SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. મંગળપ્રવચન મંગળપ્રવચનનો ખ્યાલ એવો છે કે સત્રને આરંભે મંગળરૂપે કાંઈક કહેવું. દરેક કામની શરૂઆતમાં મંગળ-અનુષ્ઠાન કરવાનો રિવાજ છે. લગ્ન વગેરે શુભ કાર્યોમાં ગણેશ માંડવા, એની પૂજા કરવી વગેરે માંગલિક અનુષ્ઠાનો જાણીતાં છે. આપણું ક્ષેત્ર વિદ્યાનું હોઈ તેના સત્ર-પ્રારંભે વિદ્યા વિશે વિચાર કરવો એ જ માંગલિક ગણાય. એક ઉપનિષદમાં સ્વાધ્યાય અને પ્રવચન એ જ તપ છે એમ કહ્યું છે. આપણું વિદ્યાક્ષેત્ર એટલે સ્વાધ્યાય અને પ્રવચનનું જ ક્ષેત્ર. તેથી ફલિત એમ થયું કે આપણું વિદ્યાક્ષેત્ર એ તપનું ક્ષેત્ર છે. અહીં જ વિચારવું પ્રાપ્ત થાય છે કે ઋષિએ સ્વાધ્યાય અને પ્રવચનને તપ કર્યું તે કઈ દષ્ટિએ અને કયા અર્થમાં? તપનો અર્થ એવો સસ્તો નથી કે આપણે થોડુંઘણું વાંચીએ, વિચારીએ કે ઊંચે મને બોલીએ, લખીએ એટલે તે તપ થઈ જાય. તપનો અર્થ એથી બહુ વધારે ઊંડો અને અઘરો પણ છે. તપ એ નિષ્ઠામાં – બુદ્ધિપૂર્વકની નિષ્ઠામાં જ સમાય છે. વિદ્યાવિષયક પરિશીલન નિષ્ઠા વિનાનું હોય તો તે તપની કોટિમાં ન આવે અને એવું પરિશીલન માંગળિક પણ ન નીવડે, એટલે કે જીવનમાં પ્રાણ ન પૂરે. નિષ્ઠાનો અર્થ સમજવો ઘટે. જે કામ સ્વીકાર્યું હોય તેમાં એકરસ થવું, પોતાની બધી શક્તિઓ તેમાં જ કેન્દ્રિત કરવી અને ગમે તેવાં વિઘ્નોનો સામનો કરવામાં આનંદ અનુભવવો તેમ જ ઉત્સાહને કદી ઓસરવા દેવો નહિ એ નિષ્ઠાનો અર્થ છે. આવી નિષ્ઠા સાથેનું વિદ્યાકાર્ય એ જ તપ છે, અને એ પોતે સ્વયં મંગળરૂ૫ છે; એને ઇતર મંગળની જરૂર નથી. દીપકને પ્રકાશિત કરવા કોઈ બીજો દીવો પ્રકટાવતું નથી, કેમકે તે સ્વતપ્રકાશમાન છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકો ઉપવાસ અને એવાં બીજાં કઠણ વ્રતોને તપ કહે છે. એવાં વ્રતો આચરનાર તપસ્વી ગણાય છે. સખત શરદી કે ગરમી ઈચ્છાપૂર્વક સહનાર પણ તપસ્વી ગણાય છે. પરંતુ જરા બારીકીથી વિચારીએ તો જણાશે કે વિદ્યાપ અને ઉપવાસતપ વચ્ચે કેટલું અંતર છે ? કોઈ પણ નાની કે મોટી ઉંમરનો સહિષ્ણુ. હોય તો તે એક જ નહિ પણ અનેક ઉપવાસ સહેલાઈથી કરી શકે. વિદ્યાની સાધના એવી સહેલી નથી, પચીસ પચીસ વર્ષ લગી સતત અને ખંતપૂર્વક એવી સાધના કરી હોય તો તે આજકાલના ધોરણની દૃષ્ટિએ અધૂરી પડે છે. વ્રતો વિશે એમ નથી. આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy