________________
૧૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જ બેચાર ઉપવાસ ખેંચી કાઢો. લાગણીવાળા સ્નેહીઓ તમને તપ કર્યું એમ કહેશે અને વધારામાં તે તપ ઊજવશે પણ. પરંતુ તે જ લોકો વિદ્યાનું એવું મૂલ્યાંકન કરી નહિ શકે અને છતાંય એ તપ છે જ, કેમકે વિદ્યા વિના અંદર અંધારું રહે છે અને ગ્રંથિઓ ભેદાતી નથી..
ઘણા લોકો એમ સમજે છે કે ભણવું અને વિદ્યાભ્યાસ કરવો એટલે કાંઈ પ્રવૃત્તિ ન કરવી, પુરુષાર્થ ન કરવો; પણ ખરી વાત બીજી છે. જો ખરા અર્થમાં વિદ્યા સાધવી હોય તો તેમાં જબ્બર પુરુષાર્થની જરૂર છે. એ કામ માત્ર નિવૃત્તિરૂપ કે આરામદેહ નથી. એમાં તો ભારે પરસેવો ઉતારવો પડે છે, અને તેથી જ તે તપ કહેવાય છે. જે મન, વચન અને શરીરને તપાવે, થકવી નાખે અને પરિણામે તેમાંથી ઉચ્ચ ધ્યેય સિદ્ધ થાય તે તપ. આ અર્થમાં વિદ્યાની સાધના – ખરી સાધના – ઉપવાસ આદિ કહેવાતાં તપો કરતાં પણ દુષ્કર તપ છે. ઉપનિષદના ઋષિએ એ જ અર્થમાં સ્વાધ્યાય અને પ્રવચનને તપ કહી તેમાં પ્રમાદ ન સેવવાની ભલામણ કરી છે.
હવે આપણે આપણી વિદ્યપ્રવૃત્તિ વિશે થોડો વિચાર કરી, એ જોઈએ કે આપણી પ્રવૃત્તિ તપ કહેવા લાયક છે? સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે મોટો ભાગ ન છૂટકે ભણે છે. ભણ્યા વિના કયાંય ગજ નથી વાગતો તો લાવો ભણીએ, એમ ધારી ઘણા ભણે છે. માબાપ કે વડીલો પણ એમ ધારીને ભણાવે છે કે છોકરાં નહિ ભણે તો ઠેકાણે નહિ પડે. આવી લાચાર વૃત્તિથી શરૂ કરેલ ભણતર ફળદાયી નથી નીવડતું. એ કદાચ ડિગ્રી મેળવાવી આપે, પણ આત્મામાં પ્રકાશ ન અર્પી શકે. આવી લાચાર વૃત્તિથી ભણનારા પરીક્ષા પૂરતું વાંચે છે, ને પરીક્ષાના દિવસોમાં જ થોડી ઘણી મહેનત કરે છે. બાકીનો ઘણો સમય તેઓ વેડફે છે. વડીલો માને છે કે છોકરાંઓ ભણે છે,
જ્યારે છોકરાંઓ ઘણી વાર તો શક્તિ, સમય અને ધનનો દુરુપયોગ કરે છે. ઉચ્ચ વિદ્યાના ક્ષેત્રમાં પણ આવું ચાલતું જોવાય છે. અનેક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એવાં મળી આવશે કે જેઓ પરીક્ષાના દિવસો સિવાય ભાગ્યે જ વાંચે-વિચારે. જો તેમને એમ ને એમ પ્રમાણપત્ર મળી જતું હોય તો તેઓ એટલું પણ ન વાંચે. આ દષ્ટિએ જોતાં એમ કહેવું પડે છે કે ઉંમરે પહોંચ્યા પછી પણ આપણા વિદ્યાર્થીવર્ગનો મોટો ભાગ જીવનદ્રોહ જ કરે છે.
ખાસ કરી અભ્યાસની ખરી રીત એ છે કે વર્ગમાં ગયા પહેલાં શીખવાનું પહેલેથી જ વાંચી રાખવું, જેથી અધ્યાપક કહે તે પૂરું સમજાય અને અધ્યાપકને અનેક પ્રશ્નો કરી તેની પાસેથી અનેકગણું નવું મેળવી શકાય. જો આમ નથી થતું તો વર્ગમાં અધ્યાપક કહે તે બહુ ઓછું સમજાય છે ને મહત્ત્વના પ્રશ્નો કરવાનું તો બાજુએ જ રહી જાય છે. પરિણામે અધ્યાપક પણ વધારે મહેનત કરવાનું બાજુએ મૂકે છે અને સમજે છે કે ગાડું એમ જ ચાલવાનું. એને લીધે સમગ્ર ઉચ્ચ અભ્યાસનું ક્ષેત્ર છીછરું બની જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org