણ રીતે શમતી જ નથી ? આનો ઉત્તર માણસાઈમાં પણ છે અને જીવનના મૂળ સ્વરૂપમાં પણ છે. માણસ એ અજ્ઞાત કાળથી જીવનતત્ત્વ અનુભવેલ વિકાસક્રમની અસંખ્ય કક્ષાઓના વારસાગત સંસ્કારોનો છેલ્લો સરવાળો છે. એ અજ્ઞાત વારસો જ એને વિકાસનાં નવાં ક્ષેત્રો અને નવી કક્ષાઓ તેમજ તેની શક્યતાઓની ભૂખ-જિજ્ઞાસા જગાડે છે. જીવનનું મૂળ સ્વરૂપ – એનું વ્યાવર્તક લક્ષણ જ એ લાગે છે કે બીજું બધું ગમે તે જાણે કે ન જાણે, છતાં તેને પોતાનું રૂપ-સ્વરૂપ ઉત્તરોત્તર વધારે ને વધારે જાણ્યા વિના અને તે માટે પ્રયત્ન કર્યા વિના જંપ જ વળતો નથી. પોતાના સ્વરૂપને જાણવાનો અજંપો એ જ જીવનનું – ચેતનાનું જીવાતુભૂત તત્ત્વ છે. આ જ તત્ત્વથી પ્રેરાઈ દુનિયાના બધા જ ભાગોમાં નવનવી શોધો ચાલ્યા જ કરે છે. કોઈ ભૌતિકશાસ્ત્ર લઈ, કોઈ માનસશાસ્ત્ર લઈ, કોઈ ચિત્ર, શિલ્પ કે સંગીત લઈ, કે કોઈ ભાષાતત્ત્વ લઈ જ્યારે તેની ઊંડામાં ઊંડી શોધમાં ગરક થાય છે ત્યારે તે ખરી રીતે પોતાની ચેતનામૂર્તિની આસપાસ જ કોઈ ને કોઈ ભમતીમાં પ્રદક્ષિણા કરતો હોય છે. પોતે શોધ માટે પસંદ કરેલ વિષયની ભમતીમાં એક એવું નાનું દ્વાર હોય છે કે એ ભમતીમાં પ્રદક્ષિણા કરતાં કરતાં તે દ્વારનું નાનકડુંશું બારણું ઊઘડી જાય તો તેને પોતાની એ સ્થૂલ કે બાહ્ય લેખાતા વિષયની પ્રદક્ષિણામાંથી જ જીવનના ઊંડાણમાં રહેલ ચેતનામૂર્તિનું અધૂરું અને ઝાંખું ઝાંખું પણ દર્શન થવા પામે છે. અને એ જ દર્શન અને અખૂટ શ્રદ્ધાથી તરબોળ કરી નવું જીવન, નવો ઉલ્લાસ અને નવી પ્રેરણા આપે છે. ભૌતિક શોધ અર્થે શરૂ કરેલ યાત્રા કયારેક આધ્યાત્મિક શોધનું રૂપ ધારણ કરે છે અને આધ્યાત્મિક શોધ માટે શરૂ કરેલ યાત્રા ભૌતિક શોધને પણ સર્વથા ટાળી શકતી નથી. શોધનો યાત્રાપથ જેટલો લાંબો છે તેટલો જ પ્રાચીન છે. એ યાત્રાએ નીકળેલ બધા જ યાત્રીઓ કોઈ એક જ પડાવ ઉપર વિસામો કે વાસ કરતા નથી હોતા. કોઈ શોધના એક બિંદુએ, કોઈ બીજા બિંદુએ તો કોઈ ત્રીજા બિંદુએ પડાવ નાખે છે અને વળી પાછો આગળ ચાલે છે. કેટલીક વાર શોધકો કોઈ એક પડાવને જ કાયમનો વાસ કે રહેઠાણ બનાવી લે છે. લક્ષ્ય એક જ હોવા છતાં શક્તિ, જિજ્ઞાસા, પ્રયત્ન અને રુચિના તારતમ્યને લીધે ક્યારેક માર્ગમાં તો ક્યારેક વિશ્રાન્સિસ્થાનોમાં શોધકો શોધકો વચ્ચે અંતર દેખાય છે. આધ્યાત્મિક વિષયની શોધને ઉદ્દેશી સ્પષ્ટીકરણ કરવું હોય Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ તો એમ કહી શકાય કે કોઈ શોધક તપમાર્ગને જ અવલંબી યાત્રા શરૂ કરે છે અને કોઈ ને કોઈ પ્રકારનાં તપોનો જ આશ્રય લઈ ત્યાં વિસામો કરે છે અને એમાંથી જ એક કાયમી “તપનો પડાવ સ્થિર થાય છે. બીજો શોધક ધ્યાન અને યોગને માર્ગે પ્રસ્થાન શરૂ કરે છે ને એ જ માર્ગે ક્યાંઈક સ્થિરવાસ કરે છે. ત્રીજો શોધક જ્ઞાનવિજ્ઞાનની નવી નવી દિશાઓને સ્પર્શ કરતો કોઈ એક બિંદુએ જઈ થંભે છે ને ત્યાં જ ડેરી ડાલે છે. કોઈ ઉપાસના, નિષ્ઠા કે ઇષ્ટ તત્ત્વની ભક્તિમાં લીન થતો થતો ભક્તિના અમુક બિંદુએ વિસામો લે છે, ને પછી તે જ તેનું કેન્દ્ર બને છે. જેમ માર્ગની બાબતમાં તેમ વિષયની બાબતમાં પણ બને છે. કોઈ શોધક વિશ્વચેતના કે જીવનના સામાન્ય સ્વરૂપને લક્ષમાં રાખી શોધ કરે છે, તો કોઈ બીજો વિશ્વચેતનાનાં દેખાતાં અને અનુભવાતાં વિવિધ પાસાંઓ અને ભેદીના સ્વરૂપ તેમજ તેના કારણ વિશે શોધ ચલાવે છે. કોઈ એ કારણની શોધમાંથી કર્મતત્ત્વનો વિચાર કરવા, તો કોઈ ઈશ્વરતત્ત્વનો વિચાર કરવા, તો બીજો કોઈ કાળતત્ત્વ કે નિયતિ, સ્વભાવ આદિ તત્ત્વોની શોધ અને વિચારણામાં ગૂંથાઈ જાય છે. આને લીધે ભારતીય આધ્યાત્મિક ચિંતનની દીર્ઘ યાત્રામાં અનેક માર્ગોનાં જુદાં જુદાં પ્રસ્થાન તેમજ નાનાવિધ વિષયોનાં જુદાં જુદાં નિરૂપણો જોવા મળે છે. એક રીતે એમ કહી શકાય કે જેટલું ભારતીય કે વિશ્વ વાડુમય ઉપલબ્ધ છે તે બધું એકંદર આ શોધનો જ પ્રત્યક્ષ પુરાવો છે. - અપ્રકાશિત Page #48 -------------------------------------------------------------------------- ________________ ૫. ધર્મ ક્યાં છે ? ધર્મનાં બે રૂપો છે: એક તો નજરે ચડે તેવું અને બીજું નજરે ન ચડે પણ માત્ર મનથી સમજી શકાય તેવું. પહેલા રૂપને ધર્મનો દેહ અને બીજા રૂપને તેનો આત્મા કહી શકાય. દુનિયાના બધા ધર્મોનો ઈતિહાસ કહે છે કે બધા ધર્મોને દેહ જરૂર હોય છે. પહેલાં એ જોઈએ કે એ દેહ શાથી બને છે ? દરેક નાના મોટા ધર્મપંથનું અવલોકન કરીએ તો આટલી બાબતો તો સર્વસાધારણ જેવી છે – શાસ્ત્ર, તેને રચનાર અને સમજાવનાર પંડિત કે ગુરુ, તીર્થ મંદિર આદિ પવિત્ર લેખાતાં સ્થળો, અમુક જાતની ઉપાસના અગર ખાસ જાતના ક્રિયાકાંડો, એવાં ક્રિયાકાંડો અને ઉપાસનાઓને પોષનારા અને તે ઉપર નભનાર એક વર્ગ. સર્વ ધર્મપંથની અંદર, એક અથવા બીજે રૂપે, ઉપર જણાવેલી વસ્તુઓ મળી આવે છે અને તે જ તે તે ધર્મપંથનો દેહ છે. હવે જોવું રહ્યું કે ધર્મનો આત્મા એ શું છે? આત્મા એટલે ચેતના કે જીવન. સત્ય, પ્રેમ, નિઃસ્વાર્થપણું, ઉદારતા અને વિવેક – વિનય આદિ સદ્ગણો તે ધર્મનો આત્મા છે. દેહ ભલે અનેક અને જુદા જુદા હોય, પણ આત્મા સર્વત્ર એક જ હોય છે. એક જ આત્મા અનેક દેહો દ્વારા વ્યક્ત થાય છે અથવા એમ કહીએ કે એક જ આત્મા અનેક દેહોમાં જીવન પોષે છે, જીવન વહાવે છે. જો જીવન અનેક દેહોમાં એક જ હોય અને અનેક દેહો એ તો માત્ર જીવનને પ્રગટ થવાનું વાહન હોય તો પછી એ બધા જુદા જુદા દેહોમાં વિરોધ, તકરાર, ક્લેશ અને અથડામણી કેમ સંભવે, એ મુદ્દાનો પ્રશ્ન છે. એક જ શરીરના અંગ બની રહેલા અને જુદે જુદે સ્થાને ગોઠવાયેલા તેમજ જુદું જુદું કામ કરવા નિયોજાયલા હાથ, પગ, પેટ, આંખ, કાન વગેરે અવયવો કાંઈ અંદરોઅંદર લડતા કે અથડાતા નથી, તો પછી એક જ ધર્મના આત્માને ધારણ કરવાનો દાવો કરનાર જુદા જુદા ધર્મપંથના જુદા જુદા દેહ અંદરોઅંદર કેમ લડે છે? એમનો આખો ઇતિહાસ અંદરોઅંદરની લડાઈથી કેમ રંગાયેલો છે ? એ પ્રશ્ન ઉપર દરેક વિચારકનું ધ્યાન જવું ઘટે છે. નિરીક્ષણ કરનાર અને વિચાર કરનારને સ્પષ્ટ જણાશે કે દરેક પંથો જ્યારે આત્મા વિનાના મડદા જેવા થઈ કોહવા માંડે છે અને તેમાંથી ધર્મના આત્માનું નૂર લોપ થઈ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જાય છે ત્યારે જ તેઓ સંકુચિત દૃષ્ટિ બની એક બીજાને વિરોધી અને દુશ્મન માનવામનાવવા મંડે છે. આ કોહવાણ કેવી રીતે શરૂ થાય છે અને તે કેમ વધ્યે જાય છે એ જાણવું હોય તો બહુ ઊંડાણમાં જવું પડે તેમ નથી. શાસ્ત્રો, તીર્થો અને મંદિરો વગેરે પોતે જડ હોઈ કોઈને પકડી રાખતાં, ધકેલતાં કે આ કરવા કે તે કરવાનું કહેતાં નથી. એ પોતે જડ અને નિષ્ક્રિય હોઈ બીજા ક્રિયાશીલ દ્વારા જ પ્રેરાય છે. એવા ક્રિયાશીલો એટલે દરેક ધર્મપંથના પંડિત, ગુરુ અને ક્રિયાકાંડીઓ. જ્યારે એવા પંડિતો, ગુરુઓ અને ક્રિયાકાંડીઓ પોતે જાણે-અજાણે ધર્મની ભ્રમણમાં પડી જાય છે અને ધર્મના મધુર તેમજ સરલ આશરા નીચે તેઓ વગર મહેનતયું, સગવડિયું અને બિનજવાબદા૨ જીવન જીવવા લલચાય છે ત્યારે જ ધર્મપંથના દેહો આત્મવિહોણા બની સડવા લાગે છે, કોહવા મંડે છે. અનુયાયીવર્ગ ભોળો હોય, અભણ હોય કે અવિવેકી હોય ત્યારે તે ધર્મને પોષવાની ભ્રમણામાં ઊલટું ધર્મદેહનું કોહવાણ જ પોષે છે અને આ પોષણની મુખ્ય જવાબદારી પેલા સગવડિયા પંડિત કે પુરોહિતવર્ગની હોય છે. દરેક પંથના પંડિત કે પુરોહિતવર્ગને જીવન તો સુખશીલ જીવવાનું હોય છે. પોતાની એબ બીજાની નજરે ન ચડે અને પોતે અનુયાયીવર્ગની નજરમાં મોટો દેખાય એવી લાલસા તે સેવતો હોય છે. આ નિર્બલતામાંથી તે અનેક જાતના આડંબરો પોતાના વાડામાં પોષ્યે જાય છે અને સાથે સાથે ભોળો અનુયાયીવર્ગ રખે બીજી બાજુ તણાઈ જાય એ ધાસ્તીથી તે હંમેશાં બીજા ધર્મપંથના દેહની ખામીઓ બતાવ્યા કરે છે. પોતાના તીર્થનું મહત્ત્વ તે જ્યારે ગાય છે ત્યારે તેને બીજાઓનાં તીર્થોના મહત્ત્વનો ખ્યાલ નથી આવતો. એટલું જ નહિ, પણ તે બીજા ધર્મપંથોનાં તીર્થોને ઉતારી પાડતાં પણ ચૂકતો નથી. સનાતનધર્મનો પંડ્યો કાશી અને ગયાનું મહત્ત્વ વર્ણવે ત્યારે તે કદી તેની જ પાસે આવેલ સારનાથ અને રાજગૃહનું મહત્ત્વ નહિ વર્ણવે. ઊલટું, તે એ તીર્થોને નાસ્તિકધામ કહી ત્યાં જતા પોતાના અનુયાયીવર્ગને રોકશે. પાલીતાણા અને સમેતશિખરનું મહત્ત્વ વર્ણવના૨ કોઈ ગોરજી ગંગા અને હિરદ્વારનું મહત્ત્વ ભાગ્યે જ સ્વીકારશે. કોઈ પાદરી જેરૂસલેમની પેઠે મક્કા, મદિનાને પવિત્ર નહિ માને. એ જ રીતે એક પંથના પંડિતો બીજા પંથના પોતા કરતાં અતિમહત્ત્વનાં શાસ્ત્રોનું પણ મહત્ત્વ નહિ સ્વીકારે. એટલું જ નહિ, પણ તેઓ બીજા પંથનાં શાસ્ત્રોને અડવા સુધ્ધાંની પોતાના અનુયાયીવર્ગને મનાઈ કરશે. ક્રિયાકાંડની બાબતમાં તો કહેવું જ શું ? એક પંથનો પુરોહિત પોતાના અનુયાયીવર્ગને બીજા પંથમાં પ્રચલિત એવું તિલક સુધ્ધાં કરવા નહિ દે. આ ધર્મપંથનાં કલેવરોની અંદરોઅંદરની સૂગ તેમજ તકરારોએ હજારો વર્ષ થયાં પંથોમાં ઐતિહાસિક જાદવાસ્થળી પોષી છે. આ રીતે એક જ ધર્મના જુદા જુદા દેહોનું યુદ્ધ ચાલ્યા કરે છે. તેનું એક કારણ તો ઉપર બતાવવામાં આવ્યું જ છે અને તે એ કે તે ઉ૫૨ નભતા વર્ગની અકર્મણ્ય Page #50 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ક્યાં છે? - ૨૩ અને સગવડપ્રિય જિંદગી. પણ એનું બીજું પણ એક કારણ છે, અને તે છે દરેક પંથના અનુયાયીવર્ગની મતિમંદતા તેમજ તેજોહીનતા. જો આપણે ઇતિહાસને આધારે એમ સમજીએ કે મોટે ભાગે પંથના પોષકો માનવતાને સાંધવાને બદલે ખંડિત જ કરતા આવ્યા છે તો આપણી અનુયાથીવર્ગની એ ફરજ છે કે આપણે પોતે જ ધર્મનાં સૂત્રો હાથમાં લઈએ અને તેના વિષે સ્વતંત્ર વિચાર કરીએ. એક વાર અનુયાયી વર્ગમાંથી આવો વિચારી અને સાહસી વર્ગ બહાર પડે તો એ પંથના દેહપોષકોમાંથી પણ કોઈ એને સાથ આપનાર જરૂર મળી રહેવાનો. ધર્મપંથના પોષકોમાં કોઈ યોગ્ય નથી જ હોતો કે યોગ્ય નથી જ સંભવતો એવું કાંઈ નથી, પણ ધીરે ધીરે દરેક પંથનું વાતાવરણ એવું અન્યોન્યાશ્રિત થઈ જાય છે કે તેમાં એક સાચો પુરોહિત કે પંડિત કે ગુરુ કાંઈક ખરું કહેવા કે વર્તવા ધારે તોય તે બીજાથી ડરે છે અને બીજો ત્રીજાથી ડરે છે. જેમ બધા જ લાંચિયા કામ કરતા હોય તેવે સ્ટેશન આદિ સ્થળે એકાદ બિનલાંચિયાને જીવન ગાળવું કાંઈક અઘરું થઈ પડે છે તેમ પંથદેહના પોષકોમાં કોઈ યોગ્ય વ્યક્તિ વિષે બને છે. અસાધારણ શક્તિ ન હોય ત્યાં લગી પુરોહિત, પંડિત કે ગુરુવર્ગમાં ઊછરેલ હોય તેવાને તેની જ કુલપરંપરાગત પ્રવૃત્તિનો વિરોધ કરવાનું અગર તેમાં ઉદાર દૃષ્ટિબિન્દુ દાખલ કરવાનું ભારે અઘરું થઈ પડે છે. જે ધર્મ સૌને એકસરખો પ્રકાશ આપવાની અને સૌને સમાનભાવે જોવાની દૃષ્ટિ અર્પવાની શક્તિ ધરાવે છે તે જ ધર્મ પંથોમાં અટવાઈ અસ્તિત્વ ગુમાવી દે છે. પંથપોષક વર્ગ જ્યારે ધર્મના પ્રવચનો કરે ત્યારે આખા જગતને સમભાવે જોવાની અને સૌની નિર્ભેળ સેવા કરવાની વાત કરે છે અને એ વાત પોતાનાં શાસ્ત્રોમાંથી તારવી બતાવે છે, પણ જ્યારે એમના વર્તન તરફ નજર કરીએ ત્યારે જે અસંગતિ તેમની રહેણી-કહેણી વચ્ચે હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. સેવા, સંપૂર્ણ ત્યાગ અને અહિંસાનો મહિમા ગાનાર તેમજ તેના પ્રચાર માટે ભેખ લેનાર વર્ગ લોકોએ પરસેવો ઉતારી પેદા કરેલ પૈસા જ્યારે માત્ર પોતાની સેવા ખાતર વપરાવે છે અને તદ્દન નકામા તેમજ બોજારૂપ થઈ પડે એવા ક્રિયાકાંડો, ઉત્સવો, આડંબરો અને પધરામણીઓમાં તે પૈસો ખર્ચાવી ઊલટું ધર્મકૃત્ય કર્યાનો સંતોષ પોષે છે, ત્યારે સમજદાર માણસનું મન કકળી–પોકારી ઊઠે છે કે આવા આડંબરો અને ધર્મને શી લેવા દેવા? જો આડંબરો અને પધરામણીઓમાં જ ધર્મની પ્રભાવના અને વૃદ્ધિ હોય તો ગુણાકારને હિસાબે જે વધારે આડંબર કરે-કરાવે તે વધારે ધાર્મિક ગણાવો જોઈએ. જો તીર્થો અને મંદિરો નિમિત્તે માત્ર ધનસંચય કરવો એ ધર્મનું એક લક્ષણ હોય તો જે પેઢી તેવું ધન વધારે એકત્ર કરે અને સાચવે તે જ વધારે ધાર્મિક ગણાવી જોઈએ. પણ બીજી બાજુ પથદેહના પોષકો જ તેથી ઊલટું કહે છે અને માને-મનાવે છે. તેઓ પોતાના વાસ્તે થતા આડંબરો સિવાય બીજાઓના આડંબરનું મહત્ત્વ કે તેનું ધાર્મિકપણું Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ નથી ગાતા. એ જ રીતે તેઓ દુનિયાના કોઈ પણ બીજા ધર્મપંથની પેઢીની પુષ્કળ દોલતને ધાર્મિક દોલત નથી ગણતા. જો આમ છે તો એ પણ ખુલ્લું છે કે બીજા પંથના પોષકો પહેલા પંથના પોષકોના આડંબર તેમજ તેની પેઢીઓને ધાર્મિક ન ગણે. જો બંને એક બીજાને અધાર્મિક જ લેખે તો આપણે શું માનવું ? શું બધા ધર્મપંથના આડંબરો ધાર્મિક છે કે કોઈ એક પંથના જ કે બધા જ પંથના આડંબરોને ધર્મ સાથે કશી લેવાદેવા નથી? આપણી વિવેકબુદ્ધિ જાગરિત હોય તો આપણે જરા પણ મુશ્કેલી સિવાય નક્કી કરી શકીએ કે માનવતાને ન સાંકળે, એમાં અનુસંધાન પેદા કરે એવા ગુણો ન પ્રગટાવે તેવી કોઈ પણ બાબત ધાર્મિક હોઈ જ ન શકે; એને ધર્મભાવના કહી જ ન શકાય. અનુયાયીવર્ગમાં ઉપરની સમજ પેદા કરવી, તે જ સમજ ઝીલવા અને બીજાને કહેવા જેટલું નમ્ર સાહસ કેળવવું એ જ ધર્મનું શિક્ષણ છે. આ શિક્ષણ લઈએ તો આપણને સ્પષ્ટપણે જણાય કે ધર્મ કયો છે? આપણને એ શિક્ષણ દીવા પેઠે બતાવી શકે કે ધર્મ એ એના આત્મામાં છે અને તેનો આત્મા એટલે જીવનમાં સદાચાર અને સદ્ગણી વર્તન. આવો આત્મા હોય તો દેહની કિંમત છે, પણ આત્મા ન હોય તો તે દેહની મડદાથી જરાય વધારે કિંમત નથી. જાતજાતના પંથ ઊભા કરેલ દેહોના આશરા વિના પણ ધર્મનો આત્મા જીવનમાં પ્રકટી શકે અને એવા દેહોનો ગમે તેટલો આશ્રય લેવા છતાં પણ ઘણી વાર એ આત્માનું જીવન જીવી ન શકાય. ઉપરની બધી ચર્ચાનો સાર એટલો જ છે કે સાધનોની તંગીવાળા અને અનેક જાતની મુશ્કેલીવાળા આ યુગમાં માનવતાને સાધવાનો અને તેને જીવવાનો એક જ ઉપાય છે, અને તે એ કે આપણે ધર્મની ભ્રમણા અને તેના વહેમોથી જલદી મુક્તિ મેળવીએ અને અંતરમાં ધર્મનો સાચો અર્થ સમજીએ. - શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણમહોત્સવ અંક. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૬. ધર્મપ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓ શ્રી રાધાકૃષ્ણનના આ પુસ્તક “ધર્મોનું મિલનમાં તેમની ત્રણ વિશેષતાઓ વિશેષ રૂપે નજર આગળ તરી આવે છે : (૧) કંટાળો ઊપજે એવું લંબાણ કર્યા સિવાય અત્યંત મનોહર શૈલીએ તદ્દન ફુટ ચર્ચા કરવી, (૨) ચર્ચાનો વિષય પર ગંભીરપણે લખનાર સંખ્યાબદ્ધ લેખકોની સાક્ષીઓ આપી તેમનાં કામલાયક અવતરણોના સમુચિત સંકલનથી પોતાના વક્તવ્યને ફુટ ને સમૃદ્ધ કરવું, (૩) એમનાં તર્કપાટવ અને સમભાવ. ભૂતકાળની પેઠે આ યુગમાં પણ ભારતે અનેક સમર્થ ધર્મચિન્તકો અને ધર્મ વિષે સાધિકાર લખનાર – બોલનારાઓ નિપજાવ્યા છે. અસાધારણતા તે બધાનો સામાન્ય ગુણ છે, છતાં તે સૌની ભૂમિકા જુદી જુદી છે. ભારત અને ભારત બહારના વિશ્વ ઉપર ધર્મ વિષેની પોતાની વિચારણા અને અનુભૂતિની વિશિષ્ટ છાપ પાડનાર પાંચ પુરુષો સુવિદિત છે. શ્રી અરવિંદ ગૂઢ તાત્રિક સાધના દ્વારા ને ગૂઢ વાણી દ્વારા ધર્મનાં ગૂઢ તત્ત્વો પ્રકાશે છે; તે પારાના રસાયન જેવા હોઈ સર્વભોગ્ય નથી. કવિવર રવીન્દ્ર પોતાની કવિસુલભ સર્વતોમુખી પ્રતિભા અને સહજસિદ્ધ ભાષાસમૃદ્ધિના હૃદયંગમ અલંકારોથી ધર્મના તત્ત્વનું રસપૂર્ણ નિરૂપણ કરે છે. તે ઉપનિષદ અને ગીતાની ગાથાઓ સમું સરલતમ અને ગૂઢતમ બંને પ્રકારનું કાવ્ય બની રહે છે, તેથી તે બહુભોગ્ય છતાં વસ્તુતઃ અલ્પભોગ્ય જ છે. ગાંધીજીના ધર્મ વિષેના ઉદ્દગારો ને લખાણો સર્વલક્ષી હોઈ, તે ગંભીર છતાં પણ સંતસમાં તપસ્વીની વાણીરૂપે સર્વગમ્ય બને છે. તેથી તે અધિકારીભેદે બકરી અને ગાયના દૂધની પોષક ગરજ સારે છે. ડો. ભગવાનદાસનાં ધર્મચિન્તન અને વિચારલેખન એ અનેક ઉદ્યાનોમાંનાં અનેકવિધ પુષ્પોમાં રહેલ મકરંદને પચાવી ભૃગરાજે કરેલા મધુસંચય જેવાં છે. તે મધુર અને પથ્ય હોવા છતાં દૂધના જેટલાં સુપર નથી. શ્રી રાધાકૃષ્ણનનાં ધર્મપ્રવચનો એ અનેક ઉદ્યાનોમાંથી અનેકવિધ લતાવૃક્ષો પરથી ચૂંટી એકત્ર કરેલા અનેકરંગી ને અનેક જાતનાં કુસુમો વડે અસાધારણ કુશળતા ધરાવનાર માલાકારે ગૂંથેલી એક મનોરમ પુષ્પમાળા સમાન છે. તે ગમે તે પ્રેક્ષક અધિકારીની દૃષ્ટિને લોભાવે છે, અને પોતાની મહેકથી તેમજ વિવિધવર્ણ સુન્દરતાથી વાંચનાર કે શ્રોતાને વિષયમાં લીન બનાવી રસ લેતા કરે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ર૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ, તેમજ એ બે તત્ત્વોની દોરવણી નીચે ઘડાતો જીવનવ્યવહાર. આ જ ધર્મ પારમાર્થિક છે. બીજા જે વિધિનિષેધો, ક્રિયાકાંડો, ઉપાસનાના પ્રકારો વગેરે ધર્મની કોટિમાં ગણાય છે, તે બધાં જ વ્યાવહારિક ધમ છે અને તે ત્યાં લગી અને એટલે જ અંશે યથાર્થ ધર્મના નામને પાત્ર છે, જ્યાં લગી અને જેટલે અંશે તે ઉક્ત પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય છે. પારમાર્થિક ધર્મ એ જીવનની મૂલગત તેમજ અદશ્ય વસ્તુ છે. તેનો અનુભવ કે સાક્ષાત્કાર તે ધાર્મિક વ્યક્તિને જ હોય છે, જ્યારે વ્યાવહારિક ધર્મ દશ્ય હોઈ પપ્રત્યેય છે. પારમાર્થિક ધર્મનો સંબંધ ન હોય તો ગમે તેટલા જૂના અને બહુસંમત બધા જ ધર્મો વસ્તુતઃ ધર્માભાસ જ છે. આધ્યાત્મિક ધર્મ એ કોઈ એક વ્યક્તિના જીવનમાંથી નાના-મોટા સ્રોતરૂપે પ્રગટ થાય છે, અને તે આસપાસના માનવસમાજની ભૂમિકાને પ્લાવિત કરે છે. એ સોતનું બળ કે પ્રમાણ ગમે તેટલું હોય, છતાં તે સામાજિક જીવનની ભૂમિકાને અમુક અંશે જ આર્ટ કરે છે. ભૂમિકાની એ અધૂરી ભીનાશમાંથી અનેક કીટાણુ જન્મે છે, અને તે પોતાની આધારભૂત ભૂમિકાને જ ભરખે છે. એવામાં વળી કોઈ બીજી વ્યક્તિમાં ધર્મનો સ્રોત ઉદ્દભવે છે, અને તે પ્રથમના કીટાણુજન્ય સડાને ધોઈ નાખવા મથે છે. આ બીજો સ્રોત પ્રથમના સ્ત્રોત ઉપર બાઝેલી લીલને ધોઈ નાખી જીવનની ભૂમિકામાં વધારે લદાયી કાંપ મૂકે છે. વળી એ કાંપના બીજા થર ઉપર લીલ જામે છે, અને ક્યારેક કાલક્રમે ત્રીજી વ્યક્તિમાં પ્રભવેલ ધર્મસ્રોત એનું માર્જન કરી નાખે છે. આવી રીતે માનવજીવનની ભૂમિકા પર ધર્મસ્રોતનાં અનેક વહેણો વહેતાં રહે છે, અને એ રીતે ભૂમિકા વિશેષ ને વિશેષ યોગ્ય તેમજ ફળદ્રુપ બનતી જાય છે. ધર્મસ્રોતનું પ્રકટીકરણ એ કોઈ એક દેશ કે એક જાતિની પૈતૃક સંપત્તિ નથી. એ તો માનવજાતિરૂપ એક વૃક્ષની જુદી જુદી શાખા પર ઉદ્દભવનાર સુફળ છે. તેનો પ્રભાવ વિરલ વ્યક્તિમાં હોય છે ખરો, પણ તે દ્વારા સમુદાયમાં અમુક અંશે વિકાસ અવશ્ય થાય છે. તે જ રીતે ધર્મની આકર્ષકતા, તેની પ્રતિષ્ઠા અને તેના નામ નીચે બધું જ સારું-નરસું કરવાની શકયતા, તેમજ નરસાને ત્રાણ આપવાની એની શક્તિ, એ બધાં બળોને લીધે માનવસમુદાયમાં અજ્ઞાન ને વાસનાજન્ય અનેક ભયસ્થાનો પણ ઊભાં થાય છે. કોઈ પણ ધર્મપંથ આવાં એક યા બીજા પ્રકારનાં ભયસ્થાનોથી છેક જ મુક્ત હોતો નથી. તેથી જ આ લોક અને પરલોકનો ભેદ મટાડવાની, પ્રેય અને શ્રેય વચ્ચે અભેદ સાવધાની, તેમજ આવતા બધી જાતના વિક્ષેપોને ટાળી માનવજીવનમાં સામંજસ્ય સ્થાપવાની ધર્મની મૌલિક શક્તિ કુંઠિત બને છે. ધર્મનાં ઉત્થાન અને પતનના ઇતિહાસનું આ જ હાર્દ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓ • ૨૭ ધર્મનદીને કિનારે અનેક તીર્થો ઊભાં થાય છે, અનેક પંથના ઘાટો બંધાય છે. એ ઘાટો પર નભનાર વાડાજીવી સર્વ પંડા કે પુરોહિતો પોતપોતાના તીર્થ અને ઘાટની મહત્તા કે શ્રેષ્ઠતા ગાઈને જ સંતોષ નથી પામતા, પણ મોટે ભાગે તેઓ બીજાં તીર્થો અને બીજા પંથરૂપ ઘાટોની ઊણપો બતાવવામાં વધારે રસ લે છે. તેઓ ધર્મની પ્રતિષ્ઠા સાથે કેટલાંક તત્ત્વોને સેળભેળ કરી નાખે છે. તેમાંનું એક તત્ત્વ તો એ કે અમારો ધર્મ એ મૂલતઃ શુદ્ધ છે, અને તેમાં જો કોઈ અશુદ્ધિ હોય તો તે પરપંથની આગંતુક અસર છે. બીજું તત્ત્વ એ કે બીજા ધર્મપંથોમાં કંઈ સારું હોય તેને પોતાના ધર્મની અસર તરીકે બતાવવું. ત્રીજું તત્ત્વ એ કે સનાતનતા સાથે જ શુદ્ધિ અને પ્રતિષ્ઠાનો સંબંધ વિચારવો. આ અને આના જેવા બીજા વિકારી તત્ત્વોથી લોકોનું ધાર્મિક જીવન પણ ક્ષુબ્ધ બને છે. દરેક પંથ પોતાની સનાતનતા ને પોતાની શુદ્ધિ સ્થાપવા મથે છે, અને બીજા ધર્મપંથોમાં રહેલ ઉચ્ચ તત્ત્વો સામે આંખ મીંચી દે છે. ધાર્મિક જીવનના આ સડાને દૂર કરવાનાં અનેક માર્ગો પૈકી એક માર્ગ – અને સુપરિણામદાયી માર્ગ – એ પણ છે કે દરેક ધર્મજિજ્ઞાસુને ધર્મનું જ્ઞાન ઐતિહાસિક તેમજ તુલનાત્મક દૃષ્ટિએ આપવું, જેથી ધર્મનું શિક્ષણ માત્ર એકપંથગામી મટી સર્વપથગામી બને, અને સ્વ કે પર દરેક પંથના સ્થૂલ તેમજ સૂક્ષ્મ જીવનના ઇતિહાસનું પણ ભાન થાય. આ જાતના શિક્ષણથી પોતાના પંથની પેઠે બીજા પંથમાં પણ રહેલ સુતત્ત્વોને સહેલાઈથી જાણી શકાય છે અને પરપંથની જેમ સ્વપંથમાં રહેલી ત્રુટિઓનું પણ વાસ્તવિક ભાન થાય છે. તેની સાથેસાથે પ્રાચીનતામાં જ મહત્તા અને શુદ્ધિનો બંધાયેલો ભ્રમ પણ સહેલાઈથી ટળે છે. આ દૃષ્ટિએ ધર્મના ઐતિહાસિક અને તુલનાત્મક શિક્ષણનું બહુ ઊંચું સ્થાન છે. ધર્મનું વ્યાપક અને તટસ્થ દષ્ટિએ ઐતિહાસિક ને તુલનાત્મક શિક્ષણ આપવું હોય તો તે માટે પૂર્ણ યોગ્ય સ્થાન તો સાર્વજનિક કૉલેજોને ને યુનિવર્સિટીઓ જ છે. એમ તો દરેક દેશમાં અનેક ધર્મધામો છે, અને જ્યાં જ્યાં ધર્મધામ હોય ત્યાં ત્યાં નાનાં-મોટાં વિદ્યાધામ હોવાનાં જ. પણ આપણે જાણીએ છીએ કે એ વિદ્યાધામો જે પંથના હોય તે જ પંથના વિદ્યાર્થીઓ અને મોટે ભાગે તે જ પંથના અધ્યાપકો તેમાં હોય છે. તે વિદ્યાધામ ગમે તેટલું ઉદાર વાતાવરણ ધરાવતું હોય છતાં તેમાં પરપંથોના વિદ્યાર્થીઓ કે અધ્યાપકો જતા નથી, અને જાય તો તેમાં એકરસ થઈ શકતા નથી. એટલે પરિણામ એ આવે છે કે દરેક પંથ દ્વારા ચલાવાતાં વિદ્યાધામોમાં ધર્મનું શિક્ષણ એકદેશીય જ રહી જાય છે. એને લીધે પંથ પંથના અનુયાયીઓની વિચારણામાં રહેલું અંતર કે તેમાં રહેલી ભ્રાન્તિઓ મટવાને બદલે, વિશેષ વધે નહિ તોપણ, કાયમ તો રહે છે જ. જ્યારે વર્તમાન યુગ દૂરવર્તી ભિન્નભિન્ન ખંડના માણસોને સહેલાઈથી મળવાનાં સાધનો ધરાવે છે અને અનેક બાબતો પરત્વે વિશ્વસંઘની વ્યવસ્થા કરવાની Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ શક્તિ ધરાવે છે, ત્યારે તે યુગમાં માણસજાતનાં હાડમાંસ સાથે સંકળાયેલ ધર્મતત્ત્વનું એકદેશીય શિક્ષણ કદી નભી ન શકે, નભવું ન જોઈએ. ખરી રીતે આ યુગે જ સર્વમિલન યોગ્ય કૉલેજો અને યુનિવર્સિટીઓ ઊભી કરી છે, અને તે જ સંસ્થાઓ પ્રાચીન વિદ્યાધામો અને ધર્મશિક્ષણનાં ધામોનું સ્થાન લઈ રહેલ છે. તેને જ અનુરૂપ ઐતિહાસિક તેમજ તુલનાત્મક ધર્મશિક્ષણનો પાયો નંખાયો છે. આ શિક્ષણ કાં તો પ્રાચીન ધર્મધામોને પોતાની ઉદારતાથી અજવાળશે; અને કાં તો, જો તેઓ પોતાની સંકીર્ણતા નહિ છોડે તો, તેમને અવશ્યમેવ તેજોહીન બનાવશે. શ્રી રાધાકૃષ્ણન સાચું જ કહે છે કે કોલેજો ને યુનિવર્સિટીઓ એ ધર્મપ્રચારનાં ધામો નથી, એ તો શુદ્ધ ને વ્યાપક જ્ઞાન પૂરું પાડનાર શિક્ષણસંસ્થાઓ છે. આજે જ્યાં જુઓ ત્યાં દરેક વિષયના સાર્વજનિક શિક્ષણની મહત્તા વધી રહી છે. આ યુગમાં ધર્મના પણ સર્વગ્રાહ્ય સાર્વજનિક શિક્ષણની કેટલી અગત્ય છે, અને તે વિષે લોકો કેટલી રૂચિ ધરાવે છે એ વસ્તુ દિવસે દિવસે વધતા જતા અને લોકપ્રિય થતા ધર્મવિષયક ઐતિહાસિક અને તુલનાત્મક શિક્ષણથી સિદ્ધ થાય છે. જોકે આવા શિક્ષણની શરૂઆત યુરોપિયનો દ્વારા ને યુરોપની ભૂમિ પર જ થઈ, છતાં ખુશીની વાત તો એ છે કે ભારતના એક સાચા બ્રાહ્મણે એ યુરોપની ભૂમિમાં પણ આ વિષયનું ગુરુપદ પ્રાપ્ત કર્યું છે. જ્યારે મનુએ કહેલું કે કોઈ પણ દેશના વાસીએ ભારતમાં આવીને વિદ્યા મેળવવી, ત્યારે કદાચ તેનો ઊંડો આશય એ પણ હોય કે ભારતના યુગાનુરૂપ બ્રાહ્મણો ભારતની બહાર જઈને પણ યુગાનુરૂપ ભાષામાં યુગાનુરૂપ શિક્ષણ આપશે. જ્યારે સનાતન સંસ્કારના એ દ્વિજો મનુના એ શબ્દને આ જ પણ વળગી રહ્યા છે, ત્યારે મનુના જ્ઞાનનો વારસો ધરાવનાર એક શ્રી રાધાકૃષ્ણન જેવા સનાતની માત્ર તેના શબ્દોને વળગી ન રહેતાં તેના ગર્ભિત અર્થને અમલમાં મૂકે છે. બુદ્ધિ, સ્મૃતિ, વિશાળ વાચન, સંકલનશક્તિ અને ભાષા પરનું અસાધારણ પ્રભુત્વ એ બધું હોવા છતાં જો શ્રી રાધાકૃષ્ણનને આર્યધર્મ અને તેનાં તત્ત્વોનું વિશદ, સૂક્ષ્મ અને સમભાવી જ્ઞાન ન હોત તો તેઓ આટલી સફળતાથી દુનિયાના બધા જ ધર્મોની તાત્ત્વિક અને વ્યાવહારિક મીમાંસા ભાગ્યે જ કરી શકત. આ પુસ્તકમાં પદે પદે વિશદતા ટપકતી હોવા છતાં વાચકોને તેનો એકાદ નમૂનો સૂચવવો હોય તો પૃ. ૧૪૯ પર આવેલ “નિવૃત્તિ વિ. પ્રવૃત્તિ’ એ મથાળા નીચે દોરાયેલું ચિત્ર સૂચવી શકાય. વાચકો જોઈ શકશે કે એમાં પૂર્વ ને પશ્ચિમના ધર્મોનો સ્વરૂપભેદ, તેમનો માનસભેદ અને ઉદ્દેશ્યભેદ કેટલી તાદશતાથી ચિત્રિત કર્યા છે. તેમની વિચારસૂક્ષ્મતા માટે બે-ત્રણ સ્થળો સૂચવ્યા વિના સન્તોષ નથી થતો. શ્રી રાધાકૃષ્ણન મોક્ષનું સ્વરૂપ ચર્ચતાં ધર્મોના એક ગૂઢ કોયડાને ઉકેલે છે. કેટલાક મોક્ષને ઈશ્વરની કૃપાનું ફળ માની બહારથી મળી આવનાર એક બક્ષિસ માને છે, જ્યારે બીજા કેટલાક તેને આત્મપુરુષાર્થનું ફળ ગણે છે. એનો ઝીણવટભરેલો ઉકેલ લેખક કરે છે, ત્યારે Page #56 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવાહો અને આનુષગિક સમસ્યાઓ • ૨૯ ખરેખર તેઓ યોગશાસ્ત્રની ચિત્તભૂમિકાઓ', જૈનશાસ્ત્રનાં ગુણસ્થાનો અને બૌદ્ધ પિટકના “માર્ગોનું જ અત્યંત સરળ ભાષામાં સૂચન કરે છે. તેઓ કહે છે : “મોક્ષ એ આપણા હૃદયમાં વસતા ઈશ્વરત્વનો ધીમે ધીમે થતો વિકાસ છે. ઈશ્વરની કૃપા ને આત્માનો પુરુષાર્થ એ એક જ ક્રિયાનાં બે જુદાં જુદાં પાસાં છે.' પૃ. ૯૯) કર્મ અને પુનર્જન્મ વિષે ચર્ચા કરતાં પાપીનું પાપ ધોઈ કાઢવા બીજો જ માણસ દુઃખ ભોગવે છે એવા ખ્રિસ્તી ધર્મના સિદ્ધાન્તની તેઓ બારીકાઈથી સમીક્ષા કરે છે, અને સમર્થ રીતે સિદ્ધ કરે છે કે સ્વકૃત કર્મ અન્યથા થઈ શકે નહિ, અને થાય તોયે કર્તાના પોતાના સપુરુષાર્થ વડે જ. આ આખી ચર્ચા પૃ. ૧૧૦થી વાંચતાં ભારે રસ પડે તેમ છે. ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં પરમાત્મદર્શન માટેનાં સાધનોની બાબતમાં કેટલાક ન ભૂંસાય એવા વિરોધો દેખાય છે. કોઈ પરમાત્મદર્શન માટે એક અથવા બીજા પ્રકારની મૂર્તિનું અવલંબન લે છે, જ્યારે બીજા કેટલાક મૂર્તિને સાવ નિરર્થક માની જા કે ચિત્તનને જ પરમાત્મદર્શનનું સાધન માને છે. આ બે માર્ગો વચ્ચે જે ઊંડો વિરોધ છે તેણે ભાઈભાઈ અને કોમ-કોમ વચ્ચે સંક્રામક ઝેર સીંચ્યું છે, ને અનેકોના પ્રાણ હર્યા છે. આ વિરોધનો પરિહાર શ્રી રાધાકૃષ્ણને જે શાસ્ત્રીયતા ને મૌલિકતાથી કર્યો છે તે સાંભળતાં મને મારા જ જીવનનો એક અદ્ભુત પ્રસંગ યાદ આવ્યો. હું જન્મથી મૂર્તિપૂજા ન માનનાર ફિરકાનો હતો. અનેક તીર્થો ને મંદિરોમાં જવા છતાં એમાં પાષાણની ભાવના સિવાય બીજી ભાવના હુરતી નહિ. ક્યારેક પ્રખર જેન તાર્કિક યશોવિજયજીનું પ્રતિમાશતક' મારા વાંચવામાં આવ્યું. એમાં તેમણે એક સરળ દલીલ કરી છે કે પરમાત્માનું સ્મરણ કરવું એ ઉપાસકનું ધ્યેય છે. હવે તે સ્મરણ જો નામથી થતું હોય તો રૂપથી પણ થાય છે જ. એવી સ્થિતિમાં સ્મરણના કોઈ એક સાધનને જ માનવું ને બીજાને તરછોડી કાઢવું એ શું યોગ્ય છે? આ દલીલ મારે કાને પડી તે જ ક્ષણે મારો જન્મસિદ્ધ કુસંસ્કાર સરી ગયો. શ્રી રાધાકૃષ્ણને મૂર્તિ ન માનનારને સંબોધીને આ જ વસ્તુ બહુ વિસ્તારથી ને અતિ ઝીણવટથી કહી છે. તેમણે કહ્યું છે કે પરમાત્મતત્ત્વ એ તો ખરી રીતે વાણી ને મનને અગોચર જ છે, પણ આપણા જેવા અપૂર્ણ અધિકારીને માટે તે માર્ગે આગળ વધવાને, તેનું સ્મરણ પુષ્ટ કરવાને, અનેક પ્રતીકો છે; પછી ભલે તે પ્રતીકો કાષ્ઠ, પાષાણ કે ધાતુનાં મૂર્તિ રૂપ હોય, અગર કલ્પના કે જપસ્વરૂપ માનસિક ને અમૂર્ત હોય. આખરે તો એ બધાં મૂર્તિ-અમૂર્ત પ્રતીકો જ છે. તેમણે આ ચર્ચાપ્રસંગે માનસશાસ્ત્રના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનો જે સુમેળ સાધ્યો છે તેના ઉપર કોઈ તટસ્થપણે વિચાર કરે તો એના મનમાંથી મૂર્તિપૂજા સામેનો કાળજૂનો વિરોધ સરી પડ્યા વિના ન રહે. શ્રી રાધાકૃષ્ણનના નિરૂપણની ખૂબી એમના સમભાવમાં છે. તેઓ સહિષ્ણુતા, દયા અને ઉદારતા કરતાં પણ સમભાવને, ગાંધીજીની પેઠે જ, ઊંચું સ્થાન આપે છે. જ્યારે તેઓ ઇસ્લામની સમીક્ષા કરે છે ત્યારે પણ ઇસ્લામનાં બે તત્ત્વો – ઈશ્વરનું WWW.jainelibrary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ » • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પિતૃત્વ અને માનવોનું ભાતૃત્વ – ને અપનાવવા અને જીવનમાં ઉતારવા હિંદુઓને કહે છે. તેઓ મુખ્યત્વે ખ્રિસ્તીઓ સમક્ષ બોલતા હોઈ ખ્રિસ્તી ધર્મની ભ્રમણાઓ વિષે વધારે ટીકા કરે છે; છતાં પણ ખ્રિસ્તી ધર્મનાં માનવસેવા, વ્યવસ્થા આદિ તત્ત્વોને અપનાવવા સૂચવે છે. હિંદુઓને તેમની અણઘડ ને જંગલી પ્રથાઓ ફેંકી દેવાનો દૃઢાગ્રહ રાખવા કહ્યું છે તે રાધાકૃષ્ણનની સમતોલ બુદ્ધિનું પ્રમાણ છે. પરંતુ રાધાકૃષ્ણનની ખરી સંસ્કારિતા અને સૌંદર્યદષ્ટિ તો ત્યારે વ્યક્ત થાય છે જ્યારે તેઓ કહે છે કે “અહિંસાની જેઓ છટાભેર વાતો કરે છે તેઓ પશુયજ્ઞોને ઉત્તેજન આપતા દેખાય છે;” પૃ. ૧૩૬) તેમજ જ્યારે તેઓ કહે છે કે “એકબીજાનું ખંડન કરવામાં રચ્યાપચ્યા રહેલા અનેક વાદો, બુદ્ધિ ન સમજી શકે એવા તત્ત્વનાં ટૂંપણાં અને જુલમગાર પ્રથાઓ, જેની નીચે મનુષ્યનો આત્મા સાવ કચડાઈ જાય છે, તે બધાંને નાબૂદ કરતાં આપણને આવડવું જોઈએ.” પૃ. ૧૩૭) શ્રી રાધાકૃષ્ણન ધર્મ અને રાષ્ટ્રાભિમાન' એ મથાળા નીચે આજે વિચારકોનાં મનમાં ઘોળાઈ રહેલા એક અગત્યના પ્રશ્નને છણે છે. એમનો મુદ્દો એ છે કે ધર્મસંઘોએ મિથ્યા રાષ્ટ્રાભિમાનને વશ ન થવું જોઈએ. તેમણે આ બાબતમાં મુખ્યપણે ખ્રિસ્તી ધર્મને લક્ષીને કહ્યું છે. ખ્રિસ્તી ધર્મે રાષ્ટ્રાભિમાનને વશ થઈ પોતાનો આત્મા ગુમાવ્યો છે. ખ્રિસ્તી સંઘો પોતાના રાષ્ટ્રને જ વફાદાર રહે છે, ઈસુના સિદ્ધાન્તને નહિ. આ દોષ મુસલમાનોમાં પાકિસ્તાનરૂપે પુનઃ આજે અવતરે છે; કેમકે, પછી એમ થશે કે ઇસ્લામ ધર્મ પાળનાર જેમાં રહે તે દેશ જ સર્વોચ્ચ, નહિ કે કુરાનના સિદ્ધાંતો. જો હિંદુ મહાસભા એ પ્રમાણે કરે તો તે પણ હિંદુ ધર્મમાં વિકાર લાવે. જાપાની બૌદ્ધોએ પોતાના બૌદ્ધ ધર્મને જાપાનની રાજસત્તાને હવાલે કરી દીધો છે. આ રીતે ધર્મનું તેજ હણાતાં તે તે રાષ્ટ્રો લડે ત્યારે ધર્મગુરુઓ તેમને લડાઈથી મુક્ત કરવાનું ધાર્મિક બળ ગુમાવી બેસે છે. ગાંધીજી રાજકારણમાં પણ ધર્મ દાખલ કરે ત્યારે તે ધર્મ એટલે કોઈ સંપ્રદાય નહિ, પણ સર્વસંપ્રદાયસંમત પ્રેમ, સેવા ને ત્યાગનો ધર્મ છે. ગાંધીજી રાષ્ટ્રને માટે લડે છે, પણ તે ધર્મને નિર્જીવ કે ગૌણ કરીને નહિ. રાષ્ટ્ર આડે રસ્તે જાય ત્યાં તેને પણ તેઓ ધર્મદ્રષ્ટિએ જ ચેતવે છે. તેઓ જેમ પરાધીનતામાંથી મુક્ત થવા ધર્મનો આશ્રય લઈ કાર્યની યોજનાઓ ઘડે છે તેમ સ્વરાષ્ટ્ર પણ શુદ્ધ ધર્મથી વિહોણું ન થાય તેવી સાવચેતી રાખે છે. ઘણા કહે છે કે ગાંધીજી રાષ્ટ્રીય નહિ પણ ધાર્મિક છે, ત્યારે એમ સમજવું કે તેઓ છે તો રાષ્ટ્રીય, પણ રાષ્ટ્રને આડે રસ્તે ન જવા દેવામાં સાવધ રહે છે, માટે જ તેઓ ધાર્મિક છે. માત્ર ધાર્મિક હોત તો તેઓ બીજા નિષ્ક્રિય બાવાઓની પેઠે એકાંતમાં બેસી જાત; પણ તેઓ તો ધર્મ વાટે જ રાષ્ટ્રોદ્ધાર કરવામાં ધર્મ માને છે, અને તે દ્વારા જ ધર્મ છે કે નહિ તેની પરીક્ષા કરે છે. ગાંધીજી માત્ર ધાર્મિક હોત તો ધર્મનું નામ લઈ આખા દેશને ઉશ્કેરત અને તેને બીજા ધર્મોની સામે થવા કહેત, પણ તેઓ તો Page #58 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓ • ૩૧ બીજાઓની લૂંટારવૃત્તિની સામે થાય છે, નહિ કે બીજાઓના અસ્તિત્વ સામે. એ જ રીતે તેઓ સ્વદેશની નિર્બળતા સામે થાય છે, અને સાથે જ રાષ્ટ્રના ઉદ્ધારમાં ઉદાસીનતા પણ જરાયે દાખવતા નથી. જ્યારે ધર્મ રાષ્ટ્રને વશ થાય ત્યારે રાષ્ટ્રના આક્રમણકાર્યમાં તે સહાયક બને છે, અને બીજાઓની ગુલામીને પોષે છે, તેમજ સાથે સાથે સ્વરાજમાં ગુલામીનાં બીજો પણ વાવે છે; જેમ ગ્રીસ, રોમ, અરબસ્તાન આદિમાં થયું છે તેમ. આજે જાપાની બૌદ્ધ ધર્મ આ જ વસ્તુ કરી રહ્યો છે. વળી જ્યારે ધર્મ રાષ્ટ્રને આધીન થાય છે ત્યારે રાષ્ટ્ર પોતાના બચાવ માટે અધર્માચરણ કરે તેમાં પણ ધર્મ સહાયક બને છે, જેમ કે ચીનનો બૌદ્ધ ધર્મ. ચીન દુશ્મનો સામે હિંસક લડાઈ લડે છે ત્યારે ત્યાંનો બૌદ્ધ ધર્મ તેમાં સહાયક બને છે. આ જ ધર્મની રાષ્ટ્રાધીનતા. જો ધર્મ પ્રધાન સ્થાને રહે તો તે રાષ્ટ્રને આક્રમણ કરવા ન દે; તેમાં તે સહાયક ન બને; અને સ્વરાષ્ટ્ર ગુલામીથી મુક્ત થતું હોય ત્યારે પણ તે અધમ્ય સાધનોથી તેમાં મદદ ન કરે. ઊલટું, ધર્મ સાધનો તદ્દન નવાં યોજી તે દેશને ગુલામીથી છોડવે. આ દૃષ્ટિએ જોતાં જો કોઈ પણ દેશ આજે ધર્મની સ્વતંત્રતા સાચવવા મથતો હોય તો તે ભારત જ છે, અને તે પણ ગાંધીજીને હાથે. ગાંધીજીનો ધર્મ સક્રિય છે અને નિષ્ક્રિય પણ છે. પરસત્ત્વ હરવામાં તે નિષ્ક્રિય છે, જ્યારે સ્વસત્ત્વ સિદ્ધ કરવામાં તે સક્રિય છે. ભારત આક્રમણ તો કરતું જ ન હતું. એટલે તેના ધર્મોમાં આક્રમણકાર્યમાં મદદ કરવાનો દોષ તો આવ્યો જ ન હતો, જેવો ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં આવ્યો છે. પણ તેનામાં બીજાનું આક્રમણ સહેવાનો દોષ કે અન્યાય ખમવાનો દોષ પૂરેપૂરો આવેલો; તેને જ ગાંધીજી દૂર કરવા મથે છે. ધર્મ દ્વારા રાષ્ટ્રને ગુલામીથી મુક્ત કરવાનો ગાંધીજીનો અપૂર્વ પંથ છે. શ્રી રાધાકૃષ્ણન કે ટાગોર આદિ જ્યારે ધર્મ ને રાષ્ટ્રભિમાનને સેળભેળ થતા અટકાવવા કહે છે ત્યારે તેમની સામે બધાં અધર્મગામી રાષ્ટ્રોનું સજીવ ચિત્ર હોય છે. આ પુસ્તકનું નામ ધર્મોનું મિલન' રાખેલું છે તે બહુ જ ઉચિત છે. એમાં સંગ્રહાયેલાં બધાં જ લખાણો ને પ્રવચનો મુખ્યત્વે ધર્મમિલનમાં જ પર્યવસાન પામે છે. ધર્મમિલનનું સાધ્ય શું, એ મુખ્ય પ્રશ્ન છે. તેનો ઉત્તર શ્રી રાધાકૃષ્ણને પોતે જ મહાસમન્વયની ચર્ચા દ્વારા આપ્યો છે. દરેક ધર્મનાં સુવિચારી અનુયાયી અને જ્ઞાતાઓનો આજે નિશ્ચિત મત છે કે ધર્માન્તરની વટાળપ્રવૃત્તિ અનિષ્ટ જ છે. સાથે સાથે કોઈ ધર્મનો ઉચ્ચતર અભ્યાસી અને વિચારક એવો નથી જે પોતાના પરંપરાગત ધર્મના સ્વરૂપમાં જ સંતુષ્ટ હોય. દરેક સુવિચારી ઉત્સાહી પોતાની પરંપરાગત ધર્મભૂમિકાને છે તે કરતાં વિશેષ ઉન્નત ને વિશેષ વ્યાપક બનાવવા માગે છે. એક તરફથી પત્થાન્તરનો કે ધર્માન્તરનો વધતો જતો અણગમો અને બીજી તરફથી પોતપોતાના ધર્મને વિકસાવવાની, વિશેષ વ્યાપક અને શુદ્ધ બનાવવાની ઉત્કટ અભિલાષા–એમાં દેખીતો વિરોધ છે. પણ એ વિરોધ જ મહાસમન્વયની ક્રિયા સાધી રહ્યો છે. કોઈ એક ધર્મ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સંપૂર્ણ નથી, જ્યારે બીજો કોઈ પૂર્ણપણે પાંગળો નથી. માત્ર જાગરૂક દૃષ્ટિ અને વિવેકશીલ ઉદારતા હોય તો હરકોઈ ધર્મ બીજા ધર્મમાંનું સારું એટલું બધું અપનાવી શકે અને બીજો પહેલામાંથી. આ રીતે ધર્મનું ઉચ્ચીકરણ સંભવે છે; અને એ જ ખરા ધર્મજિજ્ઞાસુઓની ભૂખ છે. આ ભૂખ શ્રી રાધાકૃષ્ણનના સર્વધર્મ વિષયક ને તટસ્થ તુલનાત્મક અધ્યયનથી સંતોષાય છે. અને તે પોતે ગાંધીજીના જેટલા જ ધર્માન્તરના કટ્ટર વિરોધી હોવા છતાં પોતાના આવા નિરૂપણ દ્વારા જુદા જુદા દરેક ધર્મના અનુયાયીઓને પોતપોતાના ધર્મમાં રહીને ઉચ્ચકરણ સાધવાની તક પૂરી પાડે છે. - ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પુસ્તક “ધર્મોનું મિલન'ની પ્રસ્તાવના. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૭. ધર્મ અને પંથ પહેલામાં એટલે ધર્મમાં અંતર્દર્શન હોય છે, એટલે તે આત્માની અંદરથી ઊગે. છે અને તેમાં જ ડોકિયું કરાવે છે કે તે તરફ જ માણસને વાળે છે; જ્યારે બીજામાં એટલે પંથમાં બહિર્દર્શન હોય છે, એટલે તે બહારના વાતાવરણમાંથી જ અને દેખાદેખીમાંથી જ આવેલ હોય છે, તેથી બહાર જ નજર કરાવે છે અને માણસને બહારની બાજુ જોવામાં જ રોકી રાખે છે. ધર્મ એ ગુણજીવી અને ગુણાવલંબી હોવાથી તે આત્માના ગુણો ઉપર જ રહેલો હોય છે, જ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હોવાથી તેનો બધો આધાર બહારના રૂપરંગ અને ડાકડમાળ ઉપર હોય છે. તેથી તે પહેરવેશ, કપડાનો રંગ, પહેરવાની રીત, પાસે રાખવાના સાધનો અને ઉપકરણોની ખાસ પસંદગી અને આગ્રહ કરાવે છે. પહેલામાં એકતા અને અભેદના ભાવો ઊઠે છે અને સમાનતાની ઊર્મિઓ ઊછળે છે; જ્યારે બીજામાં ભેદ અને વિષમતાની તરાડો પડતી અને વધતી જાય છે. એટલે પહેલામાં માણસ બીજા સાથેનો પોતાનો ભેદ ભૂલી અભેદ તરફ જ ઝૂકે છે, અને બીજાના દુઃખમાં પોતાનું સુખ વીસરી જાય છે; અથવા એમ કહો કે એમાં એને પોતાનાં જુદાં સુખ-દુઃખ જેવું કાંઈ તત્ત્વ જ નથી હોતું, જ્યારે પંથમાં માણસ પોતાની અસલની અભેદ ભૂમિને ભૂલી ભેદ તરફ જ વધારે અને વધારે ઝૂકતો જાય છે અને બીજાનું દુઃખ એને અસર નથી કરતું. પોતાનું સુખ એને ખાસ લલચાવે છે, અથવા એમ કહો કે એમાં માણસનાં સુખ અને દુઃખ સૌથી છૂટાં જ પડી જાય છે. એમાં માણસને પોતાનું અને પારકું એ બે શબ્દ ડગલે અને પગલે યાદ આવે છે. પહેલામાં સહજ નમ્રતા હોવાથી એમાં માણસ લઘુ અને હલકો દેખાય છે. તેમાં મોટાઈ જેવી કાંઈ વસ્તુ જ નથી હોતી અને ગમે તેટલી ગુણસમૃદ્ધિ કે ધનસમૃદ્ધિ છતાં તે હંમેશને માટે સૌ કરતાં પોતાને નાનો જ દેખે છે; કારણ કે, ધર્મમાં બ્રહ્મ એટલે સાચા જીવનની ઝાંખી થવાથી તેની વ્યાપકતા સામે માણસને પોતાની જાત અલ્પ જેવી જ ભાસે છે, જ્યારે પંથમાં એથી ઊલટું છે. એમાં ગુણ કે વૈભવ ન પણ હોય છતાં માણસ પોતાને બીજાથી મોટો માને છે અને તેમ મનાવવા યત્ન કરે છે. એમાં નમ્રતા હોય તો તે બનાવટી હોય છે અને તેથી તે માણસને મોટાઈનો જ ખ્યાલ પૂરો પાડે Page #61 -------------------------------------------------------------------------- ________________ જ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ છે. એની નમ્રતા એ મોટાઈને માટે જ હોય છે. સાચા જીવનની ઝાંખી ન હોવાથી અને ગુણોની અનન્તતાનું તેમજ પોતાની પામરતાનું ભાન ન હોવાથી પંથમાં પડેલો માણસ પોતામાં લઘુતા અનુભવી શકતો જ નથી, માત્ર તે લઘુતા દર્શાવ્યા કરે છે. ધર્મમાં દષ્ટિ સત્યની હોવાથી તેમાં બધી બાજુ જોવા-જાણવાની ધીરજ અને બધી જ બાજુઓને સહી લેવાની ઉદારતા હોય છે. પંથમાં એમ નથી હોતું. તેમાં દૃષ્ટિ સત્યાભાસની હોવાથી તે એક જ અને તે પણ પોતાની બાજુને સર્વ સત્ય માની બીજી બાજુ જોવા-જાણવા તરફ વલણ જ નથી આપતી, અને વિરોધી બાજુઓને સહી લેવાની કે સમજી લેવાની ઉદારતા પણ નથી અર્પતી. ધર્મમાં પોતાનું દોષદર્શન અને બીજાઓના ગુણનું દર્શન મુખ્ય હોય છે, જ્યારે પંથમાં તેથી ઊલટું છે. પંથવાળો માણસ બીજાના ગુણો કરતાં દોષો જ ખાસ જોયા તેમજ ગાયા કરે છે, અને પોતાના દોષો કરતાં ગુણો જ વધારે જોયા તેમજ ગાયા કરે છે, અથવા તો એની નજરે પોતાના દોષો ચડતા જ નથી. ધર્મગામી કે ધર્મનિષ્ઠ માણસ પ્રભુને પોતાની અંદર જ અને પોતાની આસપાસ જ જુએ છે. તેથી તેને ભૂલ અને પાપ કરતાં પ્રભુ જોઈ જશે એવો ભય લાગે છે, તેની શરમ આવે છે, જ્યારે પંથગામી માણસને પ્રભુ કાં તો જેરૂસલેમમાં, કાં તો મક્કામદીનામાં, કાં તો બુદ્ધગયા કે કાશીમાં અને કાં તો શત્રુંજય કે અણપદમાં દેખાય છે અથવા તો વૈકુંઠમાં કે મુક્તિસ્થાનમાં હોવાની શ્રદ્ધા હોય છે. એટલે તે ભૂલ કરતાં પ્રભુથી પોતાને વેગળો માની, જાણે કોઈ જાણતું જ ન હોય તેમ, નથી કોઈથી ભય ખાતો કે નથી શરમાતો. એને ભૂલનું દુઃખ સાલતું જ નથી અને સાલે તોયે ફરી ભૂલ ન કરવાને માટે નહિ. ધર્મમાં ચારિત્ર ઉપર જ પસંદગીનું ધોરણ હોવાથી તેમાં જાતિ, લિંગ, ઉંમર, ભેખ, ચિહ્નો, ભાષા અને બીજી તેવી બહારની વસ્તુઓને સ્થાન જ નથી, જ્યારે પંથમાં એ જ બાહ્ય વસ્તુઓને સ્થાન હોય છે. કઈ જાતિનો? પુરુષ કે સ્ત્રી? કઈ ઉમરનો? વેશ શો છે ? કઈ ભાષા બોલે છે ? અને કઈ રીતે ઊઠે કે બેસે છે ? – એ જ એમાં જોવાય છે; અને એની મુખ્યતામાં ચારિત્ર દબાઈ જાય છે. ઘણી વાર તો લોકોમાં જેની પ્રતિષ્ઠા ન હોય એવી જાતિ, એવું લિંગ, એવી ઉંમર કે એવા વેશ કે ચિહ્નવાળામાં જો ખાસું ચારિત્ર હોય તોપણ પંથમાં પડેલ માણસ તેને લક્ષમાં લેતો જ નથી અને ઘણી વાર તો તેવાને તરછોડી પણ કાઢે છે. ધર્મમાં વિશ્વ એ એક જ ચોકો છે. તેમાં બીજા કોઈ નાના ચોકા ન હોવાથી આભડછેટ જેવી વસ્તુ જ નથી હોતી અને હોય છે તો એટલું જ કે તેમાં પોતાનું પાપ જ માત્ર આભડછેટ લાગે છે. જ્યારે પંથમાં ચોકાવૃત્તિ એવી હોય છે કે જ્યાં દેખો ત્યાં આભડછેટની ગંધ આવે છે અને તેમ છતાં ચોકાવૃત્તિનું નાક પોતાના પાપની દુર્ગંધ Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૩૫ સૂંઘી શકતું જ નથી! તેને પોતે માનેલું એ જ સુવાસવાળું અને પોતે ચાલતો હોય તે જ રસ્તો શ્રેષ્ઠ લાગે છે, અને તેથી તે બીજે બધે બદબો અને બીજામાં પોતાના પંથ કરતાં ઊતરતાપણું અનુભવે છે. - ટૂંકમાં કહીએ તો ધર્મ માણસને રાતદિવસ પોષાતા ભેદસંસ્કારોમાંથી અભેદ તરફ ધકેલે છે અને પંથ એ પોષાતા ભેદમાં વધારે અને વધારે ઉમેરો કરે છે, અને ક્યારેક દૈવયોગે અભેદની તક કોઈ આણે તો તેમાં તેને સંતાપ થાય છે. ધર્મમાં દુન્યવી નાનીમોટી તકરારો પણ (ર, જોરુ, જમીનના અને નાનમ–મોટપના ઝઘડાઓ) શમી જાય છે, જ્યારે પંથમાં ધર્મને નામે જ અને ધર્મની ભાવના ઉપર જ તકરારો ઊગી નીકળે છે. એમાં ઝઘડા વિના ધર્મની રક્ષા જ નથી દેખાતી. આ રીતે જોતાં ધર્મ અને પંથનો તફાવત સમજવા ખાતર એક પાણીનો દાખલો લઈએ. પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા પાણી જેવો જ નહિ, પણ લોકોના ગોળામાં, ખાસ કરીને હિંદુઓના ગોળામાં પડેલ પાણી જેવો હોય છે. જ્યારે ધર્મ એ આકાશથી પડતા વરસાદના પાણી જેવો છે. એને કોઈ સ્થાન ઊંચું કે નીચું નથી. એમાં એક ગાએ એક સ્વાદ અને બીજી જગાએ બીજો સ્વાદ નથી. એમાં રૂપરંગમાં પણ ભેદ નથી અને કોઈ પણ એને ઝીલી કે પચાવી શકે છે. જ્યારે પંથ એ હિંદુઓના ગોળાના પાણી જેવો હોઈ તેને મન તેના પોતાના સિવાય બીજાં બધાં પાણી અસ્પૃશ્ય હોય છે. તેને પોતાનો જ સ્વાદ અને પોતાનું જ રૂપ, ગમે તેવું હોવા છતાં, ગમે છે અને પ્રાણાંતે પણ બીજાના ગોળાને હાથ લગાડતાં રોકે છે. પંથ એ ધર્મમાંથી જન્મેલો હોવા છતાં અને પોતાને ધર્મપ્રચારક માનવા છતાં તે હંમેશાં ધર્મનો જ ઘાત કરતો જાય છે. જેમ જીવતા લોહી અને માંસમાંથી ઊગેલો નખ જેમ જેમ વધતો જાય તેમ તેમ તે લોહી અને માંસને જ હેરાનગતિ કરે છે; તેથી જ્યારે એ વધુ પડતો નખ કાપવામાં આવે ત્યારે જ હાડપિંજરની સલામતી સચવાય છે, તેમ ધર્મથી વિખૂટો પડેલો પંથ (એક વાર ભલે તે ધર્મમાંથી જન્મ્યો હોય છતાં) પણ જ્યારે કાપ પામે અને છેદાય ત્યારે જ માણસજાત સુખી થાય. અલબત્ત, અહીં એ પ્રશ્ન જરૂર થશે કે ધર્મ અને પંથ વચ્ચે મેળ છે કે નહિ અને હોય તો તે કેવી રીતે ? એનો ઉત્તર સહેલો છે. જીવતા નખને કોઈ નથી કાપતું. ઊલટો એ કપાય તો દુઃખ થાય છે, લોહી અને માંસની સલામતી જોખમમાં આવે છે, તે સડવા લાગે છે; તેમ જો પંથની અંદર ધર્મનું જીવન હોય તો તે પંથ એક નહિ હજાર હો – શા માટે માણસ જેટલા જ ન હોય ? – છતાં લોકોનું કલ્યાણ જ થવાનું; કારણ કે, એમાં પ્રકૃતિભેદ અને ખાસિયતો પ્રમાણે હજારો ભિન્નતાઓ હોવા છતાં ક્લેશ નહિ હોય, પ્રેમ હશે; અભિમાન નહિ હોય, નમ્રતા હશે; શત્રુભાવ નહિ હોય, મિત્રતા હશે; ઊકળવાપણું નહિ હોય, ખમવાપણું હશે. પંથો હતા, છે અને રહેશે પણ તેમાં સુધારવા જેવું કે કરવા Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સમાજ, ધર્મ અને સંસ્કૃતિ . જેવું હોય તો તે એટલું જ છે કે તેમાંથી વિખૂટો પડેલો ધર્મનો આત્મા તેમાં ફરી આપણે પૂરવો. એટલે આપણે કોઈ પણ પંથના હોઈએ છતાં તેમાં ધર્મનાં તત્ત્વો સાચવીને જ તે પંથને અનુસરીએ. અહિંસાને માટે હિંસા ન કરીએ અને સત્યને માટે અસત્ય ન બોલીએ. પંથમાં ધર્મનો પ્રાણ ફૂંકવાની ખાસ શરત એ છે કે દૃષ્ટિ સત્યાગ્રહી હોય. સત્યાગ્રહી હોવાનાં લક્ષણો ટૂંકમાં આ પ્રમાણે છે : (૧) પોતે જે માનતા અને કરતા હોઈએ તેની પૂરેપૂરી સમજ હોવી જોઈએ અને પોતાની સમજ ઉપર એટલો બધો વિશ્વાસ હોવો જોઈએ કે બીજાને સચોટતાથી સમજાવી શકાય. (૨) પોતાની માન્યતાની યથાર્થ સમજ અને યથાર્થ વિશ્વાસની કસોટી એ છે કે બીજાને તે સમજાવતાં જરા પણ આવેશ કે ગુસ્સો ન આવે અને એ સમજાવતી વખતે પણ એની ખૂબીઓની સાથે જ જો કાંઈ ખામીઓ દેખાય તો તેની પણ વગર સંકોચે કબૂલાત કરતા જવું. (૩) જેમ પોતાની દૃષ્ટિ સમજાવવાની ધીરજ તેમ બીજાની દૃષ્ટિ સમજવાની પણ તેટલી જ ઉદારતા અને તત્પરતા હોવી જોઈએ. બંને અથવા જેટલી બાજુઓ જાણી શકાય તે બધી બાજુઓની સરખામણી અને બળાબળ તપાસવાની વૃત્તિ પણ હોવી જોઈએ. એટલું જ નહિ, પણ પોતાની બાજુ નબળી કે ભૂલભરેલી ભાસતાં તેનો ત્યાગ તેના પ્રથમના સ્વીકાર કરતાં વધારે સુખદ મનાવો જોઈએ. (૪) કોઈ પણ આખું સત્ય દેશ, કાળ કે સંસ્કા૨થી પરિમિત નથી હોતું, માટે બધી બાજુઓ જોવાની અને દરેક બાજુમાં જો ખંડ સત્ય દેખાય તો તે બધાનો સમન્વય કરવાની વૃત્તિ હોવી જોઈએ, પછી ભલે જીવનમાં ગમે તેટલું ઓછું સત્ય આવ્યું હોય. પંથમાં ધર્મ નથી, માટે જ પંથો સમાજ અને રાષ્ટ્રનો ઘાત કરે છે. જ્યાં જ્યાં સમાજ અને રાષ્ટ્રમાં એકતા આવવાના પ્રસંગો આવે છે ત્યાં ત્યાં બધે જ નિષ્પ્રાણ પંથો આડે આવે છે. ધર્મનિત પંથો સરજાયા તો હતા માણસજાતને અને વિશ્વમાત્રને એક કરવા માટે – પંથો દાવો પણ એ જ કાર્ય કરવાનો કરે છે અને છતાં આજે જોઈએ છીએ કે આપણને પંથો જ એક થતાં અને મળતાં અટકાવે છે. પંથો એટલે બીજું કાંઈ નહિ પણ ધર્મને નામે ઊતરેલું અને પોષાયેલું આપણું માનસિક સંકુચિતપણું કે મિથ્યા અભિમાન. જ્યારે લોકકલ્યાણ ખાતર કે રાષ્ટ્રકલ્યાણ ખાતર એક નજીવી બાબત જતી કરવાની હોય છે ત્યારે પંથના ઝેરીલા અને સાંકડા સંસ્કારો આવીને એમ કહે છે કે ‘સાવધાન ! તારાથી એમ ન થાય. એમ કરીશ તો ધર્મ રસાતળ જશે. લોકો શું ધા૨શે અને શું ક૨શે !' કોઈ દિગંબર પોતાના પક્ષ તરફથી ચાલતા તીર્થના ઝઘડામાં ભાગ ન લે, કે ફંડમાં નાણાં ભરવાની પૈસા છતાં ના પાડે, અગર લાગવગ છતાં કચેરીમાં સાક્ષી થવાની ના પાડે તો તેનો પંથ તેને શું કરે ? આખું ટોળું હિંદુ મંદિર પાસે તાજિયા લઈ જતું હોય અને કોઈ એક સાચો મુસલમાન હિંદુઓની લાગણી ન દુખવવા ખાતર બીજે રસ્તે જવાનું કહે અગર ગોકશી કરવાની ના પાડે તો તે મુસલમાનની એનો પંથ - Page #64 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૦ ૩૭ શી વલે કરે ? એક આર્યસમાજનો સભ્ય ક્યારેક સાચી દૃષ્ટિથી મૂર્તિની સામે બેસે તો તેનો સમાજ–પંથ તેને શું કરે ? આ જ રીતે પંથ સત્ય અને એકતાની આડે આવી રહ્યા છે; અથવા એમ કહો કે આપણે પોતે જ પોતાના પંથમય સંસ્કારના શસ્ત્રથી સત્ય અને એકતાનો દ્રોહ કરી રહ્યા છીએ. તેથી જ તો પંથાભિમાની મોટા મોટા મનાતા ધર્મગુરુઓ, પંડિતો કે પુરોહિતો કદી મળી શકતા જ નથી, એકરસ થઈ શકતા જ નથી; જ્યારે બીજા સાધારણ માણસો સહેલાઈથી મળી શકે છે. તમે જોશો કે એકતાનો અને લોકકલ્યાણનો દાવો કરનાર પંથના ગુરુઓ જ એકબીજાથી જુદા હોય છે. જો એવા ધર્મગુરુઓ એક થાય, એટલે કે પરસ્પર આદર ધરાવતા થાય, સાથે મળીને કામ કરે અને ઝઘડાને સામે આવવા જ ન દે, તો સમજવું કે હવે એમના પંથમાં ધર્મ આવ્યો છે. આપણું આજનું કર્તવ્ય પંથોમાં કાં તો ધર્મ લાવવાનું છે અને નહિ તો પંથોને મિટાવવાનું છે. ધર્મ વિનાના પંથ કરતાં અપંથ એવા મનુષ્ય કે પશુ સુધ્ધાં થવું તે લોકહિતની દૃષ્ટિએ વધારે સારું છે એની કોઈ ના પાડે ખરું ? – પર્યુષણપર્વનાં વ્યાખ્યાનો, ૨૧-૮-’૩૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૮. નીતિ, ધર્મ અને સમાજ કીડી તરફ બારીકીથી ધ્યાન આપીશું તો જણાશે કે તે એકલી રહી શકતી નથી. તે કોઈનો સહચાર શોધે છે. તેને મકોડાનો તો શું પણ પોતાની જુદી જાતની કીડીનો પણ સહચાર નથી ફાવતો. તે પોતાની જ જાતના સહચારમાં મસ્ત રહે છે. આવાં ક્ષુદ્ર પ્રાણીઓથી આગળ વધી પંખી તરફ નજર કરીએ. કૂકડાથી વિખૂટી પડેલી કૂકડી મોર સાથે રહેશે તોપણ તે સંતુષ્ટ રહી નહિ શકે. તેને પણ પોતાની જ જાતિનું સાહચર્ય જોઈએ. એક વાંદરો અને એક હરણ એ બંને પોતપોતાની જાતિમાં જેટલાં પ્રસન્ન રહી શકે અને જીવન લંબાવી શકે તેટલાં વિજાતિમાં ગમે તેટલી સુખસગવડ છતાં પ્રસન્ન નહિ રહી શકે. માણસજાતે પોતાનો બનાવેલ, વફાદાર સેવક, અને સહચારી જાન પણ જો બીજા શ્વાન વિનાનો હશે તો તે અસંતુષ્ટ હશે અને તેથી જ એ પાળેલો શ્વાન પણ, બીજા શ્વાનની અદેખાઈ કરવા છતાં, પાછો બીજા શ્વાનને જોઈ શરૂઆતમાં લડીને પણ, છેવટે તેની સાથે એકરસ થઈ જશે અને ગેલ કરશે. પ્રાણી, પક્ષી અને પશુજાતિનો આ નિયમ આપણે મનુષ્યમાં પણ જોઈએ છીએ. મનુષ્ય, પંખી કે પશુ પાળીને જંગલમાં એકલા રહેવાનો ગમે તેટલો અભ્યાસ કરે પણ છેવટે તેની પ્રકૃતિ મનુષ્યજાતિનું જ સાહચર્ય શોધે છે. સમાન રહેણીકરણી, સમાન ટેવો, સમાન ભાષા, અને શરીરની સમાન રચનાને કારણે સજાતીય સાહચર્ય શોધવાની વૃત્તિ જીવમાત્રમાં આપણે જોઈએ છીએ. તેમ છતાં મનુષ્ય સિવાયના કોઈ પણ જીવવર્ગને કે દેહધારીવર્ગને આપણે સમાજ નથી કહેતા. એ વર્ગ ભલે સમુદાય કે ગણ કહેવાય, પણ સમાજની પાત્રતા તો મનુષ્યજાતિમાં જ છે; અને તેનું કારણ તો એ છે કે મનુષ્યમાં એટલી બુદ્ધિશક્તિ અને વિવેકશક્તિનું જ બીજ છે કે તે પોતાની રહેણીકરણી, પહેરવેશ, ભાષા, ખાનપાન અને બીજા સંસ્કારો બદલી શકે છે, કેળવી શકે છે. માણસ ચાહે ત્યારે પ્રયત્નથી પોતાની જન્મભાષા ઉપરાંત બીજી ભાષાઓ શીખી લે છે, અને તે ભાષાઓ બોલનાર સાથે સહેલાઈથી હળી-મળી જાય છે, પહેરવેશ અને ખાનપાન બદલીને કે બદલ્યા સિવાય ઉદારતા કેળવીને જુદા પ્રકારના પહેરવેશ અને ખાનપાનવાળા મનુષ્ય સાથે સહેલાઈથી વસી અને જિંદગી ગાળી શકે છે. બીજાનું સારું હોય તે લેવામાં અને પોતાનું સારું બીજાને આપવામાં માત્ર મનુષ્ય જ ગૌરવ અનુભવે Page #66 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ધર્મ અને સમાજ • ૩૯ છે. ભિન્ન દેશ, ભિન્ન રંગ અને ભિન્ન સંસ્કારવાળી માનવપ્રજા સાથે માત્ર મનુષ્ય જ એકતા સાધી અને વિકસાવી શકે છે. આ શક્તિને લીધે જ મનુષ્યનો વર્ગ સમાજ નામને પાત્ર થયો છે. મનુષ્ય જ્યાં હશે ત્યાં કોઈ ને કોઈ સમાજનો અંશ થઈને રહેવાનો. તે જે સમાજનો અંશ થઈને રહેતો હશે તે સમાજ ઉપર તેના સારાનરસા સંસ્કારોની અસર થવાની. એક મનુષ્ય બીડી પીતો હશે તો તે પોતાની આજુબાજુના લોકોમાં બીડીની તલપ જગાડી એ વ્યસનનું વાતાવરણ ઊભું કરશે. અફીણ પીનાર ચીનો પોતાના સમાજમાં તે જ રુચિ કેળવશે. એક માણસ ખરો કેળવાયેલ હશે તો તે પોતાના સમાજમાં કેળવણીનું વાતાવરણ જાણે કે અજાણે ઊભું કરશે જ. એ જ રીતે આખા સમાજમાં કે સમાજના મોટા ભાગમાં જે રીતભાત અને સંસ્કારો રૂઢ થયાં હશે પછી તે ઈષ્ટ હોય કે અનિષ્ટ) તે રીતભાત અને સંસ્કારોથી તે સમાજના ઘટક માણસને મુક્ત રહેવું એ અશક્ય નહિ તો દુ:શક્ય જેવું થઈ પડશે. તાર કે ટિકિટ ઑફિસમાં કામ કરનારા અગર સ્ટેશનના કર્મચારીઓ વચ્ચે એકાદ જણ એવો જઈને રહે કે જે લાંચને ધિક્કારતો હોય, એટલું જ નહિ પણ ગમે તેટલી લાંચની લાલચ છતાં તેનો ભોગ બનવા ઇચ્છતો ન હોય, તો તેવા સાચુકલા માણસને બાકીના લાંચિયા વર્ગ તરફથી ભારે ત્રાસ પડવાનો; કારણ કે, તે લાંચ ન લે એટલે સ્વાભાવિક રીતે જ બીજા લાંચિયાઓનો વિરોધ કરે અને તેમ થતાં બીજો આખો વર્ગ એક સંપ થઈ કાં તો તેને લાંચ લેતો કરે અને કાં તો તેને હેરાન કરવામાં મણા ન રાખે. જો પેલો ભલો આદમી અસાધારણ હિંમત અને બુદ્ધિવાળો ન હોય તો તે બીજું કાંઈ નહિ તો છેવટે બીજાઓ લાંચ લે ત્યારે માત્ર તટસ્થ રહી આંખમિચામણાં કરે અને તે જ રીતે તેવા વર્ગમાં નભી શકે. એ જ ન્યાયે આપણા દેશી આઈ.સી.એસ.ને પણ પરદેશીઓ સાથે ઘણી વાર ઘણું અનિષ્ટ સહન કરવું પડે છે. આમ છતાં આવાં અનિષ્ટોથી સમાજને બચાવવા સમાજના આગેવાનો કે રાજ્યકર્તાઓ કાયદા-કાનૂનો ઘડે છે અગર નીતિનિયમો બાંધે છે. એક વખતે મોટી ઉંમર સુધી કન્યાઓને કુમારી રાખવામાં અમુક અનિષ્ટ જણાવાથી મૃતિશાસ્ત્રમાં નિયમ દાખલ થયો કે આઠ અગર નવ વર્ષની કન્યા ગૌરી હોય તે જ ઉમરે પરણાવી દેવી એ ધર્મ છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર કન્યાનો પિતા અને કન્યા સમાજમાં નિંદાતાં. એ ભયથી એ નાની ઉંમરના લગ્નની નીતિ ચાલી. વળી એ નીતિમાં જ્યારે બહુ અનિષ્ટ વધી ગયું ત્યારે તે દૂર કરવા સમાજના આગેવાનો અગર રાજ્યકર્તાઓને બીજો નિયમ ઘડવો પડ્યો અને હવે ચૌદ કે સોળ વર્ષથી નાની ઉંમરમાં કન્યાનું લગ્ન કરનાર કાં તો શિક્ષિતો દ્વારા થતી નિંદાથી ડરે છે અને કાં તો રાજ્યના દંડભયથી ડરી નિયમનું પાલન કરે છે. એક કરજદાર માણસ ગમે તેટલી સંકડામણમાં પણ પોતાનું કરજ ચૂકવવા મથે છે – એટલા માટે કે જો તે કરજ ન ચૂકવે તો તેની શાખ જાય અને શાખ જાય | WWW.jainelibrary.org Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ તો બીજાઓ ન ધીરે, અને તેમ થાય તો તેનો ધંધો જોખમાય. આ રીતે આપણે જોઈશ તો જણાશે કે સમાજમાં જે જે નીતિનિયમો પ્રચલિત હોય છે તેનું પાલન લોકો કાં તો ભયથી અને કાં તો સ્વાર્થથી કરે છે. જો અમુક કામ કરવાની પાછળ અગર અમુક કામ ન કરનાર પાછળ ભય કે લાલચ ન હોય તો તે કામ કરનાર અગર ન કરનાર કેટલા નીકળે, એ મોટો સવાલ છે. કન્યા એ પણ એક પુત્રની પેઠે સંતતિ જ છે, અને તેથી તેને પણ છોકરા જેટલો જ હક હોવો જોઈએ એમ ધારીને તેને દાયજો આપનાર માબાપ મળે તે કરતાં હજાર કે લાખગણાં વધારે માબાપ એવું સમજીને દાયજો કરનાર મળવાનાં કે જો ઠીકઠીક દાયજો આપવામાં નહિ આવે તો લાયક ઘર કન્યા માટે નહિ મળે અને વળી આપણા છોકરાઓ સારે ઘેર નહિ વરે. એ જ ભય કે સ્વાર્થ ઘણી વાર છોકરા-છોકરીઓના શિક્ષણ પાછળ હોય છે અને તેથી જ વ્યવહારુ હેતુ સરતાં ઘણી વાર છોકરા-છોકરીઓનું શિક્ષણ બંધ પડે છે. (પછી ભલે તે છોકરા કે છોકરીઓ શિક્ષણ લેવાને લાયક પણ હોય); કારણ કે, એ શિક્ષણ કેવળ શિક્ષણ ખાતર અપાતું ન હતું. આ રીતે આપણે કેટલાક સમાજોમાં પુનર્લગ્નના પ્રતિબંધ વિષે પણ જોઈએ છીએ. જે સમાજમાં પુનર્લગ્ન નથી થતાં તેમાં પણ આજે ઘણાં પુરુષો અને સ્ત્રીઓ એમ ચોખ્ખું માનનારાં હોય છે કે બળાત્કારી વૈધવ્ય એ ધર્મ નથી, છતાં તેઓ પોતાની લઘુ પુત્રી કે બહેન જો વિધવા થાય તો તેની ઇચ્છા છતાં તેનું લગ્ન કરવા તૈયાર થતાં નથી અને ઘણી વાર તો તેઓ પુનર્લગ્ન ઉપર પોતાની મરજી વિરુદ્ધ સખત જાપ્તો રાખે છે. બળાત્કારી બ્રહ્મચર્યની આ નીતિની પાછળ ભય અને સ્વાર્થ સિવાય બીજો કશો જ હેતુ હોતો નથી. ગૃહસ્થોની વાત બાજુએ મૂકીએ અને ત્યાગી કે ગુરુ ગણાતા વર્ગની અંદર જઈને જોઈએ તોપણ આપણને જણાશે કે તેમના ઘણા નીતિનિયમો અને વ્યવહારોની પાછળ માત્ર ભય અને સ્વાર્થ જ રહેલા હોય છે. એકાદ ત્યાગીનો શિષ્ય અનાચારી થાય તો તે ગુરુ-શિષ્યની વૃત્તિ સુધરી છે કે નહિ તે જોયા સિવાય પણ એને વેશધારી બનાવી રાખવાનો પૂર્ણ પ્રયત્ન કરશે; કારણ કે, તેને એ શિષ્યની ભ્રષ્ટતા દ્વારા પોતાની પ્રતિષ્ઠા જવાનો ભય છે. કોઈ ગુર કંઠે ત્યારે તે સંપ્રદાયના અનુગામીઓ એ વંઠેલ આચાર્યને પદભ્રષ્ટ કરતાં ખચકાશે અને તેના ઉપર બળાત્કારી બ્રહ્મચર્ય લાદવાનો પ્રયત્ન કરશે, કારણ કે, તેમને પોતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા ઘટવાનો ભય છે. પુષ્ટિમાર્ગના આચાર્યનું વારંવાર સ્નાન અને જૈન ધર્મના સાધુનું સર્વથા અસ્નાન કોઈ કોઈ વાર સામાજિક ભયને લીધે જ હોય છે. મોલવીઓના ગીતાપાઠમાં અને પંડિતના કુરાનપાઠમાં પણ સામાજિક ભય અને સ્વાર્થ મોટે ભાગે નડતરરૂપ હોય છે. આ સામાજિક નીતિનિયમો અને રીતરિવાજોની પાછળ મોટે ભાગે ભય અને સ્વાર્થ જ રહેલાં હોય છે. ભય અને સ્વાર્થથી અનુસરાતા નીતિનિયમો છેક જ ફેંકી દેવા જોઈએ, અગર છેક જ નકામા છે, અગર તેના સિવાય પણ ચાલી શકે, એમ કહેવાનો અહીં આશય નથી. અહીં તો એટલું જ બતાવવું છે કે નીતિ અને ધર્મ વચ્ચે શો તફાવત છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ધર્મ અને સમાજ • ૪૧ જે બંધન કે જે કર્તવ્ય ભય કે સ્વાર્થમૂલક હોય છે તે નીતિ; અને જે કર્તવ્ય ભય કે સ્વાર્થમૂલક નહિ પણ શુદ્ધ કર્તવ્ય ખાતર જ હોય છે અને જે કર્તવ્ય માત્ર યોગ્યતા ઉપર જ અવલંબિત હોય છે તે ધર્મ નીતિ અને ધર્મ વચ્ચેનો આ તફાવત કાંઈ નાનોસૂનો નથી. જો આપણે જરીક ઊંડા ઊતરીને તપાસીશું તો સ્પષ્ટ દેખાશે કે નીતિ એ સમાજના ધારણ અને પોષણ માટે આવશ્યક છતાં પણ તેનાથી સમાજનું સંશોધન થતું નથી. સંશોધન એટલે શુદ્ધિ અને શુદ્ધિ એટલે જ ખરો વિકાસ – એ સમજ જો વાસ્તવિક હોય તો એમ કહેવું જોઈએ કે એવો વિકાસ ધર્મને જ આભારી છે. જે સમાજમાં ઉપર કહેલ ધર્મ જેટલે અંશે વધારે અનુસરતો હોય તે સમાજ તેટલે અંશે ચડિયાતો. આ વસ્તુ વધારે સ્પષ્ટતાથી સમજાય એટલા માટે કેટલાક દાખલાઓ લઈએ. બે જણ એવા કલ્પો કે જેમાં એક ટિકિટ-માસ્તર પોતાના ખાતાનો હિસાબ બરાબર ચોકસાઈથી સાચવે છે અને રેલવેખાતાને એક પાઈ પણ નુકસાન થાય તેટલી ભૂલ નથી કરતો – એટલા સારુ કે જો ભૂલ આવે તો દંડાવાનો અગર નોકરી જવાનો ભય છે; પણ એટલી જ ચીવટવાળો તે માસ્તર જો બીજો ભય ન હોય તો મુસાફરો પાસેથી લાંચ લે છે. જ્યારે આપણે કલ્પેલો બીજો સ્ટેશનમાસ્તર હિસાબની ચોકસાઈ ઉપરાંત લાંચ મળવાનો અને પચી જવાનો ગમે તેટલો અનુકૂળ પ્રસંગ છતાં લાંચ નથી જ લેતો, એટલું જ નહિ, પણ તે લાંચખોરીનું વાતાવરણ જ નથી પસંદ કરતો. એ જ રીતે એક ત્યાગી વ્યક્તિ ખુલ્લી રીતે પૈસા લેવામાં કે રાખવામાં અકિંચન વ્રતનો ભંગ લેખી પૈસા હાથમાં નહિ લે કે પોતાની પાસે નહિ સંઘરે અને છતાં જો તેના મનમાં અકિંચનપણું આવ્યું નહિ હોય, એટલે કે લોભનો સંસ્કાર ગયો નહિ હોય, તો તે ધનિક શિષ્યોને મેળવી મનમાં ફુલાશે અને જાણે પોતે જ ધનવાન હોય એ રીતે બીજા કરતાં પોતાને ચડિયાતો માની ગર્વભરેલો હુપદનો વ્યવહાર કરશે. જ્યારે બીજો ત્યાગી, જો ખરો ત્યાગી હશે તો, પૈસા પોતાની માલિકીના કરીને પાસે નહિ જ રાખે અને પાસે હશે તો પણ તેના મનમાં જરાય નહિ હોય અભિમાન કે જરાય નહિ હોય પોતાના અલગ સ્વામીપણાનું ગૌરવ. તે ગમે તેટલા ધનિકોની વચ્ચે રહેવા છતાં અને ધનિકોની સેવાના પ્રસંગોમાં આવવા છતાં નહિ તેનાથી ફુલાય કે નહિ તેને લીધે બીજા કરતાં પોતાને ચડિયાતો માને. આનું પરિણામ એ આવવાનું કે જો નીતિની દૃષ્ટિએ સમાજમાં ત્યાગીઓ હશે તો તે સમાજ ચડેલો કે શુદ્ધ નહિ હોય; કારણ કે, તેમાં ત્યાગીના વેશમાં રહી એવી રીતે ભોગ સેવાતો હશે કે જેથી ત્યાગ પાળ્યો ગણાય અને ભોગ પણ પોષાય. એવી સ્થિતિમાં ત્યાગીઓ વચ્ચે સીધી રીતે પૈસો મેળવવાની કે સંઘરવાની ગૃહસ્થોની પેઠે હરીફાઈ નહિ હોય, પણ બીજા કરતાં વધારે પૈસાદાર શિષ્યોને રીઝવી, સમજાવી, પોતાના બનાવી રાખવાની ગૂઢ હરીફાઈ તો અવશ્ય હશે. અને એવી હરીફાઈમાં તેઓ જાણે કે અજાણે સમાજની સેવા કરવાને બદલે કુસેવા જ વધારે કરતા હશે. તેથી ઊલટું, સમાજમાં જો ધર્મદ્રષ્ટિએ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ત્યાગી હોય તો તેઓને નહિ હોય પૈસા મેળવવાની કે સંઘરવાની હરીફાઈ, અગર નહિ હોય પૈસાદાર ચેલાઓને પોતાના જ બનાવી રાખવાની ફિકર. એટલે તેઓ શિષ્યસંગ્રહ કે શિષ્યપરિવાર વિષે તદ્દન નિશ્ચિંત હશે અને માત્ર સમાજ પ્રત્યેના પોતાના કર્તવ્યમાં જ પ્રસન્ન હશે. એટલે એવા બે ત્યાગીઓ વચ્ચે નહિ આવવાનો અદેખાઈનો અગર ક્લેશનો પ્રસંગ, અને એ જ રીતે તેમને લીધે તેઓ જે સમાજમાં રહેતા હશે તે સમાજમાં પણ નહિ આવવાનો વિખવાદનો પ્રસંગ. આ રીતે આપણે જોઈ શકચા કે એક સમાજમાં ગમે તેટલા નૈતિક ભૂમિકાવાળા ત્યાગી હોય છતાં તેનાથી સમાજનું કલ્યાણ ન થતાં વધારે અકલ્યાણ જ થવાનું, જ્યારે કોઈ બીજા સમાજમાં સાચો ધાર્મિક ભૂમિકાવાળો ત્યાગી એક હોય તોપણ તે સમાજની શુદ્ધિ ખૂબ જ વધારવાનો. એક બીજો દાખલો લઈએ. કોઈ સંન્યાસી ભોગવાસના પ્રગટ થતાં સમાજમાં અપજશ થવાના ભયથી દેખીતી રીતે ત્યાગી રહી અનાચાર સેવ્યા કરે; જ્યારે બીજો ત્યાગી તેવી વાસના પ્રગટ થતાં, જો વાસનાને શમાવી ન શકે તો, ગમે તેટલા અપવાદ અને તિરસ્કારનો સંભવ છતાં ખુલ્લેખુલ્લું ગૃહસ્થપણું સ્વીકારે તો પેલા નૈતિક ભૂમિકાવાળા ત્યાગી કરતાં આવો ગૃહસ્થત્યાગી જ સમાજની શુદ્ધિ વધારે સાચવવાનો; કારણ કે, પેલો ભયને નથી જીત્યો જ્યારે બીજાએ ભયને જીતી અંતર અને બહારની એકતા સાધી નીતિ અને ધર્મ બંનેનું પાલન કર્યું છે. આ લાંબી ચર્ચા ઉપરથી જોઈ શકાશે કે સમાજની ખરી શુદ્ધિ અને ખરા વિકાસ માટે ધર્મની જ એટલે કે નિર્ભય, નિઃસ્વાર્થ અને જ્ઞાનપૂર્ણ કર્તવ્યની જ જરૂરિયાત છે. હવે આપણે જોવું જોઈએ કે દુનિયામાં હયાતી ભોગવતા કયા પંથો, કયા સંપ્રદાયો અગર કયા ધર્મો એવા છે કે જે માત્ર એવો દાવો કરી શકે કે અમે જ ધર્મ સેવીએ છીએ અને તે રીતે બીજા કરતાં અમે વધારે સંશુદ્ધિ કરી છે. આનો ઉત્તર સ્પષ્ટ છે અને તે એ છે કે એવો એકેય પંથ કે સંપ્રદાય દુનિયામાં નથી કે જેણે માત્ર ધર્મનું જ આચરણ કર્યું હોય અને તે દ્વારા માત્ર સમાજની શુદ્ધિ જ સાધી હોય. કોઈ પંથ કે સંપ્રદાય પોતાનામાં અમુક સાચી ધાર્મિક વ્યક્તિઓ થઈ ગયાનો નિર્દેશ કરી સમાજની શુદ્ધિ સાધ્યાનો દાવો કરે તો તેવો દાવો બીજો વિરોધી પંથ પણ કરી શકે; કારણ કે, દરેક પંથમાં ઓછી કે વધતી સાચી ત્યાગી વ્યક્તિઓ થયાનો ઇતિહાસ આપણી સામે મોજૂદ છે. ધર્મનાં કહેવાતાં બાહ્ય રૂપો ઉપરથી સમાજની શુદ્ધિનો આંક કાઢી કોઈ પંથને ધાર્મિકપણાનું પ્રમાણપત્ર તો આપી શકાય જ નહિ; કારણ કે, બાહ્ય રૂપો એટલાં બધાં વિરોધી હોય છે કે તેને લીધે ધાર્મિકપણાનું પ્રમાણપત્ર આપવા જઈએ તો કાં તો બધા જ પંથોને ધાર્મિક કહેવા પડે અને કાં તો બધાને જ અધાર્મિક કહેવા પડે. દાખલા તરીકે કોઈ પંથ મંદિર અને મૂર્તિપૂજાના પોતાના પ્રચારનો નિર્દેશ કરી એમ કહે કે તેણે એ પ્રચાર દ્વારા જનસમાજને ઈશ્વરની ઓળખાણમાં અગર Page #70 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ધર્મ અને સમાજ • ૪૩ તેની ઉપાસનામાં બહુ મદદ કરી છે અને તે રીતે સમાજમાં શુદ્ધિ આણી છે તો તેથી ઊલટું તેનો વિરોધી બીજો પંથ એમ પણ કહેવા કમર કસે કે તેણે મંદિરો અને મૂર્તિઓના ધ્વસનું કામ કરી સમાજમાં શુદ્ધિ આણી છે; કારણ કે, મંદિરો અને મૂર્તિઓને બહાને વધી ગયેલાં વહેમ, આલસ્ય અને દંભને અમુક પ્રમાણમાં તેણે મંદિરો અને મૂર્તિઓના વિરોધ દ્વારા વધતાં અટકાવ્યાં છે. એક પંથ જે તીર્થસ્થાનનો મહિમા ગાતો અને વધારતો હોય તે શારીરિક શુદ્ધિ દ્વારા માનસિક શુદ્ધિની દલીલ કરી પોતાની પ્રવૃત્તિને સમાજકલ્યાણકારી બતાવી શકે; જ્યારે તેનો વિરોધી બીજો પંથ સ્નાનનિયમનના પોતાના કાર્યને સમાજકલ્યાણકારી સાબિત કરવા એવી દલીલ કરી શકે કે બાહ્ય સ્નાનના મહત્ત્વમાં તણાતા લોકોને તે રસ્તેથી પાછા વાળી અંતરશુદ્ધિ તરફ લઈ જવા માટે સ્નાન ઉપર નિયંત્રણ મૂકવું એ જ હિતાવહ છે. એક પંથ કંઠી બંધાવીને અને બીજો તેને તોડાવીને સમાજકલ્યાણ કર્યાનો દાવો કરી શકે. આ રીતે દરેક પંથનાં બાહ્ય રૂપો જે ઘણી વાર એકબીજાથી તદ્દન વિરોધી હોય છે તેના ઉપરથી આપણે નક્કી ન કરી શકીએ કે અમુક પંથ ખરો ધાર્મિક છે અને અમુક પંથે જ સમાજમાં વધારે શુદ્ધિ આણી છે. ત્યારે શું એવું કોઈ ધોરણ છે કે જે સર્વમાન્ય હોય અને જેના દ્વારા નિર્વિવાદપણે આપણે કહી શકીએ કે જો અમુક વસ્તુ હોય તો બાહ્ય રૂપ ગમે તે હોવા છતાં પણ તેનાથી સમાજનું ઐકાંતિક કલ્યાણ જ થવાનું? અને તે વસ્તુ જે પંથમાં, જે જાતિમાં, કે જે વ્યક્તિમાં જેટલા પ્રમાણમાં વધારે હોય તે જ પંથ, તે જ જાતિ, કે તે જ વ્યક્તિએ સમાજની શુદ્ધિમાં અગર સમાજના વિકાસમાં વધારે ફાળો આપ્યો છે એમ કહી શકાય ? અલબત્ત, એવી વસ્તુ છે, અને તે ઉપરની ચર્ચા દ્વારા સ્પષ્ટ થઈ ગઈ છે. તે વસ્તુ એટલે નિર્ભયપણું, નિર્લેપપણું અને વિવેક. વ્યક્તિના કે પંથના જીવનમાં એ વસ્તુ છે કે નહિ તે બહુ સહેલાઈથી જાણી શકાય. જેવું માનવું તેવું જ બોલવું અને બોલવું તેથી ઊલટું ન ચાલવું અગર જેવું ચાલવું તેવું જ કહી દેવું; આ તત્ત્વ હોય તો નિર્ભયપણું. આવું નિર્ભયપણું ધારણ કરનાર કોઈ નોકર શેઠથી ડરી ખરી બીના નહિ છૂપાવે અને ગમે તેવું જોખમ ખેડવા તૈયાર રહેશે. કોઈ ભક્ત ગૃહસ્થ મોટપમાં ખામી આવવાના ભયથી ધર્મગુરુ પાસે અગર બીજે ક્યાંય દોષ ઢાંકવા કે મોટા દેખાવા માટે ખોટો ડોળ ન કરતાં સાચી બીના કહેવા તૈયાર રહેશે. કોઈ ધર્મગુરુ, જો તે નિર્ભય હશે તો, પોતાનું જીવન તદ્દન સાદું ગાળશે. નિલભ પંથ ઉપર કીમતી કપડાં કે ઘરેણાંનો તો ભાર નહિ હોય. જો કોઈ પંથમાં નિર્લેપપણું હશે તો તે પોતાની બધી જ શક્તિઓ એકાગ્ર કરી બીજાઓની સેવા લેવામાં સંતુષ્ટ નહિ થાય. જો વિવેક હશે તો તે વ્યક્તિ કે તે પંથને કોઈની સાથે ક્લેશમાં ઊતરવાનું કારણ જ નહિ હોય. તે પોતાની શક્તિ અને સંપત્તિનો સદુપયોગ કરીને જ બીજાઓનાં હૃદય જીતશે. વિવેક હોય ત્યાં ક્લેશ ન જ હોય અને જ્યાં ક્લેશ હોય ત્યાં સમજવું કે વિવેક નથી જ. આ રીતે આપણે કોઈ વ્યક્તિ કે કોઈ Page #71 -------------------------------------------------------------------------- ________________ જ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પંથમાં ધર્મ છે કે નહિ એ જાણવું હોય તો સહેલાઈથી જાણી શકીએ અને ઉપરની કસોટીથી કસી આપણે નક્કી કરી શકીએ કે અમુક વ્યક્તિ અગર અમુક પંથ સમાજનું કલ્યાણ કરનાર છે અને અમુક નથી. નાતમાં મહાજનો, પંથમાં તેના આગેવાનો, અને સમસ્ત પ્રજામાં રાજ્યકર્તાઓ નીતિ ઘડે છે, અને દેશકાળ પ્રમાણે બદલે છે તેમજ તે પળાવે છે; છતાં સમાજની શુદ્ધિનું કામ તો પાછું બાકી જ રહે છે. આ કામ કોઈ મહાજન, કોઈ પંડિત, કે કોઈ રાજા માત્ર તેના પદથી સાધી ન શકે. એ કામ જ મુખ્ય છે અને એ જ કાર્ય કરવું તે ઈશ્વરીય સંદેશ છે. જે વ્યક્તિને આ કાર્ય કરવાની તાલાવેલી હોય તેણે બીજાઓને પ્રથમ ન કહેતાં પોતાના જ જીવનમાં ધર્મ દાખલ કરવો જોઈએ. જો એના જીવનમાં ધર્મ દાખલ થયો તો તેટલે અંશે તેનું જીવન સમાજની શુદ્ધિ કરવાનું (પછી ભલે તે કોઈને શુદ્ધ થવાનો ઉપદેશ વાણી કે લેખનથી ન પણ આપતો હોય). સમાજની શુદ્ધિ એ જીવનશુદ્ધિમાં સમાયેલી છે, અને જીવનશુદ્ધિ એ જ ધર્મનું સાધ્ય છે. એટલે જો આપણે સમાજ અને પોતાના જીવનને નીરોગી રાખવા ઇચ્છતા હોઈએ તો આપણા પોતામાં ઉપર કહેલ ધર્મ છે કે નહિ, અને છે તો કેટલે અંશે છે, એનું જ નિરીક્ષણ કરવું જોઈએ. આ ધાર્મિક મનાતા દિવસોમાં જો પોતાનું નિરીક્ષણ કરવાની ટેવ કેળવીએ તો તે હંમેશાં સ્થાયી બને અને તેમ થાય તો આપણી સામે પડેલા વિશાળ સમાજ અને રાષ્ટ્રના ઘટક તરીકે આપણે કાંઈક સાચો ફાળો આપ્યો કહેવાય. - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૨. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૯. ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા કેળવણી સૂર્યના પ્રકાશ જેવી છે. કેળવણી એ સૂર્યના પ્રકાશ જેવી છે. એ માત્ર બીજી વસ્તુનો જ અંધકાર ખસેડી સંતોષ નથી પકડતી, પણ એ તો પોતાના ઉપરના અંધકારને પણ સાંખી નથી શકતી. ખરી વાત તો એ છે કે કેળવણી પોતાના સ્વરૂપ અને પોતાનાં બધાં જ અંગો વિષેની ભ્રમણાઓ કે અસ્પષ્ટતાઓ સહી નથી શકતી – તેના આ એક જ બળને લીધે તે બીજા વિષયો ઉપર પણ પ્રકાશ ફેંકી શકે છે. કુશળ ચિકિત્સક પોતાનું દરદ પ્રથમ જ પારખે છે, અને તેથી જ તે બીજાના રોગોની ચિકિત્સા અનુભવસિદ્ધ બળથી કરે છે. મેકોલેની પ્રસિદ્ધ મિનિટ પ્રમાણે હિન્દુસ્તાનમાં શરૂ થયેલ કારકુની અંગ્રેજી શિક્ષણ પ્રથમ પોતાના વિષેની ભ્રમણાઓ સમજવા ને દૂર કરવા માથું ઊંચક્યું અને સાથે સાથે એ જ શિક્ષણે ધર્મ, ઇતિહાસ, સમાજ, રાજકારણ આદિ બીજા શિક્ષણના વિષયો ઉપર પણ નવી રીતે પ્રકાશ નાખવો શરૂ કર્યો. જે વિષયનું શિક્ષણ અપાવું શરૂ થાય છે તે જ વિષયની, એના શિક્ષણને લીધે વિચારણા જાગ્રત થતાં, અનેક દૃષ્ટિએ પરીક્ષા પણ થવા લાગે છે. જ્યાં ધર્મ ત્યાં વિચારપરીક્ષા હોય જ ધર્મનો પિતા, એનો મિત્ર અને એની પ્રજા એ બધું વિચાર જ છે. વિચાર ન હોય તેમાં ધર્મની ઉત્પત્તિ ન જ સંભવે. ધર્મના જીવન અને પ્રસરણ સાથે વિચાર હોય જ છે. જે ધર્મ વિચાર ન પ્રગટાવે અને ન પોષે તે પોતાનો આત્મા જ ગુમાવે છે; તેથી ધર્મ વિષે વિચારણા કે પરીક્ષા કરવી એ તેને જીવન આપવા બરાબર છે. પરીક્ષાની પણ પરીક્ષાઓ ચાલે તો પરિણામે એ લાભકારક જ છે. પરીક્ષાને પણ ભયનાં બંધનો સંભવે છે. જ્યાં આપખુદ સરકારી તંત્ર હોય અને કેળવણીની મીમાંસાથી એ તત્રને ધક્કો લાગવાનો સંભવ હોય ત્યાં એવી સમાલોચના સામે કાયદો અને પોલીસ જેલનું દ્વાર બતાવતાં ઊભાં હોય છે. ધર્મપરીક્ષાનાં ભયસ્થાનો ધર્મની પરીક્ષાને સદ્ભાગ્યે એવો ભય નથી એ ખરું, છતાં એનાં ભયસ્થાનો જુદી જાતનાં હોય છે. પરીક્ષકમાં પૂરી વિચારશક્તિ ન હોય, વિચારશક્તિ હોય છતાં WWW.jainelibrary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સમતોલપણું સાચવવાનું બળ ન હોય, એ પણ હોય છતાં એની પરીક્ષાનું વાજબી મૂલ્ય આંકે એવા શ્રોતાઓ ન હોય તો એ પરીક્ષાનું ભયસ્થાન ગણાય. ધર્મ જેવા સૂક્ષ્મ અને આળા વિષયની પરીક્ષાનું મુખ્ય ભયસ્થાન તો સ્વાર્થ છે. જો કોઈ સ્વાર્થની સિદ્ધિથી પ્રેરાઈ અગર સ્વાર્થ જવાના ભયથી પ્રેરાઈ ધર્મની મીમાંસા શરૂ કરે તો તે પરીક્ષાને ન્યાય આપી ન શકે. એ વાસ્તે આવી બાબતમાં હાથ નાખતી વખતે માણસને બધી બાજુથી બનતી સાવધાની રાખવી અનિવાર્ય થઈ પડે છે – જો એને પોતાના વિચારનું કાંઈ મૂલ્ય હોય તો. સર્વની સદ્ગણપોષક ભાવના ધર્મનો સમૂળધ્વંસ કરવા ઇચ્છનાર તરીકે જાણીતા થયેલ રશિયન સમાજવાદીઓને આપણે પૂછીએ કે તમે દયા, સત્ય, સંતોષ, ત્યાગ, પ્રેમ, ક્ષમા આદિ ગુણોનો નાશ કરવા ઈચ્છો છો ? તો એ શું જવાબ આપશે ? સમાજવાદીઓનો કટ્ટરમાં કટ્ટર વિરોધી પણ એમ પુરવાર કરી નહિ શકે કે તેઓ ઉપર્યુક્ત ગુણોનો લોપ કરવા માગે છે. બીજી બાજુ ધર્મપ્રાણ કહેવાતા ધર્મજનોને – ગમે તે પંથના અનુયાયીઓને – પૂછીએ કે તમે અસત્ય, દંભ, ક્રોધ, હિંસા, અનાચાર આદિ દુર્ગણોને પોષવા માગો છો કે સત્ય, મૈત્રી વગેરેને પોષવા ઇચ્છો છો ? તો હું ધારું છું કે તેઓ એ જ જવાબ આપવાના કે તેઓ એક પણ દુર્ગુણનો પક્ષ નથી કરતા, પણ બધા જ સદ્ગણોને પોષવા માગે છે. સાથે સાથે પેલા સમાજવાદીઓને પણ ઉક્ત દુર્ગણો વિષે પૂછી લઈએ તો ઠીક થશે કોઈ એમ તો નહિ જ કહે કે તે સમાજવાદીઓ પણ દુર્ગુણો પોષવા માગે છે, અગર તે માટે બધી યોજના કરે છે. જો ધાર્મિક કહેવાતા કટ્ટરપંથી અને ધર્મોચ્છેદક મનાતા સમાજવાદી એ બંને સગુણો પોષવા તેમજ દુર્ગુણો નિવારવાની બાબતમાં એકમત છે અને સામાન્ય રીતે સગુણમાં ગણાતા ગુણો અને દુર્ગુણમાં ગણાતા દોષો વિષે બંનેનો મતભેદ નથી, તો અહીં સવાલ થાય છે કે ઘરેડપથી અને સુધારવાદી એ બંને વચ્ચે ધર્મત્રાણ અને ધર્મવિચ્છેદની બાબતમાં જે ભારે ખેંચતાણ, ભારે મારામારી ને ભારે વિવાદ દેખાય છે તેનું શું કારણ? એ મતભેદ કે તકરાર ધર્મ નામની કઈ વસ્તુ વિષે છે ? છતાં શાને માટે તકરાર ? સવૃત્તિ કે સવૃત્તિજન્ય ગુણો, જે માનસિક હોઈ સૂક્ષ્મ છે, તેના ધર્મપણા વિષે તો મતભેદ છે જ નહિ મતભેદ એ ધર્મ તરીકે લેખાતાં, ધર્મરૂપે મનાતાં, અને ધર્મનામથી વ્યવહાર પામતાં બાહ્ય રૂપો, બાહ્ય આચરણો કે બાહ્ય વ્યવહારો વિષે છે. આવો મતભેદ એક અગર બીજે રૂપે, તીવ્ર કે તીવ્રતર રૂપે, મનુષ્યજાતિના ઇતિહાસ જેટલો જ જૂનો છે. સામાન્ય રીતે મતભેદના વિષયરૂપ બાહ્ય નિયમો, વિધાનો કે ક્રિયાકલાપોને ત્રણ ભાગમાં વહેંચી શકાય. Page #74 -------------------------------------------------------------------------- ________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા • ૪૭ નિયમોમાં ત્રણ જાતના મતભેદ (૧) વૈયક્તિક: જે નિયમોનો મુખ્ય સંબંધ વ્યક્તિની ઇચ્છા સાથે છે તે; જેમ કે – ખાનપાન, સ્નાન આદિના નિયમો. કોઈ કંદમૂળને ધર્મની દૃષ્ટિએ તદ્દન વજ્ય માની એ ખાવામાં અધર્મ માને, જ્યારે બીજો તેને જ ખાઈ ઉપવાસ કરવામાં ધર્મ માને. એક જણ રાત પડ્યા પહેલાં જ ખાવામાં ધર્મ માને, બીજો રાત્રિભોજનમાં અધર્મ જ ન ગણે. એક વ્યક્તિ સ્નાનમાં જ ભારે ધર્મમાહાભ્ય સ્વીકારે, બીજો સ્નાન માત્રમાં અધર્મ લેખે, અને એટલું બધું નહિ તો કોઈ પોતાને માન્ય એવી શેત્રુંજી જેવી નદીઓ સિવાયનાં જળાશયોમાં ધર્મમાહાભ્ય સ્વીકારવાની ના પાડે. (૨) સામાજિક : કેટલાક બાહ્ય વ્યવહારો સામાજિક હોય છે, જે ધર્મ તરીકે લેખાય છે. એક સમાજ મંદિર બાંધવામાં ધર્મ માની તે પાછળ પૂરી શક્તિ ખર્ચે, બીજો સમાજ પૂર્ણપણે તેનો વિરોધ કરવામાં જ ધર્મ માને. મંદિરમાં માનનાર સમાજો પણ જુદી અને વિરોધી માન્યતાવાળા છે. એક વિષ્ણુ, શિવ અને રામ સિવાય બીજી મૂર્તિના નમનપૂજનમાં અધર્મ બતાવે, જ્યારે બીજો સમાજ એ જ વિષ્ણુ આદિની મૂર્તિઓના આદરમાં અધર્મ માને. એટલું જ નહિ, પણ એક જ દેવની મૂર્તિઓના નગ્ન કે વસ્ત્રધારણ જેવા સ્વરૂપમાં પણ ભારે સામાજિક મતભેદ છે. એક જ પ્રકારના સ્વરૂપની એક જ દેવની નગ્નમૂર્તિ માનનાર વચ્ચે પણ પૂજાના પ્રકારોમાં કાંઈ ઓછો મતભેદ નથી. એક સમાજ પુરુષના એકસાથે કે ક્રમે ગમે તેટલા વિવાહને અધર્મ નથી લખતો, જ્યારે પારણામાં ઝૂલતી બાળવિધવાના પુનર્લગ્નના નામમાત્રથી કંપે છે. એક કોમ બને તેટલા દૂરનાં ગોત્રોમાં લગ્નસંબંધને ધર્મ ગણે છે, જ્યારે બીજી કોમ બને તેટલા નજીકના ખાનદાનમાં લગ્નનું શ્રેષ્ઠત્વ સ્વીકારે છે. એક સમાજ ધર્મદષ્ટિએ પશુધનું સમર્થન કરે છે, જ્યારે બીજો એ જ દૃષ્ટિએ એનો વિરોધ કરે છે. ૩) સાર્વજનિક પ્રવૃત્તિઓ: કેટલીક પ્રથાઓ એવી છે કે જેનો સંબંધ સમગ્ર જનતા સાથે હોવા છતાં તેના ધમ્મપણા વિષે તીવ્ર મતભેદ ઊભો થાય છે. અત્યારે કોઈ પ્રત્યક્ષ આક્રમણકારી દુશમનોની સવારીઓ સદ્દભાગ્ય કે દુર્ભાગ્યે ચડી નથી આવતી, એટલે એવા દુશ્મનોને ઠાર મારવામાં ધર્મ છે કે અધર્મ છે એ ચર્ચા કૃપાળુ બ્રિટિશ ગવર્મેન્ટ બંધ કરી આપણો સમય બચાવી જ લીધો છે; છતાંય પ્લેગદેવ જેવા રોગોની સવારીઓ ઊભી જ છે. તે વખતે એવા રોગોના દૂત ગણાતા ઉંદરોને મારવામાં કોઈ સર્વજનહિતની દૃષ્ટિએ ધર્મ જુએ છે, તો બીજાઓ એને તદ્દન અધર્મ લેખે છે. જ્યાં વાઘ, સિંહ વગેરે ક્રૂર અને ઝેરી પ્રાણીઓ કે જંતુઓનો ઉપદ્રવ હોય છે ત્યાં પણ સાર્વજનિક હિતની દષ્ટિએ એને સંહારવામાં ધર્માધર્મનો સવાલ ઊભો થાય છે. એક વર્ગ સાવંજાનેક હિતની દૃષ્ટિએ કોઈ પણ જળાશય કે જાહેર રસ્તા આદિને મળમૂત્રથી બગાડવામાં અધર્મ લેખે છે, જ્યારે બીજો વર્ગ એ વિષે તદ્દન તટસ્થ જ નહિ પણ વિરોધી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૦ સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વર્તન કરે છે – જાણે કે એ એમાં ધર્મ માનતો હોય ! આ તો માત્ર થોડાક નમૂનાઓ થયા, પણ અનેક જાતના ઝીણાઝીણા અને મોટામોટા એવા ક્રિયાકાંડોના પ્રકારો છે કે જેને એક વર્ગ બિલકુલ ધર્મ માની વળગી રહેવા આગ્રહ કરે છે. જ્યારે બીજો વર્ગ તેવા ક્રિયાકાંડોને બંધન ગણી તેને ઉખાડી ફેંકવામાં જ ધર્મ લેખે છે. આ રીતે દરેક દેશ, દરેક જાતિ અને દરેક સમાજમાં બાહ્ય રૂપો, બાહ્ય વિધિવિધાનો અને બાહ્ય આચારો વિષે ધર્મ હોવા–ન હોવાની દૃષ્ટિએ બેસુમાર મતભેદો છે. તેથી આપણી પ્રસ્તુત પરીક્ષા ઉપર્યુક્ત મતભેદના વિષય પરત્વેની છે. આપણે એ તો જોયું કે એવી બાબતોમાં અનાદિ મતભેદો છે અને તે ઘટે તેમજ વધે પણ છે. મોટા ભાગે લોકોમાં એ મતભેદો પુરજોશમાં પ્રવર્તતા હોવા છતાં થોડાક પણ એવા માણસો હંમેશાં મળી આવે છે કે જેમને એ મતભેદો સ્પર્શી જ નથી શકતા. એટલે વિચારવાનું એ પ્રાપ્ત થાય છે કે એવું તે શું છે કે જેને લીધે આવા બહુવ્યાપી મતભેદો એ થોડા ગણ્યાગાંઠ્યા લોકોને નથી સ્પર્શતા ? વળી જે તત્ત્વને લીધે એવા લોકોને મતભેદો નથી સ્પર્શતા તે તત્ત્વ શું બીજાઓમાં શકય નથી ? આપણે ઉ૫૨ જોયું કે ધર્મનાં બે સ્વરૂપો છે : પહેલું તાત્ત્વિક, જેમાં સામાન્યતઃ કોઈનો મતભેદ નથી તે સદ્ગુણાત્મક; બીજું વ્યાવહારિક, જેમાં જાતજાતના મતભેદો અનિવાર્ય છે તે બાહ્ય પ્રવૃત્તિરૂપ. જેઓ તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે સમજે છે, જેઓ તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મના સંબંધ વિષે વિચારી જાણે છે. ટૂંકમાં તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મના યોગ્ય પૃથક્કરણની તેમજ બળાબળની ચાવી જેઓને લાધી છે તેમને વ્યાવહારિક ધર્મના મતભેદો ક્લેશવર્ધક તરીક સ્પર્શી નથી શકતા. એવાં પુરુષો અને સ્ત્રીઓ ઇતિહાસમાં થયાં છે અને અત્યારે પણ લભ્ય છે. આનો સાર એ નીકળ્યો કે જો ધર્મ વિષેની ખરી સ્પષ્ટ સમજ હોય તો કોઈ પણ મતભેદ ક્લેશ જન્માવી ન શકે. ખરી સમજ હોવી એ એક જ ક્લેશવર્ધક મતભેદના નિવારણનો ઉપાય છે. આ સમજનું તત્ત્વ પ્રયત્નથી મનુષ્ય-જાતિમાં વિસ્તારી શકાય છે; તેથી એવી સમજ મેળવવી કે કેળવવી એ ઇષ્ટ છે. હવે આપણે જોઈએ કે તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મ વચ્ચે કેવા કેવા સંબંધો છે? શુદ્ધ વૃત્તિ અને શુદ્ધ નિષ્ઠા નિર્વિવાદપણે ધર્મ છે, જ્યારે બાહ્ય વ્યવહારોના ધર્માધર્મપણામાં મતભેદો છે. તેથી બાહ્ય આચારો કે વ્યવહારો, નિયમો કે રીતરિવાજોની ધર્માંતાની અધર્માંતાની કસોટી એ તાત્ત્વિક ધર્મ ન હોઈ શકે. શુદ્ધાશુદ્ધ નિષ્ઠા પર ધર્મધર્મનો આધાર જે જે પ્રથાઓ, રીતરિવાજો ને નિયમો શુદ્ધ નિષ્ઠામાંથી ઉદ્ભવતા હોય તેને સામાન્ય રીતે ધર્મ કહી શકાય; અને જે આચારો શુદ્ધ-નિષ્ઠાનિત ન હોય તેને અધર્મ કહેવા જોઈએ. આપણે અનુભવથી પોતાની જાતમાં અને સાચા અનુમાનથી બીજાઓમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા • ૪૯ જોઈ શકીએ છીએ કે અમુક એક જ આચાર શુદ્ધ નિષ્ઠામાંથી કયારેક જન્મે છે તો ક્યારેક અશુદ્ધ નિષ્ઠામાંથી. વળી એક જણ જે આચારને શુદ્ધ નિષ્ઠાથી સેવે છે તેને જ બીજા અશુદ્ધ નિષ્ઠાથી આચરે છે. શુદ્ધ નિષ્ઠાનાં દચંતઃ જો અમુક વર્ગ શુદ્ધ કે શુભ નિષ્ઠાથી મંદિર નિર્માણ પાછળ પડી લોકોની શક્તિ, સમય અને ધનને તેમાં રોકવામાં ધર્મ માને તો બીજો વર્ગ એટલી જ અને કોઈક વાર એથી પણ વધારે શુદ્ધ કે શુભ નિષ્ઠાથી મંદિર-નિર્માણનો વિરોધ કરી એ પાછળ ખર્ચાતા ધન-જનબળને બીજી જ દિશામાં વાપરવામાં ધર્મ દેખે છે, અને એ પ્રમાણે આચરી પણ બતાવે છે. એક વર્ગ કદાચ એ વિધવા બાળાના હિત ખાતર જ એના પુનર્લગ્નનો વિરોધ કરે છે તો બીજો વર્ગ એ બાળાનો અધિકાર જોઈ એના જ અધિકારધર્મની દષ્ટિએ શુભ નિષ્ઠાથી એના પુનર્લગ્નની હિમાયતમાં ધર્મ લેખે છે. એક વર્ગ ઉંદરો કે બીજાં ઝેરી જંતુઓના દ્વેષને કારણે નહિ, પણ બહુજનહિતની દષ્ટિએ જ શુભ નિષ્ઠાથી તેની હિંસાની હિમાયત કરે; તો બીજો વર્ગ બહુજનના જીવનહક્કની દૃષ્ટિએ શુભ નિષ્ઠાથી જ તેની હિંસાનો વિરોધ કરવામાં ધર્મ લેખે છે. એટલે કે, ઘણા મતભેદના રીતરિવાજો કે પ્રથાઓના સમર્થન અગર વિરોધ પાછળ ઘણી વાર બંને પક્ષકારોની શુભનિષ્ઠા પણ સંભવે છે. અશુદ્ધ નિષ્ઠાનાં દૃષ્યત એ તો જાણીતી જ વાત છે કે હજારો સ્વાર્થીઓ માત્ર પોતાની અંગત સ્વાર્થવૃત્તિ અને લોલુપ અશુભ નિષ્ઠાને લીધે જ મંદિર કે તેવી બીજી સંસ્થાનું સમર્થન કરે છે, તીર્થોનાં માહાસ્ય ગાઈ માત્ર આજીવિકા ચલાવે છે. પોતાની બીજી કોઈ સ્વાર્થવૃત્તિથી કે પ્રતિષ્ઠાના ભૂતના નિજી ભયથી પ્રેરાઈ, પેલી વિધવાના ભલાબૂરાનો વિવેક કર્યા સિવાય, માત્ર અશુભ નિષ્ઠાથી એના પુનર્લગ્નનું સમર્થન કરનાર પણ જડી આવે છે; જ્યારે એવી જ કે કદાચ એથીયે વધારે અશુભ વૃત્તિથી પુનર્લગ્નનું સમર્થન કરનાર પણ મળી આવે છે. મદ્યમાંસ જેવા હેય પદાર્થોને પણ શુભ નિષ્ઠાથી, પ્રસંગવિશેષ ઉપયોગમાં લેવાનો ધર્મ મનાયો છે, જ્યારે અશુભ નિષ્ઠાથી એનો ત્યાગ કરવા - કરાવવામાં ધર્મ સિદ્ધ ન થવાના દાખલાઓ પણ આપી શકાય છે. કોઈ નિયમ ત્રણે કાળમાં એકસરખો આચારણીય રહી શકે? આ રીતે કોઈ પણ વૈયક્તિક, સામાજિક કે સાર્વજનિક નિયમ કે આચાર, પ્રથા કે રીતરિવાજ એવો નથી કે જેને વિષે સમજદાર પ્રામાણિક માણસ એમ કહી શકે કે અમુક વ્યવહાર તો ત્રણે કાળમાં સૌને માટે માત્ર એકસરખી રીતે શુભ નિષ્ઠાપૂર્વક જ સંભવે છે અને અમુક વ્યવહાર તો અશુભ નિષ્ઠાપૂર્વક જ હોવાનો સંભવ છે. આટલા Page #77 -------------------------------------------------------------------------- ________________ પo • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વિચારથી આપણે નિશ્ચયની પહેલી ભૂમિકા ઉપર આવી પહોંચ્યું કે કોઈ પણ બાહ્ય વ્રત-નિયમ, આચાર-વિચાર કે રીતિરિવાજ એવો નથી કે જે સૌને માટે – સમાજને માટે અગર એક વ્યક્તિને માટે – હંમેશાં ધર્મરૂપ જ અગર અધર્મ રૂપ જ કહી શકાય. એવા વ્યાવહારિક ગણાતા ધર્મોનું ધર્મપણું કે અધર્મપણું એ માત્ર તે તે વ્યવહારઆચરનારની નિષ્ઠા અને પ્રામાણિક સમજ ઉપર અવલંબિત છે. શુભ નિષ્ઠાથી કોઈના પ્રાણ બચાવવા માટે તેના ઉપર થતા શસ્ત્રાઘાતને રોકી પણ શકાય અને એથી પણ વધારે સારી શુભ નિષ્ઠાથી બીજી વખતે એના ઉપર એ જ શસ્ત્ર ચલાવી પણ શકાય. શુભ નિષ્ઠાથી કોઈના ઉપર શસ્ત્ર ચલાવવાની વાત તો જાણીતી જ છે, પણ તેથીયે વધારે અશુભ નિષ્ઠાથી તેને પાળનાર ને પોષનાર પણ હોય છે. સિંહ અને સર્પ જેવાને પાળી તેના સ્વાતંત્ર્યને ભોગે આજીવિકા કરનારને કોણ નથી જાણતું ? પણ એથીયે વધારે અશુભ નિષ્ઠાથી છોકરીઓને પાળી, પોષી તેની પવિત્રતાને ભોગે આજીવિકા કરનાર આજે સંસ્કૃત ગણાતા સમાજમાં પણ સુરક્ષિત છે. આ બધું એક જ સૂચવે છે અને તે એ કે કોઈ પણ વ્યાવહારિક બાહ્ય ક્રિયાકાંડ અગર પ્રથાને, માત્ર એને લોકો આચરે છે એટલા જ કારણે, ધર્મ કહી ન શકાય; અગર એને બીજા લોકો નથી આચરતા કે નથી માનતા અગર તેનો વિરોધ કરે છે, એટલા જ કારણે અધર્મ ન કહી શકાય. શું પરિણામ દૃષ્ટિએ બાહ્ય વ્યવહારને ધર્મ માનવો? કેટલાક દલીલ કરે છે કે ઘણી વાર વતનિયમો, ક્રિયાકાંડો શુભ નિષ્ઠામાંથી ન જન્મ્યા હોય છતાં તે અભ્યાસબળે શુભ નિષ્ઠા જન્માવવામાં કારણ બની શકે છે, એટલે પરિણામની દૃષ્ટિએ બાહ્ય વ્યવહારને ધર્મ માનવો જોઈએ. આનો જવાબ અઘરો નથી. કોઈ પણ બાહ્ય વ્યવહાર એવો નથી કે જે શુભ નિષ્ઠા જ જન્માવે; ઊલટું ઘણી વાર એમ બને છે કે અમુક બાહ્ય વ્યવહારની ધર્મ તરીકે પ્રતિષ્ઠા જામતાં તેને આધારે સ્વાર્થપોષણનું જ કાર્ય મોટે ભાગે સધાવા મંડે છે. તેથી જ, આપણે જોઈએ છીએ કે, શુભ નિષ્ઠાથી સ્થપાયેલી મંદિર-સંસ્થાની ધાર્મિક વહીવટી પેઢીઓ છેવટે આપખુદી અને સત્તા પોષવાનું સાધન બની જાય છે. એટલું જ નહિ, પણ એક વાર ધર્મભીરુ દષ્ટિએ ધાર્મિક ફંડોની પાઈ પાઈનો હિસાબ રાખનાર પણ એ જ નાણાંના લોભમાં, પ્રસંગ આવતાં, ફસાઈ ધાર્મિક કરજ ચૂકવવું ભૂલી જાય છે. શુભ નિષ્ઠાથી સ્વીકારેલ ત્યાગીના વેશની પ્રતિષ્ઠા બંધાતાં અને ત્યાગીનાં બાહ્ય આચરણોનું લોકાકર્ષણ જામતાં તે જ વેશ અને બાહ્ય આચરણને આધારે અશુભ વૃત્તિઓ પોષાવાના દાખલાઓ ડગલે અને પગલે મળે છે. કોઈ વ્યક્તિ બાહ્ય નિયમથી લાભ નથી જ ઉઠાવતી એમ ન કહી શકાય, પણ બાહ્ય નિયમ લાભપ્રદ થાય જ છે એવો પણ એકાંત નથી. તેથી જેમ એકાંતપણે શુદ્ધ નિષ્ઠાને કોઈ પણ બાહ્ય વ્યવહારનું કારણ માની ન શકાય, તમ તન એકાંતપણે બાહ્ય વ્યવહારનું કાર્ય પણ માની ન શકાય. એટલે કારણની દૃષ્ટિએ કે ફળની દૃષ્ટિએ Page #78 -------------------------------------------------------------------------- ________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા ૦ ૫૧ વ્યવહારને એક જ વ્યક્તિ વાસ્તે અગર સમષ્ટિ વાસ્તે ઐકાન્તિક ધર્મ હોવાનું વિધાન ન જ કરી શકાય. એ જ સબબ છે કે જૈન શાસ્ત્ર અને ઇતર શાસ્ત્રોમાં શુદ્ધ તાત્ત્વિક ધર્મને સૌને અને સદાને માટે એકરૂપ માનેલ હોવા છતાં વ્યાવહારિક ધર્મને તેમ માનેલ નથી. નવા નિયમથી જુનવાણી દુભાય તેનું કેમ ? પણ વળી પ્રશ્ન થાય છે કે જો વ્યાવહારિક આચારો ઐકાન્તિક ધર્મરૂપે સંભવતા જ નથી તો જ્યારે એવા આચારોનો કોઈ વિરોધ કરે છે, તેને સ્થાને અન્ય નિયમો અને આચારો સ્થાપવા મથે છે, ત્યારે પ્રથમના આચારોને અનુસરનારાઓની લાગણી કેમ દુભાય છે ? અને એ લાગણી દુભવવી સુધારવાદીઓ વાસ્તે ઇષ્ટ છે ? જવાબ સ્પષ્ટ છે. વ્યાવહારિક ક્રિયાકાંડોને ભ્રમણાથી તાત્ત્વિક ધર્મ માની લેનાર વર્ગ હંમેશાં મોટો હોય છે. તેઓ એવા ક્રિયાકાંડો ઉપર થતા આઘાતોને તાત્ત્વિક ધર્મ ઉપરનો આઘાત માનવાની ભૂલ કરે છે. એ ભૂલમાંથી જ એમનું દિલ દુભાય છે. સુધારવાદીઓનું કર્તવ્ય છે કે પોતે જે સમજતા હોય તે સ્પષ્ટપણે ઘરેડવાદીઓ સામે મૂકે. ભ્રમણા દૂર થતાં જ એમની દુભાતી લાગણી બંધ પડી તેનું સ્થાન સત્ય-દર્શનનો આનંદ લેશે. દેવ, ગરુ, ધર્મ તત્ત્વો જૈન પરંપરામાં તાત્ત્વિક ધર્મ ત્રણ તત્ત્વોમાં સમાયેલો મનાય છે : દેવ, ગુરુ અને ધર્મ. આત્માની પૂરેપૂરી નિર્દોષ અવસ્થા એ દેવતત્ત્વ; એવી નિર્દોષતા પ્રાપ્ત કરવાની સાચી આધ્યાત્મિક સાધના એ ગુરુતત્ત્વ; અને બધી જાતનો વિવેકી યથાર્થ સંયમ તે ધર્મતત્ત્વ. આ ત્રણ તત્ત્વોને જૈનત્વનો આત્મા કહેવો જોઈએ. એ તત્ત્વોને સાચવનાર અને પોષનાર ભાવનાને એનું શરી૨ કહેવું જોઈએ. દેવતત્ત્વને સ્થૂલ રૂપ આપનાર મંદિર, એમાંની મૂર્તિ, એની પૂજા-આરતી, એ સંસ્થા નભાવવાનાં આવકનાં સાધનો, તેની વ્યવસ્થાપક પેઢીઓ, તીર્થસ્થાનો એ બધું દેવતત્ત્વની પોષક ભાવનારૂપ શરીરનાં વસ્ત્ર અને અલંકાર જેવું છે. એ જ રીતે મકાન, ખાનપાન, રહેવા આદિના નિયમો અને બીજાં વિધિવિધાનો એ ગુરતત્ત્વના શરીરનાં વસ્ત્ર કે અલંકારો છે. અમુક ચીજ ન ખાવી, અમુક જ ખાવી, અમુક પ્રમાણમાં ખાવી, અમુક વખતે ન જ ખાવું, અમુક સ્થાનમાં અમુક જ થાય, અમુકના પ્રત્યે અમુક રીતે જ વરતાય, ઇત્યાદિ વિધિનિષેધના નિયમો એ સંયમતત્ત્વના શરીરનાં કપડાં કે ઘરેણાં છે. આત્મા, શરીર, તેનાં અંગો વગેરેનો પરસ્પર સંબંધ આત્માને વસવા, કામ કરવા, વિકસવા વાસ્તે શરીરની મદદ અનિવાર્ય છે. શરીર વિના તે કશો વ્યવહાર સિદ્ધ કરી ન શકે. કપડાં પણ શરીરને રક્ષે છે. અલંકારો એની શોભા વધારે છે. પરંતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે એક જ આત્મા હોવા છતાં એના Page #79 -------------------------------------------------------------------------- ________________ પર૦ સમાજ, ધર્મ અને સંસ્કૃતિ અનાદિ જીવનમાં શરીર એક નથી હોતું. પ્રતિક્ષણે તે બદલાય છે – એ વાત મનમાં ન લઈએ તોય જૂના શરીરનો સ્વીકાર આત્મજીવનમાં અનિવાર્ય છે. કપડાં શરીરને રક્ષણ આપે, પણ તે રક્ષણ આપે જ એવો એકાંત નથી. ઘણી વાર કપડાં ઊલટાં શરીરની વિકૃતિના કારણ બનવાથી ત્યાજ્ય બને છે; અને રક્ષણ આપે ત્યારેય શરી૨ ઉપર કપડાં કાંઈ એક ને એક નથી રહેતાં. શરીર પ્રમાણે કપડાં નાનાંમોટાં કરાવવાં અને બદલવાં પડે છે, એ વાત તો જાણીતી છે જ; પણ સરખા માપનું કપડું પણ મેલું જૂનું કે જંતુમય થતાં બદલવું પડે છે, સાફ કરવું પડે છે. તદ્દન કપડાં વિના પણ શરી૨ નીરોગ રહી શકે છે. ઊલટું એ સ્થિતિમાં વધારે નીરોગપણું અને સ્વાભાવિકપણું શાસ્ત્રમાં મનાયેલું છે. તેથી ઊલટું, કપડાનો સંભાર આરોગ્યનો નાશક અને બીજી અનેક રીતે નુકસાનકારક પણ સિદ્ધ થયો છે. ઘરેણાંને તો શરીરની રક્ષા કે પુષ્ટિ સાથે કશો જ સંબંધ નથી; એ તો માત્ર તરંગી અને ક્ષણે ક્ષણે બદલાતા શોખની ગણ્યાંગાંઠ્યાં લોકોની માનીતી વસ્તુ છે. કપડાં અને ઘરેણાં કરતાં જેનો આત્મા સાથે વધારે નિકટ સંબંધ છે અને જેનો સંબંધ અનિવાર્ય રીતે જીવનમાં આવશ્યક છે તે શરીરની બાબતમાં પણ ધ્યાન ખેંચવા જેવું છે. શરીરનાં અનેક અંગોમાં હ્રદય, મગજ, ફેફસાં જેવાં ધ્રુવ અંગો છે કે જેના અસ્તિત્વ ઉપર જ શરીરના અસ્તિત્વનો આધાર છે. એમાંથી કોઈ અંગ ગયું કે જીવન સમાપ્ત. પણ હાથ, પગ, કાન, નાક આદિ અગત્યનાં અંગો છતાં તે ધ્રુવ નથી. તેમાં બગાડ કે અનિવાર્ય દોષ ઉત્પન્ન થતાં તેના કાપમાં જ શરીરનું અસ્તિત્વ સમાયેલું છે. આત્મા, શરીર, તેનાં ધ્રુવ-અધ્રુવ અંગો, વસ્ત્રો, અલંકારો એ બધાનો પારસ્પરિક શો શો સંબંધ છે, તેઓ એકબીજાથી કેટલે દૂર અને કેટલે નજીક છે, કયું અનિવાર્ય રીતે જીવનમાં જરૂરી છે અને કયું નહિ, એ વિચાર જે કરી શકે તેને ધર્મતત્ત્વના આત્મા, તેના શરીર અને તેનાં વસ્ત્રાલંકાર રૂપ બાહ્ય વ્યવહારો વચ્ચેનો પારસ્પરિક સંબંધ, તેમનું બળાબળ અને તેમની કિંમત ભાગ્યે જ સમજાવવી પડે. ધર્મનાશની ખોટી બૂમ અત્યારે જ્યારે કોઈ ધર્મનાં કપડાં અને ઘરેણાંરૂપ બાહ્ય વ્યવહારોને બદલવા, તેમાં કમી કરવા, સુધારો કરવા અને નકામા હોય તેનો છેદ ઉડાડવાની વાત કરે છે ત્યારે એક વર્ગ બૂમ પાડી ઊઠે છે કે આ તો દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનો ઉચ્છેદ કરવાની વાત છે. આ વર્ગનું બુમરાણ એક બાળક અને યુવતી જેવું છે. બાળકના શરી૨ ઉપરનાં મેલાં અને નુકસાનકારક કપડાં ઉતારતાં તે મને મારી નાખ્યો’ એવી બૂમ પાડી ઊઠે છે. પોતાનું સૌંદર્ય પોષવાથી કે વારસાગત ચાલી આવતી ભાવનાથી સાચવી, વધારી અને સમારી રાખેલા વાળ, જ્યારે તેના મૂળમાં કોઈ ભારે સડાણ ઊભું થતાં કાપવામાં આવે અને તે વખતે પેલી યુવતી મને મારી નાખી' કે કાપી નાખો' એવી વાળ મોહ–વશ બૂમ પાડે, તેના જેવી બૂમ પેલા ધર્મરક્ષકોની નથી લાગતી શું ? પ્રશ્ન થશે Page #80 -------------------------------------------------------------------------- ________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા • પ૩ કે શું તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મનો સંબંધ તેમજ તેનું બળાબળ, ઘરેડપંથી વિદ્વાન ગણાતા આચાર્યરાજો નથી જાણતા? જો તેમનું બુમરાણ સાચું હોય તો જવાબ એ છે કે કાં તો તે નથી જાણતા, અને જાણે છે તો એવા અસહિષ્ણુ છે કે તેના આવેશમાં સમતોલપણું ગુમાવી બાહ્ય વ્યવહારના પરિવર્તનને તાત્વિક ધર્મનો નાશ કહેવાની ભૂલ કરી બેસે છે. મને પોતાને તો આવા બુમરાણનું કારણ એ જ લાગે છે કે જ્યારે જીવનમાં તાત્ત્વિક ધર્મ રહેતો જ નથી અને વ્યાવહારિક ધર્મની બંધાયેલી લોકપ્રતિષ્ઠા તેમજ તે પ્રત્યેની લોકભક્તિ ઉપર, કશા પણ ત્યાગ અર્પણ સિવાય, કોઈ પણ જાતની કર્તવ્ય-જવાબદારી સિવાય, સુખી અને એદી જીવન ગાળવાની ટેવ પડી જાય છે ત્યારે એ જીવન અને એ ટેવ બચાવવા ખાતર જ સ્થૂલદર્શી લોકોને છંછેડી મૂકી હોહા કરવાનું તેમને નસીબે જાણ્યેઅજાણ્યે આવી પડે છે. ખોટી બૂમ મારનારને શિખામણ ઘરેડપંથી ધર્માચાર્યો અને ધર્મપંડિતો એક બાજુ પોતાના ધર્મને ત્રિકાળાબાધિત, શાશ્વત કહી સદાધ્રુવ માને છે અને બીજી બાજુ કોઈ પોતાની માન્યતા વિરુદ્ધના વિચારો પ્રગટ કરે કે તરત જ ધર્મનો નાશ થયાની બૂમ પાડી ઊઠે છે. આ કેવો વદતોવ્યાઘાત ! હું તેવા વિદ્વાનોને કહું છું કે જો તમારો ધર્મ ત્રિકાળાબાધિત છે તો સુખે સોડ તાણી સૂઈ રહો, કોઈના ગમે તેવા પ્રયત્ન છતાં એમાં રંચ માત્ર પણ તમારે મને ફેર પડવાનો છે જ નહિ; અને જો તમારો ધર્મ વિરોધીના વિચારમાત્રથી નાશ પામવા જેટલો આળો કે કોમળ છે તો તમારા હજાર ચોકીપહેરા છતાં તે નાશ પામવાનો જ; કારણ, વિરોધી વિચાર કોઈ ને કોઈ દિશામાંથી થવાના તો ખરા જ. એટલે તમે ધર્મને ત્રિકાળાબાધિત માનો અગર વિનશ્વર માનો, પણ તમારે વાસ્તે તો બધી સ્થિતિમાં હોહા કરવાનો પ્રયત્નમાત્ર નકામો છે. ધર્મના ધ્યેયની પરીક્ષા પણ ધર્મપરીક્ષા સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી છે જ. તેથી હવે એ ઉત્તરાર્ધ ઉપર આવીએ. દરેક દેશમાં પોતાને આસ્તિક માનનાર–મનાવનાર વર્ગ, ચાર્વાક જેવા કેવળ ઈહલોકવાદી અગર માત્ર પ્રત્યક્ષસુખવાદી લોકોને કહેતો આવ્યો છે કે, “તમે નાસ્તિક છો, કારણ, તમે વર્તમાન જન્મની પેલી પાર કોઈનું અસ્તિત્વ માનતા ન હોવાથી કર્મવાદ અને તેમાંથી ફલિત થતી બધી નૈતિક-ધાર્મિક જવાબદારીઓનો ઇન્કાર કરો છો. તમે માત્ર વર્તમાન જીવનની અને તે પણ પોતાના જ જીવનની સગવડિયા ટૂંકી દૃષ્ટિ ધરાવનાર હોઈ સામાજિક અને આધ્યાત્મિક દીર્ઘદર્શિતાવાળાં જવાબદારીનાં બંધનોની ઉપેક્ષા કરો છો, તેનો ઇન્કાર કરો છો અને તેમ કરી માત્ર પારલૌકિક જ નહિ પણ ઐહિક જીવન સુધ્ધાંની સુવ્યવસ્થાનો ભંગ કરો છો. વાસ્તે તમારે માત્ર આધ્યાત્મિક હિત ખાતર જ Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ નહિ, પણ લૌકિક અને સામાજિક હિત ખાતર પણ નાસ્તિકતામાંથી બચી જવું જોઈએ.’ આ પ્રકારનો આસ્તિક ગણાતા વર્ગનો, માત્ર પ્રત્યક્ષવાદી ચાર્વાક જેવા લોકો પ્રત્યે આક્ષેપ અગર ઉપદેશ છે, એ વાત સૌ કોઈ જાણે છે. આ ઉપરથી કર્મસિદ્ધાન્તવાદી કહો, આત્મવાદી કહો અગર પરલોકવાદી કહો, તેમનો શો સિદ્ધાન્ત છે તે આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે. સિદ્ધાન્તવાદીએ વ્યવહારને લંગડો ન કરવો ઘટે કર્મવાદીનો સિદ્ધાન્ત એવો છે કે જીવન એ માત્ર વર્તમાન જન્મમાં જ પૂરું નથી થતું; એ તો પહેલાં પણ હતું અને આગળ પણ ચાલવાનું. કોઈ પણ સારું કે નરસું, સ્થૂલ કે સૂક્ષ્મ, શારીરિક કે માનસિક એવું પરિણામ જીવનમાં નથી ઉદ્દભવતું કે જેનું બીજ તે વ્યક્તિએ વર્તમાન કે પૂર્વ જન્મમાં વાવ્યું ન હોય. એવું એક પણ સ્કૂલ કે સૂક્ષ્મ, માનસિક, વાચિક કે કાયિક કર્મ નથી કે જે આ કે પર જન્મમાં પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય વિલય પામે. કર્મવાદીની દષ્ટિ દીર્ઘ એટલા. માટે છે કે તે ત્રણે કાળને સ્પર્શે છે; જ્યારે ચાવકની દૃષ્ટિ દીર્ઘ નથી, કેમકે તે માત્ર વર્તમાનને સ્પર્શે છે. કર્મવાદની આ દીર્ઘ દૃષ્ટિ સાથે તેની વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક કે વિશ્વીય જવાબદારીઓ અને નૈતિક બંધનોમાં, ચાર્વાકની અલ્પ દષ્ટિમાંથી ફલિત થતી જવાબદારીઓ અને નૈતિક બંધનો કરતાં, મોટો ફેર પડી જાય છે. જો આ ફેર બરાબર સમજવામાં આવે અને તેનો અંશ પણ જીવનમાં ઊતરે તો તો કર્મવાદીઓનો ચાર્વાક પ્રત્યે આક્ષેપ સાચો ગણાય અને ચાર્વાકના ધર્મ-ધ્યેય કરતાં કર્મવાદીનું ધર્મધ્યેય ઉન્નત અને ગ્રાહ્ય છે એમ જીવનવ્યવહારથી બતાવી શકાય. આપણે હવે જોવાનું એ છે કે વ્યવહારમાં કર્મવાદીઓ ચાર્વાકપંથી કરતાં કેટલી ચઢિયાતી રીતે જીવી બતાવે છે, તેઓ ચાર્વાકપંથી કરતાં પોતાના સંસારને કેટલો વધારે સારો અને વધારે ભવ્ય બનાવી કે રચી જાણે છે? ચર્ચામાં એક પક્ષ બીજાને ગમે તે કહે તો તેને કોઈ રોકી શકતું નથી. ઊતરતા અને ચડિયાતાપણાની કસોટી જીવનમાંથી જ મળી રહે છે. ચાવકપંથી ટૂંકી દૃષ્ટિને લીધે પરલોક ન માને તેથી તેઓ પોતાની આત્મિક જવાબદારી અને સામાજિક જવાબદારીથી ભ્રષ્ટ થઈ માત્ર પોતાના ઐહિક સુખની ટૂંકી લાલસામાં એકબીજા પ્રત્યેની સામાજિક જવાબદારીઓ અદા ન કરે તેથી વ્યવહાર લંગડો બને. એમ બને કે ચાર્વાકર્ષથી પોતાને ફાવે ત્યાં બીજા પાસેથી સગવડ લઈ લે, માબાપનો વારસો પચાવી લે, સુધરાઈખાતાની સગવડો ભોગવવામાં જરાય પાછી પાની ન કરે, સામાજિક કે રાજકીય લાભોને લેશ પણ જતા ન કરે; પણ જ્યારે એ જ માબાપને પોષવાનો સવાલ આવે ત્યારે આંખ આડા કાન કરે, સુધરાઈખાતાનો કોઈ નિયમ પાળવાનું પોતાને શિર આવે ત્યારે ગમે તે બહાને છટકી જાય, સામાજિક કે રાષ્ટ્રીય આપત્તિ વખતે કાંઈ કરવાનું પ્રાપ્ત થતાં Page #82 -------------------------------------------------------------------------- ________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા • ૫૫ તે, પેટમાં દુખવાનું બહાનું કરીને નિશાળથી બચી જનાર બાળકની પેઠે, કોઈ ને કોઈ રીતે છટકી જાય અને એ રીતે પોતાની ચાર્વાકદષ્ટિથી કૌટુંબિક, સામાજિક અને રાજકીય બધાં જીવનને લંગડું બનાવવાનું પાપ કરે. આ એની ચાવકતાનું દુષ્પરિણામ. હવે આપણે પરલોકવાદી આસ્તિક કહેવડાવતા અને પોતાને વધારે શ્રેષ્ઠ માનતા વર્ગ તરફ વળીએ. કર્મવાદી પણ પોતાની કૌટુંબિક, સામાજિક અને રાજકીય બધી જ જવાબદારીઓથી છટકતો દેખાય તો એનામાં અને ચાકમાં ફેર શો રહ્યો ? વ્યવહાર બંનેએ બગાડ્યો. આપણે જોઈએ છીએ કે કેટલાક સ્વસગવડવાદી પોતાને ખુલ્લામાં ખુલ્લા ચાર્વાક કહી પ્રાપ્ત જવાબદારીઓ પ્રત્યે તદ્દન દુર્લક્ષ કરે છે, પણ સાથે જ આપણે જોઈએ છીએ કે કર્મવાદી પણ પ્રાપ્ત જવાબદારીઓ પ્રત્યે એટલી જ બેદરકારી સેવે છે. બુદ્ધિમાં પરલોકવાદ સ્વીકાર્યા છતાં અને વાણીમાં ઉચ્ચારવા છતાં પરલોકવાદ એ માત્ર નામનો જ રહ્યો છે. આનું કારણ પરલોકવાદને ધર્મના પ્રેમમાં સ્થાન આપ્યા છતાં તેની ગેરસમજૂતી એ છે. ચાર્વાકની ગેરસમજ ટૂંકી દૃષ્ટિ પૂરતી ખરી, પણ પરલોકવાદીની ગેરસમજ બેવડી છે. તે વદે છે દીર્ધદષ્ટિ જેવું અને વર્તે છે ચાર્વાક જેવું; એટલે એકને અજ્ઞાન છે તો બીજાને વિપર્યાસ છે. વિપસનાં માઠાં પરિણામ આ વિપર્યાસથી પરલોકવાદી પોતાના આત્મા પ્રત્યેની સાચું વિચારવા તેમજ વિચાર પ્રમાણે પોતાને ઘડવાની જવાબદારી તો નથી પાળતો, પણ જ્યારે કૌટુંબિક કે સામાજિક વગેરે જવાબદારીઓ ઉપસ્થિત થાય છે ત્યારે – વર્તમાન જન્મ ક્ષણભંગુર છે, એમાં કોઈ કોઈનું નથી, સૌ સ્વાર્થી મળ્યાં છે, મેળો વીખરાવાનો તો ખરી જ, ભાગ્યમાં લખ્યું હશે તેને કોણ ભૂંસે? બીજો તે બીજાને શી રીતે સુધારવાનો ? પોતાનું હિત સાધવાનું સ્વ હાથમાં છે, એવું હિત પરલોક સુધારવામાં છે. પરલોકને સુધારવા બધું જ પ્રાપ્ત થયેલું ફેંકવું જોઈએ, ઈત્યાદિ વિચારમાળામાં પડી – પરલોકની ધૂનમાં એ જવાબદારીઓને ઉવેખે છે. એ એવી એકતરફી ધૂનમાં ભૂલી જાય છે કે તેના પરલોકવાદના સિદ્ધાન્ત પ્રમાણે તો તેનો વર્તમાન જન્મ પણ પરલોક જ છે અને તેની આગલી પેઢી એ પણ પરલોક જ છે; પોતાના સિવાયની સામેની વર્તમાન સૃષ્ટિ પણ પરલોકનો એક ભાગ જ છે. એ ભૂલના સંસ્કારો કર્મવાદ પ્રમાણે તેની સાથે જવાના જ. જ્યારે તે કોઈ બીજા લોકમાં અવતરશે કે વર્તમાન લોકમાં પણ નવી પેઢીમાં જન્મ લેશે ત્યારે તેનો પરલોક સુધારવાનો અને બધું વર્તમાન ફેંકી દેવાનો સંસ્કાર પાછો જાગશે. વળી તે એમ જ કહેવાનો કે પરલોક એ જ ધર્મનું ધ્યેય છે. ધર્મ તો પરલોક સુધારવા કહે છે, વાસ્તે ઐહિક સુધારણામાં કે ઐહિક જવાબદારીઓમાં માત્ર બદ્ધ થઈ જવું એ તો ધર્મદ્રોહ છે. એમ કહી તે, પ્રથમના હિસાબે પરલોક પણ અત્યારના હિસાબે વર્તમાન જન્મને ઉવેખશે અને વળી બીજા જ પરલોક અને બીજા જ જન્મને સુધારવાની Page #83 -------------------------------------------------------------------------- ________________ પ૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ધૂનમાં ગાંડો થઈ ધર્મ તરફ ઢળશે. એને પરિણામે – એ સંસ્કારને પરિણામે – વળી પ્રથમ માનેલો પરલોક તેનો વર્તમાન જન્મ બનશે, ત્યારે પાછો તે તો ધર્મના પરલોક સુધારવાના ધ્યેયને વળગી એ પ્રાપ્ત થયેલ પરલોકને ઉવખશે અને બગાડશે. આમ ધર્મનું ધ્યેય પરલોક છે એ માન્યતાની પણ ગેરસમજનું પરિણામ તો ચાર્વાકના પરલોકવાદના અસ્વીકાર કરતાં બીજું આવવાનો સંભવ જ નથી. કેટલાંક ઉદાહરણો આ અટકળ વધારે પડતી છે એમ કોઈ રખે માને. આપણે ઉદાહરણ વાસ્તે દૂર જવાની જરૂર નથી. જૈન સમાજ આસ્તિક ગણાય છે. તે કર્મવાદી છે. પરલોક સુધારવાનો તેનો દાવો છે. તે પોતાના ધર્મનું ધ્યેય પરલોક સુધારવામાં જ પૂરું થાય છે, એમ ગર્વથી માને છે. તે પણ આપણે જો જૈન સમાજની પ્રત્યેક પ્રવૃત્તિનો બારીકીથી અભ્યાસ કરીશું તો આપણને દેખાશે કે તે પરલોક તો સાધી શકતો જ નથી; વધારામાં ચાર્વાક જેટલો ઈહલોક પણ સાધી શકતો નથી. એક ચાર્વાક મુસાફર ગાડીમાં બેઠો. તેણે પોતાની પૂરી સગવડ સાચવવા બીજાની સગવડોના ભોગે – બીજાઓ ઉપર વધારે અગવડો મૂકીને – પોતાની સીટ પૂરેપૂરી, ઊલટી કાંઈક વધારે, મેળવી. થોડી વાર પછી ઊતરવાનું છે, એ જગ્યા જવાની છે, એની એને કાંઈ પડી ન હતી. બીજી વાર, બીજે પ્રસંગે પણ એ માત્ર પોતાની સગવડની ધૂનમાં રહેતો અને બીજાના સુખને ભોગે સુખેથી સફર કરતો. બીજો પેસેંજર પરલોકવાદી જેન જેવો હતો. તેને જગ્યા તો મળી, કાંઈક જોઈએ તેથી વધારે પણ, છતાં હતી તે ગંદી. એણે વિચાર્યું હમણાં તો ઊતરવું છે, પછી કોણ જાણે બીજો કોણ આવશે. ચલાવી લો. સફાઈની માથાફોડ નકામી છે. એમાં વખત ગાળવા કરતાં અરિહંતનું નામ જ ન લઈએ, એમ વિચારી તેણે એ જ ગંદી જગ્યામાં વખત ગાળ્યો. બીજે સ્ટેશને ડબો બદલાતાં બીજી જગ્યા મળી. તે હતી તો ચોખ્ખી, પણ બહુ જ સંકડાશવાળી. પ્રયત્નથી મોકળાશ કરી શકાય તેમ હતું, પણ બીજા તોફાનીઓ સાથે વાદવિવાદમાં ઊતરવું એ પરલોકની માન્યતા વિરુદ્ધ હતું. ત્યાં વળી પરલોકવાદ આવ્યો : ભાઈ રહેવું છે તો થોડું. નકામી માથાફોડ શાને ? એમ કરી ત્યાં પણ અરિહંતના નામમાં વખત ગાળ્યો. એની લાંબી અને ઘણા દિવસની રેલની અગર વહાણની બધી જ મુસાફરીમાં જ્યાં સગવડ મળી કે અગવડ, સર્વત્ર એને કાંઈ કરવાનું આવે ત્યાં એનો પરલોકવાદ એનો હાથ પકડતો અને ઇસ્મરણ માટે ભલામણ કરતો. આપણે આ બંને પ્રવાસીઓનાં ચિત્રો હંમેશાં જોઈએ છીએ. શું આ ઉપરથી એમ કહી શકાશે કે પેલા ચાર્વાક કરતાં બીજો પરલોકવાદી પેસેંજર ચડિયાતો? એકે ટૂંકી દૃષ્ટિથી બધા પ્રત્યેની જવાબદારીઓનો ભંગ કરી છેવટે સ્વસગવડ તો સાધી અને તે પણ ઠેઠ સુધી, જ્યારે બીજાએ પ્રયત્ન કર્યા સિવાય સગવડ મળી ત્યારે રસપૂર્વક Page #84 -------------------------------------------------------------------------- ________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા ૦ ૫૭ એને આસ્વાદી, પણ જ્યારે જ્યારે પોતાની સગવડ વાસ્તે અને બીજાની અગવડ દૂર કરવા પ્રયત્ન કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે ત્યારે પરલોક અને આગળનું શ્રેય સાધવું, એ નરી ભ્રમણામાં રહી ચાર્વાક કરતાંય વધારે જવાબદારીઓનો તેણે ભંગ કર્યો. આ કાંઈ રૂપક નથી, પ્રતિદિન દેખાતા વ્યવહારની વાત છે. છોકરો ઉંમરે પહોંચે અને જ્યારે માબાપનો વા૨સો મેળવવાનો હોય ત્યારે તે માટે તલપાપડ થઈ જાય. પણ માબાપની સેવાનો પ્રસંગ આવતાં જ તેની સામે પરલોકવાદીઓનો ઉપદેશ શરૂ થાય અરે, ગાંડા ! આત્માનું તો કરી લે. માબાપ એ તો આળપંપાળ.’ એ ભાઈ પછી નીકળે પરલોક માટે અને ત્યાં પાછું એ જ બિનજવાબદારીનું અનવસ્થાચક્ર ચાલવું શરૂ થાય. બીજો યુવક સામાજિક જવાબદારીઓ તરફ ઢળતો હોય તેવામાં ૫૨લોકવાદી ગુરુ તેને કહે : “અરે, નાતજાતના ગોળ તોડી એને વિશાળ બનાવવાની વાતમાં પડ્યો છે, પણ કાંઈ આત્માનું વિચાર્યું ? પરલોક ભણી તો જો. આવી આળપંપાળમાં શું ફસ્યો છે ?” પેલો યુવક ગુરુને પગલે ન જાય તોય ભ્રમણામાં પડી હાથમાં લીધેલ કામ છોડી દેતો દેખાય છે. એક બીજો યુવક વૈધવ્યની વારે ધાઈ પોતાની બધી સંપત્તિ અને બધી લાગવગનો ઉપયોગ પુનર્લગ્ન વાસ્તે કરતો હોય યા અસ્પૃશ્યોને અપનાવવામાં અને અસ્પૃશ્યતા નિવારવામાં કરતો હોય ત્યારે આસ્તિકરત્ન ગુરુ કહે અરે, વિષયના કીડા, આવાં પાપકારી લગ્નોના પ્રપંચમાં પડી, પરલોક કાં બગાડે છે ?” બિચારો તે ભરમાયો અને મૌન લઈ બેસી ગયો. ગરીબોની વહારે ધાવા ને તેમને પૈસો નહિ તો પાઈ મળે તેવા રાષ્ટ્રીય ખાદી જેવા કાર્યક્રમમાં કોઈને પડતો જોઈ ધર્મત્રાતા ગુરુએ કહ્યું - ‘અરે, એ તો કર્મનું ફળ છે. સૌનું કર્યું સૌ ભોગવે. તું તારું સંભાળ ને ? આત્મા સાચવ્યો, એણે બધું સાચવ્યું. પરલોક-સુધારણા એ જ ઉચ્ચ ધ્યેય હોવું જોઈએ.’ આવા ઉપદેશથી એ યુવક પણ કર્તવ્યથી સ૨કયો. આવા બનાવો, આ જાતના કર્તવ્યભ્રંશો સમાજેસમાજમાં અને ઘરેઘ૨માં ઓછે કે વધતે અંશે જોઈ શકીશું. ગૃહસ્થોની જ વાત નથી, ત્યાગી ગણાતા ધર્મગુરુઓમાં પણ કર્તવ્યપાલનને નામે મીંડું છે. ત્યારે ચાર્વાક ધર્મ કે તેના ધ્યેયનો સ્વીકાર ન કરીને જે પરિણામ ઉપસ્થિત કર્યાનું કહેવાય છે તે પરિણામ ૫૨લોકને ધર્મનું ધ્યેય માનનારે ઉપસ્થિત નથી કર્યું, એમ કોઈ કહી શકશે ? જો એમ ન હોત તો આપણા આખા દીર્ઘદર્શી ગણાતા પરલોકવાદી સમાજમાં આત્મિક, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓની ખામી ન જ હોત. - ‘કરજ કરીને પણ ઘી પીવું' એવી માન્યતા ધરાવનાર માત્ર પ્રત્યક્ષવાદી અને તે પણ સ્વસુખવાદી ચાર્વાક હોય કે પરલોકવાદી આસ્તિક હોય, પણ જો તેઓ બંનેમાં કર્તવ્યની યોગ્ય સમજ, તેની જવાબદારીનું આત્મભાન અને પુરુષાર્થની જાગૃતિ – એટલાં તત્ત્વો ન હોય તો બંનેના ધર્મધ્યેય સંબંધી વાદમાં ગમે તેટલું અંતર હોવા છતાં તે — Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ બંનેના જીવનમાં કે તેઓ જે સમાજના અંગ છે તે સમાજના જીવનમાં એ બંનેના ધ્યેયભેદને કારણે કશું અંતર પડવાનું નહિ. ઊલટું એમ બને કે પરલોકવાદી અન્યના જીવનને ધક્કો પહોંચાડવા ઉપરાંત પોતાનું જીવન પણ વણસાડી મૂકે, જ્યારે ચાર્વાકપંથી વધારે નહિ તો વર્તમાન – માત્ર પોતાના જીવન – પૂરતું થોડું પણ સુખ સાધી લે. આથી ઊલટું, જો ચાવકપંથી અને પરલોકવાદી બંનેમાં કર્તવ્યની યોગ્ય સમજ, જવાબદારીનું આત્મભાન તેમજ પુરુષાર્થની જાગૃતિ સરખા પ્રમાણમાં હોય તો ચાર્વાક કરતાં પરલોકવાદીનું વિશ્વ વધારે સારું હોવાની અગર પરલોકવાદીના કરતાં ચાર્વાકપંથીનું વિશ્વ ઊતરતા પ્રકારનું હોવાની કોઈ સંભાવના કે ખાતરી નથી. ધ્યેયવાદ ગમે તે હોય છતાં જેનામાં કર્તવ્ય અને જવાબદારીનું ભાન તેમજ પુરુષાર્થની જાગૃતિ વધારે, તે જ બીજા કરતાં પોતાનું અને પોતાના સમાજ કે રાષ્ટ્રનું જીવન વધારે સમૃદ્ધ કે સુખી બનાવવાનો. કર્તવ્ય અને જવાબદારીના ભાનવાળા તેમજ પુરુષાર્થની જાગૃતિવાળા ચાર્વાક જેવા ગણાતા લોકોએ પણ બીજા પક્ષના સમાજ કે રાષ્ટ્રજીવન કરતાં પોતાના સમાજ અને રાષ્ટ્રનું જીવન વધારે સારું ઘડવાનાં પ્રમાણો આપણી સામે છે. તેથી આપણે ધર્મના ધ્યેય તરીકે પરલોકવાદ, કર્મવાદ કે આત્મવાદને બીજા વાદ કરતાં વધારે સારા કે વધારે ચડિયાતા છે એમ કોઈ પણ રીતે સાબિત કરી નથી શકતા. એવી સ્થિતિમાં પરલોકસુધારણાને ધર્મના ધ્યેય તરીકે માનવા-મનાવવાની જે પ્રવૃત્તિ ચાલતી આવી છે તે બરાબર નથી એમ સ્વીકારવું પડશે. ધર્મનું શ્રેય કોને ગણવું? પણ ત્યારે પ્રશ્ન થશે કે ધર્મનું ધ્યેય શું હોવું જોઈએ? કઈ વસ્તુને ધર્મના ધ્યેય તરીકે સિદ્ધાંતમાં, વિચારમાં અને વર્તનમાં સ્થાન આપવાથી ધર્મની સફળતા અને જીવનની વિશેષ પ્રગતિ સાધી શકાય? આનો જવાબ ઉપરના વિવેચનમાંથી જ ફલિત થઈ જાય છે. તે એ કે દરેકને પોતાના વૈયક્તિક અને સામાજિક કર્તવ્યનું ઠીક ઠીક ભાન, કર્તવ્ય પ્રત્યેની જવાબદારીમાં રસ અને એ રસને મૂર્ત કરી દેખાડવા જેટલા પુરુષાર્થની જાગૃતિ હોવી એ જ ધર્મનું ધ્યેય મનાવું જોઈએ. જો ઉક્ત તત્ત્વોને ધર્મના ધ્યેય તરીકે સ્વીકારી તેના ઉપર ભાર આપવામાં આવે તો પ્રજાજીવન સમગ્રપણે પલટો ખાય. ધર્મ તાત્ત્વિક હોય કે વ્યાવહારિક, પણ જો ઉક્ત તત્ત્વો જ એના ધ્યેય તરીકે સ્વીકારવામાં આવે અને પ્રત્યક્ષ ધારણાવાદ કે પરલોક સુધારણાવાદનું સ્થાન ગૌણ કરી દેવામાં આવે તો પછી મનુષ્ય, ગમે તે પક્ષનો હોય છતાં, નવજીવનના ઘડતરમાં કોઈ પણ જાતની વિસંગતિ વિના જ એકસરખો પોતાનો ફાળો આપે. આવું ધ્યેય સ્વીકારવામાં આવે તો જૈન સમાજની ભાવી પેઢી બધી રીતે પોતાની વધારે યોગ્યતા દર્શાવી શકશે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા • ૫૯ એ ધ્યેયવાળો ભાવ જૈન પ્રથમ પોતાનાં આત્મિક કર્તવ્યો સમજી તેમાં રસ લેશે. તેથી એ પોતાની બુદ્ધિની વિશુદ્ધિ અને વિકાસ માટે પોતાથી બનતું બધું જ કરશે અને પોતાના પુરુષાર્થનું જરાય ગોપન નહિ કરે, કેમકે એ સમજશે કે બુદ્ધિ અને પુરુષાર્થના દ્રોહમાં જ આત્મદ્રોહ અને આત્મકર્તવ્યનો દ્રોહ છે. તે કુટુંબ પ્રત્યેનાં પોતાનાં નાનાંમોટાં સમગ્ર કર્તવ્યો અને જવાબદારીઓ અદા કરવામાં પોતાનું જીવનસાફલ્ય લેખશે. એટલે તેના જીવનથી તેનું કુટુંબરૂપ ઘડિયાળ બરાબર – અનિયમિતતા વિના – જ ચાલતું રહેશે. તે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની એક એક જવાબદારીના પાલનમાં પોતાનું મહત્ત્વ માનશે. એટલે સમાજ અને રાષ્ટ્રના અભ્યદયના માર્ગમાં એનું જીવન ભારે મદદગાર થશે. જૈન સમાજમાં એકાશ્રમ સંસ્થા એટલે કે ત્યાગાશ્રમ સંસ્થા ઉપર જ મુખ્ય ભાર અપાવાને લીધે અધિકારનો વિચાર બાજુએ રહી જવાથી જીવનમાં જે વિશૃંખલતા વ્યાપેલી દેખાય છે, તેના સ્થાનમાં અધિકારાનુરૂપ આશ્રમવ્યવસ્થા, ઉક્ત ધ્યેય સ્વીકારવાથી આપોઆપ સિદ્ધ થઈ જશે. આ દૃષ્ટિએ વિચાર કરતાં મને ચોખ્ખું લાગે છે કે અત્યારની નવી પેઢી બીજા એકેય વાદવિવાદમાં ન પડતાં પોતપોતાનાં બધી જાતનાં કર્તવ્યો અને તેની જવાબદારીઓમાં રસ લેતી થઈ જાય તો આપણે થોડા જ વખતમાં જોઈ શકીશું કે જે પશ્ચિમના કે આ દેશના પુરુષોને આપણે સમર્થ માની તેના પ્રત્યે આદરવૃત્તિ ધરાવીએ છીએ તેની હરોળમાં આપણે પણ ઊભા હોઈશું.. અહીં એક પ્રશ્નનું નિરાકરણ કરવું જરૂરી છે. પ્રશ્ન એ છે કે ચાર્વાકદષ્ટિ માત્ર પ્રત્યક્ષ સુખવાદની છે અને તે પણ માત્ર સ્વસુખવાદની જ છે, એટલે તેમાં માત્ર પોતાના સુખનું જ ધ્યેય રહેતું હોવાથી બીજા પ્રત્યેની અને સામૂહિક જવાબદારી – પછી તે કૌટુંબિક હોય કે સામાજિક – તેને અવકાશ જ ક્યાં રહે છે, જેવો અવકાશ પરલોકવાદમાં સંભવે છે? ચાર્વાક વાસ્તે તો પોતાનું સધાયે સઘળું સધાયું” અને “આપ મરે ફિર ડૂબ ગઈ દુનિયા” એ જ સિદ્ધાન્ત હોય છે. પણ એનો ખુલાસો એ છે કે માત્ર પ્રત્યક્ષવાદ હોય તોય જ્યાં પોતાના સ્થિર અને પાકા સુખનો વિચાર આવે છે ત્યાં કૌટુંબિક, સામાજિક આદિ જવાબદારીઓ પ્રાપ્ત થઈ જ જાય છે. જ્યાં લગી બીજા પ્રત્યેની જવાબદારીઓ ન સમજાય, ન પળાય ત્યાં લગી કેવળ પોતાનું ઐહિક સુખ પણ સધાતું નથી. દુન્યવી કોઈ સુખ હોય, પણ તે બધું જ પરસાપેક્ષ છે; એટલે અન્ય સાથેના વ્યવહારો બરાબર ગોઠવાયા સિવાય માત્ર પોતાનું ઐહિક સુખ પણ સિદ્ધ ન થઈ શકે. તેથી જેમ પરલોકદૃષ્ટિમાં તેમ માત્ર પ્રત્યક્ષવાદમાં પણ બધી જ જવાબદારીઓને પૂરેપૂરો અવકાશ છે. – પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ધાર્મિક શિક્ષણ, ધાર્મિક શિક્ષણ આપવું કે નહિ એ સવાલ પરત્વે સામસામે છેડે ઊભેલા મુખ્યત્વે બે વર્ગો છે : એક ધાર્મિક શિક્ષણ આપવા અપાવવાનો અતિ આગ્રહ સેવે છે, જ્યારે બીજો તે વિષે ઉદાસીન જ નહિ, પણ ઘણી વાર વિરોધ સુધ્ધાં કરે છે. આ સ્થિતિ માત્ર જૈન સમાજની જ નહિ, પણ લગભગ બધા સમાજોની છે. હું આ સ્થળે વિચારવા ધારું છું તે બાબત એ છે કે વિરોધ કરનાર શા માટે વિરોધ કરે છે ? શું એને શિક્ષણ પ્રત્યે અણગમો છે કે ધર્મ પ્રત્યે જ અણગમો છે કે ધર્મના નામથી શીખવાતી અમુક વસ્તુઓ પ્રત્યે જ અણગમો છે ? અને એ અણગમાનું કારણ શું છે? એ જ રીતે ધાર્મિક શિક્ષણ વિષે આગ્રહ સેવનાર કયા ધર્મના શિક્ષણ વિષે આગ્રહ સેવે છે અને એ આગ્રહના મૂળમાં શું રહેલું છે? વિરોધ કરનારની શિક્ષણ પ્રત્યે તો એટલી જ મમતા છે જેટલી ધર્મશિક્ષણના આગ્રહી પક્ષની. ધર્મ પ્રત્યે પણ એનો અણગમો હોતો જ નથી, જો તે જીવનપ્રદ અને માનવતાપોષક હોય તો. તેનો વિરોધ ધર્મને નામે અત્યારે શીખવાતી વસ્તુઓ વિષે જ છે અને તેનું કારણ ધર્મશિક્ષણ દ્વારા માનવતાનો વિકાસ સાધવાને બદલે એનો હાસ સધાય છે એ છે. બીજી બાજુ, ધાર્મિક શિક્ષણનો આગ્રહ સેવનાર મુખ્યપણે અમુક પાઠો શીખવવા અને અમુક પરંપરાગત ક્રિયાકાંડો શીખવવાનો જ આગ્રહ સેવે છે. એ આગ્રહના મૂળમાં એનો પોતાનો ધર્મ વિષેનો જીવંત અનુભવ નથી હોતો, પણ વારસાગત જે ક્રિયાકાંડના સંસ્કારો તેને મળ્યા હોય છે, એ સંસ્કારો ચાલુ રાખવામાં જે સામાજિક મોહ મનાતો આવ્યો છે અને એવા સંસ્કારો સીંચવા જે પંડિત અને ધર્મગુરુઓ સતત ભાર આપ્યા કરે છે તે છે. વિરોધી વર્ગ ધાર્મિક શિક્ષણનો વિરોધ કરે છે, ત્યારે તે એટલું તો માને જ છે કે માનવજીવન ઊંચું અને શુદ્ધ સંસ્કારવાળું – જે દ્વારા માનવી ખાનગી અને સામાજિક જીવનમાં પ્રામાણિકપણું ન છોડે, તુચ્છ સ્વાર્થને લીધે તે સમાજ કે રાષ્ટ્રના વિકાસને રૂંધે એવું કશું પણ ન કરે તેવું – હોવું જોઈએ. આવા જીવનનું પોષક ધાર્મિક શિક્ષણ કે તત્ત્વ એ વર્ગને સામાન્ય નથી હોતું. આનો સાર એ નીકળ્યો કે સમૃદ્ધ અને સંસ્કારી જીવન માટે જે આવશ્યક હોય તેના જ શિક્ષણને તે વર્ગ સ્વીકારે છે. જે શિક્ષણ દ્વારા Page #88 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણ • ૬૧ જીવન સમૃદ્ધ થવાનો કે જીવનમાં ઉદાત્ત સંસ્કાર પોષાવાનો સંભવ ભાગ્યે જ હોય છે, તેવા શિક્ષણનો વિરોધ એ જ તેમનો વિરોધ છે. આ રીતે ઊંડા ઊતરીને જોઈએ તો ધાર્મિક શિક્ષણનો વિરોધ કરનાર વર્ગ ખરી રીતે ધાર્મિક શિક્ષણની આવશ્યકતા જ સ્વીકારે છે. બીજી બાજુ, એ શિક્ષણનો અત્યાગ્રહ સેવનાર શબ્દપાઠો અને ક્રિયાકાંડો પરત્વે ગમે તેટલો આગ્રહ સેવે, છતાં તે પણ જીવનમાં ઉચ્ચ સંસ્કારસમૃદ્ધિ પોષાતી હોય તો તે જોવા ઉત્સુક તો છે જ. આ રીતે સામસામે છેડે સ્થિત એ બંને વર્ગો માનવીનું જીવન ઉચ્ચ અને સંસ્કારી બને એ બાબતમાં એકમત જ છે. એક પક્ષ અમુક પ્રકારનો વિરોધ કરીને તો બીજો પક્ષ તે પ્રકારનું સમર્થન કરીને છેવટે તો બંને પક્ષો નકાર અને હકારમાંથી એક સામાન્ય તત્ત્વ ઉપર આવી ઊભા રહે છે. જો છેક સામસામેના બંને પક્ષો એક બાબતમાં એકમત થતા હોય, તો તે ઉભયસંમત તત્ત્વને લક્ષીને જ શિક્ષણનો પ્રશ્ન વિચારવો જોઈએ અને વિવાદાસ્પદ તત્ત્વ વિષે આ કે તે જાતનું ઐકાંતિક વિધાન કે તે વાસ્તેની ગોઠવણ ન કરતાં તે બાબત શિક્ષણ લેનારની રુચિ અને વિચારણા ઉપર છોડી દેવી જોઈએ, એમ જ ફલિત થાય છે. જેઓ ધાર્મિક પાઠો અને ક્રિયાકાંડોના પક્ષપાતી હોય છે, તેમણે પોતાના જીવનથી જો એમ સાબિત કર્યું હોત કે પ્રથાસેવી ધાર્મિકો પોતાના જીવનવ્યવહાર બીજા કરતાં વધારે સાચા હોય છે, બોલ્યા પ્રમાણે વર્તનાર હોય છે, તેમજ સાદું જીવન જીવનાર હોઈ પોતાની ચાલુ ધર્મપ્રથા દ્વારા માનવતાને વધારે સાંકળે છે, તો કોઈને પણ તેમના રૂઢ શિક્ષણ વિષે વાંધો લેવાને કારણ જ ન હોત. પણ ઇતિહાસ એથી ઊલટું કહે છે. જે જે જાતિએ કે કોમે રૂઢ ધાર્મિક-શિક્ષણ વધારે લીધું હોય છે, તે જાતિ કે કોમ બીજી કોમો કરતાં વધારે ભેદ પોષતી આવી છે. ક્રિયાકાંડી–શિક્ષણમાં સૌથી વધારે અભિમાન લેનાર બ્રાહ્મણ કે હિંદુ જાતિ બીજા સમાજો કરતાં વધારે વહેંચાઈ ગયેલ છે અને વધારે દાંભિક તથા વધારે બીકણ જીવન ગાળે છે. જેમ જેમ ધર્મનું શિક્ષણ વિવિધ અને વધારે, તેમ તેમ જીવનની સમૃદ્ધિ પણ વિવિધ અને વધારે હોવી જોઈએ. તેને બદલે ઇતિહાસ કહે છે કે ધર્મપરાયણ મનાતી કોમ ધર્મથી સંધાવાને બદલે ધર્મની વિપુલતાના પ્રમાણમાં વધારે વિપુલતાથી એકએકથી છૂટી પડી ગઈ છે. ઈસ્લામ ધર્મના રૂઢ શિક્ષણને જો. એક અમુક વર્ગને અમુક અંશમાં સાંધ્યો હોય, તો તેથી મોટા વર્ગને અનેક અંશોમાં પહેલા વર્ગનો વિરોધી મનાવી છેવટે તો માનવતાને ખંડિત જ કરી છે. ખ્રિસ્તી ધર્મની રૂઢ શિક્ષાએ પણ માનવતાને ખંડિત જ કરી છે. અમુક ધર્મ પોતાના રૂઢ શિક્ષણને બળે અમુક પ્રમાણમાં માનવવર્ગને અંદરોઅંદર સાંકળવાનું પુણ્ય કરતો હોય, તો તેથી મોટા વર્ગને છેક વિરોધી ગણવાનું મહાપાતક પણ કરે છે. આ તો રૂઢશિક્ષણજન્ય માનવતાના ખંડિતપણાની વાત થઈ. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પણ અમુક સંપ્રદાયનું રૂઢ શિક્ષણ તે સંપ્રદાય પૂરતું પણ સરળ, પ્રામાણિક અને પરાર્થી જીવન સાધતું હોય, તોય ધાર્મિક શિક્ષણનો વિરોધ કરનારને વિરોધ કરવાનું પૂરતું કારણ ન મળે, પણ ઇતિહાસ બીજી જ કથા કહે છે. કોઈ એક સંપ્રદાયના મુખિયાજી મનાતા ધર્મગુરુઓને લઈ વિચાર કરીએ, કે આગેવાન ગણાતા ગૃહસ્થોને લઈ વિચાર કરીએ, તો જણાશે કે દરેક ધર્મગુરુ આડંબરી જીવનમાં રસ લે છે અને ભોળાં માણસોમાં એ આડંબરને ધર્મને નામે પોષે છે. જે નાણાં, જે શક્તિ અને જે સમય દ્વારા તે સંપ્રદાયના અનુયાયીઓનું આરોગ્ય સાધી શકાય, તેમને કેળવણી આપી શકાય, તેમને ધંધો શીખવી સ્વાવલંબી જીવન જીવતાં બનાવી શકાય, તે જ નાણાં, શક્તિ અને વખતનો ઉપયોગ મોટે ભાગે દરેક ધર્મગુરુ પોતાની આડંબર–સજ્જિત જીવન ગાડી ધકેલવામાં કરે છે. પોતે શરીરશ્રમ છોડે છે, પણ શરીરશ્રમનાં ફળોનો ભોગ નથી છોડતાં. પોતે સેવા દેવી છોડે છે, પણ સેવા લેવી છોડતા નથી. બને તેટલી વધારેમાં વધારે જવાબદારી ફેંકી દેવામાં ધર્મ માને-મનાવે છે, પણ પોતા પ્રત્યે બીજા જવાબદારી ન ચૂકે એની પૂરી કાળજી રાખે છે – જેવી રીતે રાજાઓ. એ જ રીતે તે સંપ્રદાયના રૂઢ શિક્ષણરસિક આગેવાન ગૃહસ્થો પોતાના જીવનમાં સદાચાર વિનાના હોય છે. અને ગમે તેટલાંના ભોગે પણ ઓછામાં ઓછી મહેનતે વધારેમાં વધારે પૂંજી એકત્ર કરવાના મોહ સેવતા હોય છે. અનુકૂળ ના હોય ત્યાં લગી ધંધામાં પ્રામાણિકપણું અને કાંઈક જોખમ આવતાં દેવાળું કાઢવાની રીત - આ વસ્તુસ્થિતિ હોય ત્યાં લગી ગમે તેટલી લાગવગ વાપરવામાં આવે, છતાં દઢ ધર્મશિક્ષણ વિષે સ્વતંત્ર અને નિર્ભય વિચારકનો આંતરિક–બાહ્ય વિરોધ રહેવાનો જ. જો વસ્તુસ્થિતિ આવી છે અને ચાલવાની છે તો વધારે સુંદર અને સલામત માર્ગ એ છે કે બંને પક્ષ સંમત હોય એવા જ ધર્મતત્ત્વના શિક્ષણનો પ્રબંધ જાગરૂકપણે થવો જોઈએ. એવા ધર્મતત્ત્વમાં મુખ્ય બે અંશો આવે છે એ વર્તનનો અને બીજો વિચારનો. જ્યાં લગી વર્તનના શિક્ષણનો સંબંધ છે ત્યાં લગી નિરપવાદ એક જ વિધાન સંભવે છે કે જો કોઈને સદ્વર્તનનું શિક્ષણ આપવું હોય તો તે સદ્વર્તન જીવીને જ શીખવી શકાય; એ કદી વાણીથી શીખવી ન શકાય. સદ્વર્તન વસ્તુ એવી જ છે કે તે વાણીમાં ઊતરતાં ફીકી પડી જાય છે અને જો તે કોઈના જીવનમાં અંદરથી ઊગેલી હોય તો તે બીજાને ઓછેવત્તે અંશે વળગ્યા વિના રહેતી જ નથી. આનો અર્થ એ થયો કે માનવતા ઘડનાર ને પોષનાર જે જે જાતનું સદ્વર્તન સમાજમાં કે સંસ્થામાં દાખલ કરવું હોય તે તે જાતનું સદ્વર્તન ગાળનાર કોઈ પણ સાચી વ્યક્તિ જ ન હોય ત્યાં લગી તે સમાજમાં કે તે સંસ્થામાં સદ્વર્તનના શિક્ષણનો પ્રશ્ન હાથ ધરવો એ નરી બાલિશતા છે. માબાપ કે બીજા વડદલા બાળકોને કે નાનેરાંઓને ઘડવા માગતા હોય, તો તેમણે પોતાના જીવનમાં તેનું ઘડતર સચોટપણે દાખલ કરવું જોઈએ અને એમ તેઓ ન કરે તો પોતાની Page #90 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણ - ૬૩ સંતતિના જીવનમાં સદ્વર્તન ઊતરે એ આશાને મક્કમપણે સેવવી પણ ન જોઈએ. સંસ્થા કોઈ ભાડૂતી કે નકલી શિક્ષકને રોકી વિદ્યાર્થીઓમાં સદ્વર્તનનું વાતાવરણ જમાવી જ ન શકે. એ વ્યવહારનો વિષય છે અને વ્યવહાર સાચી કે ખોટી દેખાદેખીમાંથી ઉત્પન્ન થઈ પછી જ વિચારના ને સંસ્કારના ઊંડા પ્રદેશ સુધી મૂળ ઘાલે છે. ધર્મશિક્ષણનો બીજો અંશ વિચાર છે-જ્ઞાન છે. કોઈ પણ સંસ્થા પોતાના વિદ્યાર્થીઓમાં વિચાર અને જ્ઞાનના અંશો સીંચી અને પોષી શકે. દરેક સંસ્થાને વાસ્તે રાજમાર્ગ તરીકે—ધાર્મિક શિક્ષણના વિષય તરીકે એક જ વિષય બાકી રહે છે અને તે જ્ઞાન તેમજ વિચારનો. આ વાસ્તે સંસ્થાએ જેટલો ઉદાત્ત પ્રબંધ કર્યો હોય તેટલી સફળતા મળે જ છે. વિદ્યાર્થીને જાણવાની ઓછીવત્તી ભૂખ હોય જ છે. તેની ભૂખની નાડી ઠીક પારખવામાં આવે તો એ વધારે સતેજ પણ કરી શકાય છે. તેથી અનેક વિદ્યાર્થીઓમાં તત્ત્વની જિજ્ઞાસા પેદા કરવાનું આયોજન કરવું એ સંસ્થાનું પ્રથમ કર્તવ્ય છે. આ આયોજનમાં સમૃદ્ધ પુસ્તકાલય અને વિવિધ વિષયો ઉપર વિચારક વિદ્વાનોનાં વ્યાખ્યાનો આપવાનો પ્રબંધ તો આવે જ છે, પણ આખા આયોજનમાં કેન્દ્રસ્થાને જ્ઞાન અને વિચારમૂર્તિ શિક્ષક તથા તેની સર્વગ્રાહિણી, પ્રતિક્ષણે નવીનતા અનુભવતી પ્રતિભાસંપન્ન દષ્ટિ છે. જે સંસ્થા આવો શિક્ષક મેળવવા ભાગ્યશાળી થાય, તે સંસ્થામાં વિચાર પૂરતું ધર્મ-શિક્ષણ તો અનિવાર્ય રીતે પ્રસરવાનું અને વધવાનું જ. કરવાપણું આવે છે ત્યારે વિદ્યાર્થી જરા ખંચકાય છે, પણ જાણવાનો સવાલ હોય છે ત્યાં તેનું મગજ અનુકૂળ શિક્ષક આગળ જિજ્ઞાસાની આગથી સૂકા ઘાસની પેઠે સળગી ઊઠે છે. જીવતો અધ્યાપક એ તકનો લાભ લે છે અને વિદ્યાર્થીમાં ઉદાર તેમજ વ્યાપક વિચારનાં બીજો રોપે છે. ખરી રીતે તો વિદ્યાર્થીમાં જે કરવાનું અને બનવાનું શક્ય છે, તેના ઉપર સંસ્થાઓ ધાર્મિક શિક્ષણનું આયોજન કરી ભાર નથી આપતી, અને જે ધાર્મિક ગણાતા અંશમાં વિદ્યાર્થીને કે ખુદ શિક્ષકને રસ નથી હોતો તેવા અંશ ઉપર પરંપરાના મોહને લીધે કે અમુક વર્ગના અનુસરણને લીધે ભાર આપવા જતાં સંસ્થા બંને ગુમાવે છે. આમ થવાથી શક્ય એવા વિચારાંશની જાગૃતિ રૂંધાય છે અને અશક્ય એવા રૂઢ આચારોમાંની રસવૃત્તિ ઉત્પન્ન થવાને બદલે તે હંમેશ માટે બહેર મારી જાય છે. તેથી મારી દૃષ્ટિએ દરેક સંસ્થામાં ઉપસ્થિત થતા ધાર્મિક શિક્ષણના પ્રશ્નોનો ઉકેલ નીચે પ્રમાણે આણી શકાય : (૧) કોઈ પણ ક્રિયાકાંડી કે રૂઢ શિક્ષણ આપવાનું મરજિયાત હોય, ફરજિયાત નહિ. (૨) જીવનની સૌરભ જેવા સદ્વર્તનનું શિક્ષણ શબ્દ વાટે આપવામાં સંતોષ મનાવો ન એઈએ અને એવું છે ન આપવાના સગવડ એ હદે, હો તે વૈપવમો ચૂપ રહેવાના જ સંતોષ માનવો જોઈએ. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ (૩) ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ સ્વરૂપની દષ્ટિએ તત્ત્વજ્ઞાનના અમુક મુદ્દાઓનું વિદ્યાર્થીઓની યોગ્યતા પ્રમાણે સારામાં સારું ઉદાત્ત શિક્ષણ આપવાનો પ્રબંધ થવો જોઈએ અને તે વખત તે પૂરતું ધર્મ-શિક્ષણ ગણાવું જોઈએ. આવા ધર્મ-શિક્ષણ પરત્વે કોઈનો મતભેદ નથી, સંસ્થા દ્વારા અપાવું જોઈએ એ શકય પણ છે અને જુદા જુદા સંપ્રદાયોની માન્યતાઓને સાંકળવામાં એ ઉપયોગી છે, તેમજ મિથ્યા વહેમોનો નાશ કરવામાં પણ સૌથી પહેલું આવું ધર્મ-શિક્ષણ આવશ્યક છે. - અખંડ આનંદ, ૧૯૫૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ધર્મદષ્ટિનું ઊર્ધીકરણ ઊર્ગીકરણનો અર્થ છે શુદ્ધીકરણ તેમજ વિસ્તારીકરણ. ધર્મદષ્ટિ જેમ જેમ શુદ્ધ થાય અને શુદ્ધ કરાય તેમજ તેનો વિસ્તાર થાય અર્થાત્ માત્ર વ્યક્તિગત ન રહેતાં તેનું જેમ જેમ સામુદાયિક રૂપ નિર્માણ થાય તેમ તેમ તેનું ઊર્ધીકરણ થાય છે એમ સમજવું જોઈએ. એને જ Sublimation કહેવામાં આવે છે. જિજીવિષા યા જીવનવૃત્તિ અને ધર્મદષ્ટિ એ બંને પ્રાણીમાત્રમાં સહભૂ અને સહચારી છે. ધર્મદષ્ટિ વિના જીવનવૃત્તિ સંતોષાતી નથી અને જીવનવૃત્તિ હોય તો જ ધર્મદષ્ટિનું અસ્તિત્વ સંભવે છે. આમ છતાં મનુષ્ય અને ઈતર જીવજગત વચ્ચેની સ્થિતિ નોખી નોખી છે. પશુ-પક્ષી અને કીડી-ભ્રમર જેવી અને પ્રાણીજાતિઓમાં આપણે જોઈએ છીએ કે તે તે પ્રાણી માત્ર પોતાના દૈહિક જીવન અર્થે જ પ્રવૃત્તિ નથી કરતું, પણ તે પોતપોતાનાં નાનાં-મોટાં જૂથ, દળ કે વર્ગ માટે કાંઈ ને કાંઈ કરે જ છે. આ એની એક રીતે ધર્મવૃત્તિ થઈ. પણ આ ધર્મવૃત્તિના મૂળમાં જાતિગત પરંપરાથી ચાલ્યો આવતો એક રૂઢ સંસ્કાર હોય છે. એની સાથે એમાં સમજણ કે વિવેકનું તત્ત્વ વિકસ્યું નથી હોતું, એની શક્યતા પણ નથી હોતી; તેથી એ ધર્મવૃત્તિને ધર્મદષ્ટિની કોટિમાં મૂકી ન શકાય. મનુષ્યપ્રાણી જ એવું છે જેમાં ધર્મદષ્ટિનાં બીજો સ્વયંભૂ રીતે પડેલાં છે. એવાં બીજોમાં એની જ્ઞાન અને જિજ્ઞાસાવૃત્તિ, સંકલ્પશક્તિ અને સારા-નરસાનો વિવેક કરવાની શક્તિ, તેમજ ધ્યેયને સિદ્ધ કરવાનો પુરુષાર્થ – આ મુખ્ય છે. મનુષ્ય જેટલું ભૂતકાળનું સ્મરણ અન્ય કોઈ પ્રાણીમાં નથી. એનાં જેટલો ભૂતકાળનો વારસો સાચવવાની અને આગલી પેઢીઓને એ વારસો વધારા સાથે આપવાની કળા પણ કોઈમાં નથી. તે એક વાર કાંઈ પણ કરવાનો સંકલ્પ કરે તો તે તેને સાધે જ છે, એને પોતાના નિર્ણયોને પણ ભૂલ જણાતાં બદલે અને સુધારે છે. એના પુરુષાર્થની તો કોઈ સીમા નથી. તે અનેક નવાં નવાં ક્ષેત્રોને ખોળે અને ખેડે છે. મનુષ્યજાતની આ શક્તિ તે જ તેની ધર્મદષ્ટિ છે. . પરંતુ મનુષ્યજાતિમાં અત્યારે ધર્મદષ્ટિના વિકાસની જે ભૂમિકા જણાય છે તે એકાએક સિદ્ધ થઈ નથી. આનો સાક્ષી ઇતિહાસ છે. એડવર્ડ કે નામના વિદ્વાને Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ધર્મવિકાસની ભૂમિકાઓનો નિર્દેશ ટૂંકમાં આ રીતે કર્યો છે – We look out before we look in, and we look in before we look up. ડૉ. આનંદશંકર ધ્રુવે એનું ગુજરાતી આ રીતે કર્યું છે : “પ્રથમ બહિર્દષ્ટિ, પછી અન્તર્દષ્ટિ અને છેવટે ઊર્ધ્વદૃષ્ટિ; પ્રથમ ઈશ્વરનું દર્શન બાહ્ય સૃષ્ટિમાં થાય, પછી અંતરઆત્મામાં (કર્તવ્યનું ભાન વગેરેમાં) થાય અને છેવટે ઉભયની એકતામાં થાય.” જૈન પરિભાષામાં એને બહિરાત્મા, અત્તરાત્મા અને પરમાત્માની અવસ્થા કહી શકાય. મનુષ્ય કેવોય શક્તિશાળી કેમ ન હોય, પણ તે સ્કૂલમાંથી અર્થાતુ દ્રવ્યમાંથી સૂક્ષ્મમાં અર્થાતુ ભાવમાં પ્રગતિ કરે છે. ગ્રીસમાં શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, નાટક, તત્ત્વજ્ઞાન, ગણિત આદિ કળાઓ અને વિદ્યાઓનો એક કાળે અદ્દભુત વિકાસ થયેલો. એવે વખતે જ એક વ્યક્તિમાં અકળ રીતે ધર્મદષ્ટિ, માણસજાતને આંજી દે એટલા પ્રમાણમાં, વિકસી. એ સોક્રેટિસે કળાઓ અને વિદ્યાઓનું મૂલ્ય જ ધર્મદષ્ટિના ગજથી બદલી નાખ્યું અને એની એ ધર્મદષ્ટિ આજે તો ચોમેર સત્કારાય છે. યહોવાહે મૂસાને આદેશ આપ્યો ત્યારે એ માત્ર યહૂદી લોકોના સ્કૂલ ઉદ્ધાર પૂરતો હતો અને બીજી સમકાલીન જાતિઓનો એમાં વિનાશ પણ સૂચવાતો હતો. પરંતુ એ જ જાતિમાં ઈશુ ખ્રિસ્ત પાક્યો અને ધર્મદષ્ટિએ જુદું જ રૂપ લીધું. ઈસુએ ધર્મની બધી જ આજ્ઞાઓને અંદર અને બહારથી શોધી તેમજ દેશ-કાળના ભેદ વિના સર્વત્ર લાગુ કરી શકવા જેવી ઉદાત્ત બનાવી. આ બધા પહેલાં પણ ઈરાનમાં જરથુસ્સે નવું દર્શન આપેલું, જે અવેસ્તામાં જીવિત છે. અંદરોઅંદર લડી મરતા અને જાતજાતના વહેમના ભોગ થયેલા આરબ કબીલાઓને સાંધવાની અને કાંઈક વહેમમુક્ત કરવાની ધર્મદ્રષ્ટિ મહંમદ પૈગમ્બરમાં પણ વિકસી. પરંતુ ધર્મદષ્ટિના વિકાસ અને ઊર્ધ્વકરણની મુખ્ય કથા તો મારે ભારતીય પરંપરાઓને અવલંબી દર્શાવવાની છે. વેદોના ઉષસુ, વરુણ અને ઈન્દ્ર આદિ સૂક્તોમાં કવિઓની સૌંદર્યદષ્ટિ, પરાક્રમ પ્રત્યેનો અહોભાવ અને કોઈ દિવ્યશક્તિ પ્રત્યેની ભક્તિ જેવાં મંગળ તત્ત્વો વાંચીએ છીએ, પણ એ કવિઓની ધર્મદષ્ટિ મુખ્યપણે સકામ છે. તેથી જ તેઓ દિવ્યશક્તિ પાસેથી પોતાની, પોતાના કુટુંબની અને પશુ આદિ પરિવારની આબાદીની માગણી કરે છે અને બહુ બહુ તો લાંબું જીવન પ્રાર્થે છે. સકામતાની આ ભૂમિકા બ્રાહ્મણકાળમાં વિકસે છે. તેમાં ઐહિક ઉપરાંત પારલૌકિક ભોગ સાધવાના નવનવા માર્ગો યોજાય છે. પરંતુ, આ સકામ ધર્મદષ્ટિ સમાજને વ્યાપી રહી હતી, તેવામાં જ એકાએક ધર્મદષ્ટિનું વલણ બદલાતું દેખાય છે. કોઈ તપસ્વી યા ઋષિને સઝ કે આ બીજા લોકના સુખભોગો વાંછવા અને તે પણ પોતાપૂરતા અને બહુ બહુ તો પરિવાર યા જનપદ પૂરતા, તેમજ બીજા કરતાં વધારે ચડિયાતા, તો આ કાંઈ ધર્મદષ્ટિ કહેવાય Page #94 -------------------------------------------------------------------------- ________________ ધર્મદષ્ટિનું ઊર્ધીકરણ • ૬૭ નહિ. ધર્મદષ્ટિમાં કામનાનું તત્ત્વ હોય તો તે એક અધૂરાપૂણું જ છે. આ વિચારમાંથી નવું પ્રસ્થાન શરૂ થયું એને એનો જાદુ વ્યાપક બન્યો. ઈ. સ. પહેલાના આઠસો કે હજાર વર્ષ જેટલા જૂના યુગમાં અકામ ધર્મદષ્ટિના અનેક અખતરા થતા દેખાય છે. ઉપનિષદો એ જ ધર્મદષ્ટિનું વિવરણ કરે છે. જેન, બૌદ્ધ, આદિ સંઘોનો તો પાયો જ એ દૃષ્ટિમાં છે. આ અકામ ધર્મદ્રષ્ટિ એ અંતરાત્મદષ્ટિ યા ધર્મવિકાસની બીજી ભૂમિકા છે. આમાં મનુષ્ય પ્રથમ પોતાની જાતને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે અને સમગ્ર વિશ્વ સાથે તાદામ્ય કેળવવા મથે છે. આમાં ઐહિક કે પરલૌકિક એવા કોઈ સ્થૂલ ભોગની વાંચ્છાનો આદર છે જ નહિ. કુટુંબ અને સમાજમાં નિષ્કામતા સાધી ન શકાય, એ વિચારમાંથી એકાન્તવાસ અને અનગારભાવની વૃત્તિ બળ પકડે છે. અને આવી વૃત્તિ એ જ જાણે નિષ્કામતા હોય યા વાસનાનિવૃત્તિ હોય એવી રીતે એની પ્રતિષ્ઠા જામે છે. કામતૃષ્ણાની નિવૃત્તિ યા શુદ્ધીકરણનું સ્થાન મુખ્યપણે પ્રવૃત્તિત્યાગ જ લે છે, અને જાણે જીવન જીવવું એ એક પાપ કે શાપ હોય તેવી મનોવૃત્તિ સમાજમાં પ્રવેશે છે. આવે વખતે વળી અકામ ધર્મદષ્ટિનું સંસ્કરણ થાય છે. ઈશાવાસ્ય ઘોષણા કરે છે કે આખું જગત આપણા જેવા ચૈતન્યથી ભરેલું છે, તેથી જ્યાં જશો ત્યાં બીજા પણ ભોગીઓ તો છે જ. વસ્તુભોગ એ કોઈ મૂળગત દોષ નથી, એ જીવન માટે અનિવાર્ય છે. એટલું જ કરો કે બીજાની સગવડનો ખ્યાલ રાખી જીવન જીવો અને કોઈના ધન પ્રત્યે ન લોભાઓ. પ્રાપ્તકર્તવ્ય કર્યે જાઓ અને જિવાય તેટલું જીવવા ઇચ્છો. આમ કરવાથી નથી કોઈ કામતૃષ્ણાનું બંધન નડવાનું કે નથી બીજો કોઈ લેપ લાગવાનો. ખરેખર, ઈશાવાસ્ય નિષ્કામ ધર્મદષ્ટિનો અંતિમ અર્થ દર્શાવી મનુષ્યજાતને ધર્મદષ્ટિના ઊર્તીકરણ તરફ પ્રયાણ કરવામાં ભારે મદદ કરી છે. ગીતાના ભવ્ય મહેલનો પાયો ઈશાવાસ્યની જ સૂઝ છે. મહાવીરે તૃષ્ણાદોષ અને તેમાંથી ઉદ્ભવતા બીજા દોષો નિર્મળ કરવાની દૃષ્ટિએ મહતી સાધના કરી. બુદ્ધે પણ પોતાની રીતે એવી જ સાધના કરી. પરંતુ સામાન્ય સમાજ એમાંથી એટલો જ અર્થ ઝીલ્યો કે તૃષ્ણા, હિંસા, ભય આદિ દોષો ટાળવા. લોકોની દોષો ટાળવાની વૃત્તિએ આ ન કરવું, તે ન કરવું એવા અનેકવિધ નિવર્તક યા નકારાત્મક ધર્મો પોષ્યા, વિકસાવ્યા અને વિધાયક-ભાવાત્મક ધર્મ વિકસાવવાની બાજુ લગભગ આખા દેશમાં ગૌણ બની ગઈ. આવી દશા હતી ત્યારે જ વળી મહાયાન ભાવના ઉદયમાં આવી. અશોકના ધર્મશાસનમાં એનું દર્શન થાય છે. પછી તો અનેક ભિક્ષુકો પોતપોતાની રીતે એ ભાવના દ્વારા પ્રવર્તક ધર્મો વિકસાવ્યે જતા હતા. છઠ્ઠા સૈકાના ગુજરાતમાં થયેલ શાંતિદેવે તો ત્યાં સુધી કહી દીધું કે દુનિયા દુઃખી હોય અને મોક્ષને ઝંખીએ, એવો અરસિક મોક્ષ શા કામનો ? મધ્યકાળ અને પછીના ભારતમાં અનેક સંતો, વિચારકો અને ધર્મદષ્ટિના શોધકો થતા આવ્યા છે, પણ આપણે આપણા જ જીવનમાં ધર્મદષ્ટિનું જે ઊર્ધીકરણ જોયું છે, અને અત્યારે પણ જોઈએ છીએ, તે અત્યાર લગી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વિશ્વમાં થયેલ ધર્મદષ્ટિના વિકાસનું સર્વોપરી સોપાન હોય એમ જણાયા વિના રહેતું નથી. ગાંધીજીએ સકામ ધર્મદષ્ટિને તો સ્થાન આપ્યું જ નથી, પણ અકામ ધર્મદ્રષ્ટિનો ખરો ભાવ સમજી, જીવનમાં જીવી, લોકો સમક્ષ મૂક્યો છે. ગાંધીજી ઇચ્છા અને તૃષ્ણા એ બે વચ્ચેનું અંતર બરાબર સમજ્યા હોય તે રીતે વિચારે છે અને વર્તે છે. જયાં ચૈતન્ય હોય ત્યાં જ્ઞાન અને સમજણ હોવાનાં જ. સવિવેક કેળવવો એ જ જ્ઞાનની શુદ્ધિ છે. એવા વિવેક વિનાનું જ્ઞાન બંધન છે. આવું જ્ઞાન બંધન બને તેથી એ જ્ઞાનનાં દ્વારો બંધ કરવાના ઉપાયો એ ખરો વિકાસ નથી. ખરો વિકાસ વિવેક કેળવી, જ્ઞાનની શુદ્ધિ કરી, તેનો ઉપયોગ કરવામાં છે. તે જ રીતે કામના એ પણ ચેતનાનો ગુણ છે. એ કામનાને પોતાપૂરતી મર્યાદિત કરવી, સ્થૂલ વસ્તુઓમાં બાંધી રાખવી, તેમજ અન્યને ભિન્ન ગણી એને પોષવી એનું નામ તૃષ્ણા. જ્યારે એ કામના પોતાના ભલાની પેઠે બીજાનું પણ ભલું કરવાની દિશામાં વળે અને વિસ્તરે ત્યારે એને કોઈ વિપક્ષ કે દ્વેષની છાયા સ્પર્શતી જ નથી, અને તેથી તે વ્યાપક મૈત્રી બની રહે છે. કામનામાંથી તૃષ્ણાનું ઝેર દૂર થયું એટલે તે શુદ્ધ ઇચ્છા મૈત્રીરૂપ બની રહે છે. આ જીવાત્માનો સ્વયંભૂ સદ્ગુણ છે. ગાંધીજીએ તૃષ્ણાનું ઝેર ઓછું કર્યું. પણ ઈચ્છા કે કામનાને દબાવવા યા નિર્મળ કરવા પ્રયત્ન ન કર્યો, ઊલટું, એના શુદ્ધીકરણના પાયા ઉપર સત્ય, અહિંસા આદિ અનેક પ્રવર્તક અને નિવર્તક ધર્મો વિકસાવ્યા. આનું જ નામ ગીતાની ભાષામાં “ધર્માવિરુદ્ધ કામ.” તેથી જ આપણે જોઈએ છીએ કે ગાંધીજીએ સૌને પરિચિત એવાં વ્રતો, મહાવ્રતોના અર્થનો, સર્વહિતની દૃષ્ટિએ દરેક ક્ષેત્રમાં લાગુ પડે એવો, કેટલો સૂક્ષ્મ અર્થ વિકસાવ્યો છે. ધર્મદષ્ટિના ઊર્તીકરણમાં તેમનો આ મહાન ફાળો છે, જેની સાક્ષી તેમના વ્રતવિચારો અને તેમણે શરૂ કરેલી પ્રવૃત્તિઓ આપે છે. ગાંધીજી નથી, પણ તેમની સંસ્કારમૂર્તિ નવે રૂપે ઉદયમાં આવી છે. અપરિગ્રહવ્રત હજારો વર્ષ જેટલું જૂનું. તેનાથી સૌ પરિચિત અને લાખો લોકો તેને ધારણ પણ કર્યો આવતા. પરંતુ ભૂદાનના સ્થૂલ પ્રતીક દ્વારા એનો જે અર્થવિકાસ વિનોબાજીએ કર્યો છે તે ધર્મદષ્ટિના ઊધ્ધકરણમાં એક મોટી ફાળ છે. આમાં પણ કામના અને ઈચ્છાનું શુદ્ધીકરણ તેમજ સર્વસાધારણીકરણ છે. એમાં મૂચ્છરૂપે કામનો ત્યાગ છે, સર્વકલ્યાણ સાધવાની વ્યાપક ધર્મદષ્ટિએ કામનાનો સ્વીકાર છે. આ રીતે આપણે ધર્મદષ્ટિના ઊર્વીકરણના એક જાતના યુગમાં જીવી રહ્યા છીએ અને આવા ઊર્તીકરણને પ્રત્યક્ષ સમજવાની સાંવત્સરિક પર્વની ઘડીમાં શ્વાસોચ્છવાસ લઈ રહ્યા છીએ. – પ્રબુદ્ધજીવન, ઓક્ટોબર ૫૫. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૨. પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ સ્વસ્થ માણસને બે ફેફસાં હોય છે. બંને યોગ્ય રીતે કામ કરે ત્યારે જ જીવનનો સંવાદ સચવાય છે. એક બગડે, નબળું પડે કે કાઢી નાખવામાં આવે ત્યારે જીવન ચાલતું હોય તોય તે એક રીતે બહુ પામર ને પાંગળા જેવું બની જાય છે. વ્યક્તિ-ધર્મ અને સમાજ-ધર્મની પણ કાંઈક એવી જ દશા છે. કોઈ વ્યક્તિ જ્યારે અંતર્મુખ થઈ પોતાની શક્તિઓને વિકસાવવા ઇચ્છે ત્યારે તેને માટે પહેલું કામ એ હોય છે કે પોતાનામાં રહેલી ખામીઓને ટાળે; પણ સાથે જ તેણે ખરેખર શક્તિઓ વિકસાવવી હોય તો તેને બીજું એ કામ કરવાનું હોય છે કે, તે પોતામાં રહેલી શક્તિઓને વધારેમાં વધારે વિવેકપૂર્વક યોગ્ય માર્ગે વાળે અને તેનો ઉપયોગ કરે. આમ કરે તો જ એનો વૈયક્તિક ધર્મ સચવાય અને વિકાસ પામે. સમાજધર્મની પણ એ જ રીત છે. કોઈ પણ સમાજ સબળ થવા ઇચ્છે ત્યારે તેણે નબળાઈઓ ખંખેરવી જ રહી. પણ તે પરિસ્થિતિ પ્રમાણે શક્તિઓને કામમાં ન લે તો એ નબળાઈઓ ખંખેરાતી દેખાય, છતાં પાછલા બારણેથી તે દાખલ થતી જ રહે અને પરિણામે એ સમાજ ક્ષીણ જેવો જ બની રહે. - ધર્મનો ઇતિહાસ તપાસીએ તો એમ જણાય છે કે ક્યારેક તે વિશેષ બહિર્લક્ષી બને છે અને ક્યારેક અંતરલક્ષી. જ્યારે સાચા અર્થમાં ધર્મ અંતરલક્ષી હોય છે ત્યારે તે મુખ્યપણે વ્યક્તિમાં વિકાસ પામે છે. કોઈ એક વ્યક્તિ ખરેખર અંતરલક્ષી હોય ત્યારે એની આસપાસ સમાજ આકર્ષાય છે. સમાજમાનસ એવું છે કે તેને સંતોષવા સ્થૂળ પણ રસદાયક પ્રવૃત્તિઓ જોઈએ. એ વલણમાંથી અંતરલક્ષી વ્યક્તિની આસપાસ પણ ક્રિયાકાંડો, ઉત્સવો અને વિધિવિધાનોની જમાવટ થાય જ છે. આ જમાવટનું જોર વધતાં જ્યારે અંતરલક્ષી વલણ મંદ થઈ જાય છે, કે ક્યારેક સાવ ભૂંસાઈ જાય છે, ત્યારે વળી કોઈ વિરલ વ્યક્તિ એવું વલણ આણવા પ્રયત્ન કરે છે. એ પ્રયત્નમાંથી પાછો એકાદ નવો ફાંટો જન્મે છે અને કાળક્રમે તે ફાંટામાં પણ સમાજમાનસ પોતાને અનુકૂળ હોય એવા ક્રિયાકાંડો અને ઉત્સવો યોજે છે. આમ ધર્મવૃત્તિને સંતોષવાના પ્રયત્નમાંથી જ નિવૃત્તિ અને પ્રવૃત્તિની બે બાજુઓ ઊભી થાય છે. ક્યારેક બંને સાથે ચાલે છે, કયારેક એકનું પ્રાધાન્ય હોય છે તો કયારેક બંને પરસ્પર અથડાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જૈન પરંપરા મૂળે અંતરલક્ષી અને તેથી કરીને વ્યક્તિગત નિવૃત્તિબાજુમાંથી શરૂ થઈ છે. હિંસા ન કરવી, મનનો નિગ્રહ કરવો, ઉપવાસ અને બીજાં એવાં વ્રતો દ્વારા તપ સાધવું એ બધું નિવૃત્તિમાં આવે છે. નિવૃત્તિનો આશય મૂળે તો ચિત્તગત દોષોને રોકવાનો જ છે, પણ એવી સૂક્ષ્મ સમજ કાંઈ સૌને હોતી નથી, એટલે સામાન્ય રીતે નિવૃત્તિની શરૂઆત જુદી રીતે થાય છે. જે જે નિમિત્તો દોષના પોષક થવા સંભવ હોય તેને ત્યજવા એ નિવૃત્તિનો ધૂળ અર્થ અસ્તિત્વમાં આવે. આ અર્થ સમાજગત રૂઢ થતાં કાંઈક એવું જ વાતાવરણ સર્જાય છે કે, જ્યારે કોઈને પણ ધર્મની ભૂખ જાગે ત્યારે પ્રથમ એવાં નિમિત્તો ત્યજવા તે તૈયાર થાય છે; પણ જેમ એક જ ફેફસાથી જીવન સ્વસ્થપણે નથી ચાલતું, તેમ માત્ર તેવાં નિમિત્તો ટાળવાથી વૈયક્તિક કે સામાજિક ધર્મનું જીવન નિર્વિકારપણે નથી ચાલતું. કારણ એ છે કે જે નિમિત્તો દોષના પોષક માની ત્યજવામાં આવે તે નિમિત્તો કાંઈ એકાંત દોષના પોષક બને એમ નથી હોતું. દોષનું મૂળ ચિત્તમાં હોય છે. જો એ મૂળ કાયમ હોય તો જ એવાં નિમિત્તો દોષનાં પોષક બને છે. જો એ મૂળ ચિત્તમાં જ ન હોય કે અલ્પ હોય તો તેટલા પ્રમાણમાં બહારનાં નિમિત્તો પણ દોષના પોષક નથી થતાં કે ઓછાં થાય છે. એ જ રીતે ચિત્તગત દોષો ઓછા કરીએ તેની સાથે સાથે ચિત્તની શક્તિઓને વિકસાવવા, બહલાવવા, અને તેનાં લોકહિતકારી પરિણામો લાવવા માટે પણ એ જ બાહ્ય નિમિત્તો ઉપયોગી બને છે. ચિત્તગત દોષોને કારણે જે સાધનો વ્યક્તિ કે સમાજને નીચે પાડે છે તે જ સાધનો ચિત્તશુદ્ધિ અને વિવેક જાગતાં વ્યક્તિ અને સમાજને ઉપકારક બને છે. આ વસ્તુ ભુલાઈ જવાથી નિવૃત્તિની બાજુ પ્રબળ થાય છે, ત્યારે બાહ્ય ત્યાગ ઉપર ભાર અપાય છે અને પરિણામે શક્તિવિકાસ રૂંધાઈ જાય છે. એક બાજુથી અંતરગત દોષો કાયમ હોય છે અને બીજી બાજુથી જીવનની સાધક શક્તિઓને વિકસાવવા માટે જોઈતું પ્રવૃત્તિક્ષેત્ર મળતું નથી. જૈન પરંપરાના ઇતિહાસમાં, બીજી નિવૃત્તિલક્ષી પરંપરાઓની પેઠે, આ વસ્તુ અનેક રીતે જોવા મળે છે. કાંઈક સમાજમાનસ એવું ઘડાઈ જાય છે કે પછી તે પૂર્વપરંપરા છોડી એકાએક પ્રવૃત્તિક્ષેત્ર પસંદ કરતું નથી અને નિવૃત્તિનો સાચો ભાવ પચાવી શકતું નથી. તેને લીધે આવું માનસ નિવૃત્તિની કૃત્રિમ સપાટી ઉપર રમતું હોય છે અને પ્રવૃત્તિમાં મક્કમપણે સમજપૂર્વક ભાગ લઈ શકતું નથી; ને તે વિના રહી પણ શકતું નથી. એટલે તેની દશા ત્રિશંકુ જેવી બને છે. આવી ત્રિશંકુ દશા આખા ઇતિહાસકાળ દરમિયાન ઓછાવત્તા પ્રમાણમાં દેખાય છે. તેમાંથી ઉદ્ભરવાના પ્રયત્નો સાવ નથી થયા એમ તો નથી; પણ તે સમાજમાનસના મૂળ ઘડતરમાં વધારે ફેર પાડી શકયા નથી. બૌદ્ધ, જૈન અને સંન્યાસ કે પરિવ્રાજક એ ત્રણ પરંપરાઓ મૂળે નિવૃત્તિલક્ષી છે. વૈયક્તિક મોક્ષનો આદર્શ એ બધામાં એકસરખો હોવાથી તેમાં વૈયક્તિક સુખ અને Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ • ૭૧ વૈયક્તિક ચારિત્રનું તત્ત્વજ્ઞાન પ્રધાન પદ ભોગવે છે, જ્યારે પ્રવૃતિલક્ષી ધર્મમાં સામૂહિક સુખની દૃષ્ટિ મુખ્યપણે હોવાથી એમાં સામૂહિક ચારિત્રના ઘડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. નિવૃત્તિધર્મ અને પ્રવૃત્તિધર્મનું તત્ત્વજ્ઞાન એ રીતે કાંઈક જુદું પડતું હોવાથી વ્યવહારમાં એનાં પરિણામો પણ જુદાં આવેલાં નોંધાયાં છે, અને અત્યારે પણ એ પરિણામો જુદાં આવતાં અનુભવાય છે. બૌદ્ધ પરંપરા મૂળ નિવૃત્તિલક્ષી હતી, છતાં તેમાં પ્રવૃત્તિધર્મનાં પોષક બીજો પ્રથમથી જ હતાં. તેને લીધે તે બહુ વિસ્તરી પણ શકી. અને એ વિસ્તારે જ તેને પ્રવૃત્તિધર્મનું કે મહાયાનનું રૂપ લેવાની ફરજ પાડી. જે ભાગ મહાયાનરૂપે અસ્તિત્વમાં આવ્યો તે જ પ્રવૃત્તિધર્મના આંતરિક બળને લીધે દૂર દૂર અતિ વિશાળ પ્રદેશો ઉપર ફરી વળ્યો અને લોકગમ્ય પણ બન્યો; જ્યારે બીજો નિવૃત્તિલક્ષી માર્ગ પ્રમાણમાં બહુ મર્યાદિત રહ્યો, જે હીનયાન તરીકે જાણીતો છે. | નિવૃત્તિલક્ષી પરિવ્રાજક પરંપરામાં પણ ક્રાંતિ થઈ અને ગીતા જેવા અનુપમ ગ્રંથે એ નિવૃત્તિનું આખું સ્વરૂપ જ એવું બદલી નાખ્યું કે નિવૃત્તિ કાયમ રહે અને પ્રવૃત્તિને સંપૂર્ણ અવકાશ મળે. એ જ નિવૃત્તિ-પ્રવૃત્તિનો ગીતાપ્રતિપાદિત સુભગ સમન્વય અનાસક્ત કર્મયોગ તરીકે જાણીતો છે. એ કર્મયોગે બહુ મોટા માણસો નિપજાવ્યા પણ છે, અને આજે પણ એની અસર ચોમેર વધતી જ દેખાય છે. બૌદ્ધ ઉપદેશમાં જે પ્રવૃત્તિધર્મનાં પોષક બીજો હતાં તેને ક્રાંતિકારી વિચારકોએ એવાં વિકસાવ્યાં, તેમજ એ રીતે અમલમાં મૂક્યાં કે તેને લીધે નિવૃત્તિના હિમાયતી હીનમાર્ગીઓ બહુ પાછા પડી ગયા. એ જ રીતે પરિવ્રાજક ધર્મના સૂત્રને અવલંબી જે અનાસક્ત કર્મયોગ વિકસ્યો તેને લીધે નૈષ્કર્મેસિદ્ધિનો નિવૃત્તિલક્ષી શંકરાચાર્યપ્રતિપાદિત માર્ગ પાછળ પડી ગયો, અને શંકરાચાર્યના જ તત્ત્વજ્ઞાન ઉપર અનાસક્ત કર્મયોગની સ્થાપના થઈ. આ રીતે બૌદ્ધ અને પવ્રિાજક બંને નિવૃત્તિપરંપરાઓએ પ્રવૃત્તિને પુષ્કળ અવકાશ આપ્યો અને માનવીય સમગ્ર શક્તિઓને નવું નવું સર્જન કરવાની પૂરી તક આપી, જેનાં પરિણી સાહિત્ય, કળા, રાજકારણ આદિ વિવિધક્ષેત્રે જાણીતાં છે. જેન પરંપરાનું મૂળગત નિવૃત્તિલક્ષી દૃષ્ટિબિંદુ બદલાયું નહિ. કાળબળ અને બીજાં બળો જુદી અસર ઉપજાવવા મથ્યાં, પણ એમાં નિવૃત્તિલક્ષી ધર્મ એટલો બધો દઢમૂળ અને એકાંગી રહ્યો છે કે છેવટે તે પરિવર્તનકારી બળો ફાવ્યાં નથી અને ફાવ્યાં હોય તો બહુ જૂજ પ્રમાણમાં અને તે પણ કાયમી તો નહિ જ. આ વસ્તુસ્થિતિ આપણે ઇતિહાસ ઉપરથી જાણી શકીએ છીએ. રાજકારણમાં તિલકને અનોખું સ્થાન અપાવનાર એ તેમનો અવિચળ કર્મયોગ જ છે. ગાંધીજીનું, જીવનનાં સમગ્ર પાસાંઓને સ્પર્શતું, અદ્દભુત વ્યક્તિત્વ એ તેમના અનાસક્ત કર્મયોગને જ આભારી છે. શ્રી વિનોબા વેદાંત અને શાંકર તત્ત્વજ્ઞાનના Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ એકનિષ્ઠ અભ્યાસી છતાં જે લોકવ્યાપી વિચાર અને કાર્યની ક્રાંતિ કરી રહ્યા છે તેની પૃષ્ઠભૂમિકા કે તેનું પ્રેરકબળ એ તેમના ગીતાપ્રતિપાદિત અનાસક્ત કર્મયોગમાં રહેલું છે. શાંતરક્ષિત જેવા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય એંસી વર્ષની ઉંમરે તિબટ જેવા અતિ ઠંડા અને દુર્ગમ પ્રદેશમાં જઈ એકસો દસ વર્ષની ઉંમર લગી સતત કામ કરતા રહ્યા, એ મહાયાનની ભાવનાનો સબળ પુરાવો છે. જૈન પરંપરામાં એવા પુરુષો પાકવાનો સંભવ જ નથી એમ માનવાને કોઈ કારણ નથી. ઊલટું એમ કહી શકાય કે જુદે જુદે સમયે એમાં પણ વિશિષ્ટ પુરુષાર્થી વ્યક્તિઓ પેદા થઈ છે; છતાં એ પરંપરાનું મૂળ બંધારણ જ એવું છે કે કોઈ એક સમર્થ વ્યક્તિ કાંઈક ક્રાંતિકારી કામ વિચારે કે પ્રારંભે ત્યાં તો તત્કાળ કે થોડા વખત પછી તેનાં મૂળ જ ઊખડી જવાનાં. આને લીધે જૈન પરંપરામાં જે નવા નવા ફાંટા કાળક્રમે પડતા ગયા તે બધા આત્યંતિક નિવૃત્તિ અને ક્રિયાકાંડના આધાર ઉપર જ પડ્યા છે. એક પણ એવો ફાંટો નથી પડ્યો કે જેના પુરસ્કર્તાએ જૈન પરંપરામાં નિવૃત્તિધર્મને પ્રવૃત્તિધર્મનું વ્યવસ્થિત રૂપ આપવાની હિમાયત કરી હોય. આને લીધે શક્તિશાળી માણસોની પ્રતિભાને પરંપરામાં સમગ્ર પ્રકારની વિધાયક પ્રવૃત્તિઓ વિકસાવવાની તક મળતી નથી અને તેથી તે પરંપરા ગાંધી કે વિનોબાની કોટિનાં માણસોને ભાગ્યે જ જન્માવી કે પોષી શકે. માનવતા કે રાષ્ટ્રીયતાની દૃષ્ટિએ પણ આ એક પ્રત્યવાય જ કહેવાય. આપણે જોઈએ છીએ કે સંતબાલે વિચાર અને વિવેકપૂર્વક પ્રવૃત્તિધર્મ સ્વીકાર્યો છે, પણ નિવૃત્તિનો સાચો અર્થ નહિ સમજનાર જૈન સમાજ તેમને ભાગ્યે જ સાથ આપે છે. આચાર્ય તુલસીગણિ માનવધર્મ લેખે અણુવ્રતના વ્યાપક વિચાર રજૂ કરે છે. તેમાં પણ તેમને પ્રવૃત્તિની કોઈ પણ વિધાયક બાજુ રજૂ કરતાં ખચકાવું પડે છે. જો એકાંગી નિવૃત્તિસંસ્કારનો સાંપ્રદાયિક વળગાડ આડે ન આવતો હોત તો, એ જ તુલસીગણિનાં વિધાનો અને તેમની પ્રવૃત્તિ કોઈ જુદા જ રૂપમાં હોત એમ કલ્પી શકાય. મુનિ સમંતભદ્રજી, જે હમણાં જ દિગંબર મુનિ બન્યા છે અને જેમણે આખી જિંદગી સમજણપૂર્વક કેળવણીનું ઉદાત્ત કાર્ય કર્યું છે, તેઓ જો પોતાના ઉદાત્ત ધ્યેયને વધારે વ્યાપક અને અસાંપ્રદાયિક બનાવવા બાહ્ય દિગંબરત્વમાં કૌપીન પૂરતો ફેરફાર કરે અને અત્યારે છે તેના કરતાં પણ અંતરત્યાગ વધારે કેળવે, તોય તેમને સમાજ મુનિ તરીકે ફેંકી દેવાનો અને તેમની શક્તિનું કે કાર્યનું મૂલ્યાંકન નહિ કરવાનો. આ ધારણા જો સાચી હોય તો એમ કહેવું જોઈએ કે જૈન પરંપરામાં પ્રચલિત નિવૃત્તિધર્મની એકાંગી કલ્પના હવે નભાવવા જેવી નથી અને નભે તો તેને આશરે સર્વાંગીણ વિકાસની શકયતા પણ નથી. – પ્રબુદ્ધજીવન, સપ્ટેંબર ’૫૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૩. યુવકોને ક્રાન્તિ-ફેરફાર એ વસ્તુમાત્રનો અનિવાર્ય સ્વભાવ છે. કુદરત પોતે જ અણધારેલ સમયે કે ધારેલ વખતે ક્રાન્તિ જન્માવે છે. મનુષ્ય પણ બુદ્ધિપૂર્વક એવી ક્રાન્તિ કરીને જ જીવન ટકાવે અને લંબાવે છે. વિજળી અચાનક પડે છે ને ઝાડોને ક્ષણમાત્રમાં નિર્જીવ કરી બીજા જ કોઈ કામ લાયક બનાવી મૂકે છે. પણ વસંતઋતુ એથી ઊલટું કરે છે. તે પાંદડામાત્રને ખેરવી નાખે છે, પણ તેની સાથે જ કોમળ, નવીન અને લીલાંછમ અપૂર્વ પાંદડાંઓ જન્માવતી જાય છે. ખેડૂત ક્યારેક આખા ખેતરને સૂડી નાખીને જ નવેસર ખેતીની તૈયારી કરે છે, ત્યારે વળી તે બીજી વાર માત્ર નીંદણનું કામ કરી, નકામા ઝાડપાલાને જ ફેંકી દઈ, કામના છોડવા અને રોયાઓને વધારે સારી રીતે ઉગાડવા–સફળ કરવા યત્ન લે છે. આ બધા ફેરફારો પોતપોતાના સ્થાનમાં યોગ્ય છે, તે બીજે સ્થાને તે તેટલા જ અયોગ્ય સિદ્ધ થાય છે. આ વસ્તુસ્થિતિ ધ્યાનમાં લઈએ તો આપણને ક્રાન્તિથી ડરવાને પણ કારણ નથી, તેમજ ક્રાન્તિને નામે અવિચારી ક્રાન્તિ પાછળ તણાઈ જવાને પણ કારણ નથી. આપણું કામ, ભૂતકાળના અનુભવ અને વર્તમાનકાળના અવલોકન ઉપરથી, સુંદર ભાવી વાસ્તે કયા સ્થાને શું કરવું, શું રાખવું, શું બદલવું ને કેટલું રાખવું ને કેવી રીતે રાખવું કે ફેંકવું, એ શાંત ચિત્તે વિચારવાનું છે. આવેશમાં તણાઈ જવું કે જડતામાં ફસાઈ જવું એ બંને એકસરખી રીતે જ હાનિકારક છે. તેથી આપણું પ્રત્યેક કાર્ય ચપળતા, શાંતિ અને વિચારણા માગે છે. આ દષ્ટિએ અત્યારે હું જૈન યુવકમાં ત્રણ લક્ષણો હોવાની અગત્યતા જોઉં છું. જૈન પરંપરાવાળા કુળમાં જન્મેલો તે જૈન' એવો જૈનનો સામાન્ય અર્થ છે. અઢાર વર્ષથી ચાળીસ વર્ષ જેટલી ઉંમરનો સામાન્ય રીતે યુવક કહી શકાય. પણ આપણે માત્ર એટલા જ અર્થમાં જૈન યુવક શબ્દને પરિમિત રાખવો ન ઘટે. આપણો ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ એમાં જીવનભૂત એવાં નવીન તત્ત્વો ઉમેરવા સૂચવે છે, કે જેના સિવાય જેન યુવક માત્ર નામનો જૈન યુવક રહે છે, અને જેના હોવાથી તે એક જીવન્ત યથાર્થ યુવક બને છે, તે ત્રણ લક્ષણો નીચે પ્રમાણે : ૧. નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ. ૨. નિર્મોહ કર્મયોગ. ૩. વિવેકી ક્રિયાશીલતા. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ૧. નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ આપણો સમાજ નિવૃત્તિપ્રધાન ગણાય છે. આપણને ઇતિહાસમાં જે નિવૃત્તિ વારસારૂપે મળી છે તે નિવૃત્તિ અસલમાં ભગવાન મહાવીરની નિવૃત્તિ છે, અને તે વાસ્તવિક પણ છે. પરંતુ એ નિવૃત્તિ જ્યારથી ઉપાસ્ય બની, તેનો ઉપાસકવર્ગ વધતો ગયો, ક્રમે ક્રમે તેનો સમાજ પણ બંધાયો, ત્યારે એ નિવૃત્તિએ જુદું રૂપ ધારણ કર્યું. છેવટની હદના આધ્યાત્મિક ધર્મો વિરલ વ્યક્તિમાં તાત્ત્વિક રૂપે સંભવે છે, અને હોય પણ છે; પરંતુ સમૂહમાં એ ધર્મો જીવંત રહી નથી શકતા, એ માનવ સ્વભાવની સુવિદિત બાજુ છે. તેથી જ્યારે ઉપાસક સમૂહે સામૂહિક દૃષ્ટિએ આત્યંતિક નિવૃત્તિની ઉપાસના શરૂ કરી ત્યારથી જ એ નિવૃત્તિનું વાસ્તવિકપણું ઓસરવા બેઠું. આપણા સમાજમાં નિવૃત્તિના ઉપાસક સાધુ અને શ્રાવક એવા બે વર્ગ પ્રથમથી જ ચાલ્યા આવે છે. જેનામાં માત્ર આત્મરસ જ હોય અને જેને વાસનાની ભૂખની કોઈ પણ જાતની તૃપ્તિ આકર્ષી ન જ શકે એવી વ્યક્તિને દેહની પણ પડી નથી હોતી. તેને મકાન, ખાનપાન કે આચ્છાદનની સગવડ-અગવડો આકર્ષી કે મૂંઝવી નથી શકતી. પણ આ વસ્તુ સમૂહમાં શકય નથી. ખુદ સાધુવર્ગ, કે જે ઘરબાર છોડી માત્ર આત્મલક્ષી બની જીવનયાપન કરવા ઇચ્છા રાખે છે, તેનો ઇતિહાસ તપાસીશું, તોપણ આપણને સ્પષ્ટ દેખાશે કે તે સામૂહિક રૂપે સગવડ-અગવડમાં સમ રહી શકયો નથી. દુષ્કાળ પડતાં જ સાધુવર્ગ બનતા પ્રયત્ને સુભિક્ષવાળા દેશોમાં વિચરતો દેખાય છે. સુભિક્ષ હોય ત્યાં પણ વધારે સગવડવાળાં સ્થાનોમાં જ તે વધારે સ્થિર રહે અને વિચરે છે. વધારે સગવડ પૂરી પાડનાર ગામો અને શહેરોમાં પણ જે કુટુંબો સાધુવર્ગને વધારે સારી સગવડ પૂરી પાડે છે તેમને ત્યાં જ મુખ્યપણે તેમનો જવ૨અવર વધારે દેખાય છે. આ બધું અસ્વાભાવિક નથી, તેથી જ આપણે સગવડ વિનાનાં ગામો, શહેરો અને દેશોમાં સાધુઓનું અસ્તિત્વ ભાગ્યે જ જોઈએ છીએ; તેને પરિણામે જૈન પરંપરાનું અસ્તિત્વ પણ જોખમાયેલું સ્પષ્ટ દેખાય છે. સગવડ સાથે જીવનના ધા૨ણ-પોષણની આટલી બધી એક૨સતા છતાં સાધુવર્ગ મુખ્યપણે ભગવાન મહાવીરની નિવૃત્તિ ઉપર જ ભાર આપતો આવ્યો છે. ભગવાનના અને પોતાના જીવન વચ્ચેના અંતર વિષે જાણે બહુ વિચાર ન જ કરતો હોય તેમ— દેહમાં તે શું? એ તો વિનાશી હોઈ ચારેક નાશ પામવાનો છે. ખેતર, વાડી કે મકાનમાંય શું ? એ બધું પણ આળપંપાળ છે. પૈસા ટકા અને બૈરાંછોકરાં એ પણ માત્ર જાળ યા બંધન છેઃ એવા પ્રકારનો અનધિકાર ઉપદેશ મોટે ભાગે આપ્યા કરે છે. શ્રોતા ગૃહસ્થવર્ગ પણ પોતાનો અધિકાર અને શક્તિ વિચાર્યા સિવાય એ ઉપદેશના રસમાં તણાઈ જાય છે. પરિણામે આપણે સમાજમાં ભગવાનની સાચી નિવૃત્તિ કે અધિકારયોગ્ય પ્રવૃત્તિ કાંઈ જોઈ શકતા નથી. વૈયક્તિક, કૌટુંબિક કે સામાજિક દરેક Page #102 -------------------------------------------------------------------------- ________________ યુવકોને • ૭૫ કાર્ય આપણે કર્યું જઈએ છીએ, તે પણ ન છૂટકે, નીરસપણે અને નિરુત્સાહથી. પરિણામે આપણે આરોગ્ય અને બળ ઈચ્છવા છતાં મેળવી કે સાચવી શકતા નથી. સંપત્તિ, વૈભવ, વિદ્યા કે કીર્તિ જો પ્રયત્ન વિના મળે તો તે આપણે ઇચ્છીએ છીએ, પણ તે માટે પ્રયત્ન સેવવાનું કામ બીજા ઉપર છોડી દઈએ છીએ. આ સ્થિતિમાં ભગવાનના તાત્ત્વિક નિવૃત્તિરૂપ જીવનપ્રદ જળના સ્થાનમાં આપણે ભાગે તો જળના નામે તેનાં માત્ર ફીણ અને શેવાળ જ રહ્યાં છે. ધર્મ અધિકારે જ શોભે છે. અધિકાર વિના જે ધર્મ સાધુવર્ગને પણ ન શોભાવી શકે, તે ધર્મ ભોગપ્રધાન ગૃહસ્થવર્ગને તો શી રીતે શોભાવે ? નિવૃત્તિની દૃષ્ટિથી દાંત અને શરીરની ઉપેક્ષા કરવામાં આપણે ધર્મ માનીએ છીએ, પણ દાંત સડતાં કે શરીર બગડતાં આપણે એટલા બધા ગભરાઈ જઈએ છીએ કે ભલે સાધુ હોઈએ કે ગૃહસ્થ, તે વખતે ડૉકટર અને દવા જ આપણા મોહનો વિષય બની જાય છે ! કમાવામાં અને કૌટુંબિક જવાબદારીઓને અદા કરવામાં ઘણી વાર આપણી માની લીધેલી નિવૃત્તિ આડી આવે છે; પણ જ્યારે એનાં અનિષ્ટ પરિણામો કુટુંબ-કલહ પેદા કરે છે ત્યારે એ સમભાવે સહી લેવા આપણે તૈયાર નથી હોતા. સામાજિક સુવ્યવસ્થા અને રાષ્ટ્રીય અભ્યદય જો પ્રયત્ન વિના પ્રાપ્ત થાય તો એ આપણને ગમે છે; ક્કત આપણને નથી ગમતો એ માટે કરવો જોઈતો પુરુષાર્થ ! સાધુવર્ગની નિવૃત્તિ અને ગૃહસ્થવર્ગની પ્રવૃત્તિ એ બંને જ્યારે અયોગ્ય રીતે એકબીજા સાથે સંકળાઈ જાય છે ત્યારે નિવૃત્તિ એ સાચી નિવૃત્તિ નથી રહેતી અને પ્રવૃત્તિ પણ પોતાનો પ્રાણ ખોઈ બેસે છે. એક પ્રસિદ્ધ આચાર્યે આગેવાન અને શિક્ષિત મનાતા એક ગૃહસ્થ ઉપર પત્ર લખેલો. તેમાં સૂચવેલું કે રખે તમારી પરિષદ પુનર્લગ્નની ભ્રમણામાં સંડોવાય. એમ થશે તો ધર્મને લાંછન લાગશે. ઉપરથી જોતાં ત્યાગી ગણાતા એ આચાર્યની સૂચના કેટલી ત્યાગગર્ભિત લાગે છે ! પણ સહેજ વિશ્લેષણ કરતાં આવી અનધિકાર સંયમની ભલામણનું મર્મ ખુલ્લું થઈ જાય છે. પુનર્લગ્નની હિમાયત કે તેના પ્રચારથી જૈન સમાજ ખાડામાં પડશે, એવી મક્કમ માન્યતા ધરાવનાર અને પુનર્લગ્ન કરેલ પાત્રોને હલકી દૃષ્ટિથી જોનાર એવા જ ત્યાગીઓ પાસે, જ્યારે આપણે વૃદ્ધ જ નહિ, અતિવૃદ્ધ ઉંમરે કુમળી કન્યા સાથે લગ્ન કરનાર ગૃહસ્થોને, અગર એક સ્ત્રી હૈયાત છતાં બીજી કરનાર ગૃહસ્થોને, અગર પુખ્ત ઉંમરે પહોંચ્યા પછી ચોથી કે પાંચમી વાર પરણનાર ગૃહસ્થોને, પૈસા હોવાને કારણે, આદર પામતા કે આગલું આસન શોભાવતા જોઈએ છીએ, ત્યારે એ ત્યાગી ગુરુઓની સંયમની હિમાયતમાં કેટલો વિવેક છે એ તરી આવે છે. ઘણા ત્યાગી ગુરુઓ અને તેમની છાયા તળે વગર વિચાર્યું આવેલા ગૃહસ્થો સુધ્ધાં જ્યારે એમ કહે છે કે, “આપણે આપણો ધર્મ સંભાળીએ, દેશ અને રાષ્ટ્રને એને માર્ગે જવા દો. કંઈ રાજ્ય વિરુદ્ધ તે વળી આપણ જૈનથી વિચારાય કે કરાય ? – ત્યારે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ નિવૃત્તિ અને પ્રવૃત્તિના પલ્લામાં કેટલું અસામંજસ્ય ઊભું થયું છે તે જણાઈ આવે છે. જાણે ઉપરની વિચારસરણી ધરાવનાર દેશની ગુલામી અગર પરતંત્રતાથી મુક્ત જ ન હોય, એમ લાગે છે. તેઓ એ ભૂલી જાય છે કે આર્થિક, ઔદ્યોગિક કે રાજકીય પરતંત્રતા જો દેશમાં હોય તો તેઓ પોતે પણ એ જ બેડીથી બંધાયેલા છે. ગુલામી સદી જવાને કારણે અગર ટૂંકી દૃષ્ટિને કારણે ગુલામી ગુલામી ન લાગે, પણ તેથી કાંઈ ગુલામીનો બોજ ઓછો થતો નથી. વળી, આવા ટૂંકી દૃષ્ટિવાળા વર્ગે એ પણ વિચારવું જોઈએ કે વિશ્વમાં સ્વતંત્રતા માટે પ્રસરતાં આંદોલનો બે-રોકટોક આપણા આખા દેશમાં ખૂણે ખૂણે વ્યાપી રહ્યાં છે. સ્વતંત્રતાની તમન્નાવાળો વર્ગ નાનો પણ મક્કમપણે એ જ દિશામાં કૂચ કરી રહ્યો છે. ધર્મ, પંથ અને કોમનો ભેદ રાખ્યા સિવાય હજારો, બલ્બ લાખો, યુવક-યુવતીઓ એમને સાથ આપી રહ્યાં છે. વહેલું કે મોડું એ પ્રગતિનું તંત્ર સફળ થવાનું જ છે. રાષ્ટ્ર-ઉત્થાનની સફળ ક્ષણે સુંદર ફળોની ભાગીદારી સિવાય જો જૈન સમાજને પણ ન જ રહેવું હોય અને એ ફળો હાથમાં આવતાં આસ્વાદવાં ગમતાં હોય તો એ સમાજે ગુલામીનાં બંધન તોડવામાં ઈચ્છા અને બુદ્ધિપૂર્વક, ધર્મ સમજીને જ, ફાળો આપવો જોઈએ. તેથી હું ચોક્કસ માનું છું કે જૈન યુવકે પોતાનું જીવનતંત્ર નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિવાળું વિવેકપૂર્વક પોતાની જ મેળે ગોઠવવું, એમાં પ્રાચીન વારસાની રક્ષા અને નવીન પરિસ્થિતિને બંધ બેસે એવાં તત્ત્વોનું સંમિશ્રણ છે. નિવૃત્તિને સાચી નિવૃત્તિરૂપે ટકાવી રાખવાનો સાદો એક જ નિયમ છે અને તે એ કે જો નિવૃત્તિ સ્વીકારવી તો જીવનના ધારણ–પોષણને અંગે અનિવાર્ય આવશ્યક એવી બધી પ્રવૃત્તિનો ભાર પોતાના ઉપર જ રાખવો; બીજાએ કરેલ પ્રવૃત્તિનાં ફળો આસ્વાદવાનો સદંતર ત્યાગ કરવો. એ જ રીતે જો પ્રવૃત્તિ સ્વીકારવી હોય, અને તેમ છતાં જીવનની વિશુદ્ધિ સાચવવી હોય, તો સ્વીકારેલ પ્રવૃત્તિનાં ફળોને માત્ર આત્મગામી ન રાખતાં તેને સમૂહગામી બનાવવા તરફ લક્ષ રાખવું. આમ થાય તો પ્રાપ્ત થયેલ સાધન-સગવડો માત્ર વૈયક્તિક ભોગ કે નિરર્થક ભોગમાં ન પરિણમતાં તેનો સમૂહગામી સુંદર ઉપયોગ થાય અને પ્રવૃત્તિ કરનાર એટલે અંશે વૈયક્તિક તૃષ્ણાથી મુક્ત થઈ નિવૃત્તિનું તત્ત્વ સાધી શકે. ૨. નિમહ કર્મયોગ બીજું લક્ષણ એ વસ્તુતઃ પ્રથમ લક્ષણનું જ નામ છે. ઐહિક અને પારલૌકિક ઇચ્છાઓની તૃપ્તિ અર્થે યજ્ઞયાગાદિ કર્મો બહુ થતાં. ધર્મ તરીકે ગણાતાં આ કર્મો વસ્તુતઃ તૃષ્ણાજનિત હોઈ સાચો ધર્મ જ નથી, એવી બીજા પક્ષની સાચી પ્રબળ માન્યતા હતી. ગીતાધર્મપ્રવર્તક જેવા દીર્ઘદર્શી વિચારકોએ જોયું કે કર્મ અર્થાતુ પ્રવૃત્તિ વિના જીવનતંત્ર, પછી તે વ્યક્તિનું હો કે સમૂહનું, શક્ય જ નથી. અને એમણે એ પણ જોયું કે કર્મપ્રવૃત્તિની પ્રેરક તૃષ્ણા જ બધી વિડંબનાનું મૂળ છે. આ બંને દોષોથી મુક્ત થવા તેણે અનાસક્ત કર્મયોગ સ્પષ્ટપણે ઉપદેશ્યો. જોકે જૈન પરંપરાનું લક્ષ્ય નિર્મોહત્વ છે, પણ Page #104 -------------------------------------------------------------------------- ________________ * યુવકોને • ૭૭ આખા સમાજ તરીકે આપણે કર્મ-પ્રવૃત્તિ વિના રહી કે જીવી શકવાના જ નથી. એવી સ્થિતિમાં આપણા વિચારક વર્ગે નિર્મોહ કે અનાસક્ત ભાવે કર્મયોગનો જ માર્ગ સ્વીકારવો ઘટે છે. અન્ય પરંપરાઓને જો આપણે કાંઈ આપ્યું હોય તો તેમની પાસેથી કાંઈ મેળવવું એમાં આપણી હીણપત નથી. વળી અનાસક્ત કર્મયોગના વિચારોનું મૂળ આપણાં શાસ્ત્રો કે આપણી પરંપરામાં નથી એમ પણ નથી. તેથી હું માનું છું કે આ ક્ષણે દરેક વિચારક જૈન એ માર્ગનું સ્વરૂપ સમજવા અને તેને જીવનમાં ઉતારવા નિશ્ચયવાન થાય. ૩. વિવેકી ક્રિયાશીલતા હવે આપણે ત્રીજા લક્ષણ ઉપર આવીએ. આપણા નાનકડાશા સમાજમાં સામસામે અથડાતા અને વગર વિચાર્યે ઘોષપ્રતિઘોષ કરતા બે ઐકાન્તિક પક્ષો છે : એક પક્ષ કહે છે કે સાધુ-સંસ્થા હવે કામની નથી; તે જવી જોઈએ. શાસ્ત્રો અને આગમોનાં તે તે સમયનાં બંધનો આ સમયે નકામાં હોઈ એનો ભાર પણ જવો જ જોઈએ. તીર્થો અને મંદિરોના બોજા પણ અનાવશ્યક છે. બીજો પક્ષ એની સામે કહે છે કે જૈન પરંપરાનું સર્વસ્વ જ સાધુ-સંસ્થા છે. એમાં કોઈ પણ જાતની ખામી હોય તોપણ એ જોવા અને ખાસ કરીને કહેવા ના પાડે છે. એને શાસ્ત્ર તરીકે મનાતાં બધાં જ પુસ્તકોના બધા જ અક્ષરો ગ્રાહ્ય લાગે છે, અને તીર્થ તેમજ મંદિરોની વર્તમાન પદ્ધતિમાં કાંઈ ઘટાડો-વધારો કરવા જેવું લાગતું જ નથી. મને પોતાને એમ લાગે છે આ બંને પક્ષો સામસામેની વિરોધી એકાન્તોથી સહજ વિવેકપૂર્વક નીચે ખસી આવે તો એમને સત્ય સમજાય અને નકામી વેડફાતી શક્તિ ઉપયોગી માર્ગે લાગે. તેથી હું અત્રે જૈન શબ્દનો અર્થ વિવેક અને યુવકનો અર્થ ક્રિયાશીલ કરી જેન યુવકના અનિવાર્ય લક્ષણ તરીકે વિવેકી ક્રિયાશીલતાને સૂચવું છું. - સાધુ સંસ્થાને તદ્દન અનુપયોગી કે “અજાગલસ્તનવતુ' માનનારને હું કેટલાક પ્રશ્નો પૂછું છું. ભૂતકાળની સાધુ સંસ્થાની ઐતિહાસિક કારકિર્દીની વાત બાજુએ રાખીએ અને માત્ર ચાલુ શતાબ્દીની જ તેમની કારકિર્દીનો વિચાર કરી એ તોપણ સહેજે એ સંસ્થા પ્રત્યે માન થયા વિના રહેતું નથી. દિગંબર પરંપરાએ છેલ્લી ઘણી શતાબ્દીઓ થયાં સાધુ સંસ્થા ગુમાવી તો શું એ પરંપરાએ શ્વેતામ્બર પરંપરા કરતાં વિદ્યા, સાહિત્ય, કળા કે નીતિ પ્રચારમાં વધારે ફાળો આપ્યો છે ? વળી અત્યારે દિગંબર પરંપરા મુનિસંસ્થા માટે જે પ્રયત્ન કરી રહી છે તેનું શું કારણ ? જિહુવા અને લેખિનીમાં વિવેક નહિ રાખનાર મારા તરુણ ભાઈઓને હું પૂછું છું કે તમે વિદ્યાપ્રચાર તો ઇચ્છો છો ને ? જો હા, તો આ પ્રચારમાં સૌથી પહેલાં અને સૌથી વધારે ફાળો આપનાર સાધુ નહિ તો બીજું કોણ છે ? એક ઉત્સાહવર શ્વેતાંબર સાધુને કાશી જેવા દૂર અને ઘણા કાળથી ત્યજાયેલા સ્થાનમાં ગૃહસ્થ કુમારોને શિક્ષણ આપવાની મહત્ત્વપૂર્ણ અંતઃસ્ફરણા Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ થઈ ન હોત તો શું આજે જૈન સમાજમાં જે એક જાતની વિદ્યોપાસના શરૂ થઈ છે તેનું નામ હોત ? સતત કર્મશીલ એવા એક જે જૈન મુનિએ આગમો અને આગમેતર સાહિત્યને ઢગલાબંધ પ્રગટ કરી દેશ અને પરદેશમાં જૈન સાહિત્યની સુલભતા કરી આપી છે અને જેને લીધે જેન-જૈનેતર વિદ્વાનોનું ધ્યાન આટલા બધા પ્રમાણમાં જૈન સાહિત્ય તરફ આકર્ષાયેલું દેખાય છે, તે કામ કોઈ ગૃહસ્થ બચ્ચો આટલી બધી ત્વરા અને સરળતાથી આટલા મોટા પ્રમાણમાં કરી શકત ખરો? જે એક વૃદ્ધ મુનિ અને તેમના શિષ્યવર્ગે પોતે જ્યાં જ્યાં હોય, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જૈન સમાજની વિભૂતિરૂપ ગણાતા પુસ્તકભંડારોને વ્યવસ્થિત કરવા, તેને નષ્ટ થતા બચાવવા અને સાથે સાથે તેમાંથી સેંકડો પુસ્તકોનું શ્રમભરેલું, દેશ-પરદેશના વિદ્વાનોનું ધ્યાન ખેંચે એવું, વર્ષો થયાં પ્રકાશનકાર્ય કર્યે રાખ્યું છે, તે મારા કે તમારા જેવો કોઈ ગૃહસ્થ કરી શકત ખરો ? શાસ્ત્રો અને આગમોને જૂનાં જાળાં સમજનાર ભાઈઓને હું પૂછું છું કે તમે ક્યારે પણ એ શાસ્ત્રો વાંચ્યાં કે વિચાર્યા છે? તમને એની કદર નથી એ શું તમારા અજ્ઞાનને લીધે કે શાસ્ત્રોની નિર્થકતાને લીધે? એવા યુવકોને પૂછું છું કે તમારા સમાજનો લાંબા કાળનો કયો વારસો તમે દુનિયા સમક્ષ મૂકી શકો તેમ છો? દેશપરદેશના જૈનેતર વિદ્વાનો પણ જૈન સાહિત્યનું અદ્દભુત મૂલ્ય આંકે છે. અને તેના સિવાય ભારતીય સંસ્કૃતિ કે ઇતિહાસનું પાનું અધૂરું છે એમ માને છે; એવી સ્થિતિમાં, તેમજ લાખો અને કરોડોના ખર્ચે દેશાંતરોમાં જૈન સાહિત્યનો સંગ્રહ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે એવી સ્થિતિમાં, તમે જૈન શાસ્ત્રો કે જેને સાહિત્યને બાળવાની વાત કરો એ ઘેલછા નહિ તો બીજું શું છે? તીર્થો અને મંદિરોના ઐકાન્સિક વિરોધીઓને હું પૂછું છું કે એ તીર્થસંસ્થાના ઇતિહાસ પાછળ સ્થાપત્ય, શિલ્પ અને પ્રાકૃતિક સૌંદર્યનો કેટલો ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે એ તમે વિચાર્યું છે? સ્થાનકવાસી સમાજને કોઈ તેમના પૂર્વ પુરુષોના સ્થાન કે સ્મૃતિ વિષે પૂછે તો તેઓ તે વિષે શું કહી શકે ? શું એવાં અનેક તીર્થો નથી, જ્યાં ગયા પછી તમને એનાં મંદિરોની ભવ્યતા અને કળા જોઈ એમ કહેવાનું મન થઈ જાય કે લક્ષ્મી વાપરનારે ખરેખર, સફળ જ કરી છે? એ જ રીતે હું બીજા ઐકાન્સિક પક્ષને પણ આદરપૂર્વક પૂછવા ઇચ્છું છું. સાધુવર્ગમાં કાંઈ પણ કહેવા કે સુધારવા જેવું ન માનનાર તરુણ ભાઈઓ, તમે એટલું જ કહો કે સાધુ એ જો ખરેખર આજે સાધુ જ રહ્યો હોય તો તે વર્ગમાં ગૃહસ્થવર્ગ કરતાં પણ વધારે મારામારી, પક્ષાપક્ષી, હુંસાતુંસી અને એક જ ધનિકને પોતપોતાનો અનુગામી બનાવવા પાછળની અવ્યક્ત હરીફાઈ આટલી બધી કેમ ચાલે છે ? અક્ષરશઃ શાસ્ત્રોની હિમાયત કરનાર એ ભાઈઓને હું સાદર પૂછું છું કે તમારી શાસ્ત્રો પ્રત્યે Page #106 -------------------------------------------------------------------------- ________________ યુવકોને • ૭૯ અનન્ય ભક્તિ છે તો તમે એને વાંચવા-વિચારવામાં અને તેની દેશકાળાનુસાર ઉપયોગિતા–અનુપયોગિતાનું પૃથક્કરણ કરવામાં તમારી બુદ્ધિનો થોડો પણ ફાળો આપ્યો છે કે ફક્ત પારકી બુદ્ધિએ દોરવાઓ છો ? મંદિર-સંસ્થા પાછળ વગર વિવેકે બધું જ સર્વસ્વ હોમનાર ઉદાર ભાઈબહેનને હું પૂછું છું કે જે છે તેટલાં મંદિરો યોગ્ય રીતે સાચવવાની પૂરી શક્તિ તમારી પાસે છે ? એના ઉપર થતાં આક્રમણોનો બહાદુરીપૂર્વક પ્રતિકાર કરવાની શક્તિ ધરાવો છો ? તેમજ એની એકતરફી ધૂનમાં બીજું આવશ્યક કર્તવ્ય ભૂલી તો નથી જતા? આ રીતે બંને પક્ષોને પશ્નો પૂછી હું તેમનું ધ્યાન વિવેક તરફ ખેંચવા ઇચ્છું છું, અને મારી ખાતરી છે કે બંને પક્ષો જો મર્યાદામાં રહી વિવેકપૂર્વક વિચાર કરશે તો તેઓ પોતપોતાની કક્ષામાં રહી કામ કરવા છતાં ઘણી અથડામણોથી બચી જશે. - હવે હું આપણા કર્તવ્ય પ્રશ્નો તરફ વળું છું. વ્યાપાર, ઉદ્યોગ, કેળવણી, રાજસત્તા આદિને લગતા રાષ્ટ્રવ્યાપી નિર્ણયો દેશની મહાસભા જે વખતોવખત વિચારપૂર્વક ઘડે છે, તે જ નિર્ણયો આપણા હોઈ અત્રે તેથી જુદું વિચારવાપણું કાંઈ રહેતું નથી. સામાજિક પ્રશ્નોમાં નાતજાતનાં બંધન, બાળ-વૃદ્ધલગ્ન, વિધવાઓ પ્રત્યેની જવાબદારી, અનુપયોગી ખર્ચાઓ ઈત્યાદિ અનેક છે. પણ આ બધા જ પ્રશ્નો વિષે જૈનસમાજની અનેક જુદી જુદી પરિષદો વર્ષો થયાં ઠરાવ કરતી જ આવે છે, અને વર્તમાન પરિસ્થિતિ એ વિષે આપોઆપ કેટલોક માર્ગ ખુલ્લો કરે છે, તેમજ આપણી યુવક પરિષદે પણ એવા પ્રશ્નો વિષે જે વિચાર્યું છે તેમાં અત્યારે કાંઈ ઉમેરવાપણું દેખાતું નથી. તેથી એ પ્રશ્નોને હું જાણીને જ ને સ્પર્શતાં માત્ર શકય પ્રવૃત્તિઓ વિષે કેટલુંક સૂચન કરવા ઇચ્છું છું. આપણી પરિષદે પોતાની મર્યાદાઓ વિચારીને જ નિર્ધાર કરવો ઘટે. સામાન્ય રીતે આપણી પરિષદ અમુક વખતે મળી મુખ્યપણે વિચારવાનું કામ કરે છે. એ વિચારને અમલમાં મૂકવા વાસ્તે જે કાયમી બુદ્ધિબળ, સમયબળ આવશ્યક છે તે પૂરું પાડનાર એક પણ વ્યક્તિ જો ન હોય તો અર્થસંગ્રહનું કામ પણ અઘરું થઈ પડે છે. એવી સ્થિતિમાં ગમે તેવાં સુકર કર્તવ્યોની રેખા આંકીએ છતાંય વ્યવહારુ દૃષ્ટિએ એનો બહુ અર્થ રહેતો નથી. આપણી પરિષદને એક પણ સાધુનો ટેકો નથી કે, જે પોતાના વિચારો અર્પી અગર પોતાની લાગવગ દ્વારા બીજી રીતની મદદ કરી પરિષદનું કામ સરળ બનાવે. પરિષદે પોતાના ગૃહસ્થ સભ્યોના બળ ઉપર જ ઊભું રહેવાનું છે. એક રીતે તેમાં સ્વતંત્રતાને પૂરો અવકાશ હોઈ વિકાસને સ્થાન પણ છે; છતાં પરિષદના બધા જ સભ્યો લગભગ વ્યાપારી પ્રવૃત્તિના હોઈ પરિષદનાં કાર્યોનું વ્યવસ્થિત અને સતત સંચાલન કરવા, જોઈતો સમય આપી શકે તેમ અત્યારે દેખાતું નથી. તેથી હું બહુ જ પરિમિત કર્તવ્યોનું સૂચન કર તું અને તે એ દૃષ્ટિથી કે જ્યાં જ્યાંનો યુવકસંઘ તેમાંથી કાંઈપણ કરવા સમર્થ હોવ, ત્યાં ત્યાંના યુવકસંધ પોતાના સ્થાન પૂરતાં તે કર્તવ્યો અમલમાં મૂકી શકે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ હિંદુસ્તાનના જુદા જુદા પ્રાન્તોમાં અનેક શહેરો, કસબાઓ અને ગામડાંઓ એવાં છે કે જ્યાં જૈન યુવકો છે છતાં તેમનો સંઘ નથી. આપણે ધારીએ અને અપેક્ષા રાખીએ તેટલું તેમનું સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક વાચન નથી. એક રીતે તો તેઓ તદ્દન અંધારામાં છે. ઉત્સાહ અને લાગણી છતાં શું વિચારવું, શું બોલવું, કયાં મળવું, કેમ મળવું, એની તેમને જાણ જ નથી. જે શહેરો અને કસબાઓમાં પુસ્તકો વગેરેની સગવડ છે, ત્યાંના પણ અનેક ઉત્સાહી જૈન યુવકોને મેં એવા જોયા છે કે જેઓનું વાચન નામમાત્રનું પણ નથી હોતું, તો તેમના વિચારસામર્થ્ય માટે વધારે આશા કચાંથી રહે ? એવી સ્થિતિમાં આપણી પરિષદે એક-બે-ત્રણ સભ્યોની સમિતિ નીમી તે દ્વારા તેવી એક આવશ્યક વાચ્ય પુસ્તકોની યાદી તૈયાર કરી જાહેર કરવી ઘટે કે જે દ્વારા સરળતાથી દરેક જૈનયુવક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તેમજ બીજા આવશ્યક પ્રશ્નો સંબંધે સ્પષ્ટ માહિતી મેળવી શકે અને તે દિશામાં આપમેળે વિચાર કરતો થઈ જાય. આવી યાદી અનેક યુવકસંઘોના સંગઠનની પ્રથમ ભૂમિકા બનશે. કેન્દ્રસ્થાને સાથે અનેક જુદાં જુદાં સ્થાનોના યુવકોનો પત્રવ્યવહાર બંધાતાં અનેક નવા યુવકસંઘો પણ ઊભા થશે. માત્ર પાંચ કે દશ શહેરના અને તેમાં પણ અમુક જ ગણ્યાગાંઠ્યા વિચારશીલ યુવકો હોવાથી કાંઈ સાર્વત્રિક યુવકસંઘની વિચારપ્રવૃત્તિ પણ ન ચાલી શકે. મુખપત્ર દ્વારા પ્રગટ થતા વિચારો ઝીલવા જેટલી સામાન્ય ભૂમિકા સર્વત્ર એ રીતે જ નિર્મિત થઈ શકે. આગળ જે કહ્યું તે ફક્ત યુવકોના સ્વશિક્ષણની દૃષ્ટિએ. પણ અમુક કેળવણીપ્રધાન શહેરોના સંઘોએ બીજી એક શિક્ષણ સંબંધી પ્રવૃત્તિ હાથ ધરવી ઘટે છે; અને તે એ કે તે તે શહેરના સંઘોએ પોતપોતાના કાર્યાલયમાં એવી ગોઠવણ કરવી કે જેને લીધે સ્થાનિક કે આસપાસનાં ગામડાંનો વિદ્યાર્થી, જે ભણવાની સગવડ માગતો હોય તે, ત્યાં આવી પોતાની પરિસ્થિતિ કહી શકે. તે તે યુવકસંઘે આવા ઉમેદવારને પોતાની મર્યાદા પ્રમાણે કાંઈ ને કાંઈ ગોઠવણ કરી આપવા કે માર્ગ સૂચવવા જેટલી વ્યવસ્થા રાખવી, જેથી ઘણી વાર માર્ગ અને આલંબન વિના ભટકતા કે ચિંતા કરતા આપણા ભાઈઓને ઓછામાં ઓછી આશ્વાસન પૂરતી તો રાહત મળે જ. આ સિવાય એક કર્તવ્ય ઉદ્યોગને લગતું છે. ભણી રહેલા કે વચમાં જ ભણતર છોડી દીધેલા ભાઈઓ નોકરી કે ધંધાની શોધમાં જ્યાં ત્યાં જાય છે. તેમાંના મોટા ભાગને શરૂઆતમાં દિશાસૂચન પૂરતો પણ ટેકો નથી મળતો. થોડા દિવસ રહેવા, ખાવા આદિની સસ્તી સગવડ આપી ન શકાય તોપણ જો તેવા ભાઈઓ વાસ્તે કાંઈ તેમની પરિસ્થિતિ જાણી યોગ્ય સૂચન કરવા પૂરતી વ્યવસ્થા તે તે સ્થાનના સંઘો કરે તો એ દ્વારા પણ યુવકમંડળોનું સંગઠન સાધી શકાય. હવે હું લાંબી કર્તવ્યાવલીમાં ન ઊતરતાં છેલ્લા એક જ કર્તવ્યનું સૂચન કરું છું. તે છે વિશિષ્ટ તીર્થોને લગતું. આબુ, પાલીતાણા, આદિ કેટલાંય એવાં આપણાં ભવ્ય Page #108 -------------------------------------------------------------------------- ________________ યુવકોને • ૮૧ તીર્થો છે કે જ્યાં યાત્રા અને આરામ અર્થે હજારો લોકો આપોઆપ જાય-આવે છે. દરેક તીર્થો આપણું પ્રથમ ધ્યાન સ્વચ્છતા તરફ ખેંચે છે. તીર્થો જેવાં ભવ્ય અને સુંદર, તેટલી જ તેમાં અસ્વચ્છતા અને મનુષ્યકૃત અસુંદરતા. એટલે તીર્થસ્થાનના યુવક સંઘો અગર તેની પાસેના યુવકસંઘો આદર્શ સ્વચ્છતાનું કામ માથે લે તો તે દ્વારા તેઓ આત્મવિશ્વાસ સાથે જનાનુરાગ ઉત્પન્ન કરી શકે. આબુ એ એક એવું સ્થાન છે કે જે ગુજરાત અને રજપૂતાનાનું મધ્યવર્તી હોવા ઉપરાંત હવા ખાવાનું ખાસ સ્થાન છે. પ્રસિદ્ધ જૈન મંદિરો જોવા આવનાર આબુની ટેકરીઓમાં રહેવા લલચાય છે, અને હવાપાણી વાસ્તે આવેલો એ મંદિરોને ભેટ્યા સિવાય કદી રહેતો જ નથી. જેવાં એ મંદિરો છે તેને જ યોગ્ય એ સુંદર પર્વત છે. છતાં તેની આજુબાજુ નથી સ્વચ્છતા કે નથી ઉપવન કે નથી જળાશય. સ્વભાવે નિર્વિણ જૈન જનતાને એ ખામી ભલે ન લાગતી હોય, છતાં તેઓ જ જ્યારે કેમ્પ અને બીજાં જળાશયો તરફ જાય છે ત્યારે તુલનામાં તેમને પણ પોતાનાં મંદિરોની આસપાસની એ ખામી દેખાઈ આવે છે. શિરોહી, પાલણપુર કે અમદાવાદના યુવકો આ દિશામાં કાંઈક જરૂર કરી શકે. યોગ્ય વાચનાલયો અને પુસ્તકાલયોની સગવડ તો દરેક પ્રસિદ્ધ તીર્થમાં પ્રથમ હોવી જ જોઈએ. પણ આબુ જેવા સ્થાનમાં એ સગવડ વધારે ઉપયોગી સિદ્ધ થઈ શકે. પાલીતાણા જેવા તીર્થમાં કેળવણીની સંસ્થાઓ છે. અને તે, નાનીમોટી પણ, એકથી વધારે છે. તેની પાછળ ખર્ચ પણ ઓછો થતો નથી. અલબત્ત, તેમાં કામ થાય જ છે. પણ એ સંસ્થાઓ એવી નથી કે જેના તરફ બીજી પ્રસિદ્ધ સંસ્થાઓની પેઠે વિદ્વાનોનું ધ્યાન ખેંચાય. તે વાસ્તે ભાવનગર જેવા નજીકના શહેરના વિશિષ્ટ શિક્ષિત યુવકોએ અમુક સહકાર તે સંસ્થાઓને આપવો ઘટે કેટલીક ધાર્મિક પાઠશાળાઓ તો માત્ર નામની અને નિષ્ઠાણ જેવી છે. એમાં પણ યુવકો વાસ્તે કર્તવ્યને અવકાશ છે. જે માણસ જરા પણ ઊંચનીચના ભેદ સિવાય કહેવાતા અસ્પૃશ્યો અને દલિતો સાથે મનુષ્યતાપૂર્ણ વ્યવહાર કરતો હોય, જે ફરજિયાત વૈધવ્યની પ્રતિષ્ઠાના સ્થાનમાં મરજિયાત વૈધવ્યની પ્રતિષ્ઠાનો સક્રિય સમર્થક હોય અને વળી જે સાધુસંસ્થા આદિ અનેક ધાર્મિક સંસ્થાઓમાં જવાબદારીવાળી સમયોચિત સુધારણાનો હિમાયતી હોય, તે માણસ આટલી ટૂંકી અને હળવી કર્તવ્યસૂચના કેમ કરતો હશે એ જાણી, જડ રૂઢિની જમીન ઉપર લાંબા કાળ લગી એકધારા ઊભા રહેવાથી કંટાળી વિચારક્રાંતિના આકાશમાં ઊડવા ઇચ્છનાર યુવકવર્ગને નવાઈ થાય, એ સ્વાભાવિક છે. પણ આ વિષે મારો ખુલાસો એ છે કે આ માર્ગ જાણી જોઈને મેં સ્વીકાર્યો છે. મારું એમ ચોક્કસ માનવું છે કે એક હળવામાં હળવી પણ ઉપયોગી કર્મકસોટી યુવકો સમક્ષ મૂકવી અને - તપાસી જોવું કે તેઓ એ કસોટીમાં કેટલા અંશે પસાર થાય છે. આ કસોટી તદ્દન હળ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ છે કે સહેજ પણ અઘરી, એ સાબિત કરવાનું કામ યુવકોનું છે. મોટે ભાગે જૈન જનતાને વારસામાં એકાંગી અમુક જ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, જે સમુચિત વિચારણા અને આવશ્યક પ્રવૃત્તિ વચ્ચેનો મેળ સાધવામાં ઘણી વાર વિખરૂપ નીવડે છે. તેથી તેની જગાએ કઈ દૃષ્ટિએ આપણા યુવકોએ કામ લેવું એની જ મેં મુખ્યપણે ચર્ચા કરી છે. હું આશા રાખું છું કે આપણી સામે પડેલા સળગતા પ્રશ્નો વિષે વિચાર કરવામાં જો આપણે એ અનેકાંગી દષ્ટિનો ઉપયોગ કરીશું તો વગર વિબે સીધે રસ્તે ચાલ્યા જઈશું. - જૈન યુવક સંમેલન, અમદાવાદ સ્વાગત પ્રમુખ તરીકેનું ભાષણમાંથી. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પાંચ પ્રશ્નો પ્ર. ૧.:- ૨૫ વર્ષ પહેલાંના અને આજના સંયુક્ત કુટુંબમાં આપને ફેર દેખાય છે ? આ ફેરફાર ઇષ્ટ છે ? કટુંબસંસ્થાનું ભાવિ આપ કેવું કલ્પો છો ? ઉ.:- ૨૫ વર્ષ પહેલાં પણ, ગામડાં અને શહેરના કુટુંબજીવનમાં થોડો ફેર હતો. ગામડામાં વાતાવરણ વધારે સંકુચિત હતું. સંયુક્ત કુટુંબ હતું, પણ તે એકબીજા પ્રત્યેના આદર, સન્માન, પ્રેમના દોરે રચાયેલું નહિ. શરમાશરમીથી, પરંપરાગત રૂઢિઓના પ્રભાવથી, આર્થિક અગવડને કારણે લાચાર સ્થિતિમાં તે ટકતું. વિભક્ત થવામાં લોકનિંદાનો ભય હતો. માનસિક વિકાસ જોઈએ તેવો નહિ અને સંસ્કારોની અસરને કારણે છૂટાં થઈ જવાનું મુશ્કેલ લાગતું હતું. પહેલ કોણ કરે એ પણ પ્રશ્ન હતો. શહેરમાં આથી ઓછા પ્રમાણમાં પણ આ જ સ્થિતિ હતી; કારણ કે, ત્યાં જે લોકો આવતાં તે ગામડાંમાંથી જ આવતાં હતાં. કેળવણી, આર્થિક ઉન્નતિ વગેરે કારણોને લીધે શહેરનું આકર્ષણ વધારે હતું. ગામડાંમાં તો લોકો ન છૂટકે જ રહેતાં. ત્યાં પણ સંયુક્ત કુટુંબની પ્રથા જે હતી તે મુખ્યત્વે આર્થિક અગવડને આભારી હતી. નિર્ભયતાનું પ્રમાણ શહેરમાં વધારે હતું. વિસ્તારને કારણે નિંદિત થવાની કે આંગળી ચીંધામણું થવાની શક્યતા ઓછી. જે કાંઈ ચાલતું તે નબળાઈને કારણે થતું, લાચારીને કારણે થતું. આજે સંયુક્ત કુટુંબની પ્રથા તૂટી રહી છે. મોટી ઉંમરે લગ્ન થાય છે. યુવક-યુવતીઓ શિક્ષિત હોય છે, મુક્ત વાતાવરણમાં ઊછર્યા હોય છે. શાળા, કૉલેજ, સાહિત્ય દ્વારા તેમના મુક્તિના અનુભવને પુષ્ટિ મળી હોય છે. એ સ્થિતિમાં તે કોઈના દાબ નીચે રહેવાનું ન ઇચ્છે એ સ્વાભાવિક છે. સંયુક્ત કુટુંબમાં સહુ અરસપરસ સન્માન જાળવે એવું ન બને, એથી સહજ રીતે છૂટાં પડવાની ઈચ્છા થાય છે. આર્થિક સગવડ હોય તો ભાગ્યે જ કોઈ સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે. ભણતર, આજીવિકા, વૃત્તિની સ્વાધીનતા સાથે સંયુક્ત કુટુંબોનો મેળ બેસતો નથી. વડીલો અણગમતાં છે એટલા માટે નહિ, પણ માનસભેદ હોવાથી એકબીજાને દુભવવાનો ભય નિવારવા માટે પણ જુદાં રહેવાનું ઇચ્છનીય છે. સંયુક્ત કુટુંબમાં મોટે ભાગે ક્લેશકંકાસ થાય છે, દ્વિધા સ્થિતિ થાય છે, એના સંઘર્ષમાં વ્યક્તિનું માન અને તેના ગુણો નાશ પામતાં દેખાય છે. એ પરિસ્થિતિમાં વિભક્તિ કુટુંબ ઇષ્ટ છે, એટલા માટે કે જૂની ને નવી પેઢી વચ્ચે સંધાન રહી શકતું નથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સારી રીત એ છે કે કમાતા થયા પછી પરણવું; જુદા થવાની તૈયારી કરીને પરણવું. અપવાદરૂપે કોઈ કુટુંબમાં સુંદર મેળ હોય છે, પણ એમ ન હોય તો જુદાં થવું છતાં પ્રેમ ને સદ્ભાવ ન છોડવા એ દૃષ્ટિ છે. કુટુંબસંસ્થા એટલે કે સ્ત્રી-પુરુષના મિલનથી રચાતી સંસ્થા કદી નિર્મૂળ થાય કે ભાંગી પડે એવું મને લાગતું નથી. કુટુંબસંસ્થાનો આધાર ન રૂપ પર છે, ન સંપત્તિ પર, ન કુળની ખાનદાની ૫૨. એનો આધાર છે આદર, સહિષ્ણુતા અને વફાદારી ૫૨. વફાદારી એ મુખ્ય ગુણ છે. ને એની પરીક્ષા સંકટના સમયમાં થાય છે. વફાદારીનો સંપૂર્ણ નાશ કદી થતો નથી. સ્ત્રી-પુરુષના સખ્ય વિનાનું જીવન શક્ય જ નથી – ન ગૃહસ્થાશ્રમમાં, ન ત્યાગમાં. વ્યક્તિગત ને સામૂહિક જીવનમાં, સેવામય જીવનમાં ને ગૃહસ્થાશ્રમમાં બંનેનો સાથ આવશ્યક છે. અલબત્ત, પ્રશ્નો નવનવા ઊભા રહેવાના, સંસ્થા રૂપાંતર પામતી રહેવાની, પણ એનો અંત કદી આવી શકે નહિ, પુરુષ-સ્ત્રીને ચુસ્ત રીતે અલગ પાડવાથી બંનેમાં વિકૃતિઓ આવશે. બંનેના સખ્યમાં જ તેમનું તથા સમાજનું હિત છે અને એ રીતે બધો વ્યવહા૨ ગૃહસ્થાશ્રમને કેન્દ્રિત કરીને જ ચાલવો જોઈએ. પ્ર. ૨. :– લગ્ન પછી પત્નીએ પતિના વ્યક્તિત્વમાં પોતાના વ્યક્તિત્વનું વિલોપન કરવું જોઈએ એવી એક માન્યતા છે. એથી કુંટુંબજીવનમાં ઘર્ષણનું પ્રમાણ ઘટતું હશે, પરંતુ પત્નીના આત્મવિકાસ માટે તેમજ સમાજકલ્યાણ માટે એ ઇષ્ટ છે ? ઉ. :– વિલોપનનો અર્થ વિવેક અને સામર્થ્યનું વિલોપન એમ હું નથી કરતો. બંનેએ વૈતસી વૃત્તિ રાખવી જોઈએ. નદીનો પ્રવાહ આવતાં જેમ વેતસ-નેતર વળી જાય છે ને પ્રવાહ જતાં પાછું ટટ્ટાર થઈ જાય છે એમ એકની ઉગ્રતા વખતે બીજાએ કરવું જોઈએ. પ્રવાહનો પ્રતીકાર કરતાં વૃક્ષોને ઘણી વાર તૂટી જવું પડે છે, પણ નેતર ટકી રહે છે તે પ્રસંગોપાત્ત અહમ્નું વિલોપન કરવાથી; એટલે વિલોપન કરવાનું હોય તો તે અહમ્નું કરવું જોઈએ. બાકી પત્નીના વ્યક્તિત્વનો સંપૂર્ણ નાશ થાય એવું તો પતિ પણ ન ઇચ્છે; કારણ કે, પત્નીનું સામર્થ્ય તેની પોતાની શક્તિને, તેને વધા૨ના૨ હોય છે. ૫૨સ્પરના સહયોગથી શક્તિ વધે છે. સંઘર્ષ થાય ત્યારે એવી ખેંચ ન પકડવી કે તાર તૂટી જાય, પરંતુ એ વાત સાચી કે પત્નીએ પોતાનું સ્વમાન જાળવવું જોઈએ – તેનો વધ ન થવા દેવો જોઈએ. પોતાની વિશિષ્ટતાઓના ન વિલોપનમાં પત્નીનું કલ્યાણ છે, ન પતિનું, ન સમાજનું. પુરુષને સ્ત્રી પ્રત્યે જો પ્રેમ ન હોય, એનો વ્યવહા૨ દુરાચારી અને સ્ત્રી પ્રત્યે આદરવિહોણો હોય ત્યારે પણ પત્ની એની પાછળ પાછળ જ જાય અને એને સુધારી તો ન શકે પણ સાથે પોતાનું જીવન પણ નકામું બનાવી દે, તેમાં હું કોઈનું શ્રેય જોતો નથી. ઘણી વાર એમાં નિર્બળતાનું તત્ત્વ મુખ્ય હોય છે. એવા પ્રસંગોમાં તો સ્ત્રીએ પોતાની તાકાત વધારવી જોઈએ; કેટલીક વાર તો આર્થિક પરાધીનતાને કારણે સ્ત્રી પુરુષને છોડી શકતી નથી, પણ એ તો અનાથાશ્રમમાં રહેવા જેવું થયું. Page #112 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રશ્નો - ૮૫ બીજી રીતે જોઈએ તો સામાન્ય મધ્યમ વર્ગમાં પુરુષ કમાય છે ને સ્ત્રી ગૃહકાર્ય કરે છે, બાળકોને ઉછેરે છે ને પતિને આનંદ આપે છે. આ બધાનું આર્થિક વળતર આપવાનું હોય તો પુરુષની કમાણી કદાચ ઓછી પડે; એટલે સ્ત્રી પણ કામ કરે છે, મહત્ત્વનું કામ કરે છે એ વસ્તુનો સ્વીકાર થવો જોઈએ. બહેનોએ પણ વધુ સમજ અને સ્વાવલંબનશક્તિ કેળવવાં જોઈએ, જેથી તે પોતાનું મહત્ત્વ સ્થાપિત કરી શકે. અને કોઈ પ્રસંગે, બધા જ પ્રયાસો પછી પણ વિસંવાદિતા જ રહે તો, આત્મગૌરવયુક્ત જીવન ગાળી શકે, બંને જ્યાં પરસ્પર આદર જાળવતાં હોય ત્યાં વિલોપનના પ્રસંગો ઓછા ઊભા થાય છે. બાકી સમગ્રપણે પોતાના વ્યક્તિત્વનો ત્યાગ એ શક્ય નથી, શ્રેયસ્કર પણ નથી. એટલું જ નહિ, બહેનોની તાકાત ને શક્તિ વધે તે પુરુષોના પણ લાભમાં જ છે. પ્ર. ૩ – સ્ત્રીઓ લશ્કરી તાલીમ લે એ વિચાર આપને ગમે છે? ઉ.:- હા, એમાં મને કશું ખરાબ નથી લાગતું. એક વાત યાદ આવે છે. એક વેળા એક આચાર્ય એમના ગુરુકુળની વિદ્યાર્થિનીઓને લઈને શાંતિનિકેતન ગયા હતા. કન્યાઓએ ત્યાં જાતજાતના જે પ્રયોગ બતાવ્યા તેથી સૌને માન થયું. ગુરુદેવ રવીન્દ્રનાથે કહ્યું : “પંડિતજી, વાતો તો સારી છે. કન્યાઓના આ કાર્યમાં મર્દાનગી છે, પણ એમનું સ્ત્રીત્વ ખોવાઈ ગયું લાગે છે.' કહેવાનું તાત્પર્ય એ છે કે લશ્કરી તાલીમનો ઉદ્દેશ નિર્ભયતા કેળવવાનો છે, સ્ત્રીઓને રક્ષણાર્થે પુરુષની જરૂર રહે છે તે સ્થિતિ દૂર કરવાનો છે, પણ એ સાથે એ આવડતના ઉપયોગમાં વિવેકની જરૂર છે. સ્ત્રીનું સ્ત્રીત્વ ન હણાય એ રીતે એનો. ઉપયોગ થવો જોઈએ. શારીરિક દૃષ્ટિએ, સંતાનોત્પત્તિની દષ્ટિએ, તેમજ વ્યવહારમાં સ્ત્રીઓની કોમળતા છે એ જોતાં લશ્કરી તાલીમનો એની મર્યાદામાં સ્વીકાર થાય એમાં હું કશું ખોટું જોતો નથી. લકરી તાલીમથી એક પ્રકારની હિંસકવૃત્તિ, કઠોરતા, ક્રૂરતા, વાતવાતમાં ઉગ્રતા કે શસ્ત્ર ચલાવવા જેવી પરિસ્થિતિ ન ઊભી થવી જોઈએ; એટલે કે લશ્કરી તાલીમની સાથે સાથે માનસિક વિકાસ થવો જોઈએ. એ વિકાસ, સુસંસ્કાર અને વિવેક નહિ હોય તો આ તાલીમથી નુકસાન થશે. પ્ર. ૪:- લગ્નેચ્છા ન હોય, પણ વડીલોના આગ્રહને કારણે સામાજિક સુરક્ષિતતા કલ્પીને એવો કોઈ બીજાં કારણોસર લગ્ન કરવાનું વાજબી ગણાય? ઉ.:- ના, લગ્ન એ માત્ર વ્યવહાર નથી, અંદરની વસ્તુ છે. એ માટે એક યા બીજા કારણે ઈચ્છા ન હોય તો લગ્નજીવન કદી સફળ ન થાય. પણ એમાં પોતાની વૃત્તિની તપાસ કરવાનું અત્યંત જરૂરી છે. ઘણી વાર એમ બને છે કે લોકો માને છે કે વડીલોના દબાણને વશ થઈને, કેવળ તેમને સંતોષ આપવા માટે જ પોતે લગ્ન કરે છે, પણ એ ભ્રામક વસ્તુ હોય છે. તેમના પોતાના જ અંતરમાં કયાંક અને ક્યાંક, Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કોઈ ને કોઈ રૂપમાં એ વૃત્તિ પડી હોય છે, તો જ માણસ લગ્ન કરવા કબૂલ થાય છે. ઇચ્છા ન હોય તેની પાસે વડીલોના આગ્રહ, દબાણ, વિનવણી કે સમાજની નિંદાટીકાને સહેવા માટે મનોબળ હોવું જોઈએ. કેવળ બહારના કારણથી લગ્ન કરવાનું હું વાજબી ગણતો નથી. પ્ર. ૫ :– જ્ઞાતિ, વર્ણ, સમાજ વગેરેનાં સંગઠનો ઇષ્ટ નથી એમ કેટલાક સુધારકોનો મત છે. અને તેથી ૫૨ થવું જોઈએ એમ કહે છે. એ દૃષ્ટિએ રાષ્ટ્રીય સંગઠન ઉચિત ગણાય ? વિશ્વબંધુતા અથવા માનવતાના આદર્શ સાથે આવાં નાનાં સંગઠનોનો મેળ બેસાડી શકાય ખરો ? ઉ. :– બેસાડી શકાય. એક સંગઠનને જ્યાં સુધી બીજા સાથે વિરોધ ન હોય ત્યાં સુધી વાંધો નથી. વાડો બાંધવો એ કાર્ય કરવા માટેની એક સગવડ છે. વાડો નાનો હોય પણ ચિત્ત નાનું ન હોય તો શી હરકત ? રાષ્ટ્રીય સંગઠન કરતાં જો બીજાં રાષ્ટ્રો પ્રત્યે આક્રમણ, અથડામણ કે તુચ્છતાનો ભાવ હોય તો વિશ્વબંધુત્વના આદર્શને તેથી હાનિ પહોંચે ખરી. એમ ન હોય તો, આપણે આપણી સાથે બીજાનો પણ ઉત્કર્ષ ઇચ્છતાં હોઈએ ત્યાં સુધી, સંગઠન સગવડકારક છે. ચીનમાં તો એક જ કુટુંબમાં વિવિધ ધર્મો પળાય છે, પણ એને કારણે સંઘર્ષ થતો નથી. સંગઠન કયા મુદ્દા પર થયું છે, અને તે આપણા વિકાસમાં બાધક છે કે સાધક તે જોવું જોઈએ. પરસ્પર સહાય, સહકારનો ભાવ હોય ને ચિત્ત મુક્ત હોય ત્યાં સુધી સંગઠન માનવતાની વિરુદ્ધની વસ્તુ નથી. ગૃહમાધુરી ૧૨, ૧૯૫૪. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૫. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ દૃષ્ટિ એટલે દર્શન. દર્શનનો સામાન્ય અર્થ દેખવું' એવો છે. આંખથી જે જે બોધ થાય તેને “દેખવું' કે દર્શન’ એમ કહેવાય છે. પરંતુ આ સ્થળે દૃષ્ટિ કે દર્શનનો અર્થ ‘નેત્રજન્યબોધ' એટલો જ માત્ર નથી; અહીં તેનો અર્થ ઘણો વિશાળ છે. કોઈ પણ ઇન્દ્રિયથી થતું જ્ઞાન કે મનથી થતું જ્ઞાન એ બધું અહીં દષ્ટિ કે દર્શનરૂપે અભિપ્રેત છે. એટલું જ નહિ, પણ મનની મદદ વિના જો આત્માને જ્ઞાન શક્ય હોય તો તેવું જ્ઞાન પણ અહીં દૃષ્ટિ કે દર્શનરૂપે અભિપ્રેત છે. સારાંશ એ છે સમ્યગ્દષ્ટિ એટલે કોઈ પણ જાતનો સમ્યક્ બોધ અને મિથ્યાસૃષ્ટિ એટલે દરેક જાતનો મિથ્યા બોધ. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ જેવા શબ્દો બધી ધર્મપરંપરામાં પ્રચલિત છે. તેથી આપણે સૌ તેનાથી પરિચિત તો છીએ જ; તેમ છતાં તેના અર્થની સમજણમાં અનેક જાતના ભ્રમો પ્રવર્તે છે. જ્યારે આપણે જાગીને ભજન ગાઈએ છીએ કે : ‘ઊઠ, જાગ મુસાફિર, ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ ?” ત્યારે આપણે એ ભ્રમો નિવારવાની વાત કહીએ છીએ, નિદ્રાત્યાગની નહિ. ગીતામાં કહ્યું કે : या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । ત્યારે પણ એ જ કહેવામાં આવ્યું છે કે સંયમી અગર સાચી સમજ ધરાવનારો જ જાગે અને એ જ ભ્રમનિશાથી મુક્ત છે. દેહ ધારણ કરવો, શ્વાસોચ્છ્વાસ લેવો, જ્ઞાનેન્દ્રિયોથી જાણવું, કર્મેન્દ્રિયોંથી કામ કરવું, એટલું જ માત્ર જીવન નથી, પણ મનની અને ચેતનની જુદી જુદી ભૂમિકાઓમાં જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અનેક પ્રકારનાં સંવેદનો અનુભવવાં તે પણ જીવન છે. આવા વ્યાપક જીવનનાં પાસાં પણ અનેક છે. એ બધાં પાસાંને દોરવણી આપનાર અને જીવનને ચલાવનાર ‘દૃષ્ટિ’ છે. જો દૃષ્ટિ સાચી તો તેનાથી દોરવાતું જીવન ખોટ વિનાનું; અને જો દૃષ્ટિ ખોટી કે ભૂલભરેલી તો તેનાથી દોરવાતું જીવન ખોડખાંપણવાળું જ હોવાનું. તેથી એ વિચારવું પ્રાપ્ત થાય છે કે સાચી દૃષ્ટિ એટલે શું અને ખોટી દૃષ્ટિ એટલે શું ? આ વિચારીએ તે પહેલાં જાણી લેવું જરૂરી છે કે આપણે નાની ઉંમરથી કેવી રીતે શબ્દોના Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ અર્થો પકડીએ છીએ અને વ્યવહારમાં પડ્યા પછી અનુભવની વૃદ્ધિ સાથે એ અર્થોમાં કેવી રીતે સુધારા કે પુરવણી કરતા જઈએ છીએ. બાળક છેક નાનું હોય ત્યારે એ ચિત્ર દ્વારા ચકલો, ઘોડો, હાથી અને મોટર જેવા શબ્દોનો અર્થ ગ્રહણ કરે છે. અમુક અમુક પ્રકારનો આકાર અને રંગ ધરાવનાર વસ્તુ તે બાળકને મન તે વખતે ચકલી, ઘોડો કે હાથી છે. પણ એ બાળક જેમ જેમ મોટું થાય અને જીવનવ્યવહારમાં પડે તેમ તેમ પ્રથમ ગ્રહણ કરેલ અર્થમાં તેને ફેરફાર અને સુધારો વધારો કરવો પડે છે. ઝાડ ઉપર બેઠેલ અને આકાશમાં ઊડતાં ચકલાં એ માત્ર ચિત્રગત ચકલાં નથી. આકૃતિ અને રંગની સમાનતા હોય તોય ઊડતાં અને ચિત્રગત ચકલાં વચ્ચે મહદ્ અંતર છે. આ અંતર જણાતાં જ ઉંમરલાયક બાળક પ્રથમનો અર્થ છોડી નવો અર્થ પકડે છે અને પછી કહે છે કે અમુક આકૃતિ અને અમુક રંગવાળું ચકલું પણ આપમેળે બેસે – ઊઠે છે, ચણે છે, ઊડે છે અને ચીં ચીં અવાજ પણ કરે છે. ચિત્રગત ઘોડા અને ચાલતા-દોડતા તેમજ ઘાસ ખાતા ઘોડા વચ્ચે કેટલુંક સામ્ય હોવા છતાં પણ મહદ્ અંતર હોય છે. ઉંમરલાયક થયેલ વ્યક્તિ ઘોડા ઉપર બેસે, તેને દોડાવે અને તેની સજીવ અનેક ચર્યા જુએ ત્યારે તે ચિત્ર ઉપર ગ્રહણ કરેલ ઘોડાના અર્થને વિસ્તારી તેનો નવો અર્થ ગ્રહણ કરે છે. હાથી શબ્દના અર્થની બાબતમાં પણ એમ જ છે. સડક ઉપર મોટરો દોડતી હોય ને રસ્તો ઓળંગવો હોય ત્યારે ચિત્ર દ્વારા ગ્રહણ કરેલ મોટર શબ્દનો અર્થ જ ધ્યાનમાં રહે તો એ માણસ અવશ્ય ચગદાઈ જાય. અને ચિત્ર દ્વારા ગ્રહણ કરેલ હાથીનો અર્થ મનમાં રહે તો તે માણસ કદી હાથી ઉપર બેસવાનું સુખ માણી ન શકે તે તેના પગ તળે ચગદાવાનો ભય ન રહે. જેમ જેમ વ્યવહારનું ક્ષેત્ર વિસ્તરતું જાય અને નવા અનુભવો થતા જાય તેમ તેમ આપણે નાની ઉંમરથી એકત્ર કરેલ ભાષાભંડોળના અર્થોમાં હંમેશાં વિકાસ અને સુધારો કરતા જ રહીએ છીએ, એટલે કે આપણી દષ્ટિને ઉત્તરોત્તર સમ્યક-યથાર્થ કરતાં રહીએ છીએ. તો જ આપણું જીવન અલના વિના ચાલે છે. જો આપણે પ્રથમ પ્રહણ કરેલ શબ્દનો અર્થ ઉત્તરોત્તર થતા નવા અનુભવને આધારે ને વધારીએ તો આપણું જીવનતંત્ર કદી સુસંવાદી બની શકે નહિ અને ડગલે ને પગલે મૂંઝવણ ઊભી થાય. કેટલાક શબ્દો ઇન્દ્રિયગમ્ય વસ્તુને લાગુ પડે છે, તો કેટલાક મનોગમ્ય વસ્તુને જ લાગુ પડે છે. જ્યાં શબ્દનો અર્થ ઇન્દ્રિયગમ્ય હોય ત્યાં તેના અર્થની પકડમાં સુધારાવધારો કરવાનું કામ સહેલું છે, પણ જ્યાં શબ્દનો અર્થ અતીન્દ્રિય કે મનોગમ્ય માત્ર હોય ત્યાં અર્થના સુધારાવધારાનું કામ કરવું બહુ અઘરું છે. ચકલો, ઘોડો, હાથી વગેરે ઇન્દ્રિયગમ્ય છે, એટલે ચિત્રગત અર્થ કરતાં એના સાચા અર્થ તરફ જતાં વાર નથી લાગતી. વળી કોઈ બાહ્ય ઇન્દ્રિયમાં ખોડખાંપણ હોય, વસ્તુ ખોટી રીતે સમજાય, તોપણ બીજી મારફત એ ભ્રાંતિનો સુધારો જલદી થાય છે. કમળાના રોગવાળો માણસ Page #116 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ • ૮૯ સફેદ વસ્તુને પીળી સમજે ને જ્યાં જ્યાં જાય ત્યાં શંખ પીળો છે એમ કહે, તો તેની બાળકો સુધ્ધાં હાંસી કરે. એટલે એ માણસ સહેલાઈથી પોતાનો ભ્રમ સમજી જાય છે ને શંખને પીળો દેખવા છતાં એ તો સફેદ જ છે એવી વિચારપૂર્વક દઢ માન્યતા ધરાવતો થઈ જાય છે. એ જ ન્યાય બીજી બાધેન્દ્રિયની બાબતમાં પણ લાગુ પડે છે. પણ અતીન્દ્રિય વસ્તુની સમજણ બાબતમાં સુધારાનું કામ તેટલું સરળ નથી. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એ શબ્દો ચકલા અને ઘોડા આદિ શબ્દોની પેઠે ઇન્દ્રિયગમ્ય વસ્તુને લાગુ નથી પડતા, પણ મનોગમ્ય કે અતીન્દ્રિય ભાવોને સ્પર્શ કરે છે. એટલે તે શબ્દોના ખરા અર્થ તરફ જવાનું કે વારસાથી પ્રથમ ધારેલ અર્થમાં સુધારો, ફેરફાર કે વૃદ્ધિ કરવાનું કામ બહુ જ અઘરું હોઈ વિવેક અને પ્રયત્નસાધ્ય છે. નેત્ર, કાન આદિ બાહ્ય ઇન્દ્રિયો અને અંતર-ઈન્દ્રિય મન એ બેની રચનામાં તેમજ કાર્યશક્તિમાં બહુ જ મોટું અંતર છે. બાહ્ય ઇન્દ્રિયો જે વસ્તુ તેની સામે વર્તમાન હોય કે તેની સાથે સંબંધમાં આવે તેને જ જાણી શકે. જે વસ્તુ દૂર હોય, અતિદૂર હોય, અતીત હોય કે ભાવી હોય કે સૂક્ષ્મ હોય તેને બાહ્ય ઇન્દ્રિય જાણી ન શકે; પણ મનની મર્યાદાની જુદી છે. એ તો “શ્રોત્ર શ્રોત્રમ્” “રક્ષપક્ષ' છે. અર્થાત મન એ બધી ઇન્દ્રિયોનો રાજા છે. દરેક ઈન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય તે બધું મનની મદદથી થાય છે, અને છેવટે મન જ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય દ્વારા થતા બધા જ અનુભવોનું સમાલોચન, પરીક્ષણ અને પૃથક્કરણ કરી તેમાંથી સત્ય તારવે છે. એટલું જ નહિ પણ મન ઇન્દ્રિયની મર્યાદામાં ન હોય તેવા વૈકાલિક અને દૂરવર્તી તેમજ સૂક્ષ્મ વિષયોને પણ અવગાહે છે. માત્ર જન્મથી મરણ સુધીના કાળપટને સ્પર્શતા અનુભવોને જ નહિ, પણ તેથીયે વધારે અતીત અને અનાગત જીવનના અનુભવો અને કલ્પનાઓને પણ મન ઘણી વાર સ્પર્શે છે. મનનો વિષયપ્રદેશ વધારે સૂક્ષ્મ પણ છે. તેથી મનોગમ્ય વિષયદેશને સ્પર્શતા શબ્દોના અર્થની સાચી સમજણનું કામ પણ જટિલ હોઈ વધારે પુરુષાર્થની અપેક્ષા રાખે છે. હવે આપણે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ તેમજ તેના સમાનાર્થક આસ્તિક, નાસ્તિક જેવા શબ્દોને લઈ તેના અર્થની સમજણ વિષે વિચાર કરીએ. ઉક્ત શબ્દો બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ ત્રણ પરંપરાઓ અને દરેક પરંપરાના અંતર્ગત નાનામોટા બધા ફિરકાઓમાં જાણીતા છે. જો કોઈ વ્યક્તિ જૈન પંરપરામાં જન્મી અને ઊછળી હોય તો તેને છેક નાની ઉંમરથી એ શબ્દોના અર્થ વિષે એવી સમજણ આપવામાં આવી હોય છે કે ભગવાન મહાવીર જેવા પુરષોને સદેવ લેખે માનવા, જૈન ગુરુઓને સુગુરુ લેખે ધારવા અને જૈન પરંપરાગત આચાર-વિચારોને સ્વીકારવા તે સમ્યગ્દષ્ટિ; આથી વિરુદ્ધ જે કાંઈ હોય તેને સ્વીકારવું તે મિથ્યાષ્ટિ. કહેવાની જરૂર નથી કે નાની ઉંમરમાં વ્યક્તિની સમજણશક્તિ ઊંડી ન હોવાથી તેને માટે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ Page #117 -------------------------------------------------------------------------- ________________ © • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જેવા શબ્દોનો પારમાર્થિક તેમજ અતીન્દ્રિય અર્થ સમજવો સહેલો ન હોઈ ઉપર જણાવેલ પ્રાથમિક સ્થૂળ અર્થ જ બંધબેસતો થઈ શકે. પરંતુ ઉંમર અને સમજણશક્તિ વધવા સાથે પ્રથમ સમજાયેલ સ્થૂળ અર્થનું સંશોધન કે પરીક્ષણ ન થાય અને એ જ અર્થને વળગી રહેવામાં આવે તો શું પરિણામ આવે એ વિચારવું જરૂરી છે. એ અનિષ્ટ પરિણામ ધ્યાનમાં આવે તો તેનો ખરો અર્થ સમજવાની દિશામાં જવાની પ્રેરણા ઉદ્દભવે. હાથી આદિ શબ્દોના ચિત્ર ઉપરથી કલ્પેલ અર્થમાં પ્રત્યક્ષ દર્શનથી ઘટતો ફેરફાર અને સંશોધન થઈ તેનો યોગ્ય અર્થ સમજવામાં આવે છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એ આસ્તિક અને નાસ્તિક શબ્દોના, કાચી સમજણ વખતે, ધારેલ અર્થમાં પ્રત્યક્ષ દર્શનથી સુધારો કે સંશોધન કરવાનો અવકાશ નથી એ ખરું, છતાં ઉંમરલાયક થયા પછી અને બીજા વિષયોમાં પાકી સમજણ થયા પછી પણ જો શબ્દોનો એનો એ અર્થ ધારી રાખવામાં આવે તો સામાજિક વર્તમાન જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં ઘણી જ અસંગતિઓ, ત્રુટિઓ અને વિસંવાદો આવવા પામે છે. દાખલા તરીકે શરૂઆતના સ્થૂળ અર્થ પ્રમાણે જેને વ્યક્તિ પોતામાં સમ્યગ્દષ્ટિનું અસ્તિત્વ માનવામનાવવા તેમજ મિથ્યાદૃષ્ટિનો અભાવ સાબિત કરવા એટલું તો અવશ્ય કરશે કે જૈન સિવાયની બીજી કોઈ પણ પરંપરામાં પૂજાતા ઈશ્વર કે દેવને તે કુદેવ લેખશે, તે પરંપરાના ગુરુઓને કુગુરુ લેખશે, અને તે પરંપરાના આચાર-વિચારને અધર્મકુધર્મ લેખશે; એટલું જ નહિ, પણ એ વ્યક્તિ જેનપરંપરાનાં શાસ્ત્રો સિવાયનાં બીજાં બધાં જ શાસ્ત્રોને મિથ્યાશ્રુત કે કુશ્રુત લેખી તેને ત્યાજ્ય અને ઉપેક્ષણીય ગણશે. તે વ્યક્તિ એવા જૈનેતર શ્રતના પરિચયથી હંમેશાં અલગ રહેવાનો કાળજીપૂર્વક પ્રયત્ન કરશે. આનું પરિણામ એ જ આવે, અને આવેલું આજે પણ જોવાય છે, કે આવા સંસ્કારવાળી વ્યક્તિ બીજી રીતે ગમે તેટલી સમજણમાં આગળ વધી હોય, સામાજિક, આર્થિક, રાજકીય કે શૈક્ષણિક ક્ષેત્રમાં તે ગમે તેટલી પ્રતિષ્ઠિત હોય, છતાં આધ્યાત્મિક અને ધાર્મિક કહી શકાય એવાં શાસ્ત્રોની બાબતમાં તેની જિજ્ઞાસા અને સમજણની સીમા બહુ તો એણે માનેલ જૈન શાસ્ત્ર સુધી જ સીમિત રહેવાની. જૈન શ્રત સિવાયનું બીજું ધાર્મિક અને આધ્યાત્મિક શ્રુત ગમે તેટલું વિવિધ તેમજ ગમે તેટલું ઉપયોગી હોય તોપણ તેવી વ્યક્તિ એમાંથી કાંઈ લાભ ઉઠાવી શકશે નહિ, પોતાની જિજ્ઞાસાને સંતોષી શકશે નહિ અને પરિણામે અલ્પમાં બહુ માની લેવાની ટૂંકી સમજણ પોષાતી જ રહેશે. એવી વ્યક્તિ જિજ્ઞાસા અને બુદ્ધિના નાનામાં નાના ખૂણામાં મોટામાં મોટા સમજણના મહેલની લ્પનાથી રાચશે. સાંપ્રદાયિક સમજણ તે આનું જ નામ છે, અને તેનું પરિણામ જિજ્ઞાસા, સમજણ તેમજ વિવેકની અતિ સંકુચિતતા અને બીજાથી પોતાને સાવ જુદા અને ઊંચા માનવાની વૃત્તિમાં જ આવે છે. સામાજિક, રાજકીય અને આર્થિક જેવા વ્યવહારો સામાન્ય રીતે ઠીક ચાલતા હોય તો ઉપર ઉપરથી જોનારને એવી સાંપ્રદાયિક સંકુચિતતા બાધાકારક નહિ લાગે, Page #118 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ ૯૧ પણ સહેજ ઊંડા ઊતરી વિચાર કરીશું તો જણાશે કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ જેવા શબ્દના શરૂઆતમાં ગ્રહણ કરેલ સ્થૂળ અર્થની સમજણની પરિણામે આવેલી સંકુચિતતા તે માત્ર વ્યક્તિને જ નહિ પણ સમાજ સુધ્ધાંને ભારેમાં ભારે હાનિકારક નીવડે છે. આ હાનિ કેવળ ધાર્મિક અગર આધ્યાત્મિક પ્રદેશ પૂરતી જ નથી રહેતી, પણ તેની અસર સામાજિક અને રાજકીય જેવા વ્યાવહારિક ક્ષેત્રમાં પણ વધારેમાં વધારે આવે છે; કેમ કે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયમાં શરૂ થયેલ સંકુચિતતા માત્ર ત્યાં નથી અટકતી, પણ તે વ્યક્તિ અને સમાજને બીજા સમાજોથી દૂર રહેવા પ્રેરે છે, અને એકરસ થતાં રોકે છે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન અને જૈનેતર એવા બે જુદા સમાજ કલ્પાયા છે. અને તેથી જ જ્યાં સંસ્કાર અને વિચારની સમાનતા હોય ત્યાં પણ એક સમાજની વ્યક્તિને બીજા સમાજની વ્યક્તિ સાથે લગ્નસંબંધથી કે સમાનભાવે ખાનપાનના વ્યવહારથી જોડાતાં ભારે મુશ્કેલી અનુભવવી પડે છે. મુસ્લિમ અને ક્રિશ્ચિયન જેવા સમાજની વાત ન કરીએ, તોય આપણે જોઈએ છીએ કે વૈષ્ણવ, શૈવ અને બૌદ્ધ જેવા સમાજ સાથે જૈન સમાજને બીજી બધી બાબતમાં સમાનતા હોવા છતાં સાંપ્રદાયિકતાને કારણે એકરસ થવામાં કેટલા પ્રત્યવાયો નડે છે! શરૂઆતમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિની પ્રાથમિક વ્યાખ્યાએ જૈન અને જૈનેતર વચ્ચે સંકુચિતતાની દીવાલ ઊભી કરી, પણ ધીરે ધીરે વ્યાખ્યા વધારે ટૂંકી થતાં સંકુચિતતા પણ વધારે વિકસી. જૈન પરંપરાના ચારે ફિરકામાં એ વ્યાખ્યા નવે રૂપે થવા લાગી. સ્થાનકવાસી ફિરકામાં જન્મેલ વ્યક્તિને સમ્યગ્દષ્ટિનો એવો અર્થ વારસાગત મળેલો હોય છે કે સ્થાનકવાસી સિવાયના બીજા જૈન ફિરકાઓના પણ ગુરુ અને આચારવિચારોને માનવા કે પાળવા તે સમ્યગ્દષ્ટિ નથી, એટલે કોઈ સ્થાનકવાસી મહાવીરને માનવા છતાં પણ તેની મૂર્તિ તીર્થસ્થાનો અને શ્વેતાંબર કે દિગંબર પરંપરાના મનાતા શ્રુતને પોતાનાં આદર અને જિજ્ઞાસાની બહાર જ રાખવાનો, એ જ રીતે શ્વેતાંબર મૂર્તિપૂજક દિગંબર પરંપરાનાં મંદિર, મૂર્તિ, તીર્થ, ત્યાગી ગુરુ વગેરેને અસ્પૃશ્ય નહિ તો ઉપેક્ષાદષ્ટિથી જોવાનો. દિગંબર ફિરકાની વ્યક્તિઓ પણ સ્થાનકવાસી કે શ્વેતાંબર ફિરકાના શાસ્ત્ર અગર આચારવિચારો વિષે એવી જ કટ્ટરતા સેવવામાં સમ્યગ્દર્શન સાચવ્યાનું અભિમાન રાખવાની. તેરાપંથી હશે તો તે પણ ઉપરના ત્રણે ફિરકાના આચારવિચારને અનુસરવામાં કે તેને સમ્યક લેખવામાં પોતાનો આધ્યાત્મિક વિનિપાત જોવાનો. જે વાત જૈન પરંપરાને ઉદ્દેશી ઉપર કહેવામાં આવી છે તે જ વાત બીજી પરંપરાને પણ તેટલે જ અંશે, બલ્લે ક્યારેક કયારેક ઘણે વધારે અંશે, લાગુ પડે છે. વૈદિક હશે તો તે જૈન, બૌદ્ધ જેવી અવૈદિક પરંપરાઓના બધા જ આચારવિચારોને તેમજ શાસ્ત્રોને સ્પર્શ કરવામાં નાસ્તિકતા લેખશે અને વેદ-સ્મૃતિ-પુરાણ જેવાં વૈદિક ગણાતાં શાસ્ત્રો Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સિવાયનાં શાસ્ત્રોને ધર્મદષ્ટિએ વિચારવામાં પણ આસ્તિકતાનો અર્થ નહિ જુએ. તે હંમેશને માટે પોતાની જિજ્ઞાસાના પ્રદેશથી અવૈદિક ગણાતાં શ્રતને – પછી તે ગમે તેટલું સુસંગત અને મહત્ત્વનું હોય તોપણ - દૂર રાખશે. બૌદ્ધ ફિરકામાં સાંપ્રદાયિક દૃષ્ટિએ જેણે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિનો અર્થ ધાર્યો હશે તે પણ તેવી જ રીતે બૌદ્ધતર ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રથી અસ્પષ્ટ રહેવામાં પોતાની સમ્યગ્દષ્ટિ પોષાતી જોશે. આ રીતે જુદી જુદી ધર્મપરંપરાને અનુસરનારા અનેક સમાજો સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, આસ્તિકતા, નાસ્તિકતા જેવા આધ્યાત્મિક અને પારમાર્થિક અર્થના સૂચક શબ્દોના પ્રાથમિક, સ્થળ અને કામચલાઉ અર્થોને છેવટના અર્થો સમજી તેમાં ઊંડી સમજણ અને વિવેક દ્વારા સુધારો અને વિકાસ નથી કરતાં તો, તેનું આજસુધીના જીવનમાં કેવું અનિષ્ટ પરિણામ દેખાય છે એ ઇતિહાસના જ્ઞાતાને કે વર્તમાન પરિસ્થિતિ નિહાળનારને સમજાવું જરાય અઘરું નથી. સ્થૂળ ગૂંગળામણ અને સૂક્ષ્મ ગૂંગળામણ વચ્ચે અંતર છે. સ્થૂળ ગૂંગળામણ સાધારણ વ્યક્તિને પણ સ્પર્શે છે, જ્યારે સૂક્ષ્મ ગૂંગળામણ દીર્ઘદ્રષ્ટિ અને વિચારકનું જ ધ્યાન ખેંચે છે. ૮'X૧૦'ની એક ખોલીમાં કોઈને પૂરવામાં આવ્યો હોય ને તે ચાલતોદોડતો ગતિશીલ માણસ હોય તો તે એટલો મૂંઝાશે કે ગમે તે રીતે દીવાલ ભેદવાનો અને બહાર નીકળવાનો પ્રયત્ન કરશે અને જ્યારે તે બહાર નીકળી ખુલ્લું આકાશ જોશે ત્યારે જ નિરાંત અનુભવશે. પણ સમ્યગ્દષ્ટિ કે આસ્તિકતાના શરૂઆતમાં કલ્પલ અર્થના નાના ચોકામાં પૂરાનાર દરેક વ્યક્તિને એનાં અનિષ્ટ પરિણામો અનુભવાતાં હોય તોપણ ગૂંગળામણ નથી થતી. તેથી તે એવા ચોકાને માત્ર પોષતો જ નથી. પણ એવા ચોકામાં જો પોતાની જાત અને પોતાના સમાજની સલામતી જુએ છે. છતાં કોઈ કોઈ વિરલ વ્યક્તિ દરેક સંપ્રદાય અને ફિરકામાં સમયે સમયે એવી અવશ્ય પાકે છે કે તેની જિજ્ઞાસા અને વિવેકબુદ્ધિની ગતિ–શરૂઆતના ગ્રહણ કરેલ સમ્યગ્દષ્ટિમિથ્યાદષ્ટિ કે આસ્તિક-નાસ્તિક શબ્દોના અર્થની સમજણના ચોકામાં ગૂંગળાય છે તેથી તેનાં પડો ભેદી–નવો અને સાચો અર્થ સમજવા મથે છે. એ મંથનને પરિણામે તેવી વ્યક્તિઓ એ સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ આદિ શબ્દોના પારમાર્થિક અર્થને સમજવા સુધી કે તેવા અર્થોની નજીક જવા સુધી વિકાસ કરે છે. એવી રીતે વિકાસ કરનાર વ્યક્તિઓ માટે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ શબ્દનો અર્થ કોઈ પણ રીતે વ્યક્તિ કે સમષ્ટિગત જીવનને હાનિકારક બનતો જ નથી. તેથી જ આપણે જોઈએ છીએ કે બુદ્ધ, મહાવીર અને તેમના જેવા બીજા સંતો કે તેમને પગલે ચાલતા અનુગામીઓ પ્રજ્ઞાપ્રાસાદ ઉપર આરૂઢ થઈ પોતાની પ્રતિભા દ્વારા જુદી જુદી વાણીમાં પણ એક જ મુખ્ય વસ્તુ સમજાવતા આવ્યા છે કે જ્ઞાનનો, ચિત્તનો, આત્માનો વિસ્તાર કરો. Page #120 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ • ૯૩ ભગવાન મહાવીર બાદ લગભગ આઠમા-નવમા સૈકામાં થયેલ દેવવાચક આચાર્યું જોયું કે સાધારણ લોકો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ શબ્દના પ્રાથમિક અર્થની સમજણને લીધે એમ ધારી બેઠાં છે કે જેનેતર ગણાતું શ્રુત મિથ્યાશ્રુત છે અને તેનો અભ્યાસ કે પરિશીલન મિથ્યાદૃષ્ટિ કહેવાય, ત્યારે તેમણે શ્રુતપરંપરા અને સમજણના વિકાસને રૂંધાતો અટકાવવા સ્પષ્ટપણે કહ્યું કે જૈનેતર શ્રત જ મિથ્યા છે અને જૈનશ્રુત જ સમ્યફ છે એમ નથી, પણ દષ્ટિ સાચી અને સમ્યફ હોય તો જૈન કે જૈનેતર ગમે તે શ્રત સમ્યક-સાચું હોઈ શકે અને જો દૃષ્ટિ જ મૂળમાં વિપરીત હોય તો જૈન કહેવાતું શ્રત પણ મિથ્યાશ્રુત હોઈ શકે. આ રીતે તેમણે એક જમાનામાં જૈનપરંપરાને એવી શીખ આપી કે તે સંકુચિતમાંથી મુક્ત બને. તેને પરિણામે અનેક ઉત્તરવર્તી આચાર્યો ને વિદ્વાનો એવા પાક્યા કે જેમણે જેને શ્રતને ભાષા, વિચાર અને તાત્પર્યથી અનેકધા વિકસાવ્યું. દેવવાચક પેઠે આચાર્ય હરિભ “યોગદષ્ટિસમુચ્ચય'માં બીજી રીતે પણ સમ્યગ્દષ્ટિ શબ્દના અર્થમાં વિકાસ સૂચવ્યો. તેમણે કહ્યું કે બુદ્ધ, કપિલ, જિન આદિની વાણી અને શૈલી ભલે જુદી જુદી હોય, પણ છેવટે તેઓ બધા કલ્યાણવાદી હોવાથી સર્વજ્ઞ છે. સમ્યગ્દષ્ટિ શબ્દના શરૂઆતમાં ગ્રહણ કરાતા અર્થના વિકાસમાં આ કાંઈ જેવી તેવી ફાળ નથી. એવા અર્થવિકાસનું પહેલું પગથિયું એટલે જીવનમાત્રમાં ચેતનતત્ત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવવી તેમજ એવી શ્રદ્ધાને પરિણામે ચેતન ઉપરનાં અજ્ઞાન તેમજ રાગદ્વેષાદિ આવરણોને ચારિત્રના સમ્યફ પુરુષાર્થથી ભેદવાની શક્યતાના ચરિત્રલક્ષી તત્ત્વમાં શ્રદ્ધા ધરાવવી તે સમ્યગ્દષ્ટિ અગર આસ્તિકતા. આથી ઊલટું એટલે કે ચેતનતત્ત્વમાં કે ચારિત્ર્યલક્ષી તત્ત્વમાં શ્રદ્ધા ન રાખવી તે મિથ્યાષ્ટિ અગર નાસ્તિકતા. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિનો અનુક્રમે તત્ત્વવિષયક શ્રદ્ધા કે અશ્રદ્ધા એવો જ અર્થ વિકાસક્રમમાં ફલિત થાય છે. તે પ્રથમના સ્થળ સામ્પ્રદાયિક અર્થ કરતાં ઘણો વિશાળ હોઈ અનેક સમ્પ્રદાયોની તાત્ત્વિક માન્યતાને પોતામાં સમાવે છે. સામ્પ્રદાયિક અર્થમાં માત્ર અમુક સમ્પ્રદાય કે ફિરકાની ચૂળ આચારવિચારની પ્રણાલિકાઓ, તેનો ઇતિહાસ અને માત્ર તેની જ પરિભાષાઓને માનવાનો સમાવેશ થાય છે, જ્યારે ચેતનતત્ત્વ અને ચારિત્ર્યલક્ષી તત્ત્વમાં શ્રદ્ધા સેવવી એવો સમ્યગ્દષ્ટિ અર્થ કોઈ એક જ સમ્પ્રદાય કે અમુક જ ફિરકાને નથી લાગુ પડતો. તેમાં તો ઉપલક દૃષ્ટિએ પરસ્પરવિરોધી દેખાતા અને વિરોધને લીધે અરસપરસ આખડતા એવા અનેક સમ્પ્રદાયોનો સમાશ થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિનો અર્થ વિસ્તરતાં અનેક ધર્મપરંપરાઓ એકબીજાની નજીક આવે છે ને તેમનાં વચ્ચે જે સ્થૂળ અર્થને લીધે ગેરસમજૂતીઓ ઊભી થયેલી હોય તે વિલય પામે છે. વાચક ઉમાસ્વાતિ નામના જૈન આચાર્યે સમ્યગ્દષ્ટિનો અર્થ બતાવતાં કહ્યું છે કે આધ્યાત્મિક અને ચારિત્રલક્ષી તત્ત્વોમાં શ્રદ્ધા સેવવી તે જ સમ્યગ્દર્શન આપણે જોઈએ છીએ કે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ આ વ્યાખ્યામાં કોઈ એક ફિરકાની બાહ્ય આચારવિચારની પ્રણાલીઓનો સ્પર્શ જ નથી; માત્ર તત્ત્વના વાસ્તવિક સ્વરૂપમાં શ્રદ્ધા ધરાવવાનો જ સ્પર્શ છે. તત્ત્વશ્રદ્ધા એ સમ્યગ્દષ્ટિ હોય તોપણ તે અર્થ છેવટનો નથી. છેવટનો અર્થ તો તત્ત્વસાક્ષાત્કાર છે. તત્ત્વશ્રદ્ધા એ તત્ત્વસાક્ષાત્કારનું એક સોપાન માત્ર છે. જ્યારે એ સોપાન દઢ હોય ત્યારે જ યથોચિત પુરુષાર્થથી તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે, એટલે કે સાધક જીવનમાત્રમાં ચેતન તત્ત્વને સમાનભાવે અનુભવે છે અને ચારિત્ર્યલક્ષી તત્ત્વો માત્ર શ્રદ્ધાનો વિષય ન રહેતાં જીવનમાં વણાઈ જાય છે, એકરસ થઈ જાય છે. આનું જ નામ તત્ત્વસાક્ષાત્કાર અને એ જ સમ્યગ્દષ્ટિ શબ્દનો અંતિમ તેમજ એકમાત્ર અર્થ. આ અંતિમ અર્થમાં તત્ત્વશ્રદ્ધારૂપ પહેલાનો અર્થ તો સમાઈ જ જાય છે, કેમકે જ્યારે તત્ત્વસાક્ષાત્કાર થાય ત્યારે શ્રદ્ધા તો જીવંત બને છે. ઉપરની ચર્ચાથી નીચેનો ભાવ સંક્ષેપમાં ફલિત થાય છે. સમ્પ્રદાયગત અને ફિરકાગત માત્ર સ્થૂળ આચારવિચારની પ્રણાલિકા વગેરેમાં શ્રદ્ધા સેવવી તે સમ્યગ્દષ્ટિ શબ્દનો અર્થ. આ અર્થ દરેક સંપ્રદાયને ન્યાય આપે છે, અને અંદરોઅંદરના વિરોધને શમાવી એકબીજાને નજીક આણે છે. તત્ત્વસાક્ષાત્કાર એ સમ્યગ્દષ્ટિ શબ્દનો અંતિમ અને મુખ્ય અર્થ છે. આ અર્થ જેણે જીવનમાં સિદ્ધ કર્યો હોય તે જ ખરો સિદ્ધ, બુદ્ધ કે સંત છે. ઉપર સૂચવેલ ત્રણ અર્થોનું પરસ્પર તારતમ્ય સમજવા માટે એક વ્યવહારુ દાખલો આપવો યોગ્ય ગણાશે. શિશુ અવસ્થાની કન્યા ઢીંગલીને મા કલ્પી તેની સાથે બાળકોનાં ઢીંગલાને બેસાડે છે ને તેમાં માતા તેમજ સંતતિનો અર્થ જુએ છે. તે જ કન્યા ઠીક ઠીક ઉમરે પહોંચતાં પોતાનામાં જ માતૃત્વની અનિવાર્ય શક્યતા વિષે શ્રદ્ધા સેવે છે. તે જ કન્યા સમય પાકતાં અને અનુગુણ સંયોગો મળતાં પોતાનામાં માતૃત્વનો સાક્ષાત્કાર પણ કરે છે. ત્રણે અવસ્થામાં માતૃત્વ સમાન છે. પણ પહેલી અવસ્થામાંના માતૃત્વદર્શન કરતાં બીજી અવસ્થાનું માતૃત્વદર્શન અને છેવટનું માતૃત્વદર્શન એ સાવ ભિન્ન ભિન્ન છે. એ જ રીતે સમ્યગ્દષ્ટિ જેવા આધ્યાત્મિક ભાવનાસૂચક શબ્દના ઉપર વર્ણવેલ અર્થોનું તારતમ્ય કાંઈક સમજી શકાય અને ચકલા વગેરેના ચિત્રગત અર્થ કરતાં જીવતા ચકલાના અર્થમાં રહેલ તારતમ્યનો પ્રથમ અપાયેલ દાખલો પણ વધારે સ્પષ્ટતાથી સમજી શકાય. સમ્યગ્દષ્ટિના ઉપર સૂચવેલ ત્રણ અર્થોમાં જેમ જેમ આગળ પ્રગતિ થાય છે તેમ તેમ પહેલાંના અર્થ સાથે સંકળાયેલ ભ્રમો પણ દૂર થવા પામે છે. આધ્યાત્મિક મુસાફરને ઉદ્દેશી જે જાગવાની વાત પેલા “ઊઠ જાગ, મુસાફિર !” ભજનમાં કહી છે તે આ જ આધ્યાત્મિક જાગૃતિ છે. - પ્રબુદ્ધજીવન, ૧૫-૯-પર Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૬. જૈન સમાજ: હિંદુ સમાજ પ્રિય પંડિતજી, ગુજરાતીમાં લખું છું, માફ કરશો. અર્થમાં વિપર્યાસ શ્રી દલસુખભાઈ હોવાથી નહિ થાય. મારે થોડા વખતમાં વધારે પતાવવું છે. સામાન્ય રીતે મારો વિચાર નીચે પ્રમાણે છે. હિંદુ સમાજ એ માત્ર વૈદિક સમાજ નથી; એનો ખરો અર્થ અતિ વિશાળ છે. હિંદુસ્તાનમાં જેનાં મૂળ શાસ્ત્રો રચાયાં, મૂળ પુરુષો થયા અને તીર્થો પણ છે તે બધા હિંદુ સમાજમાં આવે; એટલે હિંદુસ્તાનના જે જૂના નિવાસી હોય તે બધાય નિવાસી હિન્દુ સમાજમાં આવે. જૈન સમાજનાં કે નાના-મોટા સંઘનાં મૂળો પૂર્વવૈદિક છે, કદાચ પૂર્વદ્રાવિડિયન પણ છે. ગમે તે હો, છતાં એ લઘુમતી હોવા છતાં વૈદિકોથી, ખાસ કરીને બ્રાહ્મણોથી, અર્વાચીન નથી જ. એવી સ્થિતિમાં જૈન સમાજ હિંદુ સમાજ નહિ તો બીજું શું છે? જેન સિવાયના બીજા સમાજો હિંદુ સમાજમાં આવે છે અને તે કોઈ કોઈ સ્થાનિક બહુમતીમાં પણ છે. તેટલામાત્રથી જૈન સમાજ હિંદુ સમાજનું અંગ કેમ મટી શકે ? હિંદુ સમાજ શરીરસ્થાને છે. તેનાં જે અંગો છે તે પૈકી એક અંગ જૈન સમાજ પણ છે. વળી ખાનપાન, વ્યાપારધંધો અને કેટલીક વાર લગ્નવ્યવહાર એ બધું તો મોટે ભાગે સમાન અને પરસ્પર સંબદ્ધ છે. એટલે સામાજિક દૃષ્ટિએ જૈન સમાજ હિંદુ સમાજથી જુદો છે એમ કહેવું એ તો હિંદુ સમાજનો વૈદિક સમાજ એવો સંકુચિત અર્થ જ માની ચાલવા બરાબર છે. અલબત્ત, વ્યવહારમાં હિંદુ સમાજનો વૈદિક સમાજ એવો અર્થ ઘણાખરા સમજે અને કરે છે, પણ તેથી મૂળ અર્થ ખોટો છે અગર વિસારે પાડવો જોઈએ એમ કોઈ પણ કહી નહિ શકે. જેમ ઘણાખરા રૂઢિચુસ્તો જૈન' એવો સામાન્ય શબ્દ માત્ર દિગંબર પરંપરા માટે જ વાપરે છે અને વિશેષ માટે શ્વેતાંબર જૈન ઈત્યાદિ યોજે છે, તે જેમ સાચું નથી તેમ હિંદુ સમાજ એ સામાન્ય શબ્દને માત્ર વૈદિક સમાજ અર્થમાં વાપરવો કે સમજવો બરાબર નથી. દિશા જ્ઞાન અને સત્યની હોય તો જ્યાં અજ્ઞાન અને અસત્ય દેખાય ત્યાં પણ બીજા સુધારાઓની પેઠે સુધારો કરવો રહ્યો. WWW.jainelibrary.org Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જૈન સમાજ હિંદુ સમાજથી નોખો છે એ વિચારનું પ્રબળ ઊગમ ભયમાંથી છે. હિંદુ સમાજને સ્પર્શ કરવા કાયદાઓ થવા માંડે અને રૂઢ જૈનોને રૂઢ ધર્મ વિરુદ્ધ લાગે ત્યારે તેઓ રૂઢ ધર્મને બચાવવા ધર્મ અને સમાજ બંનેનું એકીકરણ કરી પોતાના સમાજને નવા કાયદાની ચુંગાલમાંથી છૂટો રાખવા આવી હિલચાલ કરે છે. ધાર્મિક દ્રવ્ય અને હરિજન મંદિઅવેશને લગતા કાયદાઓમાંથી છટકવાની ભાવનામાંથી અત્યારની જુદાપણાની પ્રબળ હિલચાલ શરૂ થઈ છે. જો ધાર્મિક દ્રવ્ય અને હરિજન મંદિઅવેશ બાબત જેનો પોતે જ કાયદા કરતાં આપમેળે વધારે ઉદાર દષ્ટિબિંદુ વાપરે અને પોતાના સમાજને આગળ વધારે તો આવો ભયમૂલક જુદાપણાનો સવાલ ન આવે; એ આવવાનો હોય તો બીજી રીતે આવે. વળી, જ્યારે જ્યારે હિંદુ સમાજને સમસ્તપણે લાભ આપે એવા કાયદાઓ થવાના હશે ત્યારે જેનોએ પોતાના સમાજ માટે તેવા લાભવાળા જુદા કાયદાઓ રચવાની હિલચાલ ઊભી કરવી પડશે. ધારો કે આફ્રિકા આદિ દેશોમાં એવો કાયદો થાય કે હિંદુઓને આટલા હકો આપવા જ, કે અમેરિકામાં હિંદુઓને અમુક છૂટ આપવી જ, તો તે વખતે શું જેનો પોતાના લાભ અને છૂટ માટે ત્યાં જુદો પ્રયત્ન કરશે? જે ભૂત બ્રાહ્મણોનું અને બીજા વહેમી તેમજ અજ્ઞાનીઓનું હતું તે ભૂતઅસ્પૃશ્યતા આદિ–પોતાનું કરી લઈ પછી તેના જ બચાવ માટે, મૂળ ભૂતવાળા ભાગો સુધરે ત્યારે પણ, પોતે તેથી જુદા રહેવું એ શું જૈન સમાજનું બંધારણગત સ્વરૂપ હોઈ શકે? એટલે તમે એમ કહો કે અમે હિંદુ છીએ પણ જૈન હિંદુ છીએ, તો ચાલે; પણ હિંદુ નથી એમ કહેવું બરાબર નથી. હવે હિંદુ ધર્મ અને જૈન ધર્મ વિષે વાત કરીએ. બહુમતી હોવાને કારણે વૈદિક ધર્મ હિંદુ ધર્મના પર્યાય તરીકે સમજાય અથવા લોકો એ અર્થમાં હિંદુ ધર્મ શબ્દ વાપરે છે એ વસ્તુ હું જાણું છું. પણ હિંદુ ધર્મ એના ખરા અર્થમાં માત્ર વૈદિક ધર્મ નથી, હિંદુ ધર્મમાં વૈદિક અવૈદિક અનેક ધર્મો છે. એમાં જૈન ધર્મ પણ છે. એટલે જૈન ધર્મને વૈદિક માનવા-મનાવવા હું અતાર્કિક, અનૈતિહાસિક વિચારણા કરું તો મારું મગજ ચસકી ગયું છે એમ માનવું જોઈએ. વૈદિક અને અવૈદિક વચ્ચે અથવા એમ કહો કે મૂળમાં બ્રાહ્મણ અને અબ્રાહ્મણ વચ્ચે ધર્મ દૃષ્ટિએ પહેલેથી જ મોટું અંતર રહ્યું છે અને તે આજે પણ એવું જ છે. મુસલમાનો ધાર્મિક અંધતા ભૂલી જાય એવો એક સમય કલ્પીએ, અને તે સુવર્ણયુગ આવે ત્યારે વૈદિક અને અવૈદિક ધર્મ વચ્ચેના મનાતા વિરોધ અગર ધાર્મિક સંકુચિતતા જવાનો સમય પાકશે. અત્યારે તો એ સ્વપ્ન જ છે, એટલે હું તો વૈદિકો અને જેનોને ધર્મદષ્ટિએ જુદા માનીને જ વિચાર કરું છું. વૈદિકોના કહો કે બ્રાહ્મણોના કહો, પ્રભાવ નીચે, ખાસ કરી મોટા પ્રભાવ નીચે, ન આવવું એ જ જૈન ધર્મનો મુદ્રાલેખ છે. એટલે જ્યાં જ્યાં વૈદિક ધર્મના મુખ્ય પુરસ્કર્તા બ્રાહ્મણોની ધર્મમર્યાદા Page #124 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજઃ હિંદુ સમાજ • ૯૭ કે વિચારમર્યાદા સંકુચિત કે ભ્રાંત ત્યાં હંમેશાં જૈન ધર્મના સાચા ચિંતકોએ અને અનુયાયીઓએ મધ્યસ્થ ભાવથી, તેમના પ્રાણાર્પણથી પણ, ગાંધીજીની પેઠે વિરોધ કરવો જ રહ્યો. તેથી હું સાચા જેનોને કદી વૈદિકોના પ્રભાવમાં ન આવવાની જ વાત કરું છું. અને લઘુમતી છતાં બહુમતી સામે ઝઝૂમવાનું બળ આવે એવી હિમાયત કરું છું. દક્ષિણમાં અને બીજે બ્રાહ્મણ, અબ્રાહ્મણના ક્લેશો છે. ઘણી બાબતમાં અબ્રાહ્મણો, જેમાં જૈનો પણ આવે છે તેઓ, બ્રાહ્મણો તરફથી બહુ અન્યાય સહે છે એ સાચી વાત છે; પણ જ્યારે એક સામાન્ય છત્ર નીચે બેસવું હોય ત્યારે દબાવનાર સામે લડવાની શક્તિ હોવા છતાં તેની સાથે બેસવામાં સંકોચ ન હોવો જોઈએ – ભય હોવો ન જોઈએ. હિંદુ ધર્મ શબ્દના સામાન્ય છત્ર નીચે જેનો બેસે અને છતાંય પોતાના મૂળ ધર્મના સિદ્ધાંતોને સમજપૂર્વક વફાદાર રહે તો તેથી તેઓ વૈદિકોને સુધારશે અને પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રકટ કરવાની તક પણ જતી નહિ કરે. ધારો કે જૈન ધર્મ હિંદુ ધર્મથી જુદો છે એમ આપણે કબૂલ કરાવીએ અને કાયદામાં લખાવીએ, તેટલામાત્રથી વૈદિક ધર્મના પ્રભાવથી કેવી રીતે બચવાના? ઇતિહાસ જુઓ, જૈનધર્મ એ વૈદિક નથી, બ્રાહ્મણધર્મ નથી એમ આપણે તો કહીએ જ છીએ અને બ્રાહ્મણોએ પણ જૈન ધર્મને અવૈદિક જ કહ્યો છે, છતાંય જૈન ધર્મ કહેલી બાબતમાં વૈદિકોના, ખાસ કરીને બ્રાહ્મણોના, પ્રભાવથી મુક્ત છે? એક વાર વિચાર અને આચારના નિશ્ચય-વ્યવહાર દૃષ્ટિએ મુખ્ય મુખ્ય મુદ્દાઓની યાદી કરો અને એ પ્રત્યેક મુદ્દા પરત્વે જુઓ કે તેમાં બ્રાહ્મણોની તેજછાયા કેટલી છે? તો તમને ખાતરી થશે કે આપણે ક્યાં છીએ. એટલે વૈદિકો કે બ્રાહ્મણોના મિથ્યા પ્રભાવથી બચવાની વાત હોય તે બચાવ, માત્ર હિંદુ ધર્મ અને જેને ધર્મ જુદા છે એટલું કહેવા કે માનવા–મનાવવાથી સિદ્ધ થઈ શકે નહિ. એક તરફથી દરેક પંથના રૂઢ જેનો બ્રાહ્મણોની બધી વાત માન્ય કરે, બ્રાહ્મણોને ગુરુ માનીને ચાલે અને બીજી તરફ હિંદુ ધર્મથી અમે જુદા ધર્મવાળા છીએ એવી ભાવના સેવે તો એ દંભ છે, ભય પણ છે અને મૂર્ખતા પણ છે. એથી માની લીધેલ ગુરઓની સારી વાત ગળે ઊતરતી નથી અને ખોટી વાતો અને રીતો તો, એમને ગુરુ માન્યા હોવાથી, જીવનમાં આવ્યું જ જાય છે. આ વસ્તુસ્થિતિ તમે જૈન પંથના જે જે કટ્ટર જૈનમાં જોશો તેમાં તેમાં મળી રહેશે. એટલે જૈન ધર્મ વૈદિક ધર્મથી-બ્રાહ્મણધર્મથી સાવ જુદો છે એમ ખુશીથી કહો, લખો; કારણ કે, એ વસ્તુ તો એના બંધારણમાં છે, કાઠામાં જ છે; પણ હિંદુ ધર્મ શબ્દનો અજ્ઞાની લોકો માત્ર વૈદિક ધર્મ એવો અર્થ કરે છે તેને વધાવી લઈ, તેના અજ્ઞાનનો બોજ માથે લઈ, અજ્ઞાની સાથે અજ્ઞાની ન બનો, એટલું જ મારું કહેવું છે. હું તો બ્રાહ્મણોના અલ્પ એવા પણ સદંશને પ્રથમ માન આપી પછી તેના હજાર દોષોની સામે થવાનું કહું છું. અને દોષો જ વધારે હોય છે તેમ આપણા પોતાના અસદ્ અંશોને પ્રથમ દૂર કરી પછી જ બીજા સામે ધર્મના સદંશો રજૂ કરવાની Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વાત કહું છું. જે ધર્મ કે જે વ્યક્તિ પહેલાં પોતાના દોષ જોશે અને નિવારશે તે જ બીજા સામે સાચો દાવો રજૂ કરી શકશે અને તેમાં ફાવશે. મહાવીર આદિએ એ જ કરેલું. આપણે ભૂલ્યા એટલે તેજ ગુમાવ્યું. આ બધી ચર્ચાનો મારો ઉદ્દેશ એક જ છે કે આપણે પોતે આંતર-બાહ્ય તેજથી પુષ્ટ થવું અને બીજાને અનુકરણ કરવાની ફરજ પડે એટલું બળ કેળવવું. આ વિના કેવળ ધર્મની જુદાઈ માનવા–મનાવવાથી તમારું મુખ્ય પ્રયોજન નહિ સરે. ધર્મના મુખ્ય ધુરંધરો–ત્યાગીઓ અને પંડિતો, ધનવાનો અને અમલદારો—કયા એવા છે કે જેઓ વિદ્યા અને વ્યવહારમાં બ્રાહ્મણોની પગચંપી ન કરતા હોય? બ્રાહ્મણોએ અમુક વર્ગને અસ્પૃશ્ય માન્યા એટલે જૈનોએ પણ એ માન્યું. બીજી રીતે જુઓ. જૂના વખતમાં બ્રાહ્મણો પોતાને આર્ય કહેતા, પોતાના ધર્મને આર્યધર્મ અને દેશને આર્યાવર્ત કહેતા. જૈનોએ અને બૌદ્ધોએ પોતાના ધર્મને આર્ય કેમ કહ્યો? પોતાના આચાર્યોને અજજ કેમ કહ્યા? પોતાના ધર્મને સાડીપચીસ આર્યદેશમાં સીમિત કેમ રાખ્યો ? આ તો બીજા શબ્દમાં વૈદિક ધર્મને પોતાનો કરવા બરાબર થયું. જે ધર્મ પ્લેચ્છોને આર્ય કરવા નીકળેલો તેણે મ્લેચ્છો અને પોતા વચ્ચે એવું અંતર ઊભું કર્યું કે કદી આ જન્મમાં મ્લેચ્છોને તે અપનાવી શકે નહિ ! જો જેનધર્મ આવો જ રહેવાનો હોય અને તેને જ સમર્થન કરવાનું હોય તો ખુશીથી વૈદિક ધર્મથી પોતાને જુદો મનાવીને પણ તે એમ કરી શકે. આ બધું કહ્યા પછી હું એક વાત તો કહું જ છું કે હિંદુ મહાસભા કે બીજી તેવી ઘણી સંસ્થાઓ જે હિંદુ શબ્દને નામે બને તેટલા વધારે લોકોને પોતાના વાડામાં લઈ તેમનો સાથ મેળવી કાંઈ પણ કરવા માગે તેમાં હું કોઈ પણ જૈનને સભ્ય થવા સુધ્ધાંની સલાહ નથી આપતો. ફાળો આપવા તો નહિ જ, કેમકે આવી સંસ્થાઓ પહેલેથી જ ભોળા, અજ્ઞાની અને વાણિયાવૃત્તિવાળા લોકોની મદદ લઈ છેવટે બ્રાહ્મણો દ્વારા જ અને બ્રાહ્મણોના હિતમાં જ સંચાલિત થાય છે. એક વાર બ્રાહ્મણ સિવાયના બીજા વર્ગને હિંદુપણાનું ભૂત વળગ્યું, એનું અભિમાન પોષાયું એટલે એનો લાભ ભૂત વળગાડનાર વિદ્યાજીવી વર્ગ જ લે છે. તેથી જૈનોએ કહેવું જોઈએ કે અમે હિંદુ ધર્મ ને હિંદુ સમાજનું એક અંગ હોવા છતાં આવી સંસ્થાઓની જાતિવાદી નીતિમાં નથી માનતા, ઊલટું એની સામે છીએ. હિંદુ મહાસભા જેવી સંસ્થાઓમાં પહેલેથી જ મોવડી બ્રાહ્મણો અને તે પણ જાતિવાદી બ્રાહ્મણો રહ્યા છે. આપણે હિંદુ યુનિવર્સિટીને જોઈએ. એમાં ખરી રીતે હિંદુને નામે મળતા લાભોથી મુખ્યપણે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણધર્મ પોષાય તેમજ સંસ્કારાય છે. જો એની પાછળ બ્રાહ્મણવૃત્તિ ન હોત તો ડૉ. ભગવાનદાસ, નરેન્દ્રદેવજી, સંપૂર્ણાનંદજી જેવા ક્યારેક તો વાઇસચેન્સલર થયા જ હોત; અને એમણે બીજા કોઈ પણ કરતાં કદાચ વધારે સારું કામ કર્યું હોત. એટલે હું જૈનધર્મ માટે એટલું જ કહું છું કે તે પોતાને હિંદુ ધર્મના એક અંગ લેખે હિંદુ ધર્મ કે આર્યધર્મ કહે તોપણ છેવટે તેને વિવેક રાખવો જ જોઈએ કે ક્યાં તેણે પોતાનું વ્યક્તિત્વ સાચવવું અને દીપાવવું. Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજ: હિંદુ સમાજ - ૯૯ અત્યારે બધા જ રૂઢ જેનો ધાર્મિક બાબતો પરત્વે જે જે હિમાયત આગ્રહપૂર્વક કરે છે તે મોટે ભાગે બ્રાહ્મણધર્મ એક વૈદિક ધર્મની હિમાયત છે અને તમે સુધારકો જે જે સુધારાની વાત કરો છો તે બધી તેમને જૈન ધર્મ વિરુદ્ધ લાગે છે. એમ ન હોત તો હરિજન-મંદિર-પ્રવેશની સામે અત્રત્યાગની કાગારોળ ન થાત. અર્થાત્ હરિજનો જૈન મંદિરમાં પ્રવેશે તેની વિરુદ્ધ કોઈ અત્રત્યાગ કરે ત્યારે એને રૂઢ પક્ષ સત્કાર અને સુધારકો વગોવે, એવી સ્થિતિ ન આવત. એક વિચારવા જેવી નવી બાબત પણ કહું. હિંદુ સંસ્કૃતિના પ્રચારકો હિંદુ ધર્મ અને હિંદુ સમાજનો આશ્રય લઈ એવી કેટલીક બાબતોનો પ્રચાર હંમેશાં કરતા આવ્યા છે કે જે બાબતો હિંદુ સંસ્કૃતિના મોટા ભાગને માન્ય નથી. ઈતિહાસ અને તેના સિદ્ધાંતો પણ તેવી બાબતોથી વિરુદ્ધ છે. બ્રાહ્મણોનો જે બાબતો પર મુખ્ય ભાર છે તે વેદની મુખ્યતા, સંસ્કૃતનું શ્રેષ્ઠત્વ, પોતાનું ગુરુપદ અને જાતિમૂલક વર્ણવ્યવસ્થા. આ બાબતોનો વિરોધ બુદ્ધ-મહાવીર પહેલાંથી હજારો વર્ષ થયાં થતો આવ્યો છે. એ વિરોધમાં માત્ર જેનો જ ન હતા; દ્રવિડો, વૈષ્ણવો, શાક્તો, શૈવ, અવધૂત વેદાન્તીઓ અને બીજાં અનેક જૂથો બ્રાહ્મણીય સ્માર્ત માન્યતાઓનો વિરોધ કરતાં જ રહ્યા છે. વિરોધ કરનાર આટલા બધા પંથો અને બહુમતી છતાં બુદ્ધિપ્રાગભ્ય અને એકધારી વફાદારીને પરિણામે બ્રાહ્મણોએ વિરોધીઓ ઉપર ઊલટો પ્રભાવ પાડ્યો. એટલું જ નહિ, પણ ઘણા પંથોને બ્રાહ્મણાયમાન-વૈદિક બનાવી દીધા. અત્યારે એ જાણવું પણ અઘરું છે કે વૈષ્ણવો, શૈવો વગેરે આગમવાદીઓ બધા મૂળે વેદવિરોધી છે. હવે જેનોએ એ જોવું રહ્યું કે તેમના કેટલાક મૌલિક સિદ્ધાંતો, તેમના કોઈ પ્રયત્ન વિના, કેવા સફળ થયા છે ? દાખલા તરીકે લોકભાષાનો સિદ્ધાંત, આત્મૌપમ્ય અને માનવ-સમાનતાનો સિદ્ધાંત, અહિંસા અને અપરિગ્રહનો સિદ્ધાંત. અર્ધમાગધી કે પ્રાકૃત સંસ્કૃત પાસે નમતું આપ્યું પણ એની પાછળ લોકભાષાનો જે મુદ્દો હતો તે છેવટે મધ્યસ્થ સરકારે મોટી બહુમતીથી સત્કાર્યો અને હિંદીને રાષ્ટ્રભાષા માની. આ લોકભાષાના બુદ્ધ-મહાવીરના સિદ્ધાંતનો જ વિજય છે. અલબત્ત, એ જ રીતે અસ્પૃશ્યતાનિવારણનો પ્રયત્ન સફળ થયો છે, અને માનવસમાનતાનો સિદ્ધાંત વિજયી થયો છે. અસાંપ્રદાયિક રાજ્યકારભારની માન્યતા સ્વીકાર પામી એમાં આત્મૌપજ્યના સિદ્ધાંતનો પૂરો વિજય છે. અનેકાંતવાદનો વિજય નવા યુગમાં નવી રીતે થયો છે. જે વાત અસલમાં સત્ય હોય તે ક્યારેક ને ક્યારેક તો ફાવે જ છે. હવે જેનોએ આ વસ્તુ સમજી, હિંદુ ધર્મના અને હિંદુ સમાજના નામે થતી બ્રાહ્મણીય હિલચાલનો પૂર્ણ બળથી વિરોધ કરવા ખાતર, બીજા પોતાને પડખે રહી શકે એવા વૈષ્ણવ આદિ અનેક પંથોનાં બળ એકત્ર કરવાં જોઈએ અને જ્યાં જ્યાં વૈદિક કે બ્રાહ્મણીય હિલચાલ મૂળમાં અસત્ય અગર માનવતાઘાતક હોય ત્યાં ત્યાં બધાં Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સંગઠિત બળોએ તેનો સામનો કરી પુરુષાર્થ બતાવવો જોઈએ. હજી પણ સમજદાર જૈનો જ્ઞાન અને અસ્મિતાસંપન્ન થઈ, પૂરા ઐતિહાસિક જ્ઞાન અને વિવેક સાથે, તૈયાર થશે તો ઘણા દ્રાવિડ, વૈષ્ણવ, શૈવ, તાંત્રિક આદિ પંથોને અમુક વિષયમાં પોતાના સમાનતંત્રી બનાવી વિરોધમાં ફાવી શકશે. આમ કરવાને બદલે જેનો જુદા પડે તો જૈનોમાં પાછા ફિરકાઓ જુદા પડે. ફિરકાઓમાં સાધુઓ, ગચ્છો અને ગૃહસ્થો જુદા પડે. પરિણામે શૂન્યવાદ તેમની પાસે રહે – જેવો કે આજ સુધી રહ્યો છે. તેથી હિંદુ સંસ્કૃતિને નામે ચાલતા ધતિંગોને અટકાવવાની દૃષ્ટિએ પણ હિંદુના એક ભાગ તરીકે અને બીજા સમાન ભાગોના સાથીદાર કે મોવડી બનવાને નાતે પણ જૈનો પોતાને હિંદુથી જુદા ગણે એમાં મને સાર દેખાતો નથી. અત્યારે આટલું જ. લાંબું તો છે જ. આ પત્રનો ઉપયોગ યથેષ્ટ કરી શકો, પણ એમાં કાંઈ વિપર્યાસ ન થાય કે કોઈ ધર્મદ્વિષ, જાતિષસૂચક વાક્ય હોય તો તેનું પરિમાર્જન થાય એટલું ધ્યાનમાં રહે. ૧. પંડિત શ્રી મહેન્દ્રકુમારજી ન્યાયાચાર્ય ઉપર પત્ર; તા. ૧૮-૯-૪૯. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૭. જૈન ધર્મ – જૈન સમાજ: હિંદુ ધર્મ – હિંદુ સમાજ હિંદુ સમાજ અને હિંદુ ધર્મ એનો અર્થ વૈદિક સમાજ અને વૈદિક ધર્મમાં જો હોય તો જૈન સમાજ અને જૈન ધર્મ તેમાં સમાવેશ પામી શકે નહિ, પણ વસ્તુતઃ તેનો એવો અર્થ છે જ નહિ. ટૂંકી દૃષ્ટિવાળા અને અણસમજુ લોકો ભલે વ્યવહારમાં ક્યારેક ક્યારેક એવો અર્થ માની લે અને તેથી જૈન લોકો એ અર્થથી ભડકી પોતાને જુદા કહે, પણ તે કાંઈ વાસ્તવિક સ્થિતિ નથી. અણસમજ કે ભ્રમથી જે ધારણાઓ બંધાય છે કે પ્રચલિત થાય છે તેને આધારે વસ્તુસ્થિતિનું નિરૂપણ થઈ શકે નહિ. ત્યારે હિંદુ સમાજ અને હિંદુ ધર્મનો ખરો, ઇતિહાસસિદ્ધ, પરંપરાપ્રાપ્ત શો અર્થ છે એ તપાસવું રહ્યું. હિંદુ સમાજનો અર્થ એટલો જ છે કે હિંદુ ધર્મને અનુસરે તે હિંદુ સમાજ અને હિંદુ ધર્મ તે કે જેના સ્થાપક તેમજ મૂળ પુરુષો આ દેશમાં–હિંદમાં થયા હોય, જેનાં અસલી તીર્થસ્થાનો આ જ દેશમાં હોય અને જેનાં મૂળ શાસ્ત્રો તેમજ પ્રમાણભૂત શાસ્ત્રો દેશની જૂની કે પછીની કોઈ પણ સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, દ્રાવિડ આદિ ભાષાઓમાં લખાયાં તેમજ વિચારાયાં હોય, અને તે જ કારણે જે ધર્મ અને ઉક્ત ભાષાઓ પવિત્ર તેમજ સર્વશ્રેષ્ઠ માનવાની ફરજ પડતી હોય. આ દૃષ્ટિએ જોતાં વૈદિક પરંપરાના બધા જ ધર્મો, તેમજ અવૈદિક પરંપરાના એટલે કે શ્રમણ આદિ પરંપરાઓના બધા જ ધર્મો, જેના પ્રવર્તકો, તીર્થો અને શાસ્ત્રોનાં મૂળ આ દેશમાં જ છે તે બધા, હિંદુ ધર્મમાં જ આવી જાય છે. એટલે બૌદ્ધ અને જૈન ધર્મ પણ હિંદુ ધર્મનો એક પેટા ભેદ છે, જેવી રીતે વૈદિક ધર્મ. આ જ કારણથી જ્યારે શ્રી. આનંદશંકર ધ્રુવે હિંદુ ધર્મની બાળપોથી લખી ત્યારે વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે ધર્મો વિષે લખ્યું અને પછી હિંદુ વેદધર્મ એ નામનું સ્વતંત્ર પુસ્તક લખ્યું, જેમાં હિંદુ ધર્મની એક વેદ શાખાને લઈ ધર્મ નિરૂપ્યો. તેમનો વિચાર આ પછી હિંદુ બૌદ્ધ ધર્મ અને હિંદુ જેન ધર્મ એવા બે સ્વતંત્ર પુસ્તક લખવાનો હતો, જે અમલમાં આવી શક્યો નથી. ધ્રુવજીની દષ્ટિ બહુ વિચારપૂત છે. એને જેટલો ઇતિહાસનો આધાર છે તેટલો જ ધર્મની આંતરિક ને બાહ્ય બધી જ વસ્તુસ્થિતિનો પણ આધાર છે. તેથી હું આ જ અર્થ સ્વીકારું છું અને કોઈ પણ ખરો : Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ અભ્યાસી ભાગ્યે જ આથી જુદું કહેશે. જો જૈન ધર્મ એ વિશાળ હિંદુ ધર્મની એક શાખા કે ફાંટો જ છે તો પછી હિંદુ સમાજથી જૈન સમાજ જુદો છે એમ માનવાને કશો જ આધાર રહેતો નથી. ક્યારેક દેશના નામથી, ક્યારેક શાસ્ત્રના નામથી તો ક્યારેક ધર્મપ્રવર્તક પુરુષ કે તેના વિશેષ ગુણથી એમ અનેક રીતે એક સમાજથી બીજા સમાજનો ભેદ ઓળખવામાં આવે છે. હિંદુ સમાજ એ વ્યવહાર દેશસાપેક્ષ છે, જ્યારે વૈદિક, બૌદ્ધ કે જેને એ વ્યવહાર વસ્તુસાપેક્ષ છે. હિંદુ શબ્દ મૂળે તો સિંધુ નદીનો સૂચક છે. જે પરદેશી લોકો શરૂઆતમાં સિંધના પ્રદેશ સુધી આવ્યા તેમણે ત્યાં સુધીના કે તેની આસપાસના લોકોને પણ હિંદુ શબ્દથી વ્યવહાર્યા. જેમ બંગ લડે છે એ વાક્યમાં બંગ'નો અર્થ બંગવાસી છે તેમજ ‘હિંદુ એટલે અમુક પ્રદેશના નિવાસીઓ એ અર્થ પણ છે. આગળ જતાં દેશાંતરમાં એ જ હિંદુ શબ્દ વિશાળ અર્થમાં વ્યવહત થયો. મુસલમાનો સિંધુથી આગળ વધી શરૂઆતમાં દરિયા કિનારે કિનારે અને પછી અંદરના ભાગમાં જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમણે એ હિંદુ શબ્દ બધા જ પ્રદેશ માટે વાપર્યો અને આગળ જતાં અરબી-ફારસી સાહિત્યમાં હિંદુનો વિશાળ અર્થમાં ઉપયોગ થયો છે. આર્યાવર્તની સીમા પણ હંમેશાં એકસરખી નથી રહી. ક્યારેક અફઘાનીસ્તાનમાં પણ આર્યો હતા. મુસલમાનોએ એ દેશનો કબજો લીધો અને એ દેશ મુસ્લિમ થઈ ગયો; અને કાલની જ વાત છે કે જે સિંધુ ઉપરથી આપણે હિંદુ હોવાનો દાવો કરીએ છીએ તે સિંધુનો પ્રદેશ પણ હવે હિંદુસ્તાનમાં નથી. આ વસ્તુ એ સૂચવે છે કે નામ એ જ રહે છે, પણ એની અર્થમર્યાદા વધે અને ઘટે છે. હિંદુ શબ્દથી ઠેઠ પૂર્વમાં આસામ અને ઉત્તરમાં હિમાલય તેમજ દક્ષિણમાં કન્યાકુમારી એ બધો પ્રદેશ સમજાય છે; તે હિંદુસ્તાન પણ કહેવાય છે. આ પ્રદેશમાં જે ઋષિઓ અને ધર્મપ્રવર્તકો થયા, તેમણે શાસ્ત્રો લખ્યાં કે વિચાર્યા, જે તીર્થો બંધાયાં, તે બધાંને એક શબ્દમાં કહેવાં હોય તો “હિંદુ ધર્મ' શબ્દથી જ કહી શકાય. હા એ માટે – બીજો પ્રાચીન શબ્દ છે અને તે છે “આર્ય ધર્મ એ શબ્દ. હિંદુ ધર્મને અનુસરનારી સેંકડો જાતિઓ હતી અને છે. તેના પેટા ભેદો પણ તેટલા જ છે. તે બધા ભલે પોતાને જુદા જુદા નામથી ઓળખાવે; તેમ છતાં તે બધા જ મૂળે એક હિંદુ ધર્મના વર્તુળમાં આવે છે. અંદરોઅંદર તેમના આચાર કે વિચાર ગમે તેટલા ફંટાતા હોય તેમ છતાં તેમની અંદર એક અખંડ સંવાદિતાનો સૂર છે. તે સૂર તેમને ખ્રિસ્તી, ઇસ્લામ અને જરથોસ્તી ધર્મથી જુદા પાડે છે. આ જ કારણે જ્યારે આપણે હિંદુ ધર્મ કહીએ છીએ ત્યારે હિંદુસ્તાનમાં જ અત્યારે લાંબા કાળથી રહેલા ખ્રિસ્તી, ઇસ્લામ કે જરથોસ્તી ધર્મને જુદા સમજીએ છીએ. આ દેશની અનેક જાતિઓ ખ્રિસ્તી થઈ, મુસલમાન થઈ, પણ તેમનું મુખ આર્યાવર્તને તીર્થ માનવા તરફ કે આર્ય Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ – જૈન સમાજ: હિંદુ ધર્મ – હિંદુ સમાજ • ૧૦૩ ઋષિઓ અને શાસ્ત્રોને સત્કારવા તરફ છે જ નહિ. તે જ કારણે બધા હિંદુધર્મીઓ ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મથી ભડકે છે અને ખ્રિસ્તી ધર્મ તેમજ ઈસ્લામ ધર્મ પણ હિંદુ ધર્મને ભક્ષ્ય લેખે છે. આ કારણથી આમની વચ્ચે સર્પન્નકુળ જેવું સ્વાભાવિક વેરનું માનસ ઘડાયેલું છે. હવે સમાજની દૃષ્ટિએ વિચાર કરીએ. સમાજ અને ધર્મની મર્યાદા ક્યાંથી જુદી પડે છે એ એક પ્રશ્ન છે. મને લાગે છે કે જે જે આચાર અને વિચારમાત્ર ઐહિક જીવનમાં સમાતો હોય તે બધો સામાજિક વ્યવહારની મર્યાદામાં ગણાવી શકાય, અને જે આચાર કે વિચાર ઐહિક તેમજ પારલૌકિક હિતની દૃષ્ટિએ પ્રચલિત થયો હોય કે પળાતો હોય તે બધો ધાર્મિક મર્યાદામાં આવવો જોઈએ. સામાજિક વ્યવહારમાં જૈન સમાજને વૈદિક અને બૌદ્ધ સમાજ સાથે હંમેશાં નિકટનો સંબંધ રહ્યો છે; હજી પણ સાવ તૂટ્યો નથી. સામાજિક કાયદાઓ અને વારસાહક કાંઈ જૈન સમાજના જુદા નથી. જૈન ધર્મના કોઈ પણ પ્રવર્તકે પોતાને અનુસરનાર સમાજ માટે કોઈ પણ જાતના સામાજિક નિયમો ઘડ્યા જ નથી. વ્યવહારમાં જેમ બીજા પડોશીઓ રહેતા અને કરતા તેમ પોતાના અનુયાયીઓ ફાવે તેમ કરી લે એ જ ધર્મપ્રવર્તકોની દૃષ્ટિ હતી. તેમણે ધાર્મિક આચાર-વિચાર પૂરતું પોતાનું સ્વતંત્ર દૃષ્ટિબિંદુ સાચવવા અને સમજાવવા પ્રયત્ન કર્યો છે. પાછલી થોડીક શતાબ્દીઓમાં પંથની ધર્મદષ્ટિએ જૈન પરંપરા માટે સામાજિક વિધાનો સૂચવતા કેટલાક ગ્રંથો રચાયા છે, પણ વ્યવહારમાં તે વિધાનોનો અમલ ખરી રીતે છે જ નહિ. ખાનપાન, લગ્ન, વારસાહક એ બધું બીજા હિંદુઓથી જેનોનું કાંઈ જુદું નથી, અને કોઈ સહેજ ભેદ બતાવે તો તે આગંતુક અને પાછળનો છે. ધર્મની બાબતમાં જ્યાં સુધી સામાન્ય લોકધર્મ અને નીતિધર્મનો સંબંધ છે ત્યાં સુધી બધા જ સરખા છે. જ્યાંથી સાંપ્રદાયિક આચાર-વિચાર શરૂ થાય છે ત્યાંથી જ જુદાપણું શરૂ થાય છે. પણ આવું જુદાપણું તે જૈન જૈનમાં ક્યાં નથી ? વૈદિક પરંપરાઓમાં આવી જુદાઈનો કયાં અંત છે? તેથી મારી દૃષ્ટિએ હિંદુ ધર્મનો વિશાળ અર્થ સમજવા અને સમજાવવાનો આગ્રહ સેવવો અને સાથે સાથે હિંદુ ધર્મના જ એક ભાગ લેખે જૈન ધર્મને ગણવો એ જ સાચો રસ્તો છે. જો જૈન ધર્મ હિંદુ ધર્મનો એક ભાગ છે તો પછી જૈન સમાજ હિંદુ સમાજથી જુદો નથી જ, એ ઉપરનું વિધાન ફરીથી કરવાપણું રહેતું નથી. પહેલાં કયારેય બીજા હિંદુઓએ જેનોને અહિંદુ કહ્યા હોય તો તે હું નથી જાણતો, અને જેનોએ પણ પોતાને અહિંદુ તરીકે પ્રથમ ગણાવ્યા હોય તો એ વાત પણ અજ્ઞાત છે. અત્યારે હિંદુ સમાજ અને હિંદુ ધર્મથી જુદા રહેવાની ભાવના દેખાય છે તે નવી જ છે અને તેનું મૂળ કેટલાક નવા ઘડાતા કાયદાઓને લીધે પોતાની ચાલુ રૂઢિઓ પર તરાપ પડવાના ભયમાં રહેલું છે. માની લઈએ કે જેનો પોતાને જુદા ગણાવવાનો આગ્રહ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ રાખે અને પોતાને અનિષ્ટ હોય એવા કાયદાના ફેરફારોથી બચી જાય, તો પણ લાંબી નજરે આ વસ્તુ જેનોના પોતાના જ ગેરલાભમાં છે. નજીવા કાલ્પનિક લાભ માટે તેમણે અનેક સ્થાયી લાભો ગુમાવવા પડશે અને તે એવી એક લઘુમતી થઈ જશે કે જેને હંમેશાં ઓશિયાળા રહેવું પડશે. હવે કાંઈ પરરાજ્યનો અમલ નથી કે જે લઘુમતીને પંપાળે અને વિશેષ અધિકાર આપે. હું પોતે ઉપરના વિચાર ધરાવતો હોવા છતાં હિંદુ મહાસભાના સભ્યપદની કોઈ પણ જૈન ઈચ્છા રાખે અગર તેનો સભ્ય બને એની સાવ વિરુદ્ધ છું. એનું કારણ એ છે કે હિંદુ મહાસભાના મૂળમાં જાતિની ઊંચનીચ ભાવના જ રાજકારણના રૂપમાં કામ કરી રહી છે. હિંદુ મહાસભાનો જય એટલે બ્રાહ્મણનો જય, એટલે વર્ણભેદ તેમજ ઊંચનીચ ભાવનાનો જય અને છેવટે બ્રાહ્મણના સત્તાશાહી ગુરુપદનો જય. આ વસ્તુ મૂળે જ શ્રમણ ભાવનાથી અને જૈન ભાવનાથી સાવ વિરુદ્ધ છે; અત્યારની વિકસતી માનવતાની દૃષ્ટિએ પણ વિરુદ્ધ છે. એટલે હું જ્યારે જૈનોને હિંદુ માનવા-મનાવવાની વાત કરું છું ત્યારે હિંદુ મહાસભા સાથે કશો જ સંબંધ ન રાખવા પણ કહું છું. પ્રસંગે એક વાત યાદ આવે છે. હિંદુ યુનિવર્સિટીની હિલચાલ શરૂ થઈ અને બધા જ હિંદુ ધર્મીઓ હિંદ યુનિવર્સિટીમાં પ્રતિનિધિત્વ ધરાવે એ વિચાર આગળ આવ્યો ત્યારે જૈનો, શીખો અને બૌદ્ધો કોઈ પાછળ ન રહ્યા. બધાએ જ પોતાને હિંદુ માની હિંદુ સમાજના એક ભાગ લેખે એ હિલચાલને વધાવી લીધી. હવે જ્યારે જ્યારે હિંદુ ધર્મ કે હિંદુ સમાજને કોઈ પણ જાતની મદદ યા કોઈ પણ જાતના કાયદાનો લાભ સરકાર આપશે ત્યારે સહેજે જ જૈનો એના ભાગીદાર થશે. એમને પછી માગણીનો જુદો ચોકો કરવાની જરૂર નહિ રહે. તેંદુલકર કમિટી સામે કોઈએ એવો વિચાર રજૂ કર્યાનું મને ઝાંખું સ્મરણ છે કે જૈનો સમાજદષ્ટિએ હિંદુ સમાજથી જુદા નથી, પણ ધર્મદષ્ટિએ હિંદુ ધર્મથી તેઓ જુદા છે. જો મારું સ્મરણ સાચું હોય તો આ પ્રસંગે મારે એ કહેવું જોઈએ કે તે કથન સાવ ખોટું છે. જૈન ધર્મ બીજા હિંદુ ધર્મથી એટલો બધો મૂળ રૂપમાં અભિન્ન છે કે એમ જ કહેવું જોઈએ કે ખરી રીતે જૈન ધર્મ હિંદુ ધર્મથી અભિન્ન છે. જૈન ધર્મનો મૂળ આધાર આત્મતત્ત્વની માન્યતા, મોક્ષરૂપ અંતિમ પુરુષાર્થ અને તેને લક્ષીને યોગાવલંબી જીવનચર્યા – આ જ છે. આ વસ્તુ હિંદુ ધર્મની બધી શાખાઓમાં લગભગ એક જેવી જ છે. જે કાંઈ પરિભાષાનો, વર્ગીકરણનો અને કયાંક કયાંક કલ્પનાનો ભેદ છે તે તો જૈન ધર્મના અનેક ફિરકાઓ વચ્ચે પણ ક્યાં રહી નથી? એવા ભેદને લીધે એ ધર્મ બીજા ધર્મથી સાવ ભિન્ન છે એમ કહેવું એ ધર્મના રહસ્યને ન સમજવા બરાબર છે. જ્યારથી આવી ભેદદૃષ્ટિ પરંપરાઓમાં દાખલ થઈ ત્યારથી કેટલીક વિકૃતિઓ Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ – જૈન સમાજ: હિંદુ ધર્મ – હિંદુ સમાજ • ૧૦૫ વારંવાર સમાજ સામે ઉપદેશકો દ્વારા રજૂ થાય છે અને સમાજ ગેરસમજની ઘરેડમાં વધારે ને વધારે ઘસડાતો જાય છે. તેથી એ નથી સમજી શકતો કે જે રામ અને કૃષ્ણ વૈદિક પુરાણ ધર્મના માન્ય દેવો છે તે જૈન પરંપરામાં શા માટે આવ્યા અને એ જ રીતે ઋષભદેવ જૈન પરંપરાના માન્ય છે તે પુરાણ-સાહિત્યમાં કેમ નિર્દેશાવેલા છે? ક્યારેક હરિભદ્ર અને યશોવિજયજી જેવા આ વસ્તુ પામી ગયા અને તેમણે પોતાના છેલ્લા સાહિત્યમાં આવી અભેદ ધર્મદષ્ટિને સ્પષ્ટ કરી છે. તેથી ધર્મની દૃષ્ટિએ જૈન ધર્મ હિંદુ ધર્મથી જુદો છે એ વિચાર પણ વજૂદ વિનાનો છે. - પ્રબુદ્ધ જૈન, ૧૫-૧-૪૯, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૮. પુણ્ય અને પાપ ઃ એક સમીક્ષા [તા. ૧૫-૩-’૪૭ના પ્રબુદ્ધ જૈનમાં પ્રસિદ્ધ થયેલ સદ્ગત ડૉ. વ્રજલાલ મેઘાણીના લેખ પાપની આત્મકથા’ ઉપ૨ની નોંધ.] આખા લેખનો ઉદ્દેશ વિવેક અને સમત્વબુદ્ધિ જાગ્રત ક૨વાનો છે. દૃષ્ટિબિંદુ તદ્દન ચોખ્ખું અને પરિમાર્જિત છે. એ દૃષ્ટિબિંદુની પુષ્ટિ અને સિદ્ધિ અર્થે તેમણે પાપના મુખથી ભૂતકાળ વર્ણવ્યો છે. આ વર્ણનમાં ડૉ. મેઘાણીએ આધુનિક સમાજશાસ્ત્ર, પ્રાચીન– વૈદિક તેમજ જૈન આદિ પૌરાણિક કલ્પનાઓ કે માન્યતાઓ, રાજ્યતંત્રશાસ્ત્ર અને શાસનપદ્ધતિનો વિકાસ, વર્ણવ્યવસ્થાનો ઇતિહાસ, વૈજ્ઞાનિક પ્રગતિ અને ધાર્મિક બંધારણોવાળું સાહિત્ય વગેરે અનેક વિષયોનું કરાયેલ આકલન કળામય રીતે પૂર્વભૂમિકારૂપે ચિત્રિત કર્યું છે. એમાં અત્યુક્તિ જેવું કશું છે જ નહિ. બહુ ઉઠાવદાર અને લક્ષ્યસાધક જોમ એમના લખાણમાં દીસે છે. કોઈ અત્યારનો ઐતિહાસિક ઇચ્છે તો એમનાં બધાં વિધાનો અને વાકયોને અવતરણો શોધી શોધીને ટેકવી શકે. આવું બહુવ્યાપી લખાણ લાંબા કાળના વિસ્તૃત વાચન અને સૂક્ષ્મ મનનનું જ પરિણામ છે. પ્રસ્તુત લેખમાં માનવજીવનગત સ૨ળતા, જટિલતા અને તેમાંથી ઉદ્દભવતી સમસ્યાઓના ઉકેલ તરફ તેમણે કળામય રીતે આંગળી ચીંધી છે. એટલું ખરું કે પુણ્ય, પાપ અને ધર્મની વ્યાખ્યાઓ સ્થૂળ ભૂમિકામાં અમુક હોય છે, જ્યારે સૂક્ષ્મ ભૂમિકામાં તેમની તાત્ત્વિક વ્યાખ્યાઓ બીજી જ હોય છે; એટલે હંમેશા સ્થૂળ ભૂમિકા ઉપર ઊભા રહેલાઓ તાત્ત્વિકદર્શી લેખકની સામે પડવાના જ. પુણ્ય-પાપ વિષે બદલાતી ધારણાઓનો એક રમૂજી દાખલો ટાંકવાનો લોભ થઈ આવે છે. પૈસો અને સ્ત્રી પુણ્યનાં ફળ લેખાય છે. વધારે પૈસો હોય તો વધારે પુણ્યવાન, એ માન્યતા આજે પણ છે જ. એ પણ મનાતું કે વધારે સ્ત્રીવાળો મોટો ભાગ્યશાળી. આ માન્યતા માત્ર કથાઓમાં જ નહોતી, જીવનમાં પણ કામ કરતી. ચક્રવર્તી અને વાસુદેવની શહેર વસાવાય એટલી મોટી પત્નીસંખ્યા પુણ્યની દલીલના આધારે જ સમર્થન પામી છે, અને બીજી રીતે આજ લગી પોષાતી પણ આવી છે. પુણ્યના ફળ તરીકે નારીપરિવાર લેખાય, તો એ જ દલીલથી એમ પણ કેમ ન કલ્પવું જોઈએ કે વધારે પુણ્યશાળી નારી તે જ હોઈ શકે કે જેણે ઇચ્છાથી વધારે પતિઓ ક્રમે કે એકસાથે જ Page #134 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય અને પાપઃ એક સમીક્ષા • ૧૦૭ ધરાવ્યા હોય? સામાન્ય નારી કરતાં પાંચ પતિવાળી દ્રૌપદી, ઉપરની દલીલ પ્રમાણે, વધારે પુણ્યશાળી ગણાવી જોઈએ. પણ અહીં જ પુણ્યની વ્યાખ્યા લોકો જુદી કરે છે. એ એ વાતનું સૂચન છે કે જે કાળે જે સમાજમાં જે વસ્તુ પ્રતિષ્ઠા પામતી હોય તે કાળે તે સમાજમાં તે જ વસ્તુ સાધારણ લોકો પુણ્યનું ફળ માની લે છે. વ્યાવહારિક અને તાત્ત્વિક ધર્મ–અધર્મનો ભેદ જેટલા અંશે વધારે સ્પષ્ટ સમજાય તેટલા અંશે લોકમાનસનો વિકાસ છે, એમ સમજવું જોઈએ. ભાઈ મેઘાણીનું લખાણ આવો વિકાસ સાધવાની દૃષ્ટિએ લખાયું છે. – પ્રબુદ્ધ જૈન, ૧૫-૩-૪૭. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૯. શાસ્ત્રમયદા શાસ્ત્ર એટલે શું? જે શિક્ષણ આપે એટલે કે જે કોઈ વિષયની માહિતી અને અનુભવ આપે છે, તે વિષયનું શાસ્ત્ર. માહિતી અને અનુભવ જેટજેટલા પ્રમાણમાં ઊંડા તથા વિશાળ તેટતેટલા પ્રમાણમાં તે શાસ્ત્ર તે વિષય પરત્વે વધારે મહત્ત્વનું. આમ મહત્ત્વનો આધાર ઊંડાણ અને વિશાળતા પર હોવા છતાં તે શાસ્ત્રની પ્રતિષ્ઠાનો આધાર તો તેની યથાર્થતા ઉપર જ છે. અમુક શાસ્ત્રમાં માહિતી ખૂબ હોય, ઊંડી હોય, અનુભવ વિશાળ હોય છતાં તેમાં જો દષ્ટિદોષ કે બીજી ભ્રાંતિ હોય તો તે શાસ્ત્ર કરતાં તે જ વિષયનું. થોડી પણ યથાર્થ માહિતી આપનાર અને સત્ય અનુભવ પ્રકટ કરનાર, બીજું શાસ્ત્ર વધારે મહત્ત્વનું છે, અને તેની જ ખરી પ્રતિષ્ઠા બંધાય છે. શાસ્ત્ર શબ્દમાં શાસ્ અને ત્ર એવા બે શબ્દો છે. શબ્દોમાંથી અર્થ ઘટાવવાની અતિજૂની રીતનો આગ્રહ છોડવો ન જ હોય તો એમ કહેવું જોઈએ કે શાસ્ એ શબ્દ માહિતી અને અનુભવ પૂરા પાડવાનો ભાવ સૂચવે છે, અને શબ્દ ત્રાણશક્તિનો ભાવ સૂચવે છે. શાસ્ત્રની ત્રાણશક્તિ એટલે આડે રસ્તે જતાં અટકાવી માણસને બચાવી લેવો અને તેની શક્તિને સાચે રસ્તે દોરવી. આવી ત્રાણશક્તિ માહિતી કે અનુભવની વિશાળતા ઉપર અગર તો ઊંડાણ ઉપર અવલંબિત નથી, પણ એ માત્ર સત્ય ઉપર અવલંબિત છે. તેથી એકંદર રીતે વિચારતાં ચોખ્ખું એ ફલિત થાય છે કે જે કોઈ પણ વિષયની સાચી માહિતી અને સાચો અનુભવ પૂરો પાડે તે જ શાસ્ત્ર કહેવાવું જોઈએ. આવું શાસ્ત્ર તે કર્યું? ઉપર કહેલ વ્યાખ્યા પ્રમાણે તો કોઈને શાસ્ત્ર કહેવું એ જ મુશ્કેલ છે, કારણ કે, કોઈ પણ એક શાસ્ત્ર અત્યાર સુધીની દુનિયામાં એવું નથી જખ્યું કે જેની માહિતી અને અનુભવ કોઈ પણ રીતે ફેરફાર પામે તેવાં ન જ હોય કે જેની વિરુદ્ધ કોઈને કદીયે કહેવાનો પ્રસંગ જ ન આવે. ત્યારે ઉપરની વ્યાખ્યા પ્રમાણે જેને શાસ્ત્ર કહી શકાય એવું કંઈ પણ છે કે નહિ? – એ જ સવાલ થાય છે. આનો ઉત્તર સરળ પણ છે અને કઠણ પણ છે. જો ઉત્તરની પાછળ રહેલ વિચારમાં બંધન, ભય કે લાલચ ન Page #136 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમયદા - ૧૦૯ હોય તો ઉત્તર સરળ છે. અને જો તે હોય તો ઉત્તર કઠણ પણ છે. વાત એવી છે કે માણસનો સ્વભાવ જિજ્ઞાસુ પણ છે અને શ્રદ્ધાળુ પણ છે. જિજ્ઞાસા એને વિશાળતામાં લઈ જાય છે અને શ્રદ્ધા એને મકક્મપણું અર્પે છે. જિજ્ઞાસા અને શ્રદ્ધાની સાથે જો કોઈ આસુરી વૃત્તિ ભળી જાય તો તે માણસને મર્યાદિત ક્ષેત્રમાં બાંધી રાખી તેમાં જ સત્ય–નહિ નહિ, પૂર્ણ સત્ય–જોવાની ફરજ પાડે છે. આનું પરિણામ એ આવે છે કે માણસ કોઈ એક જ વાકય અગર કોઈ એક જ ગ્રંથને અગર કોઈ એક જ પરંપરાના ગ્રંથસમૂહને છેવટનું શાસ્ત્ર માની લે છે અને તેમાં જ પૂર્ણ સત્ય છે, એવી માન્યતા ધરાવતો થઈ જાય છે. આમ થવાથી માણસ માણસ વચ્ચે, સમૂહ સમૂહ વચ્ચે અને સંપ્રદાય સંપ્રદાય વચ્ચે શાસ્ત્રની સત્યતા–અસત્યતાની બાબતમાં અગર તો શાસ્ત્રની શ્રેષ્ઠતાના તરતમભાવની બાબતમાં મોટો વિખવાદ શરૂ થાય છે. દરેક જણ પોતે માનેલ શાસ્ત્ર સિવાયનાં બીજાં શાસ્ત્રોને ખોટાં અગર અપૂર્ણ સત્ય જણાવનારાં કહેવા માંડે છે અને તેમ કરી સામા પ્રતિસ્પર્ધીને પોતાનાં શાસ્ત્ર વિષે તેમ કહેવાને જાણે-અજાણે નોતરે છે. આ તોફાની વાતાવરણમાં અને સાંકડી મનોવૃત્તિમાં એ તો વિચારવું જ રહી જાય છે કે ત્યારે શું બધાં જ શાસ્ત્રો ખોટાં કે બધાં જ શાસ્ત્રો સાચાં કે બધાં જ કાંઈ નહિ. . આ થઈ ઉત્તર આપવાની કઠિણાઈની બાજુ. પરંતુ જ્યારે આપણે ભય, લાલચ અને સંકુચિતતાના બંધનકારક વાતાવરણમાંથી છૂટા થઈ વિચારીએ ત્યારે ઉક્ત પ્રશ્નનો નિવેડો સહેલાઈથી આવી જાય છે; અને એ છે કે સત્ય એક ને અખંડ હોવા છતાં તેનો આવિર્ભાવ (તેનું ભાન) કાળક્રમથી અને પ્રકારભેદથી થાય છે. સત્યનું ભાન જો કાળક્રમ વિના અને પ્રકારભેદ વિના થઈ શકતું હોય તો અત્યાર અગાઉ ક્યારનુંયે સત્યશોધનનું કામ પતી ગયું હોત, અને એ દિશામાં કોઈને કાંઈ કહેવાપણું કે કરવાપણું ભાગ્યે જ રહ્યું હોત. સત્યનો આવિર્ભાવ કરનારા જે જે મહાન પુરુષો પૃથ્વીના પટ ઉપર થઈ ગયા છે તેમને પણ તેમના પહેલાં થઈ ગયેલા અમુક સત્યશોધકોની શોધનો વારસો મળેલો જ હતો. એવો કોઈ પણ મહાન પુરુષ તમે બતાવી શકશો કે જેને પોતાની સત્યની શોધમાં અને સત્યના આવિર્ભાવમાં પોતાના પૂર્વવર્તી અને સમસમયવર્તી બીજા તેવા શોધકની શોધનો થોડો પણ વારસો ન જ મળ્યો હોય, અને માત્ર તેણે જ એકાએક અપૂર્વપણે તે સત્ય પ્રકટાવ્યું હોય? આપણે સહેજ પણ વિચારીશું તો માલુમ પડશે કે કોઈ પણ સત્યશોધક અગર શાસ્ત્રપ્રણેતા પોતાને મળેલા વારસાની ભૂમિકા ઉપર ઊભો રહીને જ, પોતાની દષ્ટિ પ્રમાણે અગર તો પોતાની પરિસ્થિતિને બંધબેસે એવી રીતે. સત્યનો આવિર્ભાવ કરવા મથે છે, અને તેમ કરી સત્યના આવિર્ભાવને વિક્સાવે છે. આ વિચારસરણી જો ફેંકી દેવા જેવી ન હોય તો એમ કહેવું જોઈએ કે કોઈ પણ એક વિષયનું શાસ્ત્ર એટલે તે વિષયમાં શોધ ચલાવેલ, શોધ ચલાવતા કે શોધ ચલાવનાર Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વ્યક્તિઓની ક્રમિક અને પ્રકારભેદવાળી પ્રતીતિઓનો સરવાળો. આ પ્રતીતિઓ જે સંયોગોમાં અને જે ક્રમે જન્મી હોય ને સંયોગો પ્રમાણે તે જ ક્રમે ગોઠવી લઈએ તો એ તે વિષયનું સળંગ શાસ્ત્ર બને અને એ બધી જ વૈકાલિક પ્રતીતિઓ કે આવિર્ભાવોમાંથી છૂટા છૂટા મણકા લઈ લઈએ તો તે અખંડ શાસ્ત્ર ન કહેવાય. છતાં તેને શાસ્ત્ર કહેવું હોય તો એટલા જ અર્થમાં કહેવું જોઈએ કે તે પ્રતીતિનો મણકો પણ એક અખંડ શાસ્ત્રનો અંશ છે, પણ એવા કોઈ અંશને જો સંપૂર્ણતાનું નામ આપવામાં આવે તો તે ખોટું જ છે. જો આ મુદ્દામાં વાંધો લેવા જેવું ન હોય – હું તો નથી જ લેતો – તો આપણે નિખાલસ દિલથી કબૂલ કરવું જોઈએ કે માત્ર વેદ, માત્ર ઉપનિષદો, માત્ર જૈન આગમો, માત્ર બૌદ્ધ પિટકો, માત્ર અવેસ્તા, માત્ર બાઇબલ, માત્ર પુરાણ, માત્ર કુરાન કે માત્ર તે તે સ્મૃતિઓ એ પોતપોતાના વિષય પરત્વે એકલાં જ અને સંપૂર્ણ શાસ્ત્ર નથી; પણ એ બધાં જ આધ્યાત્મિક વિષય પરત્વે, ભૌતિક વિષય પરત્વે, અગર તો સામાજિક વિષય પરત્વે એક અખંડ સૈકાલિક શાસ્ત્રનાં ક્રમિક તેમજ પ્રકારભેદવાળા સત્યના આવિર્ભાવનાં સૂચક અથવા તો અખંડ સત્યની દેશ, કાળ અને પ્રકૃતિભેદ પ્રમાણે જુદી જુદી બાજુઓ રજૂ કરતાં મણકા-શાસ્ત્રો છે. આ વાત કોઈ પણ વિષયના ઐતિહાસિક અને તુલનાત્મક અભ્યાસીને સમજવી તદ્દન સહેલી છે. જો આ સમજ આપણા મનમાં ઊતરે – અને ઉતારવાની જરૂર તો છે જ – તો આપણે પોતાની વાતને વળગી રહેવા છતાં બીજાને અન્યાય કરતા બચી જઈએ, અને તેમ કરી બીજાને પણ અન્યાયમાં ઊતરવાની પરિસ્થિતિથી બચાવી લઈએ. પોતાના માની લીધેલ સત્યને બરાબર વફાદાર રહેવા માટે જરૂરનું એ છે કે તેની કિંમત હોય તેથી વધારે આંકી અંધશ્રદ્ધા ન ખીલવવી અને ઓછી આંકી નાસ્તિકતા ન દાખવવી. આમ કરવામાં આવે તો જણાયા વિના ન જ રહે કે અમુક વિષય પરત્વેના સત્યશોધકોનાં મંથનો કાં તો બધાં જ શાસ્ત્રો છે, કાં તો બધાં જ અશાસ્ત્રો છે, અને કાં તો એ કાંઈ જ નથી. દેશ, કાળ અને સંયોગથી પરિમિત સત્યના આવિર્ભાવની દષ્ટિએ એ બધાં જ શાસ્ત્રો છે. સત્યના સંપૂર્ણ અને નિરપેક્ષ આવિર્ભાવની દષ્ટિએ એ અશાસ્ત્રો છે, શાસ્ત્રયોગની પાર ગયેલ સામર્થ્યયોગની દૃષ્ટિએ એ બધાં શાસ્ત્ર કે અશાસ્ત્ર કાંઈ નથી. માની લીધેલ સાંપ્રદાયિક શાસ્ત્ર વિશેનું મિથ્યા અભિમાન ગાળવા માટે આટલી જ સમજ બસ છે. જો મિથ્યા અભિમાન ગળે તો મોહનું બંધન ટળતાં જ બધા મહાન પુરુષોનાં ખંડ સત્યોમાં અખંડ સત્યનું દર્શન થાય અને બધી જ વિચારસરણીની નદીઓ પોતપોતાની ઢબે એક જ મહાસત્યના સમુદ્રમાં મળે છે એવી પ્રતીતિ થાય. આ પ્રતીતિ કરાવવી એ જ શાસ્ત્રરચનાનો પ્રધાન ઉદ્દેશ છે. સર્જકો અને રક્ષકો શાસ્ત્ર કેટલાકને હાથે સરજાય છે અને કેટલાકને હાથે સચવાય છે – રક્ષાય છે, અને બીજા કેટલાકને હાથે સચવાવા ઉપરાંત તેમાં ઉમેરણ પણ થાય છે. રક્ષકો, Page #138 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા • ૧૧૧ સુધારકો અને પુરવણીકારો કરતાં સર્જકો હંમેશાં જ ઓછા હોય છે. સર્જકોમાં પણ બધા સમાન જ કોટિના હોય એમ ધારવું એ મનુષ્યપ્રકૃતિનું અજ્ઞાન છે. રક્ષકોના મુખ્ય બે ભાગ પડે છે : પહેલો ભાગ સર્જકની કૃતિને આજન્મ વફાદાર રહી તેનો આશય સમજવાની, તેને સ્પષ્ટ કરવાની અને તેનો પ્રચાર કરવાની કોશિશ કરે છે. તે એટલા બધા ભક્તિસંપન્ન હોય છે કે તેને મન પોતાના પૂજ્ય અષ્ટાના અનુભવમાં કાંઈ જ સુધારવા જેવું કે ફેરફાર કરવા જેવું નથી લાગતું. તેથી તે પોતાના સટ્ટાનાં વાક્યોને અક્ષરશઃ વળગી તેમાંથી જ બધું ફલિત કરવાનો પ્રયત્ન કરે છે, અને દુનિયા તરફ જોવાની બીજી આંખ બંધ કરી દે છે. જ્યારે રક્ષકોનો બીજો ભાગ ભક્તિસંપન્ન હોવા ઉપરાંત દષ્ટિસંપન્ન પણ હોય છે. તેથી તે પોતાના પૂજ્ય અષ્ટાની કૃતિને અનુસરવા છતાં તેને અક્ષરશઃ વળગી રહેતો નથી. ઊલટું, તેમાં તે જે જે ઊણપો જુએ છે, અગર પુરવણીની આવશ્યકતા સમજે છે, તેને પોતાની શક્તિ પ્રમાણે દૂર કરી કે પૂર્ણ કરીને જ તે શાસ્ત્રનો પ્રચાર કરે છે. આ રીતે જ રક્ષકોના પહેલા ભાગ દ્વારા શાસ્ત્રો પ્રમાર્જન તેમજ પુરવણી ન પામવા છતાં એકદેશીય ઊંડાણ કેળવે છે અને રક્ષકોના બીજા ભાગ દ્વારા એ શાસ્ત્રો પ્રમાર્જન તેમજ પુરવણી મેળવવાને લીધે વિશાળતા પામે છે. કોઈ પણ અષ્ટાના શાસ્ત્રસાહિત્યનો ઇતિહાસ તપાસીશું તો ઉપરની વાતની ખાતરી થયા વિના નહિ રહે. અહીં દાખલા તરીકે આર્યઋષિઓના અમુક વેદભાગોને મૂળ સર્જન માની પ્રસ્તુત વસ્તુ સમજાવવી હોય તો એમ કહી શકાય કે મંત્રવેદનો બ્રાહ્મણભાગ અને જૈમિનીયની મીમાંસા એ પ્રથમ પ્રકારના રક્ષકો છે, અને ઉપનિષદો, જૈન આગમો, બૌદ્ધ પિટકો, ગીતા, સ્મૃતિ, અને બીજા તેવા ગ્રંથો એ બીજા પ્રકારના રક્ષકો છે; કારણ કે, બ્રાહ્મણગ્રંથોને અને પૂર્વમીમાંસાને મંત્રવેદમાં ચાલી આવતી ભાવનાઓની વ્યવસ્થા જ કરવાની છે, તેના પ્રામાણ્યને વધારે મજબૂત કરી લોકોની તે ઉપરની શ્રદ્ધાને સાચવવાની જ છે. કોઈ પણ રીતે મંત્રવેદનું પ્રામાણ્ય સચવાઈ રહે એ એક જ ચિંતા બ્રાહ્મણકારો અને મીમાંસકોની છે. તે કટ્ટર રક્ષકોને મંત્રવેદમાં ઉમેરવા જેવું કાંઈ જ દેખાતું નથી; ઊલટું, ઉમેરવાનો વિચાર જ તેમને ગભરાવી મૂકે છે. જ્યારે ઉપનિષદકારો, આગમકારો, પિટકકારો વગેરે મંત્રવેદમાંથી મળેલા વારસાને પ્રમાર્જન કરવા જેવો, ઉમેરવા જેવો અને વિકસાવવા જેવો લેખે છે. આવી સ્થિતિમાં એક જ વારસાને મેળવનાર જુદા જુદા સમયના અને સમસમયના પ્રકૃતિભેટવાળા માણસોમાં પક્ષાપક્ષી પડી જાય છે, અને કિલ્લેબંધી ઊભી થાય છે. નવા અને જૂના વચ્ચે દ્વન્દ્ર : ઉપરની સ્લેિબંધીમાંથી સંપ્રદાય જન્મે છે અને એકબીજા વચ્ચે વિચારનો સંઘર્ષ ખૂબ જામે છે. દેખીતી રીતે એ સંઘર્ષ અનર્થકારી લાગે છે, પણ એ સંઘર્ષને પરિણામે જ સત્યનો આવિર્ભાવ આગળ વધે છે. કોઈ પુષ્ટ વિચારક કે સમર્થ અષ્ટા એ જ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સંઘર્ષમાંથી જન્મ લે છે, અને તે ચાલ્યા આવતાં શાસ્ત્રીય સત્યોમાં અને શાસ્ત્રીય ભાવનાઓમાં નવું પગલું ભરે છે. આ નવું પગલું પહેલાં તો લોકોને ચમકાવી મૂકે છે, અને બધા જ લોકો કે લોકોનો મોટો ભાગ રૂઢ અને શ્રદ્ધાસ્પદ શબ્દો તેમજ ભાવનાઓના હથિયાર વડે એ નવા વિચારક કે સર્જકનું માથું ફોડવા તૈયાર થાય છે. એક બાજુએ વિરોધીઓની પલટણ અને બીજી બાજુ નવો આગન્તુક એકલો. વિરોધીઓ એને કહે છે કે તું જે કહેવા માગે છે, જે વિચાર દર્શાવે છે તે આ જૂના ઈશ્વરીય શાસ્ત્રમાં ક્યાં છે?” વળી તે બિચારા કહે છે કે જૂનાં ઈશ્વરીય શાસ્ત્રોના શબ્દો તો ઊલટું તારા નવા વિચારની વિરુદ્ધ જ જાય છે. આ બિચારા શ્રદ્ધાળુ છતાં એક આંખવાળા વિરોધીઓને પેલો આગંતુક કે વિચારક સ્રષ્ટા તેમના જ સંકુચિત શબ્દોમાંથી પોતાની વિચારણા અને ભાવના કાઢી બતાવે છે. આ રીતે નવા વિચારક અને અષ્ટા દ્વારા એક વખતના જૂના શબ્દો અર્થદષ્ટિએ વિકસે છે અને નવી વિચારણા અને ભાવનાનો નવો થર આવે છે અને વળી એ નવો થર વખત જતાં જૂનો થઈ જ્યારે બહુ ઉપયોગી નથી રહેતા, અગર ઊલટો બાધક થાય છે, ત્યારે વળી નવા જ અષ્ટાઓ અને વિચારકો પ્રથમના થર ઉપર ચઢેલી એક વાર નવી અને હમણાં જૂની થઈ ગયેલી વિચારણા અને ભાવનાઓ ઉપર નવો થર ચઢાવે છે. આ રીતે પરાપૂર્વથી ઘણી વાર એક જ શબ્દના ખોખામાં અનેક વિચારણાઓ અને ભાવનાઓના થર આપણે શાસ્ત્રમાર્ગમાં જોઈ શકીએ છીએ. નવા થરના પ્રવાહને જૂના થરની જગ્યા લેવા માટે જો સ્વતંત્ર શબ્દ સરજવા પડતા હોત અને અનુયાયીઓનું ક્ષેત્ર પણ જુદું જ મળતું હોત તો તો જૂના અને નવા વચ્ચે ઠંદ્ધવિરોધ)ને કદી જ અવકાશ ન રહેત; પણ કુદરતનો આભાર માનવો જોઈએ કે તેણે શબ્દ અને અનુયાયીઓનું ક્ષેત્ર છેક જ જુદું નથી રાખ્યું. તેથી જૂના લોકોની મક્કમતા અને નવા આગંતુકની દૃઢતા વચ્ચે વિરોધ જામે છે અને કાળક્રમે એ વિરોધ વિકાસનું જ રૂપ પકડે છે. જેમ કે બૌદ્ધ મૂળ શાસ્ત્રોને લઈ વિચારીને અગર વેદશાસ્ત્રને એકમ માની ચાલીએ તોપણ આ જ વસ્તુ આપણને દેખાશે. મંત્રવેદમાંના બ્રહ્મ, ઈન્દ્ર, વરુણ, તપ, સતુ, અસતુ, યજ વગેરે શબ્દો તથા તેની પાછળની ભાવના અને ઉપાસના લો; અને ઉપનિષદોમાં દેખાતી એ જ શબ્દોમાં આરોપાયેલી ભાવના તથા ઉપાસના લો. એટલું જ નહિ, પણ ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશમાં સ્પષ્ટપણે તરવરતી બ્રાહ્મણ, તપ, કર્મ, વર્ણ, વગેરે શબ્દો પાછળની ભાવના અને એ જ શબ્દો પાછળ રહેલી વેદકાલીન ભાવનાઓ લઈ બંનેને સરખાવો; વળી ગીતામાં સ્પષ્ટપણે દેખાતી યશ, કર્મ, સંન્યાસ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, યોગ, ભોગ વગેરે શબ્દો પાછળ રહેલી ભાવનાઓને વેદકાલીન અને ઉપનિષત્કાલીન એ જ શબ્દો પાછળ રહેલી ભાવનાઓ સાથે તેમજ આ યુગમાં દેખાતી એ શબ્દો ઉપર આરોપાયેલી ભાવનાઓ સાથે સરખાવો તો છેલ્લાં પાંચ હજાર વર્ષમાં આર્યલોકોના માનસમાં કેટલો ફેર પડ્યો Page #140 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદ - ૧૧૩ છે એ સ્પષ્ટ જણાશે. આ ફે૨ કાંઈ એકાએક પડ્યો નથી કે વગર વાંધે અને વગર વિરોધે વિકાસક્રમમાં સ્થાન પામ્યો નથી, પણ એ ફેર પડવામાં જેમ સમય લાગ્યો છે તેમ એ ફેરવાળા થરોને સ્થાન પામવામાં ઘણી અથડામણ પણ સહવી પડી છે. નવા વિચારકો અને સર્જકો પોતાની ભાવનાના હથોડા વડે જૂના શબ્દોની એરણ ઉ૫૨ જૂના લોકોના માનસને નવો ઘાટ આપે છે. હથોડા અને એરણ વચ્ચે માનસની ધાતુ દેશકાળાનુસારી ફેરફારવાળી ભાવનાઓના અને વિચારણાઓના નવનવા ઘાટ ધારણ કરે છે. આ નવા જૂનાની કાળચક્કીનાં પૈડાંઓ નવનવું દળ્યે જ જાય છે, અને મનુષ્યજાતિને જીવતી રાખે છે. વર્તમાનયુગ આ જમાનામાં ઝપાટાબંધ ઘણી ભાવનાઓ અને વિચારણાઓ નવા જ રૂપમાં આપણી આગળ આવતી જાય છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં જ નહિ, પણ આધ્યાત્મિક ક્ષેત્ર સુધ્ધાંમાં ત્વરાબંધ નવી ભાવનાઓ પ્રકાશમાં આવતી જાય છે. એક બાજુએ ભાવનાઓને વિચારની કસોટીએ ચઢાવ્યા વિના જ તેને સ્વીકારનારો મંદબુદ્ધિ વર્ગ હોય છે, જ્યારે બીજી બાજુએ ભાવનાઓને વગર વિચારે ફેંકી દેવા કે ખોટી કહેવા જેવી જરઠ બુદ્ધિવાળો પણ વર્ગ નાનોસૂનો નથી. આ સંયોગોમાં શું થવું જોઈએ અને શું થયું છે સમજાવવા ખાતર ઉપરના ચાર મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે. સર્જકો અને રક્ષકો મનુષ્યજાતિનાં નૈસર્ગિક ફળો છે. એની હસ્તીને કુદરત પણ મિટાવી શકે નહિ. નવા-જૂના વચ્ચેનું દ્વંદ્વ એ સત્યના આવિર્ભાવનું અને તેને ટકાવવાનું અનિવાર્ય અંગ છે; એટલે તેથી પણ સત્યપ્રિય ગભરાય નહિ. શાસ્ત્ર એટલે શું ? અને આવું શાસ્ત્ર તે કયું ? એ બે મુદ્દાઓ દૃષ્ટિના વિકાસ માટે અથવા એમ કહો કે નવા-જૂનાની અથડામણીના દધિમંથનમાંથી આપોઆપ તરી આવતા માખણને ઓળખવાની શક્તિને વિકસાવવા માટે ચર્ચ્યા છે. આ ચાર મુદ્દાઓ તો અત્યારના યુગની વિચારણાઓ અને ભાવનાઓ સમજવા માટે પ્રસ્તાવના જેવા છે. ત્યારે હવે ટૂંકમાં જોઈએ, અને તે પણ જૈન સમાજને લઈ વિચારીએ, કે તેની સામે આજે કઈ કઈ રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક સમસ્યાઓ ખડી થઈ છે અને તેનો ઉકેલ શક્ય છે કે નહિ અને શક્ય હોય તો તે કઈ રીતે શક્ય છે ? ૧. માત્ર કુળપરંપરાથી કહેવાતા જૈન માટે નહિ, પણ જેનામાં જૈનપણું ગુણથી થોડુંઘણું આવ્યું હોય તો તેને માટે સુધ્ધાં પ્રશ્ન એ છે કે તેવો માણસ રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજકીય પ્રકરણમાં ભાગ લે યા નહિ અને લે તો કઈ રીતે લે ? કારણ કે, તેવા માણસને વળી રાષ્ટ્ર એ શું, અને રાજકીય પ્રકરણ એ શું ? રાષ્ટ્ર અને રાજપ્રકરણ તો સ્વાર્થ તેમજ સંકુચિત ભાવનાનું ફળ છે, અને ખરું જૈનત્વ એ તો એની પરની વસ્તુ છે; એટલે ગુણથી જે જૈન હોય તે રાષ્ટ્રીય કાર્યો અને રાજકીય ચળવળોમાં પડે છે કે નહિ ? એ અત્યારના જૈન સમાજનો પેચીદો સવાલ છે – ગૂઢ પ્રશ્ન છે. - Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ - સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ૨. લગ્નપ્રથાને લગતી રૂઢિઓ, નાતજાતને લગતી પ્રથાઓ અને ઉદ્યોગધંધાની પાછળ રહેલી માન્યતાઓ અને સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોની બાબતમાં આજકાલ જે વિચારો બળપૂર્વક ઉદય પામી રહ્યા છે અને ચોમેર ઘર કરી રહ્યા છે તેને જૈન શાસ્ત્રમાં ટેકો છે કે નહિ, અગર ખરા જૈનત્વ સાથે તે નવા વિચારોનો મેળ છે કે નહિ, કે જૂના વિચારો સાથે જ ખરા જૈનત્વનો સંબંધ છે? જો નવા વિચારોને શાસ્ત્રનો ટેકો ન હોય અને તે વિચારો વિના જીવવું સમાજ માટે અશકય દેખાતું હોય તો હવે શું કરવું? શું એ વિચારોને જૂના શાસ્ત્રની ઘરડી ગાયના સ્તનમાંથી જેમ તેમ દોહવાં? કે એ વિચારોનું નવું શાસ્ત્ર રચી જૈન શાસ્ત્રમાં વિકાસ કરવો ? કે એ વિચારોને સ્વીકારવા કરતાં જૈન સમાજની હસ્તી મટવાને કીમતી ગણવું? ૩. મોક્ષને પંથે પડેલી ગુરુસંસ્થા ખરી રીતે ગુરુ એટલે માર્ગદર્શક થવાને બદલે જો અનુગામીઓને ગુરુ એટલે બોજા રૂપ જ થતી હોય અને ગુરુસંસ્થારૂપ સુભૂમચક્રવર્તીની પાલખી સાથે તેને ઉપાડનાર શ્રાવકરૂપ દેવો પણ ડૂબવાની દશામાં આવ્યા હોય તો શું એ દેવોએ પાલખી ફેંકી ખસી જવું, કે પાલખી સાથે ડૂબી જવું, કે પાલખી અને પોતાને તારે એવો કોઈ માર્ગ શોધવા થોભવું? જો એવો માર્ગ ન સૂઝે તો તે માર્ગ જૂના જૈન શાસ્ત્રમાં છે કે નહિ અગર તો આજ સુધીમાં કોઈએ અવલંબેલો છે કે નહિ, એ જોવું? ૪. ધંધા પરત્વે પ્રશ્ન એ છે કે કયા કયા ધંધા જૈનત્વ સાથે બંધબેસે અને કયા કયા ધંધા જૈનત્વના ઘાતક બને? શું ખેતીવાડી, લુહારી–સુતારી અને ચામડાને લગતાં કામો, દાણાદૂણીના વ્યાપાર અને વહાણવટું, સિપાહીગીરી, સાંચાકામ વગેરે જૈનત્વના બાધક છે ? અને ઝવેરાત, કાપડ, દલાલી, સટ્ટો, મિલમાલિકી, વ્યાજવટાવ વગેરે ધંધાઓ જૈનત્વના બાધક નથી અગર ઓછા બાધક છે ? ઉપર આપેલા ચાર પ્રશ્નો તો અનેક એવા પ્રશ્નોમાંની વાનગીમાત્ર છે. એટલે આ પ્રશ્નોના ઉત્તર જે અહીં વિચારવામાં આવે છે તે જો તર્ક અને વિચારશુદ્ધ હોય તો બીજા પ્રશ્રોને પણ સહેલાઈથી લાગુ થઈ શકશે. આવા પ્રશ્નો ઊભા થાય છે તે કાંઈ આજે જ થાય છે એમ કોઈ ન ધારે. ઓછાવત્તા પ્રમાણમાં અને એક અથવા બીજી રીતે આવા પ્રશ્નો ઊભા થયેલા આપણે જૈન શાસ્ત્રના ઇતિહાસમાંથી અવશ્ય મેળવી શકીએ છીએ. જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આવા પ્રશ્નો ઉત્પન્ન થવાનું અને તેનું સમાધાન ન મળવાનું મુખ્ય કારણ જૈનત્વ અને તેના વિકાસક્રમના ઇતિહાસ વિશેના આપણા અજ્ઞાનમાં રહેલું છે. જીવનમાં સાચા જૈનત્વનું તેજ જરાયે ન હોય, માત્ર પરંપરાગત વેશ, ભાષા, અને ટલાટપકાંનું જૈનત્વ જાણે-અજાણે જીવન ઉપર લદાયેલું હોય અને વધારામાં વસ્તુસ્થિતિ સમજવા જેટલી બુદ્ધિશક્તિ પણ ન હોય, ત્યારે ઉદર્શાવેલ પ્રશ્નોનો ઉકેલ Page #142 -------------------------------------------------------------------------- ________________ : શાસ્ત્રમર્યાદા • ૧૧૫ નથી આવતો. એ જ રીતે જીવનમાં ઓછુવતું સાચું જૈનત્વ ઉદ્દભવ્યું હોય છતાં વારસામાં મળેલ ચાલુ ક્ષેત્ર ઉપરાંત બીજા વિશાળ અને નવનવાં ક્ષેત્રોમાં ઊભા થતા કોયડાઓને ઉકેલવાની તેમજ વાસ્તવિક જૈનત્વની ચાવી લાગુ પાડી ગૂંચવણનાં તાળાંઓ ઉઘાડવા જેટલી પ્રજ્ઞા ન હોય ત્યારે પણ આવા પ્રશ્નોનો ઉકેલ નથી આવતો. તેથી જરૂરનું એ છે કે સાચું જૈનત્વ શું છે એ સમજી જીવનમાં ઉતારવું અને બધાં જ ક્ષેત્રમાં ઊભી થતી મુશ્કેલીઓનો નિકાલ કરવા માટે જેનત્વનો શી શી રીતે ઉપયોગ કરવો, એની પ્રજ્ઞા વધારવી. હવે આપણે જોઈએ કે સાચું જૈનત્વ એટલે શું? અને તેના જ્ઞાન તથા પ્રયોગ વડે ઉપરના પ્રશ્નોનો અવિરોધી નિકાલ કેવી રીતે આવી શકે? આવું જૈનત્વ એટલે સમભાવ અને સત્યદૃષ્ટિ, જેને જૈન શાસ્ત્ર અનુક્રમે અહિંસા તેમજ અનેકાન્તદૃષ્ટિના નામથી ઓળખાવે છે. અહિંસા અને અનેકાંતદષ્ટિ એ બંને આધ્યાત્મિક જીવનની બે પાંખો છે, અથવા તો પ્રાણપ્રદ ફેફસાં છે. એક આચારને ઉજ્વળ કરે છે, જ્યારે બીજું દૃષ્ટિને શુદ્ધ અને વિશાળ કરે છે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તો એમ કહેવું જોઈએ કે જીવનની તૃષ્ણાનો અભાવ અને એકદેશીય દૃષ્ટિનો અભાવ એ જ ખરું જૈનત્વ છે. ખરું જૈનત્વ અને જૈન સમાજ એ બે વચ્ચે જમીન આસમાન જેટલું અંતર છે. જેણે ખરું જૈનત્વ પૂર્ણપણે અગર તો ઓછાવત્તા પ્રમાણમાં સાધ્યું હોય તેવી વ્યક્તિઓના સમાજ બંધાતા જ નથી, અને બંધાય તોપણ તેમનો માર્ગ એવો નિરાળો હોય છે કે તેમાં અથડામણીઓ જ ઊભી થતી નથી, અને થાય છે તો સત્વર તેનો નિકાલ આવી જાય છે. જૈનત્વને સાધનાર અને સાચા જ જૈનત્વની ઉમેદવારી કરનાર જે ગણ્યાગાંઠ્યાં દરેક કાળમાં હોય છે તે તો જૈનો છે જ, અને એવા જેનોના શિષ્યો અગર પુત્રો – જેમનામાં સાચા જૈનત્વની ઉમેદવારી ખરી રીતે હોતી જ નથી પણ માત્ર સાચા જૈનત્વના સાધકે અને ઉમેદવારે ધારણ કરેલ રીતરિવાજો અગર પાળેલ ધૂળ મર્યાદાઓ જેમનામાં હોય છે તે બધાં – જૈન સમાજનાં અંગો છે. ગુણજૈનોનો વ્યવહાર આંતરિક વિકાસ પ્રમાણે ઘડાય છે અને તેમના વ્યવહાર અને આંતરિક વિકાસ વચ્ચે વિસંવાદ નથી હોતો, જ્યારે સામાજિક જૈનોમાં એથી ઊલટું હોય છે. તેમનો બાહ્ય વ્યવહાર તો ગુણજૈનોના વ્યવહારવારસામાંથી જ ઊતરી આવેલો હોય છે, પણ તેમનામાં આંતરિક વિકાસનો છાંટોય નથી હોતો. તેઓ તો જગતના બીજા મનુષ્યો જેવા જ ભોગતૃષ્ણાવાળા અને સાંકડી દૃષ્ટિવાળા હોય છે. એક બાજુ આંતરિક જીવનનો વિકાસ જરાયે ન હોય અને બીજી બાજુ તેવા વિકાસવાળી વ્યક્તિઓમાં સંભવતા આચરણોની નકલ હોય ત્યારે એ નકલ વિસંવાદનું રૂપ ધારણ કરે છે, તથા ડગલે ને પગલે મુશ્કેલીઓ ઊભી કરે છે. ગુણજૈનત્વની સાધના માટે ભગવાન મહાવીરે કે તેમના સાચા શિષ્યોએ વનવાસ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ - સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સ્વીકાર્યો હોય, નગ્નત્વ ધારણ કર્યું હોય, ગુફા પસંદ કરી હોય, ઘર અને પરિવારનો ત્યાગ કર્યો હોય, માલમત્તા તરફ બેપરવાઈ દાખવી હોય એ બધું આંતરિક વિકાસમાંથી જન્મેલું હોઈ જરાયે વિરુદ્ધ દેખાતું નથી; પણ ગળા સુધી ભોગતૃષ્ણામાં ડૂબેલા અને સાચા જૈનત્વની સાધના માટે જરાયે સહનશીલતા વિનાના તેમજ ઉદાર દૃષ્ટિ વિનાના માણસો જ્યારે ઘરબાર છોડી જંગલમાં દોડે, ગુફાવાસ સ્વીકારે, માબાપ કે આશ્રિતોની જવાબદારી ફેંકી દે ત્યારે તો તેમનું જીવન વિસંવાદી થાય જ અને પછી બદલાતા નવા સંયોગો સાથે નવું જીવન ઘડવાની અશક્તિને કારણે તેમના જીવનમાં વિરોધ જણાય એ ખુલ્લું છે. રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજપ્રકરણમાં જૈને ભાગ લેવા કે ન લેવાની બાબતના પહેલા સવાલ પરત્વે જાણવું જોઈએ કે જૈનત્વ એ ત્યાગી અને ગૃહસ્થ એમ બે વર્ગમાં વહેંચાયેલું છે. ગૃહસ્થજૈનત્વ જો રાજ્યકર્તાઓમાં તેમજ રાજ્યના મંત્રી, સેનાધિપતિ વગેરે અમલદારોમાં ખુદ ભગવાન મહાવીરના સમયમાં જ જન્મ્યું હતું, ... ત્યાર પછીનાં ૨૩૦૦ વર્ષ સુધી રાજાઓ તથા રાજ્યના મુખ્ય અમલદારોમાં જૈનત્વ આણવાનો અગર ચાલ્યા આવતા જૈનત્વને ટકાવવાનો ભગીરથ પ્રયત્ન જૈનાચાર્યોએ સેવ્યો હતો, તો પછી આજે રાષ્ટ્રીયતા અને જૈનત્વ વચ્ચે વિરોધ શા માટે દેખાય છે ? શું એ જૂના જમાનામાં રાજાઓ, રાજકર્મચારીઓ અને તેમનું રાજપ્રકરણ એ બધું કાંઈ મનુષ્યાતીત કે લોકોત્ત૨ ભૂમિનું હતું ? શું એમાં ખટપટ, પ્રપંચ કે વાસનાઓને જરાયે સ્થાન જ ન હતું, કે શું તે વખતના રાજપ્રકરણમાં તે વખતની ભાવના અને પરિસ્થિતિ પ્રમાણે રાષ્ટ્રીય અસ્મિતા જેવી કાંઈ વસ્તુ જ નહોતી ? શું તે વખતના રાજ્યકર્તાઓ ફક્ત રીતરાગદૃષ્ટિ અને વસુધૈવ ટુમ્બની ભાવનાએ જ રાજ્ય કરતા ? જો આ બધા પ્રશ્નોનો ઉત્તર એ જ હોય કે જેમ સાધારણ કુટુંબી ગૃહસ્થ-જૈનત્વ ધારણ કરવા સપ્ત પોતાનો સાધારણ ગૃહવ્યવહાર ચલાવી શકે છે, મોભા અને માવાળા ગૃહસ્થ પણ એ જ રીતે જૈનત્વ સાથે પોતાના વભાને સંભાળી શકે છે અને એ જ ન્યાયે રાજા અને રાજકર્મચારી પણ પોતાના કાર્યક્ષેત્રમાં રહ્યો છતો સાચું જૈનત્વ જાળવી શકે છે તો આજની રાજપ્રક૨ણી, સમસ્યાનો ઉત્તર પણ એ જ છે; એટલે કે રાષ્ટ્રીયતા અને રાજપ્રકરણ સાથે રા જૈનત્વને (જો હૃદયમાં પ્રકટ્યું હોય તો) કશો જ વિરોધ નથી. અલબત્ત, અહીં ત્યાગીવર્ગમાં ગણાતા જૈનત્વની વાત વિચારવી બાકી રહે છે. ત્યાગીવર્ગનો રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજપ્રકરણ સાથે સંબંધ ન ઘટી શકે એવી કલ્પના ઉત્પન્ન થવાનું કારણ એ છે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં શુદ્ધત્વ જેવું તત્ત્વ જ નથી, અને રાજપ્રકરણ પણ સમભાવવાળું હોઈ જ ન શકે એવી માન્યતા રૂઢ થઈ છે; પરંતુ અનુભવ આપણને કહે છે કે ખરી હકીકત એમ નથી. જો પ્રવૃત્તિ કરનાર પોતે શુદ્ધ હોય તો તે દરેક જગાએ શુદ્ધિ આણી અને સાચવી શકે છે, અને જો એ પોતે જ શુદ્ધ ન હોય તો ત્યાગીવર્ગમાં રહેવા છતાં Page #144 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા • ૧૧૭ હંમેશાં મેલ અને ભ્રમણામાં સબડ્યા કરે છે. આપણે ત્યાગી મનાતા જૈનોને ખટપટ, પ્રપંચ અને અશુદ્ધિમાં તણાતા ક્યાં નથી જોતા? તટસ્થ એવા મોટા ત્યાગીવર્ગમાં એકાદ વ્યક્તિ ખરેખર જૈન મળી આવવાનો સંભવ હોય તો આધુનિક રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવનાર મોટા વર્ગમાં તેથીયે વધારે સારા ગુણવત્વને ધારણ કરનારી અનેક વ્યક્તિઓ ક્યાં નથી મળી આવતી કે જે જન્મથી પણ જૈન છે. વળી ત્યાગી મનાતા જૈન વર્ગે પણ રાષ્ટ્રીયતા અને રાજકીય ક્ષેત્રમાં સમયોચિત ભાગ લેવાના દાખલાઓ જૈન સાધુસંઘના ઇતિહાસમાં ક્યાં ઓછા છે? ફેર હોય તો એટલો જ છે કે તે વખતની ભાગ લેવાની પ્રવૃત્તિમાં સાંપ્રદાયિક ભાવના અને નૈતિક ભાવના સાથે જ કામ કરતી, જ્યારે આજે સાંપ્રદાયિક ભાવના જરાયે કાર્યસાધક કે ઉપયોગી થઈ શકે તેમ નથી. એટલે જો નૈતિક ભાવના અને અર્પણવૃત્તિ હૃદયમાં હોય જેનો શુદ્ધ જૈનત્વ સાથે સંપૂર્ણ મેળ છે) તો ગૃહસ્થ કે ત્યાગી કોઈ પણ જૈનને, તેના જૈનત્વને જરા પણ બાધ ન આવે અને ઊલટું વધારે પોષણ મળે એવી રીતે, કામ કરવાનો રાષ્ટ્રીય તેમજ રાજકીય ક્ષેત્રમાં પૂર્ણ અવકાશ છે. ઘર અને વ્યાપારના ક્ષેત્ર કરતાં રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર મોટું છે એ વાત ખરી, પણ વિશ્વની સાથે પોતાનો મેળ હોવાનો દાવો કરનાર જૈનધર્મ માટે તો રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર એ પણ એક ઘર જેવું નાનકડું જ ક્ષેત્ર છે, ઊલટું, આજે તો એ ક્ષેત્રમાં એવાં કાર્યો દાખલ થયાં છે કે જેનો વધારેમાં વધારે મેળ જૈનત્વ (સમભાવ અને સત્યદૃષ્ટિ) સાધે જ છે. મુખ્ય વાત તો એ જ છે કે કોઈ કાર્ય અગર ક્ષેત્ર સાથે જૈનત્વનો તાદામ્ય સંબંધ નથી. કાર્ય અને ક્ષેત્ર ગમે તે હોય, પણ જો જૈનત્વદૃષ્ટિ રાખી એમાં પ્રવૃત્તિ થાય તો તે બધું શુદ્ધ જ હોવાનું. બીજો પ્રશ્ન લગ્નપ્રથા અને નાતજાત આદિના સંબંધ વિશે છે. આ બાબતમાં જાણવું જોઈએ કે જૈનત્વનું પ્રસ્થાન એકાંત ત્યાગવૃત્તિમાંથી થયેલું છે. ભગવાન મહાવીરને જો કાંઈ પોતાની સાધનામાંથી આપવા જેવું જણાયું હતું તો ઐકાંતિક ત્યાગ જ હતો, પણ એવા ત્યાગના ઇચ્છનાર સુધ્ધાં બધાં એકાએક એવી ભૂમિકાએ પહોંચી ન શકે, એ લોકમાનસથી ભગવાન અજાણ્યા ન હતા; એટલે જ તેઓ ઉમેદવારના ઓછા કે વત્તા ત્યાગમાં સંમત થઈ “મા પડિવન્ધ ગદ - વિલંબ ન કર – એમ કહી સંમત થતા ગયા અને બાકીની ભોગવૃત્તિ અને સામાજિક મર્યાદાઓનું નિયમન કરનારાં શાસ્ત્રો તો તે કાળે પણ હતાં, આજ પણ છે અને આગળ પણ રચાશે. સ્મૃતિ જેવાં લૌકિક શાસ્ત્રો લોકો આજ સુધી ઘડતા આવ્યા છે અને આગળ પણ ઘડાશે. દેશકાળ પ્રમાણે લોકો પોતાની ભોગમર્યાદા માટે નવા નિયમો, નવા વ્યવહારો ઘડશે; જૂનામાં ફેરફાર કરશે અને ઘણું ફેંકી પણ દેશે. લૌકિક સ્મૃતિઓમાં ભગવાન પડ્યા જ નથી. ભગવાનનો ધ્રુવ સિદ્ધાંત ત્યાગનો છે. લૌકિક નિયમોનું ચક્ર તેની આજુબાજુ, ઉત્પાદ-વ્યયની પેઠે ધ્રુવ સિદ્ધાંતને અડચણ ન આવે એવી રીતે, ફર્યા કરે એટલું જ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જોવાનું રહે છે. આ જ કારણથી જ્યારે કુલધર્મ પાળનાર તરીકે જૈન સમાજ વ્યવસ્થિત થયો અને ફેલાતો ગયો ત્યારે તેણે લૌકિક નિયમોવાળાં ભોગ અને સામાજિંક મર્યાદાનું પ્રતિપાદન કરતાં અનેક શાસ્ત્રો રચ્યાં. જે ન્યાયે ભગવાન પછીના હજાર વર્ષમાં સમાજને જીવતો રાખ્યો તે જ ન્યાય સમાજને જીવતો રહેવા હાથ ઊંચો કરી કહે છે કે – “તું સાવધ થા, તારી સામે પથરાયેલી પરિસ્થિતિ જો અને પછી સમયાનુસારી સ્મૃતિઓ રચ. તું એટલું ધ્યાનમાં રાખજે કે ત્યાગ એ જ સાચું લક્ષ્ય છે, પણ સાથે એ પણ ધ્યાનમાં રાખજે કે ત્યાગ વિના ત્યાગનો ડોળ તું કરીશ તો જરૂર મરીશ, અને પોતાની ભોગમર્યાદાને બંધબેસે તેવી રીતે સામાજિક જીવનની ઘટના કરજે. માત્ર સ્ત્રીત્વને કારણે કે પુરુષત્વને કારણે, એકની ભોગવૃત્તિ વધારે છે અથવા બીજાની ઓછી છે અથવા એકને પોતાની વૃત્તિઓ તૃપ્ત કરવાનો ગમે તે રીતે હક્ક છે અને બીજાને વૃત્તિનો ભોગ બનવાનો જન્મસિદ્ધ હક્ક છે, એમ કદી ન માનતો.' સમાજધર્મ સમાજને એ પણ કહે છે કે સામાજિક સ્મૃતિઓ એ સદાકાળ એકસરખી હોતી જ નથી. ત્યાગના અનન્ય પક્ષપાતી ગુરુઓએ પણ જૈન સમાજને બચાવવા અગર તો તે વખતની પરિસ્થિતિને વશ થઈ આશ્ચર્ય પમાડે તેવાં ભોગમર્યાદાવાળાં વિધાનો કર્યા છે. હવેની જેન સ્મૃતિઓમાં ચોસઠ હજાર તો શું પણ બે સ્ત્રીઓ પણ સાથે ધરાવનારાની પ્રતિષ્ઠાનું પ્રકરણ નાશ પામેલું હશે; તો જ જૈનસમાજ માનભેર અન્ય ધર્મસમાજોમાં મોઢું બતાવી શકશે. હવેની નવી સ્મૃતિના પ્રકરણમાં એકસાથે પાંચ પતિ ધરાવનાર દ્રૌપદીના સતીત્વની પ્રતિષ્ઠા નહિ હોય, છતાં પ્રામાણિકપણે પુનર્લગ્ન કરનાર સ્ત્રીના સતીત્વની પ્રતિષ્ઠા નોંધે જ છૂટકો છે. હવેની સ્મૃતિમાં ૪૦થી વધારે વર્ષની ઉંમરવાળા પુરુષનું કુમારી કન્યા સાથે લગ્ન એ બળાત્કાર કે વ્યભિચાર જ નોંધાશે. એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરનાર હવેની જૈન સ્મૃતિમાં સ્ત્રીઘાતકી ગણાશે; કારણ કે, આજે નૈતિક ભાવનાનું બળ, જે ચોમેર ફેલાઈ રહ્યું છે, તેની અવગણના કરીને જૈન સમાજ બધાની વચ્ચે માનપૂર્વક રહી જ ન શકે. નાતજાતનાં બંધનો સખત કરવાં કે ઢીલાં કરવાં એ પણ વ્યવહારની સગવડનો સવાલ હોવાથી તેનાં વિધાનો નવેસર જ કરવાં પડશે. આ બાબતમાં જૂનાં શાસ્ત્રોનો આધાર શોધવો જ હોય તો જૈન સાહિત્યમાંથી મળી શકે તેમ છે, પણ આ શોધની મહેનત કર્યા કરતાં ધ્રુવ જૈનત્વ' અર્થાત્ સમભાવ અને સ ય કાયમ રાખી તેના ઉપર વ્યવહારને બંધ બેસે અને જૈન સમાજને જીવન અર્પે એવી લૌકિક સ્મૃતિઓ રચી લેવામાં જ વધારે શ્રેય છે. ગુરુસંસ્થાને રાખવા કે ફેંકી દેવાના સવાલ વિશે કહેવાનું એ છે કે આજ સુધીમાં ઘણી વાર ગુરુસંસ્થા ફેંકી દેવામાં આવી છે અને છતાં તે ઊભી છે. પાર્શ્વનાથની પાછળથી વિકૃત થયેલ પરંપરા મહાવીરે ફેંકી દીધી, તેથી કાંઈ ગુરુસંસ્થાનો અંત ન આવ્યો. ચૈત્યવાસીઓ ગયા પણ સમાજે બીજી સંસ્થા માગી જ લીધી. જતિઓના દિવસો ભરાતા Page #146 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા - ૧૧૯ ગયા ત્યાં તો સંવેગી ગુરુઓ આવીને ઊભા જ રહ્યા. ગુરુઓને ફેંકી દેવા એનો અર્થ એ કદી નથી કે સાચા જ્ઞાન કે સાચા ત્યાગને ફેંકી દેવાં. સાચું જ્ઞાન અને સાચો ત્યાગ એ એવી વસ્તુ છે કે તેને પ્રલય પણ નષ્ટ કરી શકતો નથી. ત્યારે ગુરુઓને ફેંકી દેવાનો અર્થ શો ? એનો અર્થ એટલો જ કે અત્યારે જે અજ્ઞાન ગુરુઓને લીધે પોષાય છે, જે વિક્ષેપથી સમાજ શોષાય છે તે અજ્ઞાન અને વિક્ષેપથી બચવા માટે સમાજે ગુરુસંસ્થા સાથે અસહકાર કરવો. આ અસહકારના અગ્નિતાપ વખતે સાચા ગુરુઓ તો કુંદન જેવા થઈ આગળ તરી આવવાના, જે મેલા હશે તે શુદ્ધ થઈ આગળ આવશે અગર તો બળીને ભસ્મ થશે. પણ હવે સમાજને જે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓની જરૂર છે (સેવા લેનાર નહિ પણ સેવા દેનાર માર્ગદર્શકોની જરૂર છે) તે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓ જન્માવવા માટે તેમના વિકૃત ગુરુત્વવાળી સંસ્થા સાથે આજે નહિ તો કાલે સમાજને અસહકાર કર્યે જ છૂટકો છે. અલબત્ત, જો ગુરુસંસ્થામાં કોઈ માઈનો લાલ એકાદ પણ સાચો ગુરુ હયાત હશે તો આવા સખત પ્રયોગ પહેલાં જ ગુરુસંસ્થાને તારાજીથી બચાવશે. જે વ્યક્તિ આંતરરાષ્ટ્રીય શાંતિપરિષદ જેવી પરિષદોમાં હાજર થઈ જગતનું સમાધાન થાય તેવી રીતે અહિંસાનું તત્ત્વ સમજાવી શકશે અગર તો પોતાના અહિંસાબળે તેવી પરિષદોના હિમાયતીઓને પોતાના ઉપાશ્રયમાં આકર્ષી શકશે તે જ હવે પછી ખરો જૈન ગુરુ થઈ શકશે. હવેનું–સાંકડું જગત પ્રથમની અલ્પતામાંથી મુક્ત થઈ વિશાળતામાં જાય છે. તે કોઈ નાત, જાત સંપ્રદાય, પરંપરા, વેશ કે ભાષાની ખાસ પરવા કર્યા વિના જ માત્ર શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ત્યાગની રાહ જોતું ઊભું છે. એટલે જો અત્યારની ગુરુસંસ્થા આપણી શક્તિવર્ધક થવાને બદલે શક્તિબાધક જ થતી હોય તો તેમના અને જૈન સમાજના ભલા માટે પહેલામાં પહેલી તકે સમજદારે તેમની સાથે અસહકાર કરવો એ એક જ માર્ગ રહે છે. જો આવો માર્ગ લેવાની પરવાનગી જૈન શાસ્ત્રમાંથી જ મેળવવાની હોય તોપણ તે સુલભ છે. ગુલામીવૃત્તિ નવું સરજતી નથી અને જૂનું ફેંકતી કે સુધારતી પણ નથી. એ વૃત્તિ સાથે ભય અને લાલચની સેના હોય છે. જેને સદ્ગુણોની પ્રતિષ્ઠા કરવી હોય તેણે ગુલામીવૃત્તિનો બુરખો ફેંકીને, છતાં પ્રેમ તથા નમ્રતા કાયમ રાખીને જ, વિચારવું ઘટે. ધંધા પરત્વેના છેલ્લા પ્રશ્નના સંબંધમાં જૈન શાસ્ત્રની મર્યાદા બહુ જ ટૂંકી અને ટચ છતાં સાચો ખુલાસો કરે છે, અને તે એ છે કે – જે ચીજનો ઉપભોગ ધર્મવિરુદ્ધ કે નીતિવિરુદ્ધ હોય તે ચીજનો ધંધો પણ ધર્મ અને નીતિવિરુદ્ધ છે. જેમ માંસ અને મદ્ય જૈન પરંપરા માટે વર્જ્ય લેખાયાં છે તો તેનો ધંધો પણ તેટલો જ નિષેધપાત્ર છે. અમુક ચીજનો ધંધો સમાજ ન કરે તો તેણે તેનો ઉપભોગ પણ છોડવો જ જોઈએ. આ જ કારણથી અન્ન, વસ્ત્ર અને વિવિધ વાહનોની મર્યાદિત ભોગતૃષ્ણા ધરાવનાર ભગવાનના મુખ્ય ઉપાસકો અન્ન, વસ્ત્ર આદિ બધું નિપજાવતા અને તેનો ધંધો પણ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કરતા. જે માણસ બીજાની કન્યાને પરણી ઘર બાંધે અને પોતાની કન્યાને બીજા સાથે પરણાવવામાં ધર્મનાશ જુએ એ કાં તો ગાંડો હોવો જોઈએ અને ડાહ્યો હોય તો જૈન સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ભોગવતો ન જ હોવો જોઈએ. જે માણસ કોલસા, લાકડાં, ચામડાં અને યંત્રો જથાબંધ વાપરે તે માણસ દેખીતી રીતે ધંધાનો ત્યાગ કરતો હશે તો એનો અર્થ એ જ કે તે બીજા પાસે તેવા ધંધાઓ કરાવે છે. કરવામાં જ વધારે દોષ છે અને કરાવવામાં તેમજ સમ્મતિ આપવામાં ઓછો દોષ છે એવું કાંઈ ઐકાંતિક કથન જૈન શાસ્ત્રમાં નથી. ઘણી વાર કરવા કરતાં કરાવવા અને સમ્મતિમાં જ વધારે દોષ હોવાનો સંભવ જૈન શાસ્ત્ર માને છે. જે બૌદ્ધો માંસનો ધંધો કરવામાં પાપ માની તેવો ધંધો જાતે ન કરતાં માંસના માત્ર ખોરાકને નિષ્પાપ માને છે તે બૌદ્ધોને જો જૈન શાસ્ત્ર એમ કહેતું હોય કે તમે ભલે ને ધંધો ન કરો, પણ તમારા દ્વારા વપરાતા માંસને તૈયાર કરનાર લોકોનાં પાપમાં તમે ભાગીદાર છો જતો શું તે જ નિષ્પક્ષ જૈન શાસ્ત્ર, કેવળ કુળધર્મ હોવાને કારણે, જૈનોને એ વાત કહેતાં અચકાશે ? નહિ, કદી જ નહિ. એ તો ખુલ્લેખુલ્લું કહેવાનું કે કાં તો ભોગ્ય ચીજોનો ત્યાગ કરો અને ત્યાગ ન કરો તો જેમ તેને ઉત્પન્ન કરવા અને તેનો વ્યાપાર કરવામાં પાપ લેખો છો તેમ બીજાઓ દ્વારા તૈયાર થયેલી અને બીજાઓ દ્વારા પૂરી પડાતી તે જ ચીજોના ભોગમાં પણ તેટલું જ પાપ લેખો. જૈન શાસ્ત્ર તમને પોતાની મર્યાદા જણાવશે કે – “દોષ કે પાપનો સંબંધ ભોગવૃત્તિ સાથે છે; માત્ર ચીજોના સંબંધ સાથે નથી.” જે જમાનામાં મજૂરી એ જ રોટી છે એવું સૂત્ર જગવ્યાપી થતું હશે તે જમાનામાં સમાજની અનિવાર્ય જરૂરિયાતવાળા અન્ન, વસ્ત્ર, રસ, મકાન આદિને જાતે ઉત્પન્ન કરવામાં અને તેનો જાતે ધંધો કરવામાં દોષ માનનાર કાં તો અવિચારી છે અને કાં તો ધર્મઘેલા છે એમ જ મનાશે. ઉપસંહાર ધારવા કરતાં શાસ્ત્રમર્યાદાનો વિષય વધારે લાંબો થયો છે, પણ મને જ્યારે સ્પષ્ટ દેખાયું કે એને ટૂંકાવવામાં અસ્પષ્ટતા રહેશે એટલે થોડું લંબાણ કરવાની જરૂર પડી છે. આ લેખમાં મેં શાસ્ત્રોના આધારો જાણીને જ નથી ટાંક્યા, કેમકે કોઈ પણ વિષય પરત્વે અનુકૂળ અને પ્રતિકૂળ બંને જાતનાં શાસ્ત્રવાક્યો મેળવી શકાય છે, અગર તો એક જ વાક્યમાંથી બે વિરોધી અર્થો ઘટાવી શકાય છે. મેં સામાન્ય રીતે બુદ્ધિગમ્ય થાય એવું જ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં મને જે કાંઈ અલ્પસ્વલ્પ જૈન શાસ્ત્રનો પરિચય થયો છે અને ચાલુ જમાનાનો અનુભવ મળ્યો છે તે બંનેની એકવાકયતા મનમાં રાખીને જ ઉપરની ચર્ચા કરી છે. છતાં મારા આ વિચાર વિશે વિચારવાની અને તેમાંથી નકામું ફેંકી દેવાની સૌને છૂટ છે. જે મને મારા વિચારોમાં ભૂલ સમજાવશે તે વયમાં અને જાતિમાં ગમે તેવડો અને ગમે તે હોવા છતાં મારા આદરનો પાત્ર અવશ્ય થશે. - પર્યુષણપર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૨૦. શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ? હિંદુસ્તાનમાં શાસ્ત્રને ઉત્પન્ન કરનાર, તેને સાચવનાર, વિકસાવનાર, અને તે દ્વારા શક્ય હોય તેવી બધી પ્રવૃત્તિ કરનાર જે વર્ગ તે બ્રાહ્મણ તરીકે મુખ્યપણે જાણીતો છે. એ જ રીતે શસ્ત્ર રાખનાર, વાપરનાર જે વર્ગ તે મુખ્યપણે ક્ષત્રિય તરીકે જાણીતો છે. શરૂઆતમાં બ્રાહ્મણવર્ગનું કાર્ય શાસ્ત્ર દ્વારા લોકરક્ષા એટલે સમાજરક્ષા કરવાનું હતું, તેમજ ક્ષત્રિયવર્ગનું કાર્ય શસ્ત્ર દ્વારા સમાજરક્ષણ કરવાનું હતું. શાસ્ત્ર દ્વારા સમાજરક્ષણ અને શસ્ત્ર દ્વારા સમાજરક્ષણ એ બંને રક્ષણ છતાં તેનું સ્વરૂપ મૂળમાં જુદું હતું. શાસ્ત્રમૂર્તિ બ્રાહ્મણ જ્યારે કોઈને બચાવવા માગે ત્યારે તેના ઉપર શાસ્ત્રનો પ્રયોગ કરે; એટલે તેને હિતબુદ્ધિથી, ઉદરતાથી અને સાચા પ્રેમથી વસ્તુસ્થિતિ સમજાવે. આમ કરી તે પેલા આડે રસ્તે જનારને કદાચ બચાવી જ લે અને તેમ કરવામાં સફળ ન થાય તો પણ તે પોતાની જાતને તો ઉન્નત સ્થિતિમાં સાચવી રાખે જ. એટલે શાસ્ત્રનું કાર્ય મુખ્યપણે વક્તાને બચાવવાનું જ રહેતું, સાથે સાથે શ્રોતાને પણ બચાવી લેવાનું બની આવતું, અને જો કોઈ વાર તેમ ન બને તો શ્રોતાનું અનિષ્ટ થાય તેવો ઉદ્દેશ તો ન જ રહે. શસ્ત્રમૂર્તિ ક્ષત્રિય જો કોઈના આક્રમણથી પોતાની જાતને બચાવવાનો હોય તો તે શસ્ત્ર દ્વારા પેલા આક્રમણકારીને મારીને જ પોતાને બચાવી લે. એ જ રીતે બીજા કોઈ નિર્બળને બચાવવા જાય ત્યારે પણ પેલા બળવાન આક્રમણકારીને મારીને જ અગર હરાવીને જ નિર્બળને બચાવી શકે. એટલે શસ્ત્ર રક્ષણમાં એકની રક્ષા કરવા જતાં મોટે ભાગે બીજાનો નાશ સંભવે છે; એટલે કે સામાને ભોગે જ આત્મરક્ષા કે પરરક્ષા સંભવે છે. આટલા તફાવતને લીધે જ શાસ્ત્રનો અર્થ એવો કે શાસન કરી એટલે સમજાવીને કોઈને બચાવવાની શક્તિને જે ધરાવે તે શાસ્ત્ર; અને બીજાને હણી એકને બચાવવાની શક્તિ જેમાં હોય તે શસ્ત્ર. આ તફાવત સાત્ત્વિક અને રાજસ પ્રકૃતિના તફાવતનું સૂચક છે. એ તફાવત હોવા છતાં બ્રાહ્મણ અને ક્ષત્રિય પ્રકૃતિ જ્યાં સુધી પોતાના સમાજરક્ષણના ધ્યેયને યથાર્થપણે વફાદાર રહી ત્યાં સુધી તે બંને પ્રકૃતિએ પોતાની મર્યાદા પ્રમાણે નિઃસ્વાર્થપણે કામ બજાવ્યા કર્યું અને શાસ્ત્ર ને શસ્ત્રનો મોભો સચવાઈ રહ્યો. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ૦ સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પણ વખત જતાં એ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયેલ પ્રતિષ્ઠાનાં ફળો ચાખવાની અને ભોગવવાની લાલચ પેલા શાસ્ત્રમૂર્તિ વર્ગમાં દાખલ થઈ. એ જ રીતે શસ્ત્રમૂર્તિ વર્ગમાં પણ શસ્ત્રસેવા દ્વારા જાગેલ પ્રતિષ્ઠાનાં ફળો આસ્વાદવાની ક્ષુદ્ર વૃત્તિ જન્મી. પરિણામે ધીરે ધીરે સાત્ત્વિક અને રાજસ પ્રકૃતિનું સ્થાન તામસ પ્રકૃતિએ લીધું અથવા એમાં તામસપણું દાખલ થયું, અને એવી સ્થિતિ આવી કે શાસ્ત્રમૂર્તિ વર્ગ શાસ્ત્રજીવી બની ગયો અને શસ્ત્રમૂર્તિ વર્ગ શસ્ત્રજીવી બની ગયો; એટલે કે, બંનેનું મુખ્ય ધ્યેય રક્ષણ ·મટી આજીવિકા પૂરતું થઈ ગયું. શાસ્ત્ર અને શસ્ત્ર દ્વારા મુખ્યપણે આજીવિકા સાધવી, પોતાની ભોગવાસના તૃપ્ત કરવી – એવી વૃત્તિ જન્મતાં જ શાસ્ત્રજીવી બ્રાહ્મણવર્ગમાં તડાં પડવાં, તેઓ એકબીજાની અદેખાઈ કરવા લાગ્યા. ભક્તો, અનુયાયીઓ અને શિષ્યો, જેમને અજ્ઞાન અને કુસંસ્કારથી બચાવી લેવાનું પવિત્ર કામ બ્રાહ્મણવર્ગને સોંપાયેલું હતું. તેઓને તે રીતે બચાવવાને બદલે પેલો શાસ્ત્રજીવી વર્ગ પોતાના હાથમાં પડેલા અભણ અને ભોળા વર્ગની સેવાશક્તિનો બને તેટલો પોતાના લાભમાં વધારેમાં વધારે ઉપયોગ કરવાની હરીફાઈમાં પડ્યો; એટલે શિકારીની પેઠે એક શાસ્ત્રજીવી પોતાની શાસ્ત્રજાળમાં બને તેટલા વધારેમાં વધારે અનુયાયીઓ બાંધી રાખવા બીજા શાસ્ત્રજીવી સાથે વિવિધ રીતે કુસ્તીમાં ઊતરવા લાગ્યો અને, આચાર્ય સિદ્ધસેન કહે છે તેમ, એક માંસના ટુકડા માટે લડનાર બે શ્વાનોમાં કયારેક મૈત્રી બંધાય પણ બે સગા ભાઈ શાસ્ત્રજીવી એટલે વાદી હોય તો તેઓમાં મૈત્રીનો કદી જ સંભવ નથી હોતો, એ સ્થિતિ સમાજમાં આવીને ઊભી રહી. બીજી બાજુ શસ્ત્રમૂર્તિવર્ગ પણ શસ્ત્રજીવી થઈ ગયો હતો; એટલે તેમાં પણ ભોગવૈભવની હરીફાઈ અને કર્તવ્યસ્મૃતિ દાખલ થઈ હતી. તેથી અનાથ અગર આશ્રિત પ્રજાવર્ગનું પાલન કરવામાં પોતાની શક્તિ રોકવાને બદલે એ વર્ગ સત્તા અને મહત્તા વધારવાની પાછળ ગાંડોતૂર થયો. પરિણામે એક શસ્ત્રજીવી અને બીજા શસ્ત્રજીવી વચ્ચે, કોઈ અનાથ અગર નિર્બળની રક્ષાને કા૨ણે નહિ પણ અંગત દ્વેષ અને વેરને કારણે, યુદ્ધ શરૂ થયાં અને એ યુદ્ધાગ્નિમાં જે લાખો અને કરોડોની રક્ષા વાસ્તે તે વર્ગ સર્જાયો હતો અગર જેઓની રક્ષાને નિમિત્તે તે વર્ગને આટલું ગૌરવ પ્રાપ્ત થયું હતું તે જ લાખો અને કરોડો લોકો હોમાયા છે. આ રીતે આપણા આર્યાવર્તનો ઇતિહાસ, શાસ્ત્ર અને શસ્ત્ર બંને દ્વારા વિશેષ કલુષિત થયો અને પોતાની પવિત્રતા અખંડિત રાખી ન શક્યો. એ જ સબબ છે કે આ દેશમાં લાખો નહિ પણ કરોડો શાસ્ત્રજીવી વર્ગની વ્યક્તિઓ હોવા છતાં અજ્ઞાન અને વિખવાદનો પાર નથી; એટલું જ નહિ પણ ઊલટું, એ વર્ગે અજ્ઞાન અને વિખવાદ વધારવામાં કે પોષવામાં પણ નાનોસૂનો ભાગ નથી ભજવ્યો. શૂદ્ર અને સ્ત્રીવર્ગને તો જ્ઞાનના અનધિકારી ગણી તે વર્ષે તેમની પાસેથી માત્ર સેવા જ લીધી છે, પણ ક્ષત્રિય અને વૈશ્યવર્ગ કે જેમને જ્ઞાનના અધિકારી ગણ્યા હતા તેમનામાંથી પણ અજ્ઞાન દૂર Jain Education Infernational Page #150 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ? • ૧૨૩ કરવાનો પેલા શાસ્ત્રજીવી વર્ગે પોતાનાથી શક્ય હોય તેવો કોઈ વ્યવસ્થિત પ્રયત્ન વ્યાપક રીતે કરેલો નથી. શસ્ત્રજીવી વર્ગ પણ અંદરોઅંદરની અદેખાઈ, ભોગવિલાસ અને ક્લેશને પરિણામે પરરાષ્ટ્રના આક્રમણથી પોતાના દેશને બચાવી શક્યો અને છેવટે પોતે પણ ગુલામ થયો. વડવાઓએ હાથમાં શાસ્ત્ર કે શસ્ત્ર લેતી વખતે જે ધ્યેય રાખેલું તે ધ્યેયથી તેમની સંતતિ શ્રુત થતાં જ તેનું અનિષ્ટ પરિણામ એ સંતતિ અને એ સમાજ ઉપર આવ્યું. શાસ્ત્રજીવી વર્ગ એટલો બધો નબળો અને પેટભરુ થઈ ગયો કે તે પૈસા અને સત્તા માટે સત્ય વેચવા લાગ્યો. તે શસ્ત્રજીવી રાજા-મહારાજાઓની ખુશામત કરે અને મોટપ માને. શસજીવી વર્ગ પણ કર્તવ્યપાલનને બદલે દાન-દક્ષિણા આપીને જ પેલા ખુશામતી વર્ગ દ્વારા પોતાની ખ્યાતિ સાચવી રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આમ બંને વર્ગની બુદ્ધિ અને સત્તાના તેજમાં બીજા આશ્રિત લોકો ચગદાઈ ગયા અને છેવટે આખો સમાજ નિર્બળ થઈ ગયો. આપણે આજે પણ મોટે ભાગે જોઈએ છીએ કે કોઈ ઉપનિષદ અને ગીતાપાઠી તે શાસ્ત્રો વાંચો પાછળથી હિસાબ મૂકે છે કે દક્ષિણામાં કેટલું ઉત્પન્ન થયું. સપ્તાહમાં ભાગવત વાંચનાર બ્રાહ્મણની દૃષ્ટિ માત્ર દક્ષિણા તરફ હોય છે. અભ્યાસને બળે શ્લોકો ઉચ્ચાર્યે જાય છે અને આંખ કોણે દક્ષિણા મૂકી અને કોણે ન મૂકી એ જોવા તરફ ફર્યા કરે છે. દુર્ગાસપ્તશતીનો પાઠ કરનાર મોટે ભાગે દક્ષિણા આપનાર માટે કરે છે. ગાયત્રીના જપો પણ દક્ષિણા દેનાર માટે થાય છે. એક યજમાન પાસેથી દક્ષિણા મેળવવા શાસ્ત્રજીવી વર્ગની અને એક યજમાનને ત્યાંથી સીધું મેળવવા તે વર્ગની અંદરોઅંદર જે મારામારી થાય છે તેને રોટીના એક ટુકડા માટે લડતા બે શ્વાનો સાથે સરખાવી શકાય. જમીનના એક નજીવા ટુકડા માટે બે શસ્ત્રજીવીઓ હવે એ જ રીતે કોર્ટે લડે છે. વિશેષ શું? શાસ્ત્રજીવી વર્ગમાં જે સ્વાર્થ અને સંકુચિતપણાનો દોષ દાખલ થયો તેની અસર બૌદ્ધ અને જૈનના ત્યાગી ગણાતા ભિક્ષુકવર્ગ ઉપર પણ થઈ. આ બે વર્ગમાં અંદરોઅંદર કસંપ અને વિરોધ દાખલ થઈ ન અટકતાં તે તેના પેટાભેદોમાં પણ દાખલ થયો. દિગંબર જૈન ભિક્ષુ શ્વેતાંબર ભિક્ષને અને શ્વેતાંબર ભિક્ષુ દિગંબરને હલકી દૃષ્ટિથી જોવા લાગ્યો. ઉદારતાને બદલે બંનેમાં સંકુચિતતા વધવા અને પોષાવા લાગી. અંતે એક શ્વેતાંબર ભિક્ષુ વર્ગમાં પણ શાસ્ત્રને નામે ખૂબ વિરોધ અને તડ જન્મ્યા ને આધ્યાત્મિક ગણાતાં તેમજ આધ્યાત્મિક તરીકે પૂજાતાં શાસ્ત્રોનો ઉપયોગ એક-બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરવામાં, વિરોધ સાથે કડવાશ વધારવામાં અને પોતપોતાની અંગત દુકાનો ચલાવવામાં થવા લાગ્યો. આ રીતે શાસ્ત્ર શસ્ત્રનું સ્થાન લીધું, અને તે પણ ખરી રીતે તો શુદ્ધ શસ્ત્રનું નહિ પરંતુ ઝેરી શસ્ત્રનું સ્થાન લીધું. તેથી જ આજે જો ક્લેશ-કંકાશનાં બીજ વધારે દેખાતાં હોય અગર વધારે વ્યાપક રીતે ક્લેશ-કંકાસ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ફેલાવાની શક્યતા દેખાતી હોય તો તે ત્યાગી કહેવાતા છતાં શાસ્ત્રજીવી વર્ગમાં જ છે અને એની અસર જ્યાં ત્યાં આખા સમાજ ઉપર વ્યાપેલી છે. આ તો બધી અત્યાર સુધીની ભૂતકાળની વાત થઈ, પણ હવે વર્તમાનમાં અને ભવિષ્યમાં શું કરવું એ એક પ્રશ્ન ઊભો થાય છે. શું શાસ્ત્ર નિમિત્તે પ્રસરેલું વિષ કે શસ્ત્ર દ્વારા ફેલાયેલું વિષ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેના નાશથી–ધ્વસથી દૂર થઈ શકે ? તે માટે બીજો રસ્તો છે? એ બંનેના નાશથી કદી ક્લેશ-વિષનો નાશ થઈ ન શકે. યુરોપમાં શસ્ત્ર ઘટાડવાની અને નષ્ટ કરવાની વાતો ચાલે છે, પણ વૃત્તિ સુધાર્યા સિવાય એ શસ્ત્રોના નાશથી કદી શાન્તિ આવવાની નથી, આવી શકે નહિ. કોઈ કહે કે એક વેદનો ઝંડો ફરકે તો ક્લેશ-કંકાસ અને ઝઘડા, જે પંથ નિમિત્તે થાય છે તે, ન થાય; કોઈ કુરાનભક્ત એ જ વાત કહે; પણ આપણે ભ્રમમાં ન રહેવું જોઈએ કે એક વેદના અનુયાયીઓ અને કુરાનને માનનારાઓ વચ્ચે પણ એટલી જ મારામારી છે. જ્યારે એક ઝંડાની નીચે બીજા વધારે આવશે ત્યારે પણ અત્યારે હશે તે કરતાં મારામારી વધશે. ત્યારે એવો એક કયો ઉપાય છે કે જેથી વેરનું ઝેર મટે ? ઉપાય એક જ છે અને તે ઉદારતા તેમજ જ્ઞાનશક્તિ વધારવી તે. જો આપણામાં ઉદારતા અને જ્ઞાનશક્તિ વધે તો આપણે ગમે તે શાસ્ત્રને માનતા હોઈશું છતાં બીજા સાથે કે અંદરોઅંદર અથડામણીનું કારણ આપોઆપ દૂર થશે. આજે પંથ કે સમાજ જે માગી રહ્યો છે તે તો શાન્તિ અને એકસંપી છે. આ તત્ત્વ ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિ સિવાય કદી સંભવી શકતું નથી. ભિન્ન ભિન્ન શાસ્ત્રને અનુસરનાર જુદા જુદા પંથો અને વર્ગો માત્ર ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિને બળે જ હળીમળી એકસંપથી કરવાનાં કામો કરી શકે. આપણે ઘણાય એવા પુરુષો જોઈએ છીએ કે જેઓ એક શાસ્ત્રના અનુયાયી નથી છતાં એકદિલ થઈ સમાજ અને દેશનું કામ કરે છે, અને આપણે એવા પણ ઘણા માણસો જોઈએ છીએ કે જેઓ એક જ સંપ્રદાયનાં શાસ્ત્રોને સરખી રીતે માનવા છતાં એકબીજા સાથે હળીમળીને કામ કરવાની વાત તો બાજુએ રહી, પણ એકબીજાનું નામ પણ સહન કરી શકતા નથી. આ વસ્તુસ્થિતિ આપણને શું સૂચવે છે, તે હવે કહેવાની ભાગ્યે જ જરૂર છે. જ્યાં સુધી મનમાં મેલ હશે, એકબીજા પ્રત્યે આદર અગર તટસ્થતા નહિ હોય અને લેશ પણ અદેખાઈ હશે, ત્યાં સુધી ભગવાનની સાક્ષીએ એક શાસ્ત્રને માનવાનાં અને અનુસરવાનાં વ્રતો લેવાં છતાં કદી એક્તા નહિ સધાવાની, શાન્તિ નહિ સ્થપાવાની. એ વસ્તુ જો ધ્યાનમાં ન ઊતરે તો કહેવું જોઈએ કે તે માણસ ઈતિહાસ અને માનસશાસ્ત્રને સમજી શકતો નથી. આપણો સમાજ અને દેશ ક્લેશના વમળોમાં સંડોવાયો છે. તે આપણી પાસે વધારે નહિ તો એટલી આશા રાખે જ છે કે હવે ક્લેશ ન પોષીએ. જો આપણે ઉદારતા અને જ્ઞાનવૃત્તિ કેળવીએ તો જ સમાજ અને દેશની માગણીને આપણે વફાદાર રહી Page #152 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ? • ૧૨૫ શકીએ. જૈન તત્ત્વજ્ઞાનમાં અનેકાંત અને આચારમાં અહિંસા મૂકવામાં આવેલ છે, અને તેનો ઉદ્દેશ માત્ર એક જ છે કે તમે જૈન તરીકે અંદરોઅંદર અને બીજા સમાજો સાથે ઉદારતાથી અને પ્રેમથી વર્તો. જ્યાં ભેદ અને વિરોધ હોય ત્યાં જ ઉદારતા અને પ્રેમનું કામ પડે છે અને ત્યાં જ તે અંતઃકરણમાં છે કે નહિ અને છે તો કેટલા પ્રમાણમાં છે એની પરીક્ષા થાય છે. એટલે આપણે જૈનપણાને જો સમજતા હોઈએ તો સીધી રીતે સમજી શકીએ કે ઉદારતા અને પ્રેમવૃત્તિ દ્વારા જ આપણે ધર્મની રક્ષા કરી શકીએ, બીજી કોઈ રીતે નહિ જ. શાસ્ત્રની ઉત્પત્તિ અને તેના ઉપયોગનો ઉદ્દેશ એ જ છે. જો એ ઉદ્દેશ એનાથી ન સાધીએ તો એ રક્ષણને બદલે ઝેરી શસ્ત્રની પેઠે ભક્ષણ કરવાનું કામ કરશે અને શાસ્ત્ર પોતાનું ગૌરવ નષ્ટ કરી શસ્ત્ર સાબિત થશે. ઉદારતા બે જાતની: એક તો વિરોધી અગર ભિન્ન ધ્યેયવાળા પ્રત્યે તટસ્થપણું કેળવવાની અને બીજી આદર્શ મહાન બનાવની. જ્યારે આદર્શ તદ્દન સાંકડો હોય, અંગત કે પંથ પૂરતો મર્યાદિત હોય, ત્યારે માણસનું મન સ્વભાવે જ વિશાળ તત્ત્વનું બનેલું હોવાથી એ સાંકડા આદર્શમાં ગભરાય છે અને ઝેરવેરની બહાર આવવા બારીઓ શોધે છે. એ મનની સામે જો વિશાળ આદર્શ રાખવામાં આવે તો તેને જોઈતું ક્ષેત્ર મળી જાય છે અને તેની શક્તિ ક્લેશ-કંકાસ વાતે ફાજલ રહેતી જ નથી. એટલે ધર્મપ્રેમી થવા ઇચ્છનાર દરેકની એ ફરજ છે કે તે પોતાનો આદર્શ વિશાળ ઘડે અને તે માટે મનને તૈયાર કરે. બીજી બાજુ જ્ઞાનવૃદ્ધિ એટલે શું? માણસજાતમાં જ્ઞાનની ભૂખ સ્વભાવે જ હોય છે. એ ભૂખ તેણે જુદા જુદા પંથોનાં, ધમનાં અને બીજી અનેક શાખાઓનાં શાસ્ત્રોનો સહાનુભૂતિપૂર્વક અભ્યાસ કરીને જ શમાવવી. જો સહાનુભૂતિ હોય તો જ હું બીજી બાજુને બરાબર સમજી શકાય. આ રીતે આપણામાં આજે ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિ પ્રગટાવવાની ભાવના આપણે પેદા કરીએ. - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૭૨. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૨૧. સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા મેં લગભગ પચીસેક વર્ષ પહેલાં, જ્યારે બંગભંગનું પ્રબલ આંદોલન ચાલતું ત્યારે, એક સંતવૃત્તિના વિદ્યાપ્રિય જૈન સાધુને પૂછેલું કે “મહારાજશ્રી, તમે કોંગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ કાં ન લો, કેમકે એ તો રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે લડનારી અને તેથી જ જૈનોની સ્વતંત્રતા માટે પણ લડનારી સંસ્થા ગણાય?” એમણે સાચા દિલથી પોતે માનતા કે સમજતા તેવો જ જવાબ વાળ્યો, “મહાનુભાવ, એ તો દેશની સંસ્થા કહેવાય. એમાં દેશકથા અને રાજકથા જ આવવાની. વળી, રાજ્યવિરોધ તો એનું ધ્યેય જ છે. એવી કથાઓના અને રાજ્યવિરોધના અમ ત્યાગીઓને એવી સંસ્થામાં ભાગ કે રસ લેવાનું શી રીતે ધર્મ હોઈ શકે ?' કયારેક બીજે પ્રસંગે ઉપનિષદ અને ગીતાના સતત પાઠી એક સંન્યાસીને એ જ સવાલ પૂછેલો. તેમણે ગંભીરતાથી જવાબ આપેલો કે “કક્યાં અદ્વૈત બ્રહ્મની શાંતિ અને ક્યાં ભેદભાવથી ભરેલી ખીચડી જેવી સંક્ષોભકારી કોંગ્રેસ ! અમારા જેવા અદ્વૈતપંથે વિચરનાર અને ઘરબાર છોડી સંન્યાસ લેનારને વળી એ ભેદ – એ દૈતમાં પડવું કેમ પાલવે?” પુરાણ અને મહાભારતના વિરરસપ્રધાન આખ્યાનો કહેનાર એક કથાકાર વ્યાસે કાંઈક એવા પ્રશ્નના જવાબમાં ચોખ્ખુંટ સંભળાવેલું કે જોઈ જોઈ તમારી કોંગ્રેસ! એમાં તો બધા અંગ્રેજી ભણેલા અને કશું ન કરનાર માત્ર અંગ્રેજીમાં ભાષણ આપી વીખરાઈ જાય છે. એમાં મહાભારતના સૂત્રધાર કૃષ્ણનો કર્મયોગ ક્યાં છે ? જો તે વખતે મેં કોઈ ખરા મુસલમાન મોલવીને પૂછ્યું હોત તો એ પણ લગભગ એવો જ જવાબ આપતા કે કોંગ્રેસમાં જઈને શું કરવું ? એમાં ક્યાં કુરાનનાં ફરમાનો અનુસરાય છે ? એમાં તો જાતિભેદ પોષનાર, અને સગા ભાઈઓને પારકા માનનાર લોકોનો શંભુમેળો થાય છે. કટ્ટર આર્યસમાજી જવાબ આપનાર હોત તો તે વખતે એમ જ કહેત કે અછૂતોદ્ધારની અને સ્ત્રીને પૂરું સન્માન આપવાની વેદસંમત હિલચાલ કોંગ્રેસમાં તો કંઈ દેખાતી નથી. કોઈ બાઈબલ પી જનાર પાદરી સાહેબને એવો જ પ્રશ્ન કર્યો હોત તો હિંદુસ્તાની હોવા છતાં પણ તે એ જ જવાબ આપતા કે કોંગ્રેસ કંઈ સ્વર્ગીય પિતાના રાજ્યમાં જવાનો પ્રેમપંથ થોડો ઉઘાડે છે? આ રીતે એક જમાનામાં કોઈ પણ સંપ્રદાયના સાચા મનાતા અનુયાયીઓ વાસ્ત WWW.jainelibrary.org Page #154 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા • ૧૨૭ કોંગ્રેસ એટલા માટે પ્રવેશયોગ્ય ન હતી કે તેમણે માનેલા ખાસ ખાસ મૂલ સિદ્ધાંતોનો અમલ તેઓ કોંગ્રેસની પ્રવૃત્તિમાં જોઈ કે વિચારી ન શકતા. જમાનો બદલાયો. લાલા લજપતરાયે એક જાહેર વક્તવ્યમાં પ્રગટ કર્યું કે યુવકોને અહિંસાની શિક્ષા આપવી એ તેમને ઊલટે રસ્તે ચઢાવવા જેવું છે. અહિંસાએ દેશમાં નમાલાપણું આપ્યું છે. એને ફરીથી અહિંસાના શિક્ષણ દ્વારા ઉત્તેજન જ મળવાનું. લોકમાન્ય તિલકે પણ ક્યારેક એવા વિચાર દર્શાવેલા કે રાજકીય ક્ષેત્રમાં સત્યનું પાલન મર્યાદિત જ હોઈ શકે; એમાં ચાણક્યનીતિ જ વિજયી નીવડે. આવે વખતે અહિંસા અને સત્યમાં મક્કમ માન્યતા ધરાવનાર છતાં આપત્તિ પ્રસંગે અગર બીજા આપવાદિક પ્રસંગે અહિંસા કે સત્યને અનુસરવાનો એકાન્તિક આગ્રહ ન સેવનાર ધાર્મિક વર્ગ માટે તો અનુકૂળ જ હતું; તેમને ભાવતું જ મળ્યું. પણ લાલાજી કે તિલકના એ ઉદ્દગારો જૈનોને અનુકૂળ પડે તેવા ન હતા. વિચારક ગૃહસ્થ અને ત્યાગી જેની સામે બે વસ્તુ આવી : એક તો લાલાજીના અહિંસાથી આવતી નિર્માલ્યતાના આક્ષેપનો સમર્થ રીતે જવાબ આપવો તે અને બીજી વસ્તુ છે કે જે કોંગ્રેસના મહારથી નેતાઓ હિંસા અને ચાણક્યનીતિનું પોષણ કરે અને તેનો પક્ષ લે તે કોંગ્રેસમાં “અહિંસા પરમો ધર્મ માનનાર જૈન ભાગ શી રીતે લઈ શકે? બીજી વસ્તુ તો કોંગ્રેસમાં ભાગ ન લેવાની જૈન ત્યાગીઓની જૂની મનોવૃત્તિને અનુકૂળ જ હતી. એટલે એ તો ભાવતું થયું. હવે પછી કોંગ્રેસમાં સાચા જૈનોએ-ખાસ કરી ત્યાગી જૈનોએ-ભાગ લેવો યોગ્ય નથી એ સાબિત કરવાનું નવું તાજું સાધન મળી આવ્યું. પણ પેલા આક્ષેપના જવાબનું શું થાય? જવાબો તો દેશમાંની જુદી જુદી જૈન સંસ્થાઓએ ઘણા વાળ્યા, પણ એ તો લાલાજી જેવા સમર્થ વ્યક્તિત્વવાળા દેશભક્ત સામે મચ્છરના ગણગણાટ જેવા હતા. બધાં જૈન પત્રો ક્ષણભર ઊકળ્યાં અને પછી શમી ગયાં. તિલક સામે કહેવાની કોઈ જૈન ગૃહસ્થ કે ત્યાગીની હિંમત જ ન હતી. સૌ સમજતું ને માનતું કે વાત ખરી છે. રાજકાર્યમાં તે વળી ચાણકયનીતિ વિના ચાલે? પણ એનો સરસ જવાબ જેની પાસે એ જ હોઈ શકે કે ત્યારે એવી ખટપટી સંસ્થામાં આપણે ભાગ જ ન લેવો, એટલે પાપથી બચ્યા. અચાનક હિંદુસ્તાનના કર્મક્ષેત્રના વ્યાસપીઠ ઉપર ગુજરાતનો એક તપસ્વી આવ્યો. એણે જીવનમાં ઉતારેલ સિદ્ધાન્તને બળે લાલાજીને જવાબ આપ્યો કે અહિંસાથી નમાલાપણું આવે છે કે તેમાં અપરિમિત બળ પણ સમાયેલું છે ? વળી, એણે એ પણ સ્પષ્ટ કર્યું કે હિંસા એ માત્ર વીરત્વની જ પોષક હોત અગર થઈ શકે તો જન્મથી જ હિંસાપ્રિય રહેનારી જાતિઓ બીકણ કેમ દેખાય છે? આ જવાબ જો માત્ર શાસ્ત્રને આધારે અગર કલ્પનાના બળે અપાયો હોત તો એની ધજીઓ ઉડાવાત, અને લાલાજી જેવા સામે કશું ન ચાલત. તિલકને પણ એ તપસ્વીએ જવાબ આપ્યો કે રાજનીતિનો ઇતિહાસ ખટપટ અને અસત્યનો ઈતિહાસ છે ખરો, પણ કાંઈ એ ઇતિહાસ ત્યાં જ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પૂરો થતો નથી. એનાં ઘણાં પાનાં હજી લખાવાનાં બાકી જ છે. તિલકે એ દલીલ માન્ય ન રાખી, પણ તિલકના ઉપર એટલી છાપ તો પડેલી હતી જ કે આ દલીલ કરનાર કાંઈ માત્ર બોલનાર નથી. એ તો કહે તે કરી બતાવનાર છે, અને વળી તે સાચો છે; એટલે તિલકથી એ સામેના કથનને એકાએક ઉવેખી શકાય એમ તો હતું જ નહિ અને ઉવેખે તોયે પેલો સત્યપ્રાણ ક્યાં કોઈની દરકાર કરે એમ હતો? - અહિંસા-ધર્મના સમર્થ બચાવકારના વલણથી જૈનોને ઘેર લાપશીનાં આંધણ મુકાયાં. સૌ રાજી રાજી થયા. સાધુઓ અને પાટપ્રિય આચાર્યો સુધ્ધાં કહેવા લાગ્યા કે જુઓ, લાલાજીને કેવો જવાબ વાળ્યો છે? મહાવીરની અહિંસા ખરેખર ગાંધીજી જ સમજ્યા છે. સત્ય કરતાં અહિંસાને પ્રધાનપદ આપનાર જૈનો વાસ્તે અહિંસાનો બચાવ જ મુખ્ય સંતોષનો વિષય હતો. એમને રાજ્યપ્રકરણમાં ચાણક્યનીતિ અનુસરાય કે આત્યંતિક સત્યનીતિ અનુસરાય તેની બહુ પડી ન હતી, પણ ગાંધીજીનું વલણ સ્પષ્ટ થયા પછી જેનોમાં સામાન્ય રીતે સ્વધર્મવિજયની જેટલી ખુશાલી વ્યાપેલી તેટલી જ વૈદિક અને મુસલમાન સમાજના ધાર્મિક લોકોમાં તીવ્ર રોષવૃત્તિ પ્રગટેલી. વેદભક્ત આર્યસમાજીઓ જ નહિ, મહાભારત, ઉપનિષદ અને ગીતાના ભક્તો સુધ્ધાંમાં એવો ભાવ જન્મેલો કે ગાંધી તો જેન લાગે છે. એ વૈદિક કે બ્રાહ્મણ ધર્મનો મર્મ તિલક જેટલો જાણતો હોય તો અહિંસા અને સત્યની આટલી આત્મત્તિક અને ઐકાન્તિક હિમાયત ન કરત. કુરાનભક્ત મુસલમાનો ચિડાય એ તો સહજ જ હતું. બધું ગમે તે હોય, પણ આ તબક્કે, જ્યારે કે કોંગ્રેસના કાર્યપ્રદેશમાં ગાંધીજીનો હાથ લંબાતો અને મજબૂત થતો હતો ત્યારે, સૌથી વધારેમાં વધારે અનુકૂળ આવે અને ધર્મ ગણાય એવી રીતે કોંગ્રેસનાં દ્વારો જૈનો વાસ્તે ખુલ્લાં થયાં હતાં. આ સાથે એ પણ કહી દેવું જોઈએ કે જો હિંદુસ્તાનમાં જેનો જેટલા કે તેથીયે ઓછા પણ લાગવગવાળા બૌદ્ધ ગૃહસ્થો અને ભિખુઓ હોત તો તેમને વાસ્તે પણ કોંગ્રેસનાં દ્વારો ધર્મદષ્ટિએ ખુલ્લાં થયાં હોત. હું ધારું છું કે ઉપરનું સંક્ષિપ્ત વર્ણન સાંપ્રદાયિક મનોવૃત્તિ સમજવા વાસ્તે પૂરતું છે. સાંપ્રદાયિક ભાવનાથી મન એટલું બધું નાનું તેમજ નિષ્ક્રિય જેવું થઈ જાય છે કે તેને વિશાળ કાર્યપ્રદેશ તરફ વળવાનું અને સક્રિયપણે દાખવવાનું સૂઝતું નથી. તેથી જ જ્યારે તિલક અને લાલાજીની ભાવના રાજકીય ક્ષેત્રમાં મુખ્ય ભાગ ભજવતી ત્યારે પણ મહાભારત, ગીતા અને ચાણક્યનીતિના ભક્ત કટ્ટર હિંદુઓએ, કટ્ટર સંન્યાસીઓએ કોંગ્રેસને પોતાનું કાર્યક્ષેત્ર ન જ માન્યું. તેઓ એક કે બીજું બહાનું કરી પોતાની ધાર્મિકતા કોંગ્રેસની બહાર રહેવામાં જ સાબિત કરતા. એ જ રીતે જ્યારે ગાંધીજીની સત્ય અને અહિંસાની તાત્વિક દષ્ટિ રાજકીય ક્ષેત્રમાં દાખલ થઈ ત્યારે પણ અહિંસાના અનન્ય ઉપાસક અને પ્રચારક તરીકે પોતાની જાતને માનતા-મનાવતા કટ્ટર જૈન ગૃહસ્થો અને જૈન સાધુઓ કોંગ્રેસના દરવાજાથી દૂર જ રહ્યા, અને તેની બહાર રહેવામાં જ પોતાના ધર્મની રક્ષા કરવાનો સંતોષ પોષવા લાગ્યા. Page #156 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા ૦ ૧૨૯ પણ દૈવ કેળવણી દ્વારા જુદી સૃષ્ટિ ઘડી રહ્યું હતું. દરેક સંપ્રદાયના યુવકોમાં ઓછા કે વત્તા પ્રમાણમાં કેળવણીએ પરિવર્તન શરૂ કરી દીધું હતું. યુવકોનું વિચારબિંદુ ઝપાટાભેર બદલાવા માંડ્યું હતું. કેળવણીએ કટ્ટર સાંપ્રદાયિક પિતાના પુત્રોમાં તેમના પિતા કરતાં મોટું મન અને વિશાળ દૃષ્ટિબિંદુ નિર્માણ કર્યું હતું. તેથી દરેક સંપ્રદાયની નવી પેઢીને, પછી તે પોતાના ધર્મશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો બહુ ઝીણવટથી જાણતી હોય કે નહિ છતાં, એમ સ્પષ્ટ જણાવા લાગ્યું કે આપણા વડીલો અને ધર્માચાર્યો જે જે ધર્મસિદ્ધાંતોની અને સાંપ્રદાયિક વિશેષતાઓની મહત્તા ગાય છે તે સિદ્ધાંતોને તેઓ પોતપોતાના વાડા સુધ્ધાંમાં સજીવ કે કાર્યશીલ કરતા નથી અગર કરી શકતા નથી, તેમજ પોતાના વડા બહાર કોંગ્રેસ જેવા વ્યાપક ક્ષેત્રમાં પણ તેઓ પોતાના સિદ્ધાંતની સક્રિયતા અન શકયતામાં માનતા નથી. એટલે નવી પેઢીએ જોઈ લીધું કે તેમને વાતે પોતપોતાના સંપ્રદાયો વ્યવહાર અને ધર્મ-બંને દષ્ટિએ માત્ર બંધનરૂપ છે. આ સમજથી દરેક સંપ્રદાયની શિક્ષિત નવી પેઢી રાષ્ટ્રીય મહાસભા તરફ વળી; અને સાંપ્રદાયિક ભાવ છોડી તેને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. આ ક્ષણે સંપ્રદાયના કદર પંડિતો, ધર્માચાર્યો તેમજ હિંદુ મહાસભાનુગામી નવી પેઢી વચ્ચે વિચારÁદ્ધ શરૂ થયું. કટ્ટર મુલ્લા કે મોલવી તરુણ મુસ્લિમને કહેતો કે તમે કોંગ્રેસમાં જાઓ છો, પણ ત્યાં તો ઇસ્લામ વિરુદ્ધનું ઘણું બને છે. તમારી ફરજ સર્વથી પહેલાં પોતાના દીન ઈસ્લામને પ્રકાશવાની અને પોતાના દીન મુસલમાનોને વંધારે સબળ બનાવવાની છે. તેમને મુસલમાન તરુણો જવાબ આપતા કે રાષ્ટ્રીય વિશાળ ક્ષેત્રમાં તો ઊલટું મહમ્મદ સાહેબના ભ્રાતૃભાવના સિદ્ધાન્તને વિશેષ વ્યાપક રીતે જીવતો બનવાનું શક્ય છે. માત્ર ઇસ્લામી વાડામાં તો એ સિદ્ધાન્ત શિયા, સુત્રી વગેરે અનેક નાના ભેદોમાં વહેંચાઈ ખંડિત થઈ ગયો છે, અને સમગ્ર દેશના પોતાના પાડોશી ભાઈઓને પર મનાવતો થઈ ગયો છે. મુલ્લા કે મોલવી એ તરુણોને નાસ્તિક ગણી ઘૂરકતા. સનાતન પંડિતો ને સનાતનપંથી બાવા સંન્યાસીઓ એ જ રીતે પોતાની નવ પેઢીને કહેતા કે તમારે કંઈ કરવું છે તો હિન્દુ કોમનું ક્ષેત્ર કયાં નાનું છે? તમે કોંગ્રેસમાં જઈને તો ધર્મ, કર્મ અને શાસ્ત્રોના ઘાણ વાળવાના. નવી પેઢી તેમને કહેતી કે ધર્મ, કર્મ અને શાસ્ત્રોના નાશની વાત કરો છો તે જ ધર્મ, કર્મ અને શાસ્ત્રો હવે નવી રીતે જીવવાનાં છે. જો જૂની રીતે તેમનું જીવન શકય હોત તો આટલા બધા પડિતો અને સંન્યાસીઓ હોવા છતાં હિંદુ ધર્મનું તેજ હણાયું ન હોત. જ્યારે કટ્ટર મનના જૈન ગૃહસ્થો અને ખાસ કરીને ધર્મગુરુઓ તરુણ પેઢીને કહેતા કે તમે બધા ગાંધી ગાંધી કહી કોંગ્રેસ તરફ દોડો છો, પણ તમારે કાંઈ કામ જ કરવું છે તો પોતાના સમાજ અને પોતાની કોમ વાસે કાંઈ કેમ નથી કરતા? નવી પેઢીએ ચોખ્ખચટ સંભળાવ્યું કે જો સમાજ અને કોમમાં કામ કરવાનું શક્ય હોત અને તમે ઇચ્છતા જ હો તો તમે પોતે એમાં Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કાંઈ કામ કેમ નથી કરી શકતા? તમારી કોમી અને પંથી ભાવનાએ તમારા નાનકડા જ સમાજમાં સેંકડો ભેદોપભેદ જન્માવી ક્રિયાકાંડનાં કલ્પિત જાળાંઓની વાડ ઊભી કરી તમારા પોતાને જ માટે જ્યારે કાંઈ કરવાનું શક્ય રાખ્યું નથી ત્યારે વળી અમે એ વાડામાં પુરાઈ વધારે લીલું શું કરવાના હતા? આ રીતે જૂના સાંપ્રદાયિક અને નવા રાષ્ટ્રીય માનસ વચ્ચે સંઘર્ષણ ચાલતું રહ્યું, જે હજી પણ ચાલે છે. વિચારસંઘર્ષણ અને વધારે ઊહાપોહથી, જેમ રાષ્ટ્રીય મહાસભાનું ધ્યેય અને તેનો કાર્યક્રમ વધારે સ્પષ્ટ અને વધારે વ્યાપક બન્યો છે તેમ નવી પેઢીનું માનસ પણ વધારે સમજણું અને વધારે અસંદિગ્ધ બન્યું છે. અત્યારનો તરુણ ખ્રિસ્તી એમ સ્પષ્ટપણે સમજે છે કે ગરીબો અને દુઃખીઓની વહારે ધાવાનો ખ્રિસ્તનો પ્રેમસંદેશ જીવનમાં સાચી રીતે ઉતારવો હોય તો તે વાસ્તે હિંદુસ્તાનમાં રહી રાષ્ટ્રીય મહાસાભા જેટલું બીજું વિશાળ અને અસંકુચિત ક્ષેત્ર મળવાનું શક્ય જ નથી. આર્ય સમાજની નવી પેઢીનો પણ નિશ્ચય છે કે સ્વામી દયાનંદે ઉપસ્થિત કરેલ બધો જ કાર્યક્રમ તેમનાય દૃષ્ટિબિંદુ કરતાં વધારે વ્યાપક દૃષ્ટિબિંદુથી અને વધારે વિશાળ ક્ષેત્રમાં અમલમાં મૂકવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. મુસ્લિમ નવીન પેઢી પણ પોતાના પેગમ્બર સાહેબના ભ્રાતૃભાવના સિદ્ધાન્તને કોંગ્રેસના પંડાલમાં જ મૂર્તિમાન થતો જોઈ રહી છે. કૃષ્ણના વંશજ અને ભક્તોની નવ પેઢી તેમના કર્મયોગની શક્તિ કોંગ્રેસમાં જ જોવા પામે છે, નવી જેન પેઢી પણ મહાવીરની અહિંસા કે અનેકાંતદષ્ટિની વ્યવહાર તેમજ તાત્ત્વિક ઉપયોગિતા કોંગ્રેસના કાર્યક્રમ સિવાય અન્યત્ર જોતી જ નથી. આમ હોવાથી અત્યારે જૈન સમાજમાં એક જાતનો ક્ષોભ ઊભો થયો છે તે, જેનાં બીજ તો ઘણા દિવસો અગાઉ વવાયાં જ હતાં. અત્યારે વિચારક યુવકો સામે મુદ્દો એ છે કે તેમણે પોતાના વિચાર અને કાર્યનીતિ પરત્વે આખરી ફેંસલો ઘડી જ કાઢવો જોઈએ, જેથી જેને સમજાય તે એ ફેંસલાને અનુસરે, જેને ન સમજાય એ ભલે જૂની ઘરેડ તરફ ચાલ્યા કરે. હવે પછીની નવીન પેઢી વાસ્તે પણ તદ્દન ચોખા શબ્દોમાં એવા ફેંસલા અને કાર્યક્રમની અનિવાર્ય જરૂર છે. હું સ્પષ્ટપણે જોઉં છું અને માનું છું કે રાષ્ટ્રીય મહાસભાના ધ્યેય, તેની વિચારસરણી અને તેના કાર્યપ્રદેશમાં અહિંસા અને અનેકાન્તદૃષ્ટિ, જે જૈનત્વના પ્રાણ છે તે, વધારે તાત્ત્વિક રીતે અને વધારે ઉપયોગીપણે કામ કરી રહ્યાં છે. હા, કોંગ્રેસના પંડાલનાં આસનો ઉપર પીત કે શ્વેત વસ્ત્રધારી યા નગ્નમૂર્તિ જૈન સાધુઓ બેઠેલા નહિ દેખાય, ત્યાં તેમના મોઢેથી નીકળતી અહિંસાની ઝીણામાં ઝીણી વ્યાખ્યા તેમજ અહિંસાના રક્ષણ માટે જ પ્રશસ્ત હિંસા કરવાની વાગ્ધારા નહિ સંભળાય એ ખરું. ત્યાં ભગવાનની મૂર્તિઓ, તેમની પૂજા વાસ્તેની ફૂલની છાબડીઓ, સુગંધી દ્રવ્યો, આરતીના ઘંટનાદો એ પણ નહિ જ હોવાનાં. ત્યાં કોઈ ચાલતા વ્યાખ્યાને “તહત્તિ, તહત્તિ,” કરનાર ભક્તો કે ગફૂલી ગાનાર બહેનો પણ નહિ મળવાની. કોંગ્રેસના રસોડે ઉપધાન તપ Page #158 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા • ૧૩૧ વાસ્તેની આગળની તૈયારીરૂપ વિવિધ મિષ્ટાનો પણ નજરે નહિ ચડવાનાં. તેમ છતાં જેને વિચારદષ્ટિ હશે તે જોઈ શકશે કે કોંગ્રેસની એકેએક વિચારણા અને એકેએક કાર્યક્રમ પાછળ વ્યવહારુ અહિંસા અને વ્યવહારુ અનેકાન્તદષ્ટિ કામ કરી રહી છે. ખાદી ઉત્પન્ન કરવી-કરાવવી અને તેને જ વાપરવી – એ કાર્યક્રમમાં છે તે કરતાં વધારે અહિંસાનું તત્ત્વ બીજી કોઈ રીતે કપડાં તૈયાર કરી વાપરવામાં છે એમ કોઈ જૈન સાધુ બતાવશે ? માત્ર નાની નાની જાતિઓ જ નહિ, નાના નાના પંથો જ નહિ, પણ પરસ્પર એકબીજાથી તદ્દન વિરોધી એવી ભાવનાવાળી મોટી મોટી જાતિઓ અને મોટા મોટા પંથોને પોતપોતાના ઐકાંતિક દષ્ટિબિંદુથી ખસેડી સર્વહિતસમન્વયરૂપ અનેકાંતદષ્ટિમાં સાંકળવાનું કામ કોંગ્રેસ સિવાય બીજી કોઈ સંસ્થા કે બીજી કોઈ જૈન પોષાળ કરે છે કે કામ કરી શકે છે, એમ કોઈ સાચો નિર્ભય જેનાચાર્ય કહી શકશે ? અને જો એમ જ છે તો ધાર્મિક કહેવાતા જૈન સાંપ્રદાયિક ગૃહસ્થો અને જૈન સાધુઓની દૃષ્ટિએ પણ તેમના પોતાના જ અહિંસા અને અનેકાંતદષ્ટિના સિદ્ધાંતને અંશે પણ જીવતો કરી બતાવવા વાસ્તે નવીન પેઢીએ કોંગ્રેસને માર્ગે જ વળવું જોઈએ એ એક જ વિધાન ફલિત થાય છે. જૈન શાસ્ત્રમાં અનેક ઉદાત્ત સિદ્ધાંતો હોવાની વાતો ચોમેર ફેલાવાય છે. દાખલા તરીકે, દરેક સાધુ કે આચાર્ય એમ કહે કે મહાવીરે તો જાતપાતના ભેદ સિવાય પતિત અને દલિતને પણ ઉન્નત કરવાની વાત કહી છે, સ્ત્રીઓને પણ સમાન લેખવાની વાત ઉપદેશી છે; પણ જ્યારે આપણે એ જ ઉપદેશકોને પૂછીએ કે તમે જ ત્યારે એ સિદ્ધાંતો પ્રમાણે કેમ નથી વર્તતા? તે વખતે તેઓ એક જ જવાબ આપવાના કે લોકરૂઢિ બીજી રીતે ઘડાઈ ગઈ છે, એટલે એ પ્રમાણે વર્તવું કઠણ છે; વખત આવતાં રૂઢિ બદલાશે ત્યારે એ સિદ્ધાંતો અમલમાં આવવાના જ. એ ઉપદેશકો રૂઢિ બદલાય ત્યારે કામ કરવાનું કહે છે. એવી સ્થિતિમાં એ રૂઢિ બદલી, તોડીને તેમને વાસ્તે કાર્યક્ષેત્ર નિબંધ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે અને એ જ કારણે વિચારક નવ પેઢીને કોંગ્રેસ સિવાય બીજો કોઈ સાંપ્રદાયિક કાર્યક્રમ સંતોષી શકે એમ છે જ નહિ. હા, સંપ્રદાયમાં સંતોષ માની લેવા જેવી ઘણી વસ્તુઓ છે, જે તેને પસંદ કરે તે તેમાં ખુશીથી જોડાઈ રહે. થોડી વધારે કીમત આપી વધારે જાડું અને ખરબચડું ખાદીનું કપડું પહેરી કાંઈક પણ અહિંસાવૃત્તિ ન પોષવી હોય અને તેમ છતાં નળ ઉપર ચોવીસે કલાક ગરણું બાંધીને કે જીવાતખાનામાં બધી જીવાત ઠાલવીને અહિંસા પાળ્યાનો સંતોષ સેવવો હોય તો સાંપ્રદાયિક ક્ષેત્ર સુંદર છે. લોકો તેને અહિંસાપ્રિય ધાર્મિક પણ માનશે અને બહુ કરવાપણું પણ નહિ રહે. દલિતોદ્ધાર વાસ્તે પ્રત્યક્ષ જાતે કાંઈ કર્યા સિવાય અગર તે વાતે નાણાંનો ફાળો આપ્યા સિવાય પણ સંપ્રદાયમાં રહી મોટા ધાર્મિક મનાવા જેવી નોકારશી, પૂજાપાઠ અને સંઘ કાઢવાની ખર્ચાળ પ્રથાઓ છે, જેમાં રસ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ લેવાથી ઈ પાળ્યો ગણાય, સંપ્રદાય પોષ્યો ગણાય અને છતાં સાચું તાત્ત્વિક કશું જ કરવું ન પડે. જ્યાં દેખો ત્યાં સંપ્રદાયમાં એક જ વસ્તુ નજરે પડશે અને તે એ કે પ્રાણ વિનાના કોઈ ને કોઈ ક્રિયાકાંડ, કોઈ ને કોઈ ધાર્મિક વ્યવહારને વળગી તેમાં જ ધર્મ કર્યાનો સંતોષ માનવો અને વળી વધારામાં તેને આધારે આજીવિકા પોષવી. આજનો યુવક કાંઈક જીવન જીવવા ઇચ્છે છે. એને ખોળિયા કરતાં પ્રાણની વધારે પડી છે. એને શુષ્ક વાદો કરતાં જીવતા સિદ્ધાંતો વધારે ગમે છે. એને પારલૌકિક મોક્ષની નિષ્ક્રિય વાતો કરતાં ઐહિક મોક્ષની સક્રિય વાતો વધારે આકર્ષે છે. એને સાંકડી શેરીમાં ચાલવા કે દોડવામાં રસ નથી. એને ધર્મ કરવો હોય તો ધર્મ અને કર્મ કરવું હોય તો કર્મ, પણ જે કરવું હોય તે, ખુલ્લમખુલ્લાં કરવું છે. ધર્મની પ્રતિષ્ઠાનો લાભ લઈ દંભના જાળામાં પડવાનું એ પસંદ કરતો નથી. એનું મન કોઈ એક વેષ, કોઈ એક ક્રિયાકાંડ કે કોઈ ખાસ પ્રકારના વ્યવહાર માત્રમાં ગોંધાઈ રહેવા તૈયાર નથી. તેથી જ આજનું યુવક-માનસ પોતાનું અસ્તિત્વ અને વિકાસમાત્ર સાંપ્રદાયિક ભાવનામાં પોષી શકે તેમ છે જ નહિ. તેથી જૈન હો કે જૈનેતર હો, દરેક યુવક રાષ્ટ્રીય મહાસભાના વિશાળ પ્રાંગણ તરફ હસતે ચહેરે, ફૂલતી છાતીએ, એકબીજાને ખભેખભો લગાડી જઈ રહ્યો છે. જો આ ક્ષણે સર્વ સંપ્રદાયો ચેતે તો નવા રૂપમાં પણ તેમના પોતાના સંપ્રદાયો જીવે, પોતાની નવી પેઢીનો આદર પોતા તરફ સાચવી રાખે શકે અને જેમ અત્યારનો સંકીર્ણ જૈન સંપ્રદાય ઊકળી ઊઠ્યો છે તેમ નવયુવક તરફ ખરી રીતે નવયુવકને આકર્ષનાર રાષ્ટ્રીય મહાસભા તરફ ઉપેક્ષા કે તિરસ્કારની બેવડી રીતે મોત છે એમ કોઈને લાગ્યા વિના નહિ રહે. દૃષ્ટિએ જોશો તો તેનું — નવભણતરવાળી કોઈ તરુણી એક ગોપાળમંદિરમાં કુતૂહલવશ જઈ ચડી. ગોસ્વામી દામોદરલાલજીને દર્શને જતી સેંકડો ભાવુક લલનાઓને જોઈ એ તરુણી પણ એમાં ભળી. ગોસ્વામીજી ભગતણોને એકેએક લક્ષ કરી કહેતા કે ‘માં કૃષ્ણ ભાવય आत्मानं च राधिकाम्' મને કૃષ્ણ સમજો અને પોતાને રાધિકા. બધી ભોળી. ભક્તાણીઓ તો મહારાજશ્રીનું વચન કૃષ્ણવચન સમજી એ રીતે વરતતી આવેલી, પણ પેલી નવશિક્ષિત તરુણીમાં તર્કબુદ્ધિ જાગી. એ ચૂપ રહી ન શકી, નમ્રતાથી પણ નીડરતાથી બોલી : ‘મહારાજશ્રી, તમને કૃષ્ણ માનવામાં મને જરાયે વાંધો નથી પણ હું જોવા માંગું છું કે કૃષ્ણે કંસના હાથીને ઉછાળ્યો તેમ તમે હાથી નહિ, આખલો નહિ તો એકાદ નાના ગધેડાંને ઉછાળી ફેંકી શકો છો કે નહિ ? કૃષ્ણે તો કંસના મુષ્ટિક ને ચાણ્ર એ બે મહામલ્લોને મરદી નાખેલા, તમે વધારે નહિ તો ગુજરાતના એકાદ અખાડિયા તરુણને મરદી શકો કે નહિ ? કૃષ્ણે કંસને પટકી મારેલો, તો તમે તમારા કોઈ વૈષ્ણવપંથના વિરોધી યવનને પટકી શકો છો કે નહિ ?” તર્ક જબરો હતો. પેલા Page #160 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા ૭ ૧૩૩ મહારાજે મનમાં બબડતાં કહ્યું કે આ નાસ્તિક બાઈમાં તો કલિયુગની બુદ્ધિ આવેલી છે. હું ધારું છું કે એ બાઈના જેવી કલિયુગી બુદ્ધિ ધરાવનાર આજનો કોઈ પણ સંપ્રદાયનો કોઈ પણ યુવક પોતપોતાના સંપ્રદાયનાં શાસ્ત્રોને સાંપ્રદાયિક દૃષ્ટિએ જોનાર અને તેવાં પ્રવચનો ક૨ના૨ પોતપોતાના સાંપ્રદાયિક ધર્મગુરુઓને એવો જ કાંઈક જવાબ આપશે. યુવક મુસલમાન હશે તો તે મોલવીને સંભળાવશે કે હિંદુઓને કાફર કહો છો, પણ તમે પોતે પણ કાફર કેમ નહિ ? ગુલામ હોય તે કાફ૨. તમે પોતે ગુલામ જ છો. ગુલામીમાં રાખનાર કાફર ગણાતો હોય તો રાજ્યકર્તાઓને કાફર માનો. પછી તેમની સોડમાં કાં ભરાઓ છો ? યુવક હિન્દુ હશે તો તે વ્યાસને સંભળાવશે કે મહાભારતની વીરકથા અને ગીતાનો કર્મયોગ સાચો છે તો અત્યારે જ્યાં વીરત્વ અને કર્મયોગની ખાસ જરૂ૨ છે તે પ્રજાકીય રણાંગણથી કેમ ભાગો છો ? યુવક જૈન હશે તો ‘ક્ષમા વીરસ્ય ભૂષળમ્'નો ઉપદેશ આપનાર જૈન ગુરુને કહેશે કે જો તમે વીર હો તો સાર્વજનિક કલ્યાણકારી ને છતાંય ઉશ્કેરણીના પ્રસંગોમાં જઈ ક્ષમા કેમ સાચવી શકાય એવો પદાર્થપાઠ કાં નથી આપતા ? સાત વ્યસનના ત્યાગનો સતત ઉપદેશ આપનાર તમે, જ્યાં સૌએ એવો ત્યાગ કરેલો જ છે ત્યાં જ માત્ર બેસી એવા ત્યાગની વાતો કેમ કરો છો ? પીઠાં ઉ૫૨ જ્યાં દેશમાં લાખો લોકો કરોડો દારૂડિયાઓ બરબાદ થાય છે ત્યાં, જઈ તમારો ઉપદેશ કેમ નથી વરસાવતા ? જ્યાં અનાચારજીવી સ્ત્રીઓ વસે છે, જ્યાં કતલખાનાં અને માંસવિક્રય ચાલે છે, ત્યાં જઈ કાંઈ કેમ નથી ઉજાળતા ? આ રીતે અત્યારનો કળિયુગી યુવક કોઈ પણ ગુરુના ઉપદેશને કસ્યા વિના, તર્ક કર્યા વિના સાંભળવાનો કે માનવાનો છે જ નહિ. હા, તે એક વસ્તુ માનશે અને તે એ કે ઉપદેશ જીવી બતાવતો હોય તે જ વસ્તુ. આપણે જોઈએ છીએ કે અત્યારે ઉપદેશ અને જીવન વચ્ચેના ભેદની દીવાલ તોડવાનો પ્રયત્ન રાષ્ટ્રીય મહાસાભાએ કર્યો છે અને કરી રહી છે. તેથી તમામ સંપ્રદાયો વાસ્તુ એ એક જ કાર્યક્ષેત્ર યોગ્ય છે. જૈન સમાજમાં ત્રણ વર્ગ છે : એક તદ્દન સાંકડો. તેનું માનસ એવું છે કે તેને દરેક વસ્તુ, દરેક કર્તવ્ય ને પ્રવૃત્તિ સાથે પોતાનું કે પોતાના જૈન ધર્મનું નામ હોય તો તે વસ્તુ, તે કર્તવ્ય કે તે પ્રવૃત્તિ ગમે તેટલી યોગ્ય હોવા છતાં તેને તે વર્ગ તિરસ્કારે નહિ તો છેવટે ઉવેખે તો જરૂ૨ જ. આ વર્ગ કટ્ટર તરીકે જાણીતો છે. તેના મુખિયા સાધુઓ અને ગૃહસ્થો પણ જાણીતા છે. તે કટ્ટર અને રોષીલો હોઈ તેને વિશે વધારે નિર્દેશ કરવા કરતાં મૌન સેવવું જ યોગ્ય છે. બીજો એક વર્ગ ઉદારને નામે ખપે છે. તે જાહેરમાં પોતાના નામનો કે જૈન ધર્મના નામનો બહુ આગ્રહ સેવતો હોય એવો દેખાવ નથી કરતો. વળી કેળવણીના ક્ષેત્રમાં પણ ગૃહસ્થો વાસ્તે કાંઈક કરે છે. દેશ કે પરદેશમાં સાર્વજનિક ધર્મચર્ચા કે ધર્મવિનિમયની વાતમાં રસ લઈ કાંઈક જૈન ધર્મના મહત્ત્વ વાસ્તે ચેષ્ટા કરે છે. એ વર્ગ ઉદાર ગણાતો હોઈ તેને વિશે પ્રથમ ક્ટર વર્ગના Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કરતાં વધારે સ્પષ્ટ વિચારવાનું પ્રાપ્ત થાય છે. એવી ભ્રમણામાં આપણે રહેવું ન જોઈએ. આ બીજો વર્ગ પહેલા વર્ગ કરતાં કાંઈ સારી મનોદશા ધરાવે છે, પહેલો વર્ગ રોષીલો અને નીડર હોઈ માને તેવું કહી દે છે, જ્યારે બીજો વર્ગ બીકણ હોઈ તેમ કહેતો નથી: પણ તે બંનેની મનોદશામાં બહુ ફેર નથી. જો પહેલા વર્ગમાં રોષ અને અભિમાન છે તો બીજામાં બીકણપણું અને કૃત્રિમતા છે. વાસ્તવિક ધર્મની પ્રતિષ્ઠા અને જૈન ધર્મને જીવંત બનાવવાની પ્રવૃત્તિથી બંને એકસરખા જ દૂર છે. દાખલા તરીકે, રાષ્ટ્રીય જીવનની પ્રવૃત્તિઓની કસોટી લો. પહેલો વર્ગ ખુલ્લંખુલ્લા કહેશે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જૈન ધર્મનું સ્થાન ક્યાં છે? એમ કહી તે પોતાના ભક્તોને તે તરફ ઢળતાં રોકશે. બીજો વર્ગ ખુલ્લંખુલ્લા એમ નહિ કહે, પણ સાથે જ પોતાના કોઈ પણ ભક્તને રાષ્ટ્રીય જીવન તરફ વળતો જોઈ પ્રસન્ન નહિ જ થાય. પોતે ભાગ લેવાની વાત દૂર રહી, પણ કોઈ પોતાનો ભક્ત રાષ્ટ્રીય પ્રવૃત્તિ તરફ ઢળ્યો હશે કે ઢળતો હશે તો તેના ઉત્સાહને તે “ગુણે મરે વહ વિષ સે ન મરણ' એ નીતિ પ્રમાણે જરૂર મોળો પાડી દેશે. ઉદાહરણ જોઈતું જ હોય તો તાજું છે. યુરોપમાં વિશ્વબંધુત્વની પરિષદો ભરાય છે. ત્યાં જૈન ધર્મ પોતાનું સ્થાન પરાણે કરવા જાય છે, પણ તે ધર્મ જરા પણ મહેનત વિના વિશ્વબંધુત્વની પ્રત્યક્ષ પ્રવૃત્તિમાં સ્થાન મેળવવાનું આ દેશમાં શક્ય છતાં અહીં જ એમાં સ્થાન કેમ નથી મેળવતો ? રાષ્ટ્રીય મહાસભા જેવું વિશ્વબંધુત્વનું સુલભ અને ઘરઆંગણાનું કાર્યક્ષેત્ર છોડી લંડન ને અમેરિકામાંની એવી પરિષદોમાં કેમ ભાગ લેવા મથે છે ? દેશની પ્રત્યક્ષ વિશ્વબંધુત્વસાધક પ્રવૃત્તિઓમાં પોતાનાં ધન, તન અને મનનો ફાળો આપવો છોડી એ પરદેશમાં હજારો માઈલ દૂર ભરાતી પરિષદોમાં માત્ર બે-પાંચ મિનિટ બોલવા જ પરાણે અપમાનપૂર્વક કાં ફાંફાં મારે છે ? આનો જવાબ શોધીશું તો બીજા વર્ગનું માનસ સમજાઈ જવાશે. વાત એ છે કે બીજા વર્ગને કાંઈક કરવું છે. તે પણ પ્રતિષ્ઠિત હોય તે કરવું છે. વળી તે પ્રતિષ્ઠા એવી હોય કે જે અનુયાયી લોકોના મનમાં વસેલી હોય અને એવી ન હોય કે જેથી અનુયાયીઓને છંછેડાવાનું કોઈ પણ કારણ મળે. તેથી જ આ ઉદાર વર્ગ જૈન ધર્મમાં પ્રતિષ્ઠા પામેલ અહિંસા અને અનેકાંતનાં ગાણાં ગાય છે. એ ગાણાં એવાં કે જેમાં કાંઈ પ્રત્યક્ષ કરવાપણું જ ન હોય. પહેલા વર્ગે એ ગાણાં માટે ઉપાશ્રયોનું સ્થાન પસંદ કર્યું, જ્યારે બીજા વર્ગે ઉપાશ્રયો ઉપરાંત બીજા સ્થાનો એવાં પસંદ કર્યા કે જ્યાં ગાણા ગાઈ શકાય અને છતાં કશું જ કરવાનું ન હોય. તત્ત્વતઃ બીજો ઉદાર વર્ગ વધારે ભ્રામક છે, કારણ, તેને ઘણા ઉદાર તરીકે ઓળખે છે. નામદાર ગાયકવાડ જેવા ચકોર બુદ્ધિના રાજપુરુષોને વાસ્તે વિશ્વબંધુત્વની ભાવનાને મૂર્તિમાન કરવા મથતી રાષ્ટ્રીય મહાસભાની પ્રવૃત્તિમાં ભાગ લેવો એક યા બીજે કારણે ન પાલવે એ વાત સમજી શકાય, પણ ત્યાગ અને સહિષ્ણુતાનો ઝભ્ભો પહેરી બેઠેલ, તપસ્વી મનાતા જૈન સાધુવર્ગ વાસ્તે એ સમજવું મુશ્કેલ છે કે તેઓ જો વિશ્વબંધુત્વને વાસ્તવમાં જ Page #162 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા - ૧૩૫ જીવિત કરવા ઇચ્છે છે તો તેના પ્રયોગનું સામેનું પ્રત્યક્ષ ક્ષેત્ર છોડી તેઓ કેવળ વિશ્વબંધુત્વની શાબ્દિક રમત કરનાર પરિષદોની મૃગતૃષ્ણા પાછળ કાં દોડે છે ? હવે ત્રીજા વર્ગની વાત કરીએ. એ વર્ગ પ્રથમના બે વર્ગ કરતાં સાવ જુદો પડે છે, કારણ એમાં પહેલા વર્ગ જેવી સાંકડી દૃષ્ટિ અગર કટ્ટરતા નથી કે જેને લીધે તે ગમે તે પ્રવૃત્તિ સાથે માત્ર જૈન નામ જોઈને જ રાચે; અથવા માત્ર ક્રિયાકાંડમાં મૂર્છિત થઈ સમાજ અને દેશની, પ્રત્યક્ષ સુધારવા યોગ્ય સ્થિતિ સામે આંખ મીંચી બેસી રહે. આ ત્રીજો વર્ગ ઉદાર મનનો છે, પણ બીજા વર્ગની ઉદારતા અને તેની ઉદારતા વચ્ચે મોટું અંતર છે. બીજો વર્ગ રૂઢિ અને ભયનાં બંધનો છોડ્યા સિવાય જ ઉદારતા સેવે છે, જેથી તેની ઉદારતા અણીને ટાંકણે-કામની વેળાએ-માત્ર દેખાવ પૂરતી રહી જાય છે, જ્યારે ત્રીજા વર્ગની ઉદારતા શુદ્ધ કર્તવ્ય અને સ્વચ્છ દૃષ્ટિમાંથી ઉત્પન્ન થયેલી છે. એને લીધે તેને માત્ર જૈન નામનો મોહ નથી, અગર તેની લેશે સૂગ પણ નથી. એ જ રીતે તે ઉદારતાની સુધારાની માત્ર શાબ્દિક રમતોમાં ગોંધાતો નથી. એ પ્રથમ પોતાની શક્તિનું માપ કાઢે છે અને પછી જ કાંઈ ક૨વાની વાત કરે છે. તેને જ્યારે સ્વચ્છ દૃષ્ટિથી કાંઈ કર્તવ્ય સૂઝે છે ત્યારે તે કોઈની રીઝ કે ખીજની ચિંતામાં પડ્યા સિવાય તે કર્તવ્ય તરફ વળે છે. તે માત્ર ભૂતકાળમાં રાચતો નથી; માત્ર બીજાઓના પ્રયત્નની રાહ જોઈ બેસી રહેવાનું પણ પસંદ નથી કરતો. તેને જાતિ, સંપ્રદાય કે ક્રિયાકાંડના ચોકા બાંધી રાખી નથી શકતા. તે એ ચોકાઓમાં પણ રહે અને બહાર પણ વિચરે. તેની નેમ માત્ર એટલી જ રહે છે કે ધર્મનું નામ મળો કે ન મળો, પણ કાંઈક અગત્યનું સર્વહિતકારી કલ્યાણકાર્ય આચરવું જ જોઈએ. જોકે આ ત્રીજો વર્ગ છેક નાનો છે, પણ તેની વિચા૨ભૂમિકા અને તેનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ છે. એમાં માત્ર ભાવિની જ આશાઓ નથી સમાતી, પણ એમાં ભૂતકાળના શુભ વારસા અને વર્તમાનકાળનાં કીમતી તેમજ પ્રેરણાદાયી બળો સુધ્ધાંનો સમાવેશ થઈ જાય છે. એમાં થોડી, પણ આચરી શકાય એટલી જ, અહિંસાની વાતો આવશે; જીવનમાં ઉતારી શકાય અને ઉતારવો જોઈએ એવા જ અનેકાન્તનો આગ્રહ રહેશે. જેમ બીજા દેશના અને ભારતવર્ષના અનેક સંપ્રદાયોએ ઉપ૨ વર્ણવેલ એક ત્રીજા વર્ગને જન્મ આપ્યો છે, તેમ જૈન પરંપરાએ પણ ત્રીજા વર્ગને જન્મ આપ્યો છે. સમુદ્રમાંથી વાદળાં બંધાઈ છેવટે નદીરૂપે બની અનેક જાતની લોકસેવા સાધતાં જેમ અંતે સમુદ્રમાં જ લય પામે છે, તેમ મહાસભાના આંગણામાંથી ભાવના મેળવી તૈયાર થયેલ અને તૈયાર થતો આ ત્રીજા પ્રકારનો જૈન વર્ગ પણ લોકસેવા દ્વારા છેવટે મહાસભામાં જ વિશ્રાંતિ લેવાનો. આપણે જોયું કે છેવટે તો વહેલા કે મોડા બધા સંપ્રદાયોને પોતપોતાના ચોકામાં રહીને અગર ચોકા બહાર નીકળીને વાસ્તવિક ઉદારતા સાથે મહાસભામાં મળ્યે જ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ છૂટકો છે. મહાસભા એ રાજકીય સંસ્થા હોઈ ધાર્મિક નથી. સર્વેનો શંભુમેળો હોઈ તે આપણી નથી, પારકી છે – એવી ભાવના એ માત્ર ભ્રમણા હતી. પજુસણના દિવસોમાં આપણે મળીએ અને આપણી ભ્રમણાઓ દૂર કરીએ તો જ જ્ઞાન અને ધર્મપર્વ ઊજવ્યું ગણાય. તમે બધા નિર્ભય બની પોતાની સ્વતંત્ર દષ્ટિએ વિચાર કરતા થાઓ એ જ મારી વાંછા છે. અને તે વખતે તમે ગમે તે મત બાંધ્યો હશે, ગમે તે માર્ગે જતા હશો, છતાંય હું ખાતરીથી માનું છું કે તે વખતે તમને રાષ્ટ્રીય મહાસભામાં જ દરેક સંપ્રદાયની જીવનરક્ષા જણાશે, તેની બહાર કદી નહિ. - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૮. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૨૨. સ્વતંત્રતાનો અર્થ હું અર્થશાસ્ત્ર, ઇતિહાસ કે રાજકારણનો જ્ઞાતા અગર અભ્યાસી નથી. તેમ છતાં દેશની સ્થિતિના સામાન્ય પરિચયમાં રહેવાનું મને હંમેશાં રુચ્યું છે. માત્ર આટલા જ આધાર ઉપર મને આવતી સ્વતંત્રતા વિશે જે કાંઈ વિચારો આવે છે તેને ટૂંકમાં આલેખવા ઈચ્છું છું. વ્યવહારમાં અને દુન્યવી કોઈ પણ ક્ષેત્રમાં સ્વતંત્રતાનો નિરપેક્ષ અર્થ શોધવો શક્ય જ નથી. એટલે જ્યારે સ્વતંત્રતાના અર્થ વિશે વિચાર કરીએ ત્યારે સાપેક્ષદષ્ટિએ જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. દેશ સ્વતંત્ર થયો છે, આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, એવા ઉદ્દગારો કાઢવા અને તેનો પ્રચલિત એવો સામાન્ય અર્થ લેવો એ બહુ અઘરું નથી તેમજ સ્વતંત્રતાની પ્રાપ્તિ નિમિત્તે થનારા ઉપર ઉપરના ફેરફારો સમજવા અને તે નિમિત્તે થનારા ઉત્સવો ને ઉજવણીઓમાં રસ લેવો એ પણ સહેલું છે. પરંતુ આવી રહેલી સ્વતંત્રતા આપણા જીવનને કઈ રીતે સ્પર્શ કરે છે તેમજ પ્રત્યેક વ્યક્તિના જીવનપ્રદેશના કયા કયા બદ્ધ દ્વારા ખુલ્લાં કરે છે તેમજ એ સ્વતંત્રતાજનિત મુક્તિમાંથી કયા પ્રકારની કર્તવ્યપરતંત્રતા અનિવાર્ય રીતે ફલિત થાય છે એ સમજવું વધારે અઘરું છે કે જે સ્વતંત્રતાનું ખરું હાર્દ છે. સ્વતંત્રતા આવી, એટલા ઉપરથી આટલી બાબત તો સૌના મનમાં વસેલી જ છે કે આપણે અંગ્રેજી હકૂમતની પરતંત્રતાથી અગર વિદેશી શાસનની ગુલામીમાંથી મુક્તિ મેળવી. વિદેશી શાસનની ગુલામીનો વિચાર આવતાં જ આપણે એ પણ વિચારવા પ્રેરાઈએ છીએ કે શું બ્રિટિશ હકૂમત પહેલાં આપણે ગુલામ ન હતા? અને ન હતા તો તે કયા અર્થમાં તેમજ જો ગુલામ હતા તો તે કયા અર્થમાં? વળી એ પણ વિચાર આવે છે કે વિદેશી શાસને આ દેશમાં ગુલામી લાદી અને ગુલામી પોષી, પરંતુ શું એણે માત્ર ગુલામી જ પોષી છે કે એણે સ્વતંત્રતાનાં બીજો પણ વાવ્યાં છે? આ અને આના જેવા પ્રશ્નો આપણને લાંબા નહિ તો ટૂંકા ભૂતકાળ ઉપર તટસ્થ દૃષ્ટિ નાખવા પ્રેરે છે. યુરોપના જુદા જુદા દેશોમાંથી વિદેશીઓ આવ્યા તે વખતની અને અંગ્રેજ હકૂમત સ્થપાઈ ત્યાર સુધીની જ દેશની સ્થિતિનો વિચાર કરીએ અને તેને અંગ્રેજી હકૂમત સ્થપાયા પછીની દેશની સ્થિતિ સાથે સરખાવીએ તો આપણને સમજવું વધારે સરળ * ' છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ થઈ પડે કે અંગ્રેજી હકૂમત દરમ્યાન અને તે પહેલાંની દેશની સ્થિતિ વચ્ચે કેટલું અને કેવું અંતર હતું. વળી એ પણ સમજવું વધારે સહેલું થઈ પડે કે અંગ્રેજી શાસને કઈ કઈ બાબતમાં ગુલામી લાદી અગર પોષી અને કઈ બાબતમાં એણે જૂની ગુલામીનાં મૂળો ઉખેડ્યાં કે ઢીલાં કર્યો. એ પણ સમજવું વધારે સરળ થઈ પડે કે વિદેશી હકૂમતે, આપણે ઇચ્છીએ તેવા અર્થમાં, સ્વતંત્રતાનાં નવાં બીજો આ દેશમાં ઇચ્છાએ કે અનિચ્છાએ, જાણ્યું કે અજાણ્યે ક્યાં ક્યાં અને કેટલા પ્રમાણમાં રોપ્યાં કે જેના પરિણામે આજે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત થયાની કૃતાર્થતા એક અથવા બીજી રીતે અનુભવીએ છીએ. અંગ્રેજી શાસન સ્થપાયા પહેલાં દેશનું આર્થિક જીવન સ્વતંત્ર હતું, એટલે દેશની ખેતીવાડીનું ઉત્પાદન, તેની વહેંચણી, ઉદ્યોગ-ધંધા, કળા-કારીગરી એ બધાનું જીવનદાયી વહેણ માત્ર દેશાભિમુખ હતું. તેથી ગમે તેવા દુષ્કાળમાં પણ પેટનો ખાડો પૂરવાનું કામ બ્રિટિશ શાસનના સુકાળના દિવસો કરતાં અનેકગણું સહેલું હતું. માનવજીવનના મુખ્ય આધારરૂપ પશુ જીવન અને વનસ્પતિજીવન તદ્દન આબાદ લીલાંછમ અને સમૃદ્ધ હતાં, જે બ્રિટિશ શાસનની સ્થાપના પછી ઉત્તરોત્તર હાસ પામતાં પામતાં આજે ક્ષીણપ્રાય થઈ ગયાં છે અને સાવ સુકાઈ કરમાઈને વણસી ગયાં છે, જેને લીધે સંખ્યાની દૃષ્ટિએ માનવસમાજની આબાદી હોવા છતાં જીવનની દષ્ટિએ દેશનો માનવસમાજ કંકાલ જેવો રક્ત માંસ અને વીર્યહીન બની ગયો છે. અંગ્રેજી શાસન પહેલાંની દેશમાં પ્રવર્તતી ધાર્મિક, સામાજિક અને કેળવણીની સ્થિતિ અંગ્રેજી શાસન સ્થપાયા પછીની તે વિષયની સ્થિતિની સરખામણીમાં એકંદર પામર અને એકદેશીય જ હતી. દેશમાં ધાર્મિક વાતાવરણ વ્યાપક અને ઘન હતું ખરું, પણ એ વાતાવરણમાં જેટલી પરલોકાભિમુખતાની અને વહેમી ક્રિયાકાંડની પ્રચુરતા હતી તેટલી જ ઐહિક જીવનના સળગતા અને તત્કાળ ઉકેલ માગતા પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા તેમજ પુરુષાર્થહીનતા હતી. શ્રદ્ધાનું અતિ અને આંધળું દબાણ બુદ્ધિ તેમજ તર્કના પ્રકાશને બહુ સરળતાથી ગૂંગળાવી નાખતું. સમાજમાં સ્ત્રીશક્તિ સાવ ઉપેક્ષિત અને સુષુપ્ત હતી. તેનું સ્વાતંત્ર્ય હતું તો તે માત્ર ઘરઆંગણાના જીવનને દીપાવવા કે ક્ષુબ્ધ કરવા પૂરતું. વર્ણવ્યવસ્થાનું સમગ્ર બળ નાતજાતના અસંખ્ય વાડાઓ અને ચોકાવૃત્તિ તેમજ ઉચ્ચનીચપણાની ભાવનામાં સમાઈ જતું. બ્રાહ્મણ અને અન્ય ગુરુવર્ગની તેમજ તેને સીધો ટેકો આપતા ઇતર સવર્ણોની જેટલી મહત્તા અને મહનીયતા હતી તેટલી જ દલિત અને અસ્પૃશ્ય ગણાતા વર્ગોની ક્ષુદ્રતા અને નિંદનીયતા રૂઢ થઈ ગઈ હતી. સમગ્ર જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે એવા લગ્નના સંબંધો ઐચ્છિક કે ગુણાશ્રિત ભાગ્યે જ બચવા પામ્યા હતા. ઘરઆંગણે ન્યાય આપનારી અને સમાધાન કરાવનારી પંચ તેમજ મહાજનની જૂની સંસ્થાઓમાં સેવા કરતાં સત્તાનો દોર સવિશેષ હતો. Page #166 -------------------------------------------------------------------------- ________________ - સ્વતંત્રતાનો અર્થ • ૧૩૯ આખા દેશમાં કેળવણીનું ધોરણ સસ્તું અને સુલભ હતું, પણ એ કેળવણી જેટલા પ્રમાણમાં ઉચ્ચ ગણાતા વર્ગ અને વર્ગને સ્પર્શતી હતી તેમજ તેને વારસાગત હતી તેટલા જ પ્રમાણમાં, બલ્ક તેથીયે વધારે પ્રમાણમાં, તે કેળવણીથી દેશનો મોટો વર્ગ સાવ વંચિત રહેતો. અને આખોયે સ્ત્રીસમાજ તો મોટે ભાગે વિદ્યા તેમજ સરસ્વતીની પૂજામાં જ શિક્ષણની ઇતિશ્રી સમજતો. કેળવણીના વિષયો હતા તો અનેક, પણ તે બધા વિષયોનું મુખ મોટે ભાગે પરલોકગામી જ બની ગયું હતું, અને તેથી તેવા વિષયોની કેળવણી ઐહિક જીવનમાં જોઈએ તો રસ પૂરો પાડી શકતી નહિ. એમાંથી સેવા કરવાને બદલે સેવા લેવાનો ભાવ જ પ્રધાનપણે પોષાતો. બ્રહ્મની અને અદ્વૈતની ગગનગામી ભાવનાઓ ચિંતનમાં અવશ્ય હતી, પણ વ્યવહારમાં તેની છાયા નામમાત્રની હતી. વૈજ્ઞાનિક કહી શકાય એવા શિક્ષણનો છેક અભાવ ન હતો, પણ એ શિક્ષણ માત્ર કલ્પનાથી આગળ વધી પ્રાયોગિક ભૂમિકામાં ભાગ્યે જ જતું. રાજકીય સ્થિતિ તો સાવ છિન્નભિન્ન થઈ નિર્ણાયક સૈન્ય જેવી પ્રવર્તતી. પિતાપુત્ર, ભાઈ-ભાઈ અને ઘણી વાર સ્વામી-સેવક વચ્ચે રાજ્યસત્તાની લાલચ મહાભારત તેમજ ગીતામાં વર્ણવતા કૌરવ-પાંડવના ગૃહકલહને સદાય સજીવ રાખતી. આખા દેશનું તો શું, પણ એક પ્રાંત સુધ્ધાંમાં સંવાદી કહી શકાય એવું માત્ર પ્રજાહિતૈષી શાસન ભાગ્યે જ ટકતું. તલવાર, ભાલા અને બંદૂક પકડી શકે અને ચલાવી શકે તેવી એક કે અનેક વ્યક્તિઓ ગમે ત્યારે પ્રજાજીવનને બેસૂરું કરી નાખતી. પરદેશી કે સ્વદેશી હુમલા સામે પૂરેપૂરું કામ આપે તેવી સામૂહિક ત્રાણશક્તિ સાવ નિર્જીવ બની ગઈ હતી. એ જ કારણે અંગ્રેજો ભારતને જીતવા અને હસ્તગત કરવામાં સફળ થયા. અંગ્રેજી શાસનના પ્રારંભથી જ દેશનું આર્થિક વહેણ પરદેશ તરફ વહેવું શરૂ થયું હતું. તે એ શાસનની સ્થિરતા અને એકરૂપતાની વૃદ્ધિની સાથે જ એટલે સુધી વધી ગયું કે આજે જ્યારે અંગ્રેજી શાસન આપોઆપ વિદાય લે છે ત્યારે આખા દેશમાં સ્વતંત્રતાની પ્રાપ્તિનો ઉત્સવ માણવા જેટલી પણ ખરી આર્થિક સમૃદ્ધિ રહી નથી. અંગ્રેજી શાસનથી કોઈ પણ મોટામાં મોટો ફટકો પડ્યો હોય તો તે દેશના આર્થિક અને ઔદ્યોગિક જીવન પર પડેલો છે. અંગ્રેજી શાસને એક અથવા બીજે કારણે રૂઢ અને સંકીર્ણ ધર્મબળોને પોષ્યા છે અથવા તો તેને ટકાવ્યા છે એ સાચું, પણ સાથે સાથે એ શાસનની છાયામાં દેશનાં ધાર્મિક બળોમાં ઘણો વાંછનીય વેગ પણ આવ્યો છે. અનેક અંશે વહેમોનું સ્થાન વિચારોએ, પરલોકાભિમુખ જડ ક્રિયાકાંડોનું સ્થાન સજીવ ઐહિક સેવાધર્મોએ, અને ભક્તિના વેવલાપણાનું સ્થાન જીવંત માનવભક્તિએ લીધું છે. અંગ્રેજી શાસન દરમ્યાન તર્કવાદને જે બળ મળ્યું છે તેણે જેટલે અંશે અનિષ્ટ કર્યું હોય તે કરતાં વધારે અંશે શ્રદ્ધા અને બુદ્ધિનું સંશોધન જ કર્યું છે. અંગ્રેજી શાસન આવ્યા પછી જે જાતની કેળવણી આપવી શરૂ થઈ અને જે પ્રકારની નવી સંસ્થાઓ ઊભી થઈ તેને લીધે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કેળવણીનાં જૂનાં ધોરણ અને જૂની સંસ્થાઓ ઉપર ફટકો પડ્યો છે એમ ઉપર ઉપરથી જોતાં લાગે છે, પણ બારીકીથી વિચાર કરીએ તો એ દેખાઈ આવશે કે નવી કેળવણી અને નવા પ્રકારની સંસ્થાઓ દ્વારા જ ભારતના આખા જીવનમાં ક્રાન્તિકારી વાંછનીય ફેરફાર થયો છે. પરદેશી શાસનનો હેતુ પરોપકારી હતો કે પોતાનું સ્વાર્થી તંત્ર ચલાવવાનો હતો એ પ્રશ્ન અહીં અપ્રસ્તુત છે. પ્રશ્ન એટલો જ છે કે પરદેશી શાસને શરૂ કરેલ કેળવણી, તેના વિષયો અને તેની સંસ્થાઓ એ બધું એકંદરે શાસન પહેલાંના દેશની કેળવણી વિષયક સ્થિતિ કરતાં પ્રગતિશીલ છે કે નહિ ? તટસ્થપણે વિચાર કરનાર ભાગ્યે જ એવો અભિપ્રાય આપશે કે નવું કેળવણીતંત્ર પ્રગતિકાઈ નથી. આ કેળવણીતંત્રને લીધે અને પરદેશીઓના સહવાસ તેમજ દેશાંતરના વધતા જતા પ્રવાસને લીધે અનેક સામાજિક બાબતોમાં અંગ્રેજી શાસન દરમ્યાન મૂળનો તફાવત પડી ગયો. છે એની કોઈથી ના પાડી શકે તેમ નથી. દલિતો અને અસ્પૃશ્યોને જીવનના દરેક ક્ષેત્રમાં પોતાના જેવા ગણવાની અને તેમને ઊંચા ઉઠાવવાની દિવસે દિવસે બળવત્તર થતી ભાવના દરેક સવર્ણના મનમાં મૂળ નાખતી જાય છે. સુષુપ્ત સ્ત્રીશક્તિ જાગ્રત બની દરેક ક્ષેત્રમાં પુરુષને સાથ આપી રહી છે અને તેનો બોજો હળવો કરવા સાથે સાથે તેના અભિમાનને પણ હળવું કરી રહી છે. પંચ અને મહાજનોની સંસ્થા લોકતંત્રની ઢબે પુનર્જીવન પામતી જાય છે, અને તેની ગતિ સેવાની દિશામાં વધ્યે જાય છે. અંગ્રેજી શાસન સ્થપાયા પછી જ આપણે આખા દેશની અખંડતા અને એકરૂપતાની કલ્પના કરવા લાગ્યા. તે પહેલાં સાંસ્કૃતિક એક્તા હતી એ ખરું, પણ રાજકીય એકતાને માત્ર સૂત્રપાત જ નહિ, વહીવટી અનુભવ સુધ્ધાં બ્રિટિશ શાસને જેવો કરાવ્યો છે તેવો ભૂતકાળમાં ક્યારે પણ ન હતો. નાની મોટી રાજસત્તા માટે અંદરોઅંદર આખડતા સાંઢો. જેવા જમીનદારો, ઠાકોર અને રાજા મહારાજાઓને અંગ્રેજી શાસને જ નાચ્યા અને પ્રજાજનને કાંઈક નિરાંત વળે એવી સ્થિતિ ઊભી કરી. બ્રિટિશ તંત્રે પોતાનું જ જીવન ટકાવવા ને વિકસાવવા આ દેશમાં જે જે કર્યું છે તેનાં અનિષ્ટ પરિણામો ઓછાં નથી, છતાં તેણે જે લોકતંત્રનો પદાર્થપાઠ આપ્યો છે અને જે કેળવણીનું દૃષ્ટિબિંદુ પૂરું પાડ્યું છે, તેમજ શિક્ષણ, વ્યાપાર અને પ્રવાસ માટે જે મોટા પાયા ઉપર પરદેશનાં દ્વાર ખુલ્લાં કર્યા છે, અગર તો જે જળ અને સ્થળનાં બંધનો તોડી ભારત અને ઈતર દેશોને વધારે ને વધારે નજીક આણ્યા છે તેની સરખામણીમાં બીજાં અનિષ્ટો નગણ્ય જેવાં લાગે છે. બ્રિટિશતંત્ર દરમ્યાન સાંપડેલ આ એક જ લાભ એવો છે કે જેમાં સ્વતંત્રતાનાં બધાં બીજોનો સમાવેશ થઈ જાય છે. અત્યારે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે ત્યારે બ્રિટિશ શાસન દરમ્યાન પેદા થયેલ અનિષ્ટ તત્ત્વો અને તે દરમ્યાન સાંપડેલ સિદ્ધિઓ એ બંને આપણને વારસામાં મળે છે. હવે ઓગસ્ટની ૧૫મી પછી આપણે માટે સ્વતંત્રતાનો શો અર્થ હોઈ શકે એ વિચારવાનું કામ આપણું છે, નહિ કે અંગ્રેજોનું. Page #168 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાનો અર્થ • ૧૪૧ ઉપરની દૃષ્ટિને અનુસરી સ્વરાજ્યપ્રાપ્તિના મંગલદિને સ્વતંત્રતાનો અર્થ સંક્ષેપમાં આ પ્રમાણે તારવી શકાય: (૧) ઇતિહાસને વફાદાર રહી વર્તમાન પરિસ્થિતિનું તટસ્થ અવલોકન કરી ભાવિ મંગલનિર્માણની દૃષ્ટિ રાખી જે અનેકવિધ ફેરફારો કરવા પડે તે કરવામાં પૂર્ણ ઉલ્લાસ ને રસ અનુભવવો. (૨) જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં જે દોષો અને ખામીઓ જડ ઘાલી બેઠેલ છે એમ દેખાય તેનું નિર્મૂળ નિવારણ કરવામાં, હવે સ્વરાજ્ય મળ્યા પછી કોઈ બહારનું તત્ત્વ અંતરાયરૂપ કે આડખીલીરૂપ નથી એ વિશ્વાસે, દરેક પ્રકારની ખોડો દૂર કરવા કટિબદ્ધ થવું. (૩) કોઈ પણ વ્યક્તિ કે પ્રજા પોતાને પ્રાપ્ત થયેલ સિદ્ધિઓ સાચવવાનું કામ અને નવી સિદ્ધિઓ મેળવવાનું કામ પૂરેપૂરી જવાબદારી ઉઠાવવાની અને તે માટે ખપી જવાની કર્તવ્યપરતંત્રતા પચાવ્યા સિવાય સાધી શકે નહિ, એવી સમજણ અંદરથી કેળવવી. ઉપર સૂચવેલ છે તે અર્થો આપણને ઈશાવાસ્ય’ના મૂળ મંત્રને મુદ્રાલેખ બનાવવા પ્રેરે છે. તે મુદ્રાલેખ એ છે કે જો કોઈ વ્યક્તિ કે પ્રજા લાંબું, સુખી અને સંવાદી જીવન જીવવા ઇચ્છે તો તેણે આવશ્યક બધાં જ કર્તવ્યો કરતાં રહેવું જોઈએ; અર્થાત્ પુરુષાર્થહીનતામાં ધર્મ માનવો ન જોઈએ. વ્યક્તિ અને સમષ્ટિના મધુર સંબંધો ટકી રહે અને વધે તે માટે એ મંત્ર સૂચવે છે કે સ્વકર્તવ્યના ફળનો ઉપભોગ ત્યાગપૂર્વક જ કરવો ઘટે, અને બીજાનાં શ્રમફળની લાલચના પાશથી છૂટવું ઘટે. ઈશાવાસ્યના એ મંત્રનો ઉક્ત સાર ધર્મ, જાતિ, અધિકાર અને સંપત્તિઓના સ્વામીઓને સ્વરાજ્યપ્રાપ્તિને દિવસે એમ કહે છે કે તમે પોતપોતાની સત્તાના લોભે તરેહતરેહના દાવાઓ આગળ ન ધરો અને જનતાના હિતમાં જ પોતાનું હિત સમજો. નહિ તો, અંગ્રેજોના શાસન પહેલાં હતી તે કરતાં પણ વધારે મૂંડી અરાજકતા ઊભી કિરવાના કારણ બનશો અને વિદેશી આક્રમણને ફરી નોતરી પોતે જ પહેલાં ગુલામ બનશો. - પ્રબુદ્ધ જૈન, ૧-૯૪૭. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૨૩. લોકતંત્રનો મુખ્ય પાયો પ્રજાસત્તાક દિવસ ઊજવવામાં આવે છે અને પ્રજાસત્તાક તંત્રને લક્ષી દેશના દરેક ભાગમાં વિચારવાના તંત્રીઓ પોતપોતાના છાપાના ખાસ અંક પ્રસિદ્ધ કરે છે. તેને વખતે પ્રજાસત્તાક કે લોકતંત્રનો મુખ્ય અને સાચો પાયો શો છે, તેમજ એ પાયો આપણા લોકતંત્રમાં કેટલે અંશે છે, એ જાણવું જરૂરી છે. લોકતંત્રના બીજા અનેક આધારો છે, પણ તેમાં જો કોઈ એક મુખ્ય અને મહત્ત્વનો આધાર દર્શાવવો હોય તો તે સરવાળે સમષ્ટિના હિત અને કલ્યાણને જ પોતાનું હિત અને કલ્યાણ લેખી પ્રત્યેક રાષ્ટ્રઘટક ઉંમરલાયક અને સમજદાર વ્યક્તિએ પોતાના લાભ અને સ્વાર્થને સમષ્ટિના હિત અને કલ્યાણમાં જતા કરવા તેમજ પોતાની શક્તિઓને સમષ્ટિના હિતમાં વાપરવી તે છે. બુદ્ધ ને મહાવીરના સમયમાં ગણરાજ્યો હતાં. તેમાં લોકતંત્રનું જ તત્ત્વ હતું, પણ પ્રમાણમાં મોટા ભયો ઉપસ્થિત થતાં તે ગણતંત્રો જોઈતું સંગઠન અને બળ સાધી ન શક્યાં. એટલે ઉપસ્થિત થતા મોટા ભયો નિવારવાનું કામ અમુક શક્તિશાળી વ્યક્તિઓએ આગળ આવી કર્યું અને પરિણામે વ્યક્તિસત્તાક રાજ્યના પાયા વિસ્તરતા ગયા. સમષ્ટિહિતની જે દૃષ્ટિ પ્રથમ મુખ્યપણે કામ કરતી તે વ્યક્તિ-રાજતંત્રમાં ગૌણ બની અને વૈયક્તિક હિત તેમજ વૈયક્તિક ગૌરવનાં બીજો લતાંફાલતાં ગયાં. આ વાત રાજતંત્રપક્ષે થઈ. બીજી બાજુ ધર્મતંત્રપક્ષે પણ પલ્લું ધીરે ધીરે બદલાતું ગયું. વેતિ રતિ રતિ વરતો મારે એવી પ્રવૃત્તિપ્રધાન ભાવના ધર્મક્ષેત્રમાં કાંઈક ગૌણ થઈ. તેના સ્થાનમાં નિવૃત્તિપ્રધાન આધ્યાત્મિક ધર્મની ભાવના ધીરે ધીરે પ્રધાન બનવા લાગી. વ્યક્તિતંત્ર-રાજ્યમાં દિવસે દિવસે સામૂહિક જવાબદારીનું તત્ત્વ પ્રજાસામાન્યમાં ઓસરતું ગયું અને નિવૃત્તિપ્રધાન આધ્યાત્મિક ધર્મના પુરસ્કર્તા સંઘો અને સંપ્રદાયોના પ્રભાવને લીધે પ્રજાસામાન્યમાં નિવૃત્તિની સાચી સમજ અને તેના વિકાસને બદલે નિવૃત્તિનો આભાસ કરાવનારી, પણ વસ્તુતઃ સમષ્ટિના હિતને બેજવાબદાર એવી એક પ્રકારની નિષ્ક્રિય વૃત્તિ જન્મી અને તેણે ધર્મના વિવિધ સ્વાંગો પહેર્યા. આનું પરિણામ આખા ઇતિહાસકાળ દરમ્યાન એકંદર એ જ આવ્યું કે આપણો આવડો મોટો દેશ, Page #170 -------------------------------------------------------------------------- ________________ લોકતંત્રનો મુખ્ય પાયો : ૧૪૩ આટલી બધી બાહ્ય સાધનસંપત્તિ ધરાવતાં છતાં અને બુદ્ધિવૈભવ તેમજ ઉચ્ચ સંસ્કૃતિનો વૈભવ ધરાવવા છતાં, દિવસે ને દિવસે નબળો પડતો ગયો અને ગુલામી મનોવૃત્તિ ધરાવતો થઈ ગયો. જો આપણે આખા ઇતિહાસકાળ દરમ્યાન દેખાતી દેશની નબળાઈ અને ગુલામી મનોવૃત્તિના મૂળ કારણની શોધ કરીશું તો એ જણાયા વિના નહિ રહે કે એકંદર ભારતની પ્રજામાં સમષ્ટિ-હિત અને કલ્યાણની સાચી સમજણ અને ભાવનાને બદલે વૈયક્તિકહિત અને સ્વાર્થની વૃત્તિ જ પ્રધાનપણું ભોગવતી રહી છે અને તેણે જ બધો સર્વનાશ નોતર્યો છે. લગભગ સો વર્ષ પહેલાં દાદાભાઈ નવરોજજીએ દૃષ્ટિ અને ભાવનાથી સ્વરાજ્યની દિશામાં હિલચાલ કરેલી અને ૧૯૦૬ની કલકત્તાની મહાસભાની બેઠકમાં છેવટના જે પરિપક્વ ઉદ્દગારો કાઢેલા તે આ હતા: એક થાઓ, ખંતથી કામ કરો અને સ્વરાજ્ય મેળવો. તેઓ કહે છે કે સ્વરાજ્ય-લોકરાજ્ય મળશે તો જ દેશનું દુઃખદળદર, ગરીબી-બેકારી, રોગ આદિ જશે. જ્યારે એ તપસ્વીએ લોકરાજ્યને લીધે દુઃખદળદર આદિ જવાની વાત કહેલી ત્યારે તેમની દૃષ્ટિમાં લોકરામ્ય વિષેની કલ્પના શી હતી અગર શી હોવી જોઈએ એ અત્યારે વિચારવું જોઈએ; કારણ કે, અત્યારે લોકરાજ્ય તો પ્રાપ્ત થયું, પણ ભલે કાંઈક જુદી જાતનાં છતાં દુઃખદળદર આદિ સંકટો વધ્યાં ન હોય તોય ઘટ્યાં તો નથી જ. એ જ અરસામાં લોકહિતવાદી ઉપનામથી લખતા એક મહારાષ્ટ્રીય બ્રાહ્મણ સરદાર કુટુંબના દૃષ્ટિસંપન્ન લેખકે બધી જાતના સુધારાઓની સ્પષ્ટ અને મક્કમ હિમાયત કરતાં સ્વદેશી વસ્તુઓને વાપરવા એટલે સુધી કહ્યું કે ભલે દેશી ચીજો મોંઘી અને ખરબચડી હોય તોય સસ્તી અને સુંવાળી પરદેશી ચીજોનો મોહ છોડી લોકોએ એ દેશી ચીજો જ વાપરવી જોઈએ, નહિ તો દેશમાંથી ગરીબી અને બેકારી નહિ જવાની અને મૂડીવાદની ચૂડમાં સાધારણ જનતા સપડાવાની. ગણેશ વાસુદેવ જોશી, જે “સાર્વજનિક કાકાને નામે જાણીતા હતા, તેમણે તો તે જમાનામાં હાથે કાંતેલા સૂતરની ખાદી પહેરીને પોતાનું સ્વરાજકાર્ય શરૂ કરેલું, એટલું જ નહિ, પણ એ જ વેશમાં ૧૮૭૭ના દિલ્હી દરબાર વખતે ત્યાં દરબારમાં જઈને પોતાની કામગીરી બજાવેલી. આ બધું એ સૂચવે છે કે સ્વરાજ્ય અને લોકરાજ્યને સ્થાપવા ઈચ્છતા તે તે પુરુષોનાં મનમાં મુખ્યપણે એક જ વાત રમતી અને તે એ કે હવે જો ભારતવ્યાપી લોકરાજ્ય સ્થાપવું અને નભાવવું હોય તો પ્રજાએ પોતાના વ્યક્તિ-હિતના વિચારો સમષ્ટિ-હિતમાં જ બદલવા જોઈએ. ત્યાર બાદ તો તિલક આવ્યા, ગાંધીજી આવ્યા અને ગાંધીજીએ પોતાની સહજ સૂઝથી અને કર્મયોગી વૃત્તિથી પ્રજાહિતને સ્પર્શતા એકએક પ્રશ્ન વ્યાપક દૃષ્ટિએ માત્ર પ્રકાશ જ નથી ફેંક્યો, પણ તેમણે એ દિશામાં પ્રત્યક્ષ પદાર્થપાઠ પણ આપ્યો છે. એ જ તપશ્ચર્યાના મૂળમાંથી લોકતંત્રનું વૃક્ષ ઊગ્યું Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ છે. આજે એની ચોમેર ઉજવણી થાય છે, એનાં ગુણગાન ગવાય છે, પણ અહીં જોવાનું એ છે કે શું એનો પાયો ખરેખર નક્કર છે? મૂડીવાદીઓની દૃષ્ટિ અને હિલચાલ, થોડાક અપવાદો બાદ કરતાં નાનામોટા અમલદારોની સાચી જવાબદારી પ્રત્યે બેપરવાઈ, કામ કરવાની મંદતા અને અંગત લાભની મુખ્ય દૃષ્ટિ તેમજ જુદા જુદા દરજ્જાના વ્યાપારીઓની માત્ર અંગત લાભની દૃષ્ટિએ વિદેશી વસ્તુઓના દલાલ બનવાની જૂની કુટેવ અને છેલ્લે છેલ્લે કેળવણીના ક્ષેત્રમાં કામ કરતા તેમજ લોકમત કેળવવા પત્રો ચલાવતા એવા ભણેલગણેલ ગણાતા વર્ગની માત્ર અંગત લાભની દૃષ્ટિએ થતી મુખ્ય પ્રવૃત્તિ – એ બધું જ્યારે વિચારું છું અને તેના મળતા પુરાવાઓ યથાશક્તિ તપાસું છું ત્યારે મારી ટૂંકી અને સાદી સમજણને એ ચોક્કસ લાગે છે કે લોકરાજ્ય સ્થપાયું છે, તેનું બંધારણ ઘડાયું છે, તેના ઉત્સવો ઊજવાય છે, તેનાં ગાણાં ગવાય છે, પણ ખાટલે મોટી ખોટ કે નક્કર અને મજબૂત પાયો જ નથી. એટલે ઉદ્યોગપતિઓ, અમલદારો, મધ્યવર્તી દલાલો, સંસ્કારી અને ભણેલગણેલ ગણાતા ત્યાગીઓ, પંડિતો અને વિદ્વાનો – એ બધા મુખ્યપણે લોકરાજ્યને ઉપકારક થાય ને તેના પાયા મજબૂત બને એવી સમષ્ટિહિતની દૃષ્ટિએ કામ કરતા નથી અને તેથી જ દાદાભાઈની કે ગાંધીજીની સ્વરાજ્ય મળ્યા પછી પ્રજાની આબાદીની ભવિષ્યવાણી હજી સાચી પડી નથી. મિ. બેવાન સાચું જ કહે છે કે સાચું લોકતંત્ર, ગરીબી અને સંપત્તિ એ ત્રણ સાથે સાથે રહી ન શકે. લોકતંત્ર, એના ખરા અર્થમાં હોય તો, સંપત્તિ અને ગરીબીનો ભેદ ભૂંસાવો જ જોઈએ, અને જો એ ભેદ કોઈ પણ અર્થમાં ચાલુ રહે તો લોકતંત્ર એ માત્ર નામનું જ હોય. મહાત્માજીએ અહિંસક રાજ્યતંત્રનું સ્વપ્ન જોયું. તેનો પણ ખરો અર્થ એ જ છે કે જો એવું રાજ્યતંત્ર ઈષ્ટ હોય તો ગરીબી અને તવંગરી બન્નેનું સહ-અસ્તિત્વ પ્રજામાં રહી ન શકે. શ્રી વિનોબા ભાવે ખરી રીતે એ જ સૂત્રની દિશામાં આગળ વધી રહ્યા છે અને ગીતાની સમત્વભાવના રાજ્યતંત્રમાં મૂર્ત થયેલી જોવા, ગરીબી તેમજ તવંગરીનું મહદ્ અંતર મિટાવવા પ્રયત્ન કરી રહ્યા છે. - સંસ્કૃતિ, જાન્યુઆરી ૧૪. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૨૪. સત્તાબળ અને સત્યબળ ભારતે સ્વતંત્રતા મેળવી. તેના પાયામાં જો કોઈ મુખ્ય બળે જો ભાગ ભજવ્યો હોય તો તે ભાગ સત્યબળનો હતો એમ કોઈ પણ કહી શકશે. ગાંધીજી સ્વતંત્રતાસંગ્રામના સેનાની ન હોત તો સ્વતંત્રતા પ્રાપ્તિનું પ્રેરકબળ કર્યું હોત એ અત્યારે ન કહી શકાય. ગમે તે હો, પણ આજની સ્થિતિમાં એમ કહી શકાય કે ભારતે મુખ્યપણે સત્યને બળે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, એટલે જો એ બળ એના પાયામાં ન હોય તો એની સ્વતંત્રતા પોલી અને જો એ બળ ઉત્તરોત્તર પોષાતું કે વધતું ન જાય તો એટલે અંશે લાધેલ સ્વતંત્રતા પણ માત્ર નામની જ રહેવાની. સત્યનું બળ એ એક બળ છે. જેણે જેણે જેટલે અંશે જીવનમાં સત્ય ઉતાર્યું હોય તેને તેને એના બળનો તેટલે અંશે અનુભવ હોય જ છે; પણ સત્યનું બળ પ્રગટાવવું, તેને ટકાવી રાખવું અને વધારે ને વધારે પોષવું તેમજ વ્યાપક બનાવવું એ કામ સહેલું નથી. સત્યબળનાં વિરોધી ઘણાં બળો છે. એ બધાં વિરોધી બળ સામે સત્યબળને ટકાવવું એ જ ખરી મુશ્કેલી છે. આ મુશ્કેલી સમજવા અને તેનાં વિરોધી બળોને માપવા માટે ટૂંકમાં જાણવું જરૂરી છે કે એવાં વિરોધી બળો કયાં કયાં છે અને તે કઈ રીતે સત્યબળની આડે આવે છે તેમજ સ્વતંત્રતાના આત્માને હણે છે. જડ કે ચેતન બધાંમાં હસ્તી હોય જ છે. હસ્તી એટલે અસ્તિત્વ. દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવવા મથે છે. જ્યારે અસ્તિત્વ ટકાવવા મથનાર ચેતન હોય ત્યારે એનું એ મથન સત્તાબળ કહેવાય છે. અસ્તિત્વનું ભાન, તેને ટકાવવાની વૃત્તિ અને તે માટે જાયે-અજાણે યોગ્ય કે અયોગ્ય થતો પ્રયત્ન એ બધું સત્તાબળમાં આવે જ છે. જ્યારે કોઈ જીવ કે વ્યક્તિ શરીરથી મજબૂત હોય ત્યારે તે શરીરનો આશ્રય લઈ પોતા કરતાં નબળા ઉપર કાબૂ જમાવવા ઇચ્છે અને મથે છે. કોઈ વાણીશક્તિ ધરાવતો હોય તો તે એ દ્વારા પોતાનું સત્તાબળ અજમાવી બીજાથી ચઢિયાતો થવા ઇચ્છે છે. સૌન્દર્ય, સંપત્તિ, વિદ્યા કે બીજાં તેવાં સાધનોમાં જે ચઢિયાતો હોય તે તે જ સાધનો દ્વારા બીજા નબળા ઉપર પોતાનો સિક્કો જમાવવા ઇચ્છે છે. નબળો ગણાતો હોય તો તે પણ પોતાથી વધારે નબળા ઉપર સત્તા જમાવવા ઈચ્છે છે. આ સિદ્ધાંત જીવનના Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ , સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેક ક્ષેત્રમાં અને પ્રત્યેક સમાજમાં કે દેશમાં સામાન્ય રીતે કામ કરતો દેખાય છે. તેથી જ ઊંચનીચનો ભેદ, ગરીબ-તવંગરનો ભેદ, અભણ-ભણેલનો ભેદ જેવા ભેદો એક વર્ગને કચરી નાખે છે તો તે બીજા વર્ગને કાંઈક રાહત આપતા દેખાય છે. આ એક ચાલી આવતી લાંબા કાળની વિષમતા છે, ને તેનો ઉકેલ મુશ્કેલ લાગે છે. આવી વિષમતા ગમે તેટલી જૂની-પુરાણી હોય તોય તે નાબૂદ કરી શકાય અગર ઓછી કરી શકાય કે નહિ એ પ્રશ્ન છે. એનો ઉત્તર સત્યબળમાંથી મળે છે. સત્તા ને સત્ય બંને સતુ-હસ્તી સાથે સંબંધ ધરાવે છે, પણ બંનેમાં ફેર હોય તો તે એ છે કે સત્તા પોતાથી નબળા ઉપર કાબૂ જમાવવાની વૃત્તિરૂપે આવિર્ભાવ પામે છે, ત્યારે સત્ય પોતાથી નબળા કે સબળા બંને પ્રત્યે સમાન રહેવાની વૃત્તિરૂપે આવિર્ભાવ પામે છે. જ્યારે નબળા પ્રત્યે સમાન રહેવાની વૃત્તિ પ્રગટે છે ત્યારે એનો અર્થ એટલો જ કે નબળાને પોતાની ઊંચી સપાટી ઉપર આણી પોતાની સમકક્ષ બનાવવા સત્ય માણસને પ્રેરે છે. જ્યારે સબળા પ્રત્યે સમાન રહેવા રૂપે સત્યની વૃત્તિ આવિર્ભાવ પામે છે ત્યારે તેનો અર્થ એટલો જ કે એવી વૃત્તિવાળો માણસ કોઈ પણ સબળને અણઘટતી રીતે વશ થતો નથી; ઊલટું તેને યોગ્ય રીતે સૌની સાથે સ્થાન અપાવે છે. સત્તાબળ અમલદારને તુમાખી શીખવે છે, ધનિકને અતડો અને ગર્વિષ્ઠ બનાવે છે, પંડિતને મિથ્યાભિમાન અને બકવાદી પણ બનાવે છે; જ્યારે સત્યબળ અમલ, ધન અને પાંડિત્યના આશ્રયથી એવો કોઈ દોષ પોષતું નથી; ઊલટું એ અધિકાર, ધન, સૌન્દર્ય, વિદ્યા કે પાંડિત્ય જેવાં સાધનો દ્વારા માણસને સૌના લાભમાં કામ કરતો, અને તેથી ખરા અર્થમાં સ્વતંત્ર બનાવે છે. સત્તાબળ ધરાવનાર દેખીતી રીતે સ્વતંત્ર ગણાવા કે મનાવા છતાં ખરી રીતે અને અંતરથી પરતંત્ર જ હોય છે. એના મનમાં હંમેશાં બીજા તરફનો ભય રહે જ છે. જ્યારે સત્ય બળ ધરાવનારને કદી કોઈથી ડરવાપણું નથી; એટલે તેનો અંતરાત્મા તદ્દન મુક્ત રહે છે. આપણે આપણા જ જીવતરમાં આ વસ્તુ ગાંધીજીમાં જોઈ હતી અને અત્યારે વિનોબાજી જેવા સત્યનિષ્ઠમાં જોઈ પણ શકીએ છીએ. ભારતે પ્રાપ્ત કરેલ સ્વતંત્રતા એ તો ખરી સ્વતંત્રતા સિદ્ધ કરવા માટેનું પ્રાથમિક વિબનિવારણ માત્ર છે. હવે જો સ્વતંત્રતા ઠીક ઠીક રીતે પચાવી સિદ્ધ કરવી હોય તો સમજીને કે ધક્કા ખાઈને છેવટે સત્તાબળથી મુક્ત થયે જ છૂટકો છે. એનાથી મુક્ત થવું એટલે અમલદારો કે સત્તાધારીઓએ પ્રજાના દરેકેદરેક વર્ગ પ્રત્યે વિનમ્રભાવે વર્તવું; ધનિકોએ ધનનું ગુમાન ને ધનની એકાંગી દૃષ્ટિ છોડી સૌના કલ્યાણમાં તેનો વિનિયોગ કરવો. ભણેલા અને વિદ્યાસંપન્ન એવા વર્ગે અભણ કે નિરક્ષરને સાચી સમજણ આપવામાં પોતાની સરસ્વતીનો ઉપયોગ કરવો. Page #174 -------------------------------------------------------------------------- ________________ સત્તાબળ અને સત્યબળ • ૧૪૭ ખરી રીતે આ જ સ્વતંત્રતાનો નક્કર પાયો છે. એ પાયા ઉપર ઊભી થયેલ સ્વતંત્રતાની ઇમારતને કોઈ શસ્ત્રબળ તોડી શકે તેમ છે જ નહિ. શસ્ત્રની ગતિ અને શક્તિ એ સ્થૂળ ઉપર ચાલે છે; જ્યારે સત્યબળ એ એવું સ્થૂળ નથી. ધન, શરીર જાય તોય એ બળ કદી જતું કે ઘટતું નથી. સ્વતંત્રતાની ઉજવણીના આ નવા વર્ષે આપણે એવા સત્યબળની ઉપાસના તરફ વળીએ. - પ્રસ્થાન, ઓગસ્ટ, ૧૯૫૫. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૨૫. સ્વરાજ્યને છઠે વર્ષે બ્રિટિશ અમલ હતો ત્યારે સ્વરાજ્ય ન હતું. સ્વરાજ્ય ન હતું એમ આપણે કહેતા અને અત્યારે પણ કહીએ છીએ, ત્યારે તેનો અર્થ શો એ સમજી લેવું જોઈએ. સામાન્ય પ્રજા, અમલદાર વર્ગ, રાજ્ય કરતો કે સત્તા ભોગવતો વર્ગ અને મૂડીદાર વર્ગ – એ બધાના અવાજ કરતાં વધારે પ્રભાવશાળી તેમજ ધાર્યું કરે તેવો અવાજ બ્રિટિશ સત્તાનો હતો. બ્રિટિશ અમલ જેમ જેમ સ્થપાતો ગયો તેમ તેમ તેનો કડપ અનેક રીતે વધારે ને વધારે બેસતો ગયો. બ્રિટિશરો સામનીતિથી કામ લેતા, દામથી પણ કામ લેતા, ભેદનીતિ તો તેમના લોહીમાં વણાયેલી રહી છે, પણ સત્તાની જમાવટ અને પ્રચારમાં તેમની દંડનીતિ એટલી બધી સખત હતી કે જ્યાં કોઈએ સહેજ વધારે પડતું માથું ઊચકર્યું કે એ મૂઓ જ પડ્યો છે. શરૂઆતમાં પોતાની સ્વચ્છેદ સત્તા ઉપર અંકુશો મુકાયા તેથી ઘણા નાના મોટા રાજાઓ, સામંતો કે જમીનદારોએ માથું ઊંચકર્યું, પણ તેમને એવી રીતે ભોંયભેગા કરવામાં આવ્યા કે બીજાઓની સાન આપોઆપ ઠેકાણે આવી. શરૂઆતમાં પોતાના ધર્મવર્તુલોમાં પાશ્ચાત્ય પ્રભાવ પડવાની ધાસ્તીથી કેટલાક ધર્મગુરુઓ અને મહંતોએ પણ બ્રિટિશ સત્તા વિરુદ્ધ હિલચાલ કરી, પણ છેવટે શાણા બ્રિટિશરોએ તેમને અભયદાન આપ્યું કે ધર્મકર્મની બાબતમાં રાજ્ય હાથ નહિ નાખે. તેથી બધા જ ધર્મપંથના આગેવાનો નિર્ભય બની ગયા, તેમજ બ્રિટિશ સત્તાની જમાવટના એક અથવા બીજી રીતે પોષક પણ બની ગયા. વ્યાપારી તેમજ બીજો મૂડીદારવર્ગ એ માત્ર પોતાની કમાણી ઇચ્છતો. તેમને પણ વિદેશી માલના દલાલ થવાનું નવું દ્વાર મળી ગયું, ને તેઓને પણ રાજસત્તા વિરુદ્ધ કહેવાનું કાંઈ ન રહ્યું. આ રીતે આખા બ્રિટિશ અમલ દરમ્યાન જોઈએ છીએ કે ભણેલ અને વગસગ ધરાવનાર આખો વર્ગ જાણે ઠરીને ઠામ બેઠો. જે મોટા વર્ગને બહુ ઘસાવું પડતું, સહેવું પડતું ને આગળ વધવામાં જેને માટે દ્વાર ન હતાં અથવા નામમાત્રનાં હતાં, તે વર્ગના અસંતોષને વાચા આપનાર પ્રથમ તો કોઈ હતું નહિ; અને જ્યારે વાચા આપનાર વર્ગ ઊભો થયો અને વધતો ગયો ત્યારે પણ એનો અવાજ બહુ ધીરો અને અસ્પષ્ટ હતો. તેથી, એક રીતે જાણે કે, આખો દેશ સંતોષી અને સુખી હોય એવો ભાસ થતો. અને છતાં, તે વખતે સ્વરાજ્ય નથી એમ સહુ માનતાં. જ્યારે દેશમાં આટલી સારી વ્યવસ્થા હોય, વિશાળ પ્રમાણમાં Page #176 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્યને છ વર્ષે • ૧૪૯ શાન્તિ દેખાતી હોય ત્યારે પણ લોકો એમ માને કે સ્વરાજ્ય નથી, પણ મેળવવું છે, તો એનો અર્થ એમના મનમાં ઊંડે ઊંડે શો હોવો જોઈએ એ જાણવું ઘટે છે. વિચાર કરીશું તો જણાશે કે “સ્વરાજ્ય નથી' – એનો અર્થ સૌના મનમાં એ ન હતો કે વ્યવસ્થા નથી, એ પણ ન હતો કે સામાન્ય રીતની શાન્તિ નથી, પણ એ હતો કે આખી પ્રજાને પોતાનું યથાર્થ દુઃખ રજૂ કરવાની પૂરી અને નિર્ભય તક નથી. જ્યાં લગી રાજ્યકર્તાઓ સમક્ષ પ્રજાના એકેએક વર્ગનું ચિત્ર નિર્ભયપણે રજૂ કરવાની તક ન હોય ત્યાં લગી તંત્રવ્યવસ્થા અને ખાવાપીવાનું સુખ હોય તોપણ લોકોને ગૂંગળામણ થયા સિવાય ન રહે. મનની વેદના મનમાં જ સમાવવી કે અધૂરી અને વિકૃત રીતે રજૂ કરવી એ જ સ્વરાજ્યનો અભાવ અગર તો પરરાજ્ય. જ્યારે માથા ઉપર એવા ભય ઝઝૂમતા હોય કે ગરીબ અગર તવંગર ખરેખરી વાત તદ્દન છૂટથી અમલદારો સમક્ષ કહી ન શકે અગર ડરતાં ડરતાં અને તે પણ ક્યારેક જ કહેવાની - અને તે પણ પરભાષામાં પર દ્વારા કહેવાની – તક મુશ્કેલીથી મેળવી શકે, ત્યારે સૌને સ્વરાજ્ય નથી એવો ભાસ થયા વિના ન જ રહે. આ સ્વરાજ્યના અભાવની કે પરરાજ્યના પ્રભાવની ઊંડી વેદનાએ જ છેવટે ગાંધીજીની સરદારી નીચે અનેકમુખી વાચા મેળવી ને અનેક રીતે તે સ્વરાજ્યની દિશામાં પ્રયત્ન કરવા લાગી. છેવટે ૧૯૪૭ના ઓગસ્ટ ૧૫મી તારીખે ગાંધીજીના પ્રેમળ જીવન દરમિયાન જ પ્રેમળ માર્ગથી સ્વરાજ્યપ્રાપ્તિનો ઉત્સવ પ્રજાએ ઊજવ્યો. અહીંથી સાવ નવો યુગ શરૂ થાય છે. પહેલાં પરરાજ્ય હતું અને હવે સ્વરાજ્યઃ એ બે સ્થિતિનું અંતર કોઈ એક જ બાબતમાં નથી સમાતું. અનેક બાબતો એવી છે કે જે દ્વારા પરરાજ્ય અને સ્વરાજ્ય વચ્ચેનું અંતર સરળતાથી સમજી શકાય. પણ એ અંતર સમજવાની સહેલામાં સહેલી ચાવી એક જ છે કે પહેલાં લોકો પોતાના દિલનું દરદ પોતાની જબાનમાં સીધેસીધું અમલદારો સમક્ષ જે નિર્ભયતાથી રજૂ કરી ન શક્તા તે રજૂ કરવાનો સમય તેમને લાધ્યો. સ્વરાજ્ય મળ્યા પછી અનેક સ્થાપિત વર્ગોના ચાલુ હિત ઉપર સખત તરાપ પડી; જેમકે રાજાઓ, સામંતો, જમીનદારો વગેરે. વળી અનેક રૂઢિચુસ્ત માનસ ધરાવનાર ધર્મપંથના અગ્રેસરોની સ્વચ્છંદ નીતિરીતિ ઉપર પણ તરાપ પડી. એ જ રીતે પરરાજ્યના અમલ ઉપર નભતા અને પગદંડો જમાવી બેઠેલા એવા અનેક અમલદારોની અમલશાહી ઉપર પણ તરાપ પડી. આ બધું છતાં લોકો તો એમ જ માને છે કે સ્વરાજ્ય આવ્યું છે. એક બાજુથી લોકોની એવી પણ ફરિયાદ છે કે બ્રિટિશ અમલ દરમ્યાન હતી તેવી તંત્રવ્યવસ્થા નથી, શાન્તિ નથી; અને બીજી બાજુથી લોકો સ્વરાજ્ય આવ્યું છે, પરરાજ્ય નથી એમ તો માને જ છે. ત્યારે લોકોના મનમાં સ્વરાજ્યનો અર્થ જે હોવો જોઈએ તે સ્પષ્ટ થાય છે અને તે અર્થ એટલે પોતાનાં દુઃખદરદ સરકાર સમક્ષ રજૂ કરવાની પૂરી અને નિર્ભય તક. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સ્વરાજ્યનો આ અર્થ એ તો એક પ્રાથમિક અર્થ છે, પણ તેમાંથી ફલિત થતા અને તેમાંથી સિદ્ધ ક૨વાના બીજા અનેક અર્થો, જે પ્રજાની દુઃખદરદની કહાણી પ્રગટ થયા પછી ક્રમેક્રમે ધ્યાન ઉપર આવે છે તે અર્થો, પૈકી એક અર્થ એ છે કે પ્રજાની અગવડો પૂરેપૂરી સમજવાની કોશિશ સરકારે કરવી. બીજો અર્થ એ છે કે એ કોશિશ કર્યા પછી ત્વરિત ગતિએ સરકારે એવાં સંગીન પગલાં ભરવાં કે જેથી પ્રજાની ફરિયાદો ઓછી થાય, વધે નહિ. ત્રીજો અર્થ એ છે કે સરકારે પ્રજાના સંપર્કમાં વધારે ને વધારે આવી તેનાં દિલ જીતવાં અને તેનો સહયોગ મેળવવો. ચોથો અર્થ એ છે કે સરકારી તંત્રમાં કોઈ પણ જાતનો સડો ન હોય, લાંચરુશવત ને લાગવગનું પ્રમાણ ન જ હોય યા નામમાત્રનું હોય. પાંચમો – સૌથી મહત્ત્વનો અને છેલ્લો – અર્થ એ છે કે પ્રજાને એમ લાગવું જોઈએ કે સરકાર અમારી છે અને અમને નિચોવી અમારે માથે બેસના૨ કોઈ નોકરીશાહી નથી, પણ પોતાની અનિવાર્ય જરૂરિયાત પૂરતો બદલો લઈ અમારી જ સેવા અર્થે નીકળેલ એક સમજુ ને આપભોગી સેવકોનું બનેલું તંત્ર છે. ૧. સરકાર પ્રજાની અગવડો સમજવાની કોશિશ નથી કરતી એમ કોઈ પણ કહી શકે નહિ. અલબત્ત, સરકારી તંત્ર ચલાવનાર જે સંખ્યાબંધ માણસો છે એ બધા સમાન યોગ્યતાવાળા ને સરખી ધગશવાળા છે એમ કોઈ કહેતું નથી; એવા હોવા જોઈએ એવી માગણી પ્રજાની રહે જ; સરકાર પણ ઇચ્છે જ. છતાં એ વસ્તુ સિદ્ધ થવાને વાર છે. સરકાર પ્રજાનાં દુઃખદરદો જાણવાની કોશિશ કરે છે એ અર્થમાં તો સ્વરાજ્ય પ્રાપ્ત થયેલ જ છે, પણ એ કોશિશ નથી પૂર્ણ કે નથી એકધારી; એથી એટલે અંશે સ્વરાજ્યનો એ અર્થ પ્રજાને મન સિદ્ધ થયો નથી. અને એ બાબતમાં શું છાપાં કે શું જવાબદાર કાર્યકર્તા કે શું ઊંચા હોદ્દેદાર અમલદારો – એ બધા જ એકસરખી ફિરયાદ કરતા જણાય છે કે સરકારે પ્રજાની એટલે કે તેના બધા જ વર્ગોની અગવડ પૂરેપૂરી જાણવી ઘટે. નહિ તો જે વર્ગ આગળ પડતો, વાચાળ અને છાપાંઓ પર કાબૂ ધરાવનાર તેની અગવડ જલદી સરકારના ધ્યાન ઉપર આવે અને બીજા વર્ગો બબડતા રહી જાય અને કહ્યા કરે કે ગાંધીજીનું સ્વરાજ્ય નથી અગર તો આ કરતાં ૫૨૨ાજ્ય સારું હતું, તો એને દોષ દઈ નહિ શકાય. સ્વરાજ્ય મળ્યું છે એવું જો પ્રજાના દિલમાં અને તેના એકેએક વર્ગના દિલમાં ઠસાવવું હોય તો સરકારના નાનામોટા બધા અમલદારોએ સહાનુભૂતિથી પોતાના કુટુંબની અગવડ સમજવા રખાય છે તેવો ખ્યાલ પ્રજાની અગવડ સમજવા રાખવો જ પડશે, નહિ તો કદી જશ મેળવી શકશે નહિ. ૨. પ્રજાની અગવડો કાંઈ એક જ પ્રકારની નથી હોતી; સમયે સમયે અને સ્થાનભેદે તે બદલાતી પણ રહે છે. સરકાર એ અગવડો જાણે તોપણ સવાલ એ ઊભો થાય છે કે તેને નિવારવા તે શું કરે છે ? અને જે કરે છે તે ઝડપથી કે દીર્થસૂત્રિતાથી ? આનો જવાબ સરકારપક્ષે સંતોષપ્રદ છે જ નહિ. અત્યાર લગીનો પ્રજાનો જ નહિ, પણ Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્યને છઠું વર્ષે • ૧૫૧ જવાબદાર અમલદારો અને નેતાઓનો પણ અનુભવ એક જ છે અને તે એ કે સરકાર વસ્તુસ્થિતિ સમજવામાં જેટલી મોડી પડે છે તેના કરતાંય તેનું નિવારણ કરવામાં વધારે ઢીલ કરે છે. ડૉક્ટર દરદ જાણ્યા પછી દરદીને દવા આપવાનું કહે, પણ જો તે દવા આપવામાં મોડું કરે તો એણે દરદ જાણ્યું ન જાણ્યું બરાબર છે. એક અતિ ઉચ્ચ કક્ષાના સ્વર્ગવાસી દેશનેતાએ ચોમાસામાં પડું પડું થઈ રહેલ મકાનમાં વસનાર પોતાના અધીન નોકરને કહ્યું કે ફિકર ન કર, મકાનની દુરસ્તી જલદી થઈ જશે. પણ જ્યારે એ નેતાએ જાણ્યું કે એ મકાન છેવટે પડી ગયું ને એ નોકરના કુટુંબનો એક સભ્ય દબાઈ મૂઓ ત્યારે તે પ્રામાણિક નેતાને વખતસર કામ ન કર્યાનો ઊંડો ખેદ રહ્યો, અને પેલા વફાદાર નોકરનો વિશ્વાસ તો હંમેશ માટે ગુમાવ્યો. સરકાર વિશે જો લોકો એમ ધારતા થઈ જાય કે આ તંત્ર નવાબી છે તે એથી વધારે નુકસાન સરકારપક્ષે બીજું એકેય હોય શકે નહિ. અમલદારો પોતાના કુટુંબની સહેજ પણ મુશ્કેલી નિવારવા જરા પણ ઢીલ ન કરતા હોય અને પ્રજાની અગવડો જાણ્યા છતાં તેને નિવારવાની વિશેષ ફિકર સેવતા. ન હોય તો પ્રજાને સ્વરાજ્યની દૃષ્ટિએ એમ કહેવાનો હક્ક છે કે તેઓ પ્રજાદ્રોહી છે; કેમકે પ્રજાનું અન ખાઈ તેની સેવાર્થે નીકળવાનો દાવો કરવા છતાં તેઓ તે દાવાને વફાદાર નથી રહેતા. એટલે ઝડપથી અમલ કરવાની દૃષ્ટિએ તો સરકાર ઉપર જ બધી જવાબદારી આવી પડે છે. અત્યાર લગીનો અનુભવ કહે છે કે ઝડપથી કામબજવણીની આવડત સરકારી તંત્રમાં નથી. સ્વરાજ્યને છઠે વર્ષે આ આરોપમાંથી મુક્ત થઈ સરકારી તંત્રે નવેસર ખાતરી કરી આપવી જોઈએ કે શરૂઆતનાં પાંચ વર્ષ શિખાઉપણાનાં હતાં. હવે અનુભવ ઠીક થયો છે, એટલે તંત્રમાં ઢીલાશ નહિ જ હોય. ૩. પહેલાં, ૧૯૩૭માં જ્યારે પ્રાંતિક સ્વરાજ્ય મળ્યું ત્યારે, ગાંધીજી બધા મિનિસ્ટરોને કહેતા કે તમે માત્ર ઑફિસમાં જ અને તેનાં દફતરોમાં ભરાઈ ન રહો. લોકોમાં જાઓ, વિશ્વાસ મેળવો. ગાંધીજીનું આ કથન કેટલું મહત્ત્વનું છે તે અત્યારે તો વધારે સ્પષ્ટ થાય છે. કેન્દ્રના અને પ્રાન્તના મંત્રીઓ અને બીજા રાજપ્રમુખ જેવા મોટા હોદેદ્દારો સામાન્ય જનતામાં કેટલે અંશે ભળેહળે છે એમ જો કોઈ પૂછે તો એનો ઉત્તર છાપા અને લોકો એ જ આપે કે તેઓ અનેક જાતના ઉદ્ઘાટન સમારંભોમાં અને બીજા પ્રસંગોમાં લોકો સામે આવે છે અને સાધારણ લોકો તેમનાં મોઢાં જોવા પામે છે. આ વસ્તુ સ્વરાજ્યના મૂળમાં જ ઘા કરનારી છે. એક તો વાંચવા લખવા અને ફાઇલોને ઉથલાવવામાં જ બુદ્ધિશાળી મંત્રીઓની શક્તિ એટલી બધી ખરચાઈ જાય છે કે પછી તેમની હૈયાઉકલત બહુ જ ઘટી જાય છે. જો દરેક ખાતાનો મંત્રી પોતાને લાગતાવળગતા પ્રશ્નો પરત્વે પોતાને અધીન પ્રદેશમાં જાતે જ લોકોને મળે, તેમના મોઢેથી સીધી વાત સાંભળે અને તેમની સાથે વાતચીત કરે તો લોકો જરૂર એમ સમજવાના કે સરકાર આપણી છે. જ્યારે ગોરાઓ હતા ત્યારે તેઓ કદી મળતા Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ નહિ, મળે તો રુઆબ એટલો બધો કે તેમને મળવું એટલે દેવોને મળવું એમ લોકો સમજતા. જો આજે પણ લોકોના દિલમાં આ જ ધારણા ચાલુ રહે તો એથી વધારે બૂરું બીજું હોય ન શકે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ જીવનમાં સૌથી વધારે મહત્ત્વ સહાનુભૂતિનું છે. વૈદ્ય કે પરિચય કરનાર નર્સ જો પૂરેપૂરી સહાનુભૂતિવાળાં હોય તો દરદ ન મટ્યા છતાં, અને ઘણી વાર તે વધ્યાનું ભાન હોવા છતાં, દરદી એમના પ્રત્યે ઊંડી મમતા સેવે છે. તેને એમ થાય છે કે વૈદ્ય અને નર્સ સાચાં છે, છેવટે દરદનું મટવું ન મટવું એ તો ભગવાનને આધીન છે. દરદીની આવી લાગણી એ જ સાચા વૈદ્ય અને સાચી નર્સનો વિજય છે. જો આ અનુભવ સાચો હોય તો એ જ ન્યાય પ્રજા અને સરકાર વચ્ચે લાગુ પડે છે. સરકાર માત્ર એમ કહ્યા કરે છે કે પ્રજાનો સહયોગ જોઈએ, તે પૂરો સહયોગ નથી આપતી, ઈત્યાદિ... પણ એણે વિચારવું જોઈએ કે પ્રજામાં સહયોગ કરવાની પૂરી લાગણી તે કેમ પ્રગટાવી શકી નથી? જો તે સાચા દિલથી આ વસ્તુ ઉપર વિચાર કરે તો તેને પોતાને જ પોતાની ખામી જણાશે. પ્રજાને ગાંધીજી પ્રત્યે મમતા હતી, પ્રજા તેમને દરેક બાબતમાં સહયોગ કરતી. એનું હાર્દ તપાસીશું તો જણાશે કે ગાંધીજી તો પ્રજાના અદનામાં અદના માણસને પણ છૂટથી મળવાનો અને તેની કથની સાંભળવાનો અવસર આપતા. શું, આજે કોઈ સરકારી હોદ્દેદાર એમ કહી શકશે કે પ્રજાની સહાનુભૂતિ મેળવવાનો આ કીમિયો તેને લાધ્યો છે ? આજે પણ જે ગણ્યાગાંઠ્યા સેવકો દેશના કોઈ ને કોઈ ભાગમાં અને કોઈ ને કોઈ પ્રજાના થરમાં પૂર્ણ રીતે ખૂપ્યા છે તેમનો અનુભવ પણ એ જ કહે છે કે લોકસંપર્ક એ જ લોકોનો સહયોગ મેળવવાની ચાવી છે. શું રવિશંકર મહારાજ કે શું સંતબાલ કે શું સ્વામી આનંદ – એ બધાને પૂછો તો એક જ વાત કહેશે કે લોકો તો સાવ ભોળા છે, કહો તે કરવા તૈયાર છે; ફક્ત તેમનાં દિલ જીતવાં જોઈએ, ને તે તો સંપર્ક દ્વારા જ જીતી શકાય. સરકારી અમલદારો આ વસ્તુ ભાગ્યે જ જાણે છે અને તેથી જવાબદાર લોકઆગેવાનો પણ તેમના ઉપર આક્ષેપ મૂકતાં પાછા નથી પડતા કે તેમને તો વાલકેશ્વરની અગર નવી દિલ્હીની હવા જ ખાવી છે. પોતાની મુશ્કેલીઓ દૂર નહિ થઈ હોય તો પણ જો પ્રજા એવો અનુભવ કરે કે સરકારી અમલદારો તેમની વાત ધીરજથી સાંભળે છે તો તેને બહુ ફરિયાદ વિના મુકેલી સહન કરવાનું બળ જરૂર મળવાનું. તેથી સરકારી તંત્રને જેવો તેવો લાભ નથી. ૪. સરકારી તંત્રમાં લાંચરુશવત અને લાગવગ કેટલા પ્રમાણમાં છે એનું પ્રમાણ આપવાની જરૂર જ નથી. એક એક ખાતામાં એક એક મંત્રી, એને આધીન બીજા કેટલાયે ઉચ્ચ અમલદારો, તેમાં પણ આઈ.સી.એસ. જેવા હોદ્દા ધરાવનારા – આ બધા આધુનિક શિક્ષણ પામેલા અને મોટે ભાગે દેશપરદેશમાં ફરેલા. તેમનો રુઆબ અને દમામ જોતાં એમ લાગે કે તેઓ દેવના દીકરા છે. સામાન્ય માણસ તો એમની બુદ્ધિ, એમનાં ભણતર Page #180 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્યને છ વર્ષે • ૧૫૩ વિશે સાંભળીને જ આભો થઈ જાય. છતાં આપણે જોઈએ છીએ કે એમાંથી હજી સુધી તો એક પણ માઈનો લાલ એવો નથી નીકળ્યો કે જે સરકારી તંત્રના મુખ્ય સડાને દૂર કરવાની જડીબુટ્ટી બતાવી શક્યો હોય. આવી સ્થિતિમાં છૂટથી ફરિયાદ કરવા પૂરતું સ્વરાજ્ય પ્રાપ્ત થયા બાદ જો લોકો એમ કહ્યા કરે કે સરકારી તંત્ર ઉપર આવનારા અમલદારો અને નોકરી લાંચની બદીથી મુક્ત નથી અને લાગવગ એ તો તેની ભૂમિકા છે, તો પ્રજાને દોષ દઈ નહિ શકાય. મોટા મોટા વ્યાપારીઓ લોભવશ પ્રજાદ્રોહ કરી સરકારને ઠગે તો એ સમજી શકાય, પણ કેટલાક સરકારી હોદેદ્દારો જ સરકારને ઠગે તો એ મહેલ રેતી ઉપર ઊભો છે એમ કોઈ પણ કહી શકે. જેઓએ સરકારને ધોખો આપ્યો હોય – પછી તે વ્યાપારી હોય કે અમલદાર – તેમને સખત નસિયત કરવામાં જેટલું મોડું થાય છે તેટલો જ લોકોનો ઉકળાટ વધે છે; અને બીજી બાજુથી લાંચ આપનાર અને લેનાર એમ સમજતા થઈ જાય છે કે ચાલતું હોય તેમ ચાલશે. કાંઈ આફત આવશે તો જોયું જશે, કેમકે તેમને નથી હોતો તરત શિક્ષા થવાનો ભય, કે નથી હોતો સખત નસિયત થવાનો ભય. કરોડોના ગોટાળા કરનાર વ્યાપારીઓ અને અમલદારો સુખે શા માટે સૂવા જોઈએ ? તેમણે છેવટે તો પ્રજાનું જ લોહી ચૂસ્યું છે, અને લોહી ચૂસનાર ને એક પણ માણસને ફાડી ખાનાર જંગલી પ્રાણી જો ગોળીનું નિશાન મનાતું હોય તો આવા ઊજળા દેખાતા વ્યાપારીઓ અને અમલદારો જે આખી પ્રજાનું સીધી કે આડકતરી રીતે લોહી પીતા હોય, તેઓ તુરતાતુરત સખત સજાને પાત્ર કેમ ન બનવા જોઈએ? એટલે સરકારી સડો દૂર કરવાની જવાબદારી પણ સરકારી તંત્રની જ છે. એમ કહ્યું નહિ ચાલે કે પ્રજા લાંચ ન આપે તો અમલદારો ન લોભાય. પ્રજા અભણ છે, અસંસ્કારી છે, શિસ્તબદ્ધ નથી, એમ સમજીને જ તો સરકાર ચાલે છે. એટલે એણે પોતાના તંત્રને વહેલામાં વહેલું સડામુક્ત કરવા તરફ જ લક્ષ આપવું ઘટે છે. છેલ્લાં પાંચ વર્ષોની સડાની ફરિયાદે બ્રિટિશ અમલના સડાને ભુલાવી દીધો છે. ૫. આજે પ્રજા એમ તો જાણે છે કે રાજ્યકર્તા અમારા જ ભાઈઓ છે ને અમારામાંથી જ તેઓ અમારી સંમતિથી આગળ આવ્યા છે, પણ સાથે સાથે પ્રજા એમ પણ સમજી રહી છે કે હોદ્દેદારો – ખાસ કરીને મોટા હોદ્દેદારો – જે પગાર લે છે તે સેવા અર્થે નીકળેલને ન શોભે તેવો છે. જો મોંઘવારીનું બહાનું આગળ ધરવામાં આવે તો પ્રજા એમ કહે છે કે મોંઘવારી તો સૌને છે. વળી સામાન્ય પ્રજાજન કરતાં અને સાધારણ કોટિના સરકારી નોકરી કરતાં ઊંચી કોટિના અમલદારોને પોતાના તંત્ર વિશે અને પોતાના જીવન વિશે વધારે આત્મશ્રદ્ધા હોવી જોઈએ. તે એ અર્થમાં કે અમે કશો સંગ્રહ નહિ કરીએ તોપણ કદી ભૂખે મરવાના નથી કે અમારાં બાળબચ્ચાં હેરાન થવાનાં નથી. જો તેમનામાં આવી ઊંડી શ્રદ્ધા ન હોય તો સહેજે જ તેમનાં મન પગારના ધોરણ પરત્વે ઢીલા રહેવાનાં અને જેટલું મળતું હોય તે પણ ઓછું લાગવાનું. એ તો Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સુવિદિત છે કે સરકારી તંત્રવાહકોમાં કેટલાક એવા અવશ્ય છે કે જેમને પૈસાની લેશ પણ પડી નથી; ઊલટું આપભોગથી કામ કરે છે, પણ એવાઓની સંખ્યા નજીવી છે. અને વહીવટી ખર્ચના આંકડા તેમજ પગારનાં ધોરણો જોતાં એમ લાગે છે કે આટલો બોજો હવે પ્રજા ઊંચકી શકે તેમ છે નહિ છે તેટલા વેરા પણ પ્રજાના મોટા ભાગને શૂળ જેવા લાગે છે, તેમ છતાં નવા નવા વેરાની વાતો આગળ ધરાતી જ જાય છે. આ સૂચવે છે કે સરકારી તંત્ર કરકસરના તત્ત્વને જાણતું નથી. જે રાજ્ય પોતાની આવક કરતાં વધારે ખર્ચ કરે અને ૮૦–૮૫ ટકા જેટલા મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના બોજાને સમજી ન શકે તે સ્વ-રાજ્ય છે એમ તો ખરા અર્થમાં ન કહી શકાય. જો કોઈ પણ રીતે તંત્રનો ખર્ચ નભાવવો હોય તો એના દેખીતા ત્રણ માર્ગો છે: (૧) મોટા પગારો ઉપર કાપ મૂકવો ને બીજી ઘણી બાબતમાં સરકારે કરકસરનું તત્ત્વ દાખલ કરવું. (૨) મોટા મોટા ઉદ્યોગપતિઓની આવકમાંથી વધારે મેળવવું. (૩) રાજા કે બીજા હરકોઈની વારસાગત અમુક મિલકતથી વધારે મિલકત હોય તો તેમાંથી હિસ્સો મેળવવો. ગમે તે રીતે સરકાર ખાધ પૂરી કરે, પણ તેનો બોજો મધ્યમ વર્ગ અને નીચલા વર્ગ પર તો ન જ પડવો જોઈએ. ગામડાંનું હીર જરા પણ ન ચુસાય, ઊલટું તેનું તેજ પોષાય એ રીતે જ પૈસા મેળવવાની કરામત નાણાંપ્રધાનોએ વિચારવી જોઈએ. જો આમ ન બને તો પ્રજા એમ કદી નહિ માને કે સરકારી તંત્રને આપભોગી સેવકો મળ્યા છે. જો પ્રજાનો એ અસંતોષ હશે તો પછી સામ્યવાદ, સમાજવાદ કે બીજા એવા કોઈ વાદને ખાળી નહિ શકાય. એ જુદી વાત છે કે તે વાદ આવીને પ્રજાનું કેટલું લીલું કરશે? પણ એક પકડમાંથી ઊભો થયેલો અસંતોષ સ્વાભાવિક રીતે પડખું બદલવા માણસને પ્રેરે છે. તેથી આપણે સ્વરાજ્યને છહે વર્ષે આશા રાખીએ કે જેઓ લાંબા વખતથી સેવા આપતા આવ્યા છે, જેઓ ગાંધીજીના જીવનમાર્ગને થોડો પણ સમજે છે, અને જેઓ પ્રામાણિક છે તેઓ ગાંધીજીની સ્વરાજ્ય-કલ્પનાને પોતાની ઢબે પણ મૂર્તિમંત કરે. - પ્રસ્થાન, ઓગસ્ટ ૧૯૫૨. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સ્વરાજ્ય અને સુરાજ્ય હવે દેશ સ્વરાજ્યના સાતમા વર્ષમાં પ્રવેશ કરે છે તે વખતે પ્રજાએ, પ્રજાસેવકોએ, અમલદારોએ અને મુખ્ય મુખ્ય રાજ્યતંત્રવાહકોએ વિચાર કરવાની જરૂર છે કે પ્રાપ્ત થયેલું સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું હોય તો એ કેટલે અંશે ? તેમજ એ પણ વિચારવાનું પ્રાપ્ત થાય છે કે આખો સ્વરાજ્ય–સંચાલનનો ઝોક સુરાજ્યની જ દિશામાં છે કે કેમ? સ્વરાજ્ય અને સુરાજ્ય એક નથી એ કહેવાની જરૂર હોય જ નહિ. જો એક હોય તો કોઈને ફરિયાદનું કારણ રહે જ નહિ. સ્વરાજ્યના સાતમે વર્ષે પહોંચવા છતાં દેશમાં જ્યાં દેખો ત્યાં ફરિયાદ જ મુખ્યપણે સંભળાય છે. ફરિયાદ માત્ર પ્રજાની જ નહિ, પ્રજાસેવકોની પણ છે, અમલદારોની પણ છે, અને રાજ્યધુરાવાહકોની પણ છે. ફરિયાદો બધી સાચી જ અને સાધાર હોય છે એમ તો નહિ જ, છતાં એ બધી વાત જૂઠી અને નિરાધાર હોય છે એમ માની લેવું એ પણ એવી જ ભૂલ છે. ફરિયાદો સાંભળવી, તેનાં કારણોની શોધ કરવી, તેમાં યથાર્થતા કેટલી છે એ તપાસવું અને જો ફરિયાદનાં કારણો હોય તો તેને જલદીમાં જલદી નિવારવાં એ જીવતી જાગતી અને સુરાજ્યની અભિલાષા સેવતી જનતા તેમજ લોકશાહી સરકારનું અનિવાર્ય કર્તવ્ય છે. સ્વરાજ્ય એ તો આ કર્તવ્ય બજાવવાની ભૂમિકા પૂરી પાડે છે. બધી જાતની ફરિયાદોના હેવાલો ઉપરથી તેમજ એને નિવારવાના પ્રયત્નમાં દેખાતી મંદગતિ ઉપરથી એટલું તો નિર્વિવાદ કહી શકાય કે હજી સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું નથી. સુરાજ્ય નથી એનો અર્થ તે કુરાજ્ય જ છે અગર તો અરાજ્ય યા અરાજકતા છે એવો નથી થતો. એટલું તો કબૂલ કરવું જોઈએ કે સ્વરાજ્ય પ્રાપ્ત થયા પછીનાં છ વર્ષો એળે નથી ગયાં. દેશ વિશાળ છે, લોકો અનેક સૈકાઓની વહેમ તેમજ ભ્રમણાજાળથી ગ્રસ્ત છે. લોકોના હાડોહાડમાં અકર્મણ્યતા, આળસવૃત્તિ, બીજાઓ ઉપર આધાર રાખી સંતોષ માનવાની વૃત્તિ અને એ બધા ઉપર ધાર્મિકતાની પડેલી છાપ - એ બધું જોતાં કોઈ પણ સરકાર એકાએક ધાર્યો ફેરફાર કરી કે કરાવી શકે નહિ, તેમ છતાં મળેલું સ્વરાજ્ય સુરાજ્યની આગાહી તો આપે જ છે. એની દિશા સુરાજ્યની છે. તેનો મુખ્ય પુરાવો લોકશાહી છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ લોકો પોતે જ પોતાના પ્રતિનિધિઓ ચૂંટે અને તે પ્રતિનિધિઓ લોકહિત અર્થે જ બધું વિચારે અને કરે એ સુરાજ્યની દિશા છે. પણ દિશા હોવી તે એક વાત અને તે દિશામાં ત્વરિત ગતિએ સાચું પ્રયાણ કરવું એ બીજી વાત છે. ઉંમરલાયક સ્ત્રીપુરુષો મત આપે, પણ તે મતદાન પાછળ પૂરી સમજણ, વિવેક અને નિર્ભયતા ન હોય તો એ મતદાન પોકળ જેવું સાબિત થાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટાયા પછી સંપૂર્ણપણે લોકહિતના પ્રશ્નમાં જાગતા ન રહે તે માટે પ્રયત્નશીલ ન રહે, તો એ પણ એક નાટક ભજવવા જેવું જ થાય. રાજ્યધુરાવાહકો પોતાની સત્તાના જ ગુલામ થઈ જાય અને લોકસંપર્કથી વેગળા પડી પોતાને કોઈ જુદા વર્ગના જ માનવા જેટલું ગુમાન સેવે તો એ પણ લોકશાહીની મશ્કરી જ છે. આપણું સ્વરાજ્ય લોકશાહી ઉપર ચાલે છે એ ખરું, પણ સુરાજ્ય માટે લોકશાહીના અંગેઅંગમાં જે બળ, જે તાજગી, અને જે સ્કૂર્તિ જોઈએ તે નથી. એટલે સુરાજ્યની દિશામાં હોવા છતાં દેશ આગળ વધી શકતો નથી, સુરાજ્યનું સુખ અનુભવી શકતો નથી. સુરાજ્યનું પહેલું લક્ષણ એ હોવું જોઈએ કે કામ કરી શકે એવા ઉંમરલાયક કોઈ પણ સ્ત્રીપુરુષને બેકાર રહેવું ન પડે. આજે એ સ્થિતિ નથી. અકર્મણ્યતા હાડોહાડમાં હોવા છતાં પણ જીવવા માટે ઘણા લોકો કામ માગે છે અને તેમને પૂરતું કામ મળતું નથી. ગણ્યાગાંઠ્યા માણસો કામના બોજથી ઘસાય છે તો લોકોનો મોટો ભાગ બેકારીથી ઘસાય છે. ગાંધીજીએ પોતાની હિલચાલ દરમ્યાન એ વાત ધ્યાનમાં રાખેલી કે દેશના કરોડો માણસોને કામમાં જોતરવા હોય તો શું શું કામ સરળતાથી તેમને ઘરબેઠાં આપી શકાય. ગાંધીજીની આ દૃષ્ટિની અત્યારે ઉપેક્ષા જ નથી થઈ રહી, પણ ખરી રીતે કહીએ તો જાણે-અજાણે સરકારને હાથે એ દષ્ટિનો આત્મા હણાઈ રહ્યો છે. એટલે અત્યારે એમ કહી શકાય કે સ્વરાજ્ય હજી સુરાજ્યનું પ્રથમ લક્ષણ સિદ્ધ નથી કર્યું. સુરાજ્યનું બીજું લક્ષણ એ હોવું જોઈએ કે દેશના દરેક નિવાસી પોતે ધારે તેવી કેળવણી - જીવનપ્રદ કેળવણી – સરળતાથી મેળવી શકે. આજે આ સ્થિતિ છે જ નહિ. કેળવણી મેળવવાનું એટલું બધું મોંઘુ અને મુશ્કેલ બની ગયું છે કે બહુ ગણ્યાગાંઠ્યા જ સરળતાથી તે મેળવી શકે. બીજાઓ માટે તો કેળવણી લેવી – માનસિક સંસ્કારો અને યોગ્યતા મેળવવાં – એનો અર્થ છે પોતાની જુવાની બરબાદ કરવી; એટલું જ નહિ, પણ પોતાના પોષકો અને વડીલોને અર્થે પેટે રાખવા. ગાંધીજીના પ્રયત્નમાં એ પણ એક વસ્તુ સમાયેલી હતી કે લોકો બધા જ સરખી રીતે કેળવાય. આ બાબતમાં પણ સ્વરાજ્ય-સરકાર ગાંધીજીની દષ્ટિને વિકસાવી શકી નથી. સુરાજ્યનું એક લક્ષણ એ છે કે તેમાં ન્યાય મોંઘો ન હોય અને તે મેળવવામાં જરાયે મુશ્કેલી ન હોય. આજે આ બાબતમાં બ્રિટિશ અમલ કરતાં કશો જ સુધારો Page #184 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્ય અને સુરાજ્ય • ૧૫૭ થયો નથી. ઊલટું કાયદાની ગૂંચો વધવા સાથે ન્યાયના પવિત્ર આસન પર બેઠેલાઓ પણ પોતાની ફરજ વધારે ભૂલતા દેખાય છે. સુરાજ્યનું એક લક્ષણ એ છે કે તેમાં કરનું ધોરણ એવું હોય કે કરને ભરનાર અને તેને વસૂલ કરનાર બેમાંથી કોઈને હાડમારી સહેવી ન પડે અને સરળતાથી સરકારના હાથમાં કર આવે. આજે આથી સાવ ઊલટું છે. કર ભરનારની હેરાનગતિનો સરકારને અંદાજ જ નથી. એની વસૂલાતમાં ગોટાળા કેવા થાય છે એનો પણ જાણે પૂરો ખ્યાલ કોઈને આવતો નથી. અને સરકારના ખજાનામાં કર આવવાને બદલે મોટા પ્રમાણમાં તે વચ્ચે જ કેવો ભરખાઈ જાય છે એનો પણ સાચો તોલ કોઈને હોય એમ લાગતું નથી. આને લીધે પ્રજા ઉપર કરનું ભારણ વધવા છતાં તેનો લાભ પ્રજાને મળતો નથી અને સરકારને પૈસાની ખોટ ઊભી જ રહે છે. આ માટે બહુમુખી વેચાણવેરાનો દાખલો ટાંકી શકાય. મોટા અમલદારોમાં હૈયાઉકલત જોઈતા પ્રમાણમાં હોત તો એમણે ક્યારનો ઉકેલ કાઢ્યો હોત એમ કોઈ કહે તો તેને અવગણી નહિ શકાય. સુરાજ્યનું એક લક્ષણ એ પણ છે કે તેમાં સૌને વૈદકીય સારવાર સરળતાથી મળે અને તે પોસાય તેવી હોવી જોઈએ. આજે આ સ્થિતિ નથી. જાણે પૈસાદારો જ જીવવા સર્જાયા છે અને બીજાને જીવવાનો તેવો હક્ક નથી, એ વસ્તુ અત્યારની સરકારી, અર્ધસરકારી કે ખાનગી વૈદકીય સારવાર કરનાર સંસ્થાઓના વ્યવહારથી તરી આવે છે. મધ્યમ વર્ગના અને તેથીયે ઊતરતા વર્ગના લોકો કેવા કષ્ટ સારવાર મેળવે છે અને એ મેળવવા જતાં પેટે કેવા પાટા બાંધવા પડે છે ! જો સારવારથી સાજા થવાય તો એનો કારી ઘા કેવો લાગે છે અને તે કેટલા વખત સુધી તેને મૂંઝવે છે એનો ખ્યાલ કોઈ સત્તાભોગીને આવતો હોય તો પણ એક સારું લક્ષણ ગણાય. સુરાજ્યનાં ઘણાં લક્ષણો દર્શાવી તેના અસ્તિત્વ-નાસ્તિત્વ વિશે ચર્ચા લંબાવી શકાય, પણ એ જરૂરી નથી. તેમ છતાં એક દાખલો ટાંકવો જોઈએ. જો છાપાનો હેવાલ જૂઠો ન હોય તો તે જવાબદાર મંત્રીઓ જેવાની વિચારસરણી ઉપર પ્રકાશ નાખે છે. મુંબઈ પ્રાંતના એક મંત્રીને પૂછવામાં આવ્યું કે મંત્રીઓનો પગાર પૂરતો છે કે નહિ ? મંત્રી મહાશયે અપૂરતો કહ્યાનું છાપામાં આવ્યું છે. પ્રશ્ન એ છે કે અપૂરતો કયા અર્થમાં ? મોટા મોટા ઉદ્યોગપતિઓની આવકની સરખામણીમાં કે “અ' વર્ગનાં રાજ્યોના રાજાઓનાં સાલિયાણાંઓની સરખામણીમાં? જો એમ હોય તો તે અપૂરતો અવશ્ય છે. પણ જનતાના મોટા ભાગને જે સગવડો છે તે કરતાં મંત્રીઓની સગવડ ઓછી છે કે વધારે? જો વધારે હોય તો અપૂરતો ન કહી શકાય. છેવટે તો તેઓ જનતાના પ્રતિનિધિ છે, નહિ કે માત્ર માલદારના. હું ધારું છું, મંત્રીઓને રહેવાની અગવડ નહિ હોય, પોશાક તેમજ ખાનપાનની નહિ હોય, અને અંગત પરિવારને તાલીમ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ આપવાની પણ નહિ હોય. પણ ધારો કે એવી કાંઈ હોય તો તે અગવડ જ તેમને માટે પૂરતો પગાર ગણાવી જોઈએ, કેમકે તેઓ છેવટે જનતાની સેવા અર્થે એ પદે બેઠા છે. લોકો કહ્યા કરે છે કે મોટા મોટા હોદ્દેદારોના પગાર બહુ વધારે છે, ખાસ કરી ચીન જેવા દેશની સરખામણીએ તો બહુ વધારે છે. બીજી બાજુ અમલદારોને એ અપૂરતા લાગે. તો આમાં સાચું શું? વિચાર કરતાં જણાશે કે બંને સાચા છે. લોકો ટીકા કરે છે તે પોતાના જીવનધોરણ અને પોતાની આવકની દૃષ્ટિએ. જે ઉચ્ચ કક્ષાના અમલદારોને પગાર અપૂરતો લાગતો હોય તેમનું મન વધારે આવકવાળાને સામે રાખી વિચાર કરતું હોય છે. પણ જો સ્વરાજ્ય સુરાજ્યની દિશામાં આગળ વધવું હોય તો ઊંચો હોદ્દો ધરાવનાર અમલદારોએ પોતાનું માનસ બદલવું જ જોઈએ. તેમણે પોતાનો વિચાર કર્યા પહેલાં પોતાના હાથ નીચેના અગવડ ભોગવતા અધિકારીઓની સગવડ વધારવાનો વિચાર પ્રથમ કરવો જોઈશે; અને જ્યાં લગી સામાન્ય જનતાનું જીવનધોરણ ઊંચું ન આવે ત્યાં લગી તેમણે અગવડ વેઠવામાં કતાર્થતા લેખવી જોઈશે. એમ ન થાય તો તેઓ કદી સામાન્ય જનતાની અને અગવડ ભોગવતા હાથ નીચેના અધિકારીઓની સાચી પ્રીતિ મેળવી નહિ શકે. સુરાજ્યમાં આવી સાચી પ્રીતિ મેળવવી એ જ ધન લેખાય છે. આમ, બધું ચાલે છે તેમ ચાલતું હોવા છતાં સુરાજ્યમાં કોઈ કોઈ લક્ષણો સ્પષ્ટ રીતે આવિર્ભાવ પામતાં જાય છે, એ એક આશાસ્પદ અને જીવનપ્રદ વસ્તુ છે. આવાં લક્ષણોમાં, જેનું પ્રભાત ઊગ્યું છે અને જે વિચારનું ધ્યાન ખેંચે છે એવાં એક-બે લક્ષણોનો નિર્દેશ આવશ્યક છે. આચાર્ય વિનોબા ભાવેની ભૂદાનયજ્ઞ પ્રવૃત્તિ એ એક ક્રાન્તિકારી માનસને પૂરતો ખોરાક પૂરો પાડે છે અને દેશશરીરમાં એકત્ર થયેલ અને જામી ગયેલ નિરર્થક સંપત્તિના લોહીને ગતિ આપી દેશશરીરની સમધારણ તુલા રાખવાનું કામ કરી રહેલ છે. ગાંધીજીએ પ્રારંભેલ અહિંસાના સર્વતોમુખી યજ્ઞને એ વિસ્તારી અને વિકસાવી રહેલ છે. જેમાં લાખો અને કરોડોની આજીવિકાનો પ્રશ્ન ઉકેલવાનો સંભવ છે. ગાંધીજીનું બીજું ચિરસેવિત સ્વપ્ન એ હતું કે બુદ્ધિની એકાંગી કેળવણીના સ્થાનમાં ક્રિયાપ્રધાન સર્વાગી કેળવણી દેશમાં પ્રતિષ્ઠા પામે, અને તે પ્રામાભિમુખ પણ બને. આ સ્વપ્નને મૂર્ત કરવાનો પ્રયત્ન તો કેટલાંય વર્ષ થયાં ચાલતો હતો, પણ હમણાં એ પ્રયત્ન કાંઈક મોટા પાયા ઉપર શરૂઆત કરી છે અને તે પણ બ્રાહ્મણત્વનો યથાર્થ વારસો ધરાવનાર આજીવન કેળવણી તેમજ લોકકેળવણીને વરેલ શ્રી. નાનાભાઈ ભટ્ટ જેવાને હાથે. આ વસ્તુ આમ તો સાધારણ લાગે, પણ ચાલુ કેળવણી અને ઉચ્ચ Page #186 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્ય અને સુરાજ્ય - ૧૫૯ કેળવણીના પડેલા ધોરી રસ્તાઓથી જેઓ સંતુષ્ટ નથી અને જેઓ કાંઈ દેશને જોઈએ તેવું અને ગામડાંને પચે તેવું શિક્ષણ માગી રહ્યા છે તેમને માટે આવશ્યક કાર્યક્ષેત્ર પૂરું પાડે છે. દેશના કેટલાયે ભાગોમાં કાંઈ ને કાંઈ નાના પાયા ઉપર સુપ્રવૃત્તિઓ ચાલતી દેખાય છે. પણ ઉપરની બે પ્રવૃત્તિઓ એટલા માટે નોંધી છે કે પહેલી અત્યારે ભારતવ્યાપી છે, જ્યારે બીજી ગુજરાતવ્યાપી છતાં છેવટે ભારતવ્યાપી થવાની પૂર્ણ શક્યતા ધરાવે છે. આવી જ પ્રવૃત્તિઓ કયારેક સુરાજ્યની ઝાંખી કરાવશે એ ચોકક્સ. પ્રસ્થાન, ઑગસ્ટ ૧૯૫૩. Page #187 -------------------------------------------------------------------------- ________________ ર૭. હરિજનો અને જૈનો જ્યારથી મુંબઈ ધારાસભામાં હરિજન–મંદિઅવેશનું બિલ ઉપસ્થિત થયું છે ત્યારથી, લાંબા વખત થયાં સૂતેલું જૈનોનું માનસ સવિશેષ જાગ્રત થયું છે. એ માનસના કોઈ એક ખૂણાથી એવો ધ્વનિ, પંડિતાઈ શેઠાઈ અને સાધુશાહી સાથે, ઊઠવા લાગ્યો છે કે હરિજનો તો હિંદુ સમાજનો ભાગ છે અને જૈનો તો હિંદુ સમાજથી જુદા છે; એટલે કે હિંદુ સમાજને લક્ષીને ઘડવામાં આવેલ હરિજન–મંદિપ્રવેશ બિલ જૈન સમાજને લાગુ પડી શકે નહિ. એ જાગ્રત જૈન માનસના બીજે ખૂણેથી વળી એવો નાદ ઊઠ્યો છે કે ભલે જૈન સમાજ હિન્દુ સમાજનો એક ભાગ હોય અને તેથી જૈન સમાજ હિન્દુ ગણાય, તોપણ જૈન ધર્મ એ હિન્દુ ધર્મથી સાવ જુદો છે, અને હરિજન–સંદિપ્રવેશ બિલ હિન્દુ ધર્મમાં સુધારો દાખલ કરવાને લગતું હોવાથી તે જૈન ધર્મને લાગુ પડી શકે નહિ, કેમકે હરિજનો એ હિન્દુ ધર્મના અનુયાયી છે, જેને ધર્મના નહિ. અને જૈન ધર્મ તો મૂળે હિન્દુ ધર્મથી જુદો છે. આ બે વિરોધી સૂરો ઉપરાંત એ જાગ્રત જેન માનસમાંથી બીજા પણ સૂરો ઊડ્યા છે. કોઈ સૂર એવો છે કે તે લાંબા વખતથી ચાલુ એવી જૈન પરંપરા અને પ્રણાલીને આડે ધરી હરિજનોને જૈન મંદિઅવેશથી બાકાત રાખવા એ બિલનો વિરોધ કરે છે. બીજો સૂર વળી જૈન મંદિરો ઉપર જૈન સંપત્તિ અને જૈન માલિકીનો દાવો રજૂ કરી એ બિલ સામે મોરચો રચે છે. બીજી બાજુ એવા જ જાગ્રત જૈન માનસમાંથી ઉપર સૂચવેલ જુદા જુદા વિરોધી સૂરોને જવાબ આપતો એક નવયુગીન પ્રતિધ્વનિ પણ સ્પષ્ટપણે ઊઠ્યો છે. આ લેખમાં મારો વિચાર બને તેટલા ટૂંકાણમાં, છતાં લંબાણના અતિભય સિવાય, એ બધા પક્ષોની યોગ્યતાઅયોગ્યતા તપાસવાનો તેમજ પોતાનો નિર્ણય સ્પષ્ટપણે રજૂ કરવાનો છે. હવે અનુક્રમે એક એક પક્ષ લઈ વિચાર કરીએ. પહેલા પક્ષનું એમ કહેવું છે કે જૈન સમાજ હિન્દુ સમાજથી જુદો છે તે એ પક્ષની સંકુચિત દૃષ્ટિ પ્રમાણેની હિન્દુ' શબ્દની વ્યાખ્યા પ્રમાણે તો સાચું છે. એ પક્ષ ‘હિન્દુ શબ્દનો અર્થ માત્ર બ્રાહ્મણધર્માનુયાયી અથવા તો વૈદિક પરંપરાનુયાયી સમાજ એટલે જ સમજે છે. પણ આ પક્ષ ઇતિહાસ અને પરંપરાની દૃષ્ટિએ સાવ ભીંત ભૂલે છે. ઇતિહાસ અને પરંપરાના જ્ઞાનને અભાવે એ પક્ષે પોતાની સગવડ પૂરતી “હિન્દુ શબ્દની Page #188 -------------------------------------------------------------------------- ________________ હરિજનો અને જૈનો - ૧૬૧ સંકીર્ણ વ્યાખ્યા, આપમેળે જ, ઘડી કાઢી છે. મારું આ વિધાન સ્પષ્ટ કરવા અહીં કાંઈક ઊંડા ઊતરવું પડશે. ગ્રીકો સિધુના તટ સુધી આવ્યા ત્યારે તેઓ ભારતના જેટલા પ્રદેશને જાણતા તેને પોતાના ઉચ્ચાર પ્રમાણે ઇન્ડસ' કહેતા. ભારતના અંદરના ભાગથી જેમ જેમ તેઓ વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેઓનો “ઈન્ડસ' શબ્દનો અર્થ પણ વિસ્તરતો ગયો. મહમદ પેગંબર થયા તે પહેલેથી જ આરબો ભારતમાં આવેલા. કેટલાક સિન્ધ નદીના કિનારા સુધી આવી રહેલા. બીજા કેટલાક આરબ વ્યાપારીઓ માત્ર સમુદ્રરસ્તે ભારતને કિનારે કિનારે પશ્ચિમથી ઠેઠ પૂર્વ સુધી એટલે કે જાવા, સુમાત્રા અને ચીન સુધી સફર કરતા. આ આરબ વ્યાપારીઓએ પોતાને પરિચિત એવા ભારતના આખા કિનારાને હિન્દ કહ્યો છે. આરબોને ભારતમાં બનેલી તલવાર બહુ પસંદ હતી કે તેઓ તે ઉપર મુગ્ધ હતા. ભારતનાં સુખ-સમૃદ્ધિ અને ખુશનુમા હવાપાણી પણ તેમને બહુ આકર્ષતાં. તેથી તેમણે ભારતને લયલા અને સલમા તરીકે, એટલે કે માશૂક અને સલામત રાખનાર તરીકે, પોતાની કવિતાઓમાં ગાયો છે. ભારતની તલવારને તેમણે એના ઉદ્દભવસ્થાન હિંદને નામે જ “હિન્દ કહી પ્રશંસી છે. ત્યાર બાદ પેગંબર સાહેબનો જમાનો આવે છે. મહમદ-બિન-કાસમે સિંધમાં થાણાં નાખ્યાં. મહમદ ગિઝની અને બીજા આક્રમણકારી મુસલમાનો દેશમાં આગળ ને આગળ વધતા ગયા, અને સત્તા જમાવતા ગયા. એ જમાનામાં મુસલમાનોએ લગભગ આખા અંદરના ભારતનો પરિચય કરી લીધો હતો. તેથી તેમના ઇતિહાસકારોએ અંદરના ભારતને ત્રણ ભાગમાં વહેંચ્યો છે : સિંધુ, હિન્દી અને દક્ષિણ. હિન્દથી તેમણે સિન્ધ પછીના આખા ઉત્તર હિન્દુસ્તાનને ઓળખાવ્યો છે. અકબર અને બીજા મુગલ શહેનશાહોના રાજ્યવિસ્તાર વખતે વહીવટ અને બીજી સગવડની દૃષ્ટિએ તેમણે આખા ભારતને હિન્દ તરીકે ગણ્યો છે. આ રીતે હિન્દુ અને હિન્દ શબ્દનો અર્થ, ઉત્તરોત્તર તેનો પ્રયોગ અને વ્યવહાર કરનારાઓની માહિતી વધવાની સાથે સાથે, વિસ્તરતો જ ગયો છે. અંગ્રેજી અમલ દરમ્યાન તેનો એક જ નિર્વિવાદ અર્થ માન્ય થયો છે તે એ કે કાશમીરથી કન્યાકુમારી અને સિન્ધથી આસામ સુધીનો બધો ભાગ તે હિન્દ. પણ હિન્દ કે હિન્દુસ્તાનનો અર્થ ગમે તેટલો જૂનો અને ક્રમે ક્રમે વિસ્તર્યો હોય છતાં એ પ્રશ્ન તો ઊભો જ રહે છે કે હિન્દુ સમાજમાં કોણ કોણ આવે ? શું હિન્દુસ્તાનમાં વસતા બધા જ હિન્દુ સમાજમાં સમાસ પામે છે કે તેમાંથી અમુક જ ? અને જો અમુક જ વર્ગો હિન્દુ સમાજમાં સમાસ પામતા હોય તો તે કયા કયા? આનો ઉત્તર શોધવા બહુ આઘે જવું પડે તેમ નથી. જોકે હિન્દુસ્તાનમાં પરાપૂર્વથી અનેક જાતિઓ અને માનવકુળો આવતાં રહ્યાં છે અને સ્થિર થયાં છે, પણ એ બધાં હિન્દુ સમાજમાં સ્થાન પામ્યાં નથી. આપણે જાણીએ છીએ કે મુસ્લિમો આ દેશમાં વ્યાપારી તરીકે અને .. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ રાજ્યકર્તા તરીકે આવીને સ્થિર થયા, પણ તેઓ હિન્દુ સમાજથી જુદા જ ગણાયા છે. એ જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે કાંઈક મુસલમાનોના આવ્યા પહેલેથી અને ત્યાર બાદ સવિશેષ પારસીઓ હિન્દુસ્તાનમાં આવી વસ્યા અને તેમણે પણ મુસલમાનોની પેઠે હિન્દુસ્તાનને માતૃભૂમિ માની લીધી છે, છતાંયે તે હિન્દુ સમાજથી જુદા ગણાય છે. એ જ રીતે ક્રિશ્ચિયન ગોરી જાતિઓ પણ હિન્દુસ્તાનમાં રહેવા છતાં હિન્દુ સમાજનું અંગ બની નથી. આ બધું ધ્યાનમાં લઈ, તેમ જ હિન્દુ સમાજમાં ગણના પામેલ જાતિઓ અને વર્ગોના ધાર્મિક ઇતિહાસને ધ્યાનમાં લઈ તિલક જેવા સુજ્ઞ વિચારકોએ હિન્દુ શબ્દની જે વ્યાખ્યા બાંધી છે તે તદ્દન સાચી છે. તે વ્યાખ્યા પ્રમાણે જેના પુણ્યપુરુષો અને તીર્થો હિન્દુસ્તાનમાં આવ્યાં હોય, એટલે કે જેઓ હિન્દુસ્તાનને જ પોતાના દેવો અને ઋષિઓનું જન્મસ્થાન તેમજ હિન્દુસ્તાનને જ પોતાની તીર્થભૂમિ માનતા હોય તે હિન્દુ, અને તેમનો આખો સમાજ તે હિન્દુ સમાજ. આપણા જૈનોને ઉપર કહેલ હિન્દુ સમાજની વ્યાખ્યા માન્ય ન કરવા માટે કોઈ પણ કારણ નથી. જૈનોના બધાં જ પુણ્યપુરુષો અને પુણ્યતીર્થો માત્ર હિન્દુસ્તાનમાં જ આવેલાં છે. તેથી જેનો હિન્દુ સમાજથી જુદા હોઈ શકે નહિ. તેમને જુદા મનાવવાની પ્રવૃત્તિ જેટલી ઐતિહાસિક ભ્રમણાવાળી છે તેટલી જ “હિન્દુ શબ્દનો વૈદિક પરંપરા એટલો સંકુચિત અર્થ કરી અણસમજુ અને સંપ્રદાયઘેલા જૈનોને ભરમાવવામાં આવે છે. પણ આ પહેલા પક્ષની પોકળતા અત્યારે ભણેલગણેલ ગણાતા કેટલાક લોકોના ધ્યાનમાં આવી ગઈ છે. એટલે વળી તેમણે એક નવો જ મુદ્દો ઊભો કર્યો છે અને તે મુદ્દામાંથી ઉપર સૂચવેલ બીજો પક્ષ ઊભો થયો છે. આ પક્ષ પ્રમાણે જૈન સમાજ હિન્દુ સમાજનું અંગ તો છે જ, પણ તે ધર્મની દૃષ્ટિએ હિન્દુ ધર્મથી ભિન્ન છે. હવે આપણે આ મુદ્દાને તપાસીએ. અંગ્રેજોનો રાજ્યઅમલ શરૂ થયો ત્યાર પછી મનુષ્યગણનાની સગવડની દષ્ટિએ હિંદુ ધર્મ' શબ્દ વધારે પ્રચલિત અને રૂઢ થઈ ગયો છે. હિન્દુ સમાજમાં સમાતા બધા વર્ગો દ્વારા પળાતા એવા બધા જ ધર્મો હિન્દુ ધર્મની છત્રછાયામાં આવી જાય છે. ભારતમાં જન્મેલ, ઊછરેલ અને ભારતને જ માતૃભૂમિ માનેલ હોય એવા અને છતાં જેઓ પોતાનાં મૂળ ધર્મપુરુષો કે મૂળ તીર્થસ્થાનોને હિન્દુસ્તાનની બહાર માને છે તે બધાના ધર્મપંથો, જેવા કે ઇસ્લામ, જરથોસ્તી અને ખ્રિસ્તી, યહૂદી વગેરેને બાદ કરતાં બાકીના બધા જ ધર્મપંથી હિન્દુ ધર્મમાં આવી જાય છે. બૌદ્ધ ધર્મ, જેનો મુખ્ય અને મોટો ભાગ હિન્દુસ્તાનની બહાર જ છે તે, હિન્દુ ધર્મનો એક ભાગ જ છે. ભલે એનો અનુયાયી મોટો વિશાળ સમાજ અનેક જુદા જુદા દૂરવર્તી દેશોમાં પથરાયેલ હોય, છતાં ધર્મની દૃષ્ટિએ તો બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મની એક શાખામાં છે. ખરી રીતે જૈન સમાજ તો આખેઆખો હિન્દુસ્તાનમાં જ પહેલેથી વસતો આવ્યો છે, અને અત્યારે પણ વસે Page #190 -------------------------------------------------------------------------- ________________ હરિજનો અને જૈનો - ૧૬૩ છે; એટલે જૈન જેમ સમાજની દૃષ્ટિએ હિન્દુ સમાજની એક શાખા છે તેમ ધર્મની દૃષ્ટિએ પણ હિન્દુ ધર્મનો એક અગત્યનો પ્રાચીન ભાગ છે. જેઓ હિન્દુ ધર્મ' શબ્દથી માત્ર વૈદિક ધર્મ એટલો અર્થ સમજે છે તેઓ નથી જાણતા જૈન સમાજ અને જૈન ધર્મનો ઇતિહાસ કે નથી જાણતા હિન્દુ સમાજ કે હિન્દુ ધર્મનો ઇતિહાસ પોતાના સગવડિયા ઉપરછલા જ્ઞાનમાત્રથી જૈન ધર્મને હિન્દુ ધર્મથી જુદો ગણાવવાનું સાહસ કરવું એ તો વિદ્વાનો અને વિદ્યાની હાંસી કરવા જેવું છે, અને ખરી રીતે કહીએ તો પોતાની જ હાંસી કરાવવા જેવું છે. ભારતના કે વિદેશી સુપ્રસિદ્ધ વિદ્વાનોએ જ્યારે જ્યારે હિન્દુ ફિલસૂફી કે હિન્દુ ધર્મ વિષે લખ્યું છે ત્યારે ત્યારે તેમણે એ ફિલસૂફી અને એ ધર્મમાં વૈદિક, બૌદ્ધ અને જૈન તત્ત્વજ્ઞાન કે ધર્મની બધી જ પરંપરાઓને લઈ વિચાર કર્યો છે. જેઓએ હિન્દુ સાહિત્યનો ઈતિહાસ લખ્યો છે તેમણે પણ એ ઇતિહાસમાં જૈન સાહિત્યને હિન્દુ સાહિત્યની એક શાખા લેખે જ સ્થાન આપ્યું છે. સર રાધાકૃષ્ણનની ઈન્ડિયન ફિલોસોફી કે દાસગુપ્તા આદિની તેવી જ ફિલોસોફીને લઈએ અગર સાક્ષરવર્ય આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવની ‘હિન્દુ ધર્મની બાળપોથી' લઈએ, કે દીવાન નર્મદાશંકર મહેતાનો ‘હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ' લઈએ તો જણાશે કે તેમાં વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ જ જીવતી ભારતીય ધર્મપરંપરાઓને હિન્દુ ધર્મ તરીકે માન્ય રાખવામાં આવી છે, જે બધી રીતે વાજબી છે. આટલી ચર્ચા બીજા પક્ષનું પોકળપણું જાણવા માટે બસ થવી જોઈએ. આ પ્રમાણે જૈન ધર્મ હિન્દુધર્માન્તર્ગત હોય અને છે જ, તોપણ એ પ્રશ્ન તો ઊભો જ રહે છે કે જો મૂળે હરિજનો જૈન સમાજના અંગ તેમજ જૈન ધર્મના અનુયાયી ન હોય તો, તેમને માટે ઘડાતો કાયદો તેઓ હિન્દુ સમાજના જે ભાગના અંશ હોય અગર હિન્દુ ધર્મની જે શાખાના અનુયાયી ગણાવા યોગ્ય હોય તેટલા જ હિન્દુ સમાજના કે હિન્દુ ધર્મના ભાગને લાગુ પડે તેવો જોઈએ, નહિ કે આખા હિન્દુ સમાજ કે આખા ધર્મને લાગુ પડે તેવો. જેનો પોતાના સમાજમાં હરિજનોને અત્યાર લગી લેખતા જ નથી આવ્યા કે નથી હરિજનો પોતાને જૈન સમાજના ઘટક તરીકે લેખતા. એ જ રીતે હરિજનોમાં જૈન ધર્મનું એક્કે વિશિષ્ટ લક્ષણ આચરાતું નથી રહ્યું કે નથી હરિજનો જૈન ધર્મ આચર્યાનો દાવો કરતા. હરિજનોમાં ગમે તેટલી નાતજાતનો હોય, પણ તેમાંથી જેઓ ક્રિશ્ચિયન નથી અને જેઓએ ઇસ્લામ નથી સ્વીકાર્યો તે બધા શંકર, રામ, કૃષ્ણ, દુર્ગા, કાળી ઈત્યાદિ અનેક વૈદિક કૈ પૌરાણિક પરંપરાના દેવોમાંથી જ કોઈને અને કોઈને માનેભજે છે અને વૈદિક કે પૌરાણિક ગણાતા હોય એવાં જ તીર્થોને કે પર્વતિથિઓને અગર વ્રત-નિયમોને પાળે છે. હરિજનોમાંથી થઈ ગયેલ જૂના વખતના સંતો કે પાછલા વખતના Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ - સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સંતો પણ વૈદિક કે પૌરાણિક પરંપરામાં જ છેવટે સ્થાન પામ્યા છે. તેથી હરિજનોને હિન્દુ સમાજના અંગ અને હિન્દુ ધર્મના અનુયાયી માની લેવા છતાંય તેમનો સમાસ હિન્દુ સમાજની વૈદિક-પૌરાણિક પરંપરામાં થઈ શકે, જૈન પરંપરામાં તો નહિ જ. આવો ફલિતાર્થ બધી ચર્ચા ઉપરથી નીકળે છે, અને તે સાધાર પણ છે. તેથી બીજા પક્ષની રજૂઆત કરનારાઓએ હરિજન-મંદિપ્રવેશના બિલને જૈન સમાજથી બાકાત રખાવવું હોય તો એમ કહેવાની જરૂર નથી કે જૈન ધર્મ હિન્દુ ધર્મથી જુદો છે, પણ એમણે બહુ બહુ તો એટલું જ કહેવું જોઈએ કે હિરજનોય હિન્દુ છે, જૈનો પણ હિન્દુ છે, જૈન ધર્મ પણ હિન્દુ ધર્મનો એક ભાગ છે; છતાં હિરજનો જૈન સમાજના નથી અંગ કે નથી જૈન ધર્મના અનુયાયી. હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મને એક શરી૨ માનીએ અને તેના ભેદો તથા પેટાભેદોને હાથ-પગ જેવા અવયવ અગર અંગૂઠા-આંગળી જેવા પેટા અવયવ માનીએ તો હિરજનો એ હિન્દુ ધર્મને અનુસરતા હિન્દુ સમાજના બીજા મોટા એવા એક વૈદિક-પૌરાણિક ધર્માનુયાયી સમાજમાં જ સ્થાન પામી શકે, નહિ કે જૈન સમાજમાં. હરિજનો હિન્દુ છે, જૈનો પણ હિન્દુ છે. તેથી હિરજનો અને જૈનો એ બંને અભિન્ન સાબિત નથી થતા, જેમ કે બ્રાહ્મણો અને રજપૂતો અગ૨ રજપૂતો અને મુસલમાનો. મનુષ્ય સમાજના બ્રાહ્મણ, રજપૂત અને મુસલમાન એ બધા અંગો છે તેટલા માત્રથી તે પ્રત્યેક, મનુષ્ય તરીકે એક હોવા છતાં, અંદરોઅંદર તેઓ બિલકુલ ભિન્ન જ છે તેમ હિરજનો અને જૈન હિન્દુ હોવા છતાં અંદરોઅંદર સમાજ અને ધર્મની દૃષ્ટિએ સાવ જુદા છે. આવો વિચાર બીજા પક્ષ તરફથી ઉપસ્થિત થાય તો તે સાધાર લેખી શકાય. તેથી હવે આ પક્ષ ઉ૫૨ જ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. આપણે અત્રે જૈન ધર્મના અસલી પ્રાણને ન ઓળખીએ તો પ્રસ્તુત વિચાર તદ્દન અસ્પષ્ટ રહે અને લાંબા કાળથી પોષાતી આવેલી ભ્રમણાઓ ચાલુ રહે. તેથી જૈન ધર્મનો વાસ્તવિક આત્મા શો અને કેવો છે તેનો ટૂંકમાં પ્રથમ વિચાર કરીએ. જેમ દરેક ધર્મનું કોઈ ને કોઈ વિશિષ્ટ ધ્યેય હોય છે તેમ જૈન ધર્મનું પણ એક વિશિષ્ટ ધ્યેય છે. તે જ જૈન ધર્મનો અસલી પ્રાણ છે. તે ધ્યેયને સંક્ષેપમાં આ પ્રમાણે દર્શાવી શકાય. માનવતાના સર્વાંગીણ વિકાસમાં આડે આવે તેવા બધા જ પ્રત્યવાયો નિવારવા મથવું અને સાર્વત્રિક નિરપવાદ ભૂતદયાના અર્થાત્ આત્મૌપમ્યના સિદ્ધાંતને આધારે પ્રાણીમાત્રને અને વિશેષે માનવમાત્રને ઊંચ-નીચ, ગરીબ-તવંગર કે એવા કોઈ પણ જાતના ભેદભાવ સિવાય સુખસગવડની અને વિકાસની તકો પૂરી પાડવી. આ મૂળભૂત ધ્યેયમાંથી જ કેટલાંક જૈન ધર્મનાં વિશિષ્ટ લક્ષણો આવિર્ભાવ પામ્યાં છે, જેમ કે (૧) કોઈ પણ દેવ દેવીના ભય કે અનુગ્રહ ઉપર જીવન જીવવાના વહેમથી મુક્તિ મેળવવી; (૨) એવી મુક્તિમાં બાધા નાખે તેવાં શાસ્ત્રો કે તેવી પરંપરાઓને પ્રમાણ તરીકે માનવાનો સદંત૨ ઇનકાર કરવો; (૩) એવાં શાસ્ત્રો. પરંપરાઓ ઉપર Page #192 -------------------------------------------------------------------------- ________________ હિરજનો અને જૈનો ૦ ૧૬૫ એકહથ્થુ સત્તા ધરાવતા હોય ને તેને આધારે જ લોકોમાં વહેમ પોષતા હોય તેવા વર્ગનો ગુરુ તરીકે સદંત૨ ઇન્કાર કરવો; (૪) જે શાસ્ત્રો અને જે ગુરુવર્ગ એક અથવા બીજી રીતે હિંસાનું કે ધર્મક્ષેત્રમાં માનવ માનવ વચ્ચે અસમાનતાનું સ્થાપન-પોષણ કરતાં હોય તેનો વિરોધ કરવો અને સાથે જ સૌને માટે ગુણની દૃષ્ટિએ ધર્મનાં દ્વારો ઉન્મુક્ત કરવાં. આ અને આમાંથી ફલિત થતાં બીજાં એવાં જ લક્ષણો ઉ૫૨થી જૈન ધર્મનો આત્મા ઓળખી શકાય છે. એવાં જ લક્ષણો દ્વારા જૈન આચાર-વિચારનો અને તેનાં પ્રતિપાદક શાસ્ત્રોનો દેહ ઘડાયો છે. જૈનો ભગવાન મહાવીર કે બીજા કોઈ તેવા વિશિષ્ટ પુરુષને ક્રાંતિકાર, સુધારક અને પૂજ્ય તરીકે લેખતા–લેખાવતા હોય તો એમના એ દાવાની યથાર્થતા ઉ૫૨ સૂચવેલ જૈન ધર્મના પ્રાણને અમલમાં મૂકવાની શક્તિ ઉપર જ અવલંબિત છે. એવી શક્તિ જેનામાં ન હોય તેને જૈન ગુરુ કે પૂજ્ય તરીકે માની શકે નહિ, અને જેઓ એવું ધ્યેય માનતા ન હોય અગર માનવા–મનાવવામાં આડે આવતા હોય તેઓ જૈન પણ હોઈ શકે નહિ. આ બાબતમાં કોઈ પણ જૈન વાંધો લે એવો સંભવ જ નથી. આ દૃષ્ટિએ જ જૈન ધર્મનો વિચાર થઈ શકે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન ધર્મ હંમેશાં ધર્મનિમિત્તે થના૨ હિંસાનો વિરોધ કરતો આવ્યો છે, અને અહિંસાની પ્રતિષ્ઠામાં પોતાનો ફાળો દેતો આવ્યો છે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન ધર્મ પોતાને જ સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ માનનાર બ્રાહ્મણવર્ગના ગુરુત્વનો ઇન્કાર કરતો આવ્યો છે અને ઊંચ-નીચનો ભેદ ગણ્યા સિવાય ગમે તે વર્ણના ધર્મજિજ્ઞાસુને પોતાના સંઘમાં સ્થાન આપતો આવ્યો છે. તે એટલે લગી કે જેઓ સમાજમાં સાવ નીચી પાયરીએ લેખાતા અને જેઓ સમાજમાં તદ્દન હડધૂત થતા તેવા ચાંડાલ આદિને પણ જૈન ધર્મે ગુરુપદ આપ્યું છે; એટલું જ નહિ, પણ જે ઉચ્ચત્વાભિમાની બ્રાહ્મણો જૈન શ્રમણોને, એની ક્રાન્તિકારિતાને કારણે અદર્શનીય કે શૂદ્ર લેખતા, તેવા બ્રાહ્મણવર્ગને પણ, ધાર્મિક સમાનતાનો સિદ્ધાંત સજીવ બનાવવા માટે, જૈન ધર્મ પોતાના ગુરુવર્ગમાં સ્થાન આપતો આવ્યો છે. જૈન આચાર્યોનું એવું વલણ રહ્યું છે કે તેઓ હંમેશાં પોતાના ધ્યેયને સિદ્ધ કરવામાં બને તેટલો વધારેમાં વધારે જાતે ભાગ લે અને પોતાની આસપાસ વધારે શક્તિશાળી હોય એવી બધી સત્તાઓનો ઉપયોગ કરે. જે કામ તેઓ પોતે સરળતાથી ન કરી શકે તે કામ સિદ્ધ કરવા તેઓ પોતાના અનુયાયી કે અનુયાયી ન હોય એવા રાજા, મંત્રી, બીજા અધિકારી કે અન્ય સમર્થ જનોનો પૂરેપૂરો ઉપયોગ કરે. જૈન ધર્મની મૂળ પ્રકૃતિ અને આચાર્યોએ કે વિચારવાન જૈન ગૃહસ્થોએ લીધેલું ધાર્મિક વલણ એ બંને જોતાં કોણ એમ કહી શકે કે હિરજનો પોતે જૈન ધર્મસ્થાનોમાં આવવા માગતા હોય તો તેમને આવતા રોકવા ? જે કામ જૈન ધર્મગુરુઓનું અને જૈન સંસ્થાઓનું હતું અને હોવું જોઈએ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ તે તેમના અજ્ઞાન ને પ્રમાદને લીધે બંધ પડવું હોય ને બીજો કોઈ આપમેળે તે કામ કરી આપતો હોય તો કયો એવો સમજદાર જૈન હશે કે જે એ કામને પોતાનું ગણી વધાવી નહિ લે, અને પોતાની આજ સુધીની અજ્ઞાનજન્ય ભૂલને સુધારવા બદલ એ કામ કરી આપનારને ધન્યવાદ નહિ આપે ? આ રીતે જોવા જઈએ તો મુંબઈ સરકાર જે ધારો ઘડી રહી છે તે ખરી રીતે જૈન ધર્મનું જ કામ બજાવી રહી છે. જૈનોએ તો હરિજન મંદિપ્રવેશ બિલ ઉપસ્થિત કરનાર અને તેને કાયદાનું રૂપ આપવા ઈચ્છનાર સરકાર દ્વારા હેમચંદ્ર, કુમારપાળ, હીરવિજયજી જ કામ કરી રહ્યા હોય એમ માની ચાલવું જોઈએ. તેને બદલે પોતાના મૂળભૂત ધ્યેયથી ઊલટી જ દિશામાં ચાલવું એ તો પોતાના ધર્મની હાર અને સનાતન વૈદિક પરંપરાની જીવ કબૂલવા બરોબર છે. હરિજન-મંદિઅવેશ બિલ ગમે તેણે ઘડ્યું હોય ને ગમે તે સરકાર અધિકાર ઉપર હોય, પણ એમાં વિજય તો જૈન ધર્મના અસલી આત્માનો જ છે. આવો વિજય દેખી તેમાં રાચવા અને તેને સાથ આપવાને બદલે પોતાની ધર્મસ્મૃતિ અને પ્રામાદિક સ્થિતિને જ ધર્મ લખી સત્કાર્યનો કલ્પિત દલીલોથી વિરોધ કરવો એ બીજું ગમે તે હોય પણ જેનપણું તો નથી જ. જૈનો પરાપૂર્વની જેમ પોતાના ત્યાગી સંઘમાં, જાત કે લિંગનો ભેદ રાખ્યા સિવાય, સૌને સ્થાન આપતા આવ્યા છે તેમ તેઓ હંમેશાં પોતાનાં ધર્મસ્થાનોમાં જન્મથી જેનો ન હોય તેવાઓને સમજાવીને, લાલચથી, લાગવગથી કે બીજી રીતે લઈ જવામાં ગૌરવ માનતા આવ્યા છે. કોઈ પરદેશી ગૌરવર્ણ ભાઈ કે બાઈ, સત્તાધારી કે વૈભવશાળી પારસી કે મુસલમાન હોય, કોઈ અમલદાર ઠાકોર કે ભીલ હોય કે હરકોઈ, પણ જો તે સમ્પત્તિ, સત્તા કે વિદ્યાર્થી ઉચ્ચ ગણાતો હોય તો તેને પોતાનાં ધર્મસ્થાનમાં યેન કેન પ્રકારેણ લઈ જવામાં જેનો જૈન ધર્મની પ્રભાવના માનતા આવ્યા છે, અને એવી વ્યક્તિ જો આપમેળે જૈન ધર્મસ્થાનોમાં આવવાની ઇચ્છા પ્રદર્શિત કરે તો તો જૈન ગૃહસ્થ કે ત્યાગીઓની ખુશીનો પાર રહેતો નથી. આ વસ્તુસ્થિતિ આજ લગી સામાન્ય છે. આવે વખતે કોઈ પણ ત્યાગી કે ગૃહસ્થ જૈન એમ વિચારવા નથી થોભતો કે મંદિર અગર ઉપાશ્રય આદિ ધર્મસ્થાનોમાં આવનાર વ્યક્તિ રામનું નામ લે છે, કૃષ્ણનું નામ લે છે, અહુરમઝૂદનું નામ લે છે, કે ખુદા અગર ઈસુ ખ્રિસ્તનું નામ લે છે. એના મનમાં એટલું જ હોય છે કે ભલેને ગમે તે પંથનો હોય, ગમે તેનું નામ રટણ કરતો હોય, ગમે તેની ઉપાસના કરતો હોય, કદાચ માંસભક્ષી અને મદ્યપાની પણ હોય, છતાં જો તે આપમેળે અગર મારી પ્રેરણાથી જૈન ધર્મસ્થાનમાં એકાદ વાર પણ આવશે તો તે કાંઈ ને કાંઈ બોધ ગ્રહણ કરશે, કાંઈ ને કાઈ શીખશે. આ ઉદારતા જ્ઞાનમૂલક હો કે નિર્બળતામૂલક હો, પણ તે પોષવા અને ઉત્તેજવા લાયક તો છે જ. હેમચન્દ્ર જ્યારે સિદ્ધરાજ પાસે જતા ત્યારે શું તેઓ જાણતા નહિ કે સિદ્ધરાજ શેવ છે? જ્યારે હેમચન્દ્ર Page #194 -------------------------------------------------------------------------- ________________ હરિજનો અને જૈનો • ૧૬૭ સોમનાથ પાટણના શિવ મંદિરમાં ગયા ત્યારે શું તેઓ જાણતા નહિ કે આ શિવમંદિર છે? જ્યારે તેમના ઉપાશ્રયમાં સિદ્ધરાજ અને કુમારપાળ આદિ પહેલવહેલા આવેલ ત્યારે શું તેઓએ રામ, કૃષ્ણ આદિનું નામ લેવું સર્વથા છોડી દીધું હતું ? અને માત્ર અરિહંતના નામનું જ રટન કરતા હતા? જ્યારે હીરવિજયજી અકબરના દરબારમાં ગયા ત્યારે શું અકબરે અને એના બીજા મોભાદાર દરબારીઓએ ખુદા ને મહમદ પેગંબરનું નામ છોડી દીધું હતું? અથવા તો જ્યારે અકબર હીરવિજયજીના ધર્મસ્થાનમાં આવ્યો ત્યારે શું તેણે ખુદાનું નામ અભરાઈએ મૂકી અરિહંતનું જ નામ ઉચ્ચારવું શરૂ કર્યું હતું? આવું કશું ન હતું, અને છતાં જેનો પહેલેથી આજ લગી સત્તાધારી, પ્રભાવશાળી અને સમ્પત્તિશાળી હોય એવા ગમે તે વર્ગના માણસને માટે પોતાના ધર્મસ્થાનનાં દ્વારા ખુલ્લાં જ રાખતા આવ્યા છે. ત્યારે પ્રશ્ન થાય છે કે જો જેન પરંપરાની પ્રકૃતિ આવી છે તો તે અત્યારે હરિજનોના મંદિઅવેશ બિલ વખતે આવો ઉગ્ર વિરોધ કેમ કરે છે ? જે વસ્તુ એ પરંપરાના પ્રાણમાં નથી તે વસ્તુ અત્યારે એના હાડમાં ક્યાંથી ઊતરી ? આનો ઉત્તર જૈન પરંપરાની નબળાઈમાં છે. ગુરુસંસ્થા પૂરતો તો જાતિસમાનતાનો સિદ્ધાંત જૈનોએ મર્યાદિત અર્થમાં સાચવ્યો, કેમકે અત્યારે પણ જૈન ગુરુસંસ્થામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ગોરાઓ, પારસીઓ આદિ કોઈ પણ સંમાન્ય સ્થાન પામી શકે છે. હું મર્યાદિત અર્થમાં એટલા માટે કહું છું કે જે ગુરુસંસ્થામાં ક્યારેક હરિકેશી અને મેતારજ જેવા અસ્પૃશ્યોને પૂજ્ય પદ પ્રાપ્ત થયું હતું તે ગુરુસંસ્થામાં ત્યારબાદ ક્યારેય અસ્પૃશ્યોને સ્થાન મળ્યું હોય તેવો ઇતિહાસ નથી. એટલું જ નહિ પણ, તે અસ્પૃશ્યોનો ઉદ્ધાર કરી તેમને સ્પૃશ્ય બનાવવાનો અને માણસાઈની સામાન્ય ભૂમિકા ઉપર લાવવાનો જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત પણ જેનો સાવ ભૂલી ગયા છે. જેનોને ત્યાં હરિજનોનો પ્રવેશ છે, અને તે પણ અનિવાર્ય. માત્ર ગૃહસ્થોને ત્યાં જ નહિ, પણ ધર્મસ્થાનો સુધ્ધાંમાં હરિજનોનો, તેઓ ઈચ્છે કે ન ઈચ્છે તોય, અનિવાર્ય પ્રવેશ છે. પરંતુ તે પ્રવેશ સ્વાર્થપ્રેરિત છે. જેનો પોતાના જીવનને ટકાવવા, સ્વચ્છતા ને આરોગ્યનો આદર્શ ગુલામીના પોષણ દ્વારા ટકાવી રાખવા હરિજનોને તેઓ ન ઇચ્છે તોય, પોતાને ત્યાં અને પોતાનાં ધર્મસ્થાનોમાં બોલાવે છે, આવવા દે છે. આનો અર્થ એ થયો કે જ્યારે ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે હરિજનો તેમાં આવે છે ત્યારે તેઓ કયા દેવનું નામ લે છે એની જૈનોને કશી પડી નથી; માત્ર તેમને ગરજ છે એટલે તેમને વિશે વિચાર નથી કરતા, પણ જ્યારે એ જ હરિજનો સ્વચ્છ થઈ જૈન ધર્મસ્થાનોમાં આવવા ઇચ્છતા હોય અગર તેમને આપવામાં નડતી પ્રણાલિકાઓને તોડવા પૂરતો કાયદો થતો હોય ત્યારે જ જૈનોને યાદ આવી જાય છે કે – અરે, આ આવનારા અસ્પૃશ્યો કયાં અરિહંતનું નામ લે છે? એ તો મહાદેવ કે મહમદને માનનાર છે. જૈનોની આ ધર્મનિષ્ઠા (!) જેવી તેવી છે શું? Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પણ આપણે એક બીજી રીતે વિચાર કરીએ, અને તે એ કે ધારો કે અસ્પૃશ્યવર્ગ કાલે એક અથવા બીજા હોદ્દા ઉપર આવતો જાય. જેમ ક્રિશ્ચિયન થયા પછી આવે છે તેમ અને તે આવવાનો છે એ તો ચોક્કસ છે. એ જ રીતે અસ્પૃશ્યવર્ગ કેળવણી કે ધંધા દ્વારા સમૃદ્ધિમાન ને મોભાદાર પણ થયો, જેમ આંબેડકર આદિ ગૃહસ્થો થયા છે તેમ, તેવે વખતે શું જેનો તેમને પોતાનાં ધર્મસ્થાનોમાં આવવા માટે બીજા લોકોને આવકારે છે તેમ આવકારશે? કે તે વખતે પણ બિલનો વિરોધ કરે છે તેમ વિરોધ જ કરશે? જેઓ જૈન પરંપરાની વૈશ્ય પ્રકૃતિ જાણે છે તેઓ નિઃશંકપણે કહી શકશે કે જેનો તેવે વખતે અસ્પૃશ્યવર્ગનો તેટલો જ આદર કરશે, જેટલો આદર આજે અને ભૂતકાળમાં ક્રિશ્ચિયનો, મુસલમાનો, પારસીઓ અને બીજા મોભાદાર અન્ય ધર્મીઓનો કરતા આવ્યા છે અને કરે છે. આ ચર્ચા એટલું જ સૂચવે છે કે જેની પરંપરા પોતાનો ધર્મસિદ્ધાન્ત વિસરી ગઈ છે, ને માત્ર સત્તા તેમજ ધનની પ્રતિષ્ઠામાં જ ધર્મની પ્રતિષ્ઠા લેખતી થઈ ગઈ છે. જો આમ છે તો એ કહેવાનો શો અર્થ છે કે હરિજનો હિન્દુ છતાં જૈન નથી. માટે જ અમે જૈન મંદિરમાં દાખલ થવાની છૂટ આપતો ધારો માન્ય કરી શકીએ નહિ? હરિજનો સિવાયના બધા જ અજેન હિન્દુઓને જૈન ધર્મસંઘમાં ને જૈન ધર્મસ્થાનમાં જવામાં કોઈ પ્રતિબંધ નથી. ઊલટું તેઓને પોતાના સંઘમાં અને ધર્મસ્થાનમાં લાવવાના વિવિધ પ્રયત્નો થાય છે, તો હિન્દુ સમાજના જ બીજા એક ઊતરતા અંગ જેવા હરિજનોને જૈન સંસ્થાઓ પોતાનાં ધર્મસ્થાનોમાં અને પોતાની કેળવણીની સંસ્થાઓમાં આપમેળે જ આવકારે તેમાં જ તેમના ધાર્મિક સિદ્ધાંતની રક્ષા અને મોભો છે. જૈનોએ તો એમ કહેવું જોઈએ કે અમારે બિલ-ફિલની કે ધારા-ધારાની કશી જરૂરિયાત છે જ નહિ; અમે તો અમારા ધર્મસિદ્ધાંતને બળે જ હરિજન કે ગમે તેને માટે અમારું ધર્મસ્થાન ખુલ્લું મૂકીએ છીએ અને સદા એ સ્થાન સૌને માટે અભંગદ્વાર છે. આમ કહેવાને બદલે વિરોધ કરવા આડીઅવળી દલીલોનાં ફાંફાં મારવાં એથી વધારે નામાશી જૈન ધર્મની બીજી હોઈ શકે નહિ પણ પોતાની નામોશીની પરવા ન કરવા જેટલું જ જૈન માનસ ઘડાયું છે તેનાં મૂળમાં ઇતિહાસ રહેલો છે, અને તે ઈતિહાસ એટલે જેનોએ વ્યવહારના ક્ષેત્રમાં બ્રાહ્મણવર્ગના જાતિભેદના સિદ્ધાંત સામે સર્વથા નમતું આપ્યું છે. ભગવાન મહાવીરથી જ નહિ, પણ તેમના પહેલાંથી શરૂ થયેલ જાતિસમાનતાનો સિદ્ધાંત ચાલુ શતાબ્દીના જૈન ગ્રંથમાં પણ એકસરખું સમર્થન પામ્યો છે, અને શાસ્ત્રોમાં એ સિદ્ધાંતના સમર્થનમાં બ્રાહ્મણવર્ગની કોઈ પણ જાતની શેહ રાખવામાં આવી નથી. અને છતાંય એ જ શાસ્ત્રના લખાવનારાઓ, વાંચનારાઓ અને શ્રોતા જેનો પાછા હરિજનો કે બીજા એવા દલિત લોકોને ધાર્મિક ક્ષેત્ર સુધ્ધાંમાં સમાનતા અર્પવાની કે પ્રવેશ આપવાની સાફ ના ભણે છે. આ કેવું અચરજ ! Page #196 -------------------------------------------------------------------------- ________________ હરિજનો અને જેનો • ૧૬૯ પશ્ચિમનો સામ્યવાદ હોય કે સમાનતાને ધોરણે રચાયેલ કોંગ્રેસી કાર્યક્રમ હોય, અગર ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિ હોય – તે બધું જો દલિતોનો ઉદ્ધાર કરનાર હોય અને માનવતાના વિકાસમાં પડેલા અવરોધોને દૂર કરી તેના સ્થાનમાં વિકાસની અનુકૂળતાઓ કરી આપનાર હોય તો શું એમાં જેન ધર્મનો પ્રાણ નથી ધબકતો ? શું જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતની સમજણ અને રક્ષાનો આધાર માત્ર કુળજૈનો ઉપર જ હોઈ શકે? શું જૈન ધર્મના સિદ્ધાંતને ઊગવા અને વિકસવા માટે પરંપરાથી ચાલ્યો આવતો જૈન વાડો જ જોઈએ? જો ના, તો પછી વગર મહેનતે, વગર ખર્ચે જૈન ધર્મના સિદ્ધાંતને પુનર્જીવન પામવાની તક ઉપસ્થિત થતી હોય એવે ટાણે જેનોએ હરિજન-મંદિઅવેશ બિલને વધાવી લેવાને બદલે તેનો વિરોધ કરવો એ તો સનાતની વૈદિક વર્ણાશ્રમી સંઘના જમાનાજૂના જૈન ધર્મ અને શ્રમણ ધર્મમાત્રના વિરોધી વલણને ટેકો આપવા બરાબર છે. આ દષ્ટિએ જેઓ વિચાર કરશે તેમને એમ લાગ્યા સિવાય નહિ રહે કે જે કામ જૈન પરંપરાનું હતું અને છે, જે કામ કરવા માટે જેનોએ જ પહેલ કરવી જોઈએ અને સંકટો સહવાં જોઈએ, બ્રાહ્મણવર્ગના વર્ચસ્વને લીધે પરાભવ પામેલ જૈન ધર્મના તેજનો જે ઉદ્ધાર જેનોએ જ કરવો જોઈતો હતો તે બધું કામ મૂળભૂત સિદ્ધાંતની શુદ્ધિના બળે જ આપોઆપ થઈ રહ્યું છે ત્યાં સાથ ન આપતાં વિરોધ કરવો એમાં તો પાછીપાની કરવા જેવું અને કર્તવ્યભ્રષ્ટ થવા જેવું છે. – પ્રસ્થાન, જેઠ, ૨૦૦૬ Page #197 -------------------------------------------------------------------------- ________________ - ૨૮. રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ આજની સમસ્યાઓ વિશે વિચાર કરનાર હરેક સમજદારના મનમાં સવાલ ઊઠે છે કે આ નવી અને દિન પ્રતિદિન જીવનને વ્યાપતી એવી સમસ્યાઓ કયા પ્રકારના આચાર-વ્યવહાર કે સદાચારના નિયમોથી ઉકેલાવાનો સંભવ છે ? અલબત્ત, આવો વિચાર કરનાર એ તો જાણે જ છે કે તે તે કાળે અને તે તે સ્થળે પંથભેદ, જ્ઞાતિભેદ અને સમાજભેદ વગેરેને લીધે અનેક આચારો સદાચારરૂપે પ્રજાજીવનમાં ઊંડાં મૂળ નાખીને પડ્યાં છે. નવો વિચારક એવા પ્રચલિત આચારોની અવગણના તો કરતો જ નથી, પણ એ તો એ તપાસે છે કે શું એ રૂઢમૂળ થયેલ આચાપ્રથાઓ નવી અને અનિવાર્ય એવી સમસ્યાઓનો ઉકેલ કરી શકે તેમ છે ? તેની તપાસ અને વિચારસરણી જાણ્યા પછી જ તે જે સિદ્ધાંતને આધારે નવા સદાચારના નિર્માણ ઉપર ભાર આપવા માગે છે તેનું બળાબળ ઠીક ઠીક આપણી સમજણમાં ઊતરે. તેથી ટૂંકમાં પ્રથમ પ્રચલિત આચારો વિશેની એની તપાસણી આપણે જાણી લઈએ. ઇસ્લામ એક ખુદા–પ્રભુને સર્વશ્રેષ્ઠ ગણી તેની નમાજરૂપે પાંચ વાર બંદગી કરવા ફરમાવે છે અને કુરાનની આજ્ઞાઓને પ્રાણાન્ત પણ વળગી રહેવા કહે છે. તે લગ્ન અને બીજા દુન્યવી વ્યવહારો એ જ આજ્ઞાઓમાંથી ઘટાવે છે; જ્યારે ખ્રિસ્તી પંથ બાઈબલ, જિસસ ક્રાઈસ્ટ અને ચર્ચની આસપાસ પોતાનું આચારવર્તુલ રચે છે. મૂર્તિવાદી મંદિર, તિલક, મૂર્તિપૂજા આદિને કેન્દ્રમાં રાખી આચાપ્રથાઓ પોષે છે; જ્યારે મૂર્તિવિરોધી એ જ શાસ્ત્રો માનવા છતાં તદ્દન એથી ઊલટું આચારવર્તુળ રચે છે. આ તો પંથ-પંથના ધાર્મિક ગણાતા આચારની દિશા થઈ. પણ એક જ પંથને અનુસરતા કેટલાક સમાજો અને જ્ઞાતિઓમાં ઘણી વાર સામાજિક યા જ્ઞાતિગત આચારો સાવ વિરુદ્ધ જેવા પણ પ્રવર્તતા હોય છે. એક જ્ઞાતિ અબોટિયું અને ચોકાને જીવનધર્મ લેખે છે તો એના જ પંથ અને શાસ્ત્રોને અનુસરતી બીજી જ્ઞાતિને અબોટિયા કે ચોકાનો કશો જ વળગાડ નથી હોતો. એક જ વર્ણના એક ભાગમાં પુનર્લગ્નની તદ્દન છૂટ તો બીજા ભાગમાં પુનર્લગ્ન એ સામાજિક હીણપત ! એક જ શાસ્ત્ર અને એક જ વર્ણના અનુયાયી અમુક સમાજના એક ભાગમાં મામા-ફઈનાં સંતાનોનું લગ્ન પવિત્ર ગણાય તો બીજા ભાગમાં તે તદ્દન કલંક ગણાય. Page #198 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ • ૧૭૧ પંથગત અને જ્ઞાતિ-સમાજગત પરસ્પર વિરુદ્ધ જેવા દેખાતા આચાર-વ્યવહારો ઉપરાંત બધા જ પંથો, ધર્મો અને જ્ઞાતિ કે સમાજોને એકસરખી રીતે માન્ય હોય એવા પણ અનેક આચારો પ્રજાજીવનમાં પડ્યા છે, જેમ કે, ભૂતદયા--પ્રાણીમાત્ર પ્રત્યે રહેમથી વર્તવાની લાગણી, આતિથ્ય-ગમે તે આંગણે આવી પડે તો તેનો સત્કારઇષ્ટાપૂર્તસૌને ઉપયોગી થાય એ દૃષ્ટિએ કૂવા તળાવ આદિ નવાણો કરાવવાં, વટેમાર્ગુઓને આશ્રય અને આરામ આપવા ધર્મશાળા અને સદાવ્રત આદિ, અનાથ માટે આશ્રમો, બીમારો માટે સ્વાથ્યગૃહો, માંદા માટે દવાખાનાંઓ અને લાચાર પશુ-પંખી આદિ માટે પાંજરાપોળો અને ગોશાળાઓ ઈત્યાદિ. આ આચાઅથાઓ કાળજૂની છે અને તે નવા જમાનાની જરૂરિયાત પ્રમાણે સુધરતી અને વિકસતી પણ રહી છે. પંથ, સમાજ અને બૃહત્સમાજના જીવનમાં ઉપરના બે આચારસ્તરો ઉપરાંત એક એવો પણ આચારસ્તર છે કે જે સમાજ કે બૃહત્સમાજમાં દૃષ્ટિગોચર ન થાય છતાં સમાજની વિશિષ્ટ અને વિરલ વ્યક્તિઓનાં જીવનમાં એ ઓછેવત્તે અંશે પ્રવર્તતો હોય; છે એનું મૂલ્ય સૌની દૃષ્ટિમાં વધારે અંકાય છે, એટલું જ નહિ, પણ ઉપર સૂચવેલ આચારના બંને સ્તરોનું પ્રાણતત્ત્વ પ્રસ્તુત ત્રીજો જ આચારસ્તર છે. તે સ્તર એટલે ચિત્ત અને મનના મળોને શોધવાનો આચાર. સંકુચિતતા, મારાતારાપણાની વૃત્તિ, ઊંચનીચભાવના વગેરે મનના મળો છે. એવા મળો હોય ત્યાં લગી પ્રથમ સૂચવેલ બંને આચારસ્તરોનું કોઈ સાચું મૂલ્ય નથી, અને આવા મળો ન હોય કે ઓછા હોય તો એટલા પ્રમાણમાં એ સૂચિત બંને સ્તરોના ધાર્મિક, સામાજિક અને સર્વસાધારણ આચારો માનવીય ઉત્કર્ષમાં જરાય આડે આવતા નથી, એટલું જ નહિ, પણ કેટલીક વારે તે ઉપકારક પણ બને છે. અત્યાર સુધીના ભારતીય અને ઇતર લોકોના આચાર-વ્યવહારને લગતી આ ટૂંકી રચના થઈ. હવે જોવાનું એ રહે છે કે અત્યારની નવી સમસ્યાઓ મુખ્ય કઈ અને તેનાં મૂળ શેમાં છે ? તેમજ એ સમસ્યાઓને પહોંચી વળે એવો કયો સિદ્ધાંત છે કે જેના ઉપર નવા સદાચારોની માંડણી થઈ શકે ? આજની નવી સમસ્યા એકસૂત્રી રાષ્ટ્રનિર્માણના વિકાસ અને તેની સ્થિરતા સાથે સંકળાયેલી છે. હવે કોઈ એક નાનોમોટો પંથ કે જ્ઞાતિસમાજ પોતાનો ધાર્મિક કે સામાજિક આચાર અગર નિઃશ્રેયસલક્ષી ધર્મ ત્યાં લગી નિર્વિબ પાળી કે નભાવી શકે તેમ છે જ નહિ કે જ્યાં લગી તે પોતે જેનો સભ્ય છે તે રાષ્ટ્ર અને દેશનાં સામૂહિક હિતની દૃષ્ટિએ પોતાનું વર્તન ન ઘડે. વિશ્વમાનવતાના વિકાસના એક પગથિયા લખે અને ઉપસ્થિત એકતંત્રી કે એકસૂત્રી રાષ્ટ્રજીવનના નિર્વાહની દૃષ્ટિએ અત્યારની બધી જ સમસ્યાઓ પહેલાં કરતાં બહુ જટિલ અને મોટી છે. આજે એક તરફ સામ્યવાદ અને સમાજવાદ સક્રિય કામ કરતો હોય ત્યારે બીજી તરફ સાથોસાથ એકાંગી મૂડીવાદ કે વ્યક્તિગત લાભની દૃષ્ટિ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ - સમાજ, ધર્મ અને સંસ્કૃતિ અને સંગ્રહખોરી ટકી ન જ શકે — તેની અથડામણી અનિવાર્ય છે. લાખો નહિ, કરોડોને દલિત અને ગલિત જાણવા છતાં પોતાની જાતને ઊંચી માનવાનું વલણ હવે કદી ખટકવા વિના રહી જ ન શકે. સીમાની પેલી પાર અને સીમાની આસપાસ કે સીમાની અંદર, ભયની લાગણીઓ થતી હોય ત્યારે, કોઈ એક વ્યક્તિ, પંથ કે સમાજ ગમે તેવા રક્ષણબળથી પણ પોતાની સલામતી ન કલ્પી શકે કે ન સાચવી શકે. ટૂંકમાં આજની આર્થિક, સામાજિક અને રાજકીય બધી સમસ્યાઓનું મૂળ, સમષ્ટિહિતની દૃષ્ટિએ મુખ્યપણે વિચાર કર્યા વિના, અંગત કે વૈયક્તિક હિતની દૃષ્ટિએ જ વિચા૨ ક૨વામાં અને એવા વિચારને આધારે પડેલ સંસ્કારો પ્રમાણે વર્તવામાં રહેલું છે. તો પછી પ્રશ્ન એ જ વિચારવાનો રહે છે કે એવો કયો દૃષ્ટિકોણ છે કે જેને આધારે સદાચારનું નવું નિર્માણ જરૂરી છે ? ઉત્તર જાણીતો છે અને તે જમાનાઓ પહેલાં અનેક સંતોએ વિચાર્યો પણ છે. દરેક પંથના મૂળમાં એનું બીજ પણ છે અને છેલ્લે છેલ્લે મહાત્મા ગાંધીજીએ એને જીવન દ્વારા મૂર્ત પણ કરેલ છે. તે સિદ્ધાંત એટલે પ્રત્યેક વ્યક્તિએ સમષ્ટિહિતની દૃષ્ટિએ જ વિચારતાં અને વર્તતાં શીખવું તે. જ્યાં જ્યાં વ્યક્તિગત અને સમષ્ટિગત હિતનો વિરોધ દેખાય ત્યાં ત્યાં સમષ્ટિના લાભમાં વ્યક્તિએ અંગત લાભ જતો કરવો એ જ બધી સમસ્યાઓનો ઉકેલ છે. જેમ માતૃભાષા અને પ્રાંતીય ભાષાના ભેદો હોવા છતાં રાષ્ટ્ર માટે એક રાષ્ટ્રીયભાષા અનિવાર્ય રીતે આવશ્યક છે, જેમ વૈજ્ઞાનિક વિષયોનું અને સત્યોનું શિક્ષણ સૌને માટે એકસરખું હોય છે ને તે ઉપકારક પણ બને છે, અને આ દૃષ્ટિએ કેળવણીની સંસ્થાઓ બાળકોમાં સંસ્કાર પોષે છે, સમજદાર વડીલો એ રીતે બાળકોને ઉછેર છે તે જ રીતે હવે કુટુંબ, નાત અને શિક્ષણસંસ્થાઓ બધાં મારફત આ એક જ સંસ્કાર પોષવો અને વિકસાવવો આવશ્યક છે કે સમષ્ટિનું હિત જોખમાય તે રીતે ન વિચારાય, ન વર્તાય. આ સંસ્કારને આધારે જ હવેના સદાચારો યોજવામાં આવે તો જ આજની જટિલ સમસ્યાઓનો કાંઈક ઉકેલ આવી શકે, અન્યથા કદી નહિ. જેણે આત્મૌપમ્યની વાત કહી હતી. અગર જેણે અદ્વૈતનું દર્શન કર્યું હતું કે જેણે અનાસક્ત કર્મયોગ દ્વારા લોકસંગ્રહની વાત કહી હતી તેણે તો તે જમાનામાં એક દર્શન કે એક સિદ્ધાંત રજૂ કર્યો હતો અને સાથે સાથે સૂચવ્યું હતું કે જો માનવજાત સુખે જીવવા માગતી હોય તો એ દર્શન અને સિદ્ધાંત પ્રમાણે આચારો અને વ્યવહારો યોજે. પણ દુર્દેવ એવું કે એ સિદ્ધાંતો ખૂણેખૂણે ગવાતા તો રહ્યા, પણ ગાનારા અને સાંભળનારા બંનેનો આચા૨-વ્યવહાર ઊલટી જ દિશામાં ! પરિણામ ઇતિહાસે નોંધ્યાં છે અને અત્યારે પ્રત્યક્ષ છે. હવે, કાં તો એ સિદ્ધાંતો વ્યવહાર્ય નથી એમ કહેવું જોઈએ અને કાં તો એને મોટા પાયા ઉપર અમલી બનાવવા જોઈએ. અન્ય રાષ્ટ્રોનું સંગઠન જોતાં એમ માનવાને કશું જ કારણ નથી કે તે સિદ્ધાંતો અવ્યવહાર્ય છે. તેથી અને જીવન જીવવા Page #200 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ • ૧૭૩ માટે બીજો કોઈ રસ્તો નથી. તેથી એ સિદ્ધાંતોને વિશ્વના આચારના પાયા લેખે ઘટાવવાની વાત કર્યા પહેલાં રાષ્ટ્રીય આચારના પાયા લેખે જ ઘટાવવા જોઈએ. આમાંથી જ જોઈતું ઘડતર નીપજવાનું. આ માટે કેટલાક રાષ્ટ્રીય કહી શકાય એવા આચારો યોજી તેની સદાચાર તરીકેની તાલીમ શરૂ કરવી જોઈએ. સ્વતંત્રતા–દિન અને પ્રજાસત્તાકદિન જેવા કેટલાક દિવસોને ભારતે પર્વનુંરાષ્ટ્રીય પર્વનું-રૂપ આપ્યું છે. તે નિમિત્તે પ્રજા અને સરકારે મળી કેટલીક પ્રણાલીઓ ઊભી કરી છે, જેને રાષ્ટ્રીય આચાર જ નહિ પણ સદાચાર તરીકે ઓળખાવવામાં હરકત નથી. એ પર્વોમાં ધ્વજવંદન, રોશની, પ્રભાતફેરી, કવાયત, ખેલકૂદ આદિ વ્યાયામ, મનોરંજક કાર્યક્રમ, રાષ્ટ્રપતિ જેવાને અપાતી સલામી, મોટા પાયા ઉપર અપાતાં ખાણાં જેવી જે પ્રથાઓ શરૂ થઈ છે અને જેમાં આબાલવૃદ્ધ ઉત્સાહભેર ભાગ લે છે યા ભાગ લેવા લલચાય એવું વાતાવરણ સર્જાય છે તે બધી પ્રથાઓ રાષ્ટ્રીય આચાર જ કહેવાય. તેમાં કોઈ એક ધર્મપંથ કે કોઈ એક સમાજ કે કોઈ એક વર્ગનું પ્રાધાન્ય નથી; તે સમગ્ર ભારતીય પ્રજાએ અનુસરવાનો એક જાતનો વિધિ છે. તેથી એને રાષ્ટ્રીય સદાચારની પ્રતીક લેખી શકાય અને તે વખતે વ્યક્તિ રાષ્ટ્રસમષ્ટિની ભાવના પોષતી થઈ જાય એવી નેમ પૂલ રીતે સેવાય તો તે અસ્થાને ન કહી શકાય. પણ અહીં જ પ્રાણપ્રશ્ન ઊઠે છે કે શું આ અને આના જેવી ગમે તેટલી રાષ્ટ્રીય આચારની પ્રણાલિકાઓ યોજવામાં કે પોષવામાં આવે તો તેથી ગરીબ, બેકાર, દલિત, અજ્ઞાન અને લાચાર ભારતવાસીઓના મોટા ભાગનું દળદર ફીટે ખરું? આનો જવાબ કોઈ પણ વ્યક્તિ હકારમાં તો આપી નહિ જ શકે. તો પછી બીજો પ્રશ્ન એ ઊઠે છે કે આવા રાષ્ટ્રીય તહેવારો વખતે સરકાર અને પ્રજાએ કઈ કઈ જાતની બીજી પ્રણાલિકાઓ સાથે સાથે મક્કમપણે તેમજ વિચારપૂર્વક વ્યવસ્થિતપણે યોજવી અને પોષવી જોઈએ કે જેમાં સીધી રીતે સમષ્ટિનું હિત પોષાય અને ભારતના સૂકા હાડપિંજરમાં કાંઈક લોહી ભરાય ? આ પ્રશ્નના ઉત્તરમાં બીજો ગાંધીજીએ વેર્યા છે અવશ્ય, પણ આપણે એને પોષ્યાં નથી. તેથી પરાણે રસ ઉપજાવે એવી શુષ્ક પ્રણાલિકાઓમાં દેશનું હીર ખર્ચી નાખીએ છીએ. આટલાં વર્ષો થયાં દેશ એ પૂલ પ્રણાલિકાઓ પાછળ શક્તિ અને ધન ખર્ચે છે છતાં ખરું વળતર નથી મળતું એ વાત જો સાચી હોય તો રાષ્ટ્ર પૂલ ઉત્સવોની સાથે સાથે સજીવ કાર્યક્રમો પણ યોજવા જોઈએ. ગામડાં, શહેર અને કસબાઓ ગંદકીથી એવાં ખદબદે છે કે કોઈ તટસ્થ વિદેશી એ નિહાળી એમ કહી બેસે કે હિંદી ગંદવાડ વિના જીવી જ નથી શકતો, તો એને મૃષાવાદી કહી નહિ શકાય. તેથી સફાઈનો સાર્વત્રિક કાર્યક્રમ એ પ્રથમ આવશ્યકતા છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કૂવા તળાવ જેવાં સર્વોપયોગી નવાણોને દુરસ્ત અને સ્વચ્છ કરવાં એ જીવનપ્રદ છે. વિશેષ નહિ તો રાષ્ટ્રીય તહેવારોને દિવસે કોઈ વૈદ્ય કે ડૉક્ટર ફી ન લે અને પૂરી કાળજી તેમજ ચીવટથી બધા દરજ્જાના દરદીઓની મમતાથી સારવાર કરે. સુખી ગૃહસ્થો તે દિવસમાં સૌને મફત દવા પૂરી પાડવા યત્ન કરે. દેશમાં, ખાસ કરી ગામડાંઓમાં, બનતી જીવનોપયોગી વસ્તુઓ, પછી તે ગમે તેવી રફ હોય તો પણ સ્વદેશની છે એટલા જ ખાતર અને ઉત્તેજન અપાય. શિક્ષકો ને અધ્યાપકો અભણ અને દલિત વર્ગોમાં જાતે જઈ, સંપર્ક સાધી તેમના પ્રશ્નો જાતે સમજે. આ અને આના જેવા આવશ્યક સદાચારો નિયમિત રીતે ઊભા કર્યા વિના ભારત તેજસ્વી બની ન શકે. – જનકલ્યાણ સદાચાર અંક, ૧૯પ૩. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૯. મોન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારો શિક્ષણની અનેક નવી નવી પદ્ધતિઓ પ્રચારમાં આવતી જાય છે. માન્ટીસોરી પદ્ધતિ તેમાંની એક છે. હમણાં હમણાં તે આપણા દેશમાં પણ દાખલ થતી જાય છે. તેમાં ભાવનગરનું બાલમંદિર સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ મંદિરનો કાર્યક્રમ જાણી, તેમાં થતા પ્રયોગોનો પરિચય કરી, તેમ જ ત્યાંના શિક્ષકો સાથે ચર્ચા કરી એ પદ્ધતિના સંબંધમાં કાંઈક સવિશેષ જાણવાની મારી વૃત્તિ તો પ્રથમથી હતી. તેવી તક મળી. આ તકનો લાભ લઉં તે પહેલાં ઊંચી કેળવણી પામેલા અને સરકારી ઊંચો હોદ્દો ધરાવનાર એક મારા સ્નેહી, જે આ મંદિર અને તેની પદ્ધતિનો પરિચય કરી આવ્યા હતા, તેઓનો મોન્ટીસોરી પદ્ધતિ વિશે શો અભિપ્રાય છે એ મેં જાણી લીધું. એ ભાઈએ આ પદ્ધતિ વિશે મુખ્યપણે ત્રણ વાંધા મને જણાવ્યા. એ વાંધા પહેલેથી જ જાણવામાં આવ્યા એટલે તો બાલમંદિર અને ત્યાંની પદ્ધતિનું જેમ બને તેમ ચોક્કસ જ્ઞાન મેળવવાની અને પછી તે વાંધામાં કેટલું તથ્ય છે એ વિચારવાની વૃત્તિ ઉદ્દભવી. આ વૃત્તિને અનુસરી બાલમંદિરના કાર્યક્રમનું સવિશેષ અવલોકન અને તે ઉપર વિચાર કરવામાં ત્રણ દિવસ વ્યતીત થયા. પરિણામે મારો વિચાર એ ભાઈના | વિચારથી જુદો જ બંધાયો. ત્રણ દિવસના અવલોકન અને તે દરમિયાન થયેલી ચર્ચાને અત્રે આપી આ લેખ લંબાવવા નથી ઇચ્છતો, પણ મોન્ટીસોરી પદ્ધતિ વિશે શા શા વાંધા જણાવવામાં આવ્યા હતા અને તે દરેક વાંધા ઉપર વિચાર કર્યા પછી શો વિચાર બંધાયો એ જ ટૂંકમાં અત્રે આપીશ. આ લેખનો ઉદ્દેશ એટલો જ છે કે દરેક યોગ્ય વ્યક્તિ કોઈ પણ શિક્ષણપદ્ધતિના ગુણ-દોષનો અને તેના લાભાલાભનો વિચાર કરતી થાય અને જે પદ્ધતિ વધારે અનુગુણ હોય તેનું વાતાવરણ તૈયાર કરવામાં પોતાથી બનતો ફાળો આપે. ત્રણ વાંધા આ છે : (૧) બહુ ખર્ચાળપણું, (૨) સ્વચ્છન્દ નિયમનનો અભાવ), અને (૩) હરીફાઈની ગેરહાજરી. પહેલા વાંધાના સંબંધમાં વિચાર કરીએ તે પહેલાં Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ બાકીના બે વાંધાઓ વિશે પહેલાં વિચાર કરી લેવો યોગ્ય થશે. ઘણાક માને છે અને કહે છે કે મોન્ટીસૉરી શિક્ષણપદ્ધતિમાં નિયમન નથી, અને તેમાં બાળકો સ્વચ્છન્દી બને છે. મને તેઓના કથનમાં કાંઈ વજૂદ ન જણાયું. ત્રણથી છ વર્ષનાં બાળકો જે એકાગ્રતાથી, જે અદબથી અને જે અનુકૂળ વાતાવરણથી આકર્ષાઈને બાલમંદિરમાં શીખતાં અને પ્રયોગ કરતાં જોવામાં આવ્યાં, તે ઉપરથી એમ જણાય છે કે પ્રસ્તુત પદ્ધતિમાં સ્વચ્છન્દ નહિ પણ સાહજિક વિકાસની કેળવણી મળે છે. અલબત્ત, જો શિક્ષકની સોટી, કરડી આંખ અગર આડુંઅવળું વેતરતી તેની વાણીને નિયમન માનવામાં આવતું હોય તો તેવું નિયમન મોન્ટીસોરી શિક્ષણ પદ્ધતિમાં બિલકુલ નથી જ. પણ આવા નિયમનનો અત્યંત અભાવ એ તો આ શિક્ષણ પદ્ધતિનો અંતરાત્મા હોઈ તેનું ભૂષણ છે, દૂષણ નહિ. જે નાનાં નાનાં બાળકો માબાપનાં અનેક દબાણો, લાલચો અને કૃત્રિમ ભયો છતાં પોતાની ચંચળ વૃત્તિને સ્વાભાવિક રીતે એક વિષયમાં નથી યોજી શકતાં, તથા જે બાળકોનો કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય વિષયક વિકાસ સાધવા શિક્ષકોની યમ-દષ્ટિ નિષ્ફળ નીવડે છે, તે બાળકો લાલચ, ભય અને સખ્તાઈ વિના આપોઆપ અશ્રાન્તપણે આનન્દી ચહેરે પોતાની ચંચળ વૃત્તિને પોતાની પસંદગીના વિષયમાં લાંબા વખત સુધી રોકે અને બહારની પ્રેરણા સિવાય જ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનો વિકાસ સાધે – એ સ્થિતિને જો સ્વચ્છન્દ માનીએ તો સાચી સ્વતંત્રતા, નિર્ભયતા અને સાહજિકતાને શબ્દકોષ સિવાય ક્યાંય સ્થાન નથી એમ માનવું જોઈએ. મોન્ટીસોરી પદ્ધતિમાં હરીફાઈનું ધોરણ નથી અને તેને લીધે હરીફાઈથી થતી જ્ઞાનવૃદ્ધિ એ પદ્ધતિમાં ન થઈ શકે એવો આરોપ મૂકવામાં આવે છે. આ આરોપ મૂકનાર માત્ર એમ જ સમજતા હોવા જોઈએ કે શિક્ષણના પ્રદેશમાં હરીફાઈ એ એકાન્ત લાભદાયક તત્ત્વ છે, પણ ખરી રીતે એમ નથી. કોઈ વાર હરીફાઈથી હરીફોને લાભ થાય છે ખરો, પણ ઘણી વાર હરીફાઈમાં પાછો પડનાર હરીફ આત્મામાનનાને લીધે હતોત્સાહ થઈ જાય છે, અને પછી તે પોતાના બીજા શક્ય અને પસંદગીના વિષયમાં પણ જોઈતું બળ મેળવી શકતો નથી. દરેક વ્યક્તિમાં ઉત્સાહ એ જ ખરો પ્રાણ છે. ઉત્સાહને હરીફાઈ દ્વારા જગાડવો તેમાં લાભ કરતાં જોખમ ઓછું તો નથી જ. દરેક બાળકની દરેક વિષય પરત્વે શક્તિ સરખી હોતી નથી. વૃત્તિ પણ જુદી જુદી હોય છે. તેથી પ્રત્યવાય વિનાનું તદ્દન અનુકૂળ વાતાવરણ ઊભું કરી પોતપોતાની વૃત્તિ પ્રમાણે બાળકોને શક્તિ ખીલવવાની તક મળે તો તેઓનો ઉત્સાહ કુવામાં પાણીની સેરો ઝરે તેમ, આપોઆપ પોતપોતાની પસંદગીના વિષયમાં ઝરે છે અને ક્રમશઃ વધે છે. આ સ્વાભાવિક ક્રમથી બે લાભ થાય છે. દરેક બાળકને પોતાની રુચિ પ્રમાણે પોતામાં રહેલી વિશિષ્ટ શક્તિ ખીલવવાની તક મળતી હોવાથી પોતાનું વ્યક્તિત્વ સાધવાનો Page #204 -------------------------------------------------------------------------- ________________ મૉન્ટેસરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારો • ૧૭૭ અવસર મળે છે અને જે વિષયની શક્તિ કે રુચિ ન હોય તે વિષયમાં જરા પણ વ્યર્થ શક્તિ કે સમય ન ખર્ચાવાથી તેનો આત્મા સતત તેજસ્વી અને ઉત્સાહમય રહે છે. ફરજિયાત હરીફાઈના ધોરણમાં જે વિષયની શક્તિ કે રુચિ ન હોય તેમાં બાળકો નિચોવાઈ જાય છે, અને તેથી આવેલી નિર્બળતા પોતાની પસંદગીના વિષયમાં પણ દોડતા બાળકને કાંઈક ખલિત કરે જ છે. ફરજિયાત હરીફાઈથી જ્ઞાનવૃદ્ધિ કોઈ કોઈ વ્યક્તિને થઈ હોય અને થાય છે એ વાત માની લઈએ, તોપણ તે હરીફાઈની પાછળ કેટલાંક એવાં અનિષ્ટ તત્ત્વો રહેલાં છે કે જે શિક્ષણ લેનારમાં ઘૂસી જવાથી તેના આત્માને શિક્ષણથી મળેલા પ્રકાશ કરતાં પણ વધારે અંધકાર અર્પે છે. એ અનિષ્ટ તત્ત્વોમાં કાંઈ મળવાનું પ્રલોભન અને નામના એ બે મુખ્ય છે. આ બે અનિષ્ટ તત્ત્વોમાંથી (જો શિક્ષણ લેનારનો આત્મા નિર્બળ હોય તો) ઈર્ષ્યા અને અદેખાઈ જન્મે છે, અને એ અદેખાઈ જિન્દગીના છેડા સુધી આત્માને કોતરી ખાય છે. તેથી મારા વિચાર પ્રમાણે મોન્ટીસોરી શિક્ષણપદ્ધતિમાં ફરજિયાત હરીફાઈને તિલાંજલિ દેવામાં આવી છે તે, એ પદ્ધતિની ઇચ્છવાલાયક વિશિષ્ટતા છે. હવે અતિખર્ચાળપણાના આરોપનો વિચાર કરીએ. આ આરોપનો વિચાર કરતાં બે પ્રશ્નો ઉદભવે છે. તે એ કે મોન્ટીસોરી શિક્ષણ પદ્ધતિ એ બીજી શિક્ષણપદ્ધતિ કરતાં ઊતરતા પ્રકારની છે કે બીજી પદ્ધતિઓની સમકક્ષ કે તેઓથી ચઢિયાતા પ્રકારની છે? જો બહુ ખર્ચાળપણા સિવાયની બીજી કોઈ કસોટી દ્વારા મોન્ટીસૉરી શિક્ષણ પદ્ધતિ ઈતરપદ્ધતિઓ કરતાં ઊતરતા પ્રકારની સાબિત કરી શકાય તો તે ઊતરતાપણાને લીધે જ મરણને શરણ થવા યોગ્ય છે. પણ હજી સુધી મોન્ટીસોરી શિક્ષણપદ્ધતિનું ઊતરતાપણું સાબિત કરી શકાતું નથી; એટલું જ નહિ, પણ દિવસે દિવસે વિચારકવર્ગમાં તેના ચઢિયાતાપણા વિશે ચોક્કસ અભિપ્રાય બંધાતો જાય છે, અને તેના નિઃસ્વાર્થ તથા પ્રામાણિક પ્રયોગકર્તાઓ તો બીજી કોઈ પણ શિક્ષણ પદ્ધતિ કરતાં તેને વધારે શાસ્ત્રીય અને વધારે સ્વાભાવિક માને છે. હજી એ પદ્ધતિના પ્રયોગકર્તાઓ કરતાં વધારે અનુભવ ધરાવનાર બીજો કોઈ પણ એ પદ્ધતિનું ઊતરતાપણું સાબિત કરી શક્યો નથી. તેથી બહુ ખર્ચાળપણાના આરોપનો વિચાર બીજા વિકલ્પને સ્વીકારીને જ કરવો ઘટે છે. મોન્ટીસોરી શિક્ષણપદ્ધતિની પાછળ જે શાસ્ત્રીયતા અને સાહજિકતાનું બળ છે તે જ તે પદ્ધતિના બીજી બધી પદ્ધતિઓ કરતાં ચઢિયાતાપણાની સાબિતી છે. એ પદ્ધતિના પ્રયોગો, અનુભવો અને નિયમોનો વિચાર કરતાં મને તો તેના ચઢિયાતાપણા વિશે જરાયે શક નથી. તેથી જો પ્રારંભમાં આ પદ્ધતિના અખતરામાં બહુ ખર્ચાળપણું હોય અને છે, તોય તે જાણીબૂઝીને ચલાવી લેવું એ જ સંસ્કારી પ્રજા તૈયાર કરવાને માટે યોગ્ય Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ છે. આપણે પ્રચલિત સરકારી પદ્ધતિનાં ઓછાં અને માઠાં પરિણામો અનુભવીએ છીએ તથા તેનું ખર્ચાળપણું પણ જાણીએ છીએ. એ પદ્ધતિથી શિક્ષણ લેનારનાં શરીર અને મન બળવાન થવાને બદલે કેટલાં નિર્માલ્ય અને હતપ્રભ થઈ જાય છે; સરકારી શિક્ષણ આપવા જતાં માબાપનાં ઘર કેટલાં ખાલી થઈ જાય છે, તેઓ કેટલાં દેવાદાર થઈ જાય છે અને છતાંયે તે શિક્ષણ લેનાર સો પૈકી કેટલા જણ પોતાને અને પોતાની પાછળ આશા રાખી બેઠેલાને નિશ્ચિત્ત કરે છે, એ પ્રશ્નોના ઉત્તર હવે સૌ કોઈ જાણે છે. તેમ છતાં એવી નિર્માલ્ય અને ગુલામીપોષક પદ્ધતિમાં ગણ્યાક્યાં કોઈ આગળ વધે છે. એ જ પ્રલોભનમાં આપણી આખી પ્રજા સંડોવાયેલી છે અને તેથી તે નિષ્ફળ પદ્ધતિમાં બહુ ખર્ચાળપણું હોવા છતાં પણ પ્રજા તેને નભાવી લે છે. આથી ઊલટું, મોન્ટીસોરી પદ્ધતિમાં સ્વાભાવિકતા હોઈ બાળકોનાં આત્મા, મન અને વાણી એ ત્રણે વ્યવસ્થિત રીતે ખીલે એવી યોજના છે. આ યોજના પ્રમાણે શિક્ષણ લેવા જનારને મટામાં મોટું પ્રલોભન સરકારી પ્રતિષ્ઠા નહિ, પણ સર્વાગીણ વિકાસ એ છે. જો આ પદ્ધતિના પ્રયોગો વિચારશીલ અને ધૈર્યશાળી વ્યક્તિઓને હાથે થોડાં વર્ષ અવિચ્છિન્ન ચાલે તો તેનાં પરિણામો લોક સમક્ષ આવે, અને પરિણામ સામે આવતાં વાતાવરણ તે પદ્ધતિને અનુકૂળ થાય. એક વાર મોન્ટીસોરી પદ્ધતિનું વાતાવરણ સાધારણ લોકોના મનને આકર્ષિત કરે તો બહુ ખર્ચાળપણાનો પ્રશ્ન રહે જ કેવી રીતે ? અત્યારે પ્રજાનો જે ગરીબ, સાધારણ અને તવંગર વર્ગ પોતાનાં બાળકોનાં આત્મા, મન અને વાણીના સાહજિક વિકાસમાં રસ નથી લેતો કે વગર ખર્ચે તે વિકાસ સાધવાનો લાભ મળતો હોય તોયે તે લાભ ઉઠાવવા લક્ષ નથી આપતો; પણ તેથી ઊલટું ભીખ માગીને, કરજ કરીને કે સર્વસ્વ હોમીને પોતાનાં બાળકોના ઉપનયન, વિવાહ વગેરે પ્રસંગોમાં કૃતકૃત્યતા માને છે, તે જ પ્રજા કોઈ પણ શિક્ષણ પદ્ધતિનું આકર્ષક વાતાવરણ જુએ ત્યારે તે ખર્ચની દિશા બદલાવી એ પદ્ધતિને જરૂર પોષે. પ્રજાનો મોટો ભાગ ધર્મને નામે જડ સંસ્કારોની અભ્યર્થનામાં લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તથા ધર્મગુરુઓ પોતાના દમામ સાચવવા પાછળ પ્રજાની રોટીમાંથી મોટો ભાગ ચોરે છે. પ્રજા પણ પોતાના અનેક નિરર્થક રીતરિવાજોમાં નિચોવાઈ ખર્ચ કર્યે જાય છે. પરંતુ જ્યારે પ્રજાનું ધ્યાન કોઈ પણ શિક્ષણ પદ્ધતિના સુન્દરતમ પરિણામવાળા વાતાવરણ તરફ આકર્ષાય ત્યારે એ પ્રજાને હાથે જડ સંસ્કારો, ધર્મગુરુઓના અણછાજતા આડંબરો અને નાશકારક રીતરિવાજો ન જ પોષાઈ શકે, એ નિયમ ઐતિહાસિક છે. જો મોન્ટીસોરી શિક્ષણ પદ્ધતિના પ્રયોગ કરનારાઓનો અનુભવ તેઓને પોતાને ઘેર્ય અને ઊંડી આશા અર્પતો હોય તો ખર્ચાળપણાનો પ્રશ્ન આડે આવવાનો નથી. અલબત્ત, એ ખર્ચાળપણાનો પ્રશ્ન તત્કાળ પૂરતો હોય તો તે કંઈક અંશે ઠીક છે, પણ જો કાયમ માટે બહુ ખર્ચાળપણાને Page #206 -------------------------------------------------------------------------- ________________ મોન્ટેસરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારો - ૧૭૯ આ પદ્ધતિના પ્રચારમાં કોઈ બાધક માને તો તે મારા વિચાર પ્રમાણે એક ભૂલ છે. જો આ પદ્ધતિ ઈષ્ટ પરિણામ ઉત્પન્ન ન કરી શકે તો તેના પ્રયોક્તાઓ જાતે જ તેને દફનાવવાનું બળ ધરાવે છે, અને જો એ પદ્ધતિ સૌથી વધારે સરસ પરિણામ લાવશે (જેવો મારો તો વિશ્વાસ છે) તો તેને બહુ ખર્ચાળપણું કદી આડે આવવાનું જ નથી. મોન્ટીસૉરી પદ્ધતિ ખરેખર ખર્ચાળ છે એ વાત માન્ય રાખીને જ એકદેશીય રીતે અત્યાર સુધી આ ચર્ચા કરવામાં આવી છે, તે ખાસ હેતુસર. એ હેતુઓ એ છે કે પરાધીનતા, ગરીબાઈ, વહેમ અને અજ્ઞાનના દોષોથી પીડાતો જે દેશ, એ જ દોષોના પોષણ પાછળ આંખો મીંચી અપવ્યય કર્યે જતો હોય અને જ્યારે તેની સમક્ષ ઉપર્યુક્ત દોષોનું નિવારણ કરે તેવી શિક્ષણ પદ્ધતિ મૂકવામાં આવતી હોય ત્યારે, તે દેશને તે પદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણાનો વાંધો ઉઠાવવાનો અધિકાર જ કેવી રીતે સંભવે? પોતાનાં બાળકોના આત્માની અને શરીરની ખરી સુન્દરતા જોવાને બદલે માત્ર તેઓનાં શરીરને કૃત્રિમ રીતે શણગારી સુન્દર બતાવવા પાછળ ઘેલાં થઈ જનાર માબાપનો સાચા શિક્ષણ વિરુદ્ધ બહુ ખર્ચાળપણાનો વાંધો યોગ્ય ગણાય શું? જે ધર્મગુરુઓ, મુલ્લા, મોલવી અને પંડિતો પોતાનો કે પોતાના ભક્તોનો હિતપ્રશ્ન વિચાર્યા સિવાય જ ધર્મ અને શાસ્ત્ર વિશેની શ્રદ્ધારૂપ કૂંચી ફેરવી ભક્તિનું તાળું ઉઘાડી ભક્તોની કૃપણ તિજોરીમાંથી પણ પૈસો કઢાવી પોતાનું આલસ્ય પોષ્ય જાય છે, તેઓને પ્રજાની સાચી શિક્ષા વિરુદ્ધ ખર્ચાળપણાનો પ્રશ્ન ઉઠાવવો ઘટે કે પોતાનો ખર્ચ ઓછો કરી પ્રજાના શિક્ષણમાં ફાળો આપવો ઘટે? જે લોકો ઘર વેચીને કે દેવાદાર થઈને દેશમાં કે પરદેશમાં ઊંચી કેળવણી લઈ છેવટે નોકરીના સુવર્ણપિંજરામાં પુરાય છે અને બિનજરૂરી ખર્ચે વધારી મૂકી દેવામાં, સાદગીનું અને સ્વાશ્રિતપણાનું બચ્ચું ખુચ્યું થોડું પણ તત્ત્વ ભૂંસી જવા જેવી પરિસ્થિતિ ઊભી કરી મૂકે છે, તેઓના મોઢે સામાન્ય જનતા માટે સ્વાશ્રય અને સાદગી આપનારી શિક્ષણ પદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણાનો વાંધો શોભે ખરો ? જે દેશની પ્રજા તીર્થોના વૈભવો અને રાજાઓના વિલાસો પાછળ ખર્ચાતા કરોડો રૂપિયાનો બોજો હસતે મોઢે ઉઠાવી શકતી હોય તે પ્રજા પોતાનું ભાવિ ઘડનાર શિક્ષણપદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણા વિશે આંસુ સારે તે સ્થિતિ ચલાવી લેવા લાયક ગણાય શું? પણ ખરી રીતે આ પદ્ધતિમાં હંમેશને માટે ખર્ચાળપણાનો પ્રશ્ન રહી શકે જ નહિ. જેમ જેમ આ પદ્ધતિનાં પરિણામો વધારે વ્યાપતાં જશે અને આ પદ્ધતિ દેશમાં વધારે ને વધારે પચતી જશે તેમ તેમ તેનાં સાધનો અને ઉપકરણો અહીં જ સહેલાઈથી અને સસ્તી રીતે ઊભાં કરી શકાય એવી ગોઠવણ પણ સાથે જ થતી જવાની. જે વસ્તુ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જે દેશને પચે, તે દેશને તે વસ્તુ છેવટે પોતાને હાથે જ પેદા કર્યો છૂટકો; અને તેવી સ્થિતિમાં તે વસ્તુ વધારે સસ્તી પડે એવા સ્પર્ધામૂલક પ્રયત્ન પણ અનિવાર્ય થઈ પડે છે. એ વસ્તુસ્થિતિ અર્થશાસ્ત્રને જાણનાર માણસથી અજાણી તો ન જ હોવી જોઈએ. એટલે આ પદ્ધતિના પરિણામકારી અખતરાઓ નિશ્ચિત રીતે ચાલતા રહે તેટલા માટે જરૂરનું છે કે આપણે એવા અખતરા કરનારાઓના ઉત્સાહને લેશ પણ ધક્કો પહોંચે તેવું એક પણ પગલું ન ભરીએ અને સાચા, નિર્ભય અને આશાવાદી કાર્યકર્તા શોધક યુવકો તૈયાર થાય તેવું સ્વચ્છ વાતાવરણ કરી મૂકીએ. – શ્રી દક્ષિણામૂર્તિ, મે ૧૯૨૫. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૩૦. વિચારકણિકા ગુજરાતમાં શ્રી કિશોરલાલભાઈને ન જાણે એવો સમજદા૨ કોઈ ભાગ્યે જ હોય. ગુજરાત બહાર પણ બધા જ પ્રાન્તોમાં તેમનું નામ ઓછેવત્તે અંશે જાણીતું છે. એનું મૂલ કારણ તેમનાં અનેક ભાષાઓમાં લખાયેલાં અને અનુવાદિત થયેલાં લખાણોનું વાચન છે અને કેટલાકે કરેલ તેમનો પ્રત્યક્ષ સમાગમ પણ છે. પૂ. નાથજીને જાણનાર વર્ગ પ્રમાણમાં નાનો છે, કા૨ણ કે તેમણે બહુ ઓછું લખ્યું છે અને લખ્યું હોય તે પણ પૂરેપૂરું પ્રસિદ્ધિમાં આવ્યું નથી, છતાં જે વર્ગ તેમને જાણે છે તે પણ કાંઈ નાનોસૂનો કે સાધારણ કોટિનો નથી. પૂ. નાથજીના પ્રત્યક્ષ પરિચયમાં જે આવ્યો ન હોય તેને એમના સૂક્ષ્મ, સ્પષ્ટ, સયુક્તિક અને માનવતાપૂર્ણ વિચારોની કલ્પના જ આવી ન શકે. તત્ત્વનું તલસ્પર્શી ચિંતન, જીવનનું સ્વ-પરલક્ષી શોધન અને માનવતાની સેવા એવા એક જ રંગથી રંગાયેલ ગુરુશિષ્યની આ જોડી જે કાંઈ લખે ને બોલે છે તે અનુભવસિદ્ધ હોઈ પ્રત્યક્ષ કોટિનું છે. આની પ્રતીતિ આ સંગ્રહમાંના લેખો વાંચનારને થયા વિના કદી નહિ રહે. મેં પ્રસ્તુત લેખોને એકથી વધારે વાર એકાગ્રતાથી સાંભળ્યા છે અને થોડાંઘણાં અન્ય સુપ્રસિદ્ધ ભારતીય તત્ત્વચિંતકોનાં લખાણો પણ સાંભળ્યાં છે. હું જ્યારે તટસ્થભાવે આવાં ચિંતનપ્રધાન લખાણોની તુલના કરું છું ત્યારે મને નિઃશંકપણે એમ લાગે છે કે આટલો અને આવો ક્રાન્તિકારી, સચોટ અને મૌલિક વિચાર કરનાર કદાચ ભારતમાં વિરલ જ છે. આખો સંગ્રહ સાંભળતાં અને તે ઉપર જુદી જુદી દૃષ્ટિએ વિચાર કરતાં મને આની અનેકવિધ ઉપયોગિતા સમજાઈ છે. જ્યાં જુએ ત્યાં સાંપ્રદાયિક-અસાંપ્રદાયિક માનસવાળા બધા જ સમજદાર લોકોની એવી માગણી છે કે ઊગતી પ્રજાને તત્ત્વ અને ધર્મના સાચા અને સારા સંસ્કારો મળે એવું કોઈ પુસ્તક શિક્ષણક્રમમાં હોવું જોઈએ, જે નવયુગના ઘડતરને સ્પર્શતું હોય અને સાથે સાથે પ્રાચીન પ્રણાલિકાઓનું રહસ્ય પણ સમજાવતું હોય. હું જાણું છું ત્યાં લગી માત્ર ગુજરાતમાં જ નહિ પણ ગુજરાત બહા૨ પણ આ માગણીને યથાવત્ સંતોષે એવું આના જેવું કોઈ પુસ્તક નથી. કોઈ પણ સંપ્રદાયનું વિદ્યાલય હોય કે છાત્રાલય હોય અગર અસાંપ્રદાયિક કહી શકાય એવા આશ્રમો હોય, સરકારી કે ગેરસરકારી શિક્ષણસંસ્થાઓ હોય ત્યાં સર્વત્ર ઉચ્ચકક્ષાના Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા ધ્યાનમાં રાખી આ સંગ્રહ પૈકી તે તે લેખ સમજાવવામાં આવે તો હું માનું છું કે તેમની જ માતૃભાષામાં તત્ત્વ અને ધર્મ વિશેની સાચી વ્યાપક સમજણ મળી રહે અને વારસાગત જમાનાજૂની ગ્રન્થિનો ભેદ પણ થવા પામે. વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને અધ્યાપકો માટે પણ આ સંગ્રહમાં એટલી બધી વિચાપ્રેરક અને જીવનપ્રદ સામગ્રી છે કે તેઓ આ પુસ્તક વાંચીને પોતાના સાક્ષરજીવનની માત્ર કૃતાર્થતા જ નહિ અનુભવે પણ વ્યાવહારિક, ધાર્મિક અને તાત્ત્વિક અનેક પ્રશ્નો પરત્વે તેઓ નવેસર વિચાર કરતા થશે, તેમજ સાક્ષરજીવનની પેલી પાર પણ કાંઈક પ્રજ્ઞાગ... વિશ્વ છે એવી પ્રતીતિથી વધારે વિનમ્ર અને વધારે શોધક થવા મથશે. વિદ્યાર્થી અને અધ્યાપક સિવાય પણ એવો બહુ મોટો વર્ગ છે, કે જે હમણાં તત્ત્વ અને ધર્મના પ્રશ્નો સમજવાનો ઊંડો રસ ધરાવતો હોય છે. આવા લોકો તત્ત્વ અને ધર્મને નામે મળતા ભળતા જ રૂઢિગત શિક્ષણ અને પ્રવાહમાં તણાતા રહે છે અને તેટલા માત્રથી સંતોષ અનુભવી પોતાની સમજણમાં ક્યાં ભૂલ છે, ક્યાં ક્યાં ગૂંચ છે અને ક્યાં ક્યાં વહેમનું રાજ્ય છે તે સમજવા પામતા નથી. તેવાઓને તો આ લેખો નેત્રાંજનશલાકાનું કામ આપશે એમ હું ચોક્કસ માનું છું. જુદી જુદી ભાષાઓમાં એક તેમજ અનેક ધર્મોનું અને એક સંપ્રદાય કે અનેક સંપ્રદાયના તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપવામાં મદદ કરે એવાં અનેક પુસ્તકો છે, પણ મોટે ભાગે તે બધાં પ્રણાલિકાઓ અને માન્યતાઓનું વર્ણન કરતાં હોય છે. એવું ભાગ્યે જ કોઈ પુસ્તક જોવામાં આવશે, જેમાં આટલાં ઊંડાણ અને આટલી નિર્ભયતા તેમજ સત્યનિષ્ઠાથી તત્ત્વ અને ધર્મના પ્રશ્નો વિશે આવું પરીક્ષણ અને સંશોધન થયું હોય. જેમાં એક કોઈ પણ પંથ, કોઈ પણ પરંપરા કે કોઈ પણ શાસ્ત્રવિશેષ વિશે અવિચારી આગ્રહ નથી અને જેમાં બીજી બાજુથી જૂના કે નવા આચારવિચારના પ્રવાહોમાંથી જીવનસ્પર્શી સત્ય તારવવામાં આવ્યું હોય એવું મારી જાણ પ્રમાણે આ પહેલું જ પુસ્તક છે. તેથી ગમે તે ક્ષેત્રના યોગ્ય અધિકારીને હું આ પુસ્તક વારંવાર વાંચી જવા ભલામણ કરું છું, તેમજ શિક્ષણકાર્યમાં રસ ધરાવનારાઓને સૂચવું છું કે તેઓ ગમે તે સંપ્રદાય કે પંથના હોય તોય આમાં બતાવેલી વિચારસરણીને સમજી પોતાની માન્યતાઓ અને સંસ્કારોનું પરીક્ષણ કરે. એમ તો આ સંગ્રહમાંનો પ્રત્યેક લેખ ગહન છે. પણ કેટલાક લેખો તો એવા છે કે ભારેમાં ભારે વિદ્વાન કે વિચારકનીયે બુદ્ધિ અને સમજણની પૂરેપૂરી કસોટી કરે. વિષયો વિવિધ છે. દષ્ટિબિંદુઓ અનેકવિધ છે. સમાલોચના મૂલગામી છે. તેથી આખા પુસ્તકનું રહસ્ય તો તે લેખો વાંચી વિચારીને જ પામી શકાય. છતાંયે બંને લેખકોના પ્રત્યક્ષ પરિચય અને આ પુસ્તકના વાચનથી હું તેમની જે વિચારસરણી સમજ્યો છું અને જેણે મારા મન ઉપર ઊંડી છાપ પાડી છે તેને લગતા કેટલાક મુદ્દાની મારી સમજ પ્રમાણે અહીં ચર્ચા કરું છું. આ મુદ્દાઓ તેમનાં લખાણોમાં પણ એક અથવા બીજી રીતે ચર્ચાયેલા જ છે. તે મુદ્દા આ છે : Page #210 -------------------------------------------------------------------------- ________________ વિચારકણિકા • ૧૮૩ ૧. ધર્મ અને તત્ત્વચિંતનની દિશા એક હોય તો જ બંને સાર્થક બને. ૨. કર્મ અને તેના ફલનો નિયમ માત્ર વૈયક્તિક ન હોઈ સામૂહિક પણ છે. ૩. મુક્તિ, કર્મના વિચ્છેદમાં કે ચિત્તના વિલયમાં નથી, પણ બંનેની ઉત્તરોત્તર શુદ્ધિમાં છે. ૪. માનવતાના સદ્દગુણોની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિ એ જ પરમ ધ્યેય છે. ૧. તત્ત્વજ્ઞાન એટલે સત્યશોધનના પ્રયત્નમાંથી ફલિત થયેલા અને ફલિત થતા સિદ્ધાંતો. ધર્મ એટલે એવા સિદ્ધાંતોને અનુસરીને જ નિર્માણ થયેલો વૈયક્તિક તેમજ સામૂહિક જીવનવ્યવહાર. એ ખરું છે કે એક જ વ્યક્તિ કે સમૂહની યોગ્યતા તેમજ શક્તિ સદા એકસરખી નથી હોતી. તેથી ભૂમિકા અને અધિકારભેદ પ્રમાણે ધર્મમાં અંતર હોવાનું. એટલું જ નહિ, પણ ધર્માચરણ વધારે પુરુષાર્થની અપેક્ષા રાખતું હોવાથી તે ગતિમાં તત્ત્વજ્ઞાનથી પાછળ પણ રહેવાનું. છતાં જો આ બંનેની દિશા જ મૂળમાં જુદી હોય તો તત્ત્વજ્ઞાન ગમે તેટલું ઊંડું અને ગમે તેવું સારું હોય છતાં ધર્મ એના પ્રકાશથી વંચિત ન રહે અને પરિણામે માનવતાનો વિકાસ અટકે. તત્ત્વજ્ઞાનની શુદ્ધિ, વૃદ્ધિ અને પરિપાક જીવનમાં ધર્મને ઉતાર્યા સિવાય સંભવી જ ન શકે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના આલંબન વિનાનો ધર્મ, જડતા તેમજ વહેમથી મુક્ત થઈ ન શકે. એટલા માટે બંનેમાં દિશાભેદ હોવો ઘાતક છે. આ વસ્તુને એકાદ ઐતિહાસિક દાખલાથી સમજવી સહેલી પડશે. ભારતીય તત્ત્વજ્ઞાનના ત્રણ યુગ સ્પષ્ટ છે. પહેલો યુગ આત્મવૈષમ્યના સિદ્ધાંતનો, બીજો આત્મસમાનતાના સિદ્ધાંતનો અને ત્રીજો આત્માતના સિદ્ધાંતનો. પહેલા સિદ્ધાન્ત પ્રમાણે એમ મનાતું કે દરેક જીવ મૂળમાં સમાન નથી, પ્રત્યેક સ્વકર્માધીન છે અને દરેકના કર્મ વિષમ અને ઘણી વાર વિરુદ્ધ હોઈ તે પ્રમાણે જ જીવની સ્થિતિ અને તેનો વિકાસ હોઈ શકે. આવી માન્યતાને લીધે બ્રાહ્મણકાળના જન્મસિદ્ધ ધર્મો અને સંસ્કારો નક્કી થયેલા છે. એમાં કોઈ એક વર્ગનો અધિકારી પોતાની કક્ષામાં રહીને જ વિકાસ કરી શકે, પણ તે કક્ષા બહાર જઈ વર્ણાશ્રમધર્મનું આચરણ કરી ન શકે. ઇન્દ્રપદ કે રાજ્યપદ મેળવવા માટે અમુક ધર્મ આચરવો જોઈએ, પણ તે ધર્મ હરકોઈ આચરી ન શકે અને હરકોઈ તેને આચરાવી પણ ન શકે. આનો અર્થ એ જ થયો કે કર્મકૃત વૈષમ્ય સ્વાભાવિક છે અને જીવગત સમાનતા હોય તોય તે વ્યવહાર્ય તો નથી જ. આત્મસમાનતાના બીજા સિદ્ધાંત પ્રમાણે ઘડાયેલો આચાર આથી સાવ ઊલટો છે. એમાં ગમે તે અધિકારી અને જિજ્ઞાસુને ગમે તેવા કર્મસંસ્કાર દ્વારા વિકાસ કરવાની છૂટ છે. એમાં આત્મૌપજ્યમૂલક અહિંસાપ્રધાન યમનિયમોના આચરણ ઉપર જ ભાર અપાય છે. એમાં કર્મકૃત વૈષમ્યની અવગણના નથી, પણ સમાનતાસિદ્ધિના પ્રયત્નથી તેને નિવારવા ઉપર જ ભાર અપાય છે. આત્માદ્વૈતનો સિદ્ધાંત તો સમાનતાના સિદ્ધાંતથી પણ આગળ જાય છે. તેમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કોઈ વાસ્તવિક ભેદ છે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જ નહિ તે અદ્વૈતમાં તો સમાનતાનો વ્યક્તિભેદ પણ ગળી જાય છે. એટલે તે સિદ્ધાંતમાં કર્મસંસ્કારજન્ય વૈષમ્ય માત્ર નિવારવા યોગ્ય જ નથી મનાતું, પણ તે તદ્દન કાલ્પનિક મનાય છે. પણ આપણે જોઈએ છીએ કે આત્મસમાનતા અને આત્માદ્વૈતના સિદ્ધાંતને કટ્ટરપણે માનનારા સુધ્ધાં જીવનમાં ક્રમવૈષમ્યને જ સાહજિક અને અનિવાર્ય માની વર્તે છે. તેથી જ તો આત્મસમાનતાનો અનન્ય પક્ષપાત ધરાવનાર જૈન કે તેવા બીજા પંથો જાતિગત ઊંચનીચભાવને જાણે શાશ્વત માનીને જ વર્તતા હોય એમ લાગે છે. તેને લીધે સ્પર્શાસ્પર્શનું મરણાન્તક ઝેર સમાજમાં વ્યાપ્યા છતાં તે ભ્રમથી મુક્ત નથી થતા. તેમનો સિદ્ધાંત એક દિશામાં છે અને ધર્મ-જીવનવ્યવહારનું ગાડું બીજી દિશામાં છે. એ જ સ્થિતિ અદ્વૈત સિદ્ધાંતને માનનારની છે. તેઓ દ્વૈતને જરા પણ નમતું આપ્યા સિવાય વાતો અદ્વૈતની કરે છે અને આચરણ તો સંન્યાસી સુધ્ધાં પણ દ્વૈત તેમજ કર્મવૈષમ્ય પ્રમાણે કરે છે. પરિણામે આપણે જોઈએ છીએ કે તત્ત્વજ્ઞાનનો અદ્વૈત સુધી વિકાસ થયા છતાં તેનાથી ભારતીય જીવનને કશો લાભ થયો નથી. ઊલટું તે આચરણની દુનિયામાં ફસાઈ છિન્નભિન્ન થઈ ગયું છે. આ એક જ દાખલો તત્ત્વજ્ઞાન અને ધર્મની દિશા એક હોવાની જરૂરિયાત સિદ્ધ કરવા માટે પૂરતો છે. ૨. સારીનરસી સ્થિતિ, ચડતી પડતી કલા અને સુખદુ:ખની સાર્વત્રિક વિષયમતાનો પૂર્ણપણે ખુલાસો કેવળ ઈશ્વરવાદ કે બ્રહ્મવાદમાંથી મળી શકે તેમ હતું જ નહિ. એટલે સ્વાભાવિક રીતે જ પરાપૂર્વથી ચાલ્યો આવતો વૈયક્તિક કર્મફલનો સિદ્ધાંત, ગમે તે પ્રગતિશીલ વાદ સ્વીકાર્યા છતાં, વધારે ને વધારે દૃઢ થતો જ ગયો. “જે કરે તે જ ભોગવે, “દરેકનું નસીબ જુદું” “વાવે તે લણે' “લણનાર ને ફલ ચાખનાર એક અને વાવનાર બીજો તે અસંભવ' - આવા આવા ખ્યાલો કેવળ વૈયક્તિક કર્મફલના સિદ્ધાંત ઉપર રૂઢ થયા અને સામાન્ય રીતે પ્રજાજીવનના એકેએક પાસામાં એટલાં ઊંડાં મૂળ ઘાલી બેઠા છે કે કોઈ એક વ્યક્તિનું કર્મ માત્ર તેનામાં જ ફલ કે પરિણામ ઉત્પન નથી કરતું પણ તેની અસર તે કર્મ કરનાર વ્યક્તિ ઉપરાંત સામૂહિક જીવનમાં જ્ઞાતઅજ્ઞાત રીતે પ્રસરે છે એમ જો કોઈ કહે તો તે સમજદાર ગણાતા વર્ગને પણ ચોંકાવી મૂકે છે, અને દરેક સંપ્રદાયના વિદ્વાનો કે વિચારકો એની વિરુદ્ધ પોતાના શાસ્ત્રીય પુરાવાઓનો ઢગલો રજૂ કરે છે. આને લીધે કર્મફલનો નિયમ વૈયક્તિક હોવા ઉપરાંત સામૂહિક પણ છે કે નહિ અને ન હોય તો કઈ કઈ જાતની અસંગતિઓ અને અનુપપત્તિઓ ઊભી થાય છે અને હોય તો તે દૃષ્ટિએ જ સમગ્ર માનવજીવનનો વ્યવહાર ગોઠવવો જોઈએ, એ બાબત ઉપર કોઈ ઊંડો વિચાર કરવા થોભતું નથી. સામૂહિક કર્મલના નિયમની દૃષ્ટિ વિનાના કર્મફલના નિયમે માનવજીવનના ઇતિહાસમાં આજ લગી કઈ કઈ મુશ્કેલીઓ ઊભી કરી છે અને તેનું નિવારણ કઈ દૃષ્ટિએ કર્મફલનો નિયમ સ્વીકારી જીવનવ્યવહાર ઘડવામાં છે, એ બાબત ઉપર કોઈ બીજાએ આટલો Page #212 -------------------------------------------------------------------------- ________________ વિચારકણિકા • ૧૮૫ ઊંડો વિચાર કર્યો હોય તો તે હું નથી જાણતો. કોઈ એક પણ પ્રાણી દુઃખી હોય તો હું સુખી સંભવી જ ન શકું, જ્યાં લગી જગત દુઃખમુક્ત ન હોય ત્યાં લગી અરસિક મોક્ષથી શો લાભ? એવા વિચારની મહાયાન ભાવના બૌદ્ધ પરંપરામાં ઉદય પામેલી. એ જ રીતે દરેક સંપ્રદાય સર્વ જગતના ક્ષેમકલ્યાણની પ્રાર્થના કરે છે અને આખા જગત સાથે મૈત્રી બાંધવાની બ્રહ્મવાર્તા પણ કરે છે; પરંતુ એ મહાયાન ભાવના કે બ્રહ્મવાર્તા છેવટે વૈયક્તિક કર્મફતવાદના દઢ સંસ્કાર સાથે અફળાઈ જીવન જીવવામાં વધારે ઉપયોગી સાબિત થઈ નથી. પૂ. નાથજી અને મશરૂવાળા બંને કર્મના નિયમને સામૂહિક જીવનની દૃષ્ટિએ વિચારે છે. મારા જન્મગત અને શાસ્ત્રીય સંસ્કાર વૈયક્તિક કર્મલ-નિયમના હોવાથી હું પણ એ જ રીતે વિચાર કરતો, પરંતુ જેમ જેમ તે ઉપર ઊંડો વિચાર કરતો ગયો તેમ તેમ મને લાગ્યું કે કર્મફલનો નિયમ સામૂહિક જીવનની દષ્ટિએ જ વિચારવો ઘટે અને સામૂહિક જીવનની જવાબદારીના ખ્યાલથી જ જીવનનો પ્રત્યેક વ્યવહાર ગોઠવવો તેમજ ચલાવવો ઘટે. એક કાળે વૈયક્તિક દષ્ટિ પ્રધાનપદ ભોગવતી હોય ત્યારે તે જ દૃષ્ટિએ તે કાળના ચિંતકો અમુક નિયમો બાંધે. તેથી તે નિયમોમાં અર્થવિસ્તાર સંભવિત જ નથી એમ માનવું તે દેશકાળની મર્યાદામાં સર્વથા જકડાઈ જવા જેવું છે. સામૂહિક દૃષ્ટિએ કર્મફલનો નિયમ વિચારીએ કે ઘટાવીએ ત્યારે પણ વૈયક્તિક દૃષ્ટિનો લોપ તો થતો જ નથી; ઊલટું સામૂહિક જીવનમાં વૈયક્તિક જીવન પૂર્ણપણે સમાઈ જતું હોવાથી વૈયક્તિક દૃષ્ટિ સામૂહિક દૃષ્ટિ સુધી વિસ્તરે છે અને વધારે શુદ્ધ બને છે. કર્મલના કાયદાનો સાચો આત્મા તો એ જ છે કે કોઈ પણ કર્મ નિષ્ફળ જતું નથી અને કોઈ પણ પરિણામ કારણ વિના ઉત્પન થતું નથી. જેનું પરિણામ તેવું જ તેનું કારણ હોવું જોઈએ. સારું પરિણામ ઇચ્છનાર સારું કર્મ ન કરે તો તે તેવું પરિણામ પામી શકે નહિ. કર્મફળનિયમનો આ આત્મા સામૂહિક દૃષ્ટિએ કર્મલનો વિચાર કરતાં લેશ પણ લોપાતો નથી. માત્ર તે વૈયક્તિક સીમાના બંધનથી મુક્ત થઈ જીવનવ્યવહાર ઘડવામાં સહાયક બને છે. આત્મસમાનતાના સિદ્ધાંત પ્રમાણે કે આત્માદ્વૈતના સિદ્ધાંત પ્રમાણે ગમે તે રીતે વિચાર કરીએ તોય એક વાત સુનિશ્ચિત છે કે કોઈ વ્યક્તિ સમૂહથી સાવ અળગી છે જ નહિ, અને રહી શકે પણ નહિ. એક વ્યક્તિના જીવનઇતિહાસના લાંબા પટ ઉપર નજર નાખી વિચાર કરીએ તો આપણને તરત દેખાશે કે તેના ઉપર પડેલ અને પડતા સંસ્કારોમાં સીધી કે આડકતરી રીતે બીજી અસંખ્ય વ્યક્તિઓના સંસ્કારોનો હાથ છે, અને તે વ્યક્તિ જે સંસ્કાર નિર્માણ કરે છે તે પણ માત્ર તેનામાં જ મર્યાદિત ન રહેતાં સમૂહગત અન્ય વ્યક્તિઓમાં સાક્ષાત્ કે પરંપરાથી સંક્રમણ પામ્ય જ જાય છે. ખરી રીતે સમૂહ યા સમષ્ટિ એટલે વ્યક્તિ કે વ્યષ્ટિનો પૂર્ણ સરવાળો. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ - જો પ્રત્યેક વ્યક્તિ પોતાનાં કર્મ અને ફલ માટે પૂર્ણપણે જવાબદાર હોય અને અન્ય વ્યક્તિઓથી તદ્દન સ્વતંત્ર હોઈ તેના શ્રેય-અશ્રેયનો વિચાર માત્ર તેની સાથે સંકળાતો હોય તો સામૂહિક જીવનનો શો અર્થ ? કારણ કે, સાવ નિરાળી, સ્વતંત્ર અને પરસ્પર અસરથી મુક્ત એવી વ્યક્તિઓનો સામૂહિક જીવનમાં પ્રવેશ એ તો માત્ર આકસ્મિક જ હોઈ શકે. જો સામૂહિક જીવનથી વૈયક્તિક જીવન સાવ અલગ રીતે જિવાતું નથી, એ અનુભવ થતો હોય તો તત્ત્વજ્ઞાન પણ એ જ અનુભવને આધારે કહે છે કે ગમે તેટલો વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ દેખાતો હોય છતાં, તે દરેક વ્યક્તિ કોઈ એવા એક જીવનસૂત્રથી ઓતપ્રોત છે કે તે દ્વારા તે બધી વ્યક્તિઓ આસપાસ સંકળાયેલી જ છે. જો આમ હોય તો કર્મફળનો નિયમ પણ આ દૃષ્ટિએ જ વિચારવો અને ઘટાવવો જોઈએ. અત્યાર લગી આધ્યાત્મિક શ્રેયનો વિચાર પણ દરેક સંપ્રદાયે વૈયક્તિક દૃષ્ટિએ જ કર્યો છે. વ્યાવહારિક લાભાલાભનો વિચાર પણ એ જ દષ્ટિ પ્રમાણે થયો છે. આને લીધે જે સામૂહિક જીવન જીવ્યા વિના ચાલતું નથી તેને લક્ષી શ્રેય કે પ્રેયનો મૂળગત વિચાર કે આચાર થવા પામ્યો જ નથી. ડગલે ને પગલે સામૂહિક કલ્યાણની ઘડાતી યોજનાઓ એ જ કારણને લીધે કાં તો પડી ભાગે છે અને કાં તો નબળી પડી નિરાશામાં પરિણમે છે. વિશ્વશાંતિનો સિદ્ધાંત નક્કી થાય છે, પણ તેની હિમાયત કરનાર દરેક રાષ્ટ્ર પાછું વૈયક્તિક દૃષ્ટિએ જ વિચારે છે. તેથી નથી વિશ્વશાંતિ સિદ્ધ થતી કે નથી રાષ્ટ્રીય આબાદી સ્થિરતા પામતી. આ જ ન્યાય દરેક સમાજમાં પણ લાગુ પડે છે. હવે જો સામૂહિક જીવનની વિશાળ અને અખંડ દૃષ્ટિનો ઉન્મેષ કરવામાં આવે અને તે દૃષ્ટિ પ્રમાણે જ પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારીની મર્યાદા વિકસાવે તો તેનાં હિતાહિતો અન્યનાં હિતાહિત સાથે અથડામણમાં ન આવે, અને જ્યાં વૈયક્તિક ગેરલાભ દેખાતો હોય ત્યાં પણ સામૂહિક જીવનના લાભની દષ્ટિ તેને સંતોષ આપે. તેનું કર્તવ્યક્ષેત્ર વિસ્તૃત બને અને તેના સંબંધો વધારે વ્યાપક બનતાં તે પોતામાં એક મૂHI નિહાળે. ૩. દુઃખથી મુક્ત થવાના વિચારમાંથી જ તેના કારણ મનાયેલ કર્મથી મુક્તિ પામવાનો વિચાર આવ્યો. એમ મનાયું કે કર્મ, પ્રવૃત્તિ કે જીવન-વ્યવહારની જવાબદારી એ પોતે જ સ્વતઃ બંધનરૂપ છે. એનું અસ્તિત્વ હોય ત્યાં લગી પૂર્ણ મુક્તિ સંભવી જ ન શકે. આ ધારણામાંથી કર્મમાત્રની નિવૃત્તિના વિચારે શ્રમણપરંપરાનો અનગારમાર્ગ અને સંન્યાસપરંપરાનો વર્ણ-કર્મધર્મસંન્યાસ માર્ગ અસ્તિત્વમાં આણ્યો. પણ એ વિચારમાં જે દોષ હતો તે ધીરે ધીરે જ સામૂહિક જીવનની નિર્બળતા અને બેજવાબદારી વાટે પ્રગટ થયો. જેઓ અનગાર થાય કે વર્ણકર્મધર્મ છોડે તેઓને પણ જીવવું તો હતું જ. બન્યું એમ કે જીવન વધારે પ્રમાણમાં પરાવલંબી અને કૃત્રિમ થયું. સામૂહિક જીવનની કડીઓ તૂટવા અને અસ્તવ્યસ્ત થવા લાગી. આ અનુભવે સુઝાડ્યું કે માત્ર કર્મ એ Page #214 -------------------------------------------------------------------------- ________________ વિચારકણિકા • ૧૮૭ બંધન નથી. પણ તેની પાછળ રહેલ તૃષ્ણાવૃત્તિ અગર દૃષ્ટિની સંકુચિતતા અને ચિત્તની અશુદ્ધિ જ બંધનરૂપ છે. માત્ર એ જ દુઃખ આપે છે. આ જ અનુભવ અનાસક્ત કર્મવાદ દ્વારા પ્રતિપાદન થયો છે. આ પુસ્તકના લેખકોએ એમાં સંશોધન કરી કર્મશુદ્ધિનો ઉત્તરોત્તર પ્રકર્ષ સાધવા માટે જ ભાર આપ્યો છે, અને તેમાં જ મુક્તિનો અનુભવ કરવાનું તેમનું પ્રતિપાદન છે. પગમાં સોય વાગે અને પછી તેને કોઈ બહાર કાઢી ફેંકી દે તો સામાન્ય રીતે એને કોઈ ખોટું ન કહે; પણ જ્યારે સોય ફેંકનાર પાછો સીવવા અને બીજા કામ માટે નવી સોય શોધે અને ન મળતાં અધીરો થઈ દુઃખ અનુભવે ત્યારે સમજદાર માણસ એને જરૂર કહે કે તે ભૂલ કરી. પગમાંથી સોય કાઢવી એ તો બરાબર છે, કેમકે તે અસ્થાને હતી, પણ જો તેના વિના જીવન ચાલતું જ નથી તો તેને ફેંકી દેવામાં ભૂલ અવશ્ય છે. તેનો યથાવત્ ઉપયોગ કરવા માટે યોગ્ય રીતે તેનો સંગ્રહ કરવો એ જ પગમાંથી સોય કાઢવાનો સાચો અર્થ છે. જે ન્યાય સોય માટે તે જ ન્યાય સામૂહિક કર્મ માટે છે. માત્ર વૈયક્તિક દૃષ્ટિએ જીવન જીવવું એ સામૂહિક જીવનની દૃષ્ટિમાં સોય ભોંકવા બરાબર છે. એ સોયને કાઢી તેનો યથાવત્ ઉપયોગ કરવો એટલે સામૂહિક જીવનની જવાબદારી સમજપૂર્વક સ્વીકારી જીવન જીવવું તે. આવું જીવન વ્યક્તિની જીવનમુક્તિ છે. જેમ જેમ પ્રત્યેક વ્યક્તિ પોતાની વાસના શુદ્ધિ દ્વારા સામૂહિક જીવનનો મેલ ઓછો કરતી જાય તેમ તેમ સામૂહિક જીવન દુઃખમુક્તિ વિશેષ અનુભવતું જ જવાનું. આ રીતે વિચારીએ એટલે કર્મ એ જ ધર્મ બની જાય છે. અમુક ફળ એટલે રસ ઉપરાંત છાલ પણ. છાલ ન હોય તો રસ ટકે કેમ? અને રસ વિનાની છાલ એ પણ ફળ તો નહિ જ. તે જ રીતે ધર્મ એ તો કર્મનો રસ છે, અને કર્મ એ માત્ર ધર્મની છાલ છે. બંને યથાવતુ સંમિશ્રિત હોય તો જ એ જીવનફળ પ્રગટાવે. કર્મના આલંબન વિના વૈયક્તિક તેમજ સામૂહિક જીવનની શુદ્ધિરૂપ ધર્મ રહી જ ક્યાં શકે ? અને એવી શુદ્ધિ ન હોય તો તે કર્મનું છાલથી વધારે મૂલ્ય પણ શું? આ જાતનો કર્મધર્મવિચાર એમનાં લખાણોમાં ઓતપ્રોત છે. સાથે વિશેષતા એ છે કે મુક્તિની ભાવના પણ તેમણે સામુદાયિક જીવનની દૃષ્ટિએ જ વિચારી અને ઘટાવી છે. કર્મ–પ્રવૃત્તિઓ અનેક જાતની છે, પણ તેનું મૂળ ચિત્તમાં છે. કયારેક યોગીઓએ વિચાર કર્યો કે જ્યાં લગી ચિત્ત હોય ત્યાં લગી વિકલ્પો ઊઠવાના વિકલ્પો ઊઠે તો શાંતિ ન જ અનુભવાય, તેથી “મૂને વીરઃ' ન્યાયે ચિત્તનો વિલય કરવા તરફ જ ઝૂક્યા, અને ઘણાએ માની લીધું કે ચિત્તવિલય એ જ મુક્તિ છે અને એ જ પરમ સાધ્ય છે. માનવતાના વિકાસનો વિચાર જ બાજુ ઉપર રહી ગયો. આ પણ બંધન લેખે કર્મ ત્યાગવાના વિચારની પેઠે ભૂલ જ હતી. એ વિચારમાં બીજા અનુભવીઓએ સુધારો કર્યો કે ચિત્તવિલય એ મુક્તિ નથી, પણ ચિત્તશુદ્ધિ એ જ મુકિત છે. બંને લેખકોનું વક્તવ્ય એ છે કે ચિત્તશુદ્ધિ એ જ શાંતિનો એકમેવ માર્ગ હોવાથી તે મુક્તિ અવશ્ય Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ છે; પણ માત્ર વૈયક્તિક ચિત્તની શુદ્ધિમાં પૂર્ણ મુક્તિ માની લેવી એ વિચાર અધૂરો છે. સામૂહિક ચિત્તની શુદ્ધિ વધારતા જવી એ જ વૈયક્તિક ચિત્તશુદ્ધિનો આદર્શ હોવો જોઈએ અને એ હોય તો કોઈ સ્થાનાન્તરમાં કે લોકાન્તરમાં મુક્તિધામ માનવા કે કલ્પવાની જરાય જરૂર નથી. એવું ધામ તો સામૂહિક ચિત્તની શુદ્ધિમાં પોતાની શુદ્ધિનો ફાળો આપવો એ જ છે. ૪. દરેક સંપ્રદાયમાં સર્વભૂતહિત ઉપર ભાર અપાયો છે, પણ વ્યવહારમાં માનવસમાજના હિતનો પણ પૂર્ણપણે અમલ ભાગ્યે જ જોવામાં આવે છે. તેથી પ્રશ્ન એ છે કે પ્રથમ મુખ્ય લક્ષ્ય કઈ દિશામાં અને કયા ધ્યેય તરફ આપવું. બંને લેખકોની વિચારસરણી સ્પષ્ટપણે પ્રથમ માનવતાના વિકાસ ભણી લક્ષ્ય આપવા અને તે અનુસાર જીવન જીવવા કહે છે. માનવતાનો વિકાસ એટલે તેણે આજ સુધી જે જે સદ્ગુણો જેટલા પ્રમાણમાં સાધ્યા હોય તેની પૂર્ણપણે રક્ષા કરવી અને તેની મદદથી તે જ સગુણોમાં વધારે શુદ્ધિ કેળવવી અને નવા સદ્દગુણ ખીલવવા, જેથી માનવ-માનવ વચ્ચે કંઠ અને શત્રુતાનાં તામસ બળો પ્રગટવા ન પામે. જેટલા પ્રમાણમાં આ રીતે માનવતા-વિકાસનું ધ્યેય સધાતું જશે તેટલા પ્રમાણમાં સમાજજીવન સંવાદી અને સૂરીલું બનતું જવાનું. તેનું પ્રાસંગિક ફળ સર્વભૂતહિતમાં જ આવવાનું. તેથી દરેક સાધકના પ્રયત્નની મુખ્ય દિશા તો માનવતાના સગુણોના વિકાસની જ રહેવી જોઈએ. આ સિદ્ધાંત પણ સામૂહિક જીવનની દૃષ્ટિએ જ કર્મફલનો નિયમ ઘટાવવાના વિચારમાંથી જ ફલિત થાય છે. ઉપરની વિચારસરણી ગૃહસ્થાશ્રમને કેન્દ્રમાં રાખીને જ સામુદાયિક જીવન સાથે વૈયક્તિક જીવનનો સુમેળ રાખવાનું સૂચન કરે છે. ગૃહસ્થાશ્રમમાં જ બાકીના બધા આશ્રમોના સદ્ગુણો સાધવાની તક મળી રહે એવું એ સૂચન છે, કેમકે તેમાં ગૃહસ્થાશ્રમનો આદર્શ જ એવો બદલાઈ જાય છે કે તે કેવળ ભોગનું ધામ ન રહેતાં ભોગ અને યોગના સુમેળનું ધામ બની જાય છે. એથી ગૃહસ્થાશ્રમથી વિચ્છિન્નપણે અન્ય આશ્રમોનો વિચાર કરવાપણું રહેતું નથી. ગૃહસ્થાશ્રમ જ ચતુરાશ્રમના સમગ્ર જીવનનું પ્રતીક બની જાય છે. તે કેવળ નૈસર્ગિક પણ છે. શ્રી મશરૂવાળાનું એક નિરાળું વ્યક્તિત્વ એમનાં લખાણોથી સૂચિત થાય છે. એ લખાણો વાંચી-વિચારીને મારી ખાતરી થઈ છે કે એમનામાં કોઈ અન્તપ્રજ્ઞાની અખંડ સેર વહ્યા કરે છે. ચિત્તશુદ્ધિની સાધનાની અમુક ભૂમિકામાં પ્રગટ થતો એ સત્યમુખી પ્રજ્ઞોદય છે. એમની કેટલીક લાક્ષણિકતા તો આંજી નાખે તેવી છે. જ્યારે તેઓ તત્ત્વચિંતનના ઊંડા પ્રદેશમાં ઊતરી પોતાના વક્તવ્યને સ્ફટ કરવા કોઈ ઉપમા વાપરે છે ત્યારે તે પૂર્વોપમાની કોટિની હોય છે અને તે સ્થળનું લખાણ ગંભીર તત્ત્વચિંતનપ્રધાન હોવા છતાં સુંદર અને સરળ સાહિત્યિક નમૂનો પણ બની જાય છે. આના બે એક દાખલા સૂચવું. પૃ. ૩૭ પર ગંગાના પ્રવાહને અખંડ રાખવા માટે પોતાના Page #216 -------------------------------------------------------------------------- ________________ વિચારકણિકા • ૧૮૯ જીવનનું બલિદાન આપનાર જલકણનું દત્ત, અને ચિત્તસ્થિતિનો ચિતાર આપવા પ્રસંગે વાપરેલ જંગલમાં ઊગી આવેલ ઝાડીઝાંખરાંનું દૃષ્ટાન્ત પૃ. ૧૨૬). આવાં તો અનેક દૃષ્ટાંતો વાચકને મળશે અને તે ચિંતનનો ભાર હળવો કરી ચિત્તને પ્રસન્નતા પણ આપશે. જ્યારે તેઓ કોઈ પદ્ય રચે છે ત્યારે એમ લાગે છે કે જાણે તે માર્મિક કવિ હોય. આનો દાખલો પૃ. ૫૬માં મળી આવશે. ‘નયામેં નીના રો વિના' એ બ્રહ્માનંદની કડીનું કટાક્ષપૂર્વક રહસ્ય ખોલતાં જે નવું ભજન તેમણે રચ્યું છે તેનો ભાવ અને ભાષા જે જોશે તે મારા કથનની યથાર્થતા સમજી શકશે. પ્રાચીન ભક્તો કે પ્રાચીન શાસ્ત્રોના ઉદ્દગારોનો ઊંડો મર્મ તેઓ કેવી રીતે દર્શાવે છે એનો નમૂનો પૃ. ૩૫ પર મળશે. એમાં હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું એ મીરાંની ઉક્તિનું એટલું બધું ગંભીર રહસ્ય પ્રગટ કર્યું છે અને તેને ગીતાના ‘માપૂર્વમાનવનપ્રતિષ્ઠ' એ શ્લોકના રહસ્ય સાથે સંવાદી બનાવ્યું છે કે વાંચતાં અને વિચારતાં તૃપ્તિ જ થતી નથી. ફરી ફરી એના સંવાદનો રણકાર ચિત્ત ઉપર ઊડ્યા જ કરે છે. શ્રી મશરૂવાળાનાં બધાં લખાણોમાં નજરે ચડે એવી નીરક્ષીરવિવેકી લાક્ષણિકતા એ છે કે તેઓ વારસાગત કે બીજી કોઈ પણ પરંપરામાંથી સાર-અસારને બહુ ખૂબીથી તારવી કાઢે છે અને સાર ભાગને જેટલી સરળતાથી અપનાવી લે છે તેટલી કઠોરતાથી અસાર ભાગના મૂળ ઉપર કુઠારાઘાત કરે છે. આવું તો અત્રે ઘણું દર્શાવી શકાય, પણ છેવટે તો વિરામ લીધે જ છૂટકો." ૧. શ્રી કિશોરલાલ ધ. મશરૂવાળાના પુસ્તક સંસાર અને ધર્મની ભૂમિકા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૩૧. યુગ સમાનતાનો છે તુલસીકૃત રામાયણમાં દોહો છે : प्रभु भल कीन्ह मोहिं सिख दीन्ही; मर्यादा सब तुम्हरी कीन्ही । ઢોસ-સંવાર-શૂદ્ર-પશુ-નારી, સવ તાડનો ધારી ! - સુન્દરકાંડ આમાં નારીને પશુતુલ્ય કહી તાડન-તર્જનને યોગ્ય લેખી છે. તુલસીદાસ એક વિશિષ્ટ સંત છે. તેમને પોતાને સ્ત્રી કે પુરુષ પ્રત્યે ખાસ પક્ષપાત હશે એમ ભાગ્યે જ કહી શકાય. છતાં તેમણે સ્ત્રીને તાડનયોગ્ય વર્ણવી છે એ એક હકીકત છે. એમના આ વર્ણન પાછળ શું તત્ત્વ હતું એનો વિચાર કરતાં તે વખતની અને અત્યારે પણ મોટે ભાગે ચાલુ એવી સામાજિક સ્થિતિનું ચિત્ર આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. ચિત્ર એ છે કે જે સમાજમાં આર્થિક ઉપાર્જન અને સત્તાનાં સૂત્રો મુખ્યપણે પુરુષના હાથમાં રહ્યાં છે તે સમાજમાં સ્ત્રીની દશા ઘરકૂકડી જેવી થઈ જાય છે. શક્તિ, ઉત્સાહ વગેરે એનું બધું સત્ત્વ કેવળ સાંકડી ઘર-કુટુંબની મર્યાદામાં રૂંધાઈ રહે છે અને તે શક્તિ છતાં લાચાર બની જાય છે. સ્ત્રી ઘર-કુટુંબવ્યવહારમાં જેટલી કુશળ, પુરુષ તે બાબતમાં તેટલો જ અકુશળ અને લાચાર હોય છે; છતાં જીવનવ્યવહારનું આધારભૂત મુખ્ય બળ જે અર્થબળ છે, તેનાં ક્ષેત્રો પુરુષહસ્તક હોવાથી સ્ત્રી ઓશિયાળી બની જાય છે. તે એટલે સુધી કે એ પોતાની શક્તિ અને આવડતનું મૂલ્ય સુધ્ધાં ભાગ્યે જ આંકી શકે છે. એની શક્તિ અને આવડતનું મૂલ્ય ત્યારે જ ખરું અંકાય છે જ્યારે પુરુષ સ્ત્રી વિના લાચાર દશામાં આવી પડે. આમ છતાં નારી ગમાર અને પશુની પેઠે તાડનને યોગ્ય મનાઈ તે સૂચવે છે કે તેનું કારણ એકમાત્ર એની શારીરિક કે માનસિક સ્થિતિ નથી, પણ આર્થિક પરતંત્રતા છે. જે કોમો કે વર્ગોમાં કમાણીની બાબતમાં સ્ત્રી-પુરુષ સાથે જ ઘરબહારનાં ક્ષેત્રો ખેડે છે, તે કોમો કે વર્ગોમાં સ્ત્રીઓનો દરજ્જો સુખી ગણાતી પણ ઘરબેઠાડુ સ્ત્રીઓ કરતાં વિશેષ સ્વમાની હોય છે. એટલે તુલસીદાસે જે નારીનો ઉલ્લેખ કર્યો છે તે આર્થિક રીતે પરાવલંબી હોય એવી નારીનો ઉલ્લેખ છે એમ માનવું રહ્યું. Page #218 -------------------------------------------------------------------------- ________________ યુગ સમાનતાનો છે • ૧૯૧ આ રીતે વિચારીએ તો પુરુષ જોકે ઉપાર્જિત ધન પણ છેવટે સ્ત્રીના હાથમાં સોંપે છે, છતાં ઇચ્છાએ કે અનિચ્છાએ તે તેને પશુ જેવી લાચાર તો કરી જ મૂકે છે. આમ તુલસીદાસના દોહાની નારી એ પુરુષે બનાવેલ પશુનારી છે, અને એવી નારીનું અસ્તિત્વ આજે પણ અનેકરૂપે આપણને જોવા મળે છે. આ સામાજિક વિષમતાની એક બાજુ થઈ. પરંતુ આની એક બીજી પણ બાજુ છે. તે બાજુ એવી છે કે જેમાં સ્ત્રી પુરુષને પશુ બનાવી મરજી પ્રમાણે ચારે છે અને ફાવે ત્યારે જ એને મનુષ્યરૂપ આપી તેનો ઉપયોગ કરે છે. આ સ્થિતિ કયા પ્રકારના સમાજમાં સંભવે છે એ જાણવાનું કુતૂહલ પણ રોકી શકાતું નથી. એક તો આનો જવાબ એ છે કે જે સમાજમાં સ્ત્રી જ મુખ્યપણે મહેનત અને ઉપાર્જનનું કામ કરતી હોય, પુરુષ મુખ્યપણે સ્ત્રીની કમાણી ઉપર નભતો હોય તે સમાજમાં પુરુષ સ્ત્રીની મરજી પ્રમાણે વર્તી અને પશુ જેવો બની રહે. આવા સમાજો આજે પણ પર્વતીય પ્રદેશોમાં, બ્રહ્મદેશ અને બાલી જેવા ટાપુઓમાં છે. બીજો ઉત્તર તેથી ઊલટો છે. તે એ કે પુરુષપ્રધાન સમાજમાં પણ નારી નરને પશુ બનાવી ચારે છે અને તેનો ઉપયોગ કરે છે. આ બીજો ઉત્તર વાચકને નવાઈ ઉપજાવે ખરો. જો પુરુષ જ અર્થ અને સત્તાનું કેન્દ્ર હોય તો સ્ત્રી અને પશુ કેમ બનાવી શકે ? પરંતુ માનસતત્ત્વની દૃષ્ટિએ જોઈશું તો એમાં કાંઈ નવાઈ જેવું નથી, એ તો આપણા રોજના અનુભવની વાત છે. - પુરુષ કમાતો હોય, સત્તાવાન પણ હોય ત્યારેય એ છેવટે બધું લાવીને ઘરમાં જ મૂકે છે ને સ્ત્રીને ભરોસે જીવે છે. એના વિશ્રામ, વિનોદ અને આનંદનું ધામ એકમાત્ર નારી બની રહે છે. આ વાતાવરણમાં નારીમાનસ એવી રીતે ઘડાય છે કે તે કઈ કઈ રીતે પુરુષને વધારે જીતી અને વશ કરી શકે, તેમજ તેની અને તેની સંપત્તિ ઉપર વણમાગ્યું સ્વામિત્વ ભોગવી શકે. આવી મનોદશા એને તરેહતરેહનાં આકર્ષણો ઊભાં કરવાની કળામાં નિપુણ બનાવે છે. એ કળાથી નારી પુરુષને અનેક જોખમો ખેડવાની પ્રેરણા પણ આપે છે અને પૃથ્વીના બીજા છેડા સુધી વિહાર પણ કરાવે છે. છેવટે એ જ કળાથી તે પાછી પુરુષની નાથ એવી રીતે ખેંચે છે કે તે પાછો ઘરમાં આવી સ્ત્રીને સંતોષવાનું જ કામ કરે છે. આ રીતે અર્થોપાર્જન, સત્તાપ્રાપ્તિ જેવાં બહારનાં ક્ષેત્રોમાં વિચરીને પણ તે પાછો ઘરમાં નારીનું રમકડું પણ બને છે. આ દશા એ જ નારી દ્વારા પુરુષને પશુતુલ્ય ચરાવવાની દશા છે. નારી એ પણ નરની પેઠે ચેતન છે. એનામાં પણ અનેક અસાધારણ શક્તિઓ છે. જે સમાજમાં એ શક્તિઓને મુક્તપણે કામ કરવાની તક નથી મળતી તે સમાજમાં સ્ત્રીઓની એ શક્તિઓ મરી નથી જતી, પણ માત્ર જુદું અને ક્યારેક વિકૃત સ્વરૂપ બરોબરી લે છે એટલું જ. જો સ્ત્રીશક્તિને સ્વતંત્રપણે કમાણી, સત્તા અને બરોબરીના Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પ્રસંગો ન મળે તો એ શક્તિ ઘરમાં રૂંધાયા છતાં પોતાનું વર્ચસ્વ જુદી રીતે જમાવે છે. તે જમાવટ એટલે પુરુષાર્થ વિનાનાં નખરાં, હાવભાવ, શૃંગાર સજાવટ અને બીજાં નવનવાં આકર્ષણો. આ આકર્ષણોની નાથથી નારી નરને નાથે છે, પોતાની ઇચ્છા પ્રમાણે તેને સંચરાવે કે વિચરાવે છે અને પાછો તેને પોતાની પાસે ખેંચી લે છે. પુરુષ સ્ત્રીને પશુ બનાવી છે એ હકીકત છે તો સ્ત્રીએ પણ પુરુષને પોતાની કળામય કાબેલિયતથી પશુ બનાવેલ છે એ પણ હકીકત છે અને તે આજના શહેરી, અર્ધશહેરી વિલાસી જીવનમાં જોવા પણ મળે છે. હવે તો એટલું જ વિચારવાનું રહે છે કે બેમાંથી કોઈ બીજાને પશુ ન બનાવે એની ચાવી શેમાં છે ? એનો ટૂંકો ને ટચ ઉત્તર એટલો જ છે, કે સ્ત્રી અને પુરૂષનાં જીવનક્ષેત્રો અમુક અંશે જુદાં હોવા છતાં તે બંનેની સમાન શક્તિઓને દબાયા વિના કામ કરવાની બધી તકો પૂરી પાડવી. પુરુષની પેઠે સ્ત્રી પણ કમાઈ શકે અને સ્ત્રીની પેઠે પુરુષ પણ કેટલીક ઘરની જવાબદારીઓ સંભાળી શકે. સ્ત્રી કમાય તો એનો આત્મવિશ્વાસ વધે અને પુરુષની અવિવેકી સત્તાનો ભોગ બનવું ન પડે. વળી, સ્ત્રી કમાઈ શકતી હોય તો એને પુરુષોપાર્જિત ધન ઉપર કબજો મેળવવાની દૃષ્ટિએ અનેક કૃત્રિમ આકર્ષણો ઊભાં કરવાં ન પડે. સાથે જ પુરુષનો બોજ પણ હલકો થાય. - ગૃહમાધુરી, મે ૧૯૫૬. Page #220 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ દર્શન અને ચિંતન' ભા.૧-૨માં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન, પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્થ નામના વિભાગોમાં પ્રકાશિત થયેલ તમામ લેખો છ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ૧૩લેખો જે ‘દર્શન અને ચિંતનમાં છપાયા નથી તેવા લેખોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘દર્શન અને ચિંતન' ભાગ - રમાં અંતે પ્રવાસકથા અને આત્મનિવેદન વિભાગમાં છપાયેલ લેખો અનુભવકથા સ્વરૂપ હોવાથી અને “મારું જીવનવૃત્ત' નામનું તેમનું આત્મકથાનું પુસ્તક અલગ પ્રગટ થઈ રહ્યું હોવાથી અહીં તેનો સમાવેશ કર્યો નથી. સમાજ, ધર્મ અને સંસ્કૃતિ (દર્શન અને ચિંતન' ભાગ-૧માં “સમાજ અને ધર્મ વિભાગમાં છપાયેલ લેખો) ૧. મંગળ પ્રવચન [ પ્રબુદ્ધ જૈન : ૮ – ૧૯૪૫] ૨. મંગળ પ્રવચન [બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર, ૧૯૫ર ] ૩. જીવનશિલ્પનું મુખ્ય સાધન [ ‘જીવનશિલ્પ': ૮, ૧૯૫૩] ૪. જીવનપથ [અપ્રકાશિત ] ૫. ધર્મ ક્યાં છે ? [ શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણ – મહોત્સવ અંક] ૬. ધર્મ પ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓ [ ધર્મોનું મિલનની પ્રસ્તાવના ] ૭. ધર્મ અને પંથ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૨૧-૮-૧૯૩૦ ] ૮. નીતિ, ધર્મ અને સમાજ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૯. ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૭] ૧૦. ધાર્મિક શિક્ષણ [ “અખંડ આનંદ' : ૧૯૫૧] ૧૧. ધર્મદષ્ટિનું ઊર્ધીકરણ [ પ્રબુદ્ધ જીવન’ : ઓક્ટોબર, ૧૯૫૫] ૧૨. પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ [ પ્રબુદ્ધ જીવન’ : સપ્ટેમ્બર, ૧૯૫૪ ] ૧૩. યુવકોને [ જૈન યુવક સંમેલન, અમદાવાદ, સ્વાગત પ્રમુખ તરીકેના ભાષણમાંથી : ૧૯૩૫] ૧૪. પાંચ પ્રશ્નો [ગૃહમાધુરી' : ૧૨, – ૧૯૫૪] ૧૫ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ [ પ્રબુદ્ધ જીવન’ : ૧૯-૯-૧૯૫૨ ] ૧૬. જૈન સમાજ: હિંદુ સમાજ [પંડિત શ્રી મહેન્દ્રકુમારજી ન્યાયાચાર્ય ઉપર લખેલ પત્ર : ૧૮-૯-૧૯૪૯]. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ૧૭. જૈન ધર્મ - જૈન સમાજ: હિંદુ ધર્મ - હિંદુ સમાજ [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧-૧૯૪૯] ૧૮. પુષ્ય અને પાપ : એક સમીક્ષા [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૩-૧૯૪૫]. ૧૯. શાસ્ત્રમર્યાદા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૦. શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ? [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩ર ] ૨૧. સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા (પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૮ ] ૨૨. સ્વતંત્રતાનો અર્થ [ પ્રબુદ્ધ જૈન' : ૧-૯૪૭] ૨૩. લોકતંત્રનો મુખ્ય પાયો [ સંસ્કૃતિ' : જાન્યુઆરી, ૧૯૫૪] ૨૪. સત્તાબળ અને સત્યબળ [ પ્રસ્થાન : ઑગસ્ટ, ૧૯૫૫] ૨૫. સ્વરાજ્યને છહે વર્ષે [ પ્રસ્થાન : ઓગસ્ટ, ૧૯૫ર ] ૨૬. સ્વરાજ્ય અને સુરાજ્ય [ પ્રસ્થાન' : ઑગસ્ટ, ૧૯૫૩] ૨૭. હરિજનો અને જૈનો [પ્રસ્થાન' : જેઠ, ૨૦૦૬ ] ૨૮. રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ [ જનકલ્યાણ' સદાચાર અંક : ૧૯૫૩ ] ૨૯. મોસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારો [ “શ્રી દક્ષિણામૂર્તિ': મે, ૧૯૨૫] ૩૦. વિચારકણિકા [શ્રી. કિ. ઘ. મ.ના “સંસાર અને ધર્મની ભૂમિકા | ૩૧. યુગ સમાનતાનો છે [‘ગૃહમાધુરી : મે, ૧૯૫૬ ] જૈન ધર્મ અને દર્શન (“દર્શન અને ચિંતન' ભાગ-૧માં જૈન ધર્મ અને દર્શન વિભાગમાં છપાયેલા લેખો ૧. ઇતિહાસની અગત્યતા | જૈન : શ્રાવણ, ૨૦૦૯ ] ૨. ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૪૨] ૩. ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ | જૈન પ્રકાશ' : ચૈત્ર, ૧૯૯૦] ૪. ભગવાન મહાવીર : એમના જીવનને સ્પર્શતી વિવિધ ભૂમિકાઓ [ “અખંડ આનંદ : જૂન, ૧૯૪૮] ૫. ભગવાન મહાવીરનો મંગળ વારસો [“અખંડ આનંદ : નવેમ્બર, ૧૯૪૯ ] ૬. ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ જેનયુગ”: ચૈત્ર, ૧૯૮૨] ૭. ભગવાન મહાવીરનો ત્રિવિધ સંદેશ : અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧૦-૧૯૪૫] Page #222 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧૯૫ ૮. મહાવીરનો સંદેશ [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧૦-૧૯૫૦] ૯. વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ [શ્રી આત્મારામજી જન્મશતાબ્દી ગ્રંથ : ૧૯૩૬ ] ૧૦. ભગવાન નેમિનાથ અને કૃષ્ણ [ પ્રબુદ્ધ જૈન : ૧૫-૧૧-૧૯૪૧] ૧૧. આત્મદષ્ટિનું આન્તરનિરીક્ષણ [ પ્રબુદ્ધ જૈન ૧૫-૧૧-૧૯૪૭] ૧૨. પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૧૩. ધર્મપર્વ કે જ્ઞાનપર્વ [‘સુઘોષા' : અશ્વિન, ૧૯૮૪] ૧૪. વહેમમુક્તિ [‘જૈનપર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૨ ] ૧૫ આપણે ક્યાં છીએ ? [ જૈન : પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૩] ૧૬, મહત્પર્વ [ “જૈન” પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૧૨ ] ૧૭. વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૧૮. જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા તથા તેનો ઉપયોગ [પર્યુષણ પર્વનાં - વ્યાખ્યાનો : ૧૯૩૦]. ૧૯. આજના સાધુઓ નવીન માનસને દોરી શકે ? પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૭] ૨૦. શિષ્યચોરીની મીમાંસા / પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજુ] ૨૧. સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦]. ૨૨. તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય ? [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું] ૨૩. ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળનો વિચાર [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું ! ૨૪. ધાર્મિક શિક્ષણ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું ] ૨૫. તપ અને પરિષહ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૬. અહિંસા અને અમારિ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૭. અસ્પૃશ્યો અને જૈન સંસ્કૃતિ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૨૮. અસ્પૃશ્યતા અને હારજીત [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨] ૨૯. જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦ ] ૩૦. ગૃહસ્થધર્મીને નિર્વાણ સંભવી શકે ખરું ? [ પ્રબુદ્ધ જીવન' : ૧-૨-૧૯૫૪ ] ૩૧. સાચો જૈન [‘જૈનયુગ' : ભાદ્ર-અશ્વિન, ૧૯૮૩] ૩૨. શુદ્ધિપર્વ [ પ્રબુદ્ધ જૈન' : ૧-૯-૧૯૪૫] ૩૩. આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી [ જૈન પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૮ ] બિરાર Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ૩૪. કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ [‘જેન' : ૧૩-૯-૧૯૩૬ ] ૩૫. જૈન દૃષ્ટિએ બહ્મચર્ય વિચાર [સ્વતંત્ર પુસ્તિકા ] ૩૬. પુનઃ પંચાવન વર્ષે ( શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રહ અભિષેકની પ્રસ્તાવના ] ૩૭. ગાંધીજી અને જૈનત્વ [ પ્રસ્થાન' : ગાંધીમણિમહોત્સવાંક : ૧૯૮૫] ૩૮. જૈન જન [ પ્રબુદ્ધ જીવન' : ૧-૧૧-૧૯૫૪] ૩૯. કલિકાલસર્વજ્ઞને અંજલિ [ “જૈન' : ૨૮-૧૧-૧૯૪૮] ૪૦. વિજયધર્મસૂરિ અને શિક્ષણ સંસ્થાઓ [‘સમયધર્મ : વર્ષ ૧૬, અંક ૨૦] પરિશીલન (દર્શન અને ચિંતનના ભાગ-૧ તથા રમાં છપાયેલ લેખો) ૧. વિદ્યાની ચાર ભૂમિકાઓ [બુદ્ધિપ્રકાશ': જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૪૭] ૨. નચિકેતા અને નવો અવતાર [‘નચિકેતા' : મે, ૧૯૫૩] ૩. હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ શ્રી ધર્માનન્દકોસમ્મીજીના પુસ્તકની પ્રસ્તાવના ] ૪. ગીતાધર્મનું પરિશીલન ( [ સંસ્કૃતિ' : એપ્રિલ, ૧૯૫૬ ] ૫. તથાગતની વિશિષ્ટતાનો મર્મ [‘અખંડ આનંદ' : મે. ૧૯૫૬ ] ૬. બુદ્ધ અને ગોપા [ “અખંડ આનંદ : જુલાઈ, ૧૯૫૪] ૭. સુગતનો મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય | જન્મભૂમિ' : ૨૪ મે, ૧૯૫૬ ] ૮. સિદ્ધાર્થપત્નીનો પુણ્યપ્રકોપ [ગૃહમાધુરી' : જુલાઈ, ૧૯૫૪ ] ૯. હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [પ્રબુદ્ધ જીવન' : ૧૫ જૂન, ૧૯૪૯] ૧૦. આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : - ૧૯૩૨ ] ૧૧. વારસાનું વિતરણ ૧૨. ચેતન-ગ્રંથો ૧૩. વિકાસનું મુખ્ય સાધન ૧૪. સમુલ્લાસ [ “શ્રી. મનુભાઈ પંચોળી – ‘દર્શક’ના પુસ્તક આપણો વારસો અને વૈભવની પ્રસ્તાવના ] [ પ્રબુદ્ધ જીવન’ : ૧ નવેમ્બર, ૧૯૪૭ ]. [ “બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૪૯ ] [શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક સત્યં શિવ સુન્દરમ'નું પુરોવચન ] [શ્રી. નાનાભાઈ ભટ્ટની આત્મકથા “ઘડતર અને ચણતરનું પુરોવચન ] ૧૫. ખરો કેળવણીકાર Page #224 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧૯૭ ૧૬. અનધિકાર ચે. [શ્રી જયભિખુની નવલકથા “મસ્યગલાગલની પ્રસ્તાવના ] ૧૭. ત્રિવેણીનાન [ શ્રી દર્શકોના પુસ્તક ત્રિવેણીતીર્થની પ્રસ્તાવના ] ૧૮. સ્મૃતિશેષ [શ્રી. મોહનલાલ મહેતા “સોપાનના પુસ્તક દીપમંગલની પ્રસ્તાવના ] ૧૯. બિંદુમાં સિંધુ [ “સંસ્કૃતિ : ઓગસ્ટ, ૧૯૫૨ ] ૨૦. સર્વાગીણ સંશોધન અને સમાલોચના [ ડૉ. ધીરુભાઈ ઠાકરના પુસ્તક મણિલાલ નભુભાઈ : સાહિત્યસાધનાનો પ્રવેશક ] ૨૧. જીવતો અનેકાન્ત [ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, રજત મહોત્સવ ગ્રંથમાંથી ] ૨૨. વટબીજનો વિસ્તાર | ગુજરાતનાં શૈક્ષણિક પ્રગતિ તથા વિકાસ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રયત્ન' (૧૯૫૧)ની પ્રસ્તાવના ] ૨૩. ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન [બુદ્ધિપ્રકાશ' : જાન્યુઆરી, ૧૯૪૯] ૨૪. ઉચ્ચ શિક્ષણની બોધભાષા [“બુદ્ધપ્રકાશ' ઑગસ્ટ, ૧૯૪૭) ૨૫. ઉચ્ચ શિક્ષણની બોધભાષા : એક પ્રશ્નોત્તરી[ સંસ્કૃતિ' : એપ્રિલ, ૧૯૫૪] ૨૬. “સંસ્મરણોની આલોચના [શ્રી. ગ. વા. માવળંકરની આત્મકથાની સમાલોચના ] ૨૭. સ્ત્રી-પુરુષની બળાબળની મીમાંસા [ “જૈનયુગ' : યેષ્ઠ, ૧૯૮૫] ૨૮. પરિવ્રાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ [ નચિકેતા' : સપ્ટેમ્બર, ૧૯૫૪ ] ૨૯. દંપતીજીવનનાં દસ્તાવેજી ચિત્રો [ગૃહમાધુરી’ : માર્ચ, ૧૯૫૬ ] ૩૦. યાયાવર : [ ‘શ્રીરંગ : એપ્રિલ, ૧૯૫૬ ]. દાર્શનિક ચિંતન ૧. ભારતીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ પુરાતત્ત્વ', પુસ્તક માંથી ઉદ્યુત ] ૨. ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન [‘નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવેલો નિબંધ ] ૩. સંસાર અને ધર્મનું અનુશીલન [શ્રી કિશોરલાલ મશરૂવાળા કૃત “સંસાર અને ધર્મ ગ્રંથ - ૮ પંડિતજીએ કરેલ અનુશીલન ] ૪. સ્ત્રી જાતિને દૃષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ પર [ જૈન સાહિત્ય સંશોધક, એક વિચાર ખંડ - ૩, અંક - ૩] Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ૫. બ્રહ્મ અને સમ [ગુજરાત સાહિત્ય પરિષદના તત્ત્વજ્ઞાનના પ્રમુખપદે આવેલ પ્રવચન ] ૬. ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા [ અમદાવાદમાં મળેલ ભારતીય તત્ત્વજ્ઞાન પરિષદના ૩૩મા અધિવેશનના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે આવેલ ભાષણ - ૧૯૫૮ ] ૭. સ્વસ્થ અને ઉત્ક્રાન્ત જીવનની કળા ૮. તત્ત્વજ્ઞાન અને ધર્મની પરસ્પર અસર [અખંડ આનંદ – ફેબ્રુઆરી - ૧૯૫૯] ૯. દાર્શનિક ક્ષેત્રમાં સંશોધન [જીવન માધુરી નવેમ્બર - ૧૯૬૦] ૧૦. સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૧) પુરાતત્ત્વ : પુસ્તક ૪-૫] ૧૧. સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૨) ૧૨. સાંપ્રદાયકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૩) ૧૩. ચાર્વાક દર્શન [ અંખડ આનંદ મે, ૧૯૫૭] ૧૪. અંતઃ સમૃદ્ધિનું મૂલ્ય ૧૫. માનવતાના પાયા, એનું મૂલ્યાંકન અને [પ્રસ્થાન - ૧૯૫૯ ] જીવનમાં એનો વિનીયોગ ૧૬. મંગળ આશા [ પ્રસ્થાન - ૧૯૬૩] ૧૭. આદિ મંગળ [ બુદ્ધિપ્રકાશ ] ૧૮. જીવનદષ્ટિમાં મૌલિક પરિવર્તન [ જીવનમાધુરી – નવે. - ૧૯૫૭] ૧૯. દાર્શનિક વિવરણ [૧૯૫૭માં સ્નેહ સંમેલનમાં આપેલ પ્રવચનમાંથી ] ૨૦. માનવ મનની ભીતરમાં [ઓલ ઈન્ડિયા રેડિયો, અમદાવાદ ઉપરથી ૧૯૬૦માં વાર્તાલાપ માટે તૈયાર કરેલ લખાણ ] અર્થ્ય (દર્શન અને ચિંતનના બીજા ભાગમાં છપાયેલ લેખો) ૧. કરુણા અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન [ સંસ્કૃતિ’ : માર્ચ, ૧૯૪૮] ૨. અંતે આશ્વાસન કોનાથી મળે છે ? [ સંસ્કૃતિ' : માર્ચ, ૧૯૪૮ ] ૩. ગાંધીજીનો જીવનધર્મ [ “જન્મભૂમિ' વિશેષાંક ]. ૪. બંને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ [ પ્રબુદ્ધ જૈન’ : ૧ માર્ચ, ૧૯૪૮ ]. ૫. વિભૂતિ વિનોબા [ ભૂમિપુત્ર' : ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૪ ] ૬. આજનો યથાર્થ માર્ગ : ભૂદાન [ પ્રસ્થાન' : કારતક, ૨૦૧૩] Page #226 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ૧૯૯ ૭. કાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ [બુદ્ધિપ્રકાશ' : જાન્યુઆરી, ૧૯૫૦] ૮. સર્વમિત્ર ગૃહસ્થ–સંત [ બુદ્ધિપ્રકાશ' : સપ્ટેમ્બર, ૧૯૫૨ ] ૯. બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવજી [આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ] ૧૦. સ્વ. કોશાબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો [ પ્રબુદ્ધ જૈન' : ૧૫ જુલાઈ, ૧૯૪૭]. ૧૧. શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોશાંબીજી [ બોધિચર્યાવતારનું પુરોવચન ]. ૧૨. આચાર્ય શ્રી આત્મારામજી [સં. ૧૯૮૫માં શ્રી. મહાવીર જૈન વિદ્યાલયમાં આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન ] ૧૩. આચાર્ય જિનવિજયજી [પ્રસ્થાન' : યેષ્ઠ, ૧૯૮૪] ૧૪. સ્મૃતિશેષ દાદા [[ બુદ્ધિપ્રકાશ' : માર્ચ, ૧૯૫૬ ] ૧૫. પરિચય થોડો પણ છાપ ઘણી ઊંડી [ શ્રી. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિગ્રંથ “સૌનો લાડકવાયો'માંથી ] ૧૬. આવો ને આટલો આઘાત કેમ ? પ્રબુદ્ધ જૈન : ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૭] ૧૭. સ્મૃતિપટ [ “શ્રી જૈન ધર્મ પ્રકાશ” : વૈશાખ, ૨૦૦૭]. ૧૮. સૌમાં વૃદ્ધ પણ સૌથી જુવાન [ પ્રબુદ્ધ જૈન' : ૧ ઓગસ્ટ, ૧૯૫૨] ૧૯. ત્રણ સ્મરણો [ પ્રસ્થાન' : યેષ્ઠ, ૧૯૮૩ ] ૨૦. કેટલાંક સંસ્મરણો [ પ્રબુદ્ધ જૈન’ : ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૬ ] ૨૧. અંજલિ [ “જૈન” : ૨૧ જુલાઈ, ૧૯૫૬ ] ૨૨. એક બીજા મિસ્ત્રી [ પ્રસ્થાન' : ફાગણ, ૧૯૯૨] ૨૩. સ્વ. લાડુબહેનની જીવનરેખા [ પાલણપુર પત્રિકા' : ૧૯૨૬ ] ૨૪. તેજોમૂર્તિ ભગિની [‘અપંગની પ્રતિભા”માં “બે શબ્દ' ] ૨૫. બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો [ “જેન' : તા. ૧૧-૨-૧૯૫૬ ] ૨૬. તેજસ્વી તારક આચાર્ય શ્રી નરેન્દ્રદેવજી [ જૈન' : તા. ૨૫-૨-૧૯૫૬ ] ૨૭, શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી [ “પ્રબુદ્ધ જૈન' : તા. ૩૧-૧૨-૧૯૩૯] અનેકાન્ત ચિંતન ૧. જૈન તત્ત્વજ્ઞાન [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૬-૪૬ ] ૨. જૈન ન્યાયનો ક્રમિક વિકાસ , [ સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ, ભાવનગરમાં વંચાયેલ અને જેને સાહિત્ય સંબંધી લેખોનો સંગ્રહ (જૈ. ધ. પ્ર. સ. ભાવનગર)માં પ્રકાશિત ] Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ૩. સપ્તભંગી [એક વિદ્યાર્થીને પત્ર ] ૪. પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? [ ‘કાન્તમાલા' : ૧૯૨૪] ૫. ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા [ પુરાતત્ત્વ' : પુસ્તક ૧] ૬. કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ પુરાતત્ત્વ : પુસ્તક ૩] ૭. નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો | જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૨] ૮. આવશ્યકસૂત્રના કર્તા કોણ ? જૈન સાહિત્ય સંશોધક, ખંડ-૩, અંક-૨) ૯. સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ [ જૈન રીપ્ય મહોત્સવ અંક ] ૧૦. હેતુબિન્દુનો પરિચય [ ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રકાશિત - બહેતુબિન્દુ-ટિકાની પ્રસ્તાવના ] ૧૧. સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યર્ધશતક આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ ] ૧૨. “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [ સંસ્કૃતિ' : ફેબ્રુઆરી, ૧૯૫૪ ] ૧૩. શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ : [ શ્રી. રાજચંદ્રના આત્મ સિદ્ધિશાસ્ત્રનું પુરોવચન ] ૧૪. શ્રીમદ્ રાજચંદ્ર - એક સમાલોચના | શ્રી. રાજચંદ્રનાં વિચારરત્નોમાંથી ] Page #228 -------------------------------------------------------------------------- ________________ સૂચિ અકબર – ૧૬ ૧, ૧૬ ૭ અકિંચન – ૪૧ અજાગલસ્તનવતું – ૭૭ અતીન્દ્રિય – ૮૮ - ૧૦૬ અધ્યેતા – ૧૨ અનવસ્થાચક્ર – ૫૭ અનાસક્ત કર્મયોગ – ૭૧ અનેકધા – ૯૩ અનેકાંગી – ૮૨ અન્તર્દષ્ટિ – ૬૬. અફઘાનીસ્તાન – ૧૦૨ અભિપ્રેત – ૮૭ અમદાવાદ – ૮૧ અમેરિકા – ૯૬, ૧૩૪ અરબસ્તાન – ૩૧ અરવિંદ – ૨૫ અરિહંત -૧૬ ૭ અર્જુન – ૧૨ અવેસ્તા – ૬ ૬, ૧૧૦ અષ્ટાપદ - ૩૪ અસામંજસ્ય – ૭૬ અસંદિગ્ધ – ૧૩૦ અહુરમઝૂદ – ૧૬૬ આકલન – ૪ આગમ – ૧૧૦ આત્મૌપમ્પ – ૯૯ આનુષંગિક – ૨૫ આનંદશંકર – ૧૬૩ આનંદશંકર ધ્રુવ – ૬૬, ૧૦૧ આફ્રિકા – ૯૬ આબુ - ૮૦ આરબ – ૬૬ આસામ – ૧૦૨ આસ્તિક – ૯૦ આંબેડકર – ૧૬૮ ઇન્ડિયન ફિલોસોફી – ૧૬૩ ઈન્દ્ર – ૬૬ ઇન્દ્રિયગમ્ય - ૮૮ ઈરાન – ૬૬ ઈશાવાસ્ય – ૧૪૧ ઈશાવાસ્ય ઘોષણા – ૬૭ ઈશુ ખ્રિસ્ત – ૩૦, ૬૬, ૧૬ ૬. ઉઢેક – ૧૪ ઉપનિષદ – ૧૦, ૨૫, ૧૧૦, ૧૧૧ ઉષસુ -૬૬ ઊર્ધ્વદષ્ટિ –- ૬ ૬ ઋષભદેવ – ૧૦૫ એકનિષ્ઠ – ૭૨ એકાંગી નિવૃત્તિ સંસ્કાર – ૭ર એડવર્ડ કેર્ડ – ૬૫ ઐકાન્તિક – ૫૧ ઐહિક - ૧૬ ઐપ્રિય – ૧૬ કન્યાકુમારી – ૧૦૨, ૧૬ ૧ કપિલ – ૯૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કર્મયોગ – ૧૨૬ જંતરડા – ૪ કલકત્તા – ૧૪૩ જાદવાસ્થળી – ૨૨ કવિવર રવીન્દ્ર – ૨૫ જાપાની – ૩૦ કંસ – ૧૩૨ જાવા - ૧૬ ૧ કાળી – ૧૬૩ જિન – ૯૩ કાશી – ૨૨, ૩૪ જિસસ ક્રાઈસ્ટ – ૧૭, ૧૭૦ કાશમીર – ૧૬ ૧ જેરૂસલેમ - ૨૨, ૩૪ કિશોરલાલભાઈ – ૧૮૧ જૈન આગમો – ૧૧૧ કુઠારાઘાત – ૪ જૈમિનીયની – ૧૧૧ કુમારપાળ – ૧૬ ૬, ૧૬૭ તત્ત્વશ્રદ્ધા – ૯૪ કુરાન - ૧૧૦ તત્ત્વસાક્ષાત્કાર – ૯૪ કુરાનપાઠ – ૪૦ તમન્ – ૧૪ કૃષ્ણ – ૧૨, ૧૨૬, ૧૩૨, ૧૬૩, ૧૬ ૭ તર્કપાટવ – ૨૫ કૌપીન – ૭૨ તિબેટ – ૭૨ ક્રોધભાવના - ૧૫ તુલસી – ૧૯૦ ક્ષિપ્ત ગતિ – ૧૪ તુલસીગણિ – ૭૨ ગયા – ૨૨ તેજોહીનતા – ૨૩ ગંગા - ૨૨ તેંદુલકર - ૧૦૪ ગાયત્રી – ૧૨૩ ત્રિકાળાબાધિત – ૫૩ ગાંધીજી – ૭, ૧૭ દત્તચિત્ત – ૧૫ ગીતા - ૧૨, ૨૫, ૧૧૧ દલસુખભાઈ – ૯૫ ગીતાપાઠ – ૪૦ દશા ત્રિશંકુ – ૭૦ ગુજરાતવ્યાપી - ૧૫૯ દાદાભાઈ નવરોજજી – ૧૪૩ ગુણસ્થાનો – ૨૯ દાસગુપ્તા – ૧૬૩ ગુરુદેવ રવીન્દ્રનાથ – ૮૫ દીવાન નર્મદાશંકર મહેતા – ૧૬૩ ગોકશી – ૩૬ દુર્ગા – ૧૬૩ ગોસ્વામી દામોદરલાલજી – ૧૩૨ દુર્ગાસપ્તશતી – ૧૨૩ જ્ઞાતવ્ય – ૩ દેવવાચક – ૯૩ ગ્રીકો - ૧૬ ૧ દ્રૌપદી – ૧૦૭ ગ્રીસ – ૩૧, ૬૬ ધર્મનિષ્ઠ – ૩૪ ચાણકયનીતિ – ૧૨૭ ધર્મશિરતાજ – ૪ ચીન – ૩૧, ૧૬ ૧ ધર્માગામી – ૩૪ ચોકાવૃત્તિ – ૩૪ ધર્મોનું મિલન – ૩૧ જરથુસ્ત્ર – ૬૬ ધ્રુવ નિયમ – ૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૦ ૨૦૩ બૌદ્ધ પિટક – ૨૯ બ્રાહ્મણગ્રંથો – ૧૧૧ બ્રિટિશ – ૧૩૬ ભગવાનદાસ – ૨૫, ૯૮ ભારત – ૭ ભાવનગર – ૮૧ મક્કા-મદીના - ૨૨, ૩૪ મદિના – ૨૨ ધ્રુવ સિદ્ધાંત – ૧૧૭ નરેન્દ્રદેવજી – ૯૮ નાથજી – ૧૮૧ નાલંદા – ૭૨ નાસ્તિક – ૯૦ નિવર્તક – ૬ ૮ નિવૃત્તિ વિ. પ્રવૃત્તિ – ૨૮ નૈષ્ફર્મેસિદ્ધિ – ૭૧ પરિગ્રહકાંક્ષા – ૧૫ પરિમાર્જિત – ૧૦૬ પરિમાર્જન – ૧૦૦ પવ્રિાજક – ૭૧ પંડાલ – ૧૩૦ પંડિતજી – ૯૫ પંથમાં બહિર્દર્શન - ૩૩ પાકિસ્તાન - ૩૦ પાપની આત્મકથા – ૧૦૬ પાલણપુર – ૮૧ પાલીતાણા – ૨૨, ૮૦ પિટકો – ૧૧૦,૧૧૧ પુરાણ – ૧૧૦ પૂર્વદ્રાવિડિયન – ૯૫ પૂર્વમીમાંસા – ૧૧૧ પ્રકૃતિભેદ – ૩૫ પ્રજ્ઞપ્રાસાદ – ૯૨ પ્રતિમાશતક – ૨૯ બહિર્દષ્ટિ – ૬૬ બંગવાસી – ૧૦૨ બાઈબલ - ૧૧૦ બાપુભાઈ ધ્રુવ – ૧૬૩ બુદ્ધ – ૧૭, ૯૩ બુદ્ધગયા – ૩૪ બુદ્ધિપ્રાગભ્ય – ૯૯ બેવાન – ૧૪૪ મનું – ૨૮ મશરૂવાળા – ૧૮૫ મસ્તિષ્કશક્તિ – ૧૧ મહમદ ગિઝની – ૧૬ ૧ મહમદ-બિન-કાસમ – ૧૬ ૧ મહાદેવ – ૧૬ ૭. મહારાષ્ટ્રીય – ૬ મહાવીર – ૧૭, ૬૭, ૭૪ મહંમદ પેગમ્બર - ૬૬ મંત્રવેદ – ૧૧૧ માનમત્સર – ૧૫ માંગરોળ – ૨૪ મિથ્યાષ્ટિ – ૯૦ મીમાંસા – ૧૧૧ મીરાં – ૧૮૯ મુંબઈ – ૨૪, ૧૬૦ મેકોલ – ૪પ મોતીચંદભાઈ – ૩ પ્લેચ્છો - ૯૮ યશોવિજયજી – ૨૯, ૧૦૫ યહોવાહે મૂસા – ૬ ૬ યુરોપ – ૨૮, ૧૩૭ યોગદષ્ટિસમુચ્ચય -- ૯૩ યોગશાસ્ત્ર – ૧૪ રજસ્ – ૧૪ . રસાનુભૂતિ – ૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ રાજગૃહ ૨૨ રાધાકૃષ્ણન ૨૫, ૨૯, ૧૬૩ રાધિકા - ૧૩૨ રામ - - રામાયણ રોમ ૩૧ લાલા લજપતરાય લોકમાન્ય તિલક - ૧૬૩, ૧૬૭ ૧૯૦ વરુણ - વિનિપાત – ૯૧ વિનોબા ૬૮, ૭૧, ૧૪૬ વિપર્યાસ ૧૦૦ 1 - વિશૃંખલતા વેદ - ૧૧૦ - ૬ ૬ - વેદ-સ્મૃતિ-પુરાણ - ૯૧ વેદાંત – ૭૧ ૩૪ વૈકુંઠ વૈતસી ૯૧ વૈદિક વૈયક્તિક ભોગ ૮૪ વ્યાસ ૧૨૬ વ્રજલાલ મેઘાણી -- ૧૦૬ શત્રુંજય - ૩૪ ૧૬૩ શંકર શંકરાચાર્ય – ૭૧ શાંક તત્ત્વજ્ઞાન શાંતરક્ષિત -૭૨ શિરોહી ૮૧ સમત્વબુદ્ધિ સમષ્ટિ ૧૪૧ સમુચિત સમેતશિખર સમ્યગ્દષ્ટિ - - ૧૨૭ ૧૨૭ ૫૯ – - - ૭૬ ૧૦૬ ૧૪, ૨૫ ૨૨ ૯૦ ૭૧ સમંતભદ્ર ૭૨ સંકીર્ણતા ૨૮ સંક્રામક ૨૯ સંતબાલ - ૭૨ સંપૂર્ણાનંદજી સંભૂયસંવાદ સાધના સારનાથ ૨૨ સિદ્ધરાજ - ૧૬૬, ૧૬૭ સિદ્ધસેન ૧૨૨ - 1 - – ૬૭ સિંધ – ૧૦૨ સુભૂમ ચક્રવર્તી - ૧૧૪ ૯૮ ૧૨ સુમાત્રા ૧૬૧ સુવિદિત - ૭૪ સોક્રેટિસ ૧૭, ૬૬ સોમનાથ પાટણ સ્થૂલદર્શી ૫૩ ૧૧૧ સ્મૃતિ સ્મૃતિશાસ્ત્ર સ્વામી દયાનંદ હિરદ્વાર - ૨૨ હરિભદ્ર ૯૩, ૧૦૫ ૩૯ ૧૬ ૭ ૧૩૦ હિન્દ ૧૬૧ હિન્દુ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ ૧૬૩ હિન્દુ ધર્મની બાળપોથી - ૧૦૧, ૧૬૩ હિન્દુસ્તાન – ૮૦, ૧૬૧ હિમાલય ૧૦૨ હિંદુ જૈન ધર્મ -- ૧૦૧ હિંદુ બૌદ્ધ ધર્મ ૧૦૧ ૧૦૧ હિંદુ વેદધર્મ હીનમાર્ગી – ૭૧ હીરવિજયજી – ૧૬૬ હેમચંદ્ર - ૧૬ ૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજીનો જન્મ 8 ડિસેમ્બર ૧૮૮૮માં સુરેન્દ્રનગર પાસે , આવેલ લીમડી નામના નાનકડા ગામડામાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેમણે શીતળામાં આંખો ગુમાવી ત્યારથી, તેમના જ જણાવ્યા મુજબ, તેમનો બીજો જન્મ શરૂ થયો. આ પછીનું તેમનું જીવન અકય પુરુષાર્થ જેવું હતું. સને ૧૯૦૪થી 1921 સુધી કાશી અને મિથિલામાં પ્રથમ સંસ્કૃત ભાષા અને પછી ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો અને અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૨૧થી 1930 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને સન્મતિતર્કના પાંચ ભાગોનું સંપાદનકાર્ય કર્યું. તે સમગ્ર ભારતીય દર્શનના ઇતિહાસમાં અનન્ય ઘટના હતી. ૧૯૩૩થી 1944 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપનકાર્ય કર્યું. આ દરમ્યાન તર્કભાષા, પ્રમાણમીમાંસા અને જ્ઞાનબિંદુ જેવા ગ્રંથોનું સંપાદનકાર્ય કર્યું. 1944 બાદ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ સતત વિદ્યાપ્રવૃત્તિ કરતાં કરતાં 97 વર્ષની ઉંમરે બીજી માર્ચ ૧૯૭૮માં અવસાન પામ્યા. પંડિત સુખલાલજી વીસમી સદીના એક મૌલિક ફિલસૂફ હતા. એમણે જીવનમાં વિદ્વત્તા, સાદાઈ અને મનુષ્ય-પ્રેમનો સંગમ સાધ્યો હતો. ભારતના વિધવિધ ધર્મોમાં રહેલું સમન્વયબીજ એમણે શોધ્યું અને ધર્મને ક્રિયાકાંડથી મુક્ત કર્યો. જે ધર્મ સમાજ માટે ઉપયોગી ન હોય એ ધર્મ અપ્રસ્તુત છે એ વાત તેમણે અનેક ગ્રંથોમાં સમજાવી છે. એક પ્રજ્ઞાચક્ષુ અસહાય યુવાન ભારતીય દર્શનનો વિશ્વવિખ્યાત વિદ્વાન કેવી રીતે બન્યો તેની ગાથા માનવજાત માટે સાચવી રાખવા જેવો વારસો છે. તેમણે અધ્યાત્મવિચારણા, ભારતીય તત્ત્વવિદ્યા, સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિ જેવા ગ્રંથો તથા “મારું જીવનવૃત્ત' નામની આત્મકથા લખી. આ ઉપરાંત અનેક ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરે પર જે અસંખ્ય લેખો લખ્યા તે ત્રણ ભાગમાં દર્શન અને ચિંતન'માં પ્રગટ થયા છે.