________________
૧૮. પુણ્ય અને પાપ ઃ એક સમીક્ષા
[તા. ૧૫-૩-’૪૭ના પ્રબુદ્ધ જૈનમાં પ્રસિદ્ધ થયેલ સદ્ગત ડૉ. વ્રજલાલ મેઘાણીના લેખ પાપની આત્મકથા’ ઉપ૨ની નોંધ.]
આખા લેખનો ઉદ્દેશ વિવેક અને સમત્વબુદ્ધિ જાગ્રત ક૨વાનો છે. દૃષ્ટિબિંદુ તદ્દન ચોખ્ખું અને પરિમાર્જિત છે. એ દૃષ્ટિબિંદુની પુષ્ટિ અને સિદ્ધિ અર્થે તેમણે પાપના મુખથી ભૂતકાળ વર્ણવ્યો છે. આ વર્ણનમાં ડૉ. મેઘાણીએ આધુનિક સમાજશાસ્ત્ર, પ્રાચીન– વૈદિક તેમજ જૈન આદિ પૌરાણિક કલ્પનાઓ કે માન્યતાઓ, રાજ્યતંત્રશાસ્ત્ર અને શાસનપદ્ધતિનો વિકાસ, વર્ણવ્યવસ્થાનો ઇતિહાસ, વૈજ્ઞાનિક પ્રગતિ અને ધાર્મિક બંધારણોવાળું સાહિત્ય વગેરે અનેક વિષયોનું કરાયેલ આકલન કળામય રીતે પૂર્વભૂમિકારૂપે ચિત્રિત કર્યું છે. એમાં અત્યુક્તિ જેવું કશું છે જ નહિ. બહુ ઉઠાવદાર અને લક્ષ્યસાધક જોમ એમના લખાણમાં દીસે છે. કોઈ અત્યારનો ઐતિહાસિક ઇચ્છે તો એમનાં બધાં વિધાનો અને વાકયોને અવતરણો શોધી શોધીને ટેકવી શકે. આવું બહુવ્યાપી લખાણ લાંબા કાળના વિસ્તૃત વાચન અને સૂક્ષ્મ મનનનું જ પરિણામ છે.
પ્રસ્તુત લેખમાં માનવજીવનગત સ૨ળતા, જટિલતા અને તેમાંથી ઉદ્દભવતી સમસ્યાઓના ઉકેલ તરફ તેમણે કળામય રીતે આંગળી ચીંધી છે. એટલું ખરું કે પુણ્ય, પાપ અને ધર્મની વ્યાખ્યાઓ સ્થૂળ ભૂમિકામાં અમુક હોય છે, જ્યારે સૂક્ષ્મ ભૂમિકામાં તેમની તાત્ત્વિક વ્યાખ્યાઓ બીજી જ હોય છે; એટલે હંમેશા સ્થૂળ ભૂમિકા ઉપર ઊભા રહેલાઓ તાત્ત્વિકદર્શી લેખકની સામે પડવાના જ.
પુણ્ય-પાપ વિષે બદલાતી ધારણાઓનો એક રમૂજી દાખલો ટાંકવાનો લોભ થઈ આવે છે. પૈસો અને સ્ત્રી પુણ્યનાં ફળ લેખાય છે. વધારે પૈસો હોય તો વધારે પુણ્યવાન, એ માન્યતા આજે પણ છે જ. એ પણ મનાતું કે વધારે સ્ત્રીવાળો મોટો ભાગ્યશાળી. આ માન્યતા માત્ર કથાઓમાં જ નહોતી, જીવનમાં પણ કામ કરતી. ચક્રવર્તી અને વાસુદેવની શહેર વસાવાય એટલી મોટી પત્નીસંખ્યા પુણ્યની દલીલના આધારે જ સમર્થન પામી છે, અને બીજી રીતે આજ લગી પોષાતી પણ આવી છે. પુણ્યના ફળ તરીકે નારીપરિવાર લેખાય, તો એ જ દલીલથી એમ પણ કેમ ન કલ્પવું જોઈએ કે વધારે પુણ્યશાળી નારી તે જ હોઈ શકે કે જેણે ઇચ્છાથી વધારે પતિઓ ક્રમે કે એકસાથે
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org