________________
XVI
દરમ્યાન અંગ્રેજી ભાષાનું પ્રાથમિક જ્ઞાન મેળવી લીધું. આ માટે તેઓ સને ૧૯૩૧માં, ત્રણ માસ માટે, શાંતિનિકેતનમાં પણ રહી આવ્યા.
પછી સને ૧૯૩૩માં પંડિતજી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાયા. આ સ્થાને દશ વર્ષ સુધી કામ કરીને પંડિતજી સને ૧૯૪૪માં નિવૃત્ત થયા તે દરમ્યાન એમણે અનેક વિદ્વાનો જેને પંડિતજી “ચેતનગ્રંથો’ કહે છે) તૈયાર કર્યા અને અનેક ગ્રંથોનું સંપાદન પણ કર્યું.
પંડિતજી બનારસમાંથી નિવૃત્ત થયા ત્યારે તે વખતના હિન્દુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને અત્યારના ઉપરાષ્ટ્રપતિ સર રાધાકૃષ્ણને યુનિવર્સિટીમાં પોતાને યથેષ્ટ સંપાદનનું કામ કરવાનું અને એ માટેના જરૂરી ખર્ચની જોગવાઈ કરી આપવાનું પંડિતજીને કહેવડાવ્યું હતું; પણ પંડિતજીનું મન હવે ગુજરાત તરફ વળ્યું હતું એટલે એમણે એ માગણીનો સ્વીકાર ન કર્યો.
વળી આ પહેલાં, કલકત્તા યુનિવર્સિટીના તે વખતના વાઈસ ચાન્સેલર શ્રી. શ્યામાપ્રસાદ મુખરજીએ પણ સર આશુતોષ, ચેઅરના જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાવા કહેવરાવેલું, પણ એનો પણ પંડિતજીએ સ્વીકાર કર્યો નહીં.
સમવયસાધક પાંડિત્ય પંડિતજીના અધ્યાપન કે સાહિત્યસર્જનની ત્રણ મુખ્ય વિશેષતાઓ છે:
પહેલું તો એ કે નાકૂ નિદ્યતે વિશ્ચિત જે કંઈ ભણાવવું કે લખવું તે આધારભૂત જ હોવું જોઈએ; અને એમાં અલ્પોક્તિ, અતિશયોક્તિ કે કલ્પિત વાતને મુદ્દલ સ્થાન હોવું ન જોઈએ. બીજું, ઐતિહાસિક દૃષ્ટિ એટલે કે સત્યશોધક દષ્ટિ. કોઈ પણ મુદ્દાનો ઉપયોગ પોતે માની લીધેલી વાતને સાચી ઠરાવવા માટે નહીં, પણ એ વાતનું સત્ય રૂ૫ પામવા માટે જ કરવો જોઈએ. ત્રીજું, તુલનાત્મક દૃષ્ટિ. કોઈ પણ ગ્રંથની રચનાની પાછળ અનેક પ્રેરક બળોએ કામ કર્યું હોય છે; ઉપરાંત, એ ગ્રંથમાં પૂર્વકાલીન કે સમકાલીન ગ્રંથોની અસર કે એનાં અવતરણો સુધ્ધાં હોવાનો સંભવ છે. વળી સમાન વિષયના ગ્રંથોમાં, ભાષાભેદ છતાં, વિષયનિરૂપણની અમુક સમાનતા હોવી સ્વાભાવિક છે. એટલે જેણે સત્યની શોધ કરવી હોય તેણે તુલનાત્મક દૃષ્ટિનો સ્વીકાર કરવો જ રહ્યો.
આમ કરીને પંડિતજીએ અનેક સાંપ્રદાયિક રૂઢ માન્યતાઓને ફટકો લગાવવા સાથે કેટલાય નવાં વિધાનો કે સત્યો રજૂ કર્યા છે. અને તેથી તેઓ જેમ વિદ્વાનોના પ્રતિભાજન બન્યા હતા તેમ રૂઢિચુસ્તોના ભારે અપ્રીતિભોજન પણ બન્યા હતા.
પંડિતજી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, પાલી, મરાઠી અને અંગ્રેજી એટલી ભાષાઓ જાણતા હતા અને પહેલી ત્રણ ભાષાઓમાં તો એમણે લખ્યું છે પણ ખરું. શરૂઆતમાં એમનું વલણ પ્રસ્તાવના વગેરે સંસ્કૃતમાં લખવાનું હતું, પણ પછી એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org