________________
» • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પિતૃત્વ અને માનવોનું ભાતૃત્વ – ને અપનાવવા અને જીવનમાં ઉતારવા હિંદુઓને કહે છે. તેઓ મુખ્યત્વે ખ્રિસ્તીઓ સમક્ષ બોલતા હોઈ ખ્રિસ્તી ધર્મની ભ્રમણાઓ વિષે વધારે ટીકા કરે છે; છતાં પણ ખ્રિસ્તી ધર્મનાં માનવસેવા, વ્યવસ્થા આદિ તત્ત્વોને અપનાવવા સૂચવે છે. હિંદુઓને તેમની અણઘડ ને જંગલી પ્રથાઓ ફેંકી દેવાનો દૃઢાગ્રહ રાખવા કહ્યું છે તે રાધાકૃષ્ણનની સમતોલ બુદ્ધિનું પ્રમાણ છે. પરંતુ રાધાકૃષ્ણનની ખરી સંસ્કારિતા અને સૌંદર્યદષ્ટિ તો ત્યારે વ્યક્ત થાય છે જ્યારે તેઓ કહે છે કે “અહિંસાની જેઓ છટાભેર વાતો કરે છે તેઓ પશુયજ્ઞોને ઉત્તેજન આપતા દેખાય છે;” પૃ. ૧૩૬) તેમજ જ્યારે તેઓ કહે છે કે “એકબીજાનું ખંડન કરવામાં રચ્યાપચ્યા રહેલા અનેક વાદો, બુદ્ધિ ન સમજી શકે એવા તત્ત્વનાં ટૂંપણાં અને જુલમગાર પ્રથાઓ, જેની નીચે મનુષ્યનો આત્મા સાવ કચડાઈ જાય છે, તે બધાંને નાબૂદ કરતાં આપણને આવડવું જોઈએ.” પૃ. ૧૩૭)
શ્રી રાધાકૃષ્ણન ધર્મ અને રાષ્ટ્રાભિમાન' એ મથાળા નીચે આજે વિચારકોનાં મનમાં ઘોળાઈ રહેલા એક અગત્યના પ્રશ્નને છણે છે. એમનો મુદ્દો એ છે કે ધર્મસંઘોએ મિથ્યા રાષ્ટ્રાભિમાનને વશ ન થવું જોઈએ. તેમણે આ બાબતમાં મુખ્યપણે ખ્રિસ્તી ધર્મને લક્ષીને કહ્યું છે. ખ્રિસ્તી ધર્મે રાષ્ટ્રાભિમાનને વશ થઈ પોતાનો આત્મા ગુમાવ્યો છે. ખ્રિસ્તી સંઘો પોતાના રાષ્ટ્રને જ વફાદાર રહે છે, ઈસુના સિદ્ધાન્તને નહિ. આ દોષ મુસલમાનોમાં પાકિસ્તાનરૂપે પુનઃ આજે અવતરે છે; કેમકે, પછી એમ થશે કે ઇસ્લામ ધર્મ પાળનાર જેમાં રહે તે દેશ જ સર્વોચ્ચ, નહિ કે કુરાનના સિદ્ધાંતો. જો હિંદુ મહાસભા એ પ્રમાણે કરે તો તે પણ હિંદુ ધર્મમાં વિકાર લાવે. જાપાની બૌદ્ધોએ પોતાના બૌદ્ધ ધર્મને જાપાનની રાજસત્તાને હવાલે કરી દીધો છે. આ રીતે ધર્મનું તેજ હણાતાં તે તે રાષ્ટ્રો લડે ત્યારે ધર્મગુરુઓ તેમને લડાઈથી મુક્ત કરવાનું ધાર્મિક બળ ગુમાવી બેસે છે. ગાંધીજી રાજકારણમાં પણ ધર્મ દાખલ કરે ત્યારે તે ધર્મ એટલે કોઈ સંપ્રદાય નહિ, પણ સર્વસંપ્રદાયસંમત પ્રેમ, સેવા ને ત્યાગનો ધર્મ છે. ગાંધીજી રાષ્ટ્રને માટે લડે છે, પણ તે ધર્મને નિર્જીવ કે ગૌણ કરીને નહિ. રાષ્ટ્ર આડે રસ્તે જાય ત્યાં તેને પણ તેઓ ધર્મદ્રષ્ટિએ જ ચેતવે છે. તેઓ જેમ પરાધીનતામાંથી મુક્ત થવા ધર્મનો આશ્રય લઈ કાર્યની યોજનાઓ ઘડે છે તેમ સ્વરાષ્ટ્ર પણ શુદ્ધ ધર્મથી વિહોણું ન થાય તેવી સાવચેતી રાખે છે. ઘણા કહે છે કે ગાંધીજી રાષ્ટ્રીય નહિ પણ ધાર્મિક છે, ત્યારે એમ સમજવું કે તેઓ છે તો રાષ્ટ્રીય, પણ રાષ્ટ્રને આડે રસ્તે ન જવા દેવામાં સાવધ રહે છે, માટે જ તેઓ ધાર્મિક છે. માત્ર ધાર્મિક હોત તો તેઓ બીજા નિષ્ક્રિય બાવાઓની પેઠે એકાંતમાં બેસી જાત; પણ તેઓ તો ધર્મ વાટે જ રાષ્ટ્રોદ્ધાર કરવામાં ધર્મ માને છે, અને તે દ્વારા જ ધર્મ છે કે નહિ તેની પરીક્ષા કરે છે. ગાંધીજી માત્ર ધાર્મિક હોત તો ધર્મનું નામ લઈ આખા દેશને ઉશ્કેરત અને તેને બીજા ધર્મોની સામે થવા કહેત, પણ તેઓ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org