SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ XV પ્રસ્તાવના સાથે એ કઠિન ગ્રંથ પ્રગટ થયો ત્યારે પંડિતજીના ગંભીર પાંડિત્યનો વિદ્વાનોને પહેલવહેલો પરિચય થયો. પછી તો ગ્રંથરચનાની પરંપરા જ શરૂ થઈ, જે અત્યારે પણ આજીવન ચાલુ રહી. - આમ ત્રણેક વર્ષ ગયાં, અને પંડિતજીએ આગ્રામાં સન્મતિતર્ક જેવા મહાન દાર્શનિક ગ્રંથના સંપાદનનો આરંભ કર્યો. પણ ત્યાં તો અમદાવાદમાં મહાત્મા ગાંધીજીએ સ્થાપેલ ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં ભારતીય દર્શનશાસ્ત્રોના અધ્યાપક તરીકે જોડાવાનો મિત્રોએ આગ્રહ કર્યો. ગાંધીજી પ્રત્યેનું આકર્ષણ તો હતું જ એમાં જ્ઞાનયોગ સાથે એમના સહવાસનો આ સુયોગ મળ્યો. પંડિતજી વિ. સં. ૧૯૭૮માં ત્યાં જોડાઈ ગયા. ગૂજરાત વિદ્યાપીઠ અને સાબરમતીનો સત્યાગ્રહ આશ્રમ તો તે કાળે દેશનાં તીર્થધામો બની ગયાં હતાં. વિદ્યાપીઠમાં ઉચ્ચ કોટીના અનેક વિદ્વાનોનું જૂથ જામ્યું હતું : કાકા કાલેલકર, આચાર્ય નાનાભાઈ ભટ્ટ, આચાર્ય ગિડવાણી, પંડિત બેચરદાસજી, આચાર્ય જિનવિજયજી, અધ્યાપક ધર્માનન્દ કોસખી, નરહરિભાઈ પરીખ, કિશોરલાલ મશરૂવાળા, શ્રી રામનારાયણ પાઠક, શ્રી રસિકલાલ પરીખ વગેરે કંઈ કંઈ વિદ્વાનો મૂઠી લઈને ખોબો આપવાની સમર્પણવૃત્તિથી ત્યાં આવ્યા હતા. પંડિતજીને આ સુયોગ બની ગમી ગયો. વિદ્યાપીઠમાં રહ્યા તે દરમ્યાન પંડિતજીએ અધ્યાપન સાથે અધ્યાપક કોસબીજી પાસેથી પાલીભાષાનું અધ્યયન કર્યું. ઉપરાંત, ૮-૯ વર્ષના સતત પરિશ્રમને અંતે, પંડિતશ્રી બેચરદાસજીના સહકારમાં, સન્મતિતર્કના સંપાદનનું મહાભારત કામ પણ પૂરે કર્યું. વિદ્વાનોએ એ ગ્રંથ ભૂળ પાંચ ભાગમાં અને અનુવાદ-વિવેચનનો છઠ્ઠો ભાગ)નાં મુક્તકંઠે વખાણ કર્યા. ડૉ. હર્મન યાકોબી, પ્રો. લોયમન અને પ્રો. લ્યુડર્સ જેવા પશ્ચિમના વિદ્વાનોએ પણ એની ખૂબ પ્રશંસા કરી. ગાંધીજીને પણ એથી ખૂબ સંતોષ થયો; અને એમણે તો કહ્યું કે – આટલો શ્રમ લીધા પછી ભલે સુખલાલજી એકાદ વર્ષ આરામ ત્યાં તો સને ૧૯૩૦ની ઐતિહાસિક સાલ આવી પહોંચી. દેશમાં સર્વત્ર સ્વાતંત્ર્યસંગ્રામનાં નગારાં ગગડી રહ્યાં. સત્યાગ્રહના સંગ્રામની હાકલ થઈ ગાંધીજીએ ઐતિહાસિક દાંડીકૂચ કરી અને પંડિતજીના બધા સાથીઓ લડતમાં જોડાઈ ગયા. પંડિતજીનું મન પણ સૈનિક બનવા તલપાપડ બની રહ્યું, પણ એમને માટે એ શક્ય ન હતું. છેવટે મનને સંયમમાં લઈને, એ સમયનો ઉપયોગ એક વધુ સિદ્ધિ મેળવવામાં એમણે કરી લીધો. અંગ્રેજી ભાષામાં દરેક વિષયના નવાનવા ગ્રંથો પ્રગટ થતા જોઈને પંડિતજીને અંગ્રેજી ભાષાની બિનજાણકારી ભારે ખટકતી હતી. એમણે ૧૯૩૩૧નાં વર્ષો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy