SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ XIV એક વાત અહીં નોંધવી જોઈએ કે અભ્યાસકાળના આ બધા સમય દરમ્યાન પંડિતજી કેવળ વિદ્યાધ્યયન જ કરતા રહ્યા એમ નથી; બંગભંગથી શરૂ થઈને જુદા જુદા રૂપે વિકસી રહેલ રાષ્ટ્રીય આંદોલનથી પણ એ માહિતગાર રહેતા, તેમ જ ધાર્મિક અને સામાજિક સમસ્યાઓનો પણ વિચાર કરતા રહેતા. આમ પંડિતજીની દૃષ્ટિ આરંભથી જ વ્યાપક બનવા લાગી હતી. એમ કહી શકાય કે, આ પણ સદા જાગતી રહેતી જિજ્ઞાસાનું જ એક અંગ હતું. અધ્યાપન, ગ્રંથરચના અને બીજી પ્રવૃત્તિ શ્રી. બાબુ દયાલચંદજી જૌહરી વગેરે તરવરતા યુવાનોથી આકર્ષાઈ પંડિતજીએ બનારસના બદલે હવે આગ્રાને કેન્દ્ર બનાવ્યું. ત્યાંથી જુદા જુદા સ્થળે મુનિવરોને ભણાવવા ચાર-છ માસ જાય અને વળી પાછા આગ્રા આવી જાય. આમ ત્રણ-ચાર વર્ષ વીત્યાં ત્યાં તો ગાંધીયુગનાં ત્રંબાળાં દેશના ખૂણે ખૂણે ગાજવા માંડ્યાં. પછી તો પંડિતજીથી કેમ રહી શકાય ? તેઓ ગાંધીજીના કર્મયોગથી આકર્ષાઈને અમદાવાદમાં શરૂઆતમાં કોચરબ આશ્રમમાં અને પછીથી સાબરમતી આશ્રમમાં અવારનવાર જવા લાગ્યા. ગાંધીજીની સાથે બેસીને ઘંટી તાણવાનો લહાવો લેતાં લેતાં હાથમાં ફરફોલી ઊઠ્યાની પંડિતજીની વાત આજે પણ સાંભળનારને ઈર્ષ્યા ઉપજાવે છે. પણ થોડા વખતમાં એમણે જોઈ લીધું કે પોતાના જેવી પરાધીન સ્થિતિવાળાને માટે આ કર્મયોગનું પૂર્ણપણે અનુસરણ શક્ય નથી એટલે એ પાછા બનારસ અને આગ્રા રહેવા ચાલ્યા ગયા. ગાંધીજીના આ સહવાસની કાયમી અસર થઈ: સાદાઈ અને જાતમહેનત તરફ મન વધારે ઢળ્યું. દળવું, વાસણ માંજવાં વગેરે કામો કરવામાં એ આનંદ માનવા લાગ્યા. આ સમય હતો વિ. સં. ૧૯૭૩નો. જીવનનો વધારે સંયમશીલ બનાવવા પાંચ વર્ષ સુધી તો ઘી-દૂધનો પણ ત્યાગ કર્યો અને ખાવા-પીવાની ઝાઝી માથાકૂટ ન કરવી પડે તેમ જ ઝાઝો ખર્ચ વેઠવો ન પડે એ માટે સાવ સાદા ખોરાકને ભરોસે દિવસો કાઢવા લાગ્યા. પણ છેવટે સને ૧૯૨૦માં પંડિતજી ભયંકર હરસના રોગમાં સપડાયા અને મરતા મરતા માંડ બચ્યા. આ બોધપાઠે પંડિતજીને શરીરની દરકાર લેતા કર્યા. અત્યાર સુધી તો પંડિતજીનું મુખ્ય કાર્ય અધ્યાપનનું જ હતું. પણ વિ. સં. ૧૯૭૪ની સાલમાં પૂ. શાંતિમૂર્તિ, સન્મિત્ર મુનિશ્રી કર્પરવિજયજીએ પંડિતજીના મિત્ર વ્રજલાલજીને એક વેળા કહ્યું કે તમે લખી શકો એમ છો. એટલે ગ્રંથો રચો, અને સુખલાલજીથી લખી શકાય એમ નથી એટલે એ વિદ્વાનો તૈયાર કરે. પંડિતજીને આ વાતથી ચાનક ચડી, અને પોતાની લાચારી ખટકવા લાગી. એમને થયું, ભલે હું જાતે લખી ન શકું, પણ લખાવી શકું તો ખરો ને? અને તરત જ એમણે કર્મતત્ત્વજ્ઞાનનો પ્રાકૃતભાષાનો કર્મગ્રંથ' હાથ ધર્યો હિન્દી ભાષામાં અનુવાદ, વિવેચન અને અભ્યાસપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy