________________
ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા ૦ ૫૭ એને આસ્વાદી, પણ જ્યારે જ્યારે પોતાની સગવડ વાસ્તે અને બીજાની અગવડ દૂર કરવા પ્રયત્ન કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે ત્યારે પરલોક અને આગળનું શ્રેય સાધવું, એ નરી ભ્રમણામાં રહી ચાર્વાક કરતાંય વધારે જવાબદારીઓનો તેણે ભંગ કર્યો. આ કાંઈ રૂપક નથી, પ્રતિદિન દેખાતા વ્યવહારની વાત છે.
છોકરો ઉંમરે પહોંચે અને જ્યારે માબાપનો વા૨સો મેળવવાનો હોય ત્યારે તે માટે તલપાપડ થઈ જાય. પણ માબાપની સેવાનો પ્રસંગ આવતાં જ તેની સામે પરલોકવાદીઓનો ઉપદેશ શરૂ થાય અરે, ગાંડા ! આત્માનું તો કરી લે. માબાપ એ તો આળપંપાળ.’ એ ભાઈ પછી નીકળે પરલોક માટે અને ત્યાં પાછું એ જ બિનજવાબદારીનું અનવસ્થાચક્ર ચાલવું શરૂ થાય.
બીજો યુવક સામાજિક જવાબદારીઓ તરફ ઢળતો હોય તેવામાં ૫૨લોકવાદી ગુરુ તેને કહે : “અરે, નાતજાતના ગોળ તોડી એને વિશાળ બનાવવાની વાતમાં પડ્યો છે, પણ કાંઈ આત્માનું વિચાર્યું ? પરલોક ભણી તો જો. આવી આળપંપાળમાં શું ફસ્યો છે ?” પેલો યુવક ગુરુને પગલે ન જાય તોય ભ્રમણામાં પડી હાથમાં લીધેલ કામ છોડી દેતો દેખાય છે. એક બીજો યુવક વૈધવ્યની વારે ધાઈ પોતાની બધી સંપત્તિ અને બધી લાગવગનો ઉપયોગ પુનર્લગ્ન વાસ્તે કરતો હોય યા અસ્પૃશ્યોને અપનાવવામાં અને અસ્પૃશ્યતા નિવારવામાં કરતો હોય ત્યારે આસ્તિકરત્ન ગુરુ કહે અરે, વિષયના કીડા, આવાં પાપકારી લગ્નોના પ્રપંચમાં પડી, પરલોક કાં બગાડે છે ?” બિચારો તે ભરમાયો અને મૌન લઈ બેસી ગયો. ગરીબોની વહારે ધાવા ને તેમને પૈસો નહિ તો પાઈ મળે તેવા રાષ્ટ્રીય ખાદી જેવા કાર્યક્રમમાં કોઈને પડતો જોઈ ધર્મત્રાતા ગુરુએ કહ્યું - ‘અરે, એ તો કર્મનું ફળ છે. સૌનું કર્યું સૌ ભોગવે. તું તારું સંભાળ ને ? આત્મા સાચવ્યો, એણે બધું સાચવ્યું. પરલોક-સુધારણા એ જ ઉચ્ચ ધ્યેય હોવું જોઈએ.’ આવા ઉપદેશથી એ યુવક પણ કર્તવ્યથી સ૨કયો. આવા બનાવો, આ જાતના કર્તવ્યભ્રંશો સમાજેસમાજમાં અને ઘરેઘ૨માં ઓછે કે વધતે અંશે જોઈ શકીશું. ગૃહસ્થોની જ વાત નથી, ત્યાગી ગણાતા ધર્મગુરુઓમાં પણ કર્તવ્યપાલનને નામે મીંડું છે. ત્યારે ચાર્વાક ધર્મ કે તેના ધ્યેયનો સ્વીકાર ન કરીને જે પરિણામ ઉપસ્થિત કર્યાનું કહેવાય છે તે પરિણામ ૫૨લોકને ધર્મનું ધ્યેય માનનારે ઉપસ્થિત નથી કર્યું, એમ કોઈ કહી શકશે ? જો એમ ન હોત તો આપણા આખા દીર્ઘદર્શી ગણાતા પરલોકવાદી સમાજમાં આત્મિક, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓની ખામી ન જ હોત.
-
‘કરજ કરીને પણ ઘી પીવું' એવી માન્યતા ધરાવનાર માત્ર પ્રત્યક્ષવાદી અને તે પણ સ્વસુખવાદી ચાર્વાક હોય કે પરલોકવાદી આસ્તિક હોય, પણ જો તેઓ બંનેમાં કર્તવ્યની યોગ્ય સમજ, તેની જવાબદારીનું આત્મભાન અને પુરુષાર્થની જાગૃતિ – એટલાં તત્ત્વો ન હોય તો બંનેના ધર્મધ્યેય સંબંધી વાદમાં ગમે તેટલું અંતર હોવા છતાં તે
Jain Education International
—
For Private & Personal Use Only
www.jainelibrary.org