SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓ • ૩૧ બીજાઓની લૂંટારવૃત્તિની સામે થાય છે, નહિ કે બીજાઓના અસ્તિત્વ સામે. એ જ રીતે તેઓ સ્વદેશની નિર્બળતા સામે થાય છે, અને સાથે જ રાષ્ટ્રના ઉદ્ધારમાં ઉદાસીનતા પણ જરાયે દાખવતા નથી. જ્યારે ધર્મ રાષ્ટ્રને વશ થાય ત્યારે રાષ્ટ્રના આક્રમણકાર્યમાં તે સહાયક બને છે, અને બીજાઓની ગુલામીને પોષે છે, તેમજ સાથે સાથે સ્વરાજમાં ગુલામીનાં બીજો પણ વાવે છે; જેમ ગ્રીસ, રોમ, અરબસ્તાન આદિમાં થયું છે તેમ. આજે જાપાની બૌદ્ધ ધર્મ આ જ વસ્તુ કરી રહ્યો છે. વળી જ્યારે ધર્મ રાષ્ટ્રને આધીન થાય છે ત્યારે રાષ્ટ્ર પોતાના બચાવ માટે અધર્માચરણ કરે તેમાં પણ ધર્મ સહાયક બને છે, જેમ કે ચીનનો બૌદ્ધ ધર્મ. ચીન દુશ્મનો સામે હિંસક લડાઈ લડે છે ત્યારે ત્યાંનો બૌદ્ધ ધર્મ તેમાં સહાયક બને છે. આ જ ધર્મની રાષ્ટ્રાધીનતા. જો ધર્મ પ્રધાન સ્થાને રહે તો તે રાષ્ટ્રને આક્રમણ કરવા ન દે; તેમાં તે સહાયક ન બને; અને સ્વરાષ્ટ્ર ગુલામીથી મુક્ત થતું હોય ત્યારે પણ તે અધમ્ય સાધનોથી તેમાં મદદ ન કરે. ઊલટું, ધર્મ સાધનો તદ્દન નવાં યોજી તે દેશને ગુલામીથી છોડવે. આ દૃષ્ટિએ જોતાં જો કોઈ પણ દેશ આજે ધર્મની સ્વતંત્રતા સાચવવા મથતો હોય તો તે ભારત જ છે, અને તે પણ ગાંધીજીને હાથે. ગાંધીજીનો ધર્મ સક્રિય છે અને નિષ્ક્રિય પણ છે. પરસત્ત્વ હરવામાં તે નિષ્ક્રિય છે, જ્યારે સ્વસત્ત્વ સિદ્ધ કરવામાં તે સક્રિય છે. ભારત આક્રમણ તો કરતું જ ન હતું. એટલે તેના ધર્મોમાં આક્રમણકાર્યમાં મદદ કરવાનો દોષ તો આવ્યો જ ન હતો, જેવો ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં આવ્યો છે. પણ તેનામાં બીજાનું આક્રમણ સહેવાનો દોષ કે અન્યાય ખમવાનો દોષ પૂરેપૂરો આવેલો; તેને જ ગાંધીજી દૂર કરવા મથે છે. ધર્મ દ્વારા રાષ્ટ્રને ગુલામીથી મુક્ત કરવાનો ગાંધીજીનો અપૂર્વ પંથ છે. શ્રી રાધાકૃષ્ણન કે ટાગોર આદિ જ્યારે ધર્મ ને રાષ્ટ્રભિમાનને સેળભેળ થતા અટકાવવા કહે છે ત્યારે તેમની સામે બધાં અધર્મગામી રાષ્ટ્રોનું સજીવ ચિત્ર હોય છે. આ પુસ્તકનું નામ ધર્મોનું મિલન' રાખેલું છે તે બહુ જ ઉચિત છે. એમાં સંગ્રહાયેલાં બધાં જ લખાણો ને પ્રવચનો મુખ્યત્વે ધર્મમિલનમાં જ પર્યવસાન પામે છે. ધર્મમિલનનું સાધ્ય શું, એ મુખ્ય પ્રશ્ન છે. તેનો ઉત્તર શ્રી રાધાકૃષ્ણને પોતે જ મહાસમન્વયની ચર્ચા દ્વારા આપ્યો છે. દરેક ધર્મનાં સુવિચારી અનુયાયી અને જ્ઞાતાઓનો આજે નિશ્ચિત મત છે કે ધર્માન્તરની વટાળપ્રવૃત્તિ અનિષ્ટ જ છે. સાથે સાથે કોઈ ધર્મનો ઉચ્ચતર અભ્યાસી અને વિચારક એવો નથી જે પોતાના પરંપરાગત ધર્મના સ્વરૂપમાં જ સંતુષ્ટ હોય. દરેક સુવિચારી ઉત્સાહી પોતાની પરંપરાગત ધર્મભૂમિકાને છે તે કરતાં વિશેષ ઉન્નત ને વિશેષ વ્યાપક બનાવવા માગે છે. એક તરફથી પત્થાન્તરનો કે ધર્માન્તરનો વધતો જતો અણગમો અને બીજી તરફથી પોતપોતાના ધર્મને વિકસાવવાની, વિશેષ વ્યાપક અને શુદ્ધ બનાવવાની ઉત્કટ અભિલાષા–એમાં દેખીતો વિરોધ છે. પણ એ વિરોધ જ મહાસમન્વયની ક્રિયા સાધી રહ્યો છે. કોઈ એક ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy