SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ યુવકોને • ૭૫ કાર્ય આપણે કર્યું જઈએ છીએ, તે પણ ન છૂટકે, નીરસપણે અને નિરુત્સાહથી. પરિણામે આપણે આરોગ્ય અને બળ ઈચ્છવા છતાં મેળવી કે સાચવી શકતા નથી. સંપત્તિ, વૈભવ, વિદ્યા કે કીર્તિ જો પ્રયત્ન વિના મળે તો તે આપણે ઇચ્છીએ છીએ, પણ તે માટે પ્રયત્ન સેવવાનું કામ બીજા ઉપર છોડી દઈએ છીએ. આ સ્થિતિમાં ભગવાનના તાત્ત્વિક નિવૃત્તિરૂપ જીવનપ્રદ જળના સ્થાનમાં આપણે ભાગે તો જળના નામે તેનાં માત્ર ફીણ અને શેવાળ જ રહ્યાં છે. ધર્મ અધિકારે જ શોભે છે. અધિકાર વિના જે ધર્મ સાધુવર્ગને પણ ન શોભાવી શકે, તે ધર્મ ભોગપ્રધાન ગૃહસ્થવર્ગને તો શી રીતે શોભાવે ? નિવૃત્તિની દૃષ્ટિથી દાંત અને શરીરની ઉપેક્ષા કરવામાં આપણે ધર્મ માનીએ છીએ, પણ દાંત સડતાં કે શરીર બગડતાં આપણે એટલા બધા ગભરાઈ જઈએ છીએ કે ભલે સાધુ હોઈએ કે ગૃહસ્થ, તે વખતે ડૉકટર અને દવા જ આપણા મોહનો વિષય બની જાય છે ! કમાવામાં અને કૌટુંબિક જવાબદારીઓને અદા કરવામાં ઘણી વાર આપણી માની લીધેલી નિવૃત્તિ આડી આવે છે; પણ જ્યારે એનાં અનિષ્ટ પરિણામો કુટુંબ-કલહ પેદા કરે છે ત્યારે એ સમભાવે સહી લેવા આપણે તૈયાર નથી હોતા. સામાજિક સુવ્યવસ્થા અને રાષ્ટ્રીય અભ્યદય જો પ્રયત્ન વિના પ્રાપ્ત થાય તો એ આપણને ગમે છે; ક્કત આપણને નથી ગમતો એ માટે કરવો જોઈતો પુરુષાર્થ ! સાધુવર્ગની નિવૃત્તિ અને ગૃહસ્થવર્ગની પ્રવૃત્તિ એ બંને જ્યારે અયોગ્ય રીતે એકબીજા સાથે સંકળાઈ જાય છે ત્યારે નિવૃત્તિ એ સાચી નિવૃત્તિ નથી રહેતી અને પ્રવૃત્તિ પણ પોતાનો પ્રાણ ખોઈ બેસે છે. એક પ્રસિદ્ધ આચાર્યે આગેવાન અને શિક્ષિત મનાતા એક ગૃહસ્થ ઉપર પત્ર લખેલો. તેમાં સૂચવેલું કે રખે તમારી પરિષદ પુનર્લગ્નની ભ્રમણામાં સંડોવાય. એમ થશે તો ધર્મને લાંછન લાગશે. ઉપરથી જોતાં ત્યાગી ગણાતા એ આચાર્યની સૂચના કેટલી ત્યાગગર્ભિત લાગે છે ! પણ સહેજ વિશ્લેષણ કરતાં આવી અનધિકાર સંયમની ભલામણનું મર્મ ખુલ્લું થઈ જાય છે. પુનર્લગ્નની હિમાયત કે તેના પ્રચારથી જૈન સમાજ ખાડામાં પડશે, એવી મક્કમ માન્યતા ધરાવનાર અને પુનર્લગ્ન કરેલ પાત્રોને હલકી દૃષ્ટિથી જોનાર એવા જ ત્યાગીઓ પાસે, જ્યારે આપણે વૃદ્ધ જ નહિ, અતિવૃદ્ધ ઉંમરે કુમળી કન્યા સાથે લગ્ન કરનાર ગૃહસ્થોને, અગર એક સ્ત્રી હૈયાત છતાં બીજી કરનાર ગૃહસ્થોને, અગર પુખ્ત ઉંમરે પહોંચ્યા પછી ચોથી કે પાંચમી વાર પરણનાર ગૃહસ્થોને, પૈસા હોવાને કારણે, આદર પામતા કે આગલું આસન શોભાવતા જોઈએ છીએ, ત્યારે એ ત્યાગી ગુરુઓની સંયમની હિમાયતમાં કેટલો વિવેક છે એ તરી આવે છે. ઘણા ત્યાગી ગુરુઓ અને તેમની છાયા તળે વગર વિચાર્યું આવેલા ગૃહસ્થો સુધ્ધાં જ્યારે એમ કહે છે કે, “આપણે આપણો ધર્મ સંભાળીએ, દેશ અને રાષ્ટ્રને એને માર્ગે જવા દો. કંઈ રાજ્ય વિરુદ્ધ તે વળી આપણ જૈનથી વિચારાય કે કરાય ? – ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy