________________
જ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ છે. એની નમ્રતા એ મોટાઈને માટે જ હોય છે. સાચા જીવનની ઝાંખી ન હોવાથી અને ગુણોની અનન્તતાનું તેમજ પોતાની પામરતાનું ભાન ન હોવાથી પંથમાં પડેલો માણસ પોતામાં લઘુતા અનુભવી શકતો જ નથી, માત્ર તે લઘુતા દર્શાવ્યા કરે છે.
ધર્મમાં દષ્ટિ સત્યની હોવાથી તેમાં બધી બાજુ જોવા-જાણવાની ધીરજ અને બધી જ બાજુઓને સહી લેવાની ઉદારતા હોય છે. પંથમાં એમ નથી હોતું. તેમાં દૃષ્ટિ સત્યાભાસની હોવાથી તે એક જ અને તે પણ પોતાની બાજુને સર્વ સત્ય માની બીજી બાજુ જોવા-જાણવા તરફ વલણ જ નથી આપતી, અને વિરોધી બાજુઓને સહી લેવાની કે સમજી લેવાની ઉદારતા પણ નથી અર્પતી.
ધર્મમાં પોતાનું દોષદર્શન અને બીજાઓના ગુણનું દર્શન મુખ્ય હોય છે, જ્યારે પંથમાં તેથી ઊલટું છે. પંથવાળો માણસ બીજાના ગુણો કરતાં દોષો જ ખાસ જોયા તેમજ ગાયા કરે છે, અને પોતાના દોષો કરતાં ગુણો જ વધારે જોયા તેમજ ગાયા કરે છે, અથવા તો એની નજરે પોતાના દોષો ચડતા જ નથી.
ધર્મગામી કે ધર્મનિષ્ઠ માણસ પ્રભુને પોતાની અંદર જ અને પોતાની આસપાસ જ જુએ છે. તેથી તેને ભૂલ અને પાપ કરતાં પ્રભુ જોઈ જશે એવો ભય લાગે છે, તેની શરમ આવે છે, જ્યારે પંથગામી માણસને પ્રભુ કાં તો જેરૂસલેમમાં, કાં તો મક્કામદીનામાં, કાં તો બુદ્ધગયા કે કાશીમાં અને કાં તો શત્રુંજય કે અણપદમાં દેખાય છે અથવા તો વૈકુંઠમાં કે મુક્તિસ્થાનમાં હોવાની શ્રદ્ધા હોય છે. એટલે તે ભૂલ કરતાં પ્રભુથી પોતાને વેગળો માની, જાણે કોઈ જાણતું જ ન હોય તેમ, નથી કોઈથી ભય ખાતો કે નથી શરમાતો. એને ભૂલનું દુઃખ સાલતું જ નથી અને સાલે તોયે ફરી ભૂલ ન કરવાને માટે નહિ.
ધર્મમાં ચારિત્ર ઉપર જ પસંદગીનું ધોરણ હોવાથી તેમાં જાતિ, લિંગ, ઉંમર, ભેખ, ચિહ્નો, ભાષા અને બીજી તેવી બહારની વસ્તુઓને સ્થાન જ નથી, જ્યારે પંથમાં એ જ બાહ્ય વસ્તુઓને સ્થાન હોય છે. કઈ જાતિનો? પુરુષ કે સ્ત્રી? કઈ ઉમરનો? વેશ શો છે ? કઈ ભાષા બોલે છે ? અને કઈ રીતે ઊઠે કે બેસે છે ? – એ જ એમાં જોવાય છે; અને એની મુખ્યતામાં ચારિત્ર દબાઈ જાય છે. ઘણી વાર તો લોકોમાં જેની પ્રતિષ્ઠા ન હોય એવી જાતિ, એવું લિંગ, એવી ઉંમર કે એવા વેશ કે ચિહ્નવાળામાં જો ખાસું ચારિત્ર હોય તોપણ પંથમાં પડેલ માણસ તેને લક્ષમાં લેતો જ નથી અને ઘણી વાર તો તેવાને તરછોડી પણ કાઢે છે.
ધર્મમાં વિશ્વ એ એક જ ચોકો છે. તેમાં બીજા કોઈ નાના ચોકા ન હોવાથી આભડછેટ જેવી વસ્તુ જ નથી હોતી અને હોય છે તો એટલું જ કે તેમાં પોતાનું પાપ જ માત્ર આભડછેટ લાગે છે. જ્યારે પંથમાં ચોકાવૃત્તિ એવી હોય છે કે જ્યાં દેખો ત્યાં આભડછેટની ગંધ આવે છે અને તેમ છતાં ચોકાવૃત્તિનું નાક પોતાના પાપની દુર્ગંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org