________________
પ૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ધૂનમાં ગાંડો થઈ ધર્મ તરફ ઢળશે. એને પરિણામે – એ સંસ્કારને પરિણામે – વળી પ્રથમ માનેલો પરલોક તેનો વર્તમાન જન્મ બનશે, ત્યારે પાછો તે તો ધર્મના પરલોક સુધારવાના ધ્યેયને વળગી એ પ્રાપ્ત થયેલ પરલોકને ઉવખશે અને બગાડશે. આમ ધર્મનું ધ્યેય પરલોક છે એ માન્યતાની પણ ગેરસમજનું પરિણામ તો ચાર્વાકના પરલોકવાદના અસ્વીકાર કરતાં બીજું આવવાનો સંભવ જ નથી. કેટલાંક ઉદાહરણો
આ અટકળ વધારે પડતી છે એમ કોઈ રખે માને. આપણે ઉદાહરણ વાસ્તે દૂર જવાની જરૂર નથી. જૈન સમાજ આસ્તિક ગણાય છે. તે કર્મવાદી છે. પરલોક સુધારવાનો તેનો દાવો છે. તે પોતાના ધર્મનું ધ્યેય પરલોક સુધારવામાં જ પૂરું થાય છે, એમ ગર્વથી માને છે.
તે પણ આપણે જો જૈન સમાજની પ્રત્યેક પ્રવૃત્તિનો બારીકીથી અભ્યાસ કરીશું તો આપણને દેખાશે કે તે પરલોક તો સાધી શકતો જ નથી; વધારામાં ચાર્વાક જેટલો ઈહલોક પણ સાધી શકતો નથી. એક ચાર્વાક મુસાફર ગાડીમાં બેઠો. તેણે પોતાની પૂરી સગવડ સાચવવા બીજાની સગવડોના ભોગે – બીજાઓ ઉપર વધારે અગવડો મૂકીને – પોતાની સીટ પૂરેપૂરી, ઊલટી કાંઈક વધારે, મેળવી. થોડી વાર પછી ઊતરવાનું છે, એ જગ્યા જવાની છે, એની એને કાંઈ પડી ન હતી. બીજી વાર, બીજે પ્રસંગે પણ એ માત્ર પોતાની સગવડની ધૂનમાં રહેતો અને બીજાના સુખને ભોગે સુખેથી સફર કરતો. બીજો પેસેંજર પરલોકવાદી જેન જેવો હતો. તેને જગ્યા તો મળી, કાંઈક જોઈએ તેથી વધારે પણ, છતાં હતી તે ગંદી. એણે વિચાર્યું હમણાં તો ઊતરવું છે, પછી કોણ જાણે બીજો કોણ આવશે. ચલાવી લો. સફાઈની માથાફોડ નકામી છે. એમાં વખત ગાળવા કરતાં અરિહંતનું નામ જ ન લઈએ, એમ વિચારી તેણે એ જ ગંદી જગ્યામાં વખત ગાળ્યો. બીજે સ્ટેશને ડબો બદલાતાં બીજી જગ્યા મળી. તે હતી તો ચોખ્ખી, પણ બહુ જ સંકડાશવાળી. પ્રયત્નથી મોકળાશ કરી શકાય તેમ હતું, પણ બીજા તોફાનીઓ સાથે વાદવિવાદમાં ઊતરવું એ પરલોકની માન્યતા વિરુદ્ધ હતું. ત્યાં વળી પરલોકવાદ આવ્યો : ભાઈ રહેવું છે તો થોડું. નકામી માથાફોડ શાને ? એમ કરી ત્યાં પણ અરિહંતના નામમાં વખત ગાળ્યો. એની લાંબી અને ઘણા દિવસની રેલની અગર વહાણની બધી જ મુસાફરીમાં જ્યાં સગવડ મળી કે અગવડ, સર્વત્ર એને કાંઈ કરવાનું આવે ત્યાં એનો પરલોકવાદ એનો હાથ પકડતો અને ઇસ્મરણ માટે ભલામણ કરતો.
આપણે આ બંને પ્રવાસીઓનાં ચિત્રો હંમેશાં જોઈએ છીએ. શું આ ઉપરથી એમ કહી શકાશે કે પેલા ચાર્વાક કરતાં બીજો પરલોકવાદી પેસેંજર ચડિયાતો? એકે ટૂંકી દૃષ્ટિથી બધા પ્રત્યેની જવાબદારીઓનો ભંગ કરી છેવટે સ્વસગવડ તો સાધી અને તે પણ ઠેઠ સુધી, જ્યારે બીજાએ પ્રયત્ન કર્યા સિવાય સગવડ મળી ત્યારે રસપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org